religious platform



Gunvant Parikh
9:30 AM (17 minutes ago)
to hamlogpatanGunvantraginibenJitendraHARSHAL
             અતીતની   યાદો  : ; (ગુણવંત પરીખ   તા ૪-૮-૧૨-)
 :  :  ધર્મ  મંચ  :  :  વ્યાસ પીઠ   :Religious  Platform :
ધાર્મિક  પ્રવચન  અને  પ્રચાર  માટેનું  સ્થાન  એટલે  વ્યાસ પીઠ  ઉપરથી  સામાન્ય રીતે  ધર્મ નો  જ  પ્રચાર  થાય રાજનીતિક  પ્રચારનું  તે  સાધન  નથી. રાજનીતિ ની  ચર્ચા  કે  ટીકા  ટિપ્પણ   અને  રાજનીતિ ના  પ્રચાર નું  પણ  તે સાધન  નથી. વ્યાસપીઠ  ઉપરથી  માત્ર  અને  માત્ર  ધર્મ ને લગતી  જ  બાબતો ની  ક્ક્ષ્હર્ચ  અને  વિચારના ઓ  થવી  જોઈએ. ધર્મ નો  આં પહેલો  સિધ્ધાંત  છે.  પરંતુ  અત્યારે  ઘણા  રાજ ગુરૂ  ઓ  ધર્મ ગુરૂ ના  નામ  ઉપર    રાજનીતિ ના  પ્રચારક  બની  ગયા દ્ધે.  શક્ય છે  કે  તેમણે  રાજ્ય ના  આશ્રય થી  કોઈ  મોટો  લાભ  લીધો હોય  અથવા  મોટો  લાભ  લેવો  હોય. ધર્મગુરુ   પોતાની  વ્યાસપીઠ  ઉપરથી  કોઈ પણ  વિવાદાસ્પદ  ઉચ્ચારણ  કરે  કે  કરાવે  કે  કોઈ  કરે  અને  તે  ચલાવી  લે  કે  તેવા  ઉચ્ચારણો  માટે  આંખ  આડા  કાન  કરે  અથવા   મૌન  સંમતિ  આપે તે  ધર્મ નું  અપમાન  છે. વ્યાસપીઠ  ઉપર  વિરાજમાન  ધર્મગુરુ  માટે  તે  શોભાસ્પદ  નથી. અને   આં પ્રકારના  રાજનૈતિક  ઉચ્ચારણો   વ્યાસપીઠ  ઉપરથી  કરનાર  કોઈ  પણ  હોય  તે  તેમના  માટે  પણ  શોભાસ્પદ  નથી.  કામ સે  કામ  ધર્મનું  સન્માન  કરવું  તે   દરેકની  ફરજ  છે. 
        અતીતને   યાદ  કરશો  તો જણાશે  કે  ધર્મગુરુ   રાજ્ય સત્તાથી ઉપર  છે. રાજા  પણ  તેમની  આજ્ઞા   આદેશ  કે  વિચારને  પણ  ઉવેખી  શકે   નહિ. રાજા  રામ  પણ  ગુરૂ   વશિષ્ઠ ની અજ્ઞા  માનતા  હતા. આં તો   બહુ  દૂરની  વાત  થયી.  ગુજરાતના  રાજવી  પણ ગુરૂ  હેમ ચંદ્રા ચાર્યની  આમન્યા  રાખતા  હતા  અને  તેમણે  શરણે  પણ  જતા  હતા. .સામે  પક્ષે  હેમ ચંદ્રા ચાર્ય જી  પણ  ધાર્મિક  ઉપદેશ  જ  આપતા  હતા  ને  પ્રજા ના  હિત  માટેજ  રાજાને  સલાહ સુચન  કરતા  હતા  અને રાજવીઓ  તે  નું  પાલન  પણ  કરતા  હતા.  ધર્મનું પાલન  કરવું  તે  રાજા  અને  પ્રજા  બંનેની  નૈતિક  ફરજ માં  આવી  જાય  છે. 
          પરંતુ એક  કોઈક  કામ નસીબ  પાળે   ધર્મ નો  મંચ  એક  વિવાદાસ્પદ  મંચ  બની ગયો. મુનીવર  આચાર્ય   મહારાજશ્રી  તરુણ સાગર જી  મહારાજ સાહેબ  તેમના  વ્યાખ્યાનો   અને  ધાર્મિક  ઉપદેશો  માટે   જાણીતા  છે.  ચાતુર્માસ  નિમિત્તે  હાલ  તેઓ  અમદાવાદમાં  છે  અને  તેમના  વ્યાખ્યાનો ની   એક  શ્રુંખલા  ચાલી  રહી  હતી  ત્યારે   આવો  કમનસીબ  વિવાદાસ્પદ  બનાવ  બની  ગયો. આં મંચ  ઉપરથી  એક  સાંસદે  એક  રાજકીય  નેતાના  વખાણ  કર્યા અને  તે બાબત ને  રાજકીય  રંગ  આપવામાં  આવ્યો  તે  ખોટું  થયું. કોઈના  સારા  કામની  પ્રશંશા  કરાવી  તેમાં  કઈ  ખોટું  તો  નથી  જ   પણ  વિવાદ  તેમની  પ્રસંશા નો   નહિ  પણ  પ્રશસ્તિ  કરનાર  અને   પ્રસષ્ટિ  પામનાર   બંનેપરસ્પર  વિરોધી  પક્ષના  હતા  અને  પરિણામ  સ્વરૂપે   પ્રસશ્તી  કરનાર ને  તેમના  પક્ષ તરફથી    તકલીફ  ઉભી  થયી.  અને  મીડિયા  વાળાને  મસાલો  મળી  ગયો.  .ધર્મનો  પ્રચાર   કરનાર  મંચ  કમનસીબે  રાજનીતિજ્ઞ  પ્રચાર નો  ભોગ  બની  ગયો.. મહારાજ શ્રીના   વક્તવ્ય  ઉપર  પણ  ટીકા  થયી  અને   વ્યક્તિ  સ્વાતંત્ર્ય  વાણી  સ્વાતંત્ર્ય આને  અભિવ્યક્તિના  સ્વાતંત્ર્ય  નો  ભરપેટ  ઉપયોગ  થયો .તેનાથી  ઘણા ની  પ્રતિભાને  નુકશાન  થયું. ધર્મ ને  રાજ્યનો  આશ્રય  મળે  તેમાં  ખોટું  નથી,  રાજ્ય ધર્મ માટે   ઘસાય  તેમાં  પણ   કઈ  ખોટું  નથી ,ધર્મ ના  પ્રચાર માટે  રાજ્યનો  ઉપયોગ  થાય  તે પણ  ખોટું  નથી  પણ  જે  કઈ ખોટું  છે  તે   ધરમના   નામે  રાજ નીતિ  ખેલાય  તે  ખોટું છે.  ભારતીય   સંસ્કૃતિ માં  ધર્મ નું  સ્થાન  ખુબ  જ ઊંચું છે. આંજે  ભલે  માણસના  નીતિના  ધોરણો  નીચા  ગયા  હશે પણ  પ્રજા ની  ધર્મ  પ્રત્યેની   લાગણી  અને  આસ્થા   ઓછી  નથી  થયી. સહેજ  કાળજી  પૂર્વક  ચકાસણી   કરવામાં  આવે  તો  જણાશે  કે  દેશ ભરમાં   અનેક  જગા એ  ધર્મ કથાઓનું  આયોજન   થાય  છે  અને  દરેક  ધર્મ કથાઓ   હાઉસ ફૂલ  જાય છે.  કીડીયારાની  જેમ  માનવ  મહેરામણ   ઉમટે છે  પ્રજા માં  હજુ  કથા પ્રત્યે  અને  કૈક  અંશે  કથાકાર  પ્રત્યે  પણ   મન  અને  શ્રદ્ધા છે  કદાચ  અંધ  શ્રદ્ધા  છે એમ  કહેવામાં  આવે  તો  પણ  ખોટું  નથી  પણ   પ્રજા   કથા ના  મંચ  પરથી  પ્રસાર  થતી  વાત ને  સંભાળે છે. તેથી  જ  કથા ના  મંચ  ઉપર થી  ધર્મ  સિવાય નો  પ્રચાર  થાય  તે  ખોટું  છે.   વ્યાસ પીઠ  એ  ધર્મ ના  પ્રચાર  માટે  છે    અને  નહિ  કે  રાજ નીતિના  પ્રચાર માટે છે.   કોઈક  પાળે રાજનીતિની  ટીકા  કરવા  જેવી  લાગે  તો  રાજ્યનું  કે   સત્તાધારી નું  ધ્યાન  દોરવામાં તે  મદદ કરી  શકે  તેની  ના  નહિ  પણ  વ્યાસપીઠ  ઉપર  બેઠેલા  મહાનુભાવી  ધર્મગુરુ   કોઈ એક  રાજવી  કે  રાજનીતિજ્ઞ ને   નજર માં  રાખીને  તેમની  તરફદારી  કરે  કે  તેમની  ટીકા  ટિપ્પણ કરે  તે  યોગ્ય નથી.  લોકશાહીના   અધિકારોનો  ઉપયોઉં  લોકો  માટે  હોવો  જોઈએ  નહિ  કે કોઈ  એક   વ્યક્તિના  ગુણ   ગાવાને  માટે કે  કોઈ  એક  ની  બાદ બોઇ  કરવા માટે  તેનો  ઉપયોગ  હરગીગ ના  થવો  જોઈએ. જો આવું  કૈક  થાય  તો  તે   લોકશાહી માં  મળેલા  અધિકારોનો  માત્ર  દુરુપયોગ  જ  ગણાય. ધર્મના  નામે  પ્રચાર યોગ્ય નથી.પ્રજાની  લાગણી  ને  ઉશ્કેરવી  તે પણ  યોગ્ય નથી.ભોળી  પ્રજા  તો  દોરવાઈ  જાય છે  પણ  તેનો  ગેરલાભ  અસામાજિક  તત્વો  લયી  જાય  છે. ધાર્મિક સંસ્થાનો, મઠો, આશ્રમો ,મંદિરો,  વિગેરેની  જે  સંપત્તિ છે   તે  જોતા   એમ  લાગે  છે  કે   તેમની  સામે  કોઈ  બાખડી  ભીડી  શકે  નહિ  અથવા  બાખડી  ભીડવાની  હિંમત  પણ  ના  કરી  શકે . તેમની  સંપત્તનો  ઉપયોગ  કેવો થાય છે  તે  જોવાનું  રહે  છે.   દુકાળ ના  સમયમાં  રાજાશાહી  વખતે  રાજ ના  કોઠારો  ખુલ્લા મૂકી  દેવતા  હતા  તેવી  વાયકા  છે  આં વર્ષ  પણ  દુકાળ નું  જ  વર્ષ  છે,  તેમાં  પાછો  અધિક  માસ પણ  છે અને   અધિક  મળ તો  પવિત્ર  મળ  પણ  ગણાય   અને  ધાર્મિક  કર્યો  મયે નો  માસ  ગણાય  તેમાં  જેટલું  ધર્મ  કાર્ય  થાય  તેટલું  ઓછું, તેમ  માનીને  જો   ધર્માચાર્યો  તેનો  ઉપયોગ  દુકાળ નો  સામનો  કરવા  માટે  કરે   તો  તેનાથી  બીજો  મોટો  ધર્મ અને  તેનાથી  મોટું બીજું  ધર્મ કાર્ય  હોઈ  જ  ના શકે.  રાજા,પ્રજા, ધર્મગુરુ,અને તમામ  રાજનીતિ સાથે  જોડાયેલ  સામાજિક  કાર્યકરો  સૌ  ભેગા  મળીને  આં દુકાળ નો  સામનો  કરે  તો  ઈશ્વર  પણ  તેમની  એકતા  જોઇને  તેમણે   મદદ  કરે જ. આ કપરો  કાલ  પરસ્પર ના  હિસાબો  ચૂકતે  કરવાનો  નથી  પણ  પરસ્પર  ખભે  ખભા  મિલાવીને  કામ  કરવાનો છે. આપણે  સૌ વિકટ  પરિસ્થિતિનો  સામનો  કરવા  સજ્જ બનીએ.
ગુણવંત પરીખ.
Click here

No comments:

Post a Comment