From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : ત્રિ શં કૂ :-
એક પૌરાણીક કથાનક છે : એક હતો રાજા – તેનુ નામ ત્રિશંકૂ – એક હતા ઋષી - નામ તેમનુ વિશ્વામિત્ર - મહાન ઋષી મુનીઓમા તેમની ગણત્રી થાય -ક્ષત્રિય કુળના હોવાછતા પણ તપોનિષ્ઠ અને યોગબળના અધિષ્ઠાતા હતા. આ એ જ ઋષી જે બ્રંહર્ષી ગુરુ વશિષ્ઠ ની સમકક્ષ પોતાની જાતને ગણાવતા હતા. પણ પ્રજા તેમને રાજર્ષીથી ઉપરની પદવી નહોતા આપતા અને તેથી તે ઉદાસ રહેતા હતા.—એક માત્ર કારણ તે હતુ કે તે ખુબ અભિમાની હતા -તેમના મનમા એક અહંકાર હતો કે તે ધારે તે કરી શકે છે .-તે પણ સાચુ છે કે તે ધારે તે કરી શકતા હતા.એક વાર રાજા ત્રિશંકૂની સેવાથી પ્રભાવિત થયિને તેમણે ત્રિશંકૂને વરદાન માગવા કહ્યુ અને ત્રિશંકૂ એ સદેહે સ્વર્ગમા જવાનીઇચ્છા દર્શાવી. ઋષીવરે તો વરદાન આપી દીધુ –અને તેને પોતાના યોગબળથી સ્વર્ગતરફ જવા મોકલી આપ્યો.. બીજી બાજુ દેવરાજ ઇંદ્ર એક માનવને સદેહે સ્વર્ગમા આવતો નિહાળી અચમ્બામા પડી ગયા .આ માનવી સ્વર્ગલોકમા આવવાની હિમ્મત કેવી રીતે કરી શકે ? તેમણે પોતાના યોગબળથી હકિકત જાણીને પોતાના યોગબળે સ્વર્ગ તરફ આવતા રાજા ત્રિશંકૂને પ્રુથ્વી તરફ પરત ફંગોળી દીધો.. આથી ત્રિશંકૂ ઉપરના બદલે નીચે જવા લાગ્યો -આથી તેણે ઋષીવર વિશ્વામિત્રને બુમ પાડી - ઋષીવરે જોયુ કે રાજા નીચે આવી રહ્યોછે - મારુ વરદાન એળે ના જ જવુ જોઇયે –રાજાને નીચે ના આવવાદીધો અને ઇંદ્રએ તેને ઉપર ના આવવા દીધો - આથી યોગબળે વિશ્વામિત્રએ પ્રુથ્વી અને સ્વર્ગ ની વચ્ચે એક નવુ સ્વર્ગ રચી દીધુ .
ભારતના સ્વર્ગ કાશ્મીર માટે આવુ જ બની રહ્યુ છે ..દિલ્હીનુ સિહાસન કબજે કર્યા પછી ભાજપે એક પછી એક ગઢ જિતવા માંડ્યા – મહારાષ્ટ્ર -હરિયાણા –ઝારખંડ- જિતાઇ ગયા અને મોરચો કાશ્મીર તરફ આગળ પણ વધી ગયો - જોરદાર લડત અપાઇ - પણ કમનસીબેપનો ટુકો પડ્યો-કેંદ્રમા પોતાની હકુમત છે જ –પણ અહી પનો ટુકો પડતા મુશ્કેલી આવી-એક બાજુ ચુનાવ વખતે આપેલા વચનો છે –અને બીજી બાજુ મોરચે હાલત અલગ બની રહી છે – કશ્મીરનુસિહાસન કબજે કરવામા પનો ટુકો પડે છે -સિંહાસન મળે તેમ નથી અને સિંહાસન વગર વચન પરિપુર્ણ કરી શકાય તેમ નથી.- હવે તો પ્રાણપ્રશ્ન આવીને ઉભો રહી ગયો -પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો..કશ્મીરમા સૌથી મોટો પક્ષ હોવાનો લાભ પીડીપી ને મળે છે પણ પીડીપી પાસે બહુમતી નથી -સરકાર રચવા માટે બહુમટી જરુરી છે -જો સ્પષ્ટ બહુમતી ના હોય તો જરુરી સંખાબળ લાવવા માટે તોડ જોડ કરવી પડે -ના છુટકે ભાજપે જોડાણ કરવુ જ પડે - પણ એક બાજુ કેંદ્રમા સતા છે બિજી બાજુ કાશ્મીર મા ભાજપ પાસે બહુમતી તો નથી જ સૌથી મોટો પક્ષ પણ નથી આથી ન્યાયિક રીતે જો પીડીપી સાથે જોડાણ કરે તો સૌથી મોટા પક્ષ હોવાના નાતે પીડીપી પાસે જ મુખ્યમંત્રી નુ પદ જાય અને મોટા ભાગનાનિર્ણયો તેમની મરજી મુ જબ લેવાય જે ભાજપને માન્ય ના પણ હોય - આ ઉપરાત ભાજપે કાશ્મીરમા અને સમગ્ર ભારતમા પણ જે રીતે વચનો આપેલ છે તે જોતા તે પુરા કરવામા મુશ્કેલી પડી શકે. – હાથ તમરો પણ હથિયાર બીજાના –આ સંગ્રામ કેવીફ્રીતે જિતાય ? પણ સિહાસનાધિપતિ અને સરસેનાપતી બન્ને મક્કમ મનોબળ ના હોવા ઉપરાત કુનેહ્બાજ અને ચાલબાજ પણ છે જ –કુટીલતા ના કહેવાયતે રીતે પણ પોતાનુ જ ધર્યુ થાય તેવોરસ્તો શોધવો જરુરી હતો - આજે એનસી પાસે માત્ર કાર્યવાહક ખુરસી હતી જે નિતિવિષયક નિર્ણયો તો લયી શકે નહીં -માટે ઓમર ભાઇ થાકી ગયા-પીડીપી પાસે બહુમતી નથી અને જોડાણોમા સમંવય સધાતો નથી - વાટાઘાટો ચાલી – લાબી લાબી વાટાઘાટો તો ચાલી પણ પરીણામ ના આવ્યુ - અને ભાજપને નિષ્ફળ વાટાઘાટોનો લાભ લેવાની તક મળી. કેંદ્રમા તો તેમની સરકાર છે જ -અને તે પણ પૂર્ણ બહુમત વાળી સરકાર છે –તે ધારે ત નિર્ણય લયી શકે છે - કોઇ પ્રકારની ગરબડ કર્યા સિવાય કે અનિયમિતતા કર્યા સિવાય રાજ્યપાલ્ ની ફરજ બની જાય છે કે જયારે પૂર્ણ બહુમતી ના હોય ત્યારે સૌથી મોટા પક્ષને તે સરકાર રચવાની તક આપી શકે છે - પણ બહુમતી સિધ્ધ કરવાની શરતે - જો તે તેમ ના કરી શકે તો બીજા ક્રમે આવતા પક્ષને પણ તે તક આપી શકે છે અને બીજા ક્રમવાળો પક્ષ પણ જોડાનો કરીને બહુમતી સિધ્ધ કરી શકે તો સરકાર બનાવી શકે છે - કશ્મીરમા ના તો સૌથી મોટો પક્ષ પીડીપી તે ક્ષમતા બતાવીશક્યો કે ના તો ભાજપે તે તૈયારી બતાવી - ભાજપે તૈયારી ના બતાવી તે તેની કુનેહ છે – બંધારણ મુજબ જો કોઇ પક્ષ સરકાર રચી શકે તેમ ના હોય તો છેવટે રાષ્ટ્ પતિ શાસન લાગુપાડવુ પડે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે તો છેવટેૂતો સતા ભાજપ પાસે જ રહે છે કારણકે કેંદ્રમા ભાજપની સરકાર છે - આમ પૂર્ણ બહુમતી નહીં હોવા છતા પણ ભાજપ સહેલાઇથી કાશ્મીરમા રાજ્ય ઉપર ભોગવટો કરી શકે તેવા પ્રબળ સંજોગો ઉભા થયી ગયા છે અને ભાજપને એક નવી તક સહેજ જુદી રીતે પણ મળી જાય છે કે તે તેના વચનો પરીપુર્ણ કરે . .બંધારણની જોગવાઇઓ મુજબ છ મહિના સુધી અને તે પછી પણ જો સંજોગો સાનુકુળ ના હોય તો બીજા છ મહિના સુધી આ મુદત વધારાઇ શકે છે .આગળોઓછો નથી .ોઅન્ય પક્ષોબુમાબુમ કરી શકે છે પણ કોઇ ની પણ પાસે પૂર્ણ બહુમતિ પામવા અને મેળવવા જેટલી ક્ષમતા નથી કે જેથી તે સરકારબનાવી શકે. આ સંજોગોમા ભાજપને એક વધારે તક મલી શકે છે કે તે રાષ્ટ્રપતિ શાસન મારફતે પોતાના જ વહિવટી અધિકારી મુકીને કે મોકલીને સમગ્ર રાજ્યનો વહિવટપોતાની રીતે અને તે પણ બંધારણના મળખામા રહીને ચલાવી શકે છે અને પોતાના સિધ્ધાંતોની અમલ્વારી પણ કરી અને કરાવી શકે છે. .
સ્વતંત્રતા મળી ત્યારથી આજ સુધી કાશ્મીર આપણા માટે એક “ પ્રોબ્લેમ ચાઇલ્ડ “ રહ્યુ છે. કશ્મીર ભારત્નો જ એક ભાગ છે છતા પણ ક.370 મુજબ કેટકેટલાક વિષેશાધિકારો પણ તેનેમાટે ફાળવાયેલા છે અને ક. 370 પણ એક વિવાદાસ્પદ કલમ છે જેનાથી અનેક ગુચો અને સમસ્યાઓ ઉભી થાય છે. .કાશ્મીરના પંડીતોનો પ્રશ્ન પણ વંટોળે ચઢેલો પ્રશ્ન છે..કાશ્મીરના પ્રશ્નને યુનોમા મોકલીને પણ આપણે પેટ ચોળીને શળ ઉભુ કરેલુછે અને નાતો તે શુળ દૂર થાય છે કે ના તો તેનેરોકી શકાય છે અને હવે સહન પણ નથી થયી શકતુ.. સ્વતંત્રતા મળ્યાના 60-65 વર્ષ બાદ પણ જો કોકડુ ગુચવાયેલુરજ હોય અને ગુચવાયેલુ જ રહેતુ હોય તો તેનો ઇલાજ કરવો જ જોઇએ- ભાજપ સરકારપાસે આજે તે તક સીધીસતાથી નહીં અને આદકતરી રીતેપણ તે તક રાષ્ટ્રપતિશાસન મારફતેમળે છે. .વહિવટમા તેનેજપ્રથમ તબક્કે વિરોધ પક્ષનો સામનો કરવાનોનથી - વિધાન સભા ગ્રુહની મંજૂરી નો સવાલ નથી ઉભો થતો - જ્યારેેસવાલ આવવાનો હશે ત્યારે આવશે - ત્યા સુધી ભાજપ પોતાનો ઉદ્દેશ્ય સિધ્ધ કરી શકે છે .પક્ષ અને શાસન બન્ને તેની સાથે છે.છે..ત્રિશંકૂને સ્વર્ગનો પ્રવેશસિધે સીધો ભલે નહોતો મળ્યો પણ ઋષીવર વિશ્વામિત્રની દયાથી - ક્રુપાથી -કે ક્રુપાદ્રષ્ટીથી - જે ગણો તે -પણ તેના માટે વિશ્વામિત્ર એ સ્વર્ગ અને પ્રુથ્વી બન્નેની વચ્ચે નવુ જ સ્વર્ગ રચીને ત્રિશંકૂને સ્વર્ગનો સ્વાદ ચખાડી દીધો હતો..ઇંદ્ર પણ ખુશ અને ત્રિશંકૂ પન ખુશ અને વિશ્વામિત્ર પણ ખુશ .-
ભાજપ ભલે બહુમતી પ્રાપ્ત ના કરી શક્યુ , ભલે તડ જોડ ના કરી શક્યુ ,રાજ્યનુ શાસન સિધુ તેનેભલે ના મળ્યુ ,, પણ શાસનનો દોર તો તેનીપાસે જ રહે છે -ત્રિશંકૂને ભલે સ્વર્ગ નથી મળ્યુ સ્વર્ગનો પ્રવેશ નથી મળ્યો ,પણ સ્વર્ગની સમકક્ષ સગવડ ધરાવતુ ડુપ્લિકેટ સ્વર્ગ તો તેને મળી જ ગયુ .
પલ ભરકે લિયે કોઇ હમે પ્યાર કર લે ,
ઝુઠા હિ સહી ......
ગુણવંત પરીખ
10-1-15
No comments:
Post a Comment