Aachar sanhita 3

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


                   આચાર- સંહીતા -- 3

       આ  એક  એવો  વિષય  છે  કે  જે  સમગ્ર  સમાજ ,  સરકાર  , અને  વિશ્વના  તમામ  પાસાઓને    આવરી  લે  છે. સમાજ   કે   સરકારનુ એક  પણ  અંગ  એવુ  નથી  કે  જ્યા  આચાર  સંહિતાની  જરુર  ના  પડે.  ખરેખર   તો  આ સંહિતા  એવી  છે કે  તેનુ એકાદ  પુસ્તક જ નહિ  પણ મહભારત  જેવા  ગ્રંથો  ભરાય. .પણ   સમાજ સાથે  સૌથી  વધારે સંકળાયેલ   હોય   તેવા   સમાજના  બે   અંગોની  જ ચર્ચા  કરવામા  આવે  છે  અને  તે  બે અંગો  છે  શિક્ષણ  અને   તબીબી  ક્ષેત્ર .

      .શિક્ષણ  ક્ષેત્ર  પાયાના સંસ્કારનુ  સિંચન કરતુ ક્ષેત્ર  છે  પુરાણકાળમા  વૈદીક  વિધિથીસંસ્કાર   પ્રદાન  કરતુ  આ  ક્ષેત્ર  આશ્રમોને  હવાલે હતુ. 5   વર્ષની ઉમ્મરના  બાળક્ને  વિદ્યાભ્યાસ   માટે  આશ્રમમા મોકલવામા આવતો હતો. આશ્રમમા જ રહેવાનુ અને શિક્ષા  પ્રાપ્ત  કરવાની- ત્યા   આશ્રમમા કોઇ  ગરીબ  કે  તવંગરનો   ભેદ  નહોતો  - સૌ  સમાન કક્ષાના જ  જ્ઞાનાર્થીઓ  વિદ્યાર્થીઓ શિષ્યો કહેવાતા..આશ્રમની  તમામસગવડો    રાજ્ય  પુરી પાડે આશ્રમને  માટે  જમીન  અને નિભાવણી  માટેની તમામ  જવાબદારી   રાજ્યની રહેતી હતી  - આશ્રમના સંચાલક  શિક્ષક ગુરુ -  કોઇ  પણ વિદ્યાર્થી-  જ્ઞાનાર્થી  - શિષ્ય -  પાસેથી  કોઇ  ચાર્જ- ફી -  મહેનતાણુ  માગતા નહોતા-લેતા  પણ  નહોતા-  અપેક્ષા  પણ  રાખતા નહોતા- કે  શિક્ષા પ્રદાન કરવામા કોઇ  ભેદ ભાવ  પણ  નહોતા  કરતા- તમામને   સરખી વિદ્યા  આપવામા  આવતી હતી  -વિદ્યાર્થિની  ગ્રહણશક્તિ   અને  આવડત અને  લાયકાતની પરીક્ષા પણ ગુરુ લેતા  હતા-ગુરુદ્રોણ     અને  અર્જુન  એ ગુરુ શિષ્ય  ના  સંબંધનુ  શ્રેષ્ટ  ઉદાહરણછે. શિક્ષણ  પુરુ  થાય  ત્યારે  શિષ્ય પોતાની  યથા શક્તિ  ગુરુ  દક્ષિણા  ગુરુ  ને  આપે  -તે  માટે  કોઇ  ધોરણ  કે    મર્યાદા  નહોતી-ગુરુ   સાંદીપની  અને  કૃષ્ણ-સુદામા   જેવા  શિષ્યો હતા જે  પૈકી  એક  રાજકુમાર  હતો  કૃષ્ણ -  બિજો  એક  અકિંચન  બ્રાહ્મણ  - પરંતુ આ  બેની  મિત્રાચારીની   મિશાલ  જગત  વંદનીય  રહી  છે મિત્રો  હોય   તો  કૃષ્ણ- સુદામા  જેવા  આ એક   મિત્રાચારીનો પર્યાય   બની ગયો  - પણ  ગુરુદક્ષિણા ની  વાત  રહી   ગયી  -ગુરુ  એ  તો  કશુ  માગ્યુ  નહોતુ  પણ  ગુરુ  પત્નીનીઇચ્છા  જાણીને  તે  પણ  કૃષ્ણએ  પુરી  કરી  હતી..  આ શિક્ષણ  પધ્ધતિના  જેટલા  વખાણ  કરીયે  તેટલા ઓછા  પડે એકલવ્યએ પોતાના   ડાબા  હાથનો  અંગુઠો  કાપી આપ્યો હતો  -ગુરુ  દ્રોણને  પણ  નિચા  પાડી  દિધા હતા   - જ્યારે આજે  ?  દ્રોણથીય  ચાર  ચંદરવા   ચડે  એવા  ગુરુઓ   ઢગલાબંધી  છે  જે  માત્ર  સોદા જ કરે છે  .
   
            આજે  તો  શાળા  પ્રવેશ ની  ઉંમર 5  વર્ષ  નહીં  - 3   વર્ષ  થયી  ગયી-તે  એટલા  માટે  કે  બાળક  શાળાએ  -  સ્કુલે  -  જાય  તેટલો  વખત  માબાપને  શાંતિ  - મા બાપ  બન્ને   વ્યવસાય  કરતા  હોય  -  નોકરી  કરતા હોય  -  તેમને  માટે  સંતાનનો  ઉછેર  કરવોતે  એક   બોજ  છે   અને તે  કામ  તે  બીજાને  સોપી  દે છે  -  શરુઆત આયાથી   થાય  - કે.જી થી  -અને  પછીની  વાત  કરવા  જેવી  નથી  -જેની  પાસે વધુ  પૈસા-  જે વધુ  નાણા  ખર્ચે  તેને તેના  પ્રમાણમા  વધારે  સગવડ  વાળી  શાળા  મળે  -  આતો   પ્રવેશ પછિની  વાત   આવી  પણ  પ્રવેશ  કેવી  રીતે  મેળવવાનો ?  અતિશયોક્તિ  ભલે  લાગે  પણ  સંતાન    ગર્ભમા  હોય ત્યાર થી  જ   બાળક  માટે   શાળા  નક્કિ  કરીને   તેના  પ્રવેશની વ્ય્વસ્થા  કરવાનુ  ચાલુ કરી  દેવાનુ  -  અને  પ્રવેશ  ફી  અને  માસિક ફી  બન્ને  અલગ  અલગ  - અને કેટલી  ફી  ? તે  આંકડો સાંભળીને   પરસેવોછુટી  જાય  - 5  આંકડાથી  ઓછી નહીં  તેવી પ્રવેશ  ફી  અને  ચાર  આંકડાથી ઓછિ  નહીં  તેવી  માસિક  ફી- એક  બાળકની  પ્રવેશ ફી  માથી   એક  આખા  કુટુબનો  વાર્ષિક  ખર્ચ  નિકળે -   અને  આ  પણ  અતિશયોક્તિ નથી  -  નરી  વાસ્તવિકતા  છે  -  એક  બાળક  - તેના  જન્મથી  -  બાલ મંદીર  થી  શરુ  કરીને  તેના   પ્રાથમિક-શિક્ષણ માધ્યમીકશિક્ષણ કોલેજ  શિક્ષણ  અને  ઇજનેરી  સ્નાતક   થયો  ત્યા  સુધીનુ  શિક્ષણ  તે  તમામ શિક્ષણ પાછળ  કરવામા  આવેલો ખર્ચ  ભેગો કરતા  પણ  જે આંકડો  આવે  - તે આંકડો   વટાવી જાય  તેટલો ખર્ચ  માત્ર  તેના  ત્રીજી પેઢીના  સંતાન  માટે  તેના પહેલા વર્ષ  માટે જ   કરવામા  આવ્યો હતો .- સધ્ધર માબાપ   કે  સધ્ધર   કુટુબ  જ આ ખર્ચ ને  પહોચી  શકે -  એનો અર્થ  એ  થયો  કે ગરિબ  કુટુબના  સંતાનને   શિક્ષણનો અધિકાર  નથી  -  અને  છે  તો તે  કેવીરીતે   પુરો  પાર  પાડી   શકાય ? એક  બાજુ  પૈસાની  રેલમછેલ  છે તો  બીજી  બાજુ  ટીપા  તેલનો   કકળાટ  છે  -   એક  બાજુ  વિવિધ  ખાદ્ય  તેલોનો   સાગર  છે  તો  બીજી  બાજુ   પાણીના  પાઉચ્ ની  પન  કિમ્મત  આપવી  પડે છે  -  આટલી ભયંકર અસમાનતા-  અને છતાય  હોતી  હૈ   ચલતી  હૈ  -  ચાલે  છે-  આ તો  વાત  થયી  માત્ર  કે.જી.  અને  પ્રાથમીક  શિક્ષણની જ- હજુ  તો  આગળ  માધ્યમીક બાકી  રહ્યુ  ઉચ્ચતર  માધ્યમીક   બાકિ  રહ્યુ-કોલેજ   રહી  -  દિશાસુચક   વ્યવસાયલક્ષી  શિક્ષણ   રહ્યુ  -  આ બધા નીકિમત    કેટલી  ?  

     શિક્ષણ  એ  તો  મુળભુત અધીકાર  છે  અને  શિક્ષણ  આપવાની   જવાબદારી  સરકારનીછે  -  જો સરકાર  શિક્ષણ  આપવાની  જવાબદારી ના  સ્વિકારે    તો કદાચચાલી  શકે   પણ   શિક્ષન  ક્ષેત્ર  ઉપર  કાબુ રાખવાની  તો  જવાબદારી   સ્વિકારી  શકે  ને  ?  બહુ  પાછળજોવાની  જરુર નથી  -  સયાજીરાવ    ગાયકવાડ  -રાજા હતા  નાનુ  પરગણુ  નહોતુ  - 5  પ્રાંતનો   વહિવટ હતો  પણ  દરેક  બાળકને પ્રાથમિક   શિક્ષણ   મફતમા  મલતુ  હતુ  -  ગામેગામ  શાળાઓ  હતી   શિક્ષકો  હતા ટ્યુશન  પદ્ધતિ   નહોતી  કોઇ  બુમ નહોતી-શિક્ષણની  સાંકળ  એટલી  મજબુત  હતી  કે  કદી  કોઇ ઉહાપોહ  થયો  નહોતો  - જ્યારે  આજે   ?  ભણવા  માટે  વિદ્યાર્થિઓને  નદી  પાર  કરીને   સામે  છેડે  જવુ  પડે  છે તેવા અહેવાલો  માધ્યમો  રજુ  કરે  છે  અને  તેવા  ગામમા   એક  શાળાનુ  મકાન  પણ  ના  બની  શકે  ?  શુ એટલી  નાણાકિય  જોગવાઇ  પણ  સરકારના  અંદાજપત્રમા  નથી  ?  કે પછી  આયોજન  નથી ?      બધુ  જ  છે  - સરકાર  સધ્ધર  છે  -  નાણા છે -  આયોજન  છે  - નથી  તો માત્ર  અવેર  અને  અમલવારી  -નથી  રહી  નિષ્ઠા  કે  નથી રહી વિશ્વસનિયતા  માત્ર  અહમ  અને  દંભમા  રાચતી  આ દુનિયામા   સ્વાર્થ  સિવાય  કશુ  દેખાતુ   જ  નથી કોઇને  કોઇના  ઉપર  ભરોસો  નથી -  માત્ર  સ્વાર્થ  -સ્વાર્થ-  અને સ્વાર્થ 
અબ  કીસીકો   કીસી  પર  ભરોસા  નહીં   -- -
વિશ્વાસે   વહાણ  ચાલતા  હતા  તેને   બદલે  આજે   ? 

ભવસાગરમા    વિશ્વાસે  જ્યા  તરતી નૈયા  ડુબે ,
કોણ  અપના  ,કોણ  પરાયા ,  કોણ  સગુ  કોણ  વહાલુ,
માનવ મન  કદી  ના  પરખાયા

     ફરિયાદ  કોણ  કોને  કરે  ?   પાયાનુ શિક્ષન  લેનાર  બાળક  બોલી  શકતો નથી -  તેની  વેદનાને વાચા  આપનાર  કોઇ  નથી  -  માબાપ લાચારછે  વહિવટ ચુપ  છે  -ન્યાય  તંત્રની આંખે  પટ્ટી  છે  -  ક્યા  જવુ  ફરિયાદ  કરવા ?

  જો બાળ શિક્ષણની  જ આ  હાલત છે  તો  ઉચ્ચ શિક્ષણની શુ  હાલત  હશે  ?

ગુણવંત  પરીખ
28-1-15

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment