Aachar sanhita 2


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



                    આચાર  --  સંહીતા  -  2

      આ એક અત્યંત  સંવેદનશીલ  વિષય  છે. આચાર  સંહીતાનુ  અર્થઘટન   કરવુ  અને  તેનુ  અમલીકરણ   કરવુ  તે  નાની  સુની  વાત  નથી.-તેને માટે  વિશાળ  અભિગમ  ,દૃષ્ટિકોણ   અને વિવિક બુધ્ધીની  જરુરત  રહે છે . પહેલીનજરે  અથવા  નરી  આંખે  આચાર  સંહીતાનો  ભંગ  કરતી અથવા  ભ્રષ્ટ  દેખાતી  વ્યક્તિ  પણ  અણીશુધ્ધ  પ્રમાઁણિક હોઇ  શકે  છે  અને તેનાથી  વિરુધ્ધ  જહેરમા  સત્યવાદી  હરિષ્ચંદ્ર  લાગતા  મહાનુભાવ  અંતરંગ મંડળ મા  નવા  સ્વરુપે  દેખાય છે.  અને માટે જ  અમલીકરણ  માટેની  જે સંસ્થા  હોય  તેના  સર્વે સર્વા  તો એવી   વ્યક્તિ  હોવી જોઇયે  જે નિર્લેપ  અને  સમદ્રષ્ટી  ધરાવતી  હોય.-વ્યવહારમા  આ  કેટલુમુશ્કેલ  કામ  છે  તે તો  વહિવટમા  રહેનાર  જ  પારખી  શકે .

        પાછલા યુગ  ને  બાજુ  પર રાખીને-આપણી  લોકશાહીની  જ  વાત  કરિયે.  .બંધારણના ઘડવૈયાઓ નિષ્ણાત હતા- કાબેલ  હતા-કુશળહતા-સિધ્ધહસ્ત  તજજ્ઞો હતા-ભારોભાર ઇમાનદાર  હતા તેમની  નિષ્ટા માટે  બે  મત   નહોતા અને  આજે  પણ  નથી  - એકલા   ધારાગ્રુહની  જ  વાત  આજે તો  વિચાર માગી લે  છે.  ધારાગ્રુહનુ   સંચાલન  સ્પીકર  કરે છે-  તેમનીપાસે  સતા  નથી તેવુ  તો  તે  કહી શકે  તેમ  નથી. -  તે ગમે  તે    સભ્યને  ગ્રુહની  બહાર  મોકલી  શકે  છે  -ના  માને  તો સારજંટો પણ  છે  -અને  તેનોઉપયોગ નથી  થયો તેમ  પણ  નથી-  તો પછી  એવી  કયી  મર્યાદા નડે છે કે  અવ્યવસ્થા   સર્જતા  પક્ષના -  વિરોધ  પક્ષના સભ્યોને તે  કાબુમા  નથી રાખી  શકતા?  એક  શાળાના વર્ગમા જો એકાદ બે  છોકરાઓ   તોફાન કરતા હોય  તો  શિક્ષક  તેને  વર્ગની  બહાર  કાઢીમુકે  છે  -તેમના તોફાનને  કારણે   આખો  વર્ગ  બંધ  ના  કરી  શકાય  . કદાચ  કોઇ  મુદ્દા ઉપર  આખો  વર્ગ  તોફાનમા  ભળી જાય  તો  હેડ માસ્તરને  જાણ  કરીને  શિસ્તભંગના  પગલા  પણ  લયી  શકાય  -  તેના  માટે  આખી  શાળા  બંધ  ના  કરી  દેવાની  હોય.,છેલ્લા  કટલાક સમયથી   ધારાગ્રુહો ના  દખાવો   આવા  તોફાની  છોકરાઓ  કરતા  ય   હલકી કક્ષાના દેખાયાછે અને જેમના  વિરોધી દેખાવો  એટલી  હદે   પહોચી   ગયેલા જણાયા  છે  કે    ગ્રુહની કાર્યવાહી જ ચાલે નહીં   અને  તે એકાદ  કલાક  કે  સેસન  પુરતી નહીં પણ  આખો  દિવસ  ગ્રુહનુ  કામકાજ ચાલે જ  નહીં.. માનોકે એકાદ  દિવસઆવો જાય  પણ  તેવુ  તે  શુ છે કે   દિવસો ના  દિવસોસુધી  કાર્યવાહી   ખોરવાયેલી  રહે >?  લોકસભા  કે    રાજ્યસભા  - લોકશહીના  અમુલ્ય અંગો છે  -  શાસક  પક્ષ  અને  વિરોધ પક્ષ  તેના  અસરકારક  ઘટકો છે  -એક્નુ  કામ   વહિવટ  કરવાનુ  છે  અને  બિજાનુ    કામ   ભુલોદર્શાવીને  વહિવટને કાબુમા રાખવાનુ  છે  -શસક પક્ષે ના  તો એકહથ્થુ  મનસ્વીવહિવટ   કરવાનો છે  કે  ના  તો  વિરોધપક્ષે   માત્ર   વિરોધ  જ કરવાનુ   કામ  કરવાનુછે.વિરોધ પક્ષ નુ  કામ   માત્ર  વિરોધ  જ કરવાનુ  છે તેમ નથી  રચનાત્મક   કામગીરીને  ટેકો પણ  આપવો પડે.  લૉ  કોલેજના  એક  પ્રાધાપકે  એક  ઉદાહરણ  આપેલુ  - લોકશભામા  હિંદુ  કોડ  બીલ   રજુ  થયુ  ત્યારે  તેનીચર્ચા   ચાલતી  હતી   શાસક પક્ષ તરફેણમા  રજુઆત કરે  અને   તે  પછી   વિરોધ  પક્ષનો  વારો આવતો  તેમણે વિરોધ  કરતી રજુઆતો  કરી  - અને  આ  વિરોધ પક્ષ  તે  ખરેખરા તો   બીલ માટે  માગણી  કરતો  હતો  - તો પછી   વિરોધ  કેમ  ? શાસક  પક્ષના  નેતા  તો  જાણતા  જ હતા  કે વિરોધ  કરશેતોપણ  બિલ  પાસ  થવાનુ  જ છે બહુમતી તેમની પાસેછે માટે  ચુપ રહ્યા મતદાન પણ  થયુ  અને બિલ પાસ પણ  થયુ તે  પછી  તેમણે  વિરોધ  પક્ષના  નેતાનેબોલાવીને  પુછ્યુ  કે  તમે કેમ  વિરોધ  કરેલો   ?  ત્યારે તેમણે  જણાવેલકે બિલ  તો  પાસ થવાનુ  જ હતુ પણ  અમારુઅસ્તિત્વ  છે  તે  કેમ ખબર  પડે  ? વિરોધ  પક્ષનુ કામ  વિરોધ કરવાનુ  - માની  લો  કે આ પણ  વિરોધ   કરવાની  એક  રીત  હતી ચલવી  લેવાય કદાચ  ચાલી  પણ  ગયી  - પણ  આજની  વિરોધ  કરવાનીરીત   કેમ  ચલવી  લેવામા આવે  છે ?  લોકશભાનુ આ તો  કેવુ  સંચાલન   કે  જ્યા લોક્સભા  ચાલવા જ  દેવાય    નહીં  ?  આજે  સાહેબ  નથી  - આજે  રજા  કાલે પણ  રજા  બસ  રજા  જ   રજા રજા  જ  રજા આ કેવી  નિશાળ  ?  વર્ગમા તોફાન  મસ્તી થાય  તે  સ્વાભાવિક બાબત  છે  પણ  શિક્ષક આવે  એટલે   છોકરાઓ   ચુપ  થયી  જાય  - ચાલુ  વર્ગે કોઇ  ચુ  કે ચા  તો  ના  જ કરી  શકે  અને જો  કરે  તો  શિક્ષક  તેને વર્ગની  બહાર કાઢીશકે  છે  અને વર્ગ  ચલાવી   શકે  છે આખો  વર્ગ  બંધ  નથી  કરી   દેવાતો  -  લોકસભાના    સંચાલનમા   એવો કોઇ  નિયમ  જ  નથી  કે  સંચાલન  કરનાર  અધ્યક્ષ  ની  પાસે  સતા  નથી  કે  તે  તોફાની  વર્ગને  કાબુમા  રાખી  શકે  ?  ચાલુ  સત્ર  મા  -  ચાલુ લોકસભા  એ   એકદમ  ટોળુ  અધ્યક્ષ  તરફ  ધસી  જાય  ,બુમો  પાડે  ,  પત્રિકાઓ   ઉછળે  ,અરે  પત્રીકાની  ક્યા  વાત  કરો  છો  -કરંન્સી   નોટો  ઉછળે-  અને   લાચાર  અધ્યક્ષ    કશુ  જ   કરી  શકે  નહીં  ?  લાગતુ  નથી  કે  ખરી  આચાર   સંહીતાની જરુર  અહિયા  જ  છે ? માનનિય   સભ્યશ્રીઓ   છોકરાઓ  પાસેથી  આ  ગેર શિસ્ત   શિખ્યા  કે  છોકરાઓ   માનનીય  સભ્યશ્રીઓ  પાસેથી  આ  શિખ્યા?  કોણ  કોના  ગુરુ  ? 

      સામન્ય  રીતે  એવુ  કહેવાય  છે કે   સભાગ્રુહના  અધ્યક્ષ    પક્ષથી  પર  છે  -ગ્રુહના  નેતા  -  વડા પ્રધાન   પણ  તેમના  કરતા  ગ્રુહમા  ઉચુ  સ્થાન  નથી  ધરાવતા- જો  કે  એક  લાચારી  ગણો તો  લાચારી  -કમજોરી  ગણો તો  કમજોરી  -પણ  અધ્યક્ષ  ની પંસંદગી-   ગ્રુહ   બહુ મતિ  થી  કરે  છે  -અને  બહુમતી  ધરાવતો  પક્ષ  જ પોતાની  પસંદના  અધ્યક્ષને   લાવે  છે ચાલોૂતે  પણ  માનીલેવામા  વાધો  નથી  -  અરે  તેથી  પણ  વધારે  -  અધ્યક્ષ  ગ્રુહના  નેતા  પ્રત્યે   થોડુક  કુણુ  વલણ   રાખે  તે   પણ  કદાચ  માની  શકાય  -  ચલાવી  શકાય  -   પણ  અધ્યક્ષ  તોફાનો  ને  એટલી  હદ સુધીકેમ  ચલાવી  ચલાવીલે  છે કે  આખા  ગ્રુહનીકામગીરી  જ  ઠપ  બની  જાય ?     વિરોધ  પક્ષના વિરિધી  અને  વિદ્રોહી  વર્તનને શા  માટે  ચલાવી  લેવુ   પડે  ?  શાસક પક્ષ કેમ  ચુપ રહે  છે?   એવા  પણ  ઉદાહરણ  છે  કે  જ્યારે  આખે  આખો  વિરોધ  પક્ષ  વૉકાઆઉટ હોય  તો  પણ  ગ્રુહનુ  કામકાજ  ચાલે  છે  - વિરોધ  પક્ષ  વૉક આઉટ  કરે  કે વિરોધ પક્ષને   સસ્પેડ  કરાય  -  પરીસ્થીતી  તો  સરખી  જ  રહે  જો  ગ્રુહ  ચલાવવુ   જ  હોય  તો  -
          આજકાલ   કોલેજના  છોકરાઓ  પણ  આવુ  જકરે  છે કોલેજ   બંધ  -  ફી  વધારો  -નથી  પસંદ  -  કોલેજ  બંધ  -  અરે  નવનિર્માણ  યાડ  કરો  -  કોલેજ  તો  બંધ  પણ  પરીક્ષાઓ  પણ  બંધ  -  અરે વગર પરીક્ષાએ   પણ  પાસ  - આબધુ કોણ  કોની  પાસેથી   શિખ્યુ ?  આ  એક  એવુ  વિષ  વર્તુળ  છે  કે  જો  ચારે  બાજુ  ફેલાઇ  જશે  તો   કોનો  કોનો  ભોગ  લેશે?

     જેના  માન પાન ,અને  સ્થાન  સન્માનનિય  છે તેવા  બિજા  બે ક્ષેત્રો-  તબિબી  ક્ષેત્ર    અને શિક્ષણ  ક્ષેત્ર  -   તેના  અંતરંગ  જ એવા  છે કે  તે  જો  સ્વયં  શિસ્ત  બધ્ધતાથી  વર્તે તો  જ તેનુ  સન્માન જાળવી  શકે  -  તબીબોએ  સ્વાસ્થ્યનુ  રક્ષણ  કરવાનુ  છે  અને  શિક્ષકોએ  શિસ્ત અને  સંસ્ક્રુતિનુ  રક્ષણ કરવાનુ  છે  કોણ  કોનુઅને કેટલુ રક્ષણ કરે  છે તે  હવે  પછી જોઇશુ .: 

ક્રમશઃ

ગુણવંત  પરીખ
21-1-15


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment