: : અતીતની યાદો : : (ગુણવંત પરીખ ) : : પ્રચાર યુદ્ધ : : 16-11-12 ગૌતમી ને બુદ્ધ ભગવાને કહેલું કે હું તારા પુત્રને અવશ્ય જીવતો કરી આપીશ માત્ર મારી એક જ શરત છે કે તું મને માત્ર ચાર દાણા રાઈના એવા ઘેર થી લાવી આપ કે જે ઘરમાં કદી કોઈનું મૃત્યુ ના થયું હોય . ગ્ગૌતામી ને એક પણ ઘર એવું ના મળ્યું અને આપણને એક પણ સ્થાન એવું નથી મળતું કે જ્યાં ભ્રષ્ટાચારનો પડછાયો ના હોય . સાથે સાથે ધર્માત્માની એ વાત પણ યાદ રાખવા જેવી છે કે પાપી સ્ત્રી ઉપર પત્થર મારવાનો હક્ક તેમને જ છે જેમને કોઈ પાપ કદાપી ના કર્યું હોય અને સૌના હાથ માંથી પત્થરો નીચે પડી ગયા। અહિયાં કમનસીબી એ છે કે અહી પાપીઓ તો ઘણા છે પણ કોઈના હાથ માંથી પત્થરો પડી જતા નથી . ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે। પ્રચાર યુદ્ધ શરુ થયી ગયેલ છે। હજુ આ યુદ્ધની પરાકાષ્ઠા આવી નથી તે પહેલા તો અનેક ઉભરા આવવા લાગ્યા છે। અગાઉ પણ ચૂંટણીઓ તો આવી હતી પણ આ વખતની ચૂંટણીના તેવર જુદા લાગે છે। અગાઉ પ્રચાર થતો હતો, પોતાના સારા પાસા સૌ ગણાવતા હતા તેને બદલે આ વખતે સમા વાળાના નબળા જ માત્ર નહિ પણ ખરાબ પાસા ઉપર જ ભાર મુકવામાં આવે છે, જાણે કે આક્ષેપ કરનાર તો દુધે ધોયા ચોક્ખા ચંદન જે વા હોય। અને આક્ષેપો પણ જેવા તેવા નહિ, એટલી હદ સુધી આ પ્રચાર યુધ્ધમાં આક્ષેપો કરનાર નીચા ગયા છે કે એક માનવ માનવ તરીકેની સૌજન્યતા પણ ભૂલીને અન્યના ચારિત્ર્ય ખંડન સુધી પહોચી ગયા છે। કોઈ વ્યક્તિના અંગત જીવન માં ડોકિયું તો કદાચ કરી શકાય પણ તેનું ચિત્રીકરણ આ રીતે કરવું તે માનવ ને માનવ તરીકે શોભે નહિ। સૌન્દર્ય પાછળ દિવાના હોય તેવા માણસોનો તોટો નથી, કોઈ જાહેરમાં ક કોઈ ખાનગીમાં પણ તેની પાછળ પાગલ હોય જ છે, પદ્મિની અને અલ્લાઉદ્દીન ખીલજી ની વાત ઈતિહાસ સાક્ષી પૂરે છે તો તેનાથી પણ વિશેષ સ્ત્રીને હથિયાર બનાવીને કાશલ કાઢી નાખવા જેટલી હદે પણ રાજ કારણ જતું હતું। પરંતુ તે માર્યાદિત ધોરણે ચાલતું હતું આખો સમાજ કઈ એવો નથી હોતો, પરંતુ અત્યારે તો કી હોલ માંથી નજર કરીને લાવેલા પડછાયા જાહેરમાં મુકવામાં આવે છે અને પ્રજાને ભડકાવવામાં આવે છે। એક સનાતન સત્ય જાની લેવું જોઈએ કે પ્રજા પોતે કેવી છે કે તેમનો આમ આદમી કેવો છે તે બહુ અગત્યનું નથી પણ તેમનો નેતા અણીશુધ્ધ ચોખ્ખો જ હોવો જોઈએ તેવી તેની એક આશા હોય છે। પરંતુ આવો અણીશુધ્ધ નેતા શોધવો ક્યાં ? શીશ મહાલમાં તો દરેક ચહેરા એક સરખા જ લાગે છે। આજે કમનસીબી એ છે કે આવો અણીશુધ્ધ નેતા મળવો મુશ્કેલ તો છે જ પરંતુ લોકશાહીના માળખામાં રહીને બીજો ઉપાય પણ દેખાતો નથી : જે છે તેમાંથી પસંદ કરો અને જે છે તે બધા સરખા જ છે . પ્રજા શું કરે અને ક્યાં જાય ? દરેક પક્ષ બીજા પક્ષની બદબોઈ જ કરે રાખે છે પણ પોત કેવો છે તે જોતા નથી તેમને દર્પણ ની સામે ઉભા રાખીએ અને જુવે તો ખબરપડે કે કેવા બદસુરત આત્મા અને પરાક્રમ વાળા તેઓ છે। ભૂતકાળ માં આટલી નીચી કક્ષાએ પચાર થયો નથી। પ્રચાર યુદ્ધ ઘણું વહેલું શરુ થયી ગયું છે। ચાલુ વિરોધ પક્ષ કોંગ્રેસ ને આ વખતે શુરાતન ચઢ્યું છે કે યેન કેન પ્રકારેણ પણ સત્તા કબજે કરાવી, તો શાસક પક્ષની કમનસીબી છે કે તેમના જ પક્ષના કેટલાક અસંતુષ્ટોએ મોરચો માંડ્યો છે। અને તે અસંતુષ્ટોને પણ સત્તા જ કબજે કરાવી છે। લોકશાહી નો બહુમતી નો સિધ્ધાંત તો અકબંધ છે તો ત્રણ મોટા માથા ગણાતા પક્ષોની સાથે બીજા ટચુકડા પક્ષો અને અપક્ષો તો ખરાજ , આ બધા શમ્ભુ મેળામાં લોકાશ્હી એક તમાશો ના બની જાય તે જોવાનું છે। કદાચ એવું પણ બને કે કોઈને પણ સ્પષ્ટ બહુમતી ના મળે - અને જો ભોગે જોગે પણ એવું થાય તો રાજ્યના વહીવટની હાલત કફોડી થવાની - અરાજકતા તો ફેલાય જ તેની સાથે સાથે આયારામ ગયારામ ની પાટલી બદલું પ્રક્રિયાઓ પણ ચાલુ થશે જે વહીવટને વેર વિખેર કરી દેશે। હાલનો વિરોધ પક્ષ એમ મને છે કે અમે જો બહુમતીમાં ના આવીએ અને કોઈને પણ બહુમતી જો ના મળે તો કેન્દ્રમાં તો અમારી જ સરકાર છે તેથી અમે રાષ્ટ્ર પતિ શાસન પણ લાવી શકીશું અને સત્તા તો અમારી જ પાસે રહેવાની। આટલા બધા ઉમેદવારો-- મુરતિય ઓ - પણ હરામ બરાબર જો કોઈએ પણ પ્રજાના સળગતા પ્રશ્નની વાત ઉચ્ચારી હોય તો। . -મોઘવારીની વાત કોઈ બોલી નથી શકાતું માત્ર ઠાલા વચનો આપે રાખે છે અને પ્રચાર્યોઉધ્ધમાં એક બીજા ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરે રાખે છે। આ વખતન પ્રચાર યુધ્ધમાં એક ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ વખતે અનેક નાણાકીય કૌભાંડો બહાર આવ્યા છે। એવું નથી કે કૌભાંડો થતા નહોતા , કૌભાંડો તો ઢગલા બાંધી ય્હતા હતા અને થાય છે અને થશે પણ આ વખતે જલદી બહાર આવી ગયા છે। છેલ્લા પ્રચાર મુજબ ભાજપે કોંગ્રેસ માટે ત્રણ મોટા કૌભાંડોની વાત કરી છે : 70000 કરોડનું કલમાડી કોમનવેલ્થ કૌભાંડ, 1,76.000 કરોડનું 2 જી . કૌભાંડ, અને 1,86,000 કરોડ નું કોલસા કૌભાંડ - પણ આ તો કશું જ નથી કદાચ હું એમ કહું કે અત્યાર સુધી થયેલા કૌભાંડોની સરખામણીમાં તો આ 0.1 ટકો પણ નથી તો તે કદાચ ખોટું નહિ કહેવાય, કારણકે તે બહાર નથી પડ્યા અથવા પડી શકાય તેનું કારણ તે માટે સાબિતી નથી। પણ એનો અર્થ એ નથી કે કૌભાંડો થયા નથી। લખલૂટ શબ્દ બાળક લાગે , ખારવો લુટ કૌભાંડો થયેલો હશે જે બહાર નથી પડ્યા . પણ ઉપાય શો ? એક ઉપાય , ભૂલ્યા ત્યાંથી ફરી ગણો -ચૂંટણી કમીશન ને મેં જાણ કરેલી છે કે ગૃહ ની ચૂંટણી માટે માત્ર બે જ પક્ષોને માન્યતા આપો બાકીના બીજા બધા એ ચૂંટણી પહેલા જ ગમે તે એક બાજુ પસંદ કરીને ચૂંટણી લડી શકે છે અને અપક્ષ ને તો કોઈ સ્થાન જ ના હોવું જોઈએ જે જીતીનેપોતાનો ભાવ બોલાવી શકે। બિલાડીના ટોપ ની જેમ ફૂટી નીકળેલા પક્ષોને પણ ચીમકી આપવી જ પડે કે ય તો શાસક પક્ષ બાજુ રહીને લડોઅથવા વિરોધ પક્ષ બાજુ રહીને ચૂંટણી લડો - ખીચડો પાકવાનું બંધ કરો। આ કામ માત્ર અને માત્ર ચૂંટણી કમીશન જ કરી શકે અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ તેને પ્રોત્સાહન આપવું જ જોઈએ। જે રીતે કેન્દ્રીય વડાપ્રધાન બિચારા બાપડા બનીને આજે બ્લેક મેઈલ થાય છે તે જોતા તેમને આ ઝુંબેશને ઉપાડી લેવી જોઈએ અને તમામ શાસક પક્ષો રાજ્યના અને વિરોધ પક્ષોએ પણ તેને ટેકો આપવો જ જોઈએ। માત્ર અંગત મહત્વાકાંક્ષા ખાતર દેશનું અહિત કરવું જોઈએ નહિ। તમે તમારી ક્ષમતા સાબિત કરીને રાજ કરો અને પ્રજાને સુખી કરો,. માત્ર ખુરશી પ્રાપ્ત કરવાના કાવાદા છોડીને પ્રજાના હિતને નજરમાં રાખીને પ્રચાર કરો પ્રજા તમોને જ પસંદ કરશે। આ ખોટા આક્ષેપોની દુનિયામાં થી બહાર આવી જાઓ। પણ આ વાત કોણ માનવાનું ? કોઈ નહિ - દરેક એમ મને છે\ કે તે જ જીતી જશે અને તેજ મુખ્ય મંત્રી બની જશે। ગુજરાતના નાથ નું સિંહાશન લલ ચામનું છે। ઉમેદવારો ગણવા છે ? શરુ કરો : હાલ સિંહાશન ઉપર વિરાજમાન નરેન્દ્ર મોદી , વિરોધ પક્ષના નેતા , શક્તિ સિંહ , કોંગ્રેસ ના રાજ્યના નેતા અર્જુનભાઈ, પોતાની જાતને સબળ અને સક્ષમ માનતા ઉમેદવારો, શંકેર સિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, નરહરીભાઈ અમીન, સિદ્ધાર્થ ભાઈ ,ભરતભાઈ સોલંકી , તુષાર ભાઈ , હાથણી કોના ઉપર કલશ ઢોળે છે તેની રાહ જોઈએ 20 મી ડીસેમ્બર સુધી . Gunvant Parikh

  :  :  અતીતની   યાદો  :  : (ગુણવંત પરીખ )
    :  :  પ્રચાર    યુદ્ધ  :   :     16-11-12



             ગૌતમી ને  બુદ્ધ ભગવાને   કહેલું  કે  હું  તારા  પુત્રને  અવશ્ય  જીવતો કરી  આપીશ  માત્ર  મારી  એક  જ  શરત  છે  કે  તું  મને  માત્ર  ચાર  દાણા  રાઈના  એવા  ઘેર થી  લાવી  આપ   કે  જે  ઘરમાં  કદી   કોઈનું  મૃત્યુ  ના  થયું  હોય . ગ્ગૌતામી ને  એક પણ  ઘર  એવું  ના મળ્યું અને  આપણને   એક  પણ  સ્થાન એવું  નથી  મળતું  કે  જ્યાં  ભ્રષ્ટાચારનો  પડછાયો  ના   હોય . સાથે  સાથે  ધર્માત્માની  એ  વાત  પણ  યાદ  રાખવા  જેવી  છે  કે   પાપી  સ્ત્રી  ઉપર  પત્થર  મારવાનો  હક્ક  તેમને  જ  છે  જેમને  કોઈ  પાપ  કદાપી ના કર્યું  હોય  અને  સૌના  હાથ માંથી  પત્થરો  નીચે  પડી  ગયા। અહિયાં  કમનસીબી  એ  છે  કે  અહી  પાપીઓ  તો  ઘણા  છે  પણ કોઈના  હાથ માંથી  પત્થરો  પડી  જતા  નથી  .
       ચૂંટણીનો  માહોલ ધીમે ધીમે  જામતો  જાય  છે। પ્રચાર  યુદ્ધ  શરુ  થયી  ગયેલ  છે। હજુ   આ  યુદ્ધની પરાકાષ્ઠા   આવી  નથી  તે પહેલા  તો  અનેક  ઉભરા  આવવા  લાગ્યા  છે। અગાઉ  પણ  ચૂંટણીઓ  તો    આવી       હતી  પણ  આ  વખતની ચૂંટણીના તેવર  જુદા  લાગે છે। અગાઉ  પ્રચાર   થતો  હતો, પોતાના  સારા  પાસા  સૌ  ગણાવતા  હતા  તેને  બદલે    આ વખતે  સમા  વાળાના  નબળા  જ  માત્ર નહિ  પણ  ખરાબ  પાસા  ઉપર  જ  ભાર  મુકવામાં  આવે છે,  જાણે કે   આક્ષેપ  કરનાર  તો  દુધે  ધોયા  ચોક્ખા    ચંદન   જે વા     હોય। અને  આક્ષેપો  પણ  જેવા  તેવા  નહિ, એટલી  હદ  સુધી  આ  પ્રચાર  યુધ્ધમાં   આક્ષેપો  કરનાર  નીચા  ગયા  છે  કે  એક  માનવ  માનવ  તરીકેની  સૌજન્યતા   પણ  ભૂલીને   અન્યના  ચારિત્ર્ય  ખંડન  સુધી  પહોચી  ગયા છે। કોઈ  વ્યક્તિના  અંગત  જીવન માં  ડોકિયું  તો  કદાચ  કરી  શકાય   પણ તેનું  ચિત્રીકરણ   આ  રીતે  કરવું  તે  માનવ ને  માનવ  તરીકે  શોભે  નહિ।  સૌન્દર્ય   પાછળ  દિવાના  હોય  તેવા  માણસોનો  તોટો  નથી,  કોઈ  જાહેરમાં  ક કોઈ ખાનગીમાં  પણ  તેની  પાછળ  પાગલ  હોય  જ છે,  પદ્મિની  અને  અલ્લાઉદ્દીન  ખીલજી ની  વાત  ઈતિહાસ સાક્ષી  પૂરે  છે તો તેનાથી  પણ  વિશેષ  સ્ત્રીને  હથિયાર બનાવીને  કાશલ   કાઢી  નાખવા જેટલી હદે પણ  રાજ કારણ  જતું  હતું। પરંતુ  તે  માર્યાદિત  ધોરણે  ચાલતું  હતું  આખો  સમાજ  કઈ  એવો  નથી  હોતો, પરંતુ  અત્યારે  તો  કી  હોલ  માંથી  નજર  કરીને  લાવેલા   પડછાયા  જાહેરમાં  મુકવામાં  આવે  છે  અને  પ્રજાને  ભડકાવવામાં  આવે છે।  એક  સનાતન  સત્ય  જાની  લેવું  જોઈએ  કે  પ્રજા  પોતે  કેવી  છે  કે  તેમનો  આમ  આદમી કેવો  છે  તે  બહુ  અગત્યનું  નથી  પણ તેમનો  નેતા  અણીશુધ્ધ  ચોખ્ખો  જ હોવો  જોઈએ  તેવી  તેની  એક  આશા  હોય  છે। પરંતુ  આવો  અણીશુધ્ધ  નેતા  શોધવો    ક્યાં  ?  શીશ મહાલમાં  તો  દરેક  ચહેરા એક સરખા  જ  લાગે છે।  આજે  કમનસીબી  એ  છે કે  આવો  અણીશુધ્ધ  નેતા  મળવો  મુશ્કેલ  તો  છે  જ  પરંતુ   લોકશાહીના   માળખામાં  રહીને  બીજો  ઉપાય  પણ દેખાતો  નથી :  જે  છે  તેમાંથી પસંદ  કરો  અને  જે  છે  તે  બધા સરખા જ  છે . પ્રજા  શું  કરે  અને  ક્યાં  જાય  ?  દરેક  પક્ષ  બીજા  પક્ષની  બદબોઈ  જ  કરે  રાખે  છે  પણ  પોત  કેવો  છે  તે  જોતા  નથી  તેમને  દર્પણ ની  સામે ઉભા  રાખીએ  અને જુવે  તો  ખબરપડે  કે  કેવા  બદસુરત  આત્મા  અને  પરાક્રમ વાળા  તેઓ  છે।  ભૂતકાળ માં  આટલી  નીચી  કક્ષાએ  પચાર  થયો  નથી। પ્રચાર  યુદ્ધ  ઘણું  વહેલું શરુ  થયી  ગયું  છે।  ચાલુ વિરોધ પક્ષ કોંગ્રેસ ને  આ વખતે  શુરાતન ચઢ્યું  છે  કે  યેન કેન  પ્રકારેણ   પણ સત્તા  કબજે  કરાવી, તો  શાસક  પક્ષની  કમનસીબી  છે  કે  તેમના   જ પક્ષના  કેટલાક  અસંતુષ્ટોએ  મોરચો  માંડ્યો છે।   અને  તે  અસંતુષ્ટોને  પણ  સત્તા  જ  કબજે  કરાવી  છે।  લોકશાહી નો  બહુમતી નો  સિધ્ધાંત  તો અકબંધ  છે  તો   ત્રણ  મોટા  માથા  ગણાતા  પક્ષોની સાથે  બીજા  ટચુકડા   પક્ષો અને  અપક્ષો  તો  ખરાજ , આ  બધા  શમ્ભુ  મેળામાં  લોકાશ્હી  એક  તમાશો  ના બની  જાય  તે  જોવાનું  છે।  કદાચ  એવું  પણ  બને  કે  કોઈને  પણ સ્પષ્ટ  બહુમતી  ના  મળે  -  અને જો  ભોગે જોગે  પણ  એવું  થાય  તો  રાજ્યના  વહીવટની હાલત  કફોડી  થવાની - અરાજકતા  તો  ફેલાય  જ તેની  સાથે  સાથે  આયારામ  ગયારામ ની  પાટલી  બદલું  પ્રક્રિયાઓ  પણ  ચાલુ  
થશે જે વહીવટને  વેર  વિખેર  કરી દેશે।  હાલનો વિરોધ  પક્ષ એમ  મને  છે  કે  અમે  જો  બહુમતીમાં  ના  આવીએ  અને  કોઈને  પણ  બહુમતી  જો  ના  મળે  તો  કેન્દ્રમાં  તો  અમારી જ  સરકાર  છે  તેથી  અમે  રાષ્ટ્ર પતિ  શાસન  પણ  લાવી  શકીશું  અને  સત્તા તો  અમારી  જ  પાસે  રહેવાની। આટલા  બધા  ઉમેદવારો-- મુરતિય ઓ -  પણ હરામ  બરાબર  જો  કોઈએ  પણ પ્રજાના  સળગતા  પ્રશ્નની  વાત ઉચ્ચારી  હોય  તો। . -મોઘવારીની  વાત  કોઈ  બોલી  નથી શકાતું  માત્ર  ઠાલા   વચનો  આપે  રાખે  છે  અને  પ્રચાર્યોઉધ્ધમાં  એક બીજા  ઉપર  આક્ષેપો   અને  પ્રતિ  આક્ષેપો  કરે  રાખે  છે। 
   આ  વખતન  પ્રચાર  યુધ્ધમાં  એક  ઉડીને  આંખે  વળગે  તેવી  વાત એ  છે  કે  આ વખતે  અનેક નાણાકીય  કૌભાંડો  બહાર  આવ્યા  છે। એવું  નથી  કે  કૌભાંડો  થતા  નહોતા , કૌભાંડો તો  ઢગલા  બાંધી  ય્હતા  હતા  અને   થાય  છે  અને  થશે  પણ  આ  વખતે  જલદી  બહાર  આવી  ગયા  છે। છેલ્લા  પ્રચાર  મુજબ  ભાજપે કોંગ્રેસ  માટે  ત્રણ મોટા  કૌભાંડોની  વાત  કરી  છે :  70000   કરોડનું  કલમાડી  કોમનવેલ્થ  કૌભાંડ, 1,76.000  કરોડનું  2  જી . કૌભાંડ,  અને  1,86,000  કરોડ નું કોલસા  કૌભાંડ  - પણ  આ તો   કશું  જ   નથી  કદાચ હું  એમ   કહું  કે અત્યાર સુધી  થયેલા કૌભાંડોની  સરખામણીમાં  તો  આ  0.1  ટકો  પણ  નથી  તો તે  કદાચ  ખોટું  નહિ  કહેવાય,  કારણકે  તે  બહાર નથી  પડ્યા  અથવા  પડી  શકાય    તેનું કારણ  તે  માટે  સાબિતી  નથી।  પણ  એનો  અર્થ  એ  નથી  કે  કૌભાંડો થયા  નથી। લખલૂટ  શબ્દ   બાળક  લાગે , ખારવો લુટ  કૌભાંડો  થયેલો  હશે  જે  બહાર  નથી  પડ્યા . પણ  ઉપાય  શો ? 
      એક ઉપાય , ભૂલ્યા  ત્યાંથી  ફરી  ગણો  -ચૂંટણી  કમીશન ને  મેં જાણ  કરેલી છે  કે   ગૃહ ની  ચૂંટણી  માટે  માત્ર  બે જ  પક્ષોને  માન્યતા  આપો  બાકીના  બીજા  બધા  એ  ચૂંટણી  પહેલા  જ   ગમે તે  એક  બાજુ  પસંદ કરીને   ચૂંટણી   લડી શકે  છે  અને  અપક્ષ ને  તો  કોઈ  સ્થાન  જ  ના  હોવું  જોઈએ  જે  જીતીનેપોતાનો  ભાવ  બોલાવી  શકે। બિલાડીના  ટોપ ની જેમ  ફૂટી  નીકળેલા પક્ષોને  પણ ચીમકી  આપવી જ પડે  કે   ય  તો  શાસક   પક્ષ  બાજુ રહીને  લડોઅથવા  વિરોધ  પક્ષ બાજુ  રહીને  ચૂંટણી  લડો  -  ખીચડો  પાકવાનું  બંધ   કરો।  આ  કામ  માત્ર  અને  માત્ર  ચૂંટણી  કમીશન  જ  કરી  શકે  અને  તમામ રાજ્ય  સરકારો  અને  કેન્દ્ર  સરકારે  પણ તેને  પ્રોત્સાહન  આપવું  જ  જોઈએ।  જે  રીતે  કેન્દ્રીય  વડાપ્રધાન  બિચારા  બાપડા  બનીને   આજે   બ્લેક મેઈલ  થાય  છે  તે  જોતા  તેમને  આ  ઝુંબેશને   ઉપાડી  લેવી  જોઈએ  અને  તમામ શાસક  પક્ષો  રાજ્યના    અને  વિરોધ  પક્ષોએ  પણ  તેને  ટેકો આપવો  જ  જોઈએ।  માત્ર  અંગત  મહત્વાકાંક્ષા  ખાતર  દેશનું  અહિત  કરવું  જોઈએ  નહિ। તમે  તમારી  ક્ષમતા  સાબિત  કરીને  રાજ કરો અને  પ્રજાને  સુખી  કરો,. માત્ર  ખુરશી  પ્રાપ્ત  કરવાના  કાવાદા  છોડીને  પ્રજાના  હિતને  નજરમાં  રાખીને  પ્રચાર  કરો પ્રજા  તમોને  જ પસંદ  કરશે।  આ  ખોટા  આક્ષેપોની દુનિયામાં થી  બહાર  આવી  જાઓ।  પણ  આ  વાત  કોણ  માનવાનું ?  કોઈ  નહિ  - દરેક  એમ  મને છે\ કે તે જ  જીતી  જશે  અને  તેજ  મુખ્ય  મંત્રી બની  જશે।  ગુજરાતના  નાથ નું  સિંહાશન  લલ ચામનું  છે। ઉમેદવારો  ગણવા  છે ? શરુ  કરો :   હાલ  સિંહાશન  ઉપર  વિરાજમાન   નરેન્દ્ર  મોદી , વિરોધ પક્ષના  નેતા  , શક્તિ સિંહ , કોંગ્રેસ ના  રાજ્યના  નેતા  અર્જુનભાઈ,  પોતાની   જાતને  સબળ   અને   સક્ષમ   માનતા  ઉમેદવારો, શંકેર સિંહ  વાઘેલા, કેશુભાઈ પટેલ, નરહરીભાઈ  અમીન, સિદ્ધાર્થ ભાઈ ,ભરતભાઈ સોલંકી , તુષાર ભાઈ ,  હાથણી   કોના  ઉપર  કલશ   ઢોળે  છે  તેની  રાહ  જોઈએ  20 મી ડીસેમ્બર  સુધી .
Gunvant Parikh

No comments:

Post a Comment