: : અતીતની યાદો : : 8-11-12

   :  :  અતીતની   યાદો   :  :     8-11-12

અમેરિકાની  ચૂંટણીનું પરિણામ  આવી  ગયું।  સમગ્ર વિશ્વનું  ધ્યાન  તેના  ઉપર  હતું। બંને  પક્ષો  મજબુત  હતા।  બંનેની  પાસે  પુરતો  અને  બહોળો  અનુભવ  પણ   હતો .બંને  [પોતાને  પુરતા  સક્ષમ  અને  કાબેલ સમજતા  હતા  તેમના  પ્રચાર  તંત્રો  પણ  મજબુત  હતા . પરંતુ  કોઈએ  કોઈના  ઉપર  અઘટિત  આક્ષેપો  કાર્ય  નથી  અને  હલકી  કક્ષાના  કહી  શકાય  તેવા  ચારિત્ર્ય  ખંડન  જેવા  આક્ષેપો  તો  સ્વપ્ને  પણ કલ્પ્યા  નથી . હારેલા  ઉમેદવારે  પણ  પુરતી  ખેલદિલી બતાવીને  ઓબામાને  તેમનો  ટેકો જાહેર  કરતા   કહ્યું  કે  તે  દેશના  હિતમાં  અને  દેશના  સારા માટે  થતા  કામો માં   ઓબામાને  ટેકો  આપશે। કોઈ  પણ  જાગે  કોઈ  મન દુખ   જોવા નથી  મળ્યું। પ્રજાનો  ચુકાદો   સૌએ  માથે  ચઢાવી લીધો  છે।  એક  આદર્શ  કહી  શકાય  તેવી  ચૂંટણીની એક  પ્રક્રિયા  વિના  વિઘ્ને  પૂરી  થયી  ગયી।  
             ગુજરાતની  વિધાનસભાની  ચૂંટણીના  પડઘમ  પણ  જોર  જોર થી  વાગે  છે। આમ  તો  દર  5  વર્ષના  અન્મ્દાજી  ગાળામાં  આવી  ચૂંટણીઓ આવે  છે, પ્રચાર   થાય  છે, પક્ષ પલટા  પણ  થાય  છે  જીતવા  માટે  અનેક  તરકીબો  પણ  અજમાવાય છે, મતો  ખરીદાય, મતદારો ખરીદાય, વચનો ની  લહાણી  થાય, લાલચો  અપાય, ધક  ધમકીઓ  પણ  અપાય, આવું  બધું  તો ભારતની  ચૂંટણીઓમાં  ચાલ્યા  કરે  છે।  પરતું  આવખતની  ચૂંટણીની  એક  ખાસ  વિશેષતા  છે  કે   દરેક  પક્ષે  જીતવા  માટે   મરણીય  થયીને  મન ઘડત  આક્ષેપો  નો  મારો  ચલાવ્યો  છે। આક્ષેપો   તો  પહેલા  પણ  થતા   હતા  પણ  આ વખતે  તેમો  કક્ષા  નીચી  આવી ગયી છે। ચૂંટણી   જીતવા  માટે   ચારિત્ર્ય ખંડન ના  આક્ષેપો  કરવા  તે  કોઈની  ગરિમા  ને  શોભે  તેવા  નથી। અમેરિકા  હોય, ભારત  હોય કે  બ્રિટન હોય  ,પ્રજા  હંમેશા  ચારિત્ર્યવાન  નેતા  જ  ઈચ્છે  છે , પ્રજા  કેવી  છે  તે  અગત્યનું  નથી  પણ તેનો  નેતા  તો  ચારિત્ર્યવાન  જ હોવો  જોઈએ।  તેવી  સૌની  અપેક્ષા  હોય  છે  અને  તે  ખોટી પણ  નથી।  નેતાનું  ચરુત્ર્યા  અનુકરણીય  હોવું  જોઈએ। તેના  ઉપર ડાઘ  શોભે જ  નહિ। પરંતુ  માત્ર  ચૂંટણી જીતવા માટે જ  એક બીજા  ઉપર  કાદવ  ઉછાળવો  તે  શોભાસ્પદ નથી। એક નેતા   અન્ય એક નેતાની   સ્ત્રી મિત્ર  ઉપર  50  કરોડ ની  સ્ત્રી  મિત્ર  કહે  તે   ભલે  સાચું  હોય  પણ  તેની  ટીકા  કરવાનો  કે  જાહેરમાં  તેવા  ઉચ્ચારણો  કરવા   શોભે  નહિ। તેના વળતા  ઘ  તરીકે  સ્થાનિક   રાજકીય  નેતા એ  એક નેતાના  અંગત  જીવન  ઉપર  આક્ષેપાત્મક વલણ  દરશાવ્યું  તે અતિ  ગંભીર  બાબત  છે।  કોઈ  વ્યક્તિના  લગ્ન જીવન ઉપર  ટીકા કરાવી  અને  તેથી  પણ  આગળ  વધીને  કેટલાકના  કેટલાક  બીજા  પાસા   અને  પાના  ખોલવા  તે  બધી  કાર્યવાહીઓ   શરમજનક  છે। તેમના  આ પ્રકારના  આક્ષેપો થી  તેમને કેટલો  ફાયદો  થશે  તે  તો  વખત  કહેશે  પણ  પ્રજામાં  તો  તા  બધા  જ  કેવા  ચિતારયી  ગયા  છે  તે   જોવા  અને  જાહેર  કરવા  માટે  મીડિયાને  તો  મોટો મસાલો  મળી  ગયો  છે। મારી  મસાલા  સાથેના  સમાચાર  અને  અહેવાલોઆવતા  જ  રહે  છે। 1952  થી  આજ  સુધી   અનેક  ચૂંટણીઓ  આવી  અને  ગયી, વહીવટના   સુત્રો  ની  ફેર બદલીઓ પણ  થયી,  નેતાઓ  બદલાયા  પક્ષો  બદલાયા, જોડાણો  થયા, પક્ષ પલટા નું  રાજ કારણ  ખેલાયું, આયા  રામ  ગયારામ ની રાજ  રમતો  પણ  રમાઈ,સભ્યોની  ખરીદીઓ  પણ  થયી,  નહિ  જોયેલું,નહિ કલ્પેલું એવું  ઘણું  જોવા  અને  જાણવા  મળ્યું , પણ  આ વખતે  જે  જોવા  અને  જાણવા  મળે  છે  તે   અભૂતપૂર્વ છે। 
       ગુજરાત ના  છેલ્લા  10-12 વર્ષનો  ઈતિહાસ  નિશંક પણે  ચડતી નો  ગ્રાફ  બતાવે  છે। વિકાસ  નથી  થયો  તેવું તો  ક્લાહી  શકાય  તેમ  જ  નથી।વહીવટમાં  કોઈક  સ્તરે  ક્યોક  કૈક  ગરબડ  પણ  થયી  હશે  તે  પણ  નકારી   શકાય  નહિ। પણ તેને  પડકારવા માટે  વિધાન સભા  હતી  જ  , ચાલુ  બેઠકે  કેમ  તે  રજુ  ના  થયી  ? શું  તે   વખતે   કુલડીમાં ગોળ  ભાગ્યો  હતો  કે  તે  વખતે  સમાજ  નહોતી  પડતી ? એ  શક્ય  જ  નથી  કે  કે  તે  વખતે  સમજ  નહોતી  પડતી। ખબર  તો  બધાને  બધી  હતી પણ  દરેકને  પોતાનું  કામ  કાઢવી  લેવું  હતું   અને  તે  માટે  દરેક, દરેક  સ્તરે  બાંધછોડ  કરતા  હતા।  આજે  પ્રસંગ  જુદો  આવ્યો  છે।, આજે  સત્તા  કબજે કરવાનો  જંગ   છે। અમે  જ  કબજો  રાખીએ  અને સૌ  અમોને  જ  પૂછે   તેવી વ્યવસ્થા  કરાવી  છે। ઇન્દ્ર  કડી  ખરાબ  નહોતો, ઇન્દ્રાસન  જ  વીજળીના ઝટકા  આપે  છે ગુજરાત ની  રચના  થયી  ત્યારથી  આજ સુધી અનેક  મુખ્ય મંત્રીઓ  આવી  ગયા। જીવરાજ  મહેતા  પહેલા  મુખ્યમંત્રી  હતા , કાબેલ  અને  બાહોશ  વહીવટ કરતા   હતા  છતાં  વિના  કારણ  તેમને  બદલવામાં  આવ્યા  હતા, પ્રજાએ  તેમને  નહોતા  બદલ્યા  તે  ભૂલવા  જેવી વાત  નથી।   લોકશાહીની એક ગંભીર કહી  શકાય  તેવી   ક્ષતિ  તે  પક્ષની  સરમુખત્યારશાહી  છે  જે  આજે  પણ  કેટલેક અંશે  ચાલે જ  છે।  ઈતિહાસ  એમ  પણ  કહે  છે  કે  રાજ્ય સત્તા  માત્ર  પ્રજાની  ઈચ્છાથી  જ નથી  બદલાતી, તંત્ર  જ  એવું  ગોથાવાયી  ગયું  છે  કે  મારે  તેની  તલવાર  , જેના  હાથમાં  લાઠી  તેની  ભેસ ,  જેવું  બળીયાના  બે  ભાગ જેવું  તંત્ર  છે। પ્રજા  પાસે  નિષ્પક્ષ   અનેનિરપેક્ષ  તક  નથી  મળતી। 
શીશ મહેલમાં  દરેક  ચહેરા  સરખા  જ  લાગે  છે। કોને  પસંદ  કરો  અને  કોને  નાપસંદ  કરો। જે પણ  કોઈ  આવશે  તે  તેનું  પોતાનું  જ  તરભાણું  ભરનાર  હશે, કોઈને  પ્રજાની  પડી  નથી, કોઈએ  કહેવા  ખાતર  પણ તેમની  રજુઆતમાં   પ્રજા  મોઘવારીથી  પીડાય  છે  તેનો  ઉલ્લેખ કર્યો નથી। જુદી  જુદી  નીતિઓ ઉપર  ટીકા  તીઉપ્પણ  અને  પ્રહારો  કરે  રાખ્યા  છે।,એક  બીજા  ઉપર  આક્ષેપો  અને  પ્રતિ  આક્ષેપો  કરે  રખાય  છે, પણ   નક્કર  પગલા શું લેયાય  છે ?  આગળ  કુવો  વછે  અને  પાછળ  ખાઈ  છે  પ્રજા  માટે  તો  બંને  તરફ  ખાડામાં  જ  પડવાનું  છે। ગુજરાત ને  સંબંધ  છે  ત્યાં  સુધી  શાસક  પક્ષ  નિશંક   પણે  મજબુત  છે,  પરંતુ  કદાચ  એક  વ્યક્તિની  વધુ  પડતી  ઉંચી  છાપ, એક હાથથ  પાનું   બીજા માટે  તેજોદ્વેશીતા  પુરવાર  કરે  છે।  માત્ર  આં  તેજોદ્વેશીતા ને  કારણે  જ  પક્ષના  એક  મોભી  કહી શકાય  તેવા  નેતા  પક્ષ થી  અલગ  થયા,એટલું  તો  ઠીક  નવો  પક્ષ  પણ રચ્યો, આ  ઉંમરે  અને આટલા  વર્ષ  પછી તેમને  આ  પગલું   ભરવું  પડ્યું  તે  ભલે  ખેદ જનક હોય  પણ સારું  તો  નથી  જ ,  જે  પક્ષે  તેમને  મુખ્ય  મંત્રી  બનાવ્યા  તે  જ  પક્ષને  તેમને  છેહ  દીધો  છે,  અને તેમ  કરવાથી    બાવાના તો  બેય  બગડ્યા    છે। નામ  જોગ  નથી  જણાવતો  પણ  તે જ  રીતે પક્ષ માંથી  છુટા  થય્રલા અને  નવો  પક્ષ રચનારા  કે  બીજા  પક્ષમાં  જનારા  જો આજે  એક  સાથે  હોત  તો  હું  ખાતરી  પૂર્વક   કહી  શકું   છું  કે  ગુજરાત  એક  પક્ષના  લાંબા  શાસન નો  રેકોર્ડ  તોડી  શકત  એટલુજ નહિ  ગુજરાત  રાષ્ટ્રીય  કક્ષાએ   પણ સત્તા  કબજે  કરી  શકત .  આજે  પણ  ગુજરાત ના  જ  નેતાનું  નામ  ભાવી  વડાપ્રધાન  તરીકે  તો  પ્રોજેક્ટ  થયું  જ  છે  પણ  જો પક્ષની   એકતા  હોત  તો  તે  જરૂર  સાર્થક  બની જાત।   અને  તે  જ  દશા   આજે  વિરોધ  પક્ષમાં  રહેલા  પક્ષની  પણ  છે।તેની  પાસે 50  વર્ષનો  વહીવટી   અનુભવ છે   જે  ઓછો  નથી  પણ  ખુરસીની ખેચાખેચ માં  તે ઘણું  ગુમાવે  છે।  ગુજરાતની  શરૂઆત  જ તેમના  જ   મુખ્યમંત્રીઓ  થી  થયેલી   અને  તેમને  પછાડ્યા  પણ  તેમના  જ  માણસે।  . આજે  પણ  લગભગ  તેના  જેવું  જ   કૈક  પક્ષમાં  ચાલી  રહેલ  છે અને  સાદ  નસીબ  કહો  કે  બાદ નસીબ  કહો  સમા  પક્ષે  ઓપન તેવી  જ   હાલત છે। માર  કોણ  ખાય  ?  માત્ર  અને  માત્ર  પ્રજા .પાવડે  ઉલેચી શકાય  તે  વાક્ય  રચના  નાની પડે, ડ્રેજર થી  ઉલેચતા  પણ  ખૂટે  નહિ  તેવા  ધન  ભંડારો  ભારે;લ  હોવા  છતા  પણ  આ  કાના   ભિક્ષાપાત્ર વાળા  ધરતા  નથી .શું  થાય  ? 
કિસ્મત  ફૂટી, દુનિયા  રૂઠી , 
તૂટે  સભી  સહારે, 
પેટ  ખાતર   બને  ભિખારી 
ફિરતે દર  દર  મારે , .........મત  આપો  મત  આપો, ....

ગુણવંત પરીખ   8-11-12

No comments:

Post a Comment