The role of senior citizens in reconstruction of Nation

       વરિષ્ઠ નાગરિક

                                                                                              ROLE   OF  SENIOR  CITIZEN  FOR  RECONSTRUCTIN   OF NATION

        
     રાષ્ટ્રિય નવનિર્માણમા  વરિષ્ઠ                 નાગરેકોનીભુમિકા

         એક  શાસ્ત્રિય  ઉક્તિ  છે  -

ન    સા  સભા  યત્ર  ન  સંતિ  વ્રુધ્ધા
ન તે વ્રુધ્ધા  યે ન વદંતિ  ધર્મમ
ન સ ધર્મ  યત્ર  ન  સત્યમ  અસ્તિ
ન  તત સત્યમ  યત  છલેન અભુપ્રેતમ્


  કોઇ પણ  સભા  સમેલન  વયસ્ક વ્યક્તિની  હાજરી  વગર અધુરુ છે-વ્રુધ્ધ  એટલે  ખોટકાઇ   ગયેલી  ગાડી આઉટ  ડેટેડ  ચેક  ખુણાના  સ્થાન  માટેની  વ્યક્તિ- ઘરડા -  બુઢ્ઢા  અશક્ત આ  થોડીક વ્રુધ્ધની  સજ્ઞાઓ  છે  - વ્રુધ્ધ  એ   દયાપાત્ર  વ્યક્તિ સહાનુભુતિ પ્રપ્ત  કરવાને  યોગ્ય  વ્યક્તિ -  અને  આ  માનસિકતા  દુર   કરવા  ને  માટે   વ્રુધ્ધ  માટે   નવનિર્મિત  શબ્દ  આપ્યો  વરિષ્ઠ  નાગરીક વયસ્ક નાગરિક -  પીઢ વ્યક્તિ  પ્રૌઢ  વ્યક્તિ  - આ  એક  એવી  વ્યક્તિ છે  જે  જીવનના  ઉત્તરાર્ધમા  પ્રવેશી  ચુકેલ  વ્યક્તિ  છે   -  ઓછામા ઓછા  50  +  -  5558- 60  65-  70  -   જુદી  જુદી  કક્ષાએ  જુદી  જુદી   ઉમરની  મર્યાદા  - પણ  તે  સદા  સન્માનનીય  વ્યક્તિ   છે -  તેની  પાસે  અનુભવનુ  ભાથુ  છે  -  તેણે  અનેક  લીલી  -સૂકી   જોઇ  છે -  ચડતી  પડતી  જોઇ  છે -  સામાન્યરીતે  સુખ  અને  દુખ  બન્ને  નો  તેને  અનુભવ  છે  -જીવંનના  અનેક  આટા  પાટા માથી  તે  પસાર  થયેલ  છે  -તેના  અનુભવનો   ઉપયોગ  તેના  પછીની  પેઢીને  મળી  રહે  તે  જરુરી  છે  .  તેણે  જે ભુલ  કરી  તે દોહરાવાય  નહી  અને જે  જરુરી  પળ  તે  ચુકી  ગયો  તે પળ  મલે  તો  ફરીથી ચ્કી  જવાય  નહી  તેનુ  મર્ગદર્શન   મત્ર  તે જ સારી રીતે  આપી  શકે .પણ  તે  માટે    માર્ગ   દર્શન  મેળવનાર માટે  પણ  એક  સહિતા  છે  -  તેના  અનુભવ  અને જ્ઞાનનો  ઉપયોગ  કરવા  માટે  વિવેક બુધ્ધિ  જરુરી છે  - જ્ઞાન  પિપાસુ  પણ  વિવેકી  હોવો  જરુરી  છે  અને  જ્ઞાન  પ્રદાન  કરનાર  પણ  મોટા  મનનો  હોવો  જરુરી  છે  યાદ  કરો  રાવણ -  અંતિમ    શ્વાસો  પર  હતો  ત્યારે  રામે  લક્ષ્મણને તેની  પાસે  રાજનિતીનુ  જ્ઞાન  લેવા  મોકલ્યો  હતો  - આ  પ્રસંગે  બન્ને  પક્ષની મર્યાદાઓ    બતાવી  દેવાઇ  છે  -  લક્ષ્મણને  વિવેક  શિખવ્યો   અને રાવણે   પ્રસંગની  મરયાદા   જાળ્અવી  અને  લક્ષ્મણ વિરોધી  છાવણીનો  હોવા  છતા  પણ તેન્એ  યોગ્ય   માર્ગ દર્શન  આપ્યુ  - રામને  ખબર  હતી  જ  કે   રાવણ  ઉદાર  દીલ્  છે  -  જ્ઞાની  છે  -સક્ષમ  છે  -તેના  જ્ઞાનનો લાભ  દરેકને  મળવો જ  જોઇયે  અને  તે  મેળવવા  માટે   તેનુ  માન  સન્માન  જળવાય  તે પણ  જરુરી  છે  તે પણ  આ  પ્રસંગે સિધ્ધ  કરી  બતાવ્યુ  છે  .  તાજેતરમા  ગુજરાત  પોલીસે
  સીનીયર સીટીઝન  બ્રીગેડ  ની  રચના  કરી  છે  -  ત્યા  આ પ્રશ્ન    આવ્યો  જ  હતો   -  આ  માટે  નિવ્રુત્ત  અધિકારીઓ  વયસ્કો    વિવિધ  ક્ષેત્રના  મહાનુભાવોની સેવાઓ  આવકારવામા  આવી  હતી  -  સેવાઓ સ્વૈચ્છીક  હતી  -  પણ  એક  મર્યાદા  - ઉમ્મરની  મર્યાદા -  ઉમ્મરની સીધી  અસર  અને  તેના  પરીણામો  નજર  અન્દાઝ  થયિ  ગયા  -  વયસ્કની  શારિરીક    ક્ષમતા  અને  મર્યાદાઓ  નો  ખાલ રાખવો  જ  જોઇયે -  અલબત્ત  -તેની  પાસે  જ્ઞાન  છે  -  અનુભવ  છે  -  વહિવટી   બાબતોનુ જ્ઞાન  અને  અનુભવ  પણ  છે  --તેના  ભુતકાળના  અનુભવોનુ  એક  મોટુ  ભાથુ  છે  -પણ  તેન્એ જ્ઓ  એમ  કહેવામા  આવે  કે  રાત્રે અગિયાર  વાગે  એક   ટ્રાફિક  પોસ્ત  પર   ઉભા  રહેજો  -  તો  ભલે તે  જરુરી હોય   પણ  તેના  માટે  પસન્દ  થયેલ  વ્યક્તિ  તે  વયસ્ક્  ના   હોઇ  શકે  -  ટ્રાફિકના  નિયંત્રણ  માટેના  તેના  સુચનો  અગત્યના  છે  -તે  ટ્રાફિક  નિયંત્રણ  માટે ઉભો  રહે તે  જરુરી  નથી  -  તેના  સુચનો  અગત્યના  છે  પ્રજા  પાસે પણ  ટ્રાફિક  સે ન્સ   નથી  - કદાચ  એમ  કહુ   કે  પ્રજા  પાસે  તે  પ્રકારની  શિસ્ત  નથી  તો  તે  પણ  ખોટુ  નથી  -પ્રજાને શિસ્ત  શિખવાડવા  માટે  વયસ્ક    શિક્ષક બની  શકે   પોલીસ  ની લાઠી હાથમા  ના  પકડી  શકે  અન્એ  પકડે  તો  તે    યુવાન  ગુનેગાર  સામે  ટકી  ના  શકે   આ  જ્ઞાન  જરુરી   છે  અને   આ  બન્ને  બાબતો નો સમ ન્વય
કરીને  વયસ્કોનો  ઉપયોગ  કરવો  જોઇયે.   .વિદુરજી   વલ્લવભાઇ  ચાણક્ય કે  ગાધીજી  - તમામ શ્રેષ્ઠ  વયસ્કો હતા-  વિદુરજી  શસ્ત્ર  સાથે  કુરુક્ષેત્રમા  ગયા  નહોતા-વલ્લવભાઇ  લશ્કર  સાથે  મોરચે  ગયા  નહોતા-ગાધીજી  નિશશ્ત્ર   હતા તેઓ  પાસે  શસ્ત્રો  નહોતા  -રણનિતી  હતી- વ્યુહરચનાઓ  હતી વ્યુહરચનાઓથી  તેમણે  વિજયો  પ્રાપ્ત  કર્યા અને  ધાર્યા નિશાન  સર  કર્યા  આ  અનુભવ  વ્યુહરચના  અને  મુત્સદ્દીગીરીનો  પ્રતાપ  છે  -જેને  આપણે  ચાણક્ય નિતી  કહિયે  છિયે.-વરિષ્ઠ નાગરીકની  આ  શક્તિ  છે  -ચાણક્યનિતી.-તેનો ઉપયોગ  કરો.

   યુવા  પેઢી  પાસે  તરવરાટ  છે   તેટલાજ  પ્રમાણમા  ઉશ્કેરાટ  પણ  છે  ઉતાવળ  પણ  છે  -  કાર્યક્ષમતાની  સાથે    સાથે  જ  એક  મહત્વાકાક્ષા   પણ  છે   તરવરાટ  અને   કાર્યક્ષમતાથી   મહત્વાકાક્ષા  સિધ્ધ  થાય છે  અને   ઉતાવળ  અને  ઉશ્કેરાટથી   અવરોધો પેદા  થાય  છે  તે  વાત  અને  સત્ય  માત્ર  અને  માત્ર  વયસ્કો જ  સમજાવી  શકે   અને  તે સમજવા  માટે  યુવા  પેઢી એ    તૈયારી દર્શાવવી  પડે .  અભ્યાસ  અને  શિક્ષા  પ્રાપ્તી  વખતે   ઉધ્ધતાઈ ના  ચાલી  શકે   ત્યા  વિવેક  અને  આજ્ઞાપાલન   જરુરી છે  અને તે  પણ    યુવા  પેઢી  માટે  જરુરી  છે  -  અવિવેક  અને  ઉધ્ધતાઇ એ  શિક્ષા  પ્રાપ્તી ના  અવરોધક  પરીબળ  છે  તો  સામે  છેડે  વયસ્કો માટે  ક્ષમાપના નો એક  આવશ્યક  ગુણ પણ  એટલોજ જરુરી  છે  -   યુવા  પેઢી  આડુ  અવળુ  બોલી જાય કે   કદાચ  ખરાબ  વર્તન  પણ  કરી  જાય  તો  તે  દરગુજર  કરવાની   સહનશીલતા  અ ને  ક્ષમાપના પણ   વયસ્કો એ  કેળવવી  પડે  - વયસ્ક  વડીલ  કે  વરિષ્ઠ  નાગરીક   -  તે  ક્ષમતા  ધરાવે છે  - વ્રુધ્ધ   માટે તે  મુશ્કેલ  છે  -  આપ શુ  બનવા માગો છો -  વ્રુધ્ધ  કે વરિષ્ઠ  નાગરીક  - તે  આપે  નક્કી  કરવાનુ  છે -  તમારુ  કહ્યુ  બધા  માને  જ તેવી  અપેક્ષા  આખી   શકાય  નહી  - તે  સમજવાની  જરુર વયસ્કોની  છે  અને   તમોને  ગમે કે ના  ગમે   -  અણગમતી  વાતનો  વિરોધ  વિદ્રોહથી   કરવો  જોઇયે  નહી  તે  વાત  યુવા  પેઢીએ   સમજવાની

      આદિ કાળથી  ચાલી  આવતી બાબત  છે  -  વયસ્કોની ભુમિકા    શિક્ષાત્મક  રહેલ્  છે  - વયસ્ક  વ્યક્તિ  શિક્ષા -  સજા - આપી  શકે  -દડાત્મક ભુમિકા- શિક્ષા  શિક્ષણ્ બોધપાઠ - પણ  આપી  શકે  -આદેશાત્મક  - સલાહ  સુચનની  ભુમિકા- ગુજરતીમા  કહેવત  છે -  ઘરડા વગર  ગાડા  વળે  નહી ઘરડા  ગાડા  વાળે  -કટોકટીની  પળે  વયસ્ક  વ્યક્તિ  જ   માર્ગદર્શન  દિશાસુચન  આપી  શકે  - અપવાદ  સ્વરુપે   આ  અધિકાર   કુશળ 32  લક્ષણી  વ્યક્તિ  પણ ભોગવી   શકે   છે  -  જેમકે  રામાયણ  મા  પરષુરામ જેવા  મહા  ક્રોધી ઋષીને   એકબાજુ  લક્ષ્મણ  ઉશ્કેરતો  હતો  અને  પરાકાષ્ઠા   આવે  ત્યારે    રામ  બાજી   હાથમા  લેતા  હતા અને  ઋષીને   શાત  કરતા  હતા -  રામ્ પરષુરામની  સરખામણીમા  ઘણા  નાના  હોવા  છતા   -ગાડુ    વાળવાની   ક્ષમતા  તેમન્ઈ  હતી  -આવા  જ સક્ષમ  મહાનુભાવી  વ્યક્તિ   મહાભારતમા  પિતામહ  ભીષ્મ  હતા યોગેશ્વર  ક્રુષ્ણ  હતા- કદાચ  હુ  એમ્  કહુ  કે  મહાત્મા  વિદુર   સૌથી  નાના  હોવા  છતા  પણ  તેમના અવાજમા  એક રણકો  હતો  - ધ્રુતરાષ્ટ્ર  સૌથી  મોટા ઉમ્મરમા -  હસ્તિનાપુરના  રાજા-  છતા  સલાહ તો  તે  વિદુરની જ લેતા  હતા  અને  વિદુરવાણી જ શ્રેષ્ઠ મનાતી  હતી  પિતામહ   પણ   વિદુર  પાસે  જ  મન  હલકુ  કરતા  હતા  જ્યારે  કૌરવો  તેમનુ  કહ્યુ  માનતા  નહોતા  ત્યારે  તે  વિદુર  પાસે  જ  મન  હળવુ  કરતા  હ્તા- અરે  માતા  સત્યવતી  પણ  વિદુર  પાસે  જ   સાચી  સલહ  અને  સુચનની  અપેક્ષા  રાખતા  હતા  માટે  જ તે  સાચુ છે  કે 
ગુણાનુ  સર્વત્ર  પુજ્યતે
ન ચ  વય  ન  ચા લિગમ

     મારી  માતા  માટે  પણ  મને એટલુ  જ માન  છે  તેનાથી  મોટા  તેના  ભાઇઓ બેન બનેવી -  જેઠ -  જેઠાણી  તેમના  તમામ  સંતાનો  આ  સૌ  મારી  માતાનો    પડ્યો  બોલ ઝીલી  લેતા  હતા- તેનો  શબ્દ  કોઇ  ઉથાપે  નહી- દરેક સારે  માઠે  પ્રસંગે   તેની  સલાહ  અને  સુચન  મુજબ   જ  વ્યવહાર   થાય   અને  તેમા  કોઇ  કચવાટ  કરે  જ  નહી  - અને  તે  પણ  જ્યારે  તે  સૌથી  નાની  ઉમારે  હતી  ત્યારે  -  પણ  કહેવાય  છે  ને કે  સમય  સમય ને  માન  છે  નહી  મનુષ્યઈ    બળવાન  --જ્યારે  તેની  વય થયી ત્યારે  તેના  મનમા   એક દુખની  રેખા  હતી -  પાછલી  ઉમરે  તેના  જ સંતાનોમા  કોઇ  કચવાટ   હતો  -  જે  તે  ના  કહી  શકી  -ના  સહી  શકી  અને  છેવટે  એક  સંતાનને  પોતાની  બાકી  જીદગી  આપીને  વિદાય    લીધી  -સદાને  માટે -  કોઇક સંતાનને  એમ  હતુ  કે  મારી  મા બીજાના  કામ  કરે છે  અને  અમોને  અવગણે છે  - પડોસીના  કામ  કરવા  અને  અમોને  દબડાવવાના -  ઘરના  છોકરા  ઘંટી  ચાટે  ઉપાધ્યાયને  આટો  -  પણ એ  અસંતોષી  જીવની  માન્યતા  હશે- પાછલી  ઉમરે  તેણે  હોઠ  સીવી  લીધેલા  અને  કડવા  ઘુટ  સાથે  વિદાય  લીધી-
કાબે અર્જુન  લુટિયો  -વો  હિ  ધનુષ  વો  હિ  બાણ ..

કાબે અર્જુન  લુટિયો  -વો  હિ  ધનુષ  વો  હિ  બાણ ..

       માટે  જ  એવુ  કહેવાય  છે  કે  અમુક  તબક્કે  હઠાગ્રહ દુરાગ્રહ-  અને  પુર્વગ્રહ -  ત્યજીને  તમામ  વ્યવહાર    અનુગામી  પેઢીને  સુપ્રત  કરી  દેવા  જરુરી  છે  -સલાહ  અને  સુચનના  અધિકાર    જતા  કરવા- યોગ્ય  તબક્કે  -યોગ્ય સમયે -  તે  અધિકાર  અનુગામી  પેઢીને આપી  દેવાના -  તે  માગે તો  અને યોગ્ય  જણાય  તો  સલાહ  અને  સુચન  અનામત રાખવા  તે  જરુરી  નથી  કે  તે અનુગામી  પેઢી  તમારા  કરતા  ઓછી   કુશળ છે  -  કૌટુમ્બિક  ક્ષેત્ર  હોય  કે  રાજકિય  ક્ષેત્ર  હોય  -  દરેક  ક્ષેત્રમા   આ  સનાતન  સત્ય  લાગુ  પડે  છે -  મોરારજીભાઇ   નિશંક   પણે   સર્વોપરી  હતા- શ્રેષ્ઠ  વહીવતકર્તા  હતા છતા દરેક  રીતે અગ્રીમ  સ્થાને  હતા-  છતા પણ  એક  વિદ્રોહી તબક્કે   સત્તા  ત્યાગ  કરી જ  દેવો  પડેલો  -  અટલજી    માટે  પણ  બેમત  નથી   જ  - પણ  ઉમ્મર  અને  શારીરીક  ક્ષમતા  તેમને  સાથ  નથી  આપતી  - નરેન્દ્ર મોદી  વિદુર્ની સમકક્ષ  છે  -  કદાચ  એક  ડગ  આગળ  પણ   માની   શકાય સિધ્ધત્ની  બાબતે  વિદુરજી  અને  મોરારજીભાઇ   સમકક્ષ  હતા  જ્યારે  નરેન્દ્રભાઇ   યોગ્ય  સમાયોજન  કરી   શકે  છે  અને  દરેકને    એક  તાતણે  પકડી   રાખી  શકે  છે વરિષ્ઠ  નાગરીકની  આજ  ભુમિકા  અગત્યની   છે  કે સૌને  એક  તાતણે  પકડી  રાખવા મતભેદ  અને  મનભેદ   તો  હોય  જ  અને રહેવાના  જ  -  તે  દુર કરી  શકાય  જ  નહી  -ફક્ત  યોગ્ય  સમ્ંવય  અને  સમાયોજન જ  જરુરી   છે  બસ  આજ  છે  વરિષ્ઠ  નાગરીક  ની  ભુમિકા ----

ગુણવંત  પરીખ



Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.


No comments:

Post a Comment