atitni yado...pravesh prakriya........

  :   :   અતીતની   યાદો   :   :
             પ્રવેશ   પ્રક્રિયા   :  ::   ::  ગુણવંત પરીખ : :૧૦-૯-૧૨ 

      શૈક્ષણિક   ક્ષેત્રમાં  પ્રવેશ  માટે  જે પ્રક્રિયાઓ નક્કી  કરાયેલ  છે  તે  જટિલ  અને  કેટલીક  વખત  તો  ચક્ર વ્યૂહ  જેવી  મુશ્કેલ  અને  આં  જમાના  માટે  તો  એક વધારાનું  પરિબળ પણ  લાગુ  પડે  છે  તે  છે  અત્યંત મોંઘી  પણ  છે. નાના બાળક  થી  માંડીને  દરેક  કક્ષાના  વિદ્યાર્થીઓ  માટે ની  ,,પ્લેય ગ્રુપ, કે.જી., બાલમંદિર, પ્રાથમિક કક્ષા, માધ્યમિક કક્ષા,ઉચ્ચતર  કક્ષા, અન્ય  શાખાઓ માટેની  કોઈ  પણ  કક્ષા  હોય  પણ  તે માટે ની  પ્રવેશ  પ્રક્રિયા  તો જટિલ  અને  મોંઘી  પણ  એટલી  જ  છે,. આં  બાબત  તો  સર્વ માન્ય  અને  સર્વ  વિદિત  હકીકત  છે અને  તે  માટે  અનેક  સવાલો  પણ ઉભા  થયેલા  છે  અને તે માટે ના અનેક  સૂચનો  પણ છે પણ કેટલીક  વખત  વૈદ્ય  અને  ગાંધીની  સહિયારી  વ્ર્પરી  નીતિ  પણ  અસર કરી  જય  છે  અને  તે  માટે  જેટલી  આલોચના  થાય  તેટલી  ઓછી  પડશે. 
            અતિશયોક્તિમાં  કહેવું  હોય  તો   બાળક  ગર્ભમાં  હોય  તે જ વખત થી જ  તેના પ્લે ગ્રુપ  ના  પ્રવેશ માટેની  કામગીરી  તેના  માં-બાપ  શરુ  કરી દે છે. ખાનગી  સંસ્થાઓ  તેના  માટે  મોટું  ડોનેશન માંગે  છે  અને  માં-બાપ  ,વાલીઓ  તે આપે  પણ  છે. માસ મોટા  ડોનેશન  પછી  પણ  પછી  એટલી જ મોટી  ફી અને  તેને  આનુંશાન્ગિક  ખર્ચાઓ પણ તે  પોતાની  મોટાઈ  બતાવવા  માટે કરે  છે કારણકે  તે એક  એવા વર્ગ ને  પરવડે  છે  માટે  નહિ પરવડતા  વર્ગ  માટે  તાન્યા  તાણવા  જેવી  હાલત  થાય  છે અને  તે  ખર્ચ  તેને  ભોગવવો પડે છે. શિક્ષણ   એક  મોટો  વેપાર  બની  ગયો છે  તેનું  બધાને  ભાન  હોવા  છતાં પણ  તે  અંગે  કીજ  થતું  નથી  તે  દુ;ખદ  બાબત છે. કે.જી. કક્ષાના  પ્રવેશ  અને  તેનો અનુશાન્ગિક  ખર્ચ  આસરે  વર્ષે  લાખેક  રૂપિયા  પણ  થઇ  શકે  છે.  અને  પાછા  તેમાંથી  બહાર  આવતા  બાળકો  એવા  ઘમંડ માં  આવી  જય  છે  કે  તે  બીજાને  તુચ્છ  ગણે  છે  અને  એક  મોટું  અસમાનતાનું   વાતાવરણ  ઉભું  થાય  છે  તે  નફામાં. બધાને  આં ખર્ચ  પરવડે  નહિજ  અને  જેને   નથી  પરવડતું  તે   સરકારી  શાળામાં  જય  અને  ત્યાંથી  સાપેક્ષ  સરખામણી  શરુ  થાય  છે  અને એક  દ્વ ધ્વ  શરુ  થાય  છે  પણ  તેનો  ઉપાય  કોઈ  વિચારતું  નથી.  અરે  વાલીઓ  પણ  મોટાભા  થવાની  લાલચ માં  અને  બાળકને  સ્માર્ટ બતાવવાની લાલચમાં   ગમે તેવો ખર્ચ પણ  કરે છે  અને  તે  પણ  નથી  વિચારતા  કે  તે  તેમના  બાળક  ઉપર  કેવો  અને  કેટલો  અસહ્ય  બોજો  નાખે  છે. અરે  નાની સી  વાત  કહું,   ૧૦ - ૧૨  કી.લો.  નું વજન   ધરાવતું  બાળક  ૫ -૭  કી.લો. વજન ની  સ્કુલ બેગ  ઉચકી ને  શાળા એ  જય  છે  જે  બાળક  ઘેર  પાણીનો  પ્યાલો  પણ  જાત્રે  ભરતું  નથી  તે  ૫ કી.લો નું  વજન  ઉચકે  છે.  શાળાએ  જય  છે  અને  જો  દાદરો  ચઢવાનો  હોય  તો  તે પણ  વજન  ઉચકી ને  ચઢે  છે. જે પ્રવેશ  માંત્યે  વળી એ  ૫-=૧૫ હાજર  ખર્ચો  કરેલ  છે  તે  બાળક ની  આં દશાની  કોઈને  દયા  પણ  નથી  આવતી. ત્યાં  મારી  આલોચના  શી  વિસાત માં ? 

     શિક્ષણ નું  વ્યાપારીકરણ  થયા  પછીની  કથીનૈઓની  વાત  તો  બહુ  લાંબી  છે  પણ એક  ભૂતકાળની   ઘટના   અત્રે  ઉલ્લેખનીય  છે. આઈ.ટી.ઈ. ના  પ્રવેશ  માટેના   ઇન્ટર વ્યુ  લેવાના  હતા. તે સમિતિમાં  હું  પણ  હોદ્દાની  રૂ એ  મળેલા  અધિકાર  થી  મારા  કાર્યપાલક  ઈજનેર  વતી  ગયો  હતો. પ્રવેશના  ધોરણો માં  એક  શરત  એવી  હતી  કે  શારીરિક   અપંગ  હોય  તેવા  ઉમેદવારે  સિવિલ  સર્જન નું  પ્રમાણ પાત્ર  લાવવું  ફરજીયાત  હતું.  નિયમો  અમે  નક્કી  નહોતા  કર્યા  અને  અમરે  તેની  આલોચના  પણ  કરવાની  નહોતી. સામાન્ય  રીતે   આં  કક્ષાના  ઉમેદવારો   ગ્રામ્ય  કક્ષાના   નીચલા  કે  માધ્યમ  વર્ગના  ઉમેદવારો   જ  હોય. અપંગ કે  શ્સ્રીરિક  ખોળ  ખપન  ધરાવતા  ઉમ્ર્દવાર  માટે  કેટલીક  છૂટ છતો હતી  પણ  તે  માટે   સિવિલ  સર્જન નું પ્રમાણપત્ર  લાવવું  જરૂરી  હતું.  અમારી  સમક્ષ એક  ઉમેદવાર  આવ્યો.  તે  અપંગ  હતો  જ . ઘોડી  લયીને  ચાલતો  હતો  અને  દેખીતી  રીત્યે  જ અપંગ  હતો  તેમાં  લેખિત  પુરાવાની જરૂર  નહોતી. પણ  પસંદગી  સમિતિ ના   શૈક્ષણિક  ક્ષેત્રના   પસંદગી કરો એ   નિયમ  બતાવી ને  તેને  પ્રવેશ  આપવાની  ના  પડી  દીધી. .તે  ઉમેદવાર  રડવા  લાગ્યો  અને  કરગરવા  લાગ્યો કે  હું  અપંગ છું  જ  અને  તે  દેખાય  પણ  છે   પણ   પસંદગી  સમિતિ ના   માનનીય  સભ્યો એ  તેની  વાત  સ્વીકારવાની  ના  પાડી  દીધી. પ્રવેશ  પ્રક્રિયા  માં  મારે  તો  ખાસ  કઈ કરવાનું  નહોતું  જ  પણ  હું  સભ્ય  તો  હતો  જ   એટ;લે મેં  પસંદગીકારોના  નિર્ણય નો  વુરોધ  કરીને  કહ્યું  કે   જયારે  નારી  આંખે  દેખાય  જ  છે  કે  તે અપંગ  છે  પછી  પ્રમાણપત્રની  જરૂર  શામાટે ? એક  બાજુ  નિયમ હતો બીજી  બાજુ  હકીકત  હતી  અને  વાસ્તવિકતા   એમ  સ્પષ્ટ  કહેતી  હતી  કે  તેને  પ્રવેશ  મળવો  જ  જોઈએ. મેં  તે  ઉ બોલાવ્યો  અને  પૂછ્યું  કે  તે  પ્રમાણપત્ર  કેમ  ના  લાવ્યો ? તેને  રડતા  રડતા   જણાવ્યું  કે  સાહેબ  હો  સિવિલ  ગયો  હતો  પણ  મને  પ્રમાણપત્ર  આપવા  માંત્યે  ૫૦  રીપિયા  આપવાનું  કહેવામાં  આવ્યું  હતું અને  મારી  પાસે  પૈસા  નહોતા  તેથી  હું  પ્રમાણપત્ર  લીધા    વગર  જ  આવી  ગયો.  મને  આશા  હતી  કે  મારે  એક    પગ  નથી  અને  હું  ઘોડી  લયીને  ચાલુ છું તે  તો  બધાને  દેખાશે  જ    માટે  પ્રમાણપત્ર  વગર  ચાલી  જશે. તેની  વાત  સાચી હતી.  તે  સ્પષ્ટ રીતે  અપંગ  હતો,  માત્ર પ્રમાણપત્ર  નહોતું  માટે મેં  કહ્યું  કે  તેને  પ્રવેશ  આપવો  જ  જોઈએ. આથી  પસંદગીકારો એ  નિયમ  બતાવ્યો કે  પ્રમાણપત્ર  ના  હોય  તો  પ્રવેશ  ના  મળે.  નિયમ નો  વિરોધ  તો  મારાથી  ના  થાય  પણ  મેં  ઉપાય  બતાવ્યો  કે  આપણે  તેને  પ્રવેશ  આપો  પણ  શરતી  પ્રવેશ  આપો  કે  પ્રવેશ  લીધા  પછી    તે પ્રમાણપત્ર  લાવશે.  સમિતિ  આં  જોખમ  લેવા  તૈયાર  નહોતી આથી  મેં  ત્રીજો  રસ્તો  બતાવ્યો. મેં  તેના  ઉપર  નોધ  લખી  આપી  કે  ઉમેદવાર  પહેલી  નજરે  જ  અપંગ  દેખાય  છે  અને  તેમાં  કોઈ  ચાલાકી  નથી તે  સંજોગો માં  તેને   પ્રવેશ  આપવામાં  આવે છે  અને  પ્રવેશ  મેળવ્યા  પછી   સંચાલકોએ  ઉમેદવારને  પોતાની  સંસ્થાનો  પાત્ર  લખીને  સીચીલ સર્જન ને  મોકલાવો  કે  તે  જરૂરી  વિધિ  કરીને  ઉમેદવારને  જરુરુ  પ્રમાણપત્ર  આપે  ઉમેદવારે  જાતે  કીજ  વ્યવહારિક  વિધિ  કરવાની નથી,  જે તે સુચના  ,જે તે  અધિકારી  જે તે અવાબદાર  અધિકારીને  જાણ કરશે અને  જરૂરી પ્રમાણપત્ર  ઉમેદવારને  મળી  જશે. પ્રમાણપત્રના  વિલંબ બદલ  ઉમેદવાર  સહેજ  પણ  જવાબદાર  નહિ  ગણાય. ઉમેદવારે  આં  અંગે  કોઈ  જ  ફી  ભરવાની  પણ  રહેતી  નથી આમ  ઉમ્ર્દ્વારે  કોઈ  ખર્ચ  કરવાનો  રહેતો  નથી. આં તમામ  વિશ્લેષણ  બાદ  ઉમેદવારને  પ્રવેશ  આપવા  માટે  મારી  પાસે  લખાણ  માંગવામાં  આવેલું  અને  મેં  તે  લખી  આપેલું. અને  પ્રવેશ  સમિતિ એ  મારા  જોખમે   અને  જવાબદારી  પર  પ્રવેશ  માન્ય  કરેલ  છે  તેમ  જણાવેલું. . સ્વવિવેક  જેવો  એક  અધિકાર  દરેક  અધિકારી  પાસે  હોય  છે  જેનો  તે  પોતાની  વિવેક  બુદ્ધિથી  કરીશકે  છે. જયારે  કોઈ  નિયમ  કે  કાયદાની  જોગવાઈ  સ્પષ્ટ  ના  હોય  અથવા  કૈક  ગૂંચવાડો  જણાતો  હોય  ત્યારે  તેવા  સંજોગોમાં   જે તે  અધિકારી  પોતાની  વિવેક  બુદ્ધિ  વાપરીને  નિર્ણય  લયી  શકે  છે.  શક્ય  છે  કે  તેમનો  નિર્ણય  કદાચ  નીતિ  સાથે  સુસંગત  ના  પણ  હોય  તો  પણ  જો  તેમણે  તે  નિર્ણય   શુદ્ધ   બુદ્ધિ  થી  સરકારના  હિતમાં  અથવા  જાહેર  જનતાના  હિત માં  લીધો  હોય  તો  તે  માન્ય  ગણવાને  પત્ર છે  અને  આં રીતે પ્રવેશ માટે  લેવાયેલ   મારો  નિર્ણય  માન્ય  રહ્યો  હતો.. 
          આં  તબક્કે  આં  જ  આઈ..ટી.આઈ.  ના  મકાન  માટે  પણ  આવો જ  પ્રશ્ન  આવેલો.  આં  મકાન માં  અનેક  ક્ષતિઓ  હતી  અને   શિક્ષણ વિભાગ  તેનો   કબજો  લેવા  તૈયાર  નહોતું.  જો  શાળાકીય  વર્ષ  શરુ  થાય  તે  પહેલા  જો  કબજો  ના  સોપાય  અથવા  કબજો  ના  સ્વીકારાય  તો  તે  આખું શાળાકીય  શૈક્ષણિક  વર્ષ  નકામું  જય  અને   પ્રવેશ  મેળવેલ  ઉમેદવારોને  બીજી  કોઈ જાગે  સમાવવા  પડે  અથવા  પ્રવેશ  કદાચ  રદ  પણ થાય. વાજતે ગાજતે  ફરિયાદ  સરકાર  પાસે  ગયી  અને  સરકારે   ગુણવત્તા નિયમન ના  મુખ્ય ઈજનેર  કક્ષાના  અધિકારીને  તપાસ  કરવાનું  સૂચવ્યું.   આં  અધિકારી  એકદમ  કડક  અને  સંપૂર્ણ  સ્વચ્છ  છબી  હરાવનારા  એક  પ્રમાણિક  અધિકારી  હતા  અને  ભલભલા   અધિકારીઓ  પણ  તેમનાથી  ડરતા  હતા. .તેમની  તપાસની  તારીખ    નક્કી  થયી  અને  અમારા  કાર્યપાલક ઈજનેરે  પોતે  આવવાનું  ટાળ્યું  અને  મને  જણાવ્યું  કે  તમે  તેમની  સાથે  હાજર  રહેજો  અને  ચેતવણી   પણ  આપી  કે  બરાબર  કાળજી  રાખજો.  મકાન  ક્ષતિયુક્ત  જ  છે, ઈજારદાર  કામ  કરતો  નથી,  અને  બીજી  બાજુ  કબજો  આપવાની  સરકાર ઉતાવળ  કરે   છે.  ધીરજ  અને  કુનેહથી  કામ  લેજો. નાને  મહાભારત નો  એક  પ્રસંગ  યાદ  હતો.  કૌરવ  સેના  માંથી  નારાયણ  અસ્ત્ર  છોડવામાં  આવેલું  અને  તે  શાસ્ત્રની  સામે  કોઈ  જ  યોદ્ધો  કે  શાસ્ત્ર  તાકી  શકે જ  નહિ   તે સંજોગોમાં  ભગવાન  શ્રી  કૃષ્ણ એ  તમામ  સેના ને  સુચના  આપી  કે  સૌ  તે  શાસ્ત્રની  સ્રરનાગતી  સ્વીકારી ને  પ્રતિકાર  બંધ કરે,  કોઈ વળતો જવાબ કે  હુમલો નહિ કરવાનો.  . હું મુખ્ય  ઈજનેર  સાથે  ફફડતા  ફફડતા  ગયો અને  તે  જે  કહે  તે  બધું   હ  એ  હ  કર્યું- બીજો  કોઈ વિકલ્પ  જ  નહોતો. સાહેબે  અનેક  સુધારા  સૂચવ્યા  અને  મેં  તે  સ્વીકાર્ય  પણ  ખરા પણ  પછી  કહ્યું  કે  ઈજારદાર  તો  કામ  છોડીને  જતો  રહેલ  છે ને  હવે  તે  કામગીરી  તો  જો  સરકાર  મંજુરી  આપે  તો  ખાતાકીય  રીતે  જ  કરાવી પડે. ઇજારદારનું  કામ  હોય  ત્યારે  આવી  મંજુરી  આપી શકાય  નહિ.  પણ  મેં  સાહેબને જણાવ્યું  કે  જો  આં  સત્રમાં  આં  મકાન નો  કબજો  નહિ  સોપાય  તો  અનેક  વિદ્યાર્થીઓના  ભવિષ્યને  વિપરીત  અસર  થશે. અનેક  પછાત  પણ  કહીં શકાય  તેવા  વિદ્ય્ર્થીઓને  અન્ય  જાગે  જવું  પરવડે  પણ  નહિ  અને આં  જોતો  માનનીય  અધિકારી  સાહેબ  થોડા  નરમ  પડી  ગયા   અને  મને  જણાવ્યું  કે  તમારા   કાર્યપાલક ઇજનેરને  કહો  કે  બાકીની  તમામ  કામગીરી  ખાતાકીય  રીતે  તે  પૂરી  કરી  આપશે  તેમ જણાવે  અને  શિક્ષણ  વિભાગને  જાણ  કરો  કે  તે    તેમની  તમામ  મુશ્કેલીઓ   રજુ કરીને  તે  સુલઝી  જશે  તેન  ખાતરી  મેળવીને  તાત્કાલિક  અસરથી  કબજો  લયી  લે  અને  પ્રવેશ  અપાયેલ  વિદ્યાર્થીઓના  વર્ગો  ચાલુ  કરી દે.  વચગાળામાં  કોઈ  તકલીફ  પડે  તો  સ્થાનિક  અધિકારી  તરીકે  તમે  તમામ  મદદ  કરજો અને  એક   ધરખમ  અધિકારી  સાથેની  મુલાકાત  સુખરૂપ   સારા  પરિણામમાં  પરિણમી . .મકાનનો  કબજો અપાઈ  ગયો, ટર્મ  ચાલુ  થયી  ગયી, વિદ્યાર્થીઓનું  વર્ષ  પણ  ના  બગડ્યું. . તે  દિવસે  અગિયારસ નો  દિવસ  હતો. અગિયારસ  પવિત્ર  ગણાય. જમવાના  સમયે  સૌ  રેસ્ટ  હાઉસ  પર  આવી  ગયા  અને  જમવાની  વ્યવસ્થા  પણ  થયી  ગઈ  પણ  સાહેબ ને  તો  અગિયારસ નો  ઉપવાસ  હતો  અને  તેની  કોઈને  જાણ  નહોતી  કે  તેમણે  પણ  કોઈને  કહેલું  નહિ.  અગિયારસનું  મેનુ  મહારાજને  ફાવ્ર  કે  કેમ  તે  શંકા  હતી  અને  જમવાનો  સમય  થયી  ગયેલો. મારું  રહેઠાણ  રેસ્ટ હાઉસ ની સામે જ  હતું  અને  અમારે  અગિયારસ  હતી  તેથી  અમારું   મેનુ  તો  ઘેર  અગિયારસનું  જ  હતું.   અત્યંત  આગ્રહ  બાદ  સાહેબ  માણી  ગયા  અને  મહારાજ   અગિયારસની  સામગ્રી    લાવ્યા અને  સાહેબ ને  પીરસી.  સાહેબ  ખુસ  હતા  તેના  કરતા  અમે  સૌ  વધારે  ખુશ  હતા  કારણકે   આં  સળગતો  પ્રશ્ન  સહેલાયીથી  ઉકલી  ગયો હતો. પરંતુ   પરાકાષ્ટ  બાકી  છે.  જામી  રહ્યા પછી  સાહેબે   બીલ્લ  માગ્યું.. બીલ  આપવાનો  કે  લેવાનો  સવાલ  જ  નહોતો.  મને  ફરીથી  ગભરાત  થયો  કે  શું  કહેવું ?  મેં ધીમેથી  ડરતા  ડરતા  કહ્યું  કે   રેસ્ટ હાઉસ માં  સગવડ  નહોતી  માટે   અને અમારે  અગિયારસ   હોવાથી  તે  ડીશ   આપના  માટે  લાવ્યા  છીએ તે    જાણીને  તો  તે  વ્ગધુ  ખુશ  થયા  અને  મહારાજને  ૫૦  રૂપિયા  બક્ષિશ   આપી. .તે સમયે  એક  ડીશ નો  ચાર્જ  માત્ર  ૪  રૂપિયા  હતો  તેની  સામે  ૫૦  રૂપિયા  બળજબરીથી  આપ્યા . . આં  અધિકારી એ  તેમનું  નામ  નહિ  લખવાની  મને સ્પષ્ટ  સુચના  આપી  છે.  તેમના  પુત્ર  પ્રણવ કુમારે   પણ  મને  જણાવ્યું  છે  કે  સાહેબનું  નામ  લખશો  નહિ. .આજે  તે  વાર્તાને   લગભગ  ૨૫-૩૦  વર્ષ  વીતી  ગયા  છે  પણ  અતીતની  આં  યાદ  અમારા  સૌના  મનમાં    અકબંધ  છે. આજે  આવા  અધિકારી  શોધ્યા  જડે  ખરા ? ભગવાને  પણ પ્રણવ  જેવો પુત્ર   આપીને  તેમને યોગ્ય  પ્રસાદ  આપેલ  છે. 

ગુણવંત પરીખ    ૧૦-૯-૧૨. 

No comments:

Post a Comment