Vibhajan = vikalp ke vishfot ne nimantran ?

         -: વિભાજન  :-

              વિકલ્પ  કે  વિસ્ફોટ ને  નિમંત્રણ  ? 


વિભાજન  એ  વિકલ્પ  નથી  પણ  સુલેહ  અને   શાંતિ  પામવા માટે નો  એક  વિનાશક વિચાર  છે।  પરંતુ  કમનસીબી  કેવી  છે  કે  સૌ  તે   જાણે  છે  છતાં  તે જ  વિકલ્પ  પસંદ પણ  કરે  છે આઃઆઃઆઆટ કાલ   થી  આ આપને   જોતા  આવ્યા છીએ. પોતાના  જ     વચ્ચે  થતા  વારંવાર  ના  કલહ  ,કજિયા  અને  કાવા દાવા થી  ત્રસ્ત  પિતામહે  પણ  આજ   વિકલ્પ  વિચાર્યો , ભગવાન કૃષ્ણ  જેવા   વિચક્ષણ  મહાપુરુષે   ઓપન તેને  મંજુરી  આપી , હસ્તિનાપુર  વહેચાઈ  ગયું  :ઇન્દ્રપ્રસ્થ  અસ્તિત્વ અ માં  આવ્યું : છતાં  દુર્યોધન ના  અસંતોષી  મનને  સંતોષ  મળ્યો  ?  ના। ..ના  અને  ના।  ઉપરથી  અફેખાઈ ની  આગમાં  તે   વધારે  શેકવા લાગ્યો  અને  પેતરા  કરવા  લાગ્યો  કે  કેમ  કરીને  ઇન્દ્રપ્રસ્થ  પડાવી  લેવું।   ઇન્દ્રપ્રસ્થ  તે  દુર્યોધનની  નીપજ  નહો તી  ,પિતામહ તે સમજતા  હતા , કૃષ્ણ  તે   જનતા  હતા ,  વિદુર  જેવા     જ્ઞાની ને પણ  તેની  ખબર   હતી ,  :  પણ  કહેવાય છે  નએ     ને કે  વિનાશકાળે    વિપરીત  બુદ્ધિ  ...   ભાગલા પડ્યા  , તેને  એટલે  ભાગલાને  સમર્થન  મળ્યું। ,જુગાર  ને  મંજુરી    મળી  અને  છેવટે  બનવા  કાલ  બની ને  જ  રહ્યું।   વિધિના  વિધાન ને  કોણ  રોકી  શક્યું ?  અખંડ  હિન્દુસ્થાન નું   ભારત   અને  પાકિસ્તાન માં  વિભાજન  ગાંધીજી ને  પસંદ  નહોતું  , સરદાર   ને  પણ  કદ્સચ  ઓછું  ગમ્યું  હતું  પણ  તેમ  છતાં  ય  અનેક  ધુરંધરો એ   તે  સ્વીકારી  લીધું  ,  અમારું  જેમ  થવું  હોય  તેમ  થાય  પણ  અંગ્રેજો  તો  જાય  જ  જાય  બસ  આ  એક  જ   મુદ્દે  કદાચ  સહુ   મને  કે  કામને  પણ  સંમત   થયા  ભાગલા  પડ્યા  અને  આજે  તેમની  વચ્ચેના  સંબંધો  આપને  જોઈ  રહ્યા  છીએ  .
        આટલા  બધા  પાછળ  જવાની    જરૂર નથી  :  સ્વતંત્રતા   પછી  ભારત માં  પણ  આવો જ  બનાવ  બન્યો  આંધ્ર ને  છુટું  પાડવા  માટે  તોફાનો  થયા  અને  છેવટે  વિચક્ષણ  વડાપ્રધાને  અલગ  આંધ્ર ની  મંજુરી  આપવી  પડી  સ્વતંત્ર  ભારત નો  વિભાજન નો  આ  પહેલો  વિકલ્પ અને  પસંદગી ને  મંજુરી  આપવી  પડી  હતી।   આ  પગલું  પહેલી  નજરે  ભલે   યોગ્ય ગણાયું  હોય , પણ  તેના  દુરગામી  પ્રત્યાઘાતો  આજે   પણ  શમ્યા  નથી। એક બાજુ  સરદાર  પટેલે   નાના રજવાડા ને  ભેગા  કરીને  અખંડ  ભારત  નું   સ્વપ્ન સિદ્ધ  કરવા   પ્રયત્ન  કર્યો  હતો  અને   બીજી  બાજુ  ભાષાવાર   વિભાજન  શરુ  થયા  :અંગ્રેજોના  દ્સમાયના  પાંચ  પ્રાંતો  માંથી  અનેક  રાજ્યો  સ્વતંત્ર  રાજ્યો  બની  ગયા   :  અને  છતાં  પંજ  શાંતિ   મળી  ? ના  શાંતિ  મળી ,  ના  શાંતિ  સ્થાપી ,  ના  સંતોષ  મળ્યો  અને   અસંતોષના  ઉકળતા  ચારુ  એ  ચારે  બાજુ  એક  હું  અલગ  હું  અલગ  નો  નારો  શરુ   થયો।  .1957 -58   ના  ગાળા  માં  દ્વિભાષી રાજ્ય ની  ચળવળ  માં  મહારાષ્ટ્ર , ગુજરાત  અને  મુંબઈ   સંડોવાઈ ગયા   અને  ભલે  ગુજરાત ને  એમ  લાગતું  હોય  કે  આપનું  ગુજરાત  છુટું  થયું  , ગુજરાત  સ્વતંત્ર  થયું    પણ  મુંબઈ  આપની  વચ્ચે  થી  જતું   રહ્યું  અને  મહારાષ્ટ્ર  મુંબઈ ને  પડાવી  ગયું   અને  આપ-ને    દેખાતા રહી  ગયા  .  મહાગુજરાત  ના  નામે  ગુજરાત  નું  નવું  એકમ  અસ્તિત્વ માં  આવ્યું  તો  ખરું  પણ  આજે  પણ  તેનાતી  પુરતો  સંતોષ  છે  ?  ના    આજે   પણ  એક  ખૂણે  સૌરાષ્ટ્ર   અને  કચ્છ  પોતાને  અલગ  રાજ્ય  આપવાની  માંગણી  તો  કરે  જ  છે  .કાલે  ઉઠી નને  વડોદરા  કહે  હું  અલગ   પહેલા હતું  જ  , હું  કેમ  અલગ  ના  બનું  ? મહેસાણા  કહે  ગાયકવાડીમાં  અમે  અલગ  મોભો  ધરાવતા  હતા  અમોને  પણ  ઉત્તર ગુજરાત નું  રાજ્ય  આપો  તો  શું  થશે  ? એવું  માનવને  કોઈ  કારણ  છે  કે  અલગ  કે  નાના  રાજ્યો  થવાથી  વહીવટ   સારો  ચાલશે  ? રજવાડા    વહીવટ  સારો      ચાલતો ?   નહોતો ? સયાજી RAVC ગાયકવાડ નો  વહીવટ  કે  સૌરાષ્ટ્ર માં  ભાવનગર  JE વ  રાજા ના  વહીવટો  સારા  હતા  અને  આજે  પણ  પ્રજા  તે  યાદ કર   જ  છે  અને   છતાં  ય  સરદારની   કુનેહે  તે  સૌને  એક  તાનતાને  બન્દ્જહ્યા  હતા  અને  આજે  આ  જે  વિભાજન નો  દોર  ચાલુ  થયો  છે   તે   શેના માટે  ?  હું  અને તમે  કે  પ્રજા  મુર્ખ  છે  કે  આ  સમજી  શકાતી  નથી ? રાજ  અને  રજવાડા  તો  ગયા  પણ  ઠેર  ઠેર  નવા  રજવાડા  ઉભા  થવા  લાગ્યા  અરે  એક  નાના  ગામ નો  સરપંચ  પણ  પોતાને  તે  ગામનો  ધણી  સમજી  ને  રાજ્ય  કરે  છે  તેવા  ઉદાહરણો  છે। 

      ભાષાવાર  રચનાએ ભાષા વાળ  ઉશ્કેર્યો , જૂથ બાંધી  વધી , ગમે  ગામ  પક્ષો  પડી  ગયા  , ,રાષ્ટ્રનું  વિભાજન  રાજ્યોમાં  થયું  ,  રાજ્યોનું  વિભાજન  જીલ્લાઓ માં  થયું  ,જિલ્લાઓનું  વિભાજન  કરીને  નવા    તાલુકા બનાવાયા  અને  તાલુકાઓ એ   નવી  સરહદો  પાડીને  નવા  ગમતાલો  બનાવ્યા  અને  છેવટે  શું  પામ્યા  ?  ઝગડા  ઝગડા  અને  ઝગડા   છે  ક્યાય  ઈઆટા  કે  એખલાસ  ?  કે  એકતા ?ઉત્તર પ્રદેશ  માંથી  ઉત્તર ખંડ  જુદું  પડ્યું  પણ   હજુ માબેન  કહે   છે  કે  હજુ  બીજા  ચાર  ભાગ  પાડો , બિહાર માંથી  ઝર ખંડ  જુદું  પડ્યું ,મધ્યપ્રદેશે  છત્તીસ ગઢ  જુદું  પડ્યું તે  છતાં  ય  ક્યાય  સંતોષ  અને  શાંતિની  હવા  છે ?  લોકાશાહુ=ઇના  નામ  ઉપર  ભાગલા પડી ને  એક  ને  બદલે  અનેર્ક ને  રાજા  -વાળા -  વહીવટ  કરતા  બની  જવું  છે  - રાજ્ય  હોય  કે  રાષ્ટ્ર  હોય  , જેમ વહેચવું  હોય  તેમ  વહેચો , જેમ  ભાગલા  પાડવા  હોય  તેમ  ભાગલા  પાડો  , પણ  અમોને  સત્તા  મળવી   જોઈએ  તે  જુ  માત્ર  એક  સિધ્ધાંત  અને બ આદર્શ   નજરમાં દેખાય  છે।  કોઈને  આ  ભળી  ભોળી  પ્રજાની   સહેજ  પણ  દરકાર  હોય  તેમ   લાગે છે  ખરું  ?  જેનું  જે  થવું  હોય  તે  થાય  અમારે  તો  બસ  સત્તા  જોઈએ  અમે  તમારા  ઉપર  રાજ્ય  કરીએ  અને  તમે  અમોને  પુછાતા આવો બસ  આજ  એકી  ધ્યેય  જો  વિભાજન ન ઓ  હોય  તો  વિભાજન  શું  આપશે  ?વિભાજન  વિનાશક  વિસ્ફોટો  સર્જાશે

  આંધ્ર માંથી  તેલંગાના  છુટું  પડવાના  વિકલ્પ  થી  પણ  દરેકને   સંતોષ  નથી  ઉપરથી   બોડોલેન્ડ  જેવા  બીજા  તત્વો  ઉભા  થયા  ,  માયાબેને  બુમ  ઊપડી  , કત્છ  અને  સૌરાષ્ટ્ર  પણ  ગણગણવા  લાગ્યા  અને  બીજા  આવા  કેટલા   પરિબળો  હશે  જે  તેમનો   અસંતોષ અને  તેની   વરાળ  નહિ  કાઢે?

ગુણવંત  પરીખ
12-8-13

No comments:

Post a Comment