ગુણવંત પરીખ ૨૨-૯-૧૨
તો પછી આને શું કહેવાય ?
એક નાનું સરખું વાનર બાળ, જન્મ થી જ માતાએ તરછોડ્યું , યોગાનુયોગ કોઈના હાથમાં આવી ગયું, અને તેને જીવતદાન મળી ગયું, જીવનદાતાને પણ પ્રાણ મળ્યો,પ્રેમ મળ્યો, હુંફ મળી, આશક્તિ વધતી ગયી ,લગાવ વધતો ગયો, એકબીજા વગર ચાલેજ નહિ તેવો લગાવ, અપૂર્વ બંધન જેવું લાગણીનું અને પ્રેમનું બંધન , અને અચાનક જ એક બપોરે વાનર બાળ ઢાળી પડ્યું-સદાને માટે-એનો જીવ જતો રહ્યો. જીવનદાતા હતપ્રભ થયી ગયા, નિષ્ણાત તજજ્ઞ ચિકિત્સક પાસે ગયા, તેમણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, કોઈ રોગ ના મળે , કોઈ કારણ ના મળ્યું,
આપનો ઋણાનુબંધ પૂરો થયો .......ઋણાનુબંધ કહેવો જ પડે ...........
તો આને શું કહીશું ?
એક નાનું બાળક, જન્મથી જ જેના હાથ માં રહીને ઊછર્યું, ઉઠતા ,બેસતા , ખાતા ,પિતા , હરતા-ફરતા , રાત્રે સુતી વખતે પણ જેના ખોળામાં માથું નાખીને લોરી સંભાળતા સંભાળતા જ સુઈ જાય , વાર્તાઓ સાંભળે ,ગીતો સાંભળે , શ્લોકો પણ સાંભળે અને શીખે અને બોલે પણ ખરું , ધીમે ધીમે મોટું થતું ગયું , એક બાજુ લગાવ વધતો ગયો પણ બીજી બાજુ હક્ક અને અધિકાર જાગૃત થયા , કોયલ નું બાળ , કાગડાના માળામાં રહીને જ મોટું થતું હતું ,પણ એક દિવસ અચાનક કોયલ બાળ ને વાચા ફૂટી અને કોયલ તેને ઉપાડી ગયી , હક્ક તો કોયલ નો જ હતો તેમાં તો બે મત નથી , તેકોયલ નું જ બાળ હતું, લગાવ ની સામે અધિકાર જીતી ગયો ,જીતે જ , ઉછેર્નારનો હક્ક નથી , તેના ફાળે માત્ર વેદનાઓ જ રહી ,
અજબ હૈ માલિક તેરા જહાં , ચિરાગ કહા રોશની કહા , ...........
તો પછી આને શું કહીશું ? ઋણાનું બંધ ? રાગા નું રાગ ? અધિકાર વાદ ?
પહલે જો મિલતે થે કભી ઐસે , જૈસે કભી જુદા ના હો , આજ મિલતે હૈ ઐસે જૈસે કભી કોઈ પહેચાન ભી ના હો ......
બોલો આને શું કહીશું ?
એક લાડકવાયો બાળક, અનેક વિશેષાધિકાર સાથે જન્મેલો, અનેક વિશેષાધિકાર ભોગવેલા પણ ખરા, બાપે તેને ખોળામાં બેસાડી ને સ્ટીયરીંગ પકડતા શીખવાડ્યું, ગાડી ચલાવતા પણ શીખવાડી, ગાડી ચલાવવામાં નિપુણ પણ થયો, ગાડી પણ મળી , નાની ઉંમરે ગાડી મળી , લડી મળી , વાડી મળી , વજીફા મળ્યા, ધીમે ધીમે સધ્ધરતા વધતી ગયી, આવક આકાશને આંબતી ગયી અને બાળક મહાન સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતો યુવક બની ગયો અને એક દિવસ બાપે લાડકવાયા દીકરાને કહ્યું મને જરી દવાખાને જવા ગાડી આપ , દીકરાએ જવાબ આપ્યો તમને ગાંડો ચલાવતા નહિ ફાવે , એક વાર કોઈના બેસણા માં જવાનું હતું માત્ર ૨૦૦ -૩૦૦ મીટર જ દુર પણ, ગાડીમાં પંચર છે, એક કલાક પછી ગાડી લયીને જ બહાર જયી શકાય છે , માનો કે પંચર કરાવવા જ ગયા પણ ..........માત્ર એ જ કારણ લાગે છે કે ગાડી ચલાવતા નહિ ફાવે કે પંચર છે ?
જિસે સમઝતે થે સદાકે લિયે અપને , ઐસે અણમોલ રિશ્તે ભી કભી કભી તૂટ જાતે હૈ પલ ભરમે , .........
બોલો , બોલો , આને શું કહીશું ? ઋણાનુબંધ ? સમજદારીનો અભાવ ? મિથ્યા આકર્ષણ ? મૂર્ખાઈ ?
માણસ કરતા વાનર બાળ શ્રેષ્ઠતાનો પદક મેર્ળવી જાય , માનવ બળ અને માનવ સૌ પાછળ રહી ગયા ........
No comments:
Post a Comment