THURSDAY, 11 OCTOBER 2012
: : રાખના રમકડા : : અતીતની યાદો : : ગુણવંત પરીખ 12-9-12
: : રાખના રમકડા : :
અતીતની યાદો : : ગુણવંત પરીખ 12-9-12
જેમ જેમ ચૂં ટ ની ન્નાજીક આવતી જાય છે તેમ તેમ વાત વરણ માં ગરમાવો વધતો જાય છે। આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની હાર માળાઓ એ મીડિયા વાળાઓને માટે અવનવા વાનગીના થાળ ધરી દીધાછે। શું ખાવું અને શું ના ખાવું તેમ શું છાપવું અને શું ના છાપવું, શું દેખાડવું અને શું ના દેખાડવું અને શેનો સસ્પેન્સ રાખવા માટે ગોઠવણી કરાવી તે માટે હવે તંત્રી,મંત્રી , સમાચાર પત્રો, ચેનલો , આલોચકો, રિપોર્ટરો, અરે સ્ટીંગ ઓપરેશન વાળા પણ સતર્ક થઇ ગયા છે। કોણ જાણે કયા કોથળામાંથી કયું બીલાડુ નીકળશે .પ્રજા ના માટે આ એક મફતમાં મળતો તમાશો છે। રોજ સવાર પડે અને કૈક નેકૈક ગતકડું આવ્યું જ છે। પણ આવા ગતકડાથી પેટ ઓછું ભરવાનું છે ? આં તો ગતકડા કરનારા અને ગતકડા દેખાડનારા અને ગતકડા બહાર પડનારા ની એક લીલા માત્ર છે।
આં મારું , આ તારું , કહીને એક બીજાને ભાંડે રે .....
રાખના રમકડા ........
એકે બે ત્રણ થપ્પડો મારી તો બીજાએ થાપ્પદોનો વરસાદ વરસાવ્યો, કોઈક દિશા બદલવાનું કહે છે તો કોઈક દશા બદલવાનું કહે છે, કોઈ વળી આમૂલ પરિવર્તન ની અપ્રેક્ષા રાખે છે। પરિવર્તન લાવવાની અપેક્ષા રાખનારા તો પાછો એક આખો પરિવર્તન પક્ષ જ ઉભો કરે છે। પરિવર્તન પક્ષ શાનું પરિવર્તન માંગે છે તે પ્રજા તો કદાચ સારીરીતે સમજી ગયી છે। સમાજનું પરિવર્તન નહિ, મોઘવારીનું પરિવર્તન પણ નહિ, પરિવર્તન માત્ર ખુરસીની અદલા બદલી નું જોઈએ, રાજગાદીનો વરસ બદલાવો જોઈએ તે જ માત્ર એક પરિવર્તન કહેવાય .દરેકને માત્ર મુખ્ય મંત્રીની ખુરશી જ જોઈએ છે અને તેના માટે આ બધા ઉધામા કરે છે પણ કોઈની પાસે કોઈ નક્કર દીર્ઘ દ્રષ્ટિ છે ખરી ? તેઓ પોતાના કોઈ કામ કે પોતાની સિદ્ધિ થી પરિવર્તન નથી માંગતા પણ સમા વાળા ઉપર આક્ષેપો કરીને સામને બદનામ કરીને સામને દુર કરો તેવી અપેક્ષા રાખે છે। અને તે માટે તમામ દાવ પેચ અમલમાં મુકાય છે .સૌથી મોટો દાવ અને પેચ તે માત્ર બીજાને નીચો પડવાનો છે। કેટલીક વખત તો એવા હાસ્યાસ્પદ અને બાલીશ દવા કરે છે કે પ્રજા પાસે કોઈ અક્કલ જ નથી। દવા કરવામાં અને પડકારો ફેકવામાં જ તેમનું શુરાતન છે। મુખ્ય મંત્રી બનવાની અપેક્ષા રાખનાર કોઈ ઉમેદવાર એમ કહે કે મારા મત વિસ્તારમાં આવીને મારી સામે ચુનાવ લડો , માનો કે હરીફ ઉમેદવાર ના ગણકારે, કે ગભરાઈ જાય તો પછી સાહસિક ઉમેદવારે પોતે હરીફ ઉમેદવાર ઉભા હોય તે વિસ્તાર માં જઈને ચુનાવ લડવો જોઈએ ? તમે તો બળવાન છો, સધ્ધર છો, ખમતીધર છો, કહેવાય છે કે અપની ગલી મેં ------------ ભી શેર , પણ જો સાચો શેર હોય તો તે દરેક ગલીમાં શેર જ રહેવાનો છે ને ? આવા ઠાલા ફૂફાડા અને પડકારો ફેકવાની શું જરૂર છે ?
ઉડીને આંખે વળગે તેવો એક તફાવત પણ યાદ રાખવા જેવો છે। આ વખતની ચુનાવ પ્રક્રિયાનો એક તફાવત :-
સામાન્ય રીતે દરેક પક્ષ પોતાના પક્ષના નેતાને અગાઉથી જ મુખ્ય મંત્રી તરીકે અથવા પ્રધાન મંત્રી તરીકે ઉપસાવે છે . ગુજરાતના ચુનાવ ને સંબંધ છે ત્યાં સુધી હાલ શાસક પક્ષ તરીકે ભાજપ છેઅને તેમના નેતા તરીકે એક અને માત્ર એક જ નામ પ્રોજેક્ટ થયેલું છે : નરેન્દ્ર મોદી . ભાજપ માં બીજા નેતાઓ ઘણા છે પણ પણ નરેન્દ્ર મોદીના હરીફ નેતા કહી શકાય તેવા એકાદ બે હતા જે પક્ષ છોડીને જતા રહ્યા છે . કેશુભાઈ કે કાશીરામ જેવા ભાજપી નેતા કદાચ નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે ઉપસવા માંગતા હતા પણ તે શક્ય ના બન્યું અને તે પક્ષમાંથી નીકળી ગયા હવે આજની તારીખમાં નેતાઓ તો છે, મુખ્યમંત્રી બનવાની આકાંક્ષા ધરાવનાર નેતા માં વજુભાઈ, સુરેન્દ્રભાઈ, રૂપાળા, વી। વી। જેવા નામ ના મોમાં કદાચ લડ્ડુ ફૂટે પણ ખરા , પણ કોઈનું નામ ખરેખર પ્રોજેક્ટ થયું નથી। પ્રોજેક્ટ થયેલ નામ માત્ર એક જ છે અને તે નરેન્દ્ર મોદીનું, પ્રચાર તંત્ર માં પણ મોખરાનું નામ છે નરેન્દ્ર મોદીનું જ। સમગ્ર પ્રચાર તંત્ર એક માત્ર મોદીએ એકલા હાથેજ સાંભળ્યું હોય તેવો દેખાવ છે। એટલું જ નહિ એક બાજુ ગુજરાતની ખુરશી પણ જવા દેવી નથી અને બીજી બાજુ કેન્દ્રીય સ્તરે પણ પ્રધાનમંત્રી તરીકે નું નામ પણ નરેન્દ્ર મોદીનું જ બોલે છે। . જો અને તો નું ગણિત માંડીએ તો , કાદાચ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જાય અને જો કેશુભાઈ એ પક્ષ ના છોડ્યો હોત તો શક્ય છે કે કેશુભાઈની ઉંમર જોઇને નરેન્દ્રભાઈ તેમને એકાદ રાજ્યના રાજ્યપાલ બનાવી પણ દેત। .પણ હવે તો કેશુભાઈ માટે રાજ્યપાલ નું પદ તો એક સ્વપ્ન બની ગયું મુખ્ય મંત્રી તરીકેની તકો કેટલી તે તો તે જ નક્કી કરે, કારણકે મુખ્ય મંત્રી તરીકે બેસવા માટે તો મુરતિઅઓ ઘણા છે, નરેન્દ્ર મોદી તો છે જ - શાસક પક્ષના હયાત નેતા - જો પક્ષ હારી જાય તો પહેલો હક્ક વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ને ફાળે જાય , અર્જુનભાઈ તે હક્ક માટે દાવો કરી જ શકે, નરહરીભાઈ કહી શકે કે તેઓ નાયબ મુખ્યમંત્રી બની ચુકેલા છે અને અગ્રતા ક્રમ મુજબ તેમનો હક્ક પહોચે , શાન્કેર્સીહજી બાપુ કહી શક્લે કે તેમના જેવો સિહ બીજો કોઈ નથી , ચુનાવ સંચાલન મારું કરેલું છે મારો હક્ક, હું સીનીયર પણ છું , વજન પણ ધરાવું છું, ક્ષત્રિયો મારા કહેવાય, આદિવાસી જૂથ કહી શકે કે અમારા તુશાર્ભૈને જ બેસાડો ને? માધવ સિહ એમ કહી શકે કે ભરતસિહ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલ છે, ક્ષત્રિયો મારા છે, અમારું જુથ્બળ મોટું છે, ઉર્મિલાબેન પણ કહી શકે કે મારો સિદ્ધાર્થ પણ પ્રદેશ પ્રમુખ તો બની જ ચુક્યો હતો, પાટીદાર સમાજ અમારી સાથે છે, નામ તો હજુ પણ ઉમેરી શકાય પણ એક પણ નામ એવું નથી દેખાતું જે પ્રજા માટે ફના થયું હોય અથવા પ્રજા માટે ફના થવા તૈયાર હોય।, દરેકને માત્ર ખુરશી જોઈએ છે અને દરેકે દરેક પક્ષ ને વ્યક્તિઓએ માત્રન કોની ઉપર ગોળ લગાવવાનું કામ જ કરેલું છે। અમે ઘર આપીશું, અમે પ્લોટ આપીશું, અમે લેપ ટોપ આપીશું, અમે વીજળી આપીશું, અમે નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં પહોચાદીશું , આ લોકોના વચનો ની તો ગણતરી થાય તેમ જ નથી - લાલ લાખ તો કહે સવા લાખ - કોના બાપની દિવાળી ? ભાજપ જીતે તો તેમના માટે નેતાનો પ્રશ્ન નથી નરેન્દ્ર મોદી નક્કી જ છે બીજી બાજુ જો કોંગ્રેસ જીતે તો નેતાગીરીના પ્રશ્ને નક્કી ના કહી શકાય - યાદવાસ્થળી જેવો ભારે શબ્દ વાપરવો સારો નહિ લાગે પણ ગડબડ તો થશે જ। સીધી રીતે પ્રશ્ન ઉકલી જાય તો સારી વાત કહેવાય। પરિવર્તન સરળ બને। શક્યતા તો ખુબ ઓછી કદાચ નથી જ , પણ જો પરિવર્તન પક્ષ જીતે તો ? તેથી પણ વિશેષ શંકા તો તે સેવી શકાય કે જો ભોગેજોગે સ્પષ્ટ બહુમતી કોઈને પણ ના મળે તો ? તો કોંગ્રેસ જ ફાવી જાય, ભાજપ પાસેથી સત્તા જાય , ભલે કોંગ્રેસને સત્તા સીધી ના મળે પણ યેન કેન પ્રકારેણ પણ રાષ્ટ્રપતિ શાસન આવી જાય જેનો મોટો લાભ કોંગ્રેસને ફાળે જ જાય। કેન્દ્રીય કક્ષાએ યુપીએ ના વિકલ્પ તરીકે ભાજપ આગળ દોડવાનો દેખાવ કરે છે પણ ત્યાં રાજ્ય સરકાર જેવી પક્ષની એકતા નથી। નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર તેમના જ પક્ષના માણસો છે। અડવાની હજુ અડીખમ છે, સુષ્માબેન વિરોધ પક્ષના નેતા તરીકેહક્ક ધરાવી શકે, નીતીશભાઈ પણ રેસ માં છે, તો બીજ્હા પક્ષો પણ દોડમાં તો છે જ , મુલાયમજી, જય્લાલીતાજી, માયાવતીજી, મમતા દીદીજી, તો કોંગ્રેસના નેતાઓ તો છે જેમના મોમાં પણ લાદ્દ્ફું ફૂટે છે પણ તેમના નામ લેવાની જરૂર નથી કારણકે કેન્દ્રમાં કોંગ્રેસની નેતાગીરી મજબુત છે અને એક જ નામ આગળ થાય છે સોનિયાબેન અને તે જોતા માત્ર રાહુલભાઈ જ આગળ આવે। કેન્દ્રમાં કોંગ્રેસ ની એકતા મહાન છે તો પ્રાદેશિક સ્તરે ગુજરાતમાં ભાજપ ની ભલે તૂટેલી જણાતી પણ નરેન્દ્ર મોદીની એકતા મહાન છે। તે એકલા હાથે પક્ષ, પ્રચાર અને પ્રોજેક્શન નું કામ કરે છે જેમ સોનિયાબેન કેન્દ્રમાં કરે છે।।
ઢોલ નગારા વાગી રહ્યા છે ,ડીસેમ્બર ની 20 મી ની રાહ જોઈએ। કોણ બને છે ગુજરાતનો નાથ અને કોના માથે મુકાય છે તાજ .............
ગુણવંત પરીખ 12-9-12
No comments:
Post a Comment