: : અતીતની યાદો : :( ગુણવંત પરીખ ) તા. ૫-૮-૧૨
: : વાણી વિલાસ : :
કોઈ પણ પ્રશ્નનો ઉકેલ માત્ર યુદ્ધથી જ આવે તે માન્યતા ભૂલભરેલી છે. યુધ્ધના વિનાશક પરિણામોથી દુનિયા આડી કાલ થી વાકેફ છે. કુરુક્ષેત્રના યુધ્ધના સંહાર થી અનેક નામાંકિત યોધ્ધાઓ ભોય ભેગા થયીઓ ગયા હતા અને એકજ કુટુંબના અનેક સભ્યો રામશરણ એક સાથે થયા હતા . ઈતિહાસ કહે છે કે કલિંગ ના યુદ્ધનો સંહાર જોઇને મહારાજા અશોકનું દિલ પણ દ્રવી ઉઠ્યું હતું અને તે તથાગત ને શરણે જતો રહ્યો હતો. હલ્દીઘાટ ના યુધ્ધમાં રણ પ્રતાપ વન વન રઝળતો થયી ગયો હતો. યુધ્ધમાં નીતિ નથી જાળવતી, તેનો મોભો કે શૂરવીરતા નથી આપતી મોભો માત્ર અને માત્ર મૃત્યુ જ એક સાથ આપે છે અને પાછળ રહી જય છે વિનાશ. અને તેથી જ મહાભારત કાલ થી ભગવાન કૃષ્ણ જેવાએ પણ યુદ્ધ રોકવા માટે બનતા તમામ પ્રયત્ન કરેલા, શાંતિ દૂત પણ બનેલા ,મુત્સદ્દીગીરી પણ કરેલી અને કર્ણ ને પક્ષ બદલાવવા માટે પણ પ્રલોભન આપેલું, પક્ષ પલટાની રાજ નીતિ કદાચ ભગવાન કૃષ્ણ ની નીતિ જ હશે પણ છેવટે તો ધાર્યું ધણીનું જ થાય છે. યુદ્ધ થયું જ અને વિનાશ પણ થયો. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ થયી જ ગયું કે યુદ્ધ એ સાચો વિકલ્પ નથી. વિભાજન એ પણ સાચો વિકલ્પ નહોતો સાબિત થયો અને હસ્તિનાપુર અને ઇન્દ્ર પ્રષ્ઠ બે વિઉભાજીત રાજ્યો એ પણ શાંતિ કે સુલેહ ના જ આપી. અતીત આત આટલી માર્ગ દર્શક દોરવાની આપે છે તેનો ઉપયોગ કરવામાં માણસ નિષ્ફળ રહ્યો છે. જે કામ અને પરિણામ સેવા,સહકાર, સંકલન, ,સહયોગ અને સમન્વયથી થાય તે બીજી કોઈ રીતે શક્ય બની શકે જ નહિ.. પરસ્પરનો સહકાર અને પ્રેમ જે પરિણામ આપી શકાશે તે પરિણામ રન્ભુમીનું યુદ્ધ હોય, વાણીવિલાસ નું વક યુદ્ધ હોય કે આક્ષેપ બાજી નું એકબીજાને ઉતારી પડવાનું શાબ્દિક પ્રહારો કરતુ યુદ્ધ હોય, પણ તેનું પરિણામ તો વેર ઝેર વધારનાર ઈર્ષાની આગ સળગાવવાનું જ કામ કરશે અને અંતે વિનાશક પરિણામ જ આપશે.
વાણી વિલાસ માં રચી રહેલા આજના રાજ કારણીઓ માટે આં પ્રસ્તાવના પુરતી છે. ભલે નાની છે પણ માર્ગ દર્શક છે. મહાભારત જેવા ગ્રંથના મહાનાયકો ને નજરમાં રાખીને તેમના ઉદાહરણો આપનાર આં આજના નેતાઓને ખબર નથી કે તેઓ તેમના જુતામાં પગ નાખવા પણ સમર્થ નથી. કોઈક પોતાની જાતને ભીષ્મ કરતા પણ ઊંચા સાબિત કરવા પ્રયત્ન કરે છે તો કોઈ પોતાની જાતને અર્જુન બનીને પિતામહ ને પણ શિખામણ આપવાનો પ્રયત્ન કરે છે. પિતામહ કે અર્જુન બેમાંથી કોઈને રાજ ગાડી નો મોહ નહોતો, પિતામહ તો રાજ ગાદીના સાચા વરસ દર હતા અને આં બધા સંતાનો તો તેમની પાસે વિસાત માં નહોતા પણ તે વચન બદ્ધ હતા રાજ્યની સેવા માટે, અને જીવન ની અંતિમ પલ સુધી તે માટે જ પ્રયત્નશીલ રહ્યા. આજના આં મહાનુભાવી એક બીજા ઉપર કાદવ ઉછળતા નેતાઓ ની કોઈ ક્ષમતા છે કે જે સાબિત કરે કે તેઓ પ્રજા વત્સલ છે>? તેમના મનમાં પ્રજાનું હિત છે કે માત્ર ખુરસી મેળવવાની જ એક માત્ર ઝંખના છે ? ૭૫ વર્ષે ગાડી ગુમાવનારને આજે ૮૫ માં વર્ષે ગાડી પુનઃ પ્રાપ્ત કરવાની જે ઝંખના જાગી છે તે પ્રજા ધરમ છે કે પછી પોતાની એક મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાનો એક અભરખો છે ? તેમની સાથે રહેલા તેમના સહયોગી ઓ તે માત્ર અસંતુષ્ઠ જીવો છે અને તે પણ કોઈ ક સહારે પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા જોર અજમાવી રહેલા છે. .માણી લયીએ કે હયાત મુખ્ય મંત્રી માત્ર પબ્લીસીટી માટે સ્ટંટ કરે છે , પણ આકાન્શુઓ છાતી ઉપર હાથ રાખી ને ભગવાન માથા ઉપર રાખી ને કહી શકાશે કે તેમનો ઈરાદો માત્ર સત્તા નો જ નથી માત્ર પ્રજાની સેવા કરવાનો છે? એ કદી શક્ય જ નથી. ભાલ ભલા મુની વારો ને પણ ચલાવી દેતી આં સત્તાના સિંહાસન ની રાની છે. જેની પાસે સત્તા,સંપત્તિ,સમૃદ્ધિ ,પ્રસિદ્ધિ, અને ઢગલો ધન જોડાયેલા છે. આં મોહ ન્બા બંધનમાં જ અને તે માટે જ સૌ ખુરસી માટે કુરુક્ષેત્ર માં ઉતર્યા છે. કોઈક ને ગાદી ટકાવી રાખવી છે તો કોઈ ને ગાદી પડાવી લેવી છે. આં કોઈ ને તેમની ગાદી સિવાય બીજા કશામાં રસનથી તેમના નિશાન પર માત્ર ગાદી જ છે, ખુરશી જ છે પ્રજાનું હિત નથી પણ શિખંડી ની જેમ પ્રજાને હથિયાર બનાવી ને પ્રજાને વચ્ચે ઉભી રાખીને સૌ આં યુદ્ધ લડી રહ્યા છે..પિતામહ નીતિ બદ્ધ હતા, તે શિખંડી ઉપર હથિયાર ચલાવવાના નહોતા અને શિખંડીને ભાગે તો છેવટે મારવાનું જ હતું અર્જુન પણ તેને બચાવી શક્યો નહોતો.
મહાભારત ની રાજા શાહી ના ઉદાહરણો માં રાચતા આં આજના યુગના ખુરશી પ્રેમી લોક નાયકો, સેવકો, નેતાઓ અતીતને યાદ કરે અને અઆવી રહેલા કપરા કાલ માટે સામનો કરવાની તૈયારી કરે અને એક બની ખભે ખભા મિલાવી આવનાર પડકાર ને ઝીલી લેવા માટે સજ્જ બને તે જરુરુ છે. ૧૯૬૮ ના દુકાળ ની સમીક્ષા કરવા માટે અને આયોજન માટે ૨ અધિકારી ઓ આવેલા અને તેમના કાફલા માટે જે સેવાઓ લેવામાં આવી હતી તે આજે તાજી થાય છે. આજે પણ દુકાળ ની સમીક્ષા કરવા માટે દિલ્હી થી ૨ નહિ પણ ૮- ૮ તો સચિવ કક્ષાના અધિકારીઓના કાફલા સાથે આવેલા મંત્રીજી ની સાથે બીજો કેટલો કાફલો હતો તેની વિગતો આપવી અસ્થાને છે તેની જ પાછળની ખર્ચની વિગતો આપવાની પણ શક્યતા નથી. રસોડા માં શું રંધાયું કે કુલડી માં કયો અને કેવો અને કેટલો ગોળ ભાગ્યો તેની વિગત નથી પણ એક વખતના વડાપ્રધાને જાતે જ જાહેર કરેલું કે હું જો ૧ રૂપિયો આપું છું તો માત્ર ૧૫ પૈસા જ લાભાર્થી પાસે પહોચે છે તો બાકીના ૮૫ પૈસા ક્યાં ગયા ? તળપદી ભાષામાં એક ચીભડા વેચનારી બાઈ ,બહેન, સ્ત્રી, ૧૩ ચીભડા લયીને ખેતર માંથી નીકળી પણ બજાર માં પહીચી ત્યારે તેની પાસે માત્ર એક જ ચીભડું વેચવા માટે રહેલું અને તે પણ બગડી ગયેલું ચીભડું જેની કિંમત ના ઉપજે // બાકીના ચીભડા ક્યાં ગયા તે કહેવાની જરૂર છે ?
સભી મસ્ત હૈ, કોણ કિસકો સંભાળે ...
અપની અપની તાન મેં ગધ્ધા ભી ગુલતાન રહે
કૌન મરેગા,કૌન જીયેગા ,હંમે ક્યાં પતા ?
હમ તો અપની તાન મેં ગાયે જાયેંગે , ગાયે જાયેંગે ,.............
ગુણવંત પરીખ
No comments:
Post a Comment