Aachar sanhita 1

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



                ::‌-: આચાર  -  સંહીતા :-

   આમ  તો  આચાર  સંહીતા  એ  ચુનાવ  આયોગ નુ   અમોઘ  હથિયાર  છે. ચૂંટણી  આવે  એટલે   ચુનાવ  આયોગ  સજ્જ બની  જાય  અને તેનુ  પહેલુ હથિયાર  એટલે   આચાર  સંહીતા   લાગુ કરી  દેવાનો  હુકમ  જેનુ  ચુસ્ત પણે  પાલન  થવુ જોઇયે.  આ  એક  એવુ  હથિયાર  છે  કે  જેનો  કડપ  બહુ  મોટો  છે  પણ  અસર  મીંદડી  જેવી  છે. આચાર સંહીતા  ના   નામ  ઉપર  અનેકાનેક  ફરિયાદો  આવે  છે  - પણ  આચાર  સંહિતાના  નામે  અથવા  તેની અસરથી  કોઇને સજા  થયી  હોય  તેવો કિસ્સો  ભાગ્યેજ  જોવા  કે  સાંભળવા  મળ્યો  હોય.  ગાજે  છે  ખુબ પણ  વરસવાના  નામે  મીંડુ -  હશે  કદાચ કોઇ અપવાદ  -  પણ   ચૂંટણી  કમીશને  તો  ખાસ  કોઇને  ગણનાપાત્ર   સજા  કરી  હોય  તેવો કિસ્સોયાદ  નથી  આવતો. -  હા -  આ  આચાર સંહિતાના  નામે  અને  તેના  ઓઠા  નીચે વહિવટી તંત્ર   બેફામ  સતાઓ ભોગવે છે  એવુ  કદાચ બની શકે  -આચાર સંહિતાના નામે પહેલુ કામ  તો કોઇની બદલી નહીં  કરવાની- બઢતી નહીં  આપવાની-નિમણુક  નવી  નિમણુક  નહીં  આપવાની  - નવા  કામો ચાલુ નહીં  કરવાના  તે તો  ઠીક   પણ  મંજુર  થયેલ કામોને  પણ રોકી રાખવાના -   ખાળે  ડુચા  અને   દરવાજા  ઉઘાડા  જેવો  ઘાટ  =વહિવટી  તંત્ર જો ઇચ્છે  તો  આ બધુ  થયિ  શકે   માત્ર કમિશનની   પરવાનગી  લેવાની  --કેટલુ  મોટુ  નામ  - કેટલો મોટો કડપ  -  અને  સરવાળે  શુન્ય  -

     ખરેખર તો  આ આચાર-સંહીતાની જરુરદરેક   ક્ષેત્રમા  છે. વ્યવસાયના    દરેક ક્ષેત્રને  તેની  આગવી  આચારસંહિતા    હોય  છે  જ 

Code  of  conduct   -----  Proffessional Ethics    -   વિ.વિ.   વ્યવસાયના  દરેક ક્ષેત્રમા  છે  જ  પણ  તેનુ  પાલન  કેવુ અને  કેટલુથાય  છે તે  અલગ   ચકાસણીનો વિષય  છે.  કાયદાના    અભ્યસમા  તો  પ્રોફેસનલ એથીક્સ નો એક વિષય  જ  હતો  અને તેમા  વકિલો માટે  ખાસ  નિયમો ઘડાએલા  છે  -ન્યાય તંત્ર  પણ  તેનુ  પાલન  કરે છે  -બાર  કાઉંસીલ  પણ  તેનુ પાલન  કરે  છે  અરે  ન્યાય તંત્ર ના  ક્ષેત્રમા  પણ  એક  વણ  લિખીત   નિયમ  છે કે  કોઇ  પન  જજ  પાસે  પોતાના  કોઇ  સગા   કે  જાણીતા   અરજદારનો  કેસ  આવે  તો તે    -  “ Not  before  me   “ ની  નોધ  સાથેતે  કેસ પરત  કરે છે અને તે  કેસ  બીજા  જજ   પાસે  સુનાવણી  માટે જાય છે .   સામાન્ય રીતે  એમ માનવામા આવે  છે  કે  જજ  કદી  પક્ષપાત  કરે  જ  નહીં. તે સમદ્રષ્ટી   વ્યક્તિ છે  - તેનામા મારા તમારા   કે  વહાલા  દવલા જેવી  નિતી હોતી નથી  - જો  એમ જ છે તો  લોકાપાવાદનો  ડર  કેમ  ?   તેમને તેમની  નિષ્પક્ષપાતની  નિતી ઉપર કેમ  ભરોસો  નથી ?  શા  માટે તે  પોતાના   સગાનો કેસ  ચલાવી  શકે નહીં ?
આ  તબક્કે એક    શાસ્ત્રોક્ત  ઉદાહરણ આપુ  ‌- સીતાજી  ઉપર  જ્યારે આક્ષેપ  આવ્યો  ત્યારે રામે પોતે જ   રાજા તરીકે  નિર્ણય લિધો હતો  -  ઉદાહરણિય નિર્ણય  હતો  -સિતાનો ત્યાગ કરેલો  તે  નિર્ણય  વાજબી  નહોતો જ  - પણ  પ્રજાના  મનને   માન્ય રાખીને  તે  નિર્ણય  લેવાયો  હતો  - તેવુ જ ઉદાહરણ  એક  નિર્લેપ  ઋષી દંપતિનુ   છે  -વન  પ્રવાસ દરમિયાન  રસ્તામા એક સોનામહોર  નજરે પડે  છે  અને  ઋષી  પત્ની  તો  આગળ  નિકળી ગયા  પણ  ઋષીરાજ  અટકી ગયા  અને  સોનામહોર પર  ધુળ  નાખવા  ઉભા  રહ્યા-  ધુળ  અને  સોનામહોર વચ્ચે  તેમને ભેદ  આક્યો- -મહર્ષિ   વેદ વ્યાસજી અને  તેમના પુત્ર શુકદેવજી ની  તુલના પણ  આવુ જ કહે  છે  જ્યારે નિર્વસ્ત્ર શુકદેવ દોટ  મુકીનેનવનમા  ભાગે છે  ત્યારે  મહર્ષિ  પણ  તેમને રોકવા માટેવ પાછળ દોડે  છે  રસ્તામા  એક સરોવરમા  સ્નાન    કરી  રહેલી  સ્ત્રીઓએ   શુકદેવજી  માટે કોઇ  છોછ    ના    દર્શવ્યો  પણ  પાછળ   આવતા વેદ વ્યાસજીના આગળ  આવતા  પહેલા  વસ્ત્રો  ગ્રહણ  કરી  લિધા  હતા.  કારણ?  શુકદેવજી  ના  મનમા કોઇ  ભેદ  નહોતો જ્યારે  વ્યાસજી   મહારાજ  તેમની સરખામણીમા  કાચા  પડ્યા હતા.- આચાર અને  વિચાર  -અને  તેનુ  અમલીકરણ  આ દરેકનો   સમન્વય    જરુરી છે .
     આચાર સંહિતાની  આનાથી પણ  વધારે  જરુર    તો  તબીબીક્ષેત્રે   છે.  તેમનો વ્યવસાય  તે  ધંધો  નથી  પણ  એક  અતિ પવિત્ર   વ્યવસાયછે   તેનેબદલે  આજે  આ  ક્ષેત્ર એક  સંપુર્ણ   ધંધાદારી  ક્ષેત્ર બની  ગયુ છે  ..કોઇ  ગરિબ  વ્યક્તિ માટે બિમાર પડવુૂતે  એક ભયાનક   અભિશાપ  છે  . હોસ્પિટલ  , ડોક્ટરો   અને  દવા  વાળાઓ  વચ્ચે   ભિસાઇને  જ દરદી   પતી   જાય  -એક  જમાનો  હતો  -બે  ત્રણ દશકા  પહેલા  સુધી -    દરદીની સારવાર  માટે  ડોક્ટરને  બોલાવવામા  આવે  ,ડોક્ટર    આવે પણ  ખરા ,પણ  જો   દરદી  બચી  ના  શકે  તો તે  કદી  તેની  પાસેથી વીઝીટ   ચાર્જ   લેતા  નહોતા  -  જ્યારે   આજે  ?   દરદી  ના  બચે  તેમા  મારો  શો દોષ   ?    હુ  તો  આવ્યો   મારો ચાર્જ    તો  મને મલવો  જ  જોઇયે  -અરે  એવી  પણ  હોસ્પિટાલો  છે  જે  ચાર્જ વસુલ નાથાય  ત્યા  સુધી  મ્રુતદેહ  ના  આપે  / /વકીલ હારી જાય  તો  તે  તેની  ફી  ના  માગે  ? આપવી જ પડે   -તો  પછી  દરદી  મરી  જાય  તો  તેમની  ફી  કેમ  ના  મળે  ?  છે  કોઇ જવાબ  ?

    વિશ્વભરમા  જે  ક્ષેત્રના નામ  માટે   ભારત  સર્વોચ્ચ  સ્થાને હતુ  તે  શિક્ષણ ક્ષેત્ર- નાલંદા  અને  તક્ષશીલા   જેવી વિદ્યાપીઠો    જ્યા હતી  ગુરુકુળ અને  આશ્રમ શાળાઓ   જે  દેશની  શોભા  હતી   તે  જ ભારત દેશ ની  શૈક્ષણીક  સંસ્થાઓ  આજે  વેપારની હાટડીઓ  બની  ગયેલ છે  -શિક્ષણનુ પણ  વેપારીકરણ  ?   સુદામા , ક્રુષ્ણ  અને  ગુરુ  સાદીપની   ,આપણા ઉપર  કેવુ હાસ્ય  વેરતા હશે  ?  આખુ  જગત  જ્યારે વેપારી બની  ગયુ  છે  ત્યારે  બિચારા શિક્ષકો કેમ  પાછા  પડે  ? ભલે  વેપાર કરો  =લાચારી નો ઇલાજ નથી  -  પરંતુ  કહેતા  લખતા  -અને વાચનારને વાચતા પણ  શરમ  આવે  - તેમના  માથા   શરમથી ઝુકી જાય  તેવી વાત  છે  -  ચારિત્ર્ય ખંડન -   આ વ્યવસાયમા બહારઆવેલા    ચારિત્ર્યખંડનના બનાવો અને   આક્ષેપો  -શૈક્ષણિક ક્ષેત્રની તો  ધજ્જિઓ    ઉડાડી  દિધી  છે  -બહારઆવેલા  અને  બહાર  નહીં  આવેલા  કિસ્સાઓ એટલા શરમજનક  છે  કે  તેની  વાત  સુધ્ધા ના  થાય  .
    પ્રૌઢાવસ્થાએ  પહોચેલ  એક  પ્રાધાપક  -નિવ્રુત્તિને  આરે  છે  -  તેમને  આવા  ચારિત્ર્ય ખંડનના   આક્ષેપને  કારણે    રાજીનામુ  આપવુ  પડે  ,બરતરફ   થવુ  પડે  કે  પોલિસ  કેસ   સહન  કરવો પડે  - શુ  સાચુ અને  શુ  ખોટુ  તે  બાજુ  પર  રાખો  ઉચ્ચ  અભ્યાસક્રમ  સાથે  સંલગ્ન   શિક્ષક   પોતાના  પોતાનાજ  શૈક્ષણિક  સંકૂલમા કામ  કરતી  મહિલાઓને  પ્રેમ  પત્રો  લખે  અને  તે  જાહેર   થાય  - લાબુ  પોસ્ટ- મોર્ટમ   થાય  -  ત્યા  પણ  પોલિસકેસ  થાય  , તો  ક્યાક વળી  ઉચ્ચ  શિક્ષણના શિક્ષક  પોતાની સહ  શિક્ષિકા  સાથે   ગેરવ્યાજબી   વર્તન  કરે  છે  તેવા  આક્ષેપ  સાથે   સંકુલના વડા    ફરિયાદ  કરે  -  કમીટીઓ  નિમાય,  આબરુ  ના  ધજાગરા થાય  , -  કોણ  કોનો  અને  શાનો   હિસાબ પતાવે  છે કેવો  હિસાબ પતાવે  છે તે તો  કોણ  જાણે  -પણ   નાના   પડદે   લેખાકનો  આવી  જાય  -અને  મિડિયા અને  દર્શકોને  મરી  મસાલાથી  ભરપુર   થાળ મળે  - ગામના  મોઢે  ગરણુ   ઓછુ  બંધાય   છે?   શૈક્ષણિક  ક્ષેત્રના  માધાતાઓ પાસે   એટલી  તો  સત્તા  છે  જ કે  તેઓ    આ  અનિષ્ઠ્ને   દાબી શકે  -  વ્યક્તિનુ   ચારિત્ર્ય   હલકી  કક્ષાનુ  હોય  તો  તે  તેની અંગત    બબત  ભલે   રહી  -  સંસ્થા  માટે  પણ  તે    શરમજનક   બની   રહે તેવા  પ્રત્યાઘાત   જો  પડતા   હોય  તો  પોલિસ    સિવાયપણ   સંસ્થા   પોતે  અધિકાર  ધરાવે  છે કે ઘટિત  પગલા લે.

      હજુ  પણ  વધારે  શરમજનક   બાબત  આ  ક્ષેત્ર  માટે  આવેલી  છે  જ્યા  આ  ક્ષેત્રના    સૌથી મોટી  - સર્વોચ્ચ  પદવી ધરાવનાર મોટોમસ પગાર  મેળવનાર   એક   અધ્યાપક  દંપતી-પોતાની  બદ-દાનત   સિધ્ધ કરવા પોતાના જ માબાપનુ  મકાન  પડાવી લેવા માટે  પોતાના  જ બાપ  ઉપર  ગલિચ  આક્ષેપ  કરે  -હેરાન  કરે  -  પરેશાન કરે  - ધમકીઓ આપે   બ્લેક  મેલ  કરે  - ખોટા  ખર્ચા  બતાવી ખંડણી માગે  -કોઇને   પાગલ  બનાવીદે તેવા હુમલાકરે  અને  પછે  તેને   પાગલ  ઠરાવવાના પેતરા  રચે  -  બહેનોના હક્ક  ઉપર  તરાપ  મારી - મિલકત  પડાવી  લેવા  કાવાદાવા  કરે  - આટલુ  ઓછુ હોય  તેમ  પોલિસમા પણ   ફરિયાદ   કરે  કે  તેમનો  બાપ  તેમની  પાસે    અઘટિત  માગણી  કરે  છે  - ચારિત્ર્યખંડન ની   આનાથી  વિશેષ    કોઇ  રીત  બાકી  રહી  ખરી ?    એક  પળ  માટે  માની  લો  કે  આ   દંપતી જે  પણ  કરે  છે તે  તેમનો સાસારીક   વિષય    છે  કૌટુમ્બિક   મામલો  છે પણ  એક પુત્ર  કે  પુત્રવધુ  તેના બાપ ઉપર  કે સસરા ઉપર  આવો  આક્ષેપ કરે  -તો   આ  શૈક્ષણિક  ક્ષેત્રનુ  કેટલુ  અધઃપતન  દર્શાવે  છે  ?આ  દંપતીએ  તેમની  આ સર્વોચ્ચ  પદવી  ક્યારે  મેળવી,  ક્યાથી મેળવી ,કેવીરીતે  મેળવી  ,  આ નોકરી  કેવીરીતે  મેળવી  ,  ક્યારે  મેળવી ,  કયી  ક્ષમતાના  આધારે   મેળવી   :  અ વિષ્લેષણ  થાય  તો  શુ  હાલત  થાય ?  કોઠીનોકાદવ   કોને   પજવે  ?  મા  બાપ  કદી   એમ  ના  ઇચ્છે  કે  તેમના  સંતાનોની કારકિર્દી   જોખમાય -  તે  સહન  નથી  કરી  શકતા -  કહી  નથી  શકતા લાચાર  બાપના માં  પર  તાળુછે  અને  મા  છાના  ખુણે  આસુ  સારે છે  -  પોતાના   જ ઘરમા પોતે નજરકેદ  -
પુત્ર   છતા  ય  પુત્ર વિહોણી
માનુ  મન   મુરઝાય
હૈયે  વેદના  ,  હોઠ  સિવેલા  ;
આસુડા   છલકાય  ....

છતા  તે  તો  બોલશે  :  ખમ્મા  મારા દિકરા; ખમા  મારા વીરા  .....


   ક્યા  રહી  આચાર  સંહીતા  ?

સભી  મસ્ત  હૈ  કોન  કિસકો  સંભાલે  ----
જાવ  તો  ક્યા  જાવ  ,  કહો તો  કોને કહો  ?  ............

ગુણવંત  પરીખ
20-1-15
From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


No comments:

Post a Comment