: : ઋણાનું બંધ : : એક અનોખું કર્મનું બંધન ;; જેણે આપ્યું તેણે લઇ લીધું : :

     :   :   ઋણાનું બંધ  :   :
એક  અનોખું  કર્મનું  બંધન ;; જેણે   આપ્યું  તેણે  લઇ  લીધું  :  :

        આં એક  એવા  અનોખા  કર્મના  બંધનની  વાત છે. , જે  પહેલી  નજરે  માત્ર  એક  વાર્તા  જ  લાગે  અને  ચ્ગ્ગતા  પણ  એક  વાસ્તવિક  હકીકત  છે. ભરત  ઋષિની  વાત તો  આપણે  માત્ર  પુસ્તકોમાં  વાંચી  છે પણ  વાસ્તવિકમાં   તેવું  બની  પણ  શકે  છે  જેનું  જીવતું ઉદાહરણ  અમારી  પાસે  છે. ભરત  મુની  સવારે  સંધ્યા   કરતા  ઉભા  હતા  ત્યારે  તેમના  હાથમાં  એક  હરણ નું   બચ્ચ્યું  આવી પડ્યું  અને  બેભાન   બની  ગયું . ભરત મુની એ  તેણે  પ્રેમ થી  સાંભળી ને  માથે  હાથ  ફેરવીને   આશ્રમે લયી  ગયા  અને  તેની  જે  શુશ્રુષા  કરી તે  એવી  અજોડ સેવા  અને  અજોડ  લગાવ ની  એક  કથા  છે  કે  જે  આજ સુધી  લોકો  તેણે  કથાનક તરીકે  જ  સ્વીકારતા  હતા પણ  હું જે  કથાનક  આપું  છું  તે માત્ર કથાનક  નથી પણ  વાસ્તવિક  હકીકત  છે. ૨૦૧૨  ની  વાસ્તવ દર્શી  કથા   . 
             આં  હકીકત કથા નથી   ,વાસ્તવિકતા  છે, કોઈ  નાની  સરખી  પણ  અતિશયોક્તિ  નથી . એક    નવ જાત  વાનર બાળ ,  જે  જન્મની  સાથે  જ  તેની  માના  હાથમાંથી  છૂટી  ગયું  અને  જમીન  પર   પડી  ગયું. વનર  માતા  તેણે  તરછોડીને  ભાગી  ગયી. અચાનક  કોઈ પરગજુ ની  નજર  પડી અનર  તેણે  તે  ઉઠાવીને  અમારા  જીગરને  આપ્યું. જીગરનો  પરની પ્રેમ  અનોખો  છે. તેની  પાસે  તેણે  દેશી  ,વિદેશી  કુતરા  પણ  રાખ્યા  છે, પાળ્યા   પણ  છે , બીલાદીઓનું  જતન  પણ  નાના બાળકના  જતન ની  કાળજી  જેવું  જ  કર્યું  છે, પક્ષી પ્રેમ  તેટલો  જ મજબુત  છે, કોઈ  પણ  જગા એ કોઈ  ઘાયલ  કે તરફડતું  પક્ષી  દેખાય  તો  તે  અમારા  ઘરનું  મહેમાન  જ  બને  અને  તેની  સરભરા   અનોખા  મહેમાન ની  જેમ  જ  થાય. અમારા  ઘરમાં  સમડી જેવા  નીરામીશ  આહાર  વાળા   પક્ષીઓ  માટે  પણ તેમણે  અનુરૂપ    ખોરાક  લાવીને  તેમની  કાળજી  લેવાયેલી  છે. અને  આં  હકીકત થી  માહિતગાર  તેવા   તે  પર ગજું   મહાનુભાવે  આં  નવજાત  વાનર  બાળ  શિશુ ને   જીગર ને  હવાલે  કરી દીધું. .ભરત  મુની  હરણ બળ  આવ્યા  પછી  તેમનો  મોટાભાગનો  સમય  હરણ  બાળ  પાછળ  જતો  હતો  અને   અને  તે  લગાવ  એટલો  તીવ્ર  બની  ગયો  કે  તે  સેવા,પૂજા,અર્ચના  બધું  ભૂલી  ગયા  અને  માત્ર તેમણે  એ  હરણ  જ યાદ  રહ્યું જીવન ની  અંતિમ  પાળે  પણ  તેમનો જીવ માત્ર  આં  હરણ  ઉપર  જ  રહ્યો અને  ભગવાને  પણ તેમનો  લગાવ  જોઇને  તેમણે  તેમના  પૂર્વ  કર્મના  બંધન ને  અનુરૂપ  પ્રસાદ  આપ્યો. . અહિયાં  પણ  જીગરની  પાસે  આં  વનર બળ  છેલ્લા  બે  માસ થી  આવેલું  તે  તેની  કાળજીમાં   ગળાડૂબ રહેતો  હતો.  તેણે  ૨૪  કલાક  પોતાની  પાસે જ  રાખતો  હતો. સુતા, બેસતા, હરતા, ફરતા,  અરે  તે  કોલ્ર્જ  જય  ત્યારે  પણ  તેણે  ઘોડિયામાં  સાથે  જ   લયીને  જતો  હતો.   આં  વનર બળ  પણ એટલું  આસક્ત  હતું  જીગર પ્રત્યે  કે  તે  તેના  હાથે  જ  દૂધ  પીતું હતું.  જન્મ થી  જ્તેને  દૂધ  પીવડાવવામાં  કોઈ તકલીફ  ના  પડે  માટે   દુધની   વિશેષ  પ્રકારની  ટોટી તેના  માટે  રાખી હતી અને  તેના  માટે     ખાસ   કુદરતી હાજતો   માટેની  જોગવાઈઓ  પણ   માનવ બળ  જેટલી  જ  કરવામાં  આવેલી .. બે  ચાર  દિવસમાં   તો  આં  વનર બળ  એટલું  બધું  સૌનું  લડાક્વાયું  બની  ગયું કે   જો  કદાચ એમ કહેવામાં  આવે  કે  તેના  જેવી   ખાસ  મહેમાન  જેવી  આદર સત્કાર ની  વ્યવસ્થા  આં  ઘરમાં  કોઈને  નહિ  મળી  હોય  તો   તે   અતિશયોક્તિ  નથી  પણ  આં  સૌના  લાડકવાયા  બાળક  માટે  એક  મુક  લિખિત  શ્રદ્ધાંજલિ   છે. ઘરના  નાના થી  માંડીને  દરેક  સભ્યોને   આં  બાળકને  રનાદાવાનું  પણ   મન  થાય તે  તો  સ્વાભાવિક  છે જ  પણ  જે  કોઈ  તેણે  દેખે  તે   અવાક  બનીને  તેની સામે જોઈ રહે.  જો  હું  એમ  કહું  કે   જીગર  આં  બાળક ને  એક  પલ  પણ  અલગ  થવા   દેતો  નહોતો  તો  તેનાથી  પણ  વિશેષ  બાબત  એવી  છે  કે  આં  બાળક   જીગરથી એક  પલ પણ અલગ  થતું  નહોતું.  જીગરના  માથા  ઉપર  જ  બેસીને  ફરતું  હતું  અને  એની  પીઠ  ઉપર  અને  પેટ  ઉપર  જ કુદકા  મારતું  આં  બાળક  જોઇને  દરેક ને  એમ જ  લાગે  કે  કોઈ  પૂર્વ જન્મનો  જીગરનો  સાથીદાર  તેણે  મળી  ગયો  છે કે  જે  તેનાથી  પલ ભર  પણ  છૂટો  થતો  જ નથી. કેટલાક  મીડિયા  કર્મીઓ એ  પણ  તેની  સ્ટોરી   પણ  બનાવેલી  પણ  તે  તો  માત્ર  એક  સ્ટોરી  જ  હતી.  આં  બાળક  અને જીગર ના  લગાવ ની   વાસ્તવિકતાને  તો  કોઈ  સ્વરૂપ  આપી  શકાય  તેમ  જ   નથી .
         પણ  ચિત્રગુપ્તના  ચોપડામાં  દરેક  વ્યક્તિના  હિસાબો  અને  જમા  ઉધાર  પાસા  એટલા  મજબુત  મોધાયેલા  હોય  છે  કે  તેની  કોઈને  કલ્પના  પણ  ના  આવે .."  આસ્થા  "  માં દર્શાવેલ   
"  ઋણાનું બંધ  "  ની  તો  માત્ર   એક  વાર્તા  જ  હતી  કે  જયારે  એક  બળદ  અને  હાથી ના   કર્મના  બંધન ને  દર્શાવેલા.  પણ  અહિયાં  તો   અમારી  નજરે  નજર    અમે  જોયું  કે  એક  હસતું  રમતું  બાળક  બચ્ચ્યું જેના  નખમાં  પણ  રોગ  નથી અને  તે  માત્ર  અમારી  નજરમાં   જ  નહિ  નિષ્ણાત   તબીબે  પણ  જાહેર  કર્યું  કે  આં  બચ્ચ્યાના   શરીર માં  કોઈ  રોગ  નથી,  કોઈ  કશી આડ અસર  નથી   જેવું  આવ્યું  તેવું  ગયું. એક  નિષ્ણાત  તબીબ  જયારે  એમ  કહે  કે  આં  માત્ર  ઋણાનુબંધ  છે   તમારી  સાથે નો  તેનો  લેન દેન નો  હિસાબ પૂરો  થયો  અને  હિસાબ   ચૂકતે  થતા  જ  તે  તેના  રસ્તે  વિચરી  ગયું. જ્જીગર  રોજ  બે  વાગ્યાની  આસ પાસ  કોલેજ માંથી  ઘેર  આવે  ત્યારે   ત્યેના  માથા ઉપર   બચ્ચ્યું  કુદકા  મારતું  હોય  અને  આજે  પણ  તે જ  રીતે  તે  આવીને  ઉપર  ગયો  અને   દરવાજાની  અંદર  પેસતા  જ  બચ્ચ્યું  ઢાળી  પડ્યું. ,આંખ  ખુલ્લીજ  રહી  ગયી, પહેલી  મીનીટે  તો  જીગરને  લાગ્યું  કે  કદાચ  ઊંઘ  આવી  ગયી  હશે  પણ આં  તેનો  ઊંઘવાનો  સ્દમય  નહોતો   અને  કોઈ કઈ  વિચારે  સમજે તે  પહેલા  તો  હિસાબ  ચૂકતે  કરીને  આં  વનર  બાળ  અનંત ની  યાત્રા એ  એ  ઉપડી  ગયું.  . બધા  દેખાતા  જ  રહી  ગયા.  તાત્કાલિક  તેણે   હોસ્પિટલ  લયી  ગયા  પણ    નિષ્ણાત  તબીબે  તેણે   મૃત  જાહેર  કરી  દીધું  અને   મૃત્યુનું  કોઈ  કારણ  પણ તેમણે  નજરમાં  આવ્યું  જ  નહિ  માત્ર  એક  જ  વાક્યમાં  તેમણે  જણાવ્યું   તમારો   ઋણાનું બંધ  પૂરો  થયો. 
       કળીયુગમાં  માણસ ને  માણસ માટે  કોઈ  લગાવ  કે  સંવેદના   પણ  નથી  રહી , અરે  માનવ  ને  અન્ય  માનવ  સાથેની  જ     ક્યાં  વાત કરવી  લોહીના સંબંધો  વચ્ચે  પણ  આત્મીયતા કે  સંવેદના  પણ  નથી દેખાતી ,  તેવા જમાનામાં  એન  માનવ  એક   અબોલ   તરછોડાયેલ  જીવ  સાથે  આટલું  તાદાત્મ્ય   એ  કલ્પના  બહારની  વાત  છે. હજુ  તો  જે   વાનર  બાળકે  બે  માસ  પણ  પુરા  નથી  કર્યા  તે  વાનર  બાળક  દૂધ તો  માત્ર  જીગરના  હાથે  જ  પીવે  અને  ગમે  તેટલું  ભૂખ્યું  કેમ  ના  હોય  પણ   ઘરના  બીજા  કોઈની  પણ  પાસેથી  તે  દુધની  શીશી   પકડે  જ  નહિ  અને   તેથીજ  જીગર જયારે  કોલેજ  જય ત્યારે  તેના  માટેની  બધી  વ્યવસ્થા  જળવાય  તે  માટે  તેણે  પણ  કોલેજ  સાથે  લયીને  જ જાય.  આજે  પણ  એક નવજાત  શિશુ ની  માતા  જો નોકરી કરતી  હોય  તો  તે  તેના  બાળકને  તેની  આયા  પાસે  કે  ઘરના  કોઈ વડીલ, માતા  ,સાસુ  ,સસરા  ,પતિ,  કે  અન્ય  કોઈની  પાસે  જ  મુકીને  જય  છે  કડી  પોતાની સાથે  પોતાના  બાળકને  તે  લયી  જય  તેવું  બને  નહિ.  આટલી  લાગણી, લગાવ અને  સંવેદના  એક  અબોલ  વનર બળ  પ્રત્યે  હોય  અને  તે  બે  માસનું  વાનર  બાળ  પણ  તે  સંવેદના  સમજે  તે    " અહો  આશ્ચર્યમ  " જેવી વાત છે. .
   પણ  ના  જાણ્યું  જાનકી  નાથે  સવારે  શું  થવાનું  છે  ......  હિસાબ ચૂકતે  થતા ની  સાથેજ    જાણે કે   હંસલો  ઉડી ગયો. આપની  વાર્તાના   બળદની  એવી  કોઈ તાકાત  નહોતી  કે  તે  મહાકાય  હાથી ને  હરાવી   શકે  અને  છતાં  હાથી  હાર્યો, બળદ  જીતી  ગયો અને  બંનેને  મોક્ષ  પણ મળી  ગયો.  .કુદરતની  લીલા  ન્યારી  છે અનેરી  છે  તેનો  તાગ  પામવો  માણસ  માટે  શક્ય  છે  ખરો ?
  કહેવાય  છે  કે  કર્મનું  બંધન  બ્રહ્મ ના  બાપ ને  પણ  છોડતું  નથી  તો  પછી  બીજા  કોની  વિસાત  રહી ? 

No comments:

Post a Comment