: : અતીતની યાદો : : : : સ્વપ્ન દ્રષ્ટ્રા : : ગુણવંત પરીખ ૧૦-૯-૧૨

   :   :   અતીતની   યાદો   :   :
               :  :  સ્વપ્ન   દ્રષ્ટ્રા  :  :  ગુણવંત પરીખ  ૧૦-૯-૧૨ 

     આજની  તારીખમાં  પણ  મને  યાદ  છે  કે  કોઈ પણ  ચળવળ  કે  આંદોલન  હોય  તો  સૌથી પહેલા   કોલેજીયનો ને   ભડકાવવામાં   આવે   ભડકાવવાનો  શબ્દ  ભારે  લાગે  તો  તેને બદલે  એમ  રાખો  કે  તેમણે  સૌથી   પહેલા  આગળ  કરવામાં  આવે. છોકરાઓને  તો  મઝા  પડી  જય, ભણવાનું  નહિ, તોફાન મસ્તીમાં  દિવસ  કઈ  જતા  રહે  કોઈને  ખબર  પણ  પડે  નહિ,  માર  ખાય તો  છોકરાઓ, શાળા કોલેજ નો  ભણતર  બગાડે   તો  છોકારપોનું  અને  જે  મળ  મળે, લાવ્ભ  મળે  તે  આં  તોફાનો  ગણો  તો  તોફાનો,ચળવળ  ગણો  તો  ચળવળ  અને  આંદોલન  ગણો તો  આંદોલન , તેમના  કરતા  હરતા  ઓ ને  બધું  છોકરાઓના  જોખમે. બાબુભાઇને  સરદાર  પટેલ  વિદ્યાપીઠ ના  કુલપતિ  નીમવામાં  આવ્યા  ત્યારે  તેમની  લ્જાગા  પર  ભૈકાકાને  મુકવા  માટેનું   એક  આંદોલન  થયેલું.  ભાઈ લાલ કાકા  માટે   ભાઈ કાકા  શબ્દ  પ્રચલિત  હતો  પણ  ચરોતર  તેમણે     "  ભૈકાકા  "  ના  હુલામણા   નામે  જ  ઓળખતું હતું. ચરોતરની  પ્રજા  તેમનાથી  પ્રભાવિત  હતી, વિદ્યાનગરના  વિદ્યાર્થીઓ  પણ  તેમના થી  પ્રભાવિત  હતા અને  તેમના  દરેક  ભાષણમાં   તે  તેમની  ચરોતરી  ભાષામાં  જ   વાતો  કરતા  ,   જેમ કે   "  ભાઈઓ , મારા  વખતમાં  બાથરુમો  નહોતી  અમે   ખુલ્લામાં  નળ  નીચે  નહાતા  હતા , અને  આજે  તમે  ફરિયાદ  કરો   છો કે  બાથરૂમ  માં  પાણી  નથી  આવતું, તેના  માટે  બુમો  પાડો  છો ..........."   વિ.વિ.વિ.   પણ  છોકરાઓ  શાંત  પણ  ઝડપથી  થઇ  જતા  હતા અને  ફરિયાદ  પણ  ભૂલી  જતા  હતા.  એ  ભૈકાકા ને  બાજુ પર   રાખીને  જયારે  બાબુભાઈ ને  કુલપતિ  તરીકે  નીમવામાં  આવ્યા  ત્યારે  એક  મોટું  આંદોલન  થયેલું. કુલપતિ  કોણ  બને  તેમાં  નેવું  નહિ  પણ  કદાચ  ૯૯  ટકા  વિદ્યાર્થીઓને  કઈ  પડી  નહોતી  પણ  આંદોલન માં  નેવું  ટકા હિસ્સો  છોકરાઓનો  હતો. આં  શું  બતાવે  છે ?  યુવા   ધન ને  બહેકાવવામાં   આવતું  હતું  અને  તે  ગમે  તે  દિશામાં  વળી  પણ  જતા  હતા . અને  બીજી  ગમ્બીર  બાબત  એ  હતી  કે  આં  પ્રકારના  આંદોલનમાં   ગુંડા  તત્વો  શબ્દો  ભારે  લાગે  તો  અસમ્જીક  તત્વો  ભળી  જતા  અને  તોડફોડ  કરીને  નુકશાન પણ  કરતા  હતા  અને  લુત્ફત  પણ  કરતા  હતા  જેમાં  વિદ્યાર્થીઓનો  કોઈ  ફાળો  કે  દોષ  નહોતા પણ  પોલીસ નો  માર  છોકરાઓ  ખાતા  હતા.   વિદ્યાપીઠના  વિદ્યાર્થીઓની  આં  હાલત ?  ક્યાં  ગુરુકુળ  અને  ક્યાં  આજના  વિદ્યાર્થીઓ  અને  તેમણે  દોરાવામની  આપનાર  નેતા ઓ ? 
       ૧૯૫૭  ની  આં  ચળવળ  અને  સ્વતંત્રતા  પહેલાની  ચલ વળ  ની  સરખામણી  કરી  શકાય  નહિ.  સ્વતંત્રતા  પહેલાની  ચલ વળો  સ્વતંત્રતા  માટેની  હતી  અને  ડેમાં  દેશ  ના  તમામ  વર્ગો  સાથે  હતા  અને નેતાઓ  પણ  નિસ્વાર્થ  હતા  કૈક  ગુમાવી  જાણવાની  વૃત્તિવાળા  હતા .  કોઈની  દાનત  ખોરી  નહોતી  જેટલી  આજે  છે.  એ  વાત  ભૂલી  ના જ  જવાય   કે  વિદ્યાર્થીઓ   જ  ચલ વાળ ના   અગ્રેસરો  હતા    પણ  તેમણે  નેતાઓની  હુંફ   હતી   જયારે  આજે  વિદ્યાર્થીઓ  માત્ર  હથિયાર  છે  અને  લાભ  નેતાઓ  લે  છે  તે પણ  વિદ્યાર્થીઓના  અને  તેમના  ભણતરના  ભોગે. . આજે  પણ  ગુજરાત    યુનીવર્સીટીના   કુલપતિની  નિમણુક માં  ૧૯૫૭  જેવો જ  પણ  સહેજ  જુદી  રીતનો  પ્રશ્નાછે. . જેમને  કુલપતિ  તરીકે  નીમ્યા છે  તે  બાબુભાઈ જેવા  નિષ્ણાત  કે   સિધ્ધાંત નિષ્ટ નથી, માન્ય  ધારા ધોરણો  કદાચ  તે  પુરા  કરી  શકતા    હશે  પણ તેમની  પાછળ   પ્રજા  કે  વિદ્યાર્થીઓનું  જુથ્બળ  પણ  નથી  જેટલું  ભાઈ કાકા માટે હતું . તે વખતનો  વિરોધ  બાબુભાઈ  માટે  નહોતો  કે   બાબુભાઈ  ના  જોઈએ  તેવો  મત  કે  અભિપ્રાય  પણ  નહોતો  માત્ર  અમારે   તો  ભાઈ કાકા   જ જોઈએ તે  મુદ્દો  હતો. અને  તેમાં  વિદ્યાર્થીઓનો  ટેકો  હતો.  આજે  આં  બાબત  માત્ર  રાજકીય  રંગે  રંગાયેલી  છે  અને  તે  વાત  આજે  સ્વીકારી  શકાય  નહિ.  આજે  સરકારનું  પલ્લું  પણ  ખોટું  છે,  સરકારનો  નિર્ણય  પણ  ખોટો  છે, લડત આપનારનો  હેતુ  પણ ખોટો  છે  અને  તમાશા  કરનારના  હેતુ  પણ જુદા  છે.  કોઈના  પણ  પલ્લે  શિક્ષણ ની  સહેજ  પણ  દરકાર  નથી . શિક્ષણ ને  ખડે  પડવું  હોય  તો  પડે  પાન  અમારો  ઈગો  સંતોષાય  અમ્રુ  જ   વર્ચાસ્વા  જળવાય  તે જ  માત્ર  એક  હેતુ છે અને  તેથીજ  આજે  ફરીથી એકવાર  ગુરુકુળ  ની  વિદ્યાપીઠ  યાદ  આવી  છે 
    ચલ વલો તો ઘણી થયી,આંદોલનો પણ  ઘણા  થયા,  વિદ્યાર્થીઓને  અને   છોકરાઓને  અને  રીતે  અનેક આંદોલનોમાં  ભેળવવામાં  આવ્યા    પણ   છેવટે  આંદોલનનું  જે  પરિણામ  આવ્યું  તે  તો અલગ  વાત પણ  ગંભીર  નુકશાન  તો  વિદ્યાર્થીઓ  અને છોકરાઓને  જ  થયું  છે. અતીતના   આં  પરિણામ પછી પણ  જો  આપણે  યોગ્ય  નિષ્કર્ષ  પર  ના  આવી  શકીએ  તો  તેના  જેવી બીજી  કમનસીબી  કઈ  હોઈ  શકે ? પહેલી  વાત  તો એ  કે  વિદ્યાર્થીઓને  કદાપી  રાજકારણ ના   અખાડા માં  લાવવા નહિ. ,તેમન્મે  હથિયાર  બનાવવા નહિ  કે  તેમણે  હાથ બનાવી ને   આગળ  ધરી દેવા  નહિ.  શાળા  કોલેજ  અને  અન્ય  વિદ્યાધામો  અને  કેમ્પસને  રાજકીય  અવરજવર અને  દખલગીરીથી  દુર  રાખવા . આં  પરિસરમાં  પોલીસ  કે  લશ્કર જેવા  તંત્રને  પણ  આવવાની  છૂટ  જરૂરી  નથી. તાકીદની  પરિસ્થિતિમાં  રક્ષણના  માટે  કે  સલામતીની  જોગવાઈ  માટેની  વ્યવસ્થા  તે  અલગ  બાબત  છે  અને તે  છૂટ  છત  નો  દુરુપયોગ  ના થાય તે  જોવાની  વહીવટી   તંત્રની ફરજ  છે. અધ્યાપક ,આચાર્ય, કે કુલપતિ  જેવી  કક્ષાની  વ્યક્તિની  એટલી  તો  ક્ષમતા  હોવી  જ  જોઈએ  કે  તે  વિના  સંકોચ મુક્ત  મને અને  મુક્ત  વાતાવરણમાં  વિદ્યાર્થી ને  મળી  શકે  અની  તેની  સાથે  નિખાલસતાથી  વાણી વિલાસ, વાર્તાલાપ  કે  કોઈ  પણ  વિષય  પર  મુક્ત  ચર્ચા  પણ  કરી  શકે..અધ્યાપક,આચાર્ય , કે  કુલપતિ  પહેર્ગીરોના  ઘેર માં  જ  રહેતા  હોય,  તેમણે  વિદ્યાર્થીઓનો  દર  લાગતો  હોય  કે  તે  દરના  કારણે કે  અન્ય  કોઈ  કારણે  પણ  જો  તે  વિદ્યાર્થીઓને  મળવા  માટે  પ્રતિબંધ  મુકે  તો  તો  તેવા  ડરપોક   શૈક્ષણિક  વડા વિદ્યાર્થી નું  શું  ભલું  કરી  શકે ?   જો કે  આજ ની  પરિસ્થિતિ ને  નજર માં  રાખીને  એક  બીજો  મુદ્દો  પણ  જરૂરી છે  અને  તે  એ  છે કે  સામે  પલ્લે  વિદ્યાર્થીઓએ પણ  શિસ્ત જાળવવાની કાળજી રાખવી  જ  પડે. વિડ્યાર્તીઓ  તોલે  મળીને  તોડ  ફોડ  કરે  અને  સાધન  સામગ્રીને  નુકશાન  ક્લારે  તે  પણ  ચલાવી  લેવાય  નહિ. સંચાલકોએ  તેમણે  આવી  તક  આપવી જ  જોપીયે  નહિ. સૌથી પ્રથમ  વાતાઘતોથી  જ પ્રશનું  નિરાકરણ  કરી  લેવું  જોઈએ.  .સંચાલક  અને  વહીવટી  તંત્ર એ  કાળજી રાખવી જોઈએ  કે  તેમની  અને  વિદ્યાર્થીઓની  વચ્ચે  કોઈ  વચેતિઅઓ  આવે  નહિ, અસામાજિક  તત્વો   ભળે કે  ખોટી  ઉસ્કેરાની  થાય  નહિ.  . અને  આને  માટે     એક  કૌટુંબિક  ભાવના  જ  કામ  કરી  શકે. નાનામાં  નાના  શિક્ષક થી  માંડીને, અધ્યાપક, પ્રાધ્યાપક  કે  કુલપતિ  સુધ્ધા એ  તે  સમજવું  જોઈએ  કે  વિદ્યાર્થી  તે  તેમનું  સંતાન  છે પુત્ર  જેમ  મોટો  થયીને  પિતાનું  ભારણ પોષણ  કરે  તેવા  સંસ્કાર  ની  અપેક્ષા  જો  પિતા  પાસે  રાખી  શકાય  તો  તે જ  પ્રકારની અપેક્ષા   વિદ્યાર્થી  પાસેથી પણ  રાખવાની  છે  કે તે  મોટો  થયીને   શાળા, કોલેજ  કે  સંસ્થાને  પોષણ  આપે. શિક્ષણ  ક્ષેત્રને  ગુરુકુળ ની  સમકક્ષ  મુકવાનું  આં  સ્વપ્ન  પૂર્ણ  થશે  ખરું ?

ગુણવંત પરીખ  ૧૦-૯-૧૨ 

No comments:

Post a Comment