૨ ઋણાનું બંધ : : ગુણવંત

 :     :  ઋણાનું બંધ  :  :  ૨  : : ઋણાનું બંધ  :  :  ૨  : ઋણાનુબંધ   ૨  ઋણાનું બંધ  :  :   ગુણવંત પરીખ   ૧૭-૯-12
   કેટલીક વ્યક્તિઓ  એવી  હોય  છે  કે  જે  બીજાને  દુ;ખી  જોઇને  આનંદ  અનુભવે  છે, કેટ;લ;એક  બીજાના દુ;ખ ને  જોઇને આનંદ  અનુભવે  છે ,કેટલાક બીજાને  ઠંડે  કલેજે  દુ:ખી  કરીને  આનંદ  અનુભવે  છે .સામાન્ય રીતે  જયારે   પૈસો  અને  પાવર   અં બે નો  અતિરેક  થઇ  જય  છે  અને  તે  જયારે  વ્યક્તિ  જીરવી  શક તી  નથી  ત્યારે  આવું ઘણી વાર બને  છે. તે માટે  વ્યવહારિક  જગત   તો  છકી  ગયેલા  તે  પ્રકારના  માણસો  અને  વ્યક્તિઓને  જ  દોષિત  માને   છે.  પણ સાવ  તેવું  નથી હોતું. પારકાના  દુ:ખે  સુખી  થનાર  માણસો નો  એક  વર્ગ  એવો  પણ  છે  કે  જે   અન્ય  કેટલીક  વ્યક્તિઓ  પ્રત્યે   દાનવીર  કર્ણ  જેવો  પણ  વ્યવહાર  કરે છે  માત્ર  કેટલીક  અન ગમતી  વ્યક્તિઓને જ  તેના  પૈસા  અને  સત્તાના  જોરે  હેરાન પરેશાન  કરી  મુકે છે  જે  માટે  તેની પાસે કોઈ  વ્યાજબી  કારણ  હોતું  જ   નથી છે  તો  માત્ર  કિન્નાખોરી, ઈર્ષા અને  એક  પ્રકારની  અદેખાઈ  અને  કદાચ  બદલો લેવાની  તીવ્ર  ભાવના. .  આં  પ્રકારના  ઈર્ષાનો  ભોગ  બનનાર  વ્યક્તિઓ  માટે   એક  જ  સાંત્વન લેવા  જેવી  બાબત  છે  કે  તે  જો કર્મના  બંધન ને  માને  અને  સ્વીકારે  તો  તેને  ઋણાનુબંધ  ની  સમગ્ર  વાત  ગળે  ઉતારી  જશે.  આં  પ્રકારની  વ્યક્તિ  તમારી ઉપર  કોઈ વેર  વળવા  કે  બદલો  લેવા  જ  આમ  કરે  છે  તે તો  સ્પષ્ટ  છે  અને  જયારે  તમને   ખબર છે  કે  તમે  તેનું  કશું જ  ખરાબ  નથી  કર્યું  ત્યારે  માની  લેવું  પડે  કે  આજે  નહિ ને  ગઈ કાલે,   કે  પછી  પૂર્વ  જન્મમાં  પણ   કૈક  તેનું  લહેનું તે વસુલ  કરે  છે.  આં  બાબતની  ન તો  તેને  ખબર  છે  કે  ન તો  ભોગ  બનનાર ને  ખબર  છે. એક હેરાન  કરે  છે  અને  એક  હેરાન  થાય  છે  બસ  આટલમાં  જ જ  કથા  સમાપ્ત  થાય. તમે  એમ  માનો  છો  કે  ભૂતકાળમાં  તમે  તે  સત્તા  અને  સંપત્તિ ધરાવનારને   ખુબ  મદદ  કરી  છે  પણ જો  તે  વ્યક્તિ  તે  સ્વીકારવા  તૈયાર  જ  ના  હોય  તો  તમારો  કોઈ  ઈલાજ  જ નથી. તમારે   જયારે  પૈસો  અને  પાવર  બોલતા  હોય  ત્યારે  ચુપ  જ  રહેવું  પડે અને  તેમાં  જ  શાન પણ  છે. આં જ્ઞાન  માનવું  અને  સ્વીકારવું  સહેલું નથી  પણ  તે  સિવાય  બીજો  કોઈ ઉપાય  પણ  નથી.  કોઈક  સ્મશાન  વૈરાગ ઉત્પન્ન કરતા  બનાવો  પલ બે પલ   માટે  આવા  રુનાનુંબંધનો  એહસાસ  કરાવે  તો છે  પણ  મરકત  મન  તે  પછી  બધું  ભૂલી  જય  છે  અને  પોતાની કિન્નાખોરીને  જ  વિજય  અપાવે  છે.  તેની  પાસે   પ્રમાણ માં  સ,મ્પત્તી વધી  ગયેલી  છે તેનાથી  તેનું  જ્ઞાન  હોય  કે  ના  હોય  તેનો  વિરોધ  જાણીતા  કોઈ  માણસ  કરશે  નહિ  અને  તે  ખોટો  હોવા  છતાં પણ  તેની  સંપત્તિના  ઉપકાર  નીચે  દાબીને  પણ  કોઈ  તેનો  વિરોધ  કરશે  નહિ. 
         જયારે   વાગતું  વાગતું અને  ગાજતું ગાજતું  પોતાના  માથે  જ  આવું  કોઈ  કર્મ બંધન નું  ચક્ર  આવે   અથવા  આવશે  ત્યારેજ  તેને  તેનો  એર્હ્સાસ  થશે ..ત્યાં  સુધી  તમારી  જીંદગી  પૂરી  પણ  થયી  ગયી હોય,  તમારા  ભાગે  આવેલું  દુ:ખ  તે  તમારા  જ  કોઈ  પૂર્વ  જન્મનું  ફળ  પણ  હોય તેમ  માનીને  સંતોષ  માનો.   હું  જાણું  છું  કે  આં  બધી  મન મનાવવાની  વાતો  છે. ગળે  ઉતારાવાઈ  જય તેવી  નથી  પણ શું  થાય >? લાચારીથી  તે  સહન  કરે જ  છૂટકો.   દુ:ખની માત્ર  તો  ત્યારે  વધી  જય  જયારે  તમે  જેમને તમારા  ગણીને  જેના  માટે  ઘણું  ન્યોછાવર  કરેલું  હોય  અને  તેમના  મનમાં  તે  અંગે  કોઈ   સ્થાન જ  ના  હોય  એટલું  જ  નહિ  પણ તે  જયારે  તમને  રીબવવામાં  આનંદ  માનતા  હોય  ત્યારે  કોઈક  વખત  તો  તમને  આત્મ હત્યા  કરવાનું  મન  પણ  થઇ  જાય .   અ રે રે રે   જેને  તમે  સદાને  માટે  તમારા  માન્ય  ગણ્યા  તે જ  તમારા  વિરોધ માં  આજે  તમને  દુ:ખી કરવા માટે  તાલ પાપડ  થઇ રહ્યા  છે હેરાન પરેશાન કરે છે  તમારા  દુ:ખમાં  આનંદ  મને  છે  અને  આવો  પિશાચી  આનંદ  પ્રાપ્ત  કરવા  માટે  જ  તે  તમોને  હેરાન  કરે  છે.સ્વસ્થતા  અને  ધીરજ  રાખીને  રહેવાનું  કહેવું  તો  સહેલું  છે  પણ  સ્વીકારવું  સહેલું  નથી 
   કોઈકની  માનસિક  અસ્વસ્થતા  અને  માનસિક  દુર્બલાતાનો  કે  માનસિક બીમારીનો   વધુ  પડતો  દુરુપયોગ  કરવો સારો  નહિ  અને  તે પણ  જયારે  કોઈ   તબીબ જેને  રોગની  જાણ કરી  અને ઈલાજ બંનેની માહિતી  હોય  તેવા  તબીબ  જો  દરદી પ્રત્યે  અમાનુશું  વર્તન  ઠંડે  કાજ્લેજે  કરે  તો તેનો  ઉપાય  જ  નથી. તબીબ ને  તો કાનૂની  રક્ષણ  મળેલું  જ  હોય છે.ભોગ  બનનાર માટે  તો  તેનું  નસીબ જ માત્ર  તેની  સાથે  રહે  છે.  કેટલાક  એવા  પણ  પ્રસંગો  હોય  છે  કે  જયારે  પોતાન્પ  પડછાયો પણ સાથે  નથી રહેતો  તો પછી બીજા  કોઈની  તો આશા  જ  કેવીરીતે  રાખી  શકાય ?
ઋણાનુબંધ  ૩  માટે રહ  જોઈએ .....................ક્રમશ : 

ગુણવંત પરીખ  ૧૭-૯-12

No comments:

Post a Comment