Erom:-
Gunvantlal Ramanlal Parikh
B.E.Civil.LL.B.
Hon> Adm.Officer, VKK,Consumers Affairs
C/O
4- Mangal park, B/H., post office
Geeta mandir road
Ahmedabad 22 (380022)
T.Nos. 07925324676 ,9408294609 , ૯૯૨૪૪૩૩૩૬૨
પ્રતિ
માનનીય શ્રી શિક્ષણ મંત્રીશ્રી
ગુજરાત રાજ્ય
સચિવાલય
ગાંધીનગર
વિષય :- વહીવટી સત્તાના ઉપયોગ બાબત .......
સ્નેહી શ્રી રમણભાઈ,
આપની કુશળતા ઈચ્છું છું.
સામાન્ય રીતે શિક્ષણ ક્ષેત્ર રાજકારણ થી અને રાજ કરનીઓથી પણ પર હોય તે આવશ્યક છે. પણ કામ નસીબે તેનું યથાર્થ પાલન કે અમલ થતો નથી અને કેટલીક વખત વહીવટી સત્તાના કોઈક ઉપયોગ ની બાબતમાં વિપરીત પરિસ્થિતિ સર્જ્ય છે અને કોઈક વાર શાંત જળમાં બિન જરૂરી વમળ પેદા થાય છે જે વહીવટ અને જે તે ક્ષેત્રને પણ ડહોળી નાખે છે.
ગુજરાત યુનીવર્સીટી ના કાર્યકારી કુલપતિ ડૉ મુકુલ શાહ પાસે કુલપતિનો હવાલો હતો અને સહેજ દાહોલાયેલા વાતાવરણને તેમણે શ્સ્ન્ત કરવાનો પ્રયત્ન પણ કરેલો. ધીમે ધીમે વાતાવરણ સુધરતુંપણ જતું હતું. આં ઉપરાંત અમે એમ પણ નક્કી કરેલું કે ધીમે ધીમે પ્રયત્ન કરીને શિક્ષણ ક્ષેત્રમાંથી અકારણ રાજ કારણ ને દુર કરવા પણ પ્રયત્ન કરવા અને તે માટે અમે પ્રયત્ન શીલ પણ હતા અને તે માટે એક આચાર સંહિતા અને માર્ગદર્શિકા પણ અમે નક્કી કરેલી હતી જેના મુખ્ય મુદ્દામાં વિદ્યાર્થીઓને ભેગા કરીને ટોળામાં લાવીને શિસ્ત ની વિરુદ્ધ કામ કરતા રોકાય તે માટે તેમના પ્રશ્નો માટે કુલપતિ જાતે પ્રયત્ન શીલ રહે તેવું વાતાવરણ ઉભું કરવાનું હતું. તેમના કોઈ પણ પ્રશ્નો ઉકેલ અવશ્ય આવશે જ પણ શરત એટલીજ કે વિધ્ય્ર્થીઓ એ તેમની રજૂઆત વ્યવ્સ્થીય રીતે, શિસ્તની મર્યાદામાં રહીને તેમના એકાદ બે પ્રતિનિધિ મારફતે રજુ કરાવી અને ટોળામાં આવીને માત્ર કુલપતિની ચેમ્બર માં ધસી જવું નહિ કે બુમાબુમ પણ કરાવી નહિ. .અમે વિદ્યાર્થીઓને સમજાવવામાં કદાચ સફળ પણ થાત પણ અમારી યોજના અને આયોજન પર પડે તે પહેલા એક સરકારી વહીવટી નિર્ણય અનુસાર કુલપતિની નિમણુક થયી ગયી અને તેનાથી પણ વધારે કમનસીબી એ સાબિત થયી કે આં નિર્ણયથી અનેક પ્રશ્નો ઉભા થયા જેના પડછાયામાં અમારી યોજના ઢંકાઈ ગયી. અમારી યોજના મુજબ તો અમે ગુજરાત યુનીવર્સીટી ને આદર્શ ગુરુકુળ ની વિદ્યાપીઠ સમાન બનાવવાની હતી પણ એકએક રાતોરાત કહીએ તો પણ ચાલે તેવા એક વહીવટી હુકમે અમારી યોજના ઉપર પાણી ફેરવી દીધું. .કાર્યકારી કુલપતિ આપના જ પક્ષના જ એક કાબેલનેતા પણ છે અને તેમની પાસે વહીવટનું જ્ઞાન પણ છે, વહીવટી અનુભવ પણ છે ક્ષમતા પણ છે અને વ્યક્તિ તરીકે શિસ્ત અને મર્યાદા ને પણ તે પાળી જાણે છે અને જો હું એમ કહું કે તેમણે પક્ષની શિસ્તનું પણ પાલન પૂરેપૂરું કરેલું છે તો તેમાં કીજ ખોટું નથી શક્ય છે કે પક્ષ તેમણે સમજી ના શક્યો હોય. અથવા કૈક સમાજ ફેર પણ હોય. પણ જે હોય તે અમારી માન્યતા અટલ છે કે તેઓ તેમના હવાલા વાલા પદનું ગૌરવ જાળવી શક્ય હોત. અત્યારની કાગારોળ માંથી બચવા માટે કદાચ હજુ પણ સરકાર પાસે વિકલ્પ છે જો તે વિકલ્પ વાપરવા માટે તૈયાર હોય તો ?
આપ સ્વસ્થતા પૂર્વક વિચારશો તો જણાશે કે મારી રજુઆતમાં કોઈના પ્રત્યે પૂર્વગ્રહ નથી, કોઈની આલોચના પણ નથી કે વિપરીત ટીકા પણ નથી કે કોઈના પ્રત્યે ખુલ્લો પક્ષપાત પણ નથી પરંતુ જે છે તે માત્ર આપના ગુજરાતની સૌથી મોટી એવી એક ગુજરાત યુનીવર્સીટી ને એક આદર્શ ગુરુકુળ ની વિદ્યાપીઠ સમાન બનાવવાનો એક માત્ર સ્વપ્ન સમો વિચાર છે જેને સરકાર અને આપ કેટલું વજૂદ આપો છો તેની રહ જોઉં છું .
આપનો વિશ્વાશું
ગુણવંત પરીખ
No comments:
Post a Comment