: : અતીતની યાદો : : : : લોક પ્રતિનિધિની લાયકાત અને ધોરણો : ; ગુણવંત પરીખ ૪-૯-૧૨


:   :   અતીતની     યાદો   :   :
 :     : લોક પ્રતિનિધિની  લાયકાત   અને    ધોરણો  :  ;    ગુણવંત પરીખ  ૪-૯-૧૨ 

          લોક્પ્રતીનીધીની  લોકસભાની  અને  વિધાનસભાની  ખુરસીમાં  એવું  તે  શું  છે  કે  લોકો  એટલે કે  ઉમેદવારો  લાખ્ખો  ખરચી ને  પણ  તે  ખુરસી  મેળવવા માટે તલ પાપડ  હોય  છે ? બંધારણે   લોકસભા, રાજસભા  અને  વિધાનસભાના  ઉમેદવારો  માટે  લાયકાતના  કેટલાક ધોરણો નક્કી  કરેલા છે પણ  તેમાં  તેમની  વાય  અને  નાગરિકત્વ ને  જ  મહત્વ  આપવામાં  આવેલું  છે. નીચલી  વય  બાબત  ધોરણ  છે  ઉપલી  વયમર્યાદા  નથી. નીચલી  વય  ૨૫  વર્ષ  છે  પણ   ઉપલી  વય  મર્યાદા  નથી. ૭૦  કે  ૮૦  વર્ષનો  વૃદ્ધ  પણ   તે  ચુનાવ  લડી  શકે છે. દેશમાં  અનુભવીઓ નો  તોટો  પડી  ગયો  છે  કે  ૭૦ ઉપરના ને  પણ  છૂટ  આપવી ? અને  આં  ૭૦ ઉપરના  એવા  જ  માણસો  છે  કે  જે  વર્ષોથી આં ખુરશી  પચાવી ને બેઠા  હોય. તેમના  સિવાય  બીજા  કોઈની લાયકાત  જ  નથી ? મોટે  ભાગે  એવું  જાણવામાં  આવ્યું  છે  કે  અસંદ  થતા  ઉમેદવારોમાં   લાયકાત નું  પહેલું  ધોરણ   તેમની  ક્ષમતા  કે  શૈક્ષણિક  લાયકાત  નહિ  પણ  તે  ક્યાં  નેતાનો  પુત્ર, પુત્રી  કે  સંબંધી  છે તે  જોવામાં  આવે  છે. ચુનાવ  જીતવા માટે તેની  પાસે  કયું  પરિબળ  જોર માં છે? પૈસો  છે ?  સત્તા  છે ?  જૂથ બળ  છે / માંસલ શક્તિ  પણ  છે ? તોફાનો  કરાવી  શકવાની  અને  તોફાનીઓને  કાબુમાં  રાખવાની  શક્તિ  છે ? અને  આં  એક  જ  પરિબળ એવું  છે  કે  જેનાથી  ડરીને  કે  ગભરાઈને  કોઈ  ક્ષમતા  વાળો  પણ   સહારા  વગરનો  માણસ  હિંમત  કરે  નહિ  આં  ક્ષેત્રમાં  પ્રવેશવાનો. આં  ક્ષેત્ર માટે ઉંચી  લાયકાત  કે  ઉંચી  ગુણવત્તા   બહુ  જરૂરી  નથી  પણ  મત  પડાવી  લાવવાની  આવડત  અને  ક્ષમતા  જરૂરી  છે. ગમે તે  ભોગે   પણ મત  મળવા  જોઈએ  અને  ગમેતે  ભોગે જીત મળવી  જોઈએ. બંધારણમાં  લાયકાતના  ધોરણ માટે  કોઈ  સ્પષ્ટ  વ્યાખ્યા  આપેલી  નથી. કેટલાક   સુસુપ્ત  ધોરણો  અને  લાયકાત  જ  કામ  કરે છે. તેમના    માટે  કોઈ  સમય  મર્યાદા  પણ    નક્કી  કરવામાં  આવેલી નથી.  એક  વ્યક્તિ  પોતે  ઈચ્છે  તેટલી  વખત  અને  તેટલી  વાર  ચુનાવ લડી  શકે  છે,  ૧૨૫  કરોડ ની  વસ્તી માં  શું બીજા  લાયકાત વાળા  ઉમેદવારો  જ  નથી ?  ૧૨૫  કરોડ ની  વસ્તીને  કદાચ  બાજુ  પર  રાખો, જે  રાજ નીતિજ્ઞ  પક્ષો  છે  તેમની  પાસે  બીજા  કોઈ ઉમેદવારો  જ  નથી ?  કે    પછી  કહેવાતી  આં  લોકશાહીમાં  નામ  લોકશાહીનું  અને વ્યવહાર  સાર મુખ ત્યર શાહીનો  છે ? શિસ્ત એક  વાત  છે  અને  આજ્ઞાંકિત  પણું અને  તાબેદારી  તે  અલગ  વાત છે. શિસ્ત, આજ્ઞાંકિત પણું  અને  તાબેદારી ની  વ્યાખ્યા  પણ  હવે  નક્કી  કરવી  પડે  .
           આટલી  પ્રસ્તાવના  પછી     અને   હાલ  જે રીતે  સંસદ ચાલે  છે  અને  જે રીતે કામ,કાજ  ખોરવાયેલું  રહે છે  તે  જોતા  એમ  લાગે  છે  કે  પાયાથી  જ  લાયકાતના  ધોરણો  બદલી  નાખવા પદેર.   ઉંમરનું  નીચલી  વય મર્યાદા  નું  ધોરણ  આમ તો  વ્યાજબી  છે. ઓછામાં  ઓછી  ૨૫  વર્ષ ની  મર્યાદા  વ્યાજબી  છે પણ  ઉપલી વય  માટે  તે  અમર્યાદિત ધોરણ  છે  તે  સુધારવું  પડે. . ૬૫  વર્ષની  ઉપરની  વ્યક્તિ  જો  પહેલી  જ  વાર  ચુનાવ  લડવા  માગતી  હોય  તો  તેને   બીજી  બે  ટર્મ  માટે  લડવાની  છૂટ   મળી  શકે  પણ  ૬૫  પર  પહોચી  ગયેલ  હયાત  સભ્ય  બીજી એક    વખત થી  વધારે  વખત  ચુનાવ  લડી  શકે  નહિ. . એક  સામાન્ય  ધોરણ  તરીકે  એક  વ્યક્તિ   સભ્ય  તરીકે  માત્ર  ૨  જ  ટર્મ  લડી  શકે  કે  જેથી  બીજાને  તક  મળી  શકે. .આં  ખુરશીને મળતા  આનુંશાન્ગિક લાભો  માટે  અન જોરદાર   સુધારા  કરવા  પડે  તેમ  છે. તેમના  વેતન  બાબત  કોઈ   આલોચના  નથી  કરતો  પણ  તેમના  બીજા  ભાડા  ભથ્થા  માટેની  મર્યાદાઓ  સુધારવી  પડે. તેમણે  મળતા  બીજા  આનુંશાન્ગિક  લાભો જેને  હોદ્દાની  રૂ એ  મળતા  લાભો  કહેવાય  છે  તે  સુધારવા  પડે. એક  નાનું  ઉદાહન  આપું. શાસક  પક્ષના  ઉમેદવાર  માટે  મંત્રી  બનવાની  તક  હોય  છે. પણ  મંત્રી   બનવા  માટે  કોઈ  લાયકાતનું  ધોરણ નથી  રાખેલું.  સૌથી  પહેલા  તો  મંત્રી  બનવા માટે  પણ  લાયકાત નું  ધોરણ  નક્કી કરવું  પડે  અને  તે  વ્યક્તિ  પાસે  ઓછામાં  ઓછી  અમુક શૈક્ષણિક  લાયકાત   ,જેમકે  સ્નાતક  કે પછી  જે તે  વિષય ના  નિષ્ણાત  તરીકે ની  કોઈ લાયકાત  હોવી  જોઈએ. તેની  પાસે કામ સે  કામ  વિષયનું  જ્ઞાન  તો  હોવું  જ  જોઈએ. આં  ઉપરાંત  મંત્રીને  આપવામાં   આવતા  લાભો  ઉપર પણ  મર્યાદા  મુકવી  જોઈએ  જેનાથી અન્ય  સભ્યોને   ઈર્ષા  કે  અદેખાઈ  ના આવે  અને  તે પોતાની  હેસિયત સમજતા  શીખે.મંત્રી  પાસે   સમગ્ર  રાજ્યનો  વહીવટ  છે તે  જોતા  તેની  પાસે  ગાડી  હોય  તે  સ્વાભાવિક  છે  પણ  બીજો  જરે  કાફલો  હોય  છે  તેના  ઉપર  નિયંત્રણ  મુકાવું  પણ  જરૂરી  છે.  આં  ઉપરાંત  એક મંત્રી  માત્ર  ૨  જ  તારમ સુધી  મંત્રી  રહી  શકે  છે  તે  પછી   ભલે  તેમનો  પક્ષ  જીત્યો  હોય  પણ મંત્રી  તો  બદલવા જ પડે. તેમના  જીતેલા  ઉમેદવારો માં  ક્ષમતા  ધરાવનારા   ઉમેદવારો  હોય  જ  છે  જેમને  ચુપ  વેશે અને  છાને  ખૂણે  એક  ઈર્ષા અને  અદેખાઈ  પણ  હોય  જ  છે  જે   તે પછી  નહિ  રહે. પક્ષ  છોડી ને  ભાગી  જવું  કે  પક્ષમાંથી  છુટા  થવું  કે  નવો  પક્ષ સ્થાપવો  આં  બધી  પ્રવૃત્તિઓ  યોગ્ય  છે  અને  તેના  નિયંત્રણ  માટે  કડક  જોગવાઈઓ  પણ   જરૂરી છે. એક  મંત્રીને  જે  વિશેષાધિકાર  મળે  છે  તે  કદાચ  વધુ  પડતા  છે,તેની  અદેખાઈ  માત્ર પ્રજા જનો  ને  જ  આવે  છે  તેવું  નથી  મંત્રી  બનવાની  ક્ષમતા  ધરાવતાપણ  નહિ  બની  શકેલા  સભ્યો ને  પણ  આવે  છે  અને  તેમની  તે  અતૃપ્તિ   બંદ  સ્વરૂપે  પણ  કેટલીક  વખત  દેખાઈ   આવે  છે.  અને   તેમની  આં  અતૃપ્તિ  એવા  સ્ફોટક  પગલા  લે  છે  કે જેનાથી  સમગ્ર  વહીવટી  તંત્ર    માત્ર  દાહોલાઈ જ  જતું  નથી  પણ  વહીવટી  તંત્ર  કદાચ  ખોરવાઈ  પણ  જય. .આવું  બને  નહિ  તે માટે  ખાસ  કાળજી  લેવી  જરૂરી  છે. પક્ષ પાસે જે  સભ્યો  છે  તેમની  પાસે  શિસ્ત છે  કે  નહિ તેની  ચકાસણી  પક્ષ જ  કરી  શકે. સરકાર ની  તે  જવાબદારી  નથી.  આમ જોવા  જાવ  તો પક્ષ  અને  સરકાર  બંને  એક  જ  છે  પણ  પક્ષ પાસે  જયારે  સરકારનું  નેતૃત્વ  આવે  ત્યારે તેને  માત્ર  પક્ષને  બાજુ  પર  રાખીને  માત્ર  સરકારનું  અને  પ્રજાનું  હિત  જ  જોવું  પડે. ઉમેદવાર  પણ   એક  વખત  જીતી  જય  પછી  તે  માત્ર  તે  પક્ષનો  જ  ઉમેદવાર છે  તે પુરતું  નથી  ,પક્ષની  નીતિ  રીતી  માટે  તે  પક્ષને  વફાદાર  અવશ્ય  છે  પણ  તેનાથી  પણ વધુ  જવાબદારી  તેની પ્રજા  માટે  અને  પ્રજા  તરફે  રહેવી જોઈએ. સગવડો ની  વહેચાનીમાં  અસમાનતા  ઓછી  હસ્ઘે  તો અદેખાઈ  ઓછી  થશે લાયકાત વગરનો  માણસ  હિંમત  નહિ  કરે  કે  તે  ચુનાવ  લડે.  
      પરંતુ  આવા  કોઈ જ    ધોરણો હાલ  નથી.  મારે  તેની તલવાર  જેવું  રાજ્ય  છે. જે  ખુરશી  ઉપર  છે  તેમણે  કોઈ  પણ  ભોગે  ખુરશી  ટકાવી  રાખવી  છે  અને  તે  માટે  તે  અનેક  કવા  દવા  કરે  જ  છે, અદલા  બદલી, બુમાબુમ, આક્ષેપો, પ્રતિઅક્શેપો  અને ધક ધમકી  જેવી  બીજી અનેક  લીલાઓ  પણ થતી  હશે, લોભ, લાલચ અને  વચનો  નો  લહાણી  આં  બધું  તો  સામાન્ય  ત્જ્હયી  ગયું  છે..આં  બધા  અનુભવ  પછી  તેમાં  સુધારા   કરવા    માટે  ધોરણો  ઘડવા  પડે, નિયમો  બનાવવા પડે, નિયંત્રણો  મુકવા પડે, શિસ્તનો  અમલ  કરવા  માટે   હિંમતથી  કામ  એવું પણ  પડે. કટોકટી ની  ૭૭  ની  જાહેરાત  માટે  બીજા  અનેક  દુષણો ભલે  હશે  પણ  એક  ઉડી ને  આંખે  વળગે  તેવું  સારું   ધોરણ  તે  હતું  કે  તે  વખતે  દરેક  સ્થળે, કોર્ટ,કચેરી,શાળા,કોલેજો, વિ.વિ.  તમામ  જાગે  શિસ્તનો  અભૂત પૂર્વ  દેખાવ  હતો  અરે  એટલી હદ  સુધી  કે   રેલ્વે  અને  બસો  પણ  નિયમિત  અને  સમયસર  ચાલતી  હતી. કટોકટ એ  કેટલાક  લોકશાહી  અધિકારો  ઉપર  બિનજરૂરી  નિયંત્રણ   રાખેલું  તે  કદાચ  તેનું  નબળું  પાસું  હતું  પણ  જેમ  જેમ  સમય  ગયો  તેમ  તેમ લોકોને  તો એમ  લાગ્યું  જ કે તે કદાચ  સારું    પાસું પણ પુરવાર  થાત.  કટોકટી ના  નામે ઉહાપોહ તો ઘણો  થયો હતો  અને  ઘણા  નેતાઓને  સળિયા  પાછળ ધકેલી  દેવામાં પણ  આવ્યા   હતા  તેની  પણ  ના  નહિ  અને  તે શરુ કે  સ્ચ્ચું  પણ  નહોતું  પણ  તેના  સારા અને   સાચા  મુદ્દાઓને  પણ   અવગણી  શકાય  નહિ  અને  તેટલા  માટે  જ  કટોકટીના  વટહુકમ માં  એવી  જે  પ્રજા  ના   સ્વાતંત્ર્ય   વિરોધી  જોગવાઈ  હોય  દે  દુર  કરીને  વહીવટી  બાબતને  કક્ષામાં  રાખીને  અને તેને  નજર  અંદાજ  કર્યા  વગરની  જોગવાઈઓ  સાથેનો  એક  કટોકટી  જેવો  જ વટહુકમ   જરૂરી છે.  જો  આવો કોઈ  કાયદો,નિયમ  કે  છેવટે  વટહુકમ  પણ અમલમાં  હોય  તો આં  જે રીતે  છાસ  વારે  સન્સન  ખોરવી   નાખવાના  બનાવો  બને  છે, વારંવાર   હડતાલો  અને  આંદોલનોનો  મારો   પ્રજા  ઉપર  આવે  છે, દેખાવો ના  બહાને  પ્રજાને  અને  પ્રજાની  સગવડોને  પણ બન માં  લેવામાં  આવે  છે  તે  નહિ  થાય. .હો જાણું છું  કે   શાસક  પક્ષ  પાસે  પુરતી   બહુ માટી  નથી  અને તેની  આં નબળાઈને  કારણે  વિરોધ  પક્ષ  તેના ઉપર  સવાર  થઇ ગયો  છે. ,બ્લેકમેલીંગ  કરે છે, ધાર્યું  કામ  લ કાઢવી  જય  છે  અને  છતાં  રોડના  રડે  રાખે   છરે.  .બંધારણની  જોગવાઈ  મુજબ વટહુકમ    બહાર  પાડવા માટે  સરકારને  બહુમતીની  જરૂર  નથી,   પ્રશ્ન  ૬  મહિના  સુધી  તો  ના  આવે  અને  પછી  જોયું  જય..બાખડ  જંતર  ઉભા  કરતા  તત્વોને  સરકાર  ખુશીથી  જેર  કરી  શકાશે, આં કામ  મનમોહનસિંહ  કદાચ  કરવાની  હિંમત  ના  પણ  દાખવે  પણ  સોનિયા  ગાંધી પાસે  તે  હિંમત  છે. સવાલ  એ  છે  કે  સોનિયા  ગાંધીને  આં  હકીકત  સમજાવે કોણ ?  પણ  જો  દેશનું  અને  પ્રજાનું  હિત  નજરમાં  હોય  તો  શાસક  પક્ષે  આં  કામ   કરવું  જ પડે. . સ્શાસક  પક્ષે  તેના  સાથી  પક્ષોને  સં,દમ,દંડ  અને  ભેદ  જે   નીતિ  અજમાવવીપડે  તે  અજમાવીને  પણ હાથમાં   લેવા  જ  પડે.  છેવટે  ધમકી  આપો  કે  સંસદ  બરખાસ્ત  કરીને  વહેલી  ચુનાવ  આપી  દઈશું. અને  તે  ગાળામાં   ચુનાવ  આયોગ ને  પણ  મહત્વની  કેટલીક  કામગીરી  સોપી  દેવી  પડશે. ચુનાવ  આયોગે  વિધાનસભા  અને  લોકસભા બંને  ગૃહોમાં   માત્ર  બે  જ  પક્ષની  માન્યતા  આપવાની  રહેશે. એક  શાસક  પક્ષ, જે પોતાની  બહુમતી  સાબિત  કરીને  શાસન  કરે  અને  જે  પક્ષ  બહુમતી  ના  ધરાવતો  હોય  તેને  અસર કારક  વિરોધ પક્ષની  ભૂમિકા  ભજવવાની  રહેશે. શાસક  પક્ષ  હોય  કે  વિરોધ પક્ષ , તેમનો  નેતા  પસંદ  કરવાની  જવાબદારી  જેતે પક્ષની  રહેશે.  પ્રાદેશિક   પક્ષોને   માટે  પણ  આજ  નિયમ  લાગુ  પડવાનો. જો તેમનામાં  શક્તિ  હોય  તો  તે ગમે તેવા  જોડાણો  કરીને  પણ  માત્ર  એક  જ  નેજા  નીચે  આવીને  ચુનાવ  લડે.  ચુનાવ    કમીશન  તો  માત્ર  બે  જ  પક્ષ ને  મંજુરી  આપે  :  એક  શાસક  પક્ષ    જે  વહીવટ  કરે  અને  બીજો  વિરોધ  પક્ષ  કે  જે  શાસક પક્ષ ની  કામગીરી   ઉપર  દેખ રેખ રાખે. વિરોધ  પક્ષમાં  ગમે  તે  હોય  પણ  તેમણે  એટલું  સમજી  લેવું  જોઈએ  કે વિરોધ  પક્ષનું  કામ  માત્ર  શાસક  પક્ષ  કરે  તેનો  વિઓરોધ  જ  કરવાનો છે  તેવું  નથી  તેને  શાસક  પક્ષ  ઉપર  કાબુ  રાખવાનો  છે  કે  તે  કઈ  ગરબડ  ના  કરી જય. 
 ગુણવંત  પરીખ   ૪-૯-૧૨. 
નોધ :-   આજ  બાબત  સ્થાનિક  સ્વરાજ ની  સંસ્થાઓ, અન્ય  તમામ  સંસ્થાઓ  જ્યાં  ચુનાવ  પદ્ધતિ  થી  શાસન  નક્કી  થતું  હોય  ત દરેક  માટે  ચુનાવ  પ્રક્રિયા  માટે  આજ  આચાર  સંહિતા  રહેશે, પછી  તે  યુનીવર્સીટી  હોય,જીલ્લા પંચાયત  હોય, તાલુકા  કે  ગ્રામ  પંચાયત   હોય., મંડળીઓનો  ચુનાવ  હોય   કે  ગમે તે  ચુનાવ હોય  પણ    પક્ષ તો  માત્ર બે  જ  રહેશે. .અપક્ષો ને  સ્થાન  આપવું  કે  નહિ  તે  બાબત  ફેર વિચારણા  કરી  શકાય  પણ  જો  અપક્ષ  જીતી  જય  તો  તેમના  માટે  સ્પષ્ટ  આચાર  સંહિતા  રહેશે  કે  ગૃહ માં  તેમણે  બેમાંથી  કોઈ  એક  પક્ષ સાથે    રહેવું  પડશે  યા  તો  શાસક  પક્ષને  સહાય  કરો  અથવા  અસરકારક  વોરોધ પક્ષ ની  ભૂમિકા  ને ટેકો  આપી  પોતાની  આગવી  પીપુડી  નહિ     વગાડવાની. 
ગુણવંત પરીખ. ૪-૯-12

No comments:

Post a Comment