- : અકથિત કહાનીઓ :-

    - :  અકથિત  કહાનીઓ :-

          કેટલીક  કહાનીઓ એવી હોય  છે  કે  જે  નથી કહાની , નથી કથા , નથી  વાર્તા   જે  છે  તે  છે  માત્ર  વાસ્તવિકતા  :  નારી  વાસ્તવિકતા  :  જે  નથી  કહેવાતી  નથી  સહેવાતી  અને  છતાં  દિલ  ચીરી  નાખે  તેવી  વેદના  અને  વ્યગ્રતા  આપે છે.:આવું  બની  શકે ખરું  ?  બધા  જાણે  છે  કે  આવું  બને  છે ,  એકાદ જગા એ  નહિ  અનેક  જગા એ , અનેક  સ્થળે, અનેક   ઘરમાં  , કદાચ  એમ  કહું  કે  આ  તો  છે  કહાની  ઘર  ઘરાકી  ....પણ બીજા  ઉપર  જ  આંગળી  ચીંધવા  માટે   : જયારે  રેલો  પોતાના  પગ  નીચે  આવે  ત્યારે  બોબડી  બંધ  થયી જાય  છે.:બોબડી  બંધ  થવાથી  પણ  વાસ્તવિકતા તો  બદલાતી  નથી  જ :  પારકા સામે  આંગળી  ચિંધનાર ની  બાકીની  ત્રણે  આંગળીઓ તેના  પોતાના  તરફ  જ જાય  છે  તેની  તેને  ખબર  જ  નથી  પડતી : કેવી  છે  કમનસીબી  કે  દરેક ના  ચહેરા  જોઈ  શકનાર  પોતાનો  જ  ચહેરો  જોઈ  શકતો  નથી

મુખડા  તો  જરા દેખો    દર્પણ મેં .........

     ડ્રોઈંગ રૂમ માં  બની  ઠનીને   હસતા હસતા  મહેમાનો   સાથે વાતો   કરતા  દંપતીઓ બેડ રૂમ માં સિંહ ગર્જનાઓ કરતા  અને  કુતરાની  જેમ   ભ,સતા અને   બરડા  પાડતા  તો  ઘણા એ   જોયા હશે  ,મહેમાન ને  મીઠાઈ ખવડાવે પણ  પણ  એક  કડી  બીજી  કડી ને  ખાવા  જ  ના  આપે  : જરી  કલ્પના  કરી  જુઓ  આવા દંપતી ની  : ઘરમાં  ધાન   ખૂટ્યું છે , ખીસામાં  ધન  ખૂટ્યું  છે  કે  કોઠીમાં  જર  નથી  રહી  કે  પછી  માણસાઈ જ  નથી  રહી  ? જે ઘરના  સંસ્કાર  એવા  હતા  કે   પહેલી  રોટલી હંમેશા  ગાય  માતા  માટે , બીજી  કુતરા માટે  જ  હોય ,ગૃહિણી  છેલ્લે  વધ્યું   ઘટ્યું   જ  ખાય , તે જ  ઘરમાં  ઘરની  જ  કોઈ   વ્યક્તિ  રોટલી  ના  પામે  , અરે  આગળ  કહું  તો  એવું  લાગશે  આવું  તે  કઈ  બને ?  કુતરા  ખાય , બિલાડા  ખાય , વેડફાય  પણ  ,જેને  તમોને  થાળી  પરે  બેસતા  કાર્ય, તમોને  કોળિયા  ભરાવ્યા  ,તેમને  જ  ભર્યા  ભાણેથી  ઉઠાડી  મુકો  ? ઘરમાંથી  કાઢી  મુકો  ? અને  તે  પણ  કોનું  ઘર  ? યાદ કરો  તે  વાર્તા  , એક  ઊટ, તંબુમાં  પેસીને   તમ્બુના માલિક ને  જ   કહે છે   મને આ  તંબુ  નાનો  પડે  છે , તમે   બહાર જતા   રહો  :  માલિક  તંબુની બહાર  અને  ઊંટ અંદર : માલિક ની  તાકાત  નથી  રહી  કે  તે  ઊંટ નો  દસમ,અનો  કરી  શકે  : છે  ને  આ  વાર્તા  ના  કહેવાય  અને  ના  સહેવાય  તેવી ? અનેક  ઘરો માં   બનતી આવી  ઘટનાઓ છે  જે  નાના  મોટા સ્વરૂપે  દેખાતી  જ   હોય  છે : એવું  નથી  કે  કોઈ  ગરીબ ના  ઘરની  આવી  ઘટના  છે  : ખાધે  પીધે  સધ્ધર  કુટુંબ  પણ  આવા  ખેલ  ખેલી  શકે  છે.

      એક  દેખીતા  ભદ્ર  સમાજ માં  પોતે  કૈક  છે  તેવું  બતાવવા માટે માનવી  કેટલી   હદે જાય  છે  ? સમકક્ષ  ભદ્ર  સમાજ માં  કોઈના  મહેલ  કે  મહેલાતો  જોઇને  પોતાની  પાસે  પણ  કેમ  આવી  મહેલાતો  નથી    તેનો  વિચાર  કર્યા  વગર  મહેલ   અને  મહેલાતો  લેવા  કોઈના  ઘર  કે  ઝુપડી પડાવી  લેવાની  વૃત્તિ  રાખવી  તેને  કેવી  ભદ્રતા  કહેવી ?    અને  આ  કોઈનું  ઘર  કે  ઝુપડી  હોય  તો  તો  જાણે  કે  ઠીક  પણ  તેમનું  જ  ઘર  કે  જે  ઘરે  તેમને  આશરો  આપ્યો  હોય , જે  ઘર માં  તે   રહ્યા હોય , ઉછર્યા હોય ,મોટા  થયા  હોય .અને   જેમને  રાખ્યા , ઉછેર્યા, મોટા  કર્યા  તેમને  જ   હેરાન કરવા ,  કહેવું  હવે  તમારે  જ્યાં  જવું  હોય   ત્યાં જાવ , હવે  આ  ઘરનો  વરસ હું  છું  માટે  માલિક  પણ  હવે  હું  ,તમે  નિવૃત્ત, મંદિરમાં  જયીને    કરો , ભજન , જાત્રા  કરવા  જાવ ,આ  ઘર  હવે  વરસ  તરીકે  મારું  : હું  મન   ફાવે  તેમ  કરું   તમે  તો  મારવાની  જ  રાહ  જુવો  છો  ને  ?   ગભરાશો નહિ  ,  હવે  તો  અગ્નિ સંસ્કાર ની  પણ  જરૂર  નથી  , દેહ દાન  કરી  દઈશું , અમારે  પણ  જફા  ઓછી ,  તમને નામ  મળશે , પુણ્ય  મળશે ,અમોને  ઘર  મળી  જશે  ..ભલે  આ  વાર્તા  લાગે ,  કથા લાગે , કથાનક  લાગે  , માત્ર  એક   કલ્પના પણ  લાગી  શકે ,તુક્કો  પણ  હોય  , પણ    ના  આ  નારી  વાસ્તવિકતા  ,   અતિશયોક્તિ   અહી પણ   નથી ,   આવું પણ  વાસ્તવિક માં  બની  શકે  છે .: હા ,બની  શકે  છે શું શું  નથી   બનતું  તે  જ  સવાલ  છે .

      સત્તા  અને  સંપત્તિ  ને કોઈ  લૌકિક  સંબંધો  હોતા  જ  નથી  :  સત્તા  અને   સંપત્તિ   એ જ  ભગવાન  : તે  જ  સર્વસ્વ .
   
      ન  મેં  જાતી  ભેદો  , ન મૃત્યુ શંકા ,
      ન માતા  , ન પિતા  ,
      ન  ભગીની  , ન ભાર્યા ,
      ન  બંધુ  , ન  મિત્ર  , ન સખા 
      ન  ગુરુ  ન  શિષ્ય .......

      બસ  , સત્તા  કે  સંપત્તિ  ,  તે  જ  મારા   પરમેશ્વર  .....આ  એક  જ  જીવન   મંત્ર અને  સુત્ર .....

           ભદ્ર સમાજ માં  પણ  આવું   બની  શકે  છે . એક  માતા   તેના સંતાન  ઉપર  હાથ  ઉપાડી  શકે  છે  તેનો  હક્ક  છે , સંતાન ને  ખોટે   રસ્તે જતા  રોકવાનો ,  તેને બે  શબ્દો  કહેવાનો  પણ  જયારે  દીકરો  પોતાની  માતાને  ગમે તેમ  કહે , અશોભનીય  ભાષામાં   વાત કરે  તેના  ઉપર  હાથ  પણ  ઉપાડે, ગાળો  પણ  ભાંડે  અને  ચાલાકી અને   હોશિયારીના અતિરેક માં   તે  માટે  માતા ને  જ  દોષિત  બતાવે  , માતા  હોય  કે   પિતા , પિતા  ઉપર  પણ   હાથ  ઉપાડે, મિલકત  માટે  અને  મિલકત  ના  અધિકાર  અને  હક્ક  માટે  જો  દીકરો  બાપને  ગાળો  ભાંડે , તેના  ઉપર  હાથ  ઉપાડે , આજ  મરતા  હો  તો હમણા  કેમ  નથી  મરતા , જેવા   શિષ્ટ  શબ્દ  પ્રયોગ  કરે , .......નિયત  વ્યક્તિને  ક્યાં  લઇ  જાય  છે , ?...., લોભ લાલચ  અને   લાલસા વ્યક્તિને  કેટલી  હદે  નીચે  મુકે  છે   તેના  ઉદાહરણ  પણ  હવે  મળી   શકે  છે .શોધવા  જવાની  જરૂર  નથી .  આ  યુગ માં  નભગ  મળવો  મુશ્કેલ  છે  જે   મિલકતના  ભાગ   તરીકે  પિતાને  સ્વીકારે  અને  તેમની  તમામ   જવાબદારી ઉપાડે . પિતાની  મિલકત માંથી  તેને  કશું જ  નહોતું  મળ્યું  અને  મિલકત  લઇ  જનારાઓ એ  પિતાને  છોડી  દીધા   હતા ત્યારે  નાભાગે  પિતાને  સ્વીકાર્ય  હતા   આજના  પુત્રો  તો  કદાચ  મિલકત  માટે  પિતાને  તેમના  જ  ઘરમાંથી  બહાર  કાઢવાના  પેતરા  રચે  છે ,  કાવા  દાવા  કરે  છે , કારસા  કરે  છે, મકાન  હોય  કે  મિલકત ,  બાપ જીવે  કે  મારે  ,જ્યાં  જવું   હોય  ત્યાં  જાય  , પણ  માલ  મિલકત  અમને  આપી  દે  , બાપ ની  મિલકત  લેવા  માટે  તે  જરૂરી  છે  કે  બાપ  મારે  ત્યાં  સુધી  રાહ  જોવી  :? આ  છે  આજના  યુગ ની  માનસિકતા   અને  આજના  યુવાન ન ઓ  તર્ક . અને   આ  તર્ક  ઉપર  જ  આધાર  રાખી ને  અનેક  સમાજ શાસ્ત્રીઓએ  કહ્યું  છે  કે  ભોગે  જોગે  પણ  માતા  પિતાની  હયાતી  હોય  ત્યાં  સુધી  મિલકત  સંતાનો ને  નામે  કરાવી  નહિ .તેમના  હવાલે  પણ  કરાવી  નહિ .  ઉંમર  ,અને  વૃદ્ધાવસ્થા ની  લાચારી  તે   અલગ વાત છે  પણ  તેનો  કોઈ  દુરુપયોગ  કરે  તો  તે માટે  સરકરે  વ્યવસ્થા  રાખી  જ  છે. જીલ્લાના  કલેકટર ને  તે માટે  વિશેષ  સત્તાઓ  પણ  આપેલી  છે અને   અદાલતો પાસે  પણ  વિશેષાધિકાર  છે  જ   :  સવાલ  માત્ર  ત્યાં  સુધી   પહોચવાનો છે . માં  બાપ ને  પણ  સામાજિક  ડર નડે   છે  ,  કે  પુત્ર ની  સામે  અદાલત માં   જવાય ?  લોકો  શું  કહેશે  ?  તમે   એવા કેવા  સંસ્કાર  આપ્યા  કે  દીકરો   આવો પાક્યો  ?  જો  આવું   વિચારો તો  કોઈ  રસ્તો  ના  મળે . માના  હાથમાં  બંદુક  ભલે  રહી , માં મને  મારી  શકે  જ   નહિ   તે  મારી  માં  છે  , તે વાત  માત્ર  પડદા  ઉપર  શોભે  વાસ્તવિકતા  એવી  છે  કે   જેવો  સમય હોય  તેવો  રસ્તો  કાઢવો  જ  પડે.  ઉંમર  જાન્ય અશક્તિ  તે  પણ  એક  લાચારી  છે જેઅવાગની  ના  શકાય  : કોર્ટ કચેરી  કે  પોલીસ  સ્ટેશન ના  ધક્કા   વૃદ્ધ  દંપતી  ના  પણ  સહન  કરી  શકે  કે  ધક્કા  ના  પણ  ખાઈ  શકે  અને  તેનો  દુરુપયોગ  સમો  છેડો  લે  પણ  ખરો  .

હોગા  અંધેરા , કોઈ  ના  તેરા  ,
ફિર  તું  બચેગા કૈસે 
હમકો   બતા  ........

      ચારે બાજુ થી  ઘેરાઈ   ગયા હો ,  સામે  છેડે  કુટિલ  અને  ક્રૂર  કહી  શકાય   તેવા કુશળ  અને  પોતાની  જાત ને  ચાલાક  અને  મુત્સદ્દી  કહેવડાવનારી  વ્યક્તિઓ ની  ફોજ  હોય , ગોબેલ્સ ને  પણ  પાછા  પડે   તેવું   પ્રચાર તંત્ર  ધરાવતું  લશ્કર  હોય ,કોઈનું   કહ્યું માનવું નહિ , બોલેલું  પાળવું  નહિ , બોલીને  ફરી  જવું , કોઈ સાબિતી  નહિ ,કોઈ  પુરાવા  નહિ , ખોટા પુરાવા  અને  સાબિતીઓ ઉભી  કરનારા હોય , વટકે  સાથ  એમ  કહેવું  :  જે  થાય  તે  કરી  લો : યુદ્ધ માં  તો  બધું જ ચાલે  Every  thing  is  fair and  just  in  love  and  war  .........મારે  એની  તલવાર , સીઝર  વચ્ચે  એકલો  છે , ચારે  બાજુ થી  બંદુક ની  નળી તેના  જ  લમણા  ઉપર  તકાયેલી  છે  , અને  તેમાય પાછો  તેનો  જ અંગત   બ્રુ ટસ  પણ  તેની  સામે  હોય  , શું  કરે  સીઝર  ?  શરણાગતિ  સ્વીકારે કે  મ્ર્યુત્યું  ? સીઝરને  શરણાગતિ   સ્વીકાર્ય નહોતી , :  બાકી  કયો  વિકલ્પ  બચ્યો  ?

सम्भावितस्य  चाकिर्ती ,मरणात  अतिरिच्यते   .  ……।

    હિંમત  હારી  જાવ  તે  કેમ   પાલવે ?  જમાનો  સાક્ષી  છે ,  શાસ્ત્રો  પણ  શાખ  પૂરે  છે , ઈતિહાસ  પણ  ટેકો  આપે  છે  : કંસે  રાજ્ય  માટે  પિતા  ઉગ્રસેન ને  કેદ માં  પૂરી  દીધેલા  , બેન  દેવકી  અને  બનેવી  વાસુદેવ ને  પણ  કેદમાં  નાખેલા  , શાસ્ત્રો  ભૂલી  જાવ , ઓંરંગઝેબે  તેના પિતાને નજરકેદમાં  રાખેલા , બેન ને  પણ  કેદ માં  રાખી , રાજગાદી માટે  શું  નથી  થતું  ?  ઇન્દિરા  એ  મોરારજીને જેલ માં   મોકલ્યા ,  વખત આવ્યે મોરારજી એ ઇન્દિરા ને  પણ દિશા  બતાવી , ધનના  ઢગલામાં  આળોટતા  બે  અંબાની  ભાઈઓ જુવો  અને  વિજય  મર્ચન્ટ  કે  સાયગલ ની પુત્રી ઓ  જુઓ   સુર  બગલે  કૈસે  કૈસે  દેખો  , કિસ્મતકી  શેહ્નાઈ .....

સોને ચાંદી મેં   તુલતા  હૈ  ,
જહાં  દિલો કા  પ્યાર
આંસુ  ભી  બેકાર  યહા  પર
આહે  ભી  બેકાર

ગુણવંત  પરીખ
25-7-13

No comments:

Post a Comment