Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer Affairs
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
એકાંત -- --- એકલતા ---- એકલપેટા ........
SOLIDARITY -- LONELYNESS -- SELFISHNESS
“ અ “ થી શરુ થતા આ ત્રણ શબ્દો –ત્રણેય શબ્દોના અંક સાથેના સંબંધ તો એક સરખા જ છે –ત્રણેય એક ના અંક સાથે જ જોડાયેલ છે પણ દરેકના અર્થ જુદા જુદા છે- ત્રણેય શબ્દ વિરોધાભાસી વિશેષ અર્થ ધરાવે છે.
એકાંત શબ્દ આસપાસના સહવાસ અને જગા સાથે સંબંધ ધરાવે છે.-જ્યાં કોઇ ના હોય ,કોઇની પણ દખલગીરી ના હોય ,તેવુ સ્થળ : અભ્યાસ , ભક્તિ , સાધના જેવા કાર્યો જ્યાં એકાગ્રતા જરુરી છે તે માટે એકાંત જરુરી છે. ત્યાં વિચારો અને વિચારશક્તિ માટે સાનુકુળ વાતાવરણ મળે છે. પૌરાણિક કાળમા યોગી જનો અને મહાત્માઓ હંમેશા એકાંત પસંદ કરતા હતા. જ્યા તેઓ કોઇ પણ અવરોધ વગર યોગ અને ધ્યાનમા સમય પસાર કરતા હતા. તપ ભક્તિ અને સાધના માટે પણ એકાંત જરુરી છે . તપ કરવાની જગા વન અને જંગલ છે. તપ તો હંમેશા એકાંતમા જ થાય જ્યા કોઇનો હસ્ત્ક્ષેપ ના હોય કે કોઇ અવરોધ ના હોય –સ્વચ્છ વાતાવરણવાળી જગા તપ માટેની શ્રેષ્ટ જગા છે. પૌરાણિક જમાનામા ઋષીમુનીઓના આશ્રમો વનમા જ હતા. યજ્ઞની પવિત્ર વેદીઓ અને યજ્ઞાકુંડો આશ્રમનાપવિત્ર વાતાવરણને આહલાદક બનાવતા હતા જે વાતાવરણ નગર ,શહેર કે ગ્રામ્ય વિસ્તારમા મળી ના શકે. વનમા એકાંત મળી શકે ,શાંતી પણ મળે પણ સલામતીનુ જોખમ રહેતુ હતુ. વન્ય પશુઓનો ડર ,જંગલી જાનવરોનો ડર ,: તેવા અવરોધો રહેતા હતા. આ ઉપરાત અકલ્પિત દુશ્મનોનો ભય પણ રહે જેને જોયા ના હોય તેવા જંગલવાસીઓ જંગલી પ્રજા નો ડર પણ રહે. વિશ્વામિત્ર ઋષી પોતાના આશ્રમમા વનમા રહેતા હતા અને યજ્ઞ યાગ જેવા પવિત્ર કાર્યોમા તેમને આવા અકલ્પિત રાક્ષસોના હુમલાનો ડર રહેતો હતો અને તેથી જ તેમણે રાજ્ય પાસે મદદ માગી હતી. રાજ્યના રાજાની ફરજ છે કે તેના રાજ્યની સીમામા રહેતા તમામ માટે નિર્ભય વાતાવરણ ઉભુ કરે -વિશ્વામિત્ર ના સમયગાળામા સુર્યવંશી રાજા દશરથ રાજાનુ રાજ્ય હતુ અને તેમના ગુરુ હતા મહર્ષિ વશિષ્ટ- જેમણે રાજા દશરથને આદેશ આપ્યો કે વિશ્વામિત્ર મુનિ માગે તે મદદ આપણે કરવાની છે અને તે મુજબ મહારાજ દશરથે ગુરુના આદેશ મુજબ પોતાના પ્રાણ પ્યારા બે પુત્રોને -રામ અને લક્ષ્મણને તેમની સાથે મોકલી આપ્યા હતા.જેમણે તેમના કુળગુરુ અને રાજ્યગુરુના આદેશ મુજબ વિશ્વામિત્ર ઋષી સાથે જયીને ,તેમની સાથે વનમારહીને તેમના આદેશ મુજબ આશ્રમનુ રક્ષણ કરેલુ અને વિશ્વામિત્રને ગુરુ માનીને તેમનીઆજ્ઞાનુ પાલન કરેલુ. . આમ એકાંત તે સત્વગુણને સાર્થક કરતી જગા છે. – યોગી-જોગી –મુનિ –ઋષી –ભક્ત અને નિર્લેપ વ્યક્તિ માટેનીજગા છે .મહારાજ ઉત્તનપાદના પુત્ર ધ્રુવ ને દેવર્ષી નારદે તપ કરવાની સલાહ આપેલી અને તે મુજબ બાળક ધ્રુવે ગ્રુહત્યાગ કરેલો અને જંગલમા જયીને તપ કરેલુ અને અવિચળ પદ પામ્યો હતો.. આમ એકાંત એ સતયુગના સાત્વીક રત્નોને પ્રિય સ્થાન છે.
એકલતા એ રાજસી પ્રકારના ગુણધર્મનો એક પ્રકાર છે .સાંસારીક જીવ સાંસારીક માનવ હંમેશ માટે સહવાસ માગે છે. તે એકલોરહી શકતો નથી. તેને સાથીદાર જરુરી છે. – સહવાસ મિત્રનો હોય , ભાગીદારનો હોય ,જીવનસાથીનો હોય કે કોઇનો પણ હોય પણ તેની સાથે કોઇ ને કોઇ જોઇએ જતે તેનેેસાથઆપે , હૂંફ આપે ,સલાહઆપે , સુચન કરે ,મદદ કરે તેનીપડખે જરુર પડ્યે રહે અને મદદ કરે .. આ પ્રકારની વ્યક્તિ માટે જો તેની સાથે કોઇ ના હોય તો તે આવી શાંતિ સહન નથી કરી શકતો -આ એકલતા તેને માટે જીવલેણ પણ સાબીત થયી શકે છે. –અરે પક્ષીઓમા પણ સાથીનુ મહત્વ ઓછુ નથી. સારસ એક એવુ પક્ષી છે કે જે એકલતા જીરવી શકતુ નથી -તેના સાથીની વિદાયની સાથે જ તે પણ વિદાય લે છે
સાથ જીયેંગે , સાથ મરેંગે , અમર હમારા પ્યાર........
સાત્વિક અને રાજસી ગુણધર્મોના સંક્રાંતિ કાળની વાત છે -મહારાજા ભર્તુહરી અને મહરાણી પિંગળા - બન્ને વચ્ચે અપાર પ્રેમ હતુ તેવુ કહેવાયુ છે -રાજાને મહારાણી પ્રત્યે અતુટ પ્રેમ હતો ,એક બીજા વગર જીવી ના શકે -મહારાણી પણ રાજા પ્રત્યે અપાર અતુટ પ્રેમ ધરાવતી હતી - પણ એક કમનસીબ પળે રાજાને વિચાર આવ્યો કે હુ રાણીની પરીક્ષા કરુ -રાણી કહે છે :
પ્રેમ કરો ઐસા કરો , હાય કરે જીવ જાય ,……
અને રાજાએ એક વાર શિકાર કરવા જતા આ વિચાર અમલમા મુક્યો -રાજાએ સેવકને આજ્ઞા આપી કે રાણીને ખબર ના પડે તે રીતે તેમને સમાચાર આપો કે મહારાજને રાનીપશુ ઉપાડી ગયુ અને હવે મહારાજ રહ્યા નથી- સેવક તો ચીઠ્ઠીનો ચાકર– તેણે રાજમહેલમા આવીને મહરાણીને સમાચાર આપ્યા કે હવે મહારાજ રયા નથી - બસ - મહારાજ રહ્યા નથી - તે શબ્દ સાંભળતા જ રાણી “ હાય “ કહેતા ઢળી પડ્યા –અને તેમનુપ્રાણ પંખેરુ ઉડી ગયુ -રાણી મ્રુત્યુ પામ્યા-રાજા શિકારેથી પાછા આવ્યા અને સમચાર જાણ્યા- પણ હવે શુ થાય ?
વિધિના લખ્યા લેખ મિથ્યા ના થાય –
ઝાઝી વાતે ગાડા ભરાય
વાત એકલતાની ચાલે છે - આ એક બનાવે દુનિયાને અનોખી ભેટ મળી :-
ભર્તુહરીનુ નિતિ શતક , તેનુ શ્રુગાર શતક , વૈરાગ્ય શતક ,……
મહારાણી એકલતા જીરવી ના શકી અને મહારાજાને એકલતાએ અગાધ જ્ઞાન આપ્યુ- વૈરાગ્ય આપ્યો .,
સાત્વિક જગત જોયુ , રાજસી યુગ જોયો હવે વારો છે તામસ યુગ નો :
તામસ યુગ – આજનો યુગ કહિયે તો ખોટુ ના કહેવાય -
આ યુગ - કળીયુગ - એકલપેટાઓનો યુગ .-નર્યા સ્વાર્થી અને દંભી માણસો નો જમાનો. ----આ જમાનાને નથી એકાંતની પડી , નથી એકલતાની પડી ,
વર મરો કે કન્યા મરો , પણ ગોરનુ તરભાણુ ભરો ;………
અહં બ્રહ્માસ્મી ....હુ કહુ તેમ કરો – બધા મારુ કહ્યુ માને - હુ કોઇનુ કહ્યુ ના માનુ -મારુ તે મારુ જ છે –જે છે તે બધુ મારુ જ છે – નરદમ સ્વાર્થ - અને તે જ એકલપેટાપણુ - સાત્વિક યુગમા અપવાદરુપે જ કોઇ તામસી યુગ જેવો મળી રહેતો હતો અને આજના આ તામસી યુગમા ભાગ્યે જ કોઇ સાત્વિક પ્રક્રુતિ મળી રહે - ના મળે તેવુ તો નથી કહેવાય તેમ –
જેમ ગામ હોય ત્યા ઉકરડો પણ હોય તે જ રીતે
કાદવમા પણ કમળ ખીલે છે ...
શોધવા જવુ પડે - ના જડે તેવુ તો નથી પણ વાર લાગે મહેનત માગે કાંકરાના ઢગલામાથી ઘઉનો દાણો શોધવા જેવી મુશ્કેલીપડે -ઘાસની ગંજીમાથી સોય શોધવી જેટલી મુશ્કેલ બાબત આ છે. –ઘાસની ગંજીઓ ઘણી છે , સોય ક્યા શોધવી ? કાંકરાના ઢગલા ઘણા છે – ઘઉનો દાણો ક્યાં શોધવો ? એકલપેટાઓની વસાહતો છે સત્વને કયાં શોધવુ ? એકલપેટાઓના તો સમુહો છે – સત્ય અને સત્વ ક્યાં ખોવાઇ જાય શોધ્યે ના જડે - તેમની જાહો-જલાલી જોરદાર છે - દમક –ચમક આંખને આંજી દે તેવી છે - પણ સ્વ લક્ષી =પર-લક્ષી કશુ ના મળે –સાત્વિક વિચારધારા ધરાવનાર યુગ મા માણસ ઉદારહતો , પરગજુ હતો , પ્રેમાળ હતો ,અતિથિ તેના માટે દેવ સમાન હતો ,ભલે સગવડ ના હોય પણ અતિથિનો આદર સત્કારતે ઉમંગથી કરતોહતો , ઘર હોય કે આશ્રમની કુટીર હોય , ભલે બે કે ત્રણ જ ઓરડા હોય ,પણ અતિથિનો સમુહ 5-15 નો હોય તો પણ તે હોશે હોશે સમાઇ જતા હતા , આદર સત્કાર પામતા હતા,પણ આજ –કાલના જમાનામા -પોતાને રહેવા માટે આલિશાનમકાન હોય ,8-10 ઓરડા હોય , અલગ અલગ સગવડો હોય ,ઘરમા રહેનાર માત્ર 2 કે 3 જ હોય -હુતો –હુતી અને એકાદ ટાબરિયુ-પણ જો મહેમાન ભોગે જોગે પણ આવી ચઢે તો નાકનુ ટેરવુ ચઢી જાય - આ ક્યાં માથે પડ્યા ?
આવ નહીં આદર નહીં , નહીં નયનોમે નેહ -------
ઉસ ઘર કદી ના જાઇયે , કંચન બરસે મેહ ......
બિચારી શકરી સાચુ કહેતી હતી :
શકરી બોલી દેખકર , મંદીર આલીશાન ,
પ્રભુજી તુમ અકેલે કો ,
રહનેકે લિયે ઇતના આલીશાન મકાન ?
પ્રભુજી બોલે , સુન શકરી
યે મેરા મકાન નહીં હૈ -
યહા તો રહતા હૈ પુજારીજી ,
મૈ તો રહતા હુ
સિર્ફ તેરે દિલકે એક કોનેમે ----
ગુણવંત પરીખ
11-1-15
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer Affairs
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
No comments:
Post a Comment