: : મતાધિકાર : :
:: : હક્ક અને ફરજ : : ગુણવંત પરીખ 12-9-12
લોકશાહી માટે ચુંટ ણીઓ અનિવાર્ય છે અને ચૂંટણી માટે મતદાન આવશ્યક છે અને મતદાન માટે માંદાધિકાર આવશ્યક છે .મત આપવો તે દરેક નાગરિક માટેનો એક અધિકાર છે અને સમા છેડે મત આપવો મતદાન કરવું તે તમામ નાગરિકની નૈતિક ફરજ પણ છે। જો કે આ ફરજને કાનૂની બંધન નથી। જો નાગરિક તેના મતાધિકારનો ઉપયોગ ના કરે તો તેના માટે કોઈ દંડનીય કાર્યવાહી નથી। આ માત્ર એક માર્ગ દર્શક ફરજ છે। ચૂંટણી પંચે કેટલીક આચાર સંહિતા ઓ નક્કી કરેલી છે પણ તેમાં મતાધિકારના ઉપયોગ અને દુરુપયોગ માટેની કોઈ સ્પષ્ટ અને નક્કર જોગવાઈઓ નથી। મતદાન એ નાગરિકનો એક રીતે જોઈએ તો સ્વવિવેક નો અધિકાર છે તે તેનો પોતાને યોગ્ય લાગે તેરીતે ઉપયોગ કરી શકે છે। આ વાત તો થઇ નાગરિક ના અધિકાર માટેની અને તેની ફરજ માટેની પણ સૌથી મોટી ફરજ તો ચૂંટણી પંચે નિભાવવાની છે।
સમગ્ર ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ મારફતે થાય છે। આ પંચ એક સ્વાયત્ત સંસ્થા છે તેના ઉપર કારોબારીનો કોઈ હક્ક પહોચતો નથી। વહીવટી તંત્ર તેના ઉપર કાબુ નથી ધરાવતો પણ ખરેખર તો ચૂંટણી પંચ વહીવટી તંત્ર ઉપર કાબુ ધરાવે છે અને વહીવટી તંત્ર એ ચૂંટણી પંચનો આદેશ પાળવાનો હોય છે। ચૂંટણી પંચના આદેશો માત્ર નીર્દેશાત્મક નથી આજ્ઞાકારી આદેશો છે અને તેનો અમલ ફરજીયાત પાને વહીવટી તંત્રે પાળવો જ પડે। ચૂંટણી પંચે પોતાને મળેલા આ અધિકારોનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ। લોકશાહીનો પહેલો સિધ્ધાંત છે લોકો દ્વારા ચાલતી સરકાર। બહુમતી ધરાવનારપ્પક્ષ રાજ્યની ધુરા હાથમાં લાયી શકે છે અને દેશ અને રાષ્ટ્રને સ્થિર વહીવટ આપવાની જવાબદારી વહીવટી તંત્રની છે। સ્થિર વહીવટ કેવીરીતે આપી શકાય ? જો શાસક પક્ષ પાસે પુરતી બહુમતી હોય તો જ તે સ્થિર અને યીગ્યા નિર્ણયો લાયી શકે। પણ જો બહુમતી જ ના હોય તો ? તેના માટેનો ઉપાય ચૂંટણી પંચ પાસે જ છે। ચૂંટણી પંચ આડેધડ પક્ષોની માન્યતા આપી શકે નહિ। વહીવટી તંત્ર ને યોગ્ય રીતે સ્થાપિત કરવું હોય તો માત્ર બે જ પક્ષો હોવા જોઈએ। એક શાસક પક્ષ અને બીજો વિરોધ પક્ષ . કેન્દ્ર સરકાર હ્પોય કે રાજ્ય સરકાર દરેક વિધાન ગૃહ માટે વહીવટીતંત્ર બનાવાવા માટે માત્ર બે જ પક્ષ ચૂંટણી લડી શકે : તેમના નેજા છે 1. શાસક પક્ષ અને 2 વિરોધ પક્ષ। અન્ય પક્ષોને સ્થાન નથી। ચૂંટણી લડતા પહેલા જ અને પ્રક્રિયા શરુ થાય તે પહેલા જ જરૂરી જોડાણો, તાળ જોડો તે બહાર રહીને કરી શકે છે। . ગૃહ માં આવ્યા પછી નહિ। પ્રાદેશિક કક્ષાએ પણ આ જ રીત રહેશે। હોઈ શકે કે પ્રાદેશિક કક્ષાએ શાસક પક્ષ પાસે કોઈ રાષ્ટ્રીય પક્ષ નથી તો તે પ્રાદેશિક પક્ષ પણ પોતાનો વહીવટ રાજ્ય કક્ષાએ કરી શકે છે। જેમકે દક્ષીણ ના રાજ્યો માં વહીવટ કોઈ મોટા રાષ્ટ્રીય પક્ષ પાસે નથી। તેમના રાજ્ય પુરતો તેમનો વહીવટ તે કરી શકે છે। પણ કેન્દ્રીય કક્ષા માટે તેમને તેમના પક્ષની નીતિ નક્કી કરી લેવી પડે કે તેઓ કેન્દ્રીય કક્ષાએ શાસક પક્ષને ટેકો આપવ માંગે છે કે વિરોધ પક્ષને? અને તે રીતે તેમનું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં નક્કી કરી શકે છે। બે જ પાક્સ હોવાને કારણે અસ્થિરતાનો પ્રશ્ન રહેશે નહિ। . પ્રજા માટે પણ માત્ર બે જ વિકલ્પ રહેશે ય તો શાસક પક્ષને પસંદ કરો અથવા વિરોધ પક્ષને પસંદ કરો , વિરોધ કરનારને મત આપો બીજા શબ્દોમાંકહીએ તો વિરોધ પક્ષને શાસક પક્ષ બને તેટલી બહુમતી અપાવો અને રાજ્યની ધુરા તેમને સોપો।
હવે મતદારોની વાત : અણ સમજ ગણો કે કમનસીબી પણ આપના મતદારો પુરતા પરિપકવ નથી। સારા ખોટા ની તેમને સમાજ તો છે પણ સાચા ખોટાની સમાજ માં તે થાપ ખાઈ જાય છે। મોટે ભાગે તો એવું બનમેં છે કે કેટલાક નિરક્ષર મતદાતાઓ અને ગરીબ અને લાચાર વર્ગ કે જેની પાસે ચૂંટણીની આંટીઘૂંટી નથી તે વર્ગ કોઈક પ્રકારના લોભ, લાલચ, ધક ,ધમકી અને ખોટા અને થાલા વચનોની ભારમલ થી ભરમાઈ જાય છે।અને અત્યારે તો મીડિયા એટલા જોરમાં છે કે ભાલ ભલો બુદ્ધિજીવી વર્ગ પણ પ્રચાર તંત્રમાં ભરમાઈ જાય છે। જે રીતે અત્યારે પ્રચાર ચાલે છે તે માત્ર પ્રચાર જ છે અને નહિ કે જે તે પક્ષની નીતિ કે સિદ્ધાંતો। ઘરનું ઘર આપવું, પ્લોટ આપવા , વીજળી આપવી, નહેરોના પાણી દુર સુધી પહોચાડવાની વાતો કરાવી ,પરિવર્તન ની મોટી મોટી વાતો કરાવી, મોટી મોટી સભાઓ ભરવી, સભાઓ ગજાવવી, આડેધડ વચનો આપવા, કોથળામાંથી એક પછી એક લોભામણા ઇનામો જાહેર કરવા .......આ બધું માત્ર પ્રચાર સાહિત્ય જ છે તે વાત સમજુ નાગરિક તો સમજી જાય છે। એક વર્ગ એવો પણ છે કે જે માંલે તે લઇ લેવું, મત ગમે તેને આપવો કોણ જોનાર છે ? પ્રચારકો પણ આ માનસિકતા સમજી તો ગયા છે પણ હવે પહેલા જેવી જોગવાઈ નથી। પહેલાતો તેવું બનતું હતું કે મતપત્ર ઉમેદવાર પેટીમાં નાખ્યા વગર પોતાની પાસે લાવી દે અને પછી વેચી દે અને પૈસા પેદા કરી લેતો હતો અને ખરીદનારને પણ શાંતિ હતી કે તેમને મત ખરીદી લીધા હવે તે શક્યતા તો રહી નથી માટે વિશ્વાશે જ વાહન ચલાવવું પડે . " બાકી તો રામ હી રાખે " જેવી વાત છે। પણ ગુજરાતી માં કહેવત છે કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા ટેકા . જેમ જેમ કૈક નવું આવતું જાય છે તેમ તેમ માણસના દિમાગમાં પણ કૈક નવી પ્રેરણા આવતી જ હોય છે।
પરંતુ આ તો બધી વાતો થયી પોથીના રીંગણ ની . વાસ્તવિકતા અને વ્યવહારિકતા શું કહે છે? જો પક્ષોનો મોટો ઝમેલો હોય તો સ્થિર સરકાર કેવીરીતે બને ? દરેક જીતેલો ઉમેદવાર તેમની કિંમત માંગે। બે નક્કી કરેલ પક્ષો સિવાયના જે નાના નાના અને ફૂટી નીકળેલા પક્ષો હોય તે તેમની કિંમત માગશે। તેમની પાસે કોઈ નીતિ,નિયમ કે સિધ્ધાંત તો ઠીક પણ પ્રજાની તો કોઈ જ ચિંતા નથી તે વ્કાત નક્કી છે। સરકાર બનાવવા માટે જે પક્ષ તેમને મોટી રકમ આપે, મોટી લાલચ આપે,મોટી લહાણી આપે મોટો કોઈક લાભદાયી હોદ્દો આપે તેમની તરફેણ માં તે ઢાળી જાય તેમની પાસે કોઈ રાખી જ શકાય નહિ। ધક ધમકીનું પણ વાતાવરણ ઉભું થયી શકે છે। એક માં તત્વોની પણ બોલ બાળ હતી અને કદાચ આજે તો તેથી પણ વધારે બોલબાલા અસામાજિક તત્વોની છે। તેમની પાસે ઢગલો ધન છે, સત્તાધીસો તેમના હાથમાં છે, તે ધારે તે નિર્ણય સત્તાધીસો પાસે લેવડાવી શકે છે। જો એમ કહેવામાં આવે કે તે તત્વો સત્તાધારી પક્ષને અને સત્તાધારીઓને પણ બ્લેક મેલ કરી શકે છે તો તેમાં સહેજ પણ અતિશયોક્તિ નથી બલકે તે સોળ આના સાચી વાત છે। આવું બાખડ જંતર ના થાય તે માટે જ ચૂંટણી પંચે જાગૃત બનીને કેટલાક પાયાના સુધારા દાખલ કરવા જોઈએ જ . કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ગૃહ માટે બે જ પક્ષો થી વધારેની મંજુરી આપવી જ ના જોઈએ। રાષ્ટ્ર ના હિત માટે તે જરૂરી છે। રાષ્ટ્ર અરાજકતાની ગર્તા માં ધકેલાઈ જાય તે પહેલા ચૂંટણી પંચે સુધારા દાખલ કરી જ દેવા પડે। અસામાજિક તત્વોની સામે કામ કરનારને પણ પુરતું રક્ષણ આપવાની ફરજ સૌની છે, વહીવટી તંત્ર હોય, ન્યાય તંત્ર હોય કે બીજું કોઈ પણ સક્ષમતા ધરાવતું તંત્ર હોય , તે દરેકની ફરજ છે કે તેમને આ પ્રમાણિક, નિષ્ઠા ધરાવતા વર્ગને જરૂરી ટેકો આપે। ...પછી ભલે તે મતદાર હોય કે મતદાન ની કામગીરી સંભાળતા અધિકારી કે કર્મચારી હોય કે પછી વહીવટ ની કોઈ પણ પાંખનો તે અધિકારી હોય કે કર્મચારી હોય તેને પુરતું રક્ષણ મળવું જ જોઈએ।
આ રક્ષણ કોણ પૂરું પડશે ? આરક્ષણ ને નામે સાચું રક્ષણ ઝુન્તાવાઈ ના જાય તેની કાળજી રાખવી જ પડે।
ગુણવંત પરીખ 12-9-12
No comments:
Post a Comment