: : યશ કલગી

  :  :  યશ      કલગી   :  :
 
ચી। નીતા ,

अभिवादन  शीलस्य  , 
नित्य वृध्धोप सेवीता 
सत्त्वारी  तस्य वद्यानते 
आयु : विद्या   यश :  बलम  

 શાસ્ત્ર માં    કહેલું  આ  વિધાન  સંસ્કાર  પ્રેરક  ઉપદેશ  છે। 21 મી  સદી  તેનું  પ્રદાન  કેવીરીતે  કરે  છે  અને  તેનું  પાલન  કેવીરીતે  કરે   છે  તેનું  વિશ્લેષણ  જરૂરી  નથી। પણ  એક  આલોચના   જરૂરી  ખરી કે ,બાળક  સંતાન ને  આ  પ્રકારના  સંસ્કાર  આપવા  તે   દરેક  માતાની  ફરજ  છે , ભલે  સંસ્કાર  ના  આપી  શકે , શિખામણ  જરૂર  આપી  શકે, સુચના  પણ  આપી  શકે , આંખ  આડા  કાન  પણ  કરી  શકાય  પણ  જો  સૌથી  વિપરીત  બાબત  તો  તે  છે  કે તેનાથી  વિપરીત  પ્રતિભાવ ની  સામે  માતા  કે  પિતાનું  મૌન  અથવા  તેનાથી  પણ  આગળ  વધીને  તે  સૌ  પાત્રતા  ધરવત ને   અવગણવા  કે  અપમાનિત  કરવાની  સુચના  કલે  સ્ધીખામાન  આપવી  અથવા  તે  પ્રત્યે  આંખ  આડા  કાન  કરવા  તે ને  શું  કહેવાય  ?  કલીયુગ  નો  પ્રભાવ  કે  અર્વાચીનતા  નું  શિક્ષણ ? એવું  તે  શું બની  ગયું,  એવો  તે  કેવો  બદલો  લેવાની  ભાવના  કે  જેમાં  સંતાનના   સંસ્કાર ને  હથિયાર  બનાવવું પડે ? 
       એક  સનાતન  સત્ય  છે ; દીકરી  એટલે  વહાલનો  દરીઓ , મોરારી બાપુને  દીકરી પ્રત્યે  વધારે  લાગણી, તેના  સંતાનો  પ્રત્યે  પણ  વધરે  કુમાશ , અને  દરેક   બાપ ને  દીકરી  પ્રત્યે  કુણું વલણ  હોય  જ . તે  હંમેશા  એમ  ઈચ્છે  કે  મારી  પુત્રી  સુખી  થાય, ભણે   ગણે , સારી  કારકિર્દી  બનાવે, તેના  હાથ  હું  પીળા  કરું અને સાસરે  વિદાય  કરું।  જો  કે  જન્મ  લગ્ન અને  મૃત્યુ  તે  અગાઉથી  સ્વર્ગ માંથી  જ  નક્કી  થયીને  આવેલ  હોય  છે  તેમાં  માનવી  કશું  કરી  શકે   નહિ ફેરફાર ને  અવકાશ  નથી , પણ    માનસ  આશા  જરૂર  સેવે।  તેવી  જ  એક  પહેલા  ખોળાની દીકરી  માટે  તેના  પિતાએ  કેટલાક અરમાન  રાખ્યા  હશે  પણ કુદરતે  કૈક  જુદું   જ  વિચારેલ હશે, સમયની  બલિહારી , પિતા  પુત્રીની  કારકિર્દી  બનાવી  શકે  કે  તે  ઈચ્છા  પૂરી  કરી  શકે  અથવા  તેના  હાથ  પીળા  કરી  શકે  તે  પહેલા   કુદરતે  તેમને  પોતાની  પાસે  બોલાવી  લીધા .  અને  એક   નવો   મોડ આવ્યો।  એક  પિતા  તેની  પુત્રીની  કારકિર્દી   કે  પીળા  હાથ   જોઈ  નથી  શકતો  અને  બીજો  એરક પિતા  છે   જે  પોતાની  પુત્રીની  જ  કારકિર્દી  બનાવી નથી  શકતો કે  હાથ  પણ  પીળા  નથી  કરી  શકતો  ,તે  હયાત  હોવા છતાં  અને  તે જ  પિતાને  હાથે  અન્યની   કારકિર્દી  બની  હોવા  છતાં  અને  તેના  જ  પ્રભાવે  કોઈકના  હાથ  પણ પીળા  કરાવી  શકેલ  હોવા  છતાં  આ પિતાની  કમનસીબી  જુવો ? બંને  જી।આર।  ,અલગ  રાહ , અલગ  શરૂઆત , એક  પુત્રીને  મુકીને  વિદાય  લે  છે  તો બીજો  તેને  સૌથી  પ્રથમ  સ્થાન  આપીને  તે  પુત્રીને  પુત્રી  તરીકે  સ્વીકારે  છે,  તે  પુત્રીની  કર કીરડી  પણ  બનાવે  છે , તેને  મન  સ્થાન  અને  મોભો  આપે  છે , આને  તેનું  સ્થાન  મજબુત  બનાવવા  માટે તે  તે  જ  પુત્રીને  તેનાથી  પણ  ઊંચા મોભા  ઉપર  પોતાની  પુત્ર  વધુનું  સ્થાન  આપીને  તેને  અદકેરું  આસન  આપે  છે। એકનો  વહાલનો  દરીઓ  બીજાની  પુત્રી  સમોવડી   બનીને  આવી અને  તેમના  જ  ઘરમાં  પુત્ર વધુનું  માનવંતુ  સ્થાન  પણ  તેને  મળ્યું। બાપે  આંખ મીચીને  આયાતી  પુત્રીની  કારકિર્દી  બનાવવાનો  પ્રયત્ન  કર્યો ,પોતાના  પુત્ર  કરતા  પણ  આગળ  તેને રાખીને  તેનું  સ્થાન  મજબુત  બનાવ્યું। 
    પણ  પારકા કદી   પોતાના  થયી  શક્યા   છે ? આયાતી  પુત્રી ને  શરૂઆત થી  જ  ખબર  હતી  કે તેના  ભાવી  પતિને  તેના  પિતા  સાથે  સારા  સંબંધ  નથી , તેનો  ભાવી  પતિ  કેવો  છે  તેની  વિગતો  તેની  પાસે  હતી  પણ નવું જીવન  આપનાર  પિતા ને  એક  આશા  હતી  કે  નવી  પુત્રી  તેમના  ઘરને  અને  તેમના  પુત્રને  સારીરીતે  સાચવશે ,જળવાશે  પણ  બહુજ   થોડા  સમયમાં   તેના  પ્રતિભાવ  જાણીને   તેને  આચકો  જરૂર  લાગ્યો  પણ  હિંમત  હાર્યા  વગર  તે  જી।આરે।  આયાતી  પુત્રીની  કારકિર્દીને  ચાર  ચંદ  લગાવી  આપવામાં  કોઈ  કસર  ના  છોડી  અને   તેને  યોગ્ય  સ્થાન , મન, મોભો, સિદ્ધિ ,પ્રસિદ્ધિ , પ્રતુષ્ઠા  અને  સંપૂરણ  પાને  પગભર  બનાવી  દીધી ,  બીજી  બાજુ  જેમ  જેમ  દિવસો  પસાર  થતા  ગયા  તેમ  તેમ  તેની  પોતાની  પુત્રનું  ભાવી  ડામાડોળબનતું  ગયું , ના  તો  તેની  કારકિર્દી  બની ,  ના  હાથ  પીળા  થયા , માનસિક  હતાશાની  ગર્તામાં તે  ધકેલાતી ગયી  અને  આ નવી  પુત્રી  જે  મનોવિજ્ઞાની   અને એક   તજજ્ઞ  કહી  શકાય  તેવી  કાબેલ   માનો ચિકિત્સક  પણ  કહી શકાય તેવી  બીજી   આયાતી  પુત્રી  તેને  મદદ  કરી  શકી  હોત , પણ તેમ તો ના  બન્યું  પણ  તેનાથી  વિપરીત  બનતું  ગયું। . ધીમે  ધીમે , જે  પુત્રી  તરીકે  સ્વીકારયીને  આવેલી  તેને  પુત્રવધુ  તરીકેનું  સ્થાન ગ્રહણ  કરીને , પોતાનું  સ્થાન  મજબુત  બનાવી  લીધું  અને  પછી કહેવાતા  બાપ  કે  શ્વસુરને   ધીમે  ધીમે   હન્શીયામાં  ધકેલી  ને  તેને  એક  પત્નીનો  દરજ્જો  લયી  લીધો 
આ બધી  ધીમી  પણ  વિપરીત  દિશામાં  ચાલતી  પ્રક્રિયાનો  નવા  બાપને  ખ્યાલ  જ  ના  આવ્યો  અને  જયારે  આવ્યો  ત્યારે  તો  ઘણું  મોડું  થયી  ગયું  હતું। ફાગુના  લગ્નના  ત્રીજા  દિવસે  જ   અંકુર  તો  ફૂટી  નીકળેલ જેની  નોધ  11-5-95  ના  દિવસે  અછડતા  ઉલ્લેખ   તરીકે  કરેલી  આ  એક  લાંબી  રેસ નો  ઘોડો  છે  જે  જો    એક  વખત  તબેલામાં થી  નીકળી  જશે  તો  તે  કદી   પાછો  નહિ  આવે .  આ વાક્ય  ઘણું  કહી જાય છે . ,તે  પછી  ઘણું બધું  બની  ગયું ,  પણ  એક  કુશળ  મુત્સદ્દી  પત્ની  એટલું   સારીરીતે  સમજી  ગયેલી  કે  તેના  પતિને  તેના  પિતા   સાથે  મેળ  જ્યાં  જરૂર  હોય  ત્યાં  તેને  તેના  પતિના  ખભે  બંદુક  મુકીને ગોળીબાર  કરવા શરુ  કરી  દીધા  અને ધીમે  ધીમે  હતાશાઓ ,     બીમારી , વૃદ્ધત્વ, જવાબદારીઓ  અને  ખાસ  કરીને  એક  અપરણિત   કારકિર્દીવગરની  પુત્રી , તેની  મુશ્કેલીઓ , જવાબદારીઓ    આ બધું  એક્સમતું  આવી   પડેલું  તોફાન:  જે ને  નવા  બાપ ને  અધ મૂવો  કરી  દીધો . આજે મને  સ્પષ્ટ  દેખાય  છે  કે  પુત્રી  બનીને  આવેલી ,પુત્રવધૂનું  સ્થાન  પ્રાપ્ત  કરીને , પત્નીના  અધિકાર  પતિ  પાસેથી  મેળવીને  અને   કારકિર્દીના અધિકાર  કહેવાતા   બાપ  પાસેથી  મેળવીને , એક  સમૃદ્ધ  એક  હથ્થુ   શાસન  ની  મળી  બનેલ  છે .તમારો  છોકરો  જ  જો  તમારું કહ્યું  ના  માનતો હોય  તો  બીજા શું  કરે  ?  આ  હથિયાર ની  આડમાં  તેને   જે  સ્વતંત્રતા  કબજે  કરી  છે  અને  અણગમતા નો  છેદ  ઉડાડવાની  કામગીરી  આરંભી  છે  તે કબુલે દાદ  ખુબ પ્રશંશનીય  છે।  તે  ગમે  તેવી  છે, મારા  માટે  ગમે તેવા  વિરોધ  પક્ષનું  ભલે  કામ  કરતી  હોય  પણ  તેની  વ્યક્તિગત  ક્ષમતાનો   હું  સ્વીકાર  કરું  છું  અને  એમ  માનીને  આત્મા  સંતોષ  માનું  છું  કે  તે  જેવી  છે  તેવી  પણ  છે  તો  મારી  પુત્રવધુ  ને ?  કેવો  લાચારી   ભર્યો  આત્મા સંતોષ ? મર્યાદા ની  હદ  તો  ત્યારે  વાતાવયી  જ  ગયી  હતી  કે  જયારે   આડકતરી  રીતે  તેમને  તેમના  \  સંતાનોને  પણ  અમારી વિરુદ્ધ  ઉશ્કેરી  મુક્યા   હતા  અને  અમારાથી   દુર  કરી  દીધા  હતા। અત્યાર સુધી  બે  પુત્રીની  વાત  થયીં  પણ  ત્રીજી  પુત્રી , જે  જન્મથી જ  અમારા   હાથમાં રહીને  ઉછરી, મોટી  થયી , 5  થી  7  વર્ષ  સુધી  એનો  સતત  લગાવ  અમારી  સાથે  રહ્યો  અને  તેમની  ચાલના  એક ભાગ  સ્વરૂપે  તે  પુત્રીને  પણ  તેમને  અમારથી  અલગ  કરી  દીધી   આજે  તે  પુત્રી  અમરી  સામે  જોતા  પણ  અચકાય  છે  હવે  તો વંકાય  છે  અને  મોઢું  પણ તોડી  લે  છે  અને  તેના  આવા  અપમાન જનક  વર્તાવને  તેના  માં-બાપ  જોતા  હોવા  છતાં , સમજતા  હોવા  છતાં પણ  તેને  રોકાવાનું  તો  બાજુ  પર તેને  કદાચ પ્રોત્સાહિત   કરેછે . આ  નાના બાળક માં  પ્રેરિત   તિરસ્કાર   કેવીરીતે  દુર  કરવો?  મારી  અ  કથિત  પુત્રીને  તે  પહેલેથી જ   ખબર  હતી  કે  મારા  પુત્રને તેના  પિતા  સાથે  મેળ   નથી  અને  કદાચ   ત્યારથી જ  તેને  કબજો  જમાવવાનું  ગોઠવ્યું  હશે . :  તેને  મને  લગ્ન  પહેલા  મારી  બંને  પુત્રીઓની  જવાબદારી  લેવાનું  વચન આપ્યું  હતું  પણ  આજે  તે કહે  છેબ કે  મેં  આવું  કઈ જ  કહ્યું  જ  નથી  તમે  તમારી  રીતે  પુત્રીઓને  બાજુ પર  રાખીને  પુત્રના  લગ્ન  વહેલા   કર્યા . અરે  તેથી  પણ  આગળ  વધીને   જ્યારે  તેને  કહ્યું  કે  વીસ  વર્ષમાં  તમે  અમને શું  આપ્યું ?  મારો  પુત્ર   લગભગ  20  વર્ષ થી  નોકરી  કરે છે  આજે  તેનો  પગાર  દોઢ  બે  લાખ જેટલો  થવા  જાય  છે  જયારે  મારી  આવક માત્ર   પંદર  હાજર  ગણાય   તે  સંદર્ભે  વાત  નીકળતા   મેં  કહેલું  20  વર્ષ ની નોકરીમાં   મારા  પુત્ર  એ મને  આજ સુધી    વીસ  હાજર  પણ  આપ્યા છે  તે ના  જવાબમાં  પુત્ર  તો  નથી બોલ્યો પણ  પુત્રવધુ  બોલી  તમે  અમને  શું  આપ્યું  વીસ  વર્ષમાં  ? આનો  જવાબ  ચીતરવો  પડે  તેની  જરૂર   છે ?  એક  સ્ત્રોત્રમાંથી  અવિરત  વહેતો  અને  રહેતો  પ્રવાહ   સદાકાળ  તેમને મળતો  રહે  તેવી  જોગવયી  તેમના  ફાળે  થયેલી  છે  જયારે   બીજા  એક  ભાગ માટેએક  નાનું  સરોવર ,  જેની  પાસે  કોઈ  આવરો  નથી  અને  દિવસે  દિવસે  તે  સુકાતું  જાય  છે  તેવું  સરોવર  : અને  અવિરત  પ્રવાહ  લેનાર  આ સરોવર માંથી  પણ ઉલેચવાની  આશા  અને  ઈચ્છા  રાખે  છે . અમારો  પ્રવાહ  હવે  અમરો  અને   સરોવરમાં  અમારો  પણ હિસ્સો।, તાદાત્મ્ય   સાધી  ચૂકેલ  હોય  તેવા એક  ઓરડા  પ્રત્યે  કે  એક  20  વર્ષ  જુના  સ્કુટર પ્રત્યે  પણ કેવી  લાગણી  છે   અને  સમા  પક્ષે  હું 20  વર્ષથી   4  મંગલ   પાર્ક  પ્રત્યે  લગાવ  રાખું  તો   કહે  તેને  તોડી ફોડી ને  નવું  બનાવીએ , મહેલ  બનાવવા  માટે  મારે  મારી  ઝુપડી  ત્પોડી  નાખવા  આપી   દેવાની , 
 ફરીથી  ફોન રણક્યો   અને  રાજુની  તબિયતના  સમાચાર  આવ્યા  કે  તે  હજુ  પણ હોસ્પિટલ માં  છે    એટલે ત્યાં  તાત્કાલિક  જવું  પડશે  માટે  આ  પુરણ  અત્રે   અધ વચ્ચે  અટકાવી  દિયે , બાકીની  વાત   પછી 

No comments:

Post a Comment