From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
-: આચાર સંહિતા - 4
જુના જમાનાના બાલમંદીરો સામે આજના પ્લે ગ્રુપ, કે.જી , વિ. જેવી શાળા કહેવી કે સંસ્થાઓ કેટલી મોઘી મોઘીછે તે તેતો જોયુ - હજુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષા તેમજ વધારાયેલ ઉચ્ચ માધ્યમિક કક્ષાઓ તો બાકી જ રહી ગયી છે એક બાજુ સૈધ્ધાંતિક રીતે શિક્ષણ મફત હોવુ જોઇયે તેવી વાતોથાય છે ,,શિક્ષણ ને પ્રોત્સાહનો આપવા માટે શળા માટે પ્રવેશોત્સવો ઉજવાય છે –મફત શિક્ષણના સિધ્ધાંતને સરકાર સ્વિકારે છે -પ્રવેશોત્સવ્ના કાર્યક્રમો માટે અઢળક ખરચો પણ કરે છે અને તેની સામે સરકારને તે પણ ખબર છે જ કે પ્લે ગ્રુપ અને કે.જી માટે -પાયાનાસંસ્કાર અને પાયાની કેળવણી માટેની સેલ્ફ ફાયનંન્સ સંસ્થાઓ કેટલીમોટી તગડી રકમ ફી પેટે અને અન્ય ચાર્જિસ તરીકે ઉઘરાવે છે -આ અસમાનતા માટે કેમ કોઇ વિચારતુ નથી. ?ગરીબ નાગરીક્ના સંતાનોને પાયાનીકેળવણીઅને સંસ્કાર માત્ર શેરીમાથીજ મેળવવાના ?ધનિકોઅને તવંગરોના સંતાનો જ પ્લેગ્રુપ મા જોડાઇ શકે ? બહુ બુમો પાડવાથી કોઇના બહેરા કાને આવાત પહોચશે કે કેમ તે તો ખબર નથી પણ શેરીનાં બાળકો પણ રખડ દખળ થોડુ ભણતર , થોડુજ્ઞાન , અને વધારે પ્રમાણમા કોઠાસુજ મેળવી લે છે. –સરકાર અને સરકાર્મા બેઠેલ તમામ વર્ગ આ તમામ હકીકતથી વાકેફ છે જ – શાસક પક્ષ - સતાધારી પક્ષ -અને વિરોધ પક્ષ પણ આ તમામ બાબતથી વાકેફ છે અને તે દરેકને આની સંપુર્ણ જાણકારી છે જ - પણ સૌ ચુપ છે –કેમ ? સર્વેક્ષણ એમ જણાવેછેકે તેમના સંતાનોને શેરી શિક્ષાણની જરુરત પડતી નથી - તેમના પ્રવેશ નામાકિત શાળાઓમા નક્કી જહોય છે -ફી ભરે ,ના ભરે , કે કોઇ તેમના વતી ફી ભરે –પણ તેમના સતાનો તો એરિસ્ટોક્રેટ સંસ્થાઓમા પ્રવેશ મેળવી જ લે છે ., ખમતીધરો પૈસાના જોરે પ્રવેશ મેળવી લે છે - બાકી રહ્યો આર્થિક રીતે પછાતવર્ગ- તે બોલી શકતોનથી- સહન કરી લે છે – એવુ નથી કે તેમના સંતાનોમા ક્ષમતા નથી- અને એવુ પણ નથી કે ખાનગીશાળાઓમો પ્રવેશ મેળવનારા ખમતીધરોના સંતાનો ક્ષમતા ધરાવે છે -એટલુ તો ચોક્કસ છે જ કે આ અસમાનતા પાયાના સ્તરે તો હોવી ના જજોઇયે-નાનુ બાળૅક જે હજુ કાચી સમજ - કાચી ઉંમર ધરાવેછે તેનુ માનસિક સ્તર આ અસમનતા જીરવી શકવા જેટલુ મજબુત નથી હોતુ પણ અવાજ કરવાનો તો તેને હક્કજ નથી - તેના માબાપ લાચાર છે -પણ સરકારનુ શુ ?સરકારને શુ લાચારી છે? .પૈસા નથી ? બજેટમા જોગવાઇ નથી ? પ્રવેષોત્સવના ખર્ચામાથી કેટલુ સરભર થયી શકે કે નહીં ? ખાનગી સંસ્થાઓને મળતા લાભોની વાત અત્રે ઉચિત નહીં લાગે – તેના માટે આસ્તરે - ટીકા કે આલોચના નથી કરવી પણ ઉચ્ચ શિક્ષણ માટે ના કેટલાક ઉદાહરણો તો કાળજુ કંપાવી નાખે તેવા છે .પ્રાચીન યુગમા આશ્રમ શાળાઓ હતી જે આપણે તો જોઇ નથી - પણ તે જમાનામા પણ વિવિધ વિષયો પ્રત્યેનુ જ્ઞાન ઉપલબ્ધ હતુ જ –માત્ર બે જ શાખાઓ જોઇયે- ઇજનેરી અને તબીબી શાખા .
.અસમાનતા દર્શાવતી કેટલીક રસપ્રદ માહિતી છે .
ગુજરાતમા તબીબી વિદ્યાશાખા - મેડિકલ - માટે 2780 બેઠકો છે તે પૈકી સરકારી કોલેજો માટેની બેઠકો 1070 છે અને સ્વ-નિર્ભર - સેલ્ફ ફાઇનંન્સ – કોલેજો માટે 1700 બેઠકો છે. –સ્વ-નિર્ભર કોલેજો માટેની ફીનુ ધોરણ 3 થી 4 લાખ રુપિયા છે..છે..આ ધોરણ જ સ્પષ્ટ દર્શાવે છે કે જેની પાસે નાણાકિય સગવડ છે તે જ માત્ર આ શાખાક્મા પ્રવેશ મેળવી શકે - 3 થી 4 લાખ તો માત્ર ફી જ - બાકી પુસ્તકો , સાધન સામગ્રી- રહેવા - જમવાના- હોસ્ટેલના ખર્ચ - તે ક્યાંથી લાવવાના ? આ ખર્ચ કોને પરવડે ? જેને પરવડે છે તેના સંતાનોમા ક્ષમતા છે જ તેવુ પણ નથી -અને જેને નથી પરવડતુ તેના સંતાનોમા ક્ષમતા નથી તેવુ પણ નથી –આ વિદ્યાશાખા માટે એક મોટો આક્ષેપ ચાલે છે કે મોટેભાગે આ શાખામા તબીબી ક્ષેત્રમા વ્યવસાય કરતા મોટા ખમતીધર તબીબોના સંતાનો કોઇ પણ કિમતે પ્રવેશ મેળવી લે છે . – ફીનુ જે ધોરણ દર્શાવેલ છે તે માત્ર અધિક્રુત ફી ની જ રકમ છે - ડોનેશનના નામે લેવાતી રકમનો તેમા સમાવેશ નથી થતો - આ બે નંબરની રકમ જેને પરવડે તે જ આ શાખામા પ્રવેશ મેળવી શકે છે -જેના માબાપ સધ્ધર છે તેના સંતાનો ક્ષમતા ધરાવે જ છે તેવુ માની લેવાની જરુર નથી તે પુનરોક્તિ અનુચિતપણ નથી .-અને ક્ષમતા વિહિન પ્રવેશિત વિદ્યાર્થી કેવુ જ્ઞાન મેળવશે ? આ એવી શાખા છે જે માનવીના જીવન સાથે - સ્વાસ્થ્ય - સાથે સંકળાયેલ છે. – આ રીતે ખરીદેલ પ્રવેશ તેને જ્ઞાન તો નથી આપતો પણ ખરીદી માટે ખર્ચેલ નાણા વસુલ કરી લેવાની વ્રુત્તિ જ તેની નજરમા રહે છે - દર્દીનુ જે થવાનુહોય તે થાય -મારી ફી ચુકવો - મે પૈસા ખર્ચ્યા છે -મોટી મસ રકમ ચુકવી છે તે કેવી રીતે વસુલ કરવી ?
જે એક ઉચ્ચ સેવાકિય વ્યવસાય છે તે કેવા માનવતા વિહોણા અભિગમનો વેપાર બની જાય છે ? આના પાયામા શુ છે ? ષિક્ષણમા આવો ભેદભાવ ?તબીબી વિદ્યાશાખાની પરિક્ષાઓની તો હજુ વાત જ નથી કરી જો તબીબી વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા –પ્રાયોગિક પરીક્ષા અને મૌખિક પરિક્ષાઓની કહીસુની જાણિયે કે સાંભળિયે તો આવારાની શરીફકા બેટા શરીફ , ઉક્તિ યથાર્થ લાગે –ડોક્ટરોના સંતાનો જ ડોક્ટર બનવાને લાયક હોય બીજા નહીં - સેવાભાવી ડોક્ટરો નથી એવુ પણ નથી - બહુરત્ના વસુધરા - મોડાસાના આંખના ડોક્ટર કાંતીભાઇ જેવા પણ અનેક ડોક્ટરોછે જે તેમના વ્યવસાયને વફાદાર રહેલા છે અને તેમની સેવાવ્રુત્તિ અને પ્રવ્રુત્તિ પ્રસંશનિય છે -સરકારી હોસ્પિટલોમા લખલુટ ખર્ચા થાય છે -ધુમ દવાઓખરિદાય છે - ઢગલાબંધી દર્દીઓ હોય છે -તો પછિ તેની સેવામા કચાસ ક્યા છે ? નિષ્ઠાની ખોટ છે ? ગેરરીતીઓ છે ? પ્રમાણિકતા નથી ? કર્મચારીઓ નથી ? તબીબોના સંતાનો તો પોતપોતાના બાપિકા વ્યવસાયમા લાગી જાય છે - બાકી રહેલા સરકારી હોસ્પિટાલોમા અનુભવના નામે આવે છે અને પેદા કરવા જેવુ પેદા કરીને જતા રહે છે - દર્દીઓ તેમની પ્રયોગશાળા છે - જેમ ફાવે તેમ પ્રયોગ કરે રાખો - ડાબા પગના બદલે જમણાપગનુ ઓપરેશન પણ કરી નાખે - શુ સજા થવાની હતી ? ઓર્થોના પ્રકરણને મે વૈકલ્પિક વિષય તરીકે રાખેલો ---
સભી મસ્તહૈ કૌન કિસકો સંભાલે --------
--------તબીબી શાખાનો એક જ ભાગ આવ્યો – આયુર્વેદીક , ડેન્ટલ , હોમિયોપેથીક , નર્સિંગ , ફાર્મસી પેરા મેડિસિન જેવી શાખાઓ પણ આ દુષણથી બાકાત હોય તેમ માનવાને કારણ નથી- કારણ આ દરેકશાખાઓમા પણ સ્વનિર્ભર સંસ્થાઓનો પરવાનો છે જ અને તેમનુ જ વર્ચસ્વ છે આ શાખાઓ ઉપરાત ઇજનેરી શાખાઓની બેઠકો અને આલોચના હવે પછી -------
-------ગુણવંત પરીખ
4-2-15
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment