:પાશ્ચાત્ય સંસ્કૃતિ :-
એક જમાનો હતો કે જયારે ભારતીય સ્ઝંસ્કૃતિ દુનિયાભરમાં શ્રેષ્ઠ ગણાતી હતી। તેની સામાજિક સંસ્કૃતિ ઉપરાંત તમામ ક્ષેત્રની તમામ સંસ્કૃતિઓ જગતભર માં ઊંચું સ્થાન ધરાવતી હતી ।ભારત ની વિદ્યાપીઠો પણ મશહુર હતી . સમયના વહેં ની સાથે પવન પલાતાતો ગયો અને છેલ્લા બે શતકમાં આપને આપનું ગૌરવ છોડીને પશ્ચિમ ના રંગે રંગવા લાગ્યા લાગ્યા। અને યોગ્ય અનુકરણે આપની અસલ છાપ પણ ભૂલવા લાગી। કુટુંબ ભાવના અને સયુંક્ત કુટુંબ ની જે ભાવના માત્ર આપના ભારતમાં જ હતી તે ધીમે ધીમે લુપ્ત થવા લાગી। આચકો લાગે તેવી એક હકીકત નજરમાં આવી છે।
લોખંડી મહિલા તરીકે જાણીતી બનેલી બ્રિટન ની ભૂત પૂર્વ વડા પ્રધાન ઠેચારનું તાજેતરમાં અવસાન થયું અને અહેવાલ જણાવે છે કે તેના મ્ર્યુત્યું પ્રસંગે તેના કોઈ સંતાન તેની સાથે નહોતા માત્ર એક કેર ટેકર બહેન તેની સાથે હતા અને મૃત્યુ એક હોટેલના કમરમાં થયું હતું। તેમનો પુત્ર એક અબજો પતિ નામના ધરાવતો માનસ છે અને તેનું તમામ અસ્તિત્વ તેની માતાની વગ અને મોભાને કારણે હોવા છતાં પણ તે અંતિમ સમયે પણ તેની સાથે નહોતો આ તેમના સંતાનોના સંસ્કાર છે અને તેનું અનુકરણ આપને કરીએ છીએ તે આપની કામ નસીબી છે। માતા પિતા સંતાન માટે બધું જ કરી છૂટતા હોય છે થેચરે પણ તેમના મૃત્યુ પછી પણ અબજોની મિલકતના વરસ તરીકે તેજ પુત્ર ને જ રાખ્યો છે। પણ પુત્રે માતાની સાજે માંડે પણ ખરર નથી લીધી કે વાર તહેવારે પણ નથી મળ્યો
આપના ત્યાં પણ ગાંધીજીના પુત્ર હરિદાસ ને વાસ વસો હતો કે મારા પિતા દેશનો ઝંડો લયીને ફરે છે પણ મારા માટે કશું ના કર્યું। અને પિતાની અંતિમ પાળે તે પણ સાથે નહોતો પણ જરી જુદી રીતે ....પિતાએ તો સેવાનો ભેખ લીધો હતો। સરદાર પટેલ ના પુત્ર માટે લોકસભામાં અવાજ આવ્યો કે સરદાર તેમના પુત્રને ખોટા લાભ અપાવે છે . પણ આ તો ચરોતરનો ભાયડો હતો અને ઊંચા અવાજે કહી દીધું હતું કે મારા પુત્રની ફેવર હું નહિ કરું તોતમે કરશો ? વાત સાચા ખોટાની છે તો લાવો પુરાવા અને પછી અહી બોલો અને સન્નાટો છવાઈ ગયો। મોરારજીભાઈ પણ આવો સામનો કરી ચુક્યા છે અને ઉગ્ર સ્વભાવ ના એ નેતાએ કહેલું કે હવે હું દેશનો નેતા છું માત્ર વલસાડ નો જ નહિ અને કમનસીબે હારી પણ ગયા હતા પણ તેમની નિષ્ઠા માટે બે મત નથી કે ખોટા લાભો તેમને કોઈને અપાવેલ નથી। કાન્તીભાઈ કે તેમના પુત્રવધુ એ પણ મોરારજીભાઈની સેવા છેક સુધી કરેલી .લોખંડી મહિલા તરીકે ભારતીય મહિલામાં ઇન્દીરાબેન આવે અને તેમનું અવસાન એક શહાદત બની ગયી। પણ ભારતની સંસ્કુતીને વિપરીતઅસર નથી પડી।
પણ સમાજમાં દેખા દેખી એ સામાજિક સંસ્કુતીનું સ્તર નીચું ગયેલું છે। ગરજ હોય ત્યાં સુધી સગા પછી તું કોણ અને હું કોણ ની ભાવના હવે વેગ પકડતી જાય છે સગા માબાપ ને આજ ના સંતાનો યોગ્ય સન્માન સાથે રાખતા નથી। સ્વ બળે આગળ આવેલા કે કરોડપતિ બની ગયેલો વર્ગ જ આવું કરે છે તેવું નથી પણ જેમને તેમના માં બાપે જ બધી સગવડ અને સંપત્તિ, પ્રસિદ્ધિ પદ અને પ્રતિષ્ઠા અપાવ્ય હોય તેવા માં બાપ ને પણ તેમના સંતાનો હડધૂત કરતા આજે અચકાતા નથી; જે બાપે પુત્રને સીડીના એક એક પગથીયા ચડતા શીખવાડ્યા હોય , છેલ્લા શિખરે પણ પહોચાડ્યો હોય તેવો પુત્ર પાછળ સીડી ઉપર ઉભેલા બાપને સીડી સમેત ધક્કો મારતા પણ અચકાતો નથી માં બાપ મંડા પડે ત્યારે તેમની દવા કરતા તેમની મિલકત કેટલી છે અને ક્યાં છે અને કોની પાસે છે અને કોને મળશે તેની જ ફીરક વધારે કરે છે અને તે માટે અનેક કાવાદાવા પણ કરતા અચકાતો નથી આજનો એ શ્રાવણ પુત્ર। જે બાપે ઉપલી કક્ષા સુધી પુત્રને પહોચાડ્યો હોય તેમની ફિક્ષ રસીદ પર જો તેનું નામ ના હોય તો તે બાપને રાખવા પણ તૈયાર ના હોય અરે તે માટે તે માબાપને ભર્યા ભાનેથી ઉઠાડી મુકતા પણ અચકાતો નથી અરે એવા પણ બનાવ છે કે જ્યાં પુત્ર તેના માં બાપને તેમના જ ઘરમાં અવાર જવર પર પ્રતિબંધ મુકે છે, મારી રાજા સિવાય કોઈને મળવું નહિ, કઈ જવું નહિ, હું ના કહું તેમની સાથે બોલવું નહિ, એક રૂમ માં ખાઈ પીને પડ્યા રહો, ઔરંગઝેબની યાદ અપાવે છે આ ભારતીય સંસ્કૃતિ છે ? આ માત્ર ઓછી મહેનતે, કે વગર મહેનતે નાની ઉંમરે મળી ગયેલી સંપત્તિ અને પ્રસિદ્ધિનો પ્રભાવ છે . પણ કોણ કોને કહે ? અને કહે તો પણ કોણ સંભાળે ? વૃદ્ધ માં બાપ જાય પણ ક્યાં ? એમનું કોણ સંભાળે ?
પરંતુ આવા વિપરીત સમાજમાં પણ લોખંડી મહિલા તરીકેનું મજબુત સ્થાન જાળવીને વિદાય લીધી હોય તેવી પણ એક મહિલા છે તેમને તેમના પોતાના પાંચ સંતાનો તો બરાબર છે, તેમના જેઠના ત્રણ સંતાનો ને ઉછેરીને મોટા કાર્ય, ઠેકાણે પણ પડ્યા, ભાઈ અને બેન ના સંતાનોને પણ એટલી જ કાળજી થી ઉછેર્યા મોટા કાર્ય જરૂરિયાતો પૂરી પડી એટલું જ નહિ એ તો સગા હતા પણ આડોસ પડોસના કોઈ પણ હોય જેની ઓળખ વગર પણ તેમની જરૂરિયાત પૂરી પડેલી શક્ય છે કે તેમના કોઈ સંતને જ કોઈક અસંતોષને કારણે તેમની વિરુદ્ધ બાદ બદત પણ કરેલો પણ તે સમયે તો લોખંડી મહિલા કૃશ થયી ગયેલી .અઆવી લોખંડી મહિલા માંથી મજબુત હોય અને સહનશીલ હોય તે મળવી મુશ્કેલ છતાં મધુમતી જેવી કુતુંમ્બ્ગાજુ મહિલા માટે તેને ક્લ્હુબ મન હતું। તેના કુટુંબ માં એવું કોઈ દેખાતું નહોતું પણ સારા નસીબે તેના અંતિમ સમયે એક એવી પ્રભાવશાળી અને સમજુ મહિલાએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો અને સૌ તેનાથી અંજાઈ પણ ગયા। .નવી આગંતુક મહિલા માટે દરેક ને ખુબ ઉંચો અભિપ્રાય હતો, સૌએ તેની તમામ જરૂરિયાતો દરેક રીતે પૂરી પડી, તેને દરેક રેતે મદદ કરી, તેની કારકિર્દી બનાવવા માટે અનેકાનેક પ્રયત્નો પણ થયા અને 8-10 વર્ષ માં તો તે મહિલા એ તેનું ગૌરવ વણતું સ્થાન પ્રાપ્ત પણ કરી લીધું, પદ મળ્યું, પ્રતિષ્ઠા પણ મળી, ઢગલો પૈસા પણ આવતા થયા .ચારેબાજુથી આવકો શરુ થયી સધ્ધરતા વધી, સંતાનો મોટા થયી ગયા , કોઈ જવાબદારી રહી નહિ , અને કોઈક એવો વાયરો વાયો અને પાનું ફરી ગયું। હવે ઉંચી પરતીભાવંત મહિલા ને તેના સહાયકો બોજ લાગવા માંડ્યા આ બધાનો બોજ મારાથી સહન થયી શકે નહિ , વૃદ્ધ માં બાપને જે 70 ઉપર ના હોય તેની શક્તિ કેટલી ? પણ તેમના ઉપર માનસિક, શારીરિક ત્રાસ શરુ થયો અને એક સૈયુક્ત કુટુંબનો જનાજો તૈયાર થયી ગયો .જેના માટે લોખંડી મહિલા એ મારતા મારતા પણ ઊંચા આશીર્વાદ આપેલા તે મહિલા આજે લોખંડી મહિલા ના પુત્રને ઘર થી બ્ર્ગજ્હાર કરવા , ભણ ઉપરથી પણ ઉઠાડી મુકવા જેવું કૃત્ય કરે તો આને શું કહેવું ?વિધિની વક્રતા, આવડતનો અભાવ, લાચારી, મુર્ખામી , કે પછી કલિયુગ નો પ્રભાવ ? જે ગણો તે પણ આ વાસ્તવિકતા કોઈ પણ અતિશયોક્તિ વગર આ પ્રમાણે છે। 100 ટચ ના શુદ્ધ સોના એ ખરે સમયે એવું પરિણામ આપ્યું કે જે ના કહેવાય કે ના સહેવાય , સારું છે કે લોખંડી મહિલા હીરાબા આજે હયાત નથી , તેના પુત્ર એ તેમની પુત્રવધુ માટે તેમનીસગી ત્રણ ત્રણ પુત્રીઓની પણ ઉપરવટ જયીને પુત્રવધુને તમામ સગવડો આપી તે જ પુત્ર વધુએ તેમને ઠંડા કલેગે ઉખાડીને ફેકી દેવાની ચલ ચાલી અને સૌ દેખતા રહી ગયા ગયા .બિચારો બાપ ના રહ્યો ઘરનો કે ના ઘાટનો .પુત્રીઓના અસંતોષ અને પુત્રવધુએ ચાદર ખેચી લીધી વારોએવો આવ્યો કે ઉંધા માથે પછાડવ।। . ..
મને આજે પણ એમ લાગે છે કે આની પાછળ કોઈ જીડું જ પરિબળ કામ કરે છે કોઈનો દોરી સંચાર પણ હોઈ શકે, કોઈની કાન ભંભે રની પણ હોઈ શકે ,એવું પણ બની શકે હવે મારા સંતાનો મોટા થયી ગયા છે, કારકિર્દીની ટોચ છે , મારે કોઈની જરૂર પડવાની નથી મારે શા માટે આ બોજ હવે ઉપાડવો ? અને આજકાલ ભારતીય સંસ્કૃતિમાં પણ આવું તો ઠેર ઠેર બને જ છે તો પછી કોઈ કઈ કશું કહેવાનું નથી અને કહેશે તો ચાર દિવસમાં શાંત થઇ જશે તે માટે મારે શામાટે બોજ સહન કરવો ? ગમે તે હોય ......પણ લપડાક બહુ મોટી છે એક બહુજ મોટું પરિબળ પણ છે જે આ તબક્કે રજુ કરવું યોગ્ય નથી લાગતું .
એક ભૂતપૂર્વ વડાપ્રધાન જેની શેહ અને શરમ્થીજ અને જેના પ્રતાપે જ આજે આ સ્થાને છે તેવા સંતાનો પ વડાપ્રધાન જેવી નામાંકિત વ્યક્તિને તરછોડી શકે છે તો તમે કોણ માત્ર / ?પણ તે પશ્ચિમ છે અને આ પૂર્વ છે તેની સંસ્કૃતિમાં ફેર છે। વડાપ્રધાન થેચર કરતા પણ હીરાબેન ની સંસ્કૃતી ઉંચી સાબિત થાય। હીરાબેન ને મરણોત્તર સન્માન ભલે થેચર જેટલું નથી મળ્યું પણ તેનામાં એવી ગજબની શક્તિ હતી કે તેને જાત હોમીને પણ તેના પુત્રનો જીવ બચાવેલો અને આજે પણ તેનો પુત્ર તે યાદ કરીને આંસુથી અંજલી આપે છે। વડસાસુ તમામ એવાર્ડ જીતી જાય છે એક વહુ નોમીનત તો થયી પણ પાછળ પડી ગયી ....ભૌતિક પ્રસિદ્ધિ એ તેને આગળ તો મોકલી પણ સામાજિક સ્તરે તે પાછળ રહી ગયી ,
ગુણવંત પરીખ
18-4-13
No comments:
Post a Comment