Atitni yado

  :  :  અતીતની   યાદો  :  :
         ગુણવંત પરીખ  .       ૨૮-૭-૧૨ 
અતીતની  યાદ  શોહામની  પણ  છે, લોભામણી  પણ  છે, દુખદ  પણ  છે  અને સુખદ  પણ  છે. 
અતીત ઉપરથી  શીખ લેવાની  જરૂર  મોટી  છે. મને   એમ  ચોક્કસ  લાગે  છે કે અતીત  ઉજ્જવળ  હતું, આકર્ષક  પણ  હતું, વર્તમાન  નો  આલેખ   નીચો પડતો જય છે  તે  જોતા  ભવિષ્યનો  આલેખ  તો  ક્યાં  જઈને  ઉભો   રહેશે  તેની  કલ્પના  પણ  કરી શકાતી  નથી. એક  દિવસ હતો  જયારે  ઘેર  મહેમાન  આવે  ત્યારે   સૌના  મુખ  ખીલી  ઉઠતા  હતા. બે  રૂમ ના ઘર માં  પણ  વધારાના  બે  ત્રણ  માણસો  સહેલાયીથી અને પૂરી  સગવડ સાથે સમાઈ  શકતા  હતા . આજે  પરીશ્થીતી પલટાઈ ગયી  છે બાર  રૂમ  નું  ઘર ,મોટો  મહેલ  હોય  તેવું  ઘર ભલે ને  હોય પણ  એકાદ  મહેમાન  તો  ઠીક  કોઈ  કુટુંબીજન   પણ આવી  ચડે  તો  નાક નું  ટીચકું ચડી  જય  છે પછી  ખાવા પીવાની કે રહેવાની  તો  વાત  જ  ક્યાં  કરાવી? સ્સ્ગસ્ન્તુક  સ્સ્પ્નસ મ્સ્તે  કેટલા  ઉપયોગી  છે  તેના  ઉપર  તેમના  સ્વાગત  નો  આધાર રહે  છે. મને  યાદ  છે, અમારા   એક  માસીયાઈ  ભાઈ  મહીને  પંદરેક  દિવસે  અમારા  ઘેર  અચૂક  આવે જ.  અને  એવા સમયે  આવે  કે  જયારે   દ્રૌપદીનું  અક્ષય  પાત્ર  ખાલી  થયી  ગયું   હોય  તેવા રાત ના  ૯  થી ૧૦ વચ્ચે આવે પણ  મારી  બ  તેના  માટે રાત્રે  ૧૦  વાગે પણ   જમવાની  પૂરી  વ્ફ્યવસ્થા  કરેજ  કરે.  અને  તે  પણ  લૂખું   સુકું   કે  વધ્યું ઘયું  નહિ  પણ  નવેસરથી   રસોઈ  કરે. તેના  મોઢા  ઉપર કોઈ  અણગમો  વર્તાય  જ  નહિ.  એવું  નથી  કે  તે મહેમાન  તેના  પિયેર નો  હતો, તેની  બેન નો  પુત્ર હતો,   મારા  કાકાનો  પુત્ર  આવ્યો  હોય, સવારના   ૮  વાગે  આવે,  કહે કાકી  ૧૦ ની  ગાડીમાં  જવાનો  છું તો  તેના  માટે પણ  તે  જય  તે  પહેલા   એક  કલાકમાં  તો  બધું  જમવાનું   બ  કરી  નાખતી  હતી. અને  ભત્રીજો  પણ ૧૦  વાગ્યા  પહેલા  જમીને  જ  જાય .આજની  વાત  જુદી  છે.  જમવાના  સમયે  પણ  જો  કોઈ  કદાચ  અચાનક  આવી  ચડે  તો   પણ  અણગમો   વર્તાઈ જાય.મહેમાન  ની  ક્યાં  વાત  કરાવી  લોહીની  સગાઈની  કોઈ  વ્યક્તિ  આવી  ચડે તો  તેની  પણ તેવી  હાલત / સંબંધ ના  સમીકરણો  બદલાયી  ગયા  છે.   અલગ  વાળા, અલગ ચોકા , અલગ  અંતરંગ  મંડળ,  ગ્રુપ, બધું  અલગ અલગ.  ત્યાં  કોઈ લાગણી નહિ  પણ  માત્ર દંભ  અને  દેખાડો  જ  હોય. પેલા  કલેકટર ની  જન્મ દિવસની  પાર્ટી માં   ભોજન  સમયે  અચાનક  આવી  ચઢેલા   તેમના   પિતાશ્રીને  જોઇને  મેડમ નું  ટીચકું  ચઢી  ગયેલું  મને  કમને  કહ્યું  બાપુજી  જમવાનો  સમય છે  માટે  આપ  પણ  જામી લો,  કોઈ ઉષ્મા  નહિ,જમવાનો  સમય  છે  માટે જમીલો  અને  વૃદ્ધ  પિતા એ  બે  કોળિયા  ગળે  ઉતારી  દીધા. જમી  રહ્યા  પછી   તેમના  ખલતા માંથી  એક  ધાતુનો  ડબ્બો  કાઢ્યો  અને  વહુને  આપવા  માંડ્યો  કે વહુ  બેટા  તમારી  સાસુ એ      મગસની  ગોટીઓ   લાલ  માટે મોકલી છે   તેને બહુ ભાવતી  હતી   આજે  તેની વરસ ગાંઠ  છે મેડમે  તિરસ્કારથી  કહ્યું   બાપુજી  હવે તે  મગસ  નથી  ખાતા તેમણે  તો  કાજુ  કતરી  બહુ  ભાવે  છે. એક  કામ  કરો  તે   ડબ્બો  પાછો  લયી જાવ  અને આ  એક  મીઠી નું  પેકેટ   બ  માટે  લેતા જાવ   બ  પણ  ગળ્યું  મોઢું  કરે.  વહુરાણી આટલેથી  જ  અટક્યા  હોત  તો  સારું  હતો  પણ  મોતીના  ઘમંડ  માં  તેમ,ને કહ્યું, અમારે ત્યાં  આજન  દિવસે ધાગલાબંધી મીઠાઈના  પડીકા  આવે  છે  અને  અમરે  તે  કુતરાને   ખવડાવવા પડે  છે તેના બદલે  બના   ગળે  ઉતારે તો  શું ખોટું?  બિચારો  સસરો  શું  બોલે  ? દીકરાને  તો  સમું  જો૦વનિ પણ ફુરસદ  નહોતી,  કદાચ  લઘર વઘર  બાપ ને  જોઇને તેને શરમ  પણ  આવતી  હોય  કે  અત્યારે  આ બલા  અહી  ક્યાંથી ?  પાર્ટીની  મજા  મારી  નાખશે  . આજના  મહેમાન ની  છે  આં  દશા.  
     હજુ પણ  મને યાદ  છે  એ  ભૂત કાલ  ના  દિવસો  જયારે  નિશાળ  જતા  પહેલા  ખાવા  બેસતા  પહેલા   પાણીનો  પ્યાલો  ભરીને  બેસતા  પહેલા  પહેલી જે રોટલી થયી  હોય  તે  ગાય  માટે  જ   જાય  અને  તે પછીની   રોટલી  કુતરાની  જાય  પછી  જ  ભગવાન નો  થાળ  જાય  અને  પછી  અમારી   થાળી  આવે . આં મહેમાનો પહેલા  પછી  અમે  ઘરના   જમી શકીએ. ,  ઘેર  કામ  કરનારી  બેન  માટે  બા કૈક  રાખી  મુકે   આજે  ઘેર  કામ  કરનારી  બઈ  હક્કથી  થાળી  લયી  જતી હોય  છે  અને કામ તેની  મરજી  મુજબ  કરે  પણ  ખાવાનું તો  ફૂલ  ડીશ  આપવું જ  પડે  આજે ફરજ  પડે  છે અને  ત્યારે  પ્રેમ થી અપાતું  હતું.  અત્યારે   ઘરની   માથે  પડેલી  વ્યક્તિઓને  પણ ફરજથી  કૈક આપવું  પડે  તે  અલગ  છે અને પોતાના  પ્રોય   સ્વજન ને  પ્રેમ થી  કૈક આપો  તે  અલગ છે આં બંનેનો તફાવત  તો  ખાનાર  અને ખવડાવનાર  જ  સારીરીતે  સમજી  શકે  .સ્વાભાવિક  છે  કે  યુવાની ના  માપ દંડ  જુદા  હોઈ, તેની કંપની  જુદી હોય, તેનો  સહવાસ  જુદો  હોય   પણ  તેનાથી  અતીતમાં  જેને   તમોને  રાખ્યા , પાળ્યા  પોષ્યા,  મોટા  કાર્ય, તમારી  જરૂરિયાતો  પૂરી  કરી  તેમના  પ્રત્યે નો  તમારો  અભિગમ   અમાનવીય   કક્ષા સુધી  જાય  તે સારું નથી પણ  આં તો  જમાનાની  તાસીર   છે.   સોહામણી  વાતો  માત્ર  શાસ્ત્રોમાં  જ  સારી  લાગે વ્યવહાર  માં   નહિ. .તે જમાનામાં   કામવાળા માટે  થાળી પ્રેમથી રાખી  મૂકી  શકાતી  હતી,  આજે   કદાચ  માથે  પડેલા મહેમાન  માટે  કે  કાયમી  બલા  માટે  થાળી - થોગું  -  સાચવી  રાખવું  પડે છે. બાગ બાને  બહુ  મોટી  અતિશયોક્તિ  નથી કરી, વહુ એ  તમારા  માટે   શું  બનાવ્યું  છે ?   આહ  શું  મજાનું  ભીન્દીનું  શાક અને  બીજું  ઘણું  બધું,   અને  યાદ  કરો  તે  નાનો  બાળક  જયારે   માં  તેને  રસોડા  માં  જઈને  રોતી  અને  શબ્જી  ખાવાનું  કહે  છે પણ  રસોડામાં  જઈને  જુવે  છે  તો  નથી  રોતી  કે નથી શબ્જી   અને  છતાં બાળક  કહે છે કે માં  શબ્જી  બહુ સરસ  બની  છે   અને  પરાકાષ્ઠા   એ  છે કે  માં પણ  કહે  છે કે  બેટા  મને પણ  એક  રોટી અને  થીડી  શબ્જી  આપ  ત્યારે  બાળક   કહે  છે  માં   શબ્જી  બહુ  સ્વાદિષ્ટ  હતી  હું  બધી  ખાઈ  ગયો  .  કોની  દયા  ખાવી  માણી  કે  દીકરાની  ? કોણ  મહાન  માં કે દીકરો ? ભર્યા  ભંડારો  અને  મોટી  મહેલાતો  વચ્ચે રહેતા  માં  અને  દીકરા  વચ્ચે  પણ આટલી તો  ઠીક  એનાથી  સોમા  ભાગની  પણ  આત્મીયતા  દેખાય  છે ? કદાચ  એવો  દિવસ  આવશે  કે  વૃધ્ધો  માટે  જુદું  રસોડું  અને જુદો  ભોજન ખંડ  સમૃદ્ધ  દીકરાઓ કરાવશે  જે  ખાવું  હોય  તે મહારાજ ને કહેજો   અમારું  માથું  ના  ખાશો / /
અતીતની  સરખામણી  માં  જો  વર્તમાન   આવો  છે  તો  ભવિષ્ય   કેવું  હશે ?  આ જવાબદારી  માત્ર  અને  માત્ર  માની  છે  કે  તે તેના  સંતાન ને યોગ્ય સંસ્કાર નાં પણ થી  જ  આપે.  પ્રેમ  તિરસ્કાર  લાગણી અને સંવેદના  જગાવવાનું   કામ  સૌથી  પહેલા  માં  જ  કરી શકે.   માં એ  જેટલો  પ્રેમ  બાળકને  આપ્યો  હશે  અને  તે  તેના   વડીલો  પ્રત્યે   જેવો  આદર અને પ્રેમ  આપતી  હશે  તેવો  જ  પ્રેમ  સંતાન તેના  વડીલો  પ્રત્યે   દાખવશે. માં  જેના  પ્રત્યે  કિન્નાખોર  હશે તેના  પ્રત્યે  તેન્હું  સંતાન  પણ  કિન્નાખોરી  જ  રાખશે   ભલે તેને  તેની  સાથે  કીજ લેવા  દેવા  ના  હોય, અને  માં જેના  પ્રત્યે  આત્મીયતા  દર્શાર્વતી  હશે તેના  પ્રત્યે  સંતાન  પણ  વધુ  ઢળેલું રહેશે  -  જ્યાં  સુધી  તેની  બાળકની  પુખ્ત  વાય  થાય  નહિ  અને  પુખ્ત  સમાંજ્દ્સરી  આવે  નહિ  ત્યાં  શુધી  તો   આવું  જ  ચાલે પછી  બાળક  પુખ્ત  થયા  પછી  તેની  પણ  એક  આગવી  દુનિયા  રચાઈ  જશે . 
ગુણવંત  પરીખ 

No comments:

Post a Comment