: : અતીત ની યાદો : : : : સમાધાન એક શ્રેષ્ટ ઉકેલ : : ગુણવંત પરીખ ૨૫-૯-૧૨


 :   :   અતીત ની    યાદો   :   :
    :        :       સમાધાન  એક  શ્રેષ્ટ  ઉકેલ     :   :   ગુણવંત પરીખ  ૨૫-૯-૧૨ 

૧૯૭૦=૭૧   ના  વર્ષની  એક  ઘટના  મને યાદ  આવે  છે. ૬૦ માં બી.ઈ. કર્યા  પછી  પુરા  દશ  વર્ષ  બાદ  જરૂરિયાત ને  અનુલક્ષીને  ,શોખ ખાતર  અને  લો  કોલેજ ના એક  આચાર્ય   કાન્તિલાલ  શાહના  આગ્રહને  સ્વીકારીને  મેં  મોતીલાલ નેહરુ  લો  કોલેજમાં  સાંજની  કોલેજ  શરુ  કરેલી.કાંતિભાઈએ  પોતાની   કોલેજ માટે  મને  ના  પડી હતી  કારણ કે  તેમની  કોલેજ માટે  હાજરી  ફરજીયાત  હતી  જે  મારા  માટે  મુશ્કેલ  હતું  જયારે મોતીલાલમાં  પંડ્યા સ્દાહેબે  મને  પુરતી  છૂટ  સાથે આમંત્રણ  આપેલું.એક  સરકારી  એન્જીનીયર  તેમની  કોલેજમાં  ભણવા  આવે  તે તેમણે  ખુબ  ગમેલું. શરૂઆતમાં  તો  મને  કોલેજ  ભરવાનું  મન ઓછું  રહેતું  પણ  પછી   મને  આદત  પડી  ગયી  કે  ઓફીસ  છૂટ્યા બાદ  હું  કોલેજ  ભરું  અને રાત્રે જનતામાં  જ  ઘેર  જતો  હતો. મારા  આશ્ચર્ય  સાથે  હું  કોલેજ નું જનરલ  ઈલેક્શન  પણ  લાદેલો  અને  તેથી  પણ  વિશેષ  આશ્રય  તે   વાત નું  છે  કે હું  ચુનાવ   જીતી  પણ  ગયેલો, અને  કેબિનેટમાં  મેગેઝીન  ના મંત્રી  તરીકે  પણ  પસંદ  થયેલો.  મારા  આચાર્ય  મારાથી  ખુબ ખુશ  હતા  અને  અમારું  તે  વર્ષનું  મેગેઝીન  શ્રેષ્ટ બને  તે  માટે તે મને  ખાસ આગ્રહ  પણ  કરતા  હતા.  તે  ગાળામાં  રાજ્યમાં  કાનૂની  સહાય  સમિતિની રચના  થયેલી  અને  તેના  અધ્યક્ષ  તરીકે  વાડી  અદાલતના   જજ  ધીરુભાઈ  દેસાઈ  હતા  અને  એક વાર  તેમની  મુલાકાતે  અમારી  કોલેજમાં  પણ   એક  આવું  મંડળ  રચવા  તેમણે  જણાવેલું. તે  અનુસાર  પંડ્યા સાહેબે  મને  પ્રોત્સાહિત  કર્યો  અને   ૭  સભ્યોનું એક મંડળ  રચીને  એક પ્રમુખ  અને  બે  ઉપ-પ્રમુખ  રાખવાની  ભલા,મન  કરેલી  અને તેની  પસંદગી  ચુનાવ થી  કરવાની  હતી. ૭ સભ્યો  પૈકી ૬ સભ્યો  પ્રથમ  વર્ષના  પસ્દંડ  થયા અને  એક  સભ્ય  બીજા  વર્ષનો  નક્કી થયો. તે સમયે  માધવ સિંહ  સોલંકી  અમારા   બંધારણ ના  અધ્યાપક  હતા  અને  તેમણે અધિકૃત  ચેરમેન  તરીકે  કામ  કરવા   આચાર્ય એ જણાવેલું. તેમણે  મને  જણાવેલું  કે  તમે   પ્રમુખ અને  બે ઉપ પ્રમુખ  નક્કી  કરો પણ   સર્વ સંમતિ  ના  સાધી  શકી  અને  ચુનાવ જ  નક્કી  કરે  કે  કોણ  પસંદગી  પામે છે. અમારા  ૭  પૈકી  ૬  તો  અમારા  જ વર્ગના હતા એટલે  દરેક  હોદ્દા  તો  અમારા  જ ફાળે  આવવાના  હતા  પણ  અમરી  વચ્ચે  એકતા  નહોતી.  ૬  પૈકી  ૩-૩- ના બે જૂથ  બની  ગયા . અમારી  સામેના  જુથે  બીજા  વર્ષના  સભ્યને  પોતાની  સાથે  લીધો  એટલે  તેની પાસે  ૪ નું બળ અને  અમારી  પાસે  ૩  જ  રહેતા  હતા. તે,મના  ત્રણ  પૈકી   એક  પ્રમુખ  બને અને બીજા  બે  ઉપ પ્રમુખ  બને  તે રીતે  પાકા પાયે  ગોઠવણી  થયું  ગયી. અમે  લઘુમતીમાં  હતા  એટલે  અમારા   જુથમાં  નિરાશા  વ્યાપી ગયી.  સમું  જૂથ  અમારા  એક  પણ  સભ્યને  લેવા રાજી  નહોતું.  આમ  અમરે  ત્રણેય  હોદ્દા  ગુમાવવાના  જ  હતા.  આથી  મેં  અમારા  બે બીજા  સભ્યોને  જણાવ્યું કે  તમે  એક  કામ કરો,બીજા  વર્ષના  સભ્યને  મારી  પાસે  લાવો, આપણે  તેને  પ્રમુખ  બનાવીશું  અને  તમે  બન્નેઉપ પ્રમુખ  બની જજો. ગોઠવણી  એકદમ  પાકી  થયી  ગયી. , નોમીનેશન  ના  અડધા  કલાક  પહેલા  જ  ચિત્ર  પલ ટાઇ ગયું.  હવે સમય  એવો  આવ્યો  કે  અમારી  સામેના  જૂથ ને એક પણ  હોદ્દો  મળતો  નહોતો. .આથી  તે  ત્રણેય  આવી ને   કોઈક  સમાધાન  કરવાની  દરખાસ્ત મૂકી. અમને  ઓછામાં  ઓછા  એક  હોદ્દો  તો  આપો જ .  આપણે  પહેલા  વર્ષ વાળા  ૬ હોવા  છતાં   બીજા  વર્ષ નો  સભ્ય પ્રમુખ  થયી  જય  તે  તો  આપની  આબરૂ જય. છેવટે  એમ  નક્કી  થયું  કે  આપણે  ૬ એક  થયી  જયીએ, તેમના  જૂથ માંથી  એક  ઉપ પ્રમુખ  બને , એક  ઉપ પ્રમુખ  અમારા  જૂથમાંથી  બને   અને  પ્રમુખ  અમારા   જૂથ માંથી  થાય . સમાજ  અને  સમાધાનથી  અમે  રસ્તો  શોધી  કાઢ્યો. અમારા  આં  સગવડિયા   સમાધાન થી  જો  કોઈ  વધારે  ખુશ  થયું  હોય  તો  તે  માધવસિંહ  સોલંકી   અને  અમારા   આચાર્ય પંડ્યા સાહેબ. મેં નક્કી  કરેલું  કે  મારે  એક પણ હોદ્દો  નથી  લેવો, ભલે  બીજા  વર્ષનો  જ  સભ્ય  પ્રમુખ  બને અને ઉપ પ્રમુખ  અમારા  જ  જૂથના  બંને  રહેશે. ના  માંગે દોડતું  આવે  , તેમ  છેવટે  હું  પ્રમુખ  થયો, એક  ઉપ પ્રમુખ અમારા  જૂથ માંથી  અને  એક ઉપ પ્રમુખ  સામેના  જૂથમાંથી  અને  આમ   અમારો  આં  ચુનાવ   
નિર્વિ ઘ્ને   હસી  ખુશી થી પતિ  ગયો. પરંતુ  આમાં  મુખ્ય  ભૂમિકા  સમાધાન ની છે. સમજદારી  પૂર્વકનું  સમાધાન  કડવાશ વગર   સારું  પરિણામ આપી શકેલું. ,કોઈ  ગરબડ  નહિ, કોઈને  અસંતોષ  નહિ, સમગ્ર  કોલેજ માં  અમારું  જ  મંડળ  સર્વ શ્રેષ્ટ  સાબિત  થયેલું. 
       કદાચ  આજે  ગુજરાત નું   રાજ કારણ  પણ આવા   જરૂરી,બિનજરૂરી  જોડાણો  અને  વિખવાદો થી  ઘેરાઈ  ગયું  છે. શાસક  પક્ષના   એક  મોભી  પક્ષમાંથી  છુટા પાડીને  નવો  પક્ષ રચીને  બેઠા છે, જે   સ્વાભાવિક  રીતે જ  શાસક  પક્ષના  જ  મત  તોડવાનું  કામ  કરશે,  પરસ્પર  અવિશ્વાસ  અને  એકબીજા ઉપર  આક્ષેપો ના  મારા ચાલે  છે,  તેનાથી  સાચા  વિરોધ  પક્ષને  બળ મળી રહ્યું  છે.  શક્ય  છે  કે  સછો  વિરોધ  પક્ષ   શાસક  પક્ષના   આં  વિખવાદ નો  મોટામાં મોટો  લાભ  મેળવી  જય. વિરોધ  પક્ષમાં  એકતા છે  જ  તેવું  માનવાની  જરૂર  નથી  પણ  સામાની ગરબડ  તેમના  માટે  નવું  બળ  અવશ્ય   પૂરું  પડશે.આજે  તો ચિત્ર  એવું  છે  કે  કોઈ  પણ  પક્ષ  પાસે  સાચી  દિશા નથી  કે  કોઈને  પણ  પોતાના  ઉપર  ભરોસો પણ  નથી. પરિવર્તન  પક્ષ  નવો  છે   અને  તે  સરકાર  રચી  શકે  તેવા તો  કોઈ  એધાણ  નથી, શાસક  પક્ષ  ડગમગી  ગયો  છે  અને  વિરોધ  પક્ષ  પોતાના  પલ્લે  એવું  કોઈ  બલ્નાહી  હોવા  છતાં  પણ  સામા  પક્ષના  વિખવાદના  જોરે   કદાચ  મેદાન  પર સારો  દેખર  કરી  પણ  શકે.  પણ  એવું  પણ  બને  કે  આં  બધા  અંદરે અંદર ના   કલહના   પરિપાકરૂપે  અને  પરિણામે  કોઈને  પણ  સ્પષ્ટ  બહુમતી  ના  મળે  અને  તેવા સંજોગોમાં   ગુજરાત  અસ્થિરતાની   ગર્તામાં  ધકેલાયી  જય  અને  અથવા  વિરોધ  પક્ષ  કેર  જેનું  મોટામાં  મોટું  બળ  તે  કેન્દ્ર સરકાર  છે તેના  સહારે   ગુજરાતમાં   રાષ્ટ્રપતિ  શાસન  પણ  લાવી  શકે.છેલ્લા  દશ  વર્ષના   શાસન નો કદાચ  આવો  અંત  ગુજરાત ને  પસંદ  ના  જ   પડે.  પ્રજા  સ્થિર  શાસન  ઈચ્છે  છે. છેલ્લા  દશ  વર્ષમાં  જે  બન્યું  છે  તેના  ઉપર  માત્ર  આક્ષેપો  અને  પ્રતિ આક્ષેપો  જ  કરવાથી  ગુજરાતનું  ભલું  થવાનું  નથી. પરિવર્તન  લાવવાની  ઇચ્છાવાળા   બે  પક્ષો  એક  નથી ., બંનેને  રાજગાદી  જોઈએ  છે, ગાડી  એક  અને મુરતિયા   ઓછામાં  ઓછા  ત્રણ, કદાચ  તેનાથી  પણ  વધારે  ફૂટી  નીકળે  તો  નવી  નહિ, આમાં  ગુજરાતનું  હિત  કોના  હૈયે  છે ? દરેક  સંભવિત  પક્ષ અને  કદાચ  ઉમેદવાર  પણ  રાજગાદીનો  સ્વાદ  માણી  ચુક્યા છે અને   સ્વાદ  ભૂલાય  તેમ  પણ  નથી ,એક  વખત  ગાડી માં  બેઠા  પછી  પગે  ચાલવાનું  કોને  ગમે ? ઇન્દ્રાસન નો  મોહ  પણ  તેવો  જ  છે. ઇન્દ્ર  તો  કદાચ  નકામો  નહિ હોય પણ  ઇન્દ્રાસન નો   કરંટ જ જોખમી  છે. મને  લાગે  છે  કે  પરિવર્તન   પક્ષે  પક્ષને   છેહ  દેવાની  જરૂર  નહોતી, પક્ષમાં  જ  રહીને  સારો  રસ્તો  તે  શોધી  શક્ય હોત  અને  તો  ચિત્ર  કદાચ જુદું  હોત.  
આજનો  લહાવો  લીજીયે  રે  કાલ  કોને  દીઠી  છે  ?
દરેકને  આજની  અસ્થિરતાનો  લાભ  લેવો  છે, લાભ લેવા માટે  અસ્થિરતા  સર્જી  રહ્યા  હોય  તેવું  પણ  બને.  અને તેનાથી  નુકશાન  તો  ગુજરાત ને  જ  થવાનું  છે.  રાજગાદી  મેળવવાની  આકાંક્ષા  વાળા  દરેક  રાજગાદી  ભોગવી  જ  ચુક્યા  છે  અને તેમના  રાજ્યમાં  અને  તે  વખતે  આવાજ   પ્રકારની  સ્થિતિ  નહોતી  તેવું  તે  ક્પોઈ કહી  શકે  તેમ  નથી.  પ્રજાની  લાચારી  છે  કે તે કીજ  કરી   શકાતી  નથી,  મેં  એક  વિકલ્પ    સુચવાયો  જ  છે  કે   પ્રાદેશિક  હોય  કે  રાષ્ટ્ર્યા  કક્ષા  હોય  ચુનાવ  વખતે  તો  માત્ર  બે  જ  પક્ષ હોવા જોપીયે , એક  શાસક  અને  બીજો  વિરોધ  પક્ષ.  અપક્ષો  અને  ફૂટી નીકળેલા  પક્ષોને  ચુનાવ  કમિશને   સ્પસ્ધ્ત  કહી  દેવું  પડે  કે  ગમેતે  એક    બાજુ  રહીને  ચુનાવ  લડી લો,  યા તો  શાસક ને  ટેકો  આપો  અથવા  વિરોધ  પક્ષને  ટેકો  આપો,  વિરોધ  પક્ષ  જીતશે  તો  શાસક  પક્ષ  જ  તે  બની  જશે  અને  શાસક  પક્ષ   આપોઆપ  વિરોધ પક્ષ  બની જશે.  આં  કામ  માત્ર  ચુનાવ  કમીશન જ  કરી  શકે  અને  તે  માટે  ચુનાવ  કમિશનને  રજૂઆત  પણ  કરાયેલી  જ  છે. 
ગુણવંત પરીખ  ૨૫-૯-૧૨.
Click here to ReplyReply to all, or Forwa

No comments:

Post a Comment