- : નિયત : : નિયતિ :--
નિયતિ ની સામે નિયત લાચાર છે . પિતામહ ભીષ્મ ની નિયત ચોખ્ખી હતી, ઉચ્ચ હતી , શ્રેષ્ટ હતી , તેમની ઈચ્છા અને નિયત હસ્તિનાપુર ની આબાદી જ ઈચ્છાતા હતા , હસ્તિનાપુર ની પ્રજા નું ઇષ્ટ અને શ્રેય જ તેમની નજર માં હતું અને તે માટે તો તેમને આજીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું , જીવન માં અનેક તડ જોડ કરી પણ છેવટે નિયતિ સામે હારી ગયા। મહર્ષિ વેદ વ્યાસે નિયતિ નો લેખ સ્પષ્ટ બતાવી દીધો હતો : કુરુકુળ નો વિનાશ અને તે પણ માત્ર આંતર વિગ્રહ ને કારણે જ થશે :નિયતિ નું નિર્માણ જાણતા હોવા છતાં પણ દીર્ઘ દ્રષ્ટા પિતામહ કઈ જ કરી શક્યા નહિ : તેમના બધા પ્રયાસો વ્યર્થ ગયા , અરે તેમના જ કેમ , યોગેશ્વર વાસુદેવ કૃષ્ણ ના પણ પ્રયત્નો નાકામિયાબ રહ્યા .આ બંને મહાનુભાવો બધું જાણતા હતા, તેમને બધા પ્રયત્નો પણ કર્યા અને છતાં પણ ધાર્યું તો નિયતિ નું જ થયું અને સૌ દેખાતા રહી ગયા :કુરુકુળ નો સર્વનાશ આ વયોવૃદ્ધ પિતામહે પોતાની આંખે જોયો : પણ તેમની નિયત સારી હતી અને કુદરતે તેને પણ પુષ્ટિ આપી : તેમની ઈચ્છા હતી કે હસ્તિનાપુર ને સલામત કક્ષા એ મુકાવું અને હસ્તિનાપુર ને સલામત હાથો માં સોપીને જ તે ગયા। અનિષ્ટ ટાળવા માટે તો તેમણે પોતાની ઈચ્છા વિરુદ્ધ હસ્તિનાપુર નું વિભાજન પણ કર્યું .દુર્યોધન ની લાલસા સંતોષી , હસ્તિનાપુર તેને આપ્યું પણ લોભી અને અદેખા દુર્યોધન ની લાલસાનો અંત ના આવ્યો, ખંડવ વન આપીને પાંડવો ને દુર કર્યા , પણ સંતોષ ના થયો , નવું ઇન્દ્ર પ્રસ્થ બન્યું તેની અદેખાઈ આવી , તે પડાવી લેવાના કારસા રચાયા , બિચારા પિતામહ જોતા રહી ગયા, બંને બાજુ પુત્રો જ હતા , પૌત્રો હતા ,સંતાનો જ હતા , : લાચાર પિતામહ : દુર્યોધન ને કહી શક્ય નહિ , અને કહ્યું તો પણ દુર્યોધને માન્યું નહિ , : કોણ કોને દોષ દે ? પિતામહ ની નિયત કે પછી નિયતિનો નિર્ણય ?
પિતામહની નિયત ઉચ્ચ હતી ,નિયતિનો સિધ્ધાંત પણ સ્પષ્ટ હતો , માત્ર દુર્યોધન ની નિયત જ ચોખ્ખી નહોતી અને તેના કારણે જ સર્વનાશ આવ્યો , પરંતુ સામે નિયતિ ની નિયત પણ સ્પષ્ટ હતી , આગમ ના રખેવાળો જેવા વાસુદેવ અને પિતામહ હતા , યુધીષ્ઠીર જેવા ધર્માંનુંરાગ રાજવી હતા અને પિતામહ ની આશા જીવંત રહી। પરંતુ આજે ? પિતામહનું સ્થાન 1948 થી ખાલી છે। રાજ ગાડી પર એક રાજા હોય , અનેક ઉમેદવારો ના શોભે .પિતામહના ગયા પછી થોડાક સમય માટે તો ઉત્સાહ તાકી રહ્યો પરંતુ પછી ધીમે ધીમે સલાહકારોની નિયત બદલાતી ચાલી, દરેકની નજરમાં માત્ર એક રાજગાદી જ દેખાઈ , વેદ વ્યાસ જેવા કોઈ આર્ષ દ્રષ્ટા આજે નથી , વિદુર જેવા સ્પષ્ટ વક્તા અને સલાહકારો નથી , રાજગાદી દ્રૌપદી ની જેમ લાચાર છે , દરેકની ભૂખી નજર માત્ર રાજગાદી ઉપર છે , કોંગ્રેસ, અરે તેની પાસે પણ ઉમેદ વારોનો ઢગલો છે , બીજા નંબરે ભાજપ , તો ત્યાં પણ યાદવાસ્થળી છે , હું રાજા બનું , હું રાજા બનું , ના નારા લાગે છે , તો બીજા પ્રાદેશિક પક્ષો પણ નજર બગડી ને તાકીને બેઠા છે , ક્યારે કાગળના માં માં થી પૂરી પડે અને અમે ઝીલી લયીએ , મુલાયમજી , મમતાજી .માયાવતીજી , જય લલીતા જી , લાલુજી , પાસવાન જી , શરદ ભાઈજી , આવા તો કેય્તાલય ભાઈ જી નીકળી આવે પણ કોની નિયત પર ભરોસો મૂકી શકાય ? અન્નાજી બિચારા બુમો પડે કદાચ નિયત સારી અને સાચી પણ હોય પણ વજન કેટલું ? સહારો કોનો ? અધવચ્ચે છોડી જનારા કેટલા ? આ છે ભારત ની દશા :કોની નિયત પર વિશ્વાસ મુકાય ? નિયતિની તો કોઈ ખબર જ નથી .
5-7 વર્ષ પહેલા ની જ વાત લો : ગુજરાત માં એક સાથે 30-35 સહકારી બેંકો પડી ભાગી : કેમ ? એવું તે શું બન્યું કે એક સાથે આટલો મોટો ઝટકો ? વાદે જ ચીભડા ગળ્યા : નિયતિ માં કોઈ નોધ નથી ખોટ પણ નથી : નિયત માં જ ખોટ હતી અને તે પણ કોની નિયત માં ?
ભવસાગર માં વિશ્વાસે જ્યાં ,
તરતી નૈયા ડૂબતી , ......
જેના ઉપર ભરોસો મુકીને નાના રોકાણ કરો એ પોતાની બચત અને મૂડી રોક્યા તે વહીવટ દારો જ પૈસા જ ચા ઉ કરી ગયા અને રોવા વારો આવ્યો ગરીબ નાના રોકાણ કરો ને, તે દિવસો મને યાદ છે : 5-10 કે 15 હાજર ના રોકાણ કરો એ તેમની જે આપ વીતી જણાવી તેનાથી માત્ર વહીવટ દરો ની જ નહિ આજના સમાજ ના દરેક માનવીની નિયત ઉઘાડી પડી ગયી। એક દીકરા એ ઘર ઉપર કબજો મેળવવા માટે તેના મા અને બાપ ને મિલકત ની જેમ વહેચી નાખ્યા , માં મોટા ભાઈ સાથે જાય , બાપને નાના ભાઈ રાખે , વારા કાઢે , ફસાઈ ગયેલી રસીદ પર બાપ ની સાથે નાનાનું નામ હોય તો બાપને નાનો રાખે , મારે શું લેવા દેવા , તે મોટા નો જવાબ : માં બાપ ની હાજરી માં જ અને હયાતી માં જ ઘરના ભાગલા પડાવી નાખે , એક ભાગ મોટાનો , બીજો ભાગ નાનાનો , અને માં બાપ અધ્ધર ? શાસ્ત્ર માં એક વાર્તા છે નભગ ની : ભાઈઓ એ પિતાની મિલકત વહેચી , લીધી નભગ ના ફાળે અને માટે કઈ જ ના રાખ્યું : નાભાગે માગ્યું ત્યારે જણાવ્યું : હવે મિલકત માં પિતાજી વધ્યા છે તે તારા : જા વાપર પિતાજી ને અને લઇ જા પિતાજી ને /// ટ્વીટર પર એક ઓફર જોઈ એક વયસ્ક ની : એક બાજુ અમે છીએ માં-બાપ : અને બીજી બાજુ બીજા પલ્લે અમારી મિલકત , : દરેક વારસ દારે મિલકત માગી લીધી માં બાપ ને કોઈએ માગ્યા નહિ કે રાખ્યા નહિ ..આ છે નિયત સંતાનો ની : દરેક ને મિલકત જોઈએ છે કોઈને માં બાપની જવાબદારી નથી લેવી . અહિયાં કોઈ નભગ નથી કે અર્જુન પણ નથી કે ખાલી હાથ વાળાને માગે , બધાને મિલકત ,માલ, મકાન જોઈએ છે, અને તે પણ માં બાપની હયાતી માં જ :પછી માં બાપ જાય જ્યાં જવું હોય ત્યાં : કદાચ સરકાર પાસે આ હકીકત જાય તો સરકાર મદદ કરે પણ ખરી પણ વૃદ્ધ માં-બાપ સરકાર ની પાસે ક્યાં કેવીરીતે ધક્કા ખાય ? એક બાજુ સંતાનો નો માર અને બીજી બાજુ ધક્કાનો ત્રાસ : શું પસંદ કરે અને શું સહન કરે ? જયારે પેટના જણ્યા સંતાનોની જ નિયત માં ખોટ આવી ગયી હોય તો બીજા પાસે શું અપેક્ષા રાખે ?
શાસ્ત્ર જોયું , દેશ જોયો , રાજ્ય જોયું , સમાજ પણ જોયો : કૌટુંબિક ચિત્ર આનાથી વધારે ખરાબ છે : ના કહેવાય કે ના સહેવાય તેવી હાલત છે આજના કૌટુંબિક જીવન ની .પોતાનું પેટ ક્યાં ખોલવું , કોની સામે ખોલવું , અને સામે તેને માટે તો આ એક મફત નો તમાશો છે , વગર પૈસા ફેકે મફત માં તમાશો મળે , પતાસા વહેચતા હોય તો તે કોણ તે લાભ લેવાનું ચુકે ? ભલે ને પક્ષ કરો , લડે પક્ષકારો પણ ભલે ને ભાઈ - ભાઈ હોય , ભાઈ -બેન હોય , માતા -પિતા હોય , માતા - હોય , માતા - પુત્રી હોય , પિતા -પુત્ર હોય કે પિતા -પુત્રી હોય , અરે મિત્ર મિત્ર પણ કેમ નથી ? મફતમાં જગ કાજી બનવાનું કોને ના ગમે ? શું ગુમાવવાનું ? નિયતિના નામે નીતિ અને નિયત ની વાતો કરાવી કરીને પતાસા લયીને પડવું છુટા : બસ થયી ગયો ન્યાય ;લહેર કરો પક્ષકારો : વાર મારો કે કન્યા મારો પણ તરભાણું તો ગોર નું જ ભરવાનું છે . માં બાપની હયાતી માં જ તેમનું ઘર પડાવી લેવાના કારસા કરવા , કાવાદાવા કરવા , પચાવી પાડવાના કારસ્તાન કરવા , તેના માટે થયીને વૃદ્ધ માં બાપને ધમકીઓ આપ વી , પરેશાન કરવા , ત્રાગા કરવા ,માલ મિલકત પડાવી લેવા માટે પણ બ્લેકમેલીંગ કરવા, લાગણીશીલતા ના નામે પણ બ્લેકમેલ કરવા કે વૃદ્ધાવસ્થાનો ગેર લાભ લેવા જેવી પ્રવૃત્તિઓ કરવી અને તેના જેવી વૃત્તિ અને ખોટી નિયત માટે અશોભનીય ભાષા સાથે વાણી વર્તન અને વ્યવહાર માં વિવેક ભૂલી જવો તે આજના ભણેલા ગણેલા અને સુખી સમૃદ્ધ અને મોભાવાલા સંતાનો પણ આવું કરતા જોવા મળ્યા છે। .નિયત બજારુ ચીજ નથી કે ખરીદીને અપાવી શકાય ? અને લવાદ તરીકે આવેલા મહાનુભાવો છેલ્લે કહેશે : અમે શું કરીએ ? અમારું કહ્યું ભાઈ નથી માનતા કે બેન નથી માનતા : આ તો તમારા ઘરનો મામલો છે તમે જ નીપટાવી લો ને . પાંચ નો ચુકાદો , સુપ્રીમ કોર્ટનો ચુકાદો , લવાદ નો ચુકાદો >....વ= બસ વાતોના વડા .....
આ છે નિયતિ અને નિયત વચ્ચેની એક સાંઠ -ગાંઠ ,
નિયતિને ફેરવવાની કોઈની તાકાત નથી અને નિયત ક્યારે ફરી જાય છે તેનો કોઈ અંદાજ નથી .....
ગુણવંત પરીખ
અમદાવાદ
14-7-13

No comments:
Post a Comment