: : આઘાત જનક પ્રત્યાઘાત : :
ચી . નીતા, ર। ર। શ્રી ચી। કેતનકુમાર ,
ચી . ચિંતન , ચી . ભોલુ ,
સરદાર પટેલ લોખંડી પુરુષ ગણાતા હતા , છતાં તેમના ઉપર આવેલા ખોટા આક્ષેપો તે સહન કરી શક્ય નહિ અને 75 વર્ષની ઉંમરે જયારે તે રાત દિવસ જોયા વગર કલમ કરવાની શક્તિ ધરાવતા હોવા છતાં માત્ર એક આઘાત અને તે પણ પોતાના જ અંગત અને સાથી તરફથી મળ્યા ત્યારે 75 માં એ અલવિદા આપવી પડી। જવાહરલાલ જેવા કુશળ મુત્સદ્દીને પણ પોતાના જ ગણેલા એવા સાથી પ્રધાન ની કામગીરી બાબત ના પરિણામે આઘાત લાગેલો અને તે પણ તે જ રીતે આઘાત માં જ ગયા। ખોટી ગેરસમજ અને એક મમત પોષવાના બહાના નીચે ગાંધીજી ને પણ પોતાનું બલિદાન આપી દેવું પડેલું તો પછી હું કોણ ? જેને બે બે એટેક આવી ચુકેલા છે અને તેના માથા ઉપર તેમના જ પોતાના કહી શકાય તેવા પ્રથમ હરોળ ના અંગત વ્યક્તિઓ એ આરોપો મુક્યા , આક્ષેપો કાર્ય, હડધૂત કાર્ય, અપ,માનો કાર્ય , અરે એટલી હદ સુધી કે પોતાના જ કહી શકાય તેના તરફથી હાથ ઉગામવા જેવો હુમલો પણ સહન કરવો પડ્યો હોય તે વ્યક્તિ શું અને કેટલું સહન કરી શકે ? અને આ બધું અસત્યના સહારા લયીને થતું હોય , એક નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિ માટે થતું હોય અને તેની સમાજ મને ના પડે તેવું તો બને જ નહિ .
આજે ફગુના લગ્ન ના ત્રીજા દિવસે બનેલા બનાવની વિગતો મારી ડાયરીમાં વાંચી . મને આજે તે પણ યાદ છે ,ફેકેલા પૈસા હું લેતો નથી , તેવો જ એક લાંબી રેસ નો ઘોડો અમોને પણ બે વર્ષ પહેલા પ્રાપ્ત થયેલ તેની વિગત હતી અને જેની આલોચનામાં મેં લખેલું છે કે એક વખત જો આ ઘોડો તબેલામાંથી નીકળી જશે તો તે પછી કદાપી પાછો નહિ આવે। આવા ઘોડાની પ્રાપ્તિનો અમોને ગર્વ હતો અને અનેક બાબત જાણવા છતાં પણ તે અમારો ઘોડો છે માની ને તેની લાતો પણ ઘણી વાર ખાધી છે , નાનું બાળક જેમ ટપાલી દાવ રમી જાય તે રીતે સહન પણ કર્યું અને તે પણ હસતા હસતા , આજે તેની લત મરણતોલ વાગી રહી છે અને તેનો કોઈ ઉપાય નથી જયારે તે તમારો જ પાળેલો પોષેલો ઘોડો છે અને તમે જ મોઢે ચઢાવેલ છે તો હવે કોને કહેશો ? કાકાના સેવા આગળ બોલાયેલા શબ્દો આજે યાદ કરવા પડે , તમારા જ જો આવા નીકળશે તો કોને કહેશો ? મારી જબાન પણ બંધ થયી ગયી છે। મને પૂરી ખાતરી છે કે પ્રજ્ઞા એ મને અનેર્ક વખત એમ ધીરજ આપેલી કે હું છું અને તમારે જગુબેન કે ફગુબેનની ચિંતા કરવાની રહેશે નહિ, તેના મામા શાંતિભાઈ એ પણ મને આશ્વાશન આપેલું અને તેમની મુશ્કેલી પણ જણાવેલી કે પિતા વગરની પુત્રીની જવાબદારી અમારી છે અને તેના પછીના ત્રણ ભાનેજોની પણ જવાબદારી અમરે લેવાની છે માટે જો વહેલું લગ્ન લેવાય તો સારું। તે જોતા ફગુ અને ચીકી બાકી હોવા છતાં પણ મેં આ જોખમ લીધું અને ત્યેની આજે હું અકલ્પિત કિંમત ચૂકવું છું અને તે ઉપરાંત જેના માટે મેં આ નિર્ણય લીધો તેના પ્રત્યાઘાત એટલા ખરાબ આવ્યા છે કે તે સહન કરવાની મારી શક્તિ નથી। પ્રજ્ઞા આટલી હદ સુધી મને પણ હડધૂત કરી શકેછે અને અપમાનિત પણ કરી શકે ચ્દ્ધે, ઠંડે કલેજે ઉપેક્ષા પણ કરી શકે છે તે મારી કલ્પનામાં પણ નહોતું। એક તબક્કે તો એમ પણ કહી દીધું કે મેં આવી કોઈ જવાબદારી લીધી જ નથી , એક બીજા તબક્કે એમ પણ કહી દીધું કે વીસ વર્ષમાં તમે અમને શું આપ્યું છે ? ,વીસ વીસ વર્ષથી હું દુખ જ સહન કરતી આવી છું . આ ઘરમાં મને શું મળ્યું ? આટલા બધા અને બીજા અનેક જે હવે યાદ આવે છે પણ તે ચીતરવાનો કોઈ અર્થ ખરો ? જયારે મારો પુત્ર જ મારી વિરુદ્ધ માં હોય , મારું અપમાન કરતો હોય ,તેની પત્નીની હાજરીમાં જ મારા ઉપર હાથ ઉગામતો હોય , માની સાથે અભદ્ર ભાષામાં વાત કરે , પોતાની જ સગી સહોદારી બેન માટે લોહીની નદી વહેવડાવવાની વાત કરે , મારી નાખું , કાપી નાખું ભલે પછી જેલમાં જાઉં , જેટલી કક્ષાએ જાય અને , તે જોઇને કોઈ પણ પત્નીની હિંમત ખુલી જ જયન કે જયારે તમારો છોકરો જ આવો છે તો મને શું કહેવાના છો ? શક્ય છે કે તેનો ભયંકર ડૂઊઈઆ થયો છે અને મારા પુત્રને તેની ખબર પણ ના હોય . લશ્કર ક્યાં લડે છે અને આ લશ્કર કોની સુચના અને કોની દોરવણીથી આગળ વધી રહેલ છે તેની માહિતી કોની પાસે છે અને કોની પાસે નથી તે વાત જવા દો . કામ સે કામ મને દોરી સંચાર ની થોડીક શંકા છે પણ સાબિતી વગરની વાત અહી મુકવી યોગ્ય નથી .એમાં મારતા પુત્રની જ છબી બગાડે જે હું ઈચ્છું નહિ। .એક પુત્ર ને તેની પ્રેમિકા એ તેની માનું કાળજું લાવવા કહ્યું અને પુત્ર તે લેવા પણ ગયો અને મે તે આપ્યું પણ ખરું , તે વાર્તા છે જે મેં ક્યાંક આપી છે પણ તેવો જ સમાંતર બનાવ અહી પણ બની ગયો , મારા પુત્રની માતા એ મને તો કહ્યું જ , મારા 15 તોલાના દાગીના વ્ર્ચીને તેને ગાડી લાવવા માટે પૈસા આપો, મને તો ખબર હતી જ કે આ એક ચલ છે અને પૈસા મળે તો હાથમાં અને ના પડે તો પણ આપણને તેની જરૂર નાથીમ જ તેની તેને પણ ખાતરી હતી અને તેની પત્નીને તો ખાસ ખબર હતી પણ અમારો લીટમસ ટેસ્ટ લેવાઈ જશે , મારી ના છતાં પણ તેની માતા એ અચાનક જ અતિ ઉત્સાહ કે લાગણી કે દબાવ માં આવી જઈને મારા પુત્ર ને કહ્યું મારા 15 તોલા દાગીના વેચી આવ અને એક પલ ની પણ રાહ જોયા વગર આ પુત્ર એ કહી દીધું કે સારું લાવી દે , અબ ઘડી બોલી છું તો લાવી દે ., જે પુત્ર એ તેની માં ને એક વાળ જેટલા સોના ની તો ઠીક કોઈ ચીજ આપી નથી ,અરે કોઈ દિવસ મંદિર પણ નથી લાયી ગયો , અરે તી પણ જવા ડો આ એ જ પુત્ર છે જેને તેની મને અને તેની પુત્રીને ગાડીમાંથી નીચે ઉતારી મુકેલા , તે પુત્ર તેની મન દાગીના વેચી ને ગાડી લાવવા માંગે છે . અને તે પણ ત્યારે કે જયારે તેની પત્ની પાસે અને તેની પાસે પણ પૈસાની સગવડ છે ત્યારે, મહીને દોઢ બે લાખની અવિરત આવક ધરાવનાર , અનેક દીપોઝીતો ધરાવનાર , અનેક રોકાણો ધરાવનાર જેની પુત્રને ખબર નથી કદાચ પણ તેની પત્ની તો આ બધું જાણે જ છે , ફંડ માં પણ ઢગલો પૈસા છે જે હજુ સહેજ પણ વપરાયા નથી , આવકના ધોરણે મોટી લોન પણ મળી શકે તેમ છે છતાં માત્ર લીતામાસ ટેસ્ટ માટે તેને તેના બાપ જેની આવક માત્ર 15 હાજર જ ગણાય તેની પાશેર 5 લાખ માગ્યા , મન દાગીના લેવા પણ તૈયારી બતાવી હાવી આગળ શું કહેવું ? અને ગાડી ની કિંમત કેટલી ? 10 લાખ , લકઝરીયસ ગાડી , જેમાં તેની માં ને કે બાપ ને તો જોવાનું જ , અને ક્લોઈક વાર બેસાડે તો તેનું ગણું જીવન ભાર ચાલે , અને સાચે સચ જે લોકો ગાડી તેની વાપરે છે તેની વિગતો માં તો પડવાની જરૂર જજ નથી જેની ઉપેક્ષા અને અવગણના થાય છે તે જુઓ તે જ પુરતું છરે। મારા પુત્ર એ મને હોસ્પીટલમાં પહોચાડીને જીવતદાન આપેલું છે તે હું યાદ રાખું છું , મને સંપૂરણ યાદ છે , તેનો ખુબ ખુબ આભાર , તેની કિંમત શું ચીઉકાવું ? તે જ પુત્ર ને મેં બે ત્રણ વખત એમ કહેલું છે કે તે જયારે પણ વિદ્યાનગર જાય ત્યારે મને સાથે લાયી જાય , બે વખત તે જતો હતો ત્યારે મેં યાદ દેવાદાવેલું પણ ગાડીમાં જગા નથી કહીને વાત તાલી હતી , પણ બીજા બે બનાવ એવા છે એક વખત તે એકલો જ જતો હતો , કોઈક બીજાને સામે ચાલીને બોલાવીને લાયી ગયેલો મને જણાવેલું જ નહિ , અને તરત જ બીજે દિવસે પણ આગલે દિવસે યાદ કરાવેલ હોવા છતાં પણ તે ધરાર મને વિદ્યાનગર નથી લાયી ગયો . ધણી નો કોઈ ધણી હોઈ શકે ?
20 વર્ષના આવા કેટ કેટલા બનાવો યાદ કરું ? પુત્રી બનીને આવેલી ,પુત્રવધુ તરીકે વિશેષાધિકાર ભોગવી ને , પત્ની તરીકે ના હક્ક અને અધિકારો ભોગવીને , માલકિન તરીકેના અધિકારો અને લાભો લયીને , અન્યના સાથે કરેલા વ્યવહારો અને તેની સાપેક્ષ ગણતરી મુકવાનો સમય હવે જતો રહ્યો છે જે 11-5-95 ની નોધ માં અગાઉથી જ જણાવેલું છે . કે લાંબી રેસ નો ઘોડો એક વખત તબેલામાંથી નીકળી જશે પછી પાછો નહિ આવે। અસત્યનો આસરો લેતી વખતે તેમને એ પણ યાદ નથી રહ્યું કે એક વખત દ્વારકાધીશજીના મંદિરના પ્રાંગણમાં તેમને ફોન ઉપર મને પોતાની માનીતી વસ્તુ અને વ્યક્તિના સોગંદ સાથે જણાવેલું કે તે કદી અંગત સ્વાર્થ માટે અસત્યનો આસરો લેશે નહિ અને જે સાચું હશે અને યોગ્ય હશે તેનું પાલન કરશે . આજે આટલો પૈસો હોવા છતાં અને પૈસાનો પ્રવાહ અવિરત હોવા છતાં પણ તેમને કેમ આવો અસત્યનો અસરો લેવો પડ્યો ? એક બાજુ એમ બધાને કહે છે કે , મારે ઘર કે મિલકત કશું નથી જોઈતું ,જાગું બેન ને આપી ડો અને બીજી બાજુ તેમાંથી , એક બંધિયાર સરોવર જેની પાસે કોઈ આવરો નથી કે કોઈ સાધન પણ નથી , જેની માનસિક સ્થિતિ અતિશય ખરાબ છે તેની ચિંતા કાર્ય વગર માનસિક બોજો વધારવા માટે જ જાણે કે આગળ વધી રહેલ છે , અને બીજી એક અધ વચ્ચે વાત ; માનસિક રીતે અસ્વસ્થ અને મનોબળ જેનું તૂટી ગયેલ છે તેવું જાણવા છતાં પણ એક માંનોરોગના તજજ્ઞ એવા આ મારા પુત્ર અને પુત્રવધુ MANOVAIOGNANIK દંપતી એ તે બાબત નો વિચાર કેવી ગણતરીથી કરેલ હશે તે ની શું ચર્ચા કરું ? પણ એક વાત કહું ; તબીબ ને એક વિશેષાધિકાર મળે છે કે જો તેનો દરદી સારવાર દરમ્યાન મરણ પામે તો તે માટે તે જવાબદાર નથી ભલે ને ખાનગીમાં તે દ તબીબે જ તેને ખોટી અને ખરાબ સારવાર આપેલી હોય અને તે ખોટી સારવાર કે જાની બુઝીને આપેલી ખીઓતી સારવારથી તેનું મરણ થયું હોય। આ સિધ્ધાંત દરેક પ્રકારના તબીબને લાગુ પડે છે। માનસિક રોગી હોય , માનસિક વિકૃતિ હોય કે અન્ય કોઈ પણ હોય સિધ્ધાંત એક જ છે કે જો તબીબ ઈચ્છે તો ઠંડા કલેજે હત્યા કરીન્ર પણ ગુના થી અલિપ્ત જ રહે છે।
તાકીદના સમાચાર મળ્યા છે કે રાજેશકુમાર , ,મંદા ને અચાનક હોસ્પીટલમાં રાત્રે 12 વાગે દાખલ કરેલા છે માટે તે સમાચાર ને અનુલક્ષીને આગળ ની વાત પછી ............
ક્રમશ :
પાપાજી 1-11-12 સવાર ના 9 વાગે
No comments:
Post a Comment