Runanubandh

  :     :  ઋણાનું બંધ  :  :  ૨  : : ઋણાનું બંધ  :  :  ૨  : ઋણાનુબંધ   ૨  ઋણાનું બંધ  :  :   ગુણવંત પરીખ   ૧૭-૯-12
   કેટલીક વ્યક્તિઓ  એવી  હોય  છે  કે  જે  બીજાને  દુ;ખી  જોઇને  આનંદ  અનુભવે  છે, કેટ;લ;એક  બીજાના દુ;ખ ને  જોઇને આનંદ  અનુભવે  છે ,કેટલાક બીજાને  ઠંડે  કલેજે  દુ:ખી  કરીને  આનંદ  અનુભવે  છે .સામાન્ય રીતે  જયારે   પૈસો  અને  પાવર   અં બે નો  અતિરેક  થઇ  જય  છે  અને  તે  જયારે  વ્યક્તિ  જીરવી  શક તી  નથી  ત્યારે  આવું ઘણી વાર બને  છે. તે માટે  વ્યવહારિક  જગત   તો  છકી  ગયેલા  તે  પ્રકારના  માણસો  અને  વ્યક્તિઓને  જ  દોષિત  માને   છે.  પણ સાવ  તેવું  નથી હોતું. પારકાના  દુ:ખે  સુખી  થનાર  માણસો નો  એક  વર્ગ  એવો  પણ  છે  કે  જે   અન્ય  કેટલીક  વ્યક્તિઓ  પ્રત્યે   દાનવીર  કર્ણ  જેવો  પણ  વ્યવહાર  કરે છે  માત્ર  કેટલીક  અન ગમતી  વ્યક્તિઓને જ  તેના  પૈસા  અને  સત્તાના  જોરે  હેરાન પરેશાન  કરી  મુકે છે  જે  માટે  તેની પાસે કોઈ  વ્યાજબી  કારણ  હોતું  જ   નથી છે  તો  માત્ર  કિન્નાખોરી, ઈર્ષા અને  એક  પ્રકારની  અદેખાઈ  અને  કદાચ  બદલો લેવાની  તીવ્ર  ભાવના. .  આં  પ્રકારના  ઈર્ષાનો  ભોગ  બનનાર  વ્યક્તિઓ  માટે   એક  જ  સાંત્વન લેવા  જેવી  બાબત  છે  કે  તે  જો કર્મના  બંધન ને  માને  અને  સ્વીકારે  તો  તેને  ઋણાનુબંધ  ની  સમગ્ર  વાત  ગળે  ઉતારી  જશે.  આં  પ્રકારની  વ્યક્તિ  તમારી ઉપર  કોઈ વેર  વળવા  કે  બદલો  લેવા  જ  આમ  કરે  છે  તે તો  સ્પષ્ટ  છે  અને  જયારે  તમને   ખબર છે  કે  તમે  તેનું  કશું જ  ખરાબ  નથી  કર્યું  ત્યારે  માની  લેવું  પડે  કે  આજે  નહિ ને  ગઈ કાલે,   કે  પછી  પૂર્વ  જન્મમાં  પણ   કૈક  તેનું  લહેનું તે વસુલ  કરે  છે.  આં  બાબતની  ન તો  તેને  ખબર  છે  કે  ન તો  ભોગ  બનનાર ને  ખબર  છે. એક હેરાન  કરે  છે  અને  એક  હેરાન  થાય  છે  બસ  આટલમાં  જ જ  કથા  સમાપ્ત  થાય. તમે  એમ  માનો  છો  કે  ભૂતકાળમાં  તમે  તે  સત્તા  અને  સંપત્તિ ધરાવનારને   ખુબ  મદદ  કરી  છે  પણ જો  તે  વ્યક્તિ  તે  સ્વીકારવા  તૈયાર  જ  ના  હોય  તો  તમારો  કોઈ  ઈલાજ  જ નથી. તમારે   જયારે  પૈસો  અને  પાવર  બોલતા  હોય  ત્યારે  ચુપ  જ  રહેવું  પડે અને  તેમાં  જ  શાન પણ  છે. આં જ્ઞાન  માનવું  અને  સ્વીકારવું  સહેલું નથી  પણ  તે  સિવાય  બીજો  કોઈ ઉપાય  પણ  નથી.  કોઈક  સ્મશાન  વૈરાગ ઉત્પન્ન કરતા  બનાવો  પલ બે પલ   માટે  આવા  રુનાનુંબંધનો  એહસાસ  કરાવે  તો છે  પણ  મરકત  મન  તે  પછી  બધું  ભૂલી  જય  છે  અને  પોતાની કિન્નાખોરીને  જ  વિજય  અપાવે  છે.  તેની  પાસે   પ્રમાણ માં  સ,મ્પત્તી વધી  ગયેલી  છે તેનાથી  તેનું  જ્ઞાન  હોય  કે  ના  હોય  તેનો  વિરોધ  જાણીતા  કોઈ  માણસ  કરશે  નહિ  અને  તે  ખોટો  હોવા  છતાં પણ  તેની  સંપત્તિના  ઉપકાર  નીચે  દાબીને  પણ  કોઈ  તેનો  વિરોધ  કરશે  નહિ. 
         જયારે   વાગતું  વાગતું અને  ગાજતું ગાજતું  પોતાના  માથે  જ  આવું  કોઈ  કર્મ બંધન નું  ચક્ર  આવે   અથવા  આવશે  ત્યારેજ  તેને  તેનો  એર્હ્સાસ  થશે ..ત્યાં  સુધી  તમારી  જીંદગી  પૂરી  પણ  થયી  ગયી હોય,  તમારા  ભાગે  આવેલું  દુ:ખ  તે  તમારા  જ  કોઈ  પૂર્વ  જન્મનું  ફળ  પણ  હોય તેમ  માનીને  સંતોષ  માનો.   હું  જાણું  છું  કે  આં  બધી  મન મનાવવાની  વાતો  છે. ગળે  ઉતારાવાઈ  જય તેવી  નથી  પણ શું  થાય >? લાચારીથી  તે  સહન  કરે જ  છૂટકો.   દુ:ખની માત્ર  તો  ત્યારે  વધી  જય  જયારે  તમે  જેમને તમારા  ગણીને  જેના  માટે  ઘણું  ન્યોછાવર  કરેલું  હોય  અને  તેમના  મનમાં  તે  અંગે  કોઈ   સ્થાન જ  ના  હોય  એટલું  જ  નહિ  પણ તે  જયારે  તમને  રીબવવામાં  આનંદ  માનતા  હોય  ત્યારે  કોઈક  વખત  તો  તમને  આત્મ હત્યા  કરવાનું  મન  પણ  થઇ  જાય .   અ રે રે રે   જેને  તમે  સદાને  માટે  તમારા  માન્ય  ગણ્યા  તે જ  તમારા  વિરોધ માં  આજે  તમને  દુ:ખી કરવા માટે  તાલ પાપડ  થઇ રહ્યા  છે હેરાન પરેશાન કરે છે  તમારા  દુ:ખમાં  આનંદ  મને  છે  અને  આવો  પિશાચી  આનંદ  પ્રાપ્ત  કરવા  માટે  જ  તે  તમોને  હેરાન  કરે  છે.સ્વસ્થતા  અને  ધીરજ  રાખીને  રહેવાનું  કહેવું  તો  સહેલું  છે  પણ  સ્વીકારવું  સહેલું  નથી 
   કોઈકની  માનસિક  અસ્વસ્થતા  અને  માનસિક  દુર્બલાતાનો  કે  માનસિક બીમારીનો   વધુ  પડતો  દુરુપયોગ  કરવો સારો  નહિ  અને  તે પણ  જયારે  કોઈ   તબીબ જેને  રોગની  જાણ કરી  અને ઈલાજ બંનેની માહિતી  હોય  તેવા  તબીબ  જો  દરદી પ્રત્યે  અમાનુશું  વર્તન  ઠંડે  કાજ્લેજે  કરે  તો તેનો  ઉપાય  જ  નથી. તબીબ ને  તો કાનૂની  રક્ષણ  મળેલું  જ  હોય છે.ભોગ  બનનાર માટે  તો  તેનું  નસીબ જ માત્ર  તેની  સાથે  રહે  છે.  કેટલાક  એવા  પણ  પ્રસંગો  હોય  છે  કે  જયારે  પોતાનો  પડછાયો પણ સાથે  નથી રહેતો  તો પછી બીજા  કોઈની  તો આશા  જ  કેવીરીતે  રાખી  શકાય ?



 

        લેખનમાં  કેટલીક   બાબતો એવી   હોય  છે  કે  જે  તદ્દન  વાસ્તવિકતા  ધરાવતી  જ  હોય છે  પણ વાસ્તવિકતા  રજુ  નથી  કરી  શકાતી  અને  તેને  વાર્તાનું  સ્વરુપ  આપવામાં આવે  છે પણ  હોય  છે  નરી  વાસ્તવિક  હકીકત.  વાર્તા  તો  સારી લાગે, સંવેદનશીલતા  પણ  જળવાય જયારે  હકીકત સામે  આવે  ત્યારે  તે  ગરબડ  ઉભી  કરે  માટે જ  વાર્તા  સ્વરૂપે    આપણે ચાલીએ. 
એક  યુવાન,  ખાધે  પીધે  ખુબ  ખુબ  સુખી, સમૃદ્ધ, અનેક  પ્રકારની  સુવિધાઓ  ધરાવનાર  દંપતી, તેમનો  એકનો  એક  દીકરો અચાનક ગુમ  થયી  ગયો, કદાચ  અપહરણ   પણ  થઇ  ગયુઈ  હોય  તેવી શંકા  હતી.  પુત્રની  માતાનું હૈયા ફાટ  રુદન  ભલભલાને   પણ  રડાવી  શકે  તેવું હતું. એક  ૫ વર્ષનો બાળક,  લાડકોડમાં ઉછરેલો   બાળક  અચાનક  જ  ગુમ  થયી  જાય ,ક્યાં   માં-બાપ  તે  સહનકરી  શકે ? ચારે બાજુ  દોડ દોડી  અને ખોલા  ખોલ  ચાલી પણ  પત્તો  લાગતો  નહોતો. પત્નીએ  થાકીને  કહ્યું  કે  તમારા  પપ્પાને  કહો,તેમની  વગ   ઘણા  સાથે  છે  અને  કમિશ્નર  પણ  તેમણે  સારીરીતે  ઓળખે છે  અને જો પપ્પા  વાત  કરશે  તો  કમિશ્નર  તપાસ માં  ઢીલ  નહિ  કરે. વાત  સાચી  હતી,     સમૃદ્ધ  દંપતીના   પિતા વયે  તો  વૃદ્ધ  હતા  પણ   તેમના  સંપર્કો  મોટા  હતા  અને  તેમના  કાળમાં  તેમની  વગ  પણ  મજબુત  હતી  અને  તે  ધારે તે  કામ કરી  શકતા  હતા પણ  ઉંમરે  તેમણે  એવા  લાચાર  બનાવી દીધેલા   કે  ખુદ  તેમનો  જ  પુત્ર  અને  પુત્રવધુ  તેમણે  સાથે  રાખવા  રાજી  નહોતા  અને  બીજી  રીતે  કહીએ  તો  તે  વૃદ્ધ  તરછોડાયેલા  જેવા  હતા.  પણ  પત્યની વત્સલ  પતિ એ  પત્ની ની  વાત  માનીને  પપ્પાને  વાત  કરી  અને  તેના  પપ્પાએ  કમિશ્નરને  ફોન  પણ  કર્યો.  કમિશ્નર આં  કુટુંબની વાતો થી  રાજ રાજ  માહિતગાર હતા   અને  આંજે  તેમના  પુત્રની  વાત  સંભાળીને  તેમણે  પણ દયા  આવી  અને  તેમણે   યુવાન દંપતીને  પોતાની  પાસે  વિગતો  મેળવવા  માંત્યે  બોલાવ્યું. .  કમિશ્નર ની  પાસે  પુત્રવધુએ  હૈયા ફાટ  રુદન  કર્યું.  કમિશ્નરે  તેને  શાંત્વના   આપી. પુત્રવધુ  કહે  મારો  દીકરો  મારાથી  એક  પલ  પણ  જુદો પડ્યો  નથી, તે  ક્યાં  હશે,  શું  ખાતો  હશે  તેને કોઈ  પજાવતું  તો  નહિ હોય  નરે ?  સાહેબ  મારા દીકરાને  ગમે તેમ  કરીને શોધી  આપો.  હું  તેના  વગર  નહિ  જીવી શકું.  .૫ વર્ષમ,અ થી  ૫  દિવસ  તો  ઠીક  ૫ કલાક  પણ  તે  અમારાથી અળગો  નથી  રહ્યો અમારી  જીંદગી વેડફાઈ જશે.  કમિશ્નરે  આં  તક  ઝડપી  લીધી  અને  કહ્યું  કે  બેન  તમારો  પુત્ર  અવશ્ય  મળશે  પણ  મારી  એક વાત  આજે  શાંતિથી  સાંભળો. તમારો  દીકરો  ,તા,મેં  તેને  ૫ - ૫  વર્ષથી  અળગો  નથી  કર્યો તે  આજે  અચાનક ગુમ  થયી  ગયો છે  અને  તમને   આટલું દુ:ખ  લાગે  છે  તો  તમે  સહેજ વિચારો કે એક એવી  વૃધ્ધ્જા  અને  વૃધ્દ્જ્હ પણ   છે  કે જેમનો  દીકરો તેમણે  ૨૫-૨૫  વર્ષ સુધી  જીવની  જેમ    જલાવ્યો  અને તે પછી  ૨-૫ વર્ષમાં જ  તમે  તેને  છીનવી લીધો  અને  તેમના  દીકરાને  તમે  તેના માં-બાપ થી  અલગ  કરી  દીધો  સહેજ  વિચારો  તે  માં-બાપ  પર  કેવું વીતતું હશે? તમારો  દીકરો  તો  ૫ જ વર્ષનો  છે  જયારે  તેમનો  દીકરો  તો  ૨૫-૩૦  વર્ષનો   કમાતો,ધામાંતોહતો ,જેના  ઉપર  તેમની  કોઈક  આશા  પણ  હતી  તેવો  દીકરો   તમે  પડાવી  લીધો,  તેને  તમે  તેના  માં-બાપ થી  અળગો કરી દીધો  તે માં  બાપ  જ  આજે  તમારી  સાથે  ઉભા છે  અને તેમની  જ  વગ  તમને  કામ  લાગે  છે  જેમને  તમે  જયારે  તેમણે  જરૂર  છે  ત્યારે  તરછોડી દીધા  એ  દુભાયેલા  જીવો ની  તમે  કલ્પના  કરી  શકો  છો ? પુત્રવધુ  તો  ખુબ  ચાલક  હતી,  તેને  ગલીઓ  તેના  પતિના  માથે  નાખી  દીધો , પરંતુ  મારે આનાથી  આગળ   કઈ  કહેવું   નથી. વાર્તા  વાસ્તવિકતામાં  પલટતા  વાર  લાગે  તેમ  નથી.  આવી  વાસ્તવિકતાઓ  નો ઢગલો મોટો  છે  આં  સમાજમાં   વાસ્તવિકતાને  વાસ્તવિક  તરીકે  રજુ  કરવામાં જોખમ છે  પણ  પંચતંત્ર ની  જેમ વાર્તાના  સ્વરૂપ માં  કહેવાથી  કદાચ  ઉપદેશાત્મક પણ  બની શકે.  જન્મથી  શરુ  કરીને   માત્ર  બે  -ત્રણ  માસ  જ  સાથે  રહીને  વિરહ નું  દુ:ખ આપનાર  એક  વનર  બાળ ની વાર્તા   એ  અદ્ભુત  છે પણ  તે  વાર્તા નથી  સત્ય  હકીકત  છે. અને  એક  તજજ્ઞ  તબીબ  જયારે  અભિપ્રાય  આપે છે  કે  વાનર  બાળ માં  કોઈ  રોગ  નથી, નહોતો   અને  તેનું  મૃત્યુ તે  માત્ર કુદરતી ઘટના  છે  અને  જો  કઈ પણ કારણ  હોયુ  તે   માત્ર તમારો  ઋણાનુબંધ  પૂરો થયો. .વ્યાજ માં  તે  તમારી  લાગણી અનમે   સંવેદના  લયી ગયું, તમને  વિરહની  વેદના  આપી ગયું. આજે  પણ  જીગરના  મનમાં  અને  તેના  ચહેરા  ઉપર  વિરહની  વેદના  દેખાઈ  આવે છે. અચાનક  બનેલી  તે  ઘટના   જીગર  સ્વીકારવા  માટે  જાણે  તૈયાર  જ  નહોતો. તેના  ચહેરા  ઉપર  તે  વખતે   દર્દ  સ્પષ્ટ  દેખાતું  હતું  . જો કે  એક  વાત  ખાસ  નોધનીય  રહી  કે  અમે  જયારે   તે  મૃત  બાળ ને  ગાડીમાં  યી  જતા  હતા  ત્યારે  તેનામાં  ઉત્તેજના  અવશ્ય  હતી  પણ લગભગ  સ્વસ્થતા  થી ગાડી  ચલાવી  હતી  અને   એકાદ  ગરબડ  સિવાય  તે  ઝડપભેર   દવાખાને  લયી  ગયો  હતો અને  તેથી  પણ  વધુ  સ્વસ્થતા  જયારે તે ને     મૃત  જાહેર  કરવામાં  આવ્યું  ત્યારે  તેની  સાથે  હાજર  રહેલ  તેના   સિવાયની  ત્રણેય  વ્યક્તિઓની  આંખ ભીની દેખાતી હતી  પણ  જીગરે  સ્વસ્થતા  સાથે   ગાડી  ચલાવી હતી  .તેના  ચહેરા  ઉપર  દુ:ખ  વરતાયી  આવતું  હતું તેનો  આવેગ  અને સંવેદના  પણ  સ્પષ્ટ  જણાતા  હતા.  એક  દિવસ  વ્યવસાયથી  દુર  રહીને  શોક  પણ  જતાયો  હતો. જે તેની  લાગણી  અને  લગાવ  દર્શાવવા  માટે  પુરતા છે. છેવટે   તો  કુદરત  મહાન છે. ભગવાન  કરે  તે   હંમેશા  સારા  માટે  જ  હોય. 
      જો  એક  વાનર  બાળ    સાથેનો  માત્ર  જન્મથી   બે  ત્રણ  માસ નો લગાવ  પણ  આટલું  દુ:ખ  ઉભું  કરી  શકે  છે  તો  એક  જીવિત  માનવ   બાળને   જન્મથી  જ  ૫-૭  વર્ષ  સુધી   પોતાની  સાથે જ  રાખ્યા  પછી,  અને  તે  પણ  તે રીતે  કે  તે  બાળક  સુતા, બેસતા, ઉઠતા, ખાતા,પિતા રમતા, રડતા,  અને  તેની  દરેક  પ્રક્રિયા માં  પણ  જેની સાથે  રહેલું  હોય  અને  તે  બાળકને  અચાનક  જ  કોઈ  તેની  માલિકી પાનાનો  હક્ક  જમાવીને  તેનાથી  દુર  કરી  નાખે  ત્યારે  તે  બાળકને  જેને  પોતાના  જીવ  કરતા  પણ  વધુ  કાળજી  રાખીને,પૂરી  સંવેદના  અને  લગાવ  સાથે  જાળવ્યું  હોય, સવારે  ઉઠે  ત્યારથી  શરુ  કરીને   સુવા માટેની લોરી  પણ  જેના  ખોળામાં  સંભળાવી  હોય , તે   લાચાર  માણસ  એમ  તો  કહી  શકે  તેમ  નથી  કે  તેને  કૈક  ગરબડ  કરી  છે?  તો  તેવા  સંજોગોમાં   તે  લાચાર  માણસની  હાલત  કેવી હોય ? વાર્તાઓ તો તેને  ઘણી  બધી  સંભળાવી  હશે  તે  બાળક ને , પણ  કોયલ નું  બાળક  બોલતા  શીખે  અને  પછી   કોયલ  તેને  ઉડાડીને  પોતાના  માળામાં  લયી  જાય અને  બિચારું કાગડાનું આં  કુટુંબ  લાચાર   બનીને  જોઈ  રહે ,  તેનાથી  વિશેષ   તે  કરી  પણ  શું  શકે ? બાળક  ઉપર  પહેલો  હક્ક તેના  માં-બાપ નો  જ  બને  છે. માત્ર  આં  ઋણાનુબંધ  અને  વાનર બાલના   રુનાનુંબંધમાં  એક  જ  ફેર  છે: પહેલો  ઋણાનુબંધ  કુદરતે   ન્નાક્કી  કરી  રાખેલો   ચિત્રગુપ્તના  ચોપડા  ઉપર  આધારિત  હતો  અને   બીજો ?    
   છેવટે  તો  તે પણ  ઋણાનુબંધ  જ છે. 
અજબ  હૈ  માલિક  તેરા   જહાં , ચિરાગ  કહા  રોશની  કહા  >>>>>>>>>>>>>

ગુણવંત પરીખ  ૧૯-૯-૧૨   મારી માતાની  મૃત્યુ  તિથી  નિમિત્તે  સાદર  :

This is  a story  of  one person  with  relative  different  extremities at the end. 

No comments:

Post a Comment