G U R U V A N D A N A

  1. From :-
    Shree Gunvant R . Parikh
                         B.E.Civil  LL.B
    Hon Adm Officer  VKK Consumer affaiiras and 
    Ex.Engn  R &  B  Retd 
    4 Mangal park 
    geeta mandir  Road
    Ahmedabad 22 
    T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362




  2.                                                       -:: ગુરુ   વંદના  :-

          
          વિદ્યા પ્રાપ્તિનું  પહેલું  ચરણ  તે  છે ગુરુ  વંદના  ગુરુ  પ્રત્યે  આદર  અને  સન્માન  જેમ  માતા  જેવી  પણ  હોય  તેવી  પણ  માતાના    મોભામાં હંમેશા  પૂજનીય  છે, આદરણીય છે   તેવી જ  રીતે  ગુરુ  તરીકેના  મોભામાં  હોય  તેવી  વ્યક્તિ  :  પછી  ભલે  તેગમે  તે  હોય :  પણ  ગુરુના  મોભામાં  હોય  તો  પૂજનીય  અને  આદરણીય  છે।   ગુણાનું  સર્વત્ર  પૂજયન્તે ,  ન  ચ  વય   ન ચ  લિન્ગમ ..........ગુરુની  ઉંમર , જતી, જ્ઞાતિ   કીજ  જોવાનું  નથી  ગુરુ  છે  બસ   તેટલું  જ  પુરતું  છે નાની  ઉંમરનો  બાળક  પણ   જો  ગુરુ  સ્થાને  હોય  તો  મોટી  ઉંમર ના  વડીલ  કે  વૃદ્ધ  માટે  પણ  તે  આદરણીય  જ  બની  રહેવો  જોઈએ। ઉંમરનો  કે  વડીલ  હોવાનો  પોકળ  દાવો  યોગ્ય નથી  ગુરુ  ગુસ્સે  પણ  થાય, ઉપેક્ષા  પણ  કરે , અપમાન  પણ   કરે  અરે  કદાચ  હાથ  પણ ઉપાડે  તો તે  પણ તેમનો  અધિકાર  છે  અને  સહન  કરવાની  શિષ્યની  ફરજ  છે , વડીલ  વૃદ્ધ  કે ખમતીધર  હોવાની  દલીલ    છે। પણ  તે  ખોટી  દલીલ  છે।

          આજે ટેકનો લોજીનો  વિકાસ  થયો  છે નાના  બાળકો   તેના તજજ્ઞો  છે  અને  તેમની  પસેરથી  શીખવાનું  પણ  ઘણું  મળી  રહે  તેવા  સંજોગોમાં  ઉંમરના  મોભાને  બાજુ  પર  રાખીને  તેમની  પાસેથી  વિદ્યા  પ્રાપ્ત  કરાવી  તે  શરમની  વાત  નહિ  પણ ગૌરવની  વાત  છે અને  તેવા  બાળકો  યુવાનો  અને  નાની  ઉંમરના  ગુરુને  આદર  આપવામાં શરમ  હોય  નહિ  ગૌરવ  માનવું  જોઈએ  અને  હું  તે   તમામ  કક્ષાના માનનીય  ગુરુવાર્યોને  આદર  પૂર્વક  સન્માનિત  કરું છું।પાંચ  વર્ષની  ગુડિયા  : એક  સમયની  મારી  પ્રિય  રોલ  મોડેલ  :તેનાથી  શરુ  કરીને  વ્હાલ, સાગર ,છોટુ ,ભોળું ,ચિંતન ,પીન્ટુ , રોનક ,હાર્દિક, જીગર ,પ્રજ્ઞા ,બ્રિજેશ ,અને  બીજા  અનેક  નામી  અનામી  જાણીતા  અને  અજાણ્યા  તમામ  જેમને  મને  એક  ય  બીજી  રીતે  આ  નવી  ટેકનોલોજી નું  જ્ઞાન  પ્રદાન  કર્યું  છે  તે  સૌનો  આજે  એકવાર   ફરીથી  આભાર  માનીને  ઋણ મુક્ત  થવાનો  પ્રયય્ત્ન   કરું  છું  : જો કે  પુરાની   માન્યતા મુજબ  એ  ઋણ મુક્તિ  તો  મળે  જ  નહિ  તે  જમાનો   આજના જમાના  જેવો  વ્યાપારી  કે  વ્યવસાયિક  જમાનો  નહોતો  :  આજે  દરેક  બાબત નું  મૂલ્ય  અંકાય  છે  તે  કમનસીબી છે

 યહા તો  હર  ચીજ  બિકતી  હૈ  ,  બાબુજી  તુમ  ક્યાં  ક્યાં  ખરીદોગે   ?
શિક્ષણ નું  જેરીતે   વ્યાપારીકરણ થયેલ  છે  તે   જોતા આ  બધી  વાતો  પુરાની  અને  કદાચ   વાહિયાત પણ  લાગે।  
                    હું  કદાચ    સૌથી નાની ઉંમરે   ભણવા બેઠો  હોઈશ, સૌથી  નાની  ઉંમરે ,14 વર્ષની  ઉંમરે  મેટ્રિક, 19  વર્ષ ની  ઉંમરે  બી।ઈ। ,આ જેમ નાની  ઉંમરના  રેકોર્ડ  છે તેવો જ  રેકોર્ડ  આજે  કદાચ  મારા  નામે  આવી  પણ  શકે  કે  જયારે 70 + પછી  પતિ  લયીને  હું  કોમ્પુટ    શીખવા  બેઠો  હોઉં, અને  તે  પણ  ગીતો  સંભાળવા તો   ઠીક  ,ગીતો  શોધવા, ઉતારવા,રેકોર્ડ કરવા  અને  તેનો  સંગ્રહ  કરવો।મને  પ્રાથમિક  કક્ષાના  શિક્ષણ માંથી  જ વિવેક,શિસ્ત  અને  આજ્ઞાપાલન ના  બોધ પથ  મળેલા  છે સૌથી નાની  ઉંમર નો  એક  કિસ્સો  જે  આજે  પણ  યાદ  છે  :  નિશાળમાં કોઈ  નવો  બાળક  આવે  ત્યારે  તેના  વડીલો  મો મીઠું  કરાવે , પેદા વહેચે,  અમરેલીની તે    શાળામાં એક  વખત એક  નવા  નીશાલીયાના પ્રવેશ   વિલા એક  શ્રીમંતે  પેદા  વહેચેલા। મારા  હેડ માસ્તરે મારા પેડમાં  એક પૈસો મુકીને  મને  તે  પેડો  આપેલો ,પેડો  કાપતા તેમાંથી  પૈસો  નીકળ્યો   એટલે હું  તે  પૈસો સાહેબને   આપવા ગયેલો અને  મારા સાહેબ  એકદમ  ખુશ   થયી ગયેલા  અને  આમેય  મને  શાળામાં   પહેલો નંબર રાખવાનો  જશ તેમનો  પણ  ખરો  પણ  બીજી  એક વાર  વિપરીત  બન્યું ..તે  જનતા હતા  કે  હું  વર્ગનો  હોશિયાર  વિદ્યાર્થી  છું  અને  બીજા  બાળકોને  મારી  પાસેથી  શીખવા   મોકલતા પણ  ખરા એક વખત   વર્ગમાં એક દાખલો  પૂછ્યો  .40  પેન  10  બાળકોને સરખે  ભાગે  વહેચી  આપો। મારી   બાજુવાળા બલકે  મને  પૂછ્યું  શું  કરું  ?  મેં  40 ગુણ્યા  10  કરીને   જવાબ આપી   દીધેલો પણ  પેલા  બાળકને  મેં  કહ્યું  કે   ભાગાકાર કર  .  એને તો  મારા  પર   વિશ્વાસ રાખીને  ભાગાકાર  કરી  નાખ્યો  અને  જવાબ  એનો  સાચો  પડ્યો  અને  મારો  ખોટો .. સાહેબે  મને  [પૂછવાને  બદલે  પેલા  બાળકને  પૂછ્યું  તો  તેને  સાચું  કહી  દીધું  કે  મને  તો  ગુણવંતે  કહ્યું  તેમ  કર્યું  સાહેબે  મારો જવાબ  જોઇને  મને  એક લાફો  મારી  દીધો  ,  અને  પછી  બીજો  લાફો  માર્યો  એટલા  માટે  કે  મેં  પેલાને  કેમ ખોટું   કહ્યું ?
જે જન મશ્કરી  કરવા  જાય, મોડો  વહેલો  તે  સપડાય ,જુથ્થાનું  જલદી  પકડાય ,  આખર જુઠ્ઠો  જન  પસ્તાય ,.......
              આજે પણ મને  આ બનાવ  યાદ  છે  અને  મારા  શિક્ષક  પણ  યાદ  છે  અને  માટે જ  મને  શરૂઆત થી  શિક્ષકો પ્રત્યે હંમેશા  આદર  જ  રહ્યો  છે  માત્ર મારાજ  શિક્ષકો  જ  નહિ  મારા   સંતાનો અને  તેમના  પણ  સંતાનોના  ટીચર  પ્રત્યે  પણ  મને  એટલોજ  આદર  છે  અને  મેં  તે  આજ  સુધી  જાળવી  રાખેલ  છે હું  તે તમામ  ટીચર  હોય , શિક્ષક  હોય , સર  હોય  કે  સાહેબ , પણ  તેમનો  ઉપાલંભ  મોટાભાગે  ના  કરું  અને  અપમાન  તો  કડી  ના   કરો મોટે  ભાગે  તો  સૌને  સન્માનિત  જ કરું  અને  કાર્ય  છે મને  આજે  પણ  એમ  લાગે  છે  કે  હું  એન્જીનીયર  થયો  તેના   કરતા માસ્તર થયો  હોત  તો  તે  સારું   હતું ,  મારી  આ  ઈચ્છા   મારા સંતાનોએ  પૂરી  તો  કરી   તેઓ  ઉંચી મ કક્ષાના  શિક્ષકો  બન્યા , સર્વોચ્ચ પડાવી  પણ  જે તે   શાખામાં મેળવી, તેના   દ્વારા પુરતા   પ્રમાણમાં સિદ્ધિ  અને  પ્રસિદ્ધિ   પણ ખુબ  મેળવી  અને   પ્રસંશા  અને  પારિતોષિકો  પણ  ખુબ  મેળવ્યા  .કેટલીક  વખત   એવું પણ  બને  છે  કે  છેલ્લા  પગથીયે  પહોચેલી  વ્યક્તિ  ઉપર  પહોચીને   નીચે  સીડી  પકડી ને   ઉભેલાની  દરકાર કાર્ય   સિવાય   સીડીને એવી  લત  મારી  દે  છે  કે  સીડી  પકડનારો  બિચારો  ઉંધા  માથે  પટકાય  અને  સુઈડી  તેના  માથા  ઉપર  વાગે।।। 21 મી  સદી ની  વાત  કરવાનો  શો  અર્થ ?  મહાન  શિક્ષકોની   મહાનતા જોવાની  હોય  બીજું  પાસું  ભૂલી  જવું  પડે  .બીજા પાસની   આલોચના કરવાનો  મારો  હક્ક નથી।।।।।।।।સોરી ,    .    ઉંમર  અધિકાર નથી  આપતી ....શિષ્ય , બાળક કે  વિદ્યાર્થી :  જે કક્ષા  હોય  તે . 7  દિવસનું હોય , 7 મહિના નું  હોય , 7 વર્ષ નું  હોય  કે  પછી  70  +  પણ  કેમ  નથી   તેનો અધિકાર શિસ્તની  મર્યાદામાં રહીને, આજ્ઞા પાલન  અને  વિવેક સાથે  વિદ્યા  પ્રાપ્ત  કરવાનો છે   ,શિસ્ત ,સયમ, આજ્ઞાપાલન ,સહનશીલતા  , વી .  તેની  ફરજો  છે  જે   કોઈ પણ   ઉંમરે પણ    પાળવી જ   જોઈએ .  ભલે  શિક્ષક 7 વર્ષ નો  હોય  , કે  17  નો  હોય  તો  પણ  પણ  તે  શિક્ષક  છે અને  શિક્ષક   હોવાના તમામ  વિશેષ  અધિકાર  તેને  મળે  જ છે  અને શિષ્ય 7 નો  હોય  કે  70  નો  પણ   તે  તેની  ફરજ  ચુકી  જ  ના  શકે  ઉંમરનો  સહારો  લેવાય  નહિ , 7  કે 17  ના શિક્ષક  પણ  જો  70 ના  શિષ્યનું  અપમાન કરે  તો  તે  સહ્ય  બનવું  જ  જોઈએ શિક્ષક નો હાથ  ઉપાડવાનો  પણ  હક્ક  છે  અનેક  વિશેષ  અધિકારો  ભોગવતા શિક્ષક હંમેશ  આદરણીય  છે।

       એક  દિશાસૂચન  તારીકે  ની વાત  : એક  શિક્ષકે  તેના  શિષ્યને તેની   સાથે  તેની  ત્રણ  પેઢિઓને  પણ   લપેટમાં  લીધી  હતી , શિષ્ય એ  તે  સ્વીકારી લીધી  પણ  યાદ   ના  દેવડાવ્યું  કે   ત્રણ  પેઢી શિક્ષક  અને  શિષ્ય બંનેને  સરખી  જ  લાગુ  પડે  પણ  શિક્ષકે  તેના  શિષ્યને  પથ  ભણાવ્યો, સગવડ  પણ  આપી  તે  જ  વાત ને  જ  અગત્ય   અપાય અને  એ  શિક્ષક  પણ   મારા માટે  આદરણીય  જ રહેલ  છે  શરૂઆતમાં  જેમ  કહેલું  છે  કે  :
ગુણા નું  સર્વત્ર  પૂજયન્તે  , ન ચ  વય  ન ચ  લીન્ગમ ........એક  વાત નો    સ્વીકાર   કરવો જ જોઈએ      કે આ એક  જ  નહિ  તે તમામ  નવી પેઢી ના     જેમનું જ્ઞાન    વિશાલ  છે  છે તે   સહુ આદરણીય  છે   જ   તેમની  વિવેક  બુદ્ધિ  કે   અન્ય  બાબત પર   આલોચના કરવાની  ના  હોય આ   સન્માન   હું તે  સૌને  જાહેરમાં   આપું છું  આપ  સૌ    જ્ઞાન  વિદ્યા  વાંછું ઓ ને   આપતા રહો  તેવી  નમ્ર  વિનંતી ,શિષ્ય   ગમે  તેવો હોય    આચાર્ય  દ્રોણ નહિ  પણ   ગુરુ     સંદીપની  બનીને વિદ્યા  આપશોઈ  તો  ગુરુ  અને   શિષ્ય બંને  આદરણીય  બની  જશો
Gunvant Parikh
17-5-13

No comments:

Post a Comment