Aachaar sahitaa --6---

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



        - :  આચર  --સંહિતા:-        6


  -----આચાર  સંહિતા  ના  નામે  કેટલીક   વખત  કેતકેટલા  કામો  અને  હુકમો જારી  કરવામા  આવે  છે. સામાન્ય  રીતે આચાર સંહિતા  એ નિતિમત્તાનુ  એક   ધોરણ  છે  અને  તેનુ પાલન થાય  તે  જરુરી  પણ  છે  પણ   તેના  નામે  : ખાસ  કરીને  જ્યારે  ચુટણી  અ   હોય   ત્યારે  , ચૂંટણી નુ  જાહેરનામુ બહર  પડી ચુક્યુ  હોય  ત્યારે  કેટલાક  પ્રતિબંધિત  આદેશો  પણ  બહાર  પડે  છે અને  કેટલાક  વહિવટી  અંકુશોપણ  લાગુપડે છે  :  જેમા  કે કોઇ  કર્મચારી  કે  અધિકારીની બદલી  નહીં  કરવી-બઢતી નહીં આપવી  - વિ.વિ. જેવા  વહિવટી   કાર્યોમા  રુકાવટ આવી  જાય  છે . પણ  જો  સરકાર  ,કારોબારી  તંત્ર  અને ચુંટણીકમિશન    જો ઇચ્છે  તો  તેમા  ફેરફાર કરી શકાય ,કમીશનની પરવાનગિ  લેવી પડે  ; થોડી   વધુ  હિમ્મત  વાળા  અધિકારી   પોતાની  મરજીમુજબ  હુકમ  કરીને  પાછળથીપણ   કમીશનની  પરવાનગીમેળવી  લે  છે  . કેટલાક  કિસ્સાઓમા  વહીવટી તંત્ર   માત્ર  કમિશનના  આદેશ ને  પગલે   આચાર સંહિતાના   બહાના અને  ઢાલ  નીચે   અમુક કામો  કરતા નથી  કે અમુક  જરુરી  હોય તેવી  પરવાનગી પણ આપતા  નથી.-જેમકે કોઇ નિયુક્તિ હોય , ટેંડર   મંજુર  હોય  પણ  કામ  ચાલુકરવાનો હુકમ   ના  આપી શકાય ,  ઇંટરવ્યુ   નિકળી  ગયા  હોય પણ    લેવાય  નહીં  - વિ.વિ.    પણ  આ  બધા  કામોમા  સામાન્ય રીતે   કોઇ  અધિકારી અવાજ  નથી કરતા-  પણ   સ્વવિવેક  એક એવી  સત્તા છે  કે  જ્યારે  જો  અધિકારી ઇચ્છે  તો  અને  ત્યારે તે   એકવાર  તો પગલુ ભરી  શકે  તે માટે રસ્તોકાઢે  ,કમિશનની  પરવાનગી  મેળવે અથવા  હુકમ  કરી  દીધા પછી  પણ  કમિશનને  સમજુત કરીને  પણ  પશ્ચાતવર્તી   અસરથી   પોતાનો હુકમ નિયમિત કરી  શકે છે  :  તે   માટે  બે  બાબત  જરુરી  છે જે તે  અધિકારીની હિમ્મત . ,શુભ નિષ્ઠા અને  સ્વયંસ્ફુરિત  નિર્ણય  લેવાની  ક્ષમતા.  . આને  માટે એકાદ   બે   ઉદાહરણ  સારોપ્રકાશ   વેરશે .


         એક  ટેકનિકલ  સંસ્થાના  વિવિધ   અભ્યાસક્રમો માટે   પ્રવેશ  માટેના   ઇંટરવ્યુ  હતા  -મકાનનો કબજો નહીં  મળવાને  કારણે    પ્રક્રિયા વિલંબીત  થયેલી  -તેમા  એક નિયમ  એવો  હતો કે શારીરીક  અપંગ  ખોડ ખાંપણ વાળી  વ્યક્તિને  અમુક  છુટ છટો  હતી પણ તે વ્યક્તિએ   તે  શારીરીક  અપંગ છે  તેવુ પ્રમાણપત્ર   સીવીલ  સર્જનનુ    લાવવુ  પડે  -  ઇંટરવ્યુ  લેનાર કમીટીમા  હોદ્દાની  રૂએ  એક  એંજીનિયર પણ  હતા  -જે  સામાન્યરીતે   શૈક્ષણિક  અધિકારીઓ  જે નિર્ણય  લે  તેને માન્ય રાખતા  હતા  અને પોતે  તેના  સ્વિકારની   સહી  કરી  આપે  -પણ  એક  ઉમેદવાર  એવો  આવ્યો  કે  જે  અપંગ હતો  ,  નરી  આખે  દેખીશકય    તેમ  તેનો  એક પગ લંઘાતો   હતો   પણ તેની  પાસે સિવિલનુ પ્રમાણપત્ર  નહોતુ  -આથી  કમીટીએ  તેને   પ્રવેશ ના  આપ્યો  -તેથી તે બિચારોીરોતો  રોતો એક  ખુણામા બેસીરહેલો  -પ્રવેશ  કાર્યવાહી  પુરી  કરતા પહેલા  સભ્ય  તરીકે  ઇજનેર્ની પણ   સહી  જોઇયે  -  અને તે તો કરવાના જ  હતા -  પણ  તે  દરમિયાન  કોઇકે  તેમને   આઉમેદવારની   વાત  કરી  અને    સાચી  હકિકત  જણાવી  કે  તે  છોકરો સિવિલા  સર્જનની સહી  લેવા  તો  ગયો  હતો પણ  ત્યા તેની  પાસે  પૈસા માગ્યા  જે  તેની  પાસે  નહોતા  અને  તે  તો  ખરેખર  જઅપંગ  હતો જ આથી   આ  સભ્યએ  તે ઉમેદવારને  કમીટી  સમક્ષ  ફરીથી બોલાવીને    કહ્યુ  કે  તેને પ્રવેશ આપો સિવિલલનુ  પ્રમાણપત્ર   ભલે  નથી હુ  પ્રમાણિત કરુ  છુ  કે  તે અપંગ છે  -જો  જરુર  લાગશએ  તો  હુ સિવિલમા   જાણ  કરીને  પ્રમાણપત્ર   મેળવી  આપિશ  -બીજાસભ્યોએ  થોડોક  વિરોધ  કરવા  પ્રયત્ન  તો  કર્યો કે  નિયમ મુજબ  પ્રમાણપત્ર તો  જરુરી છે  જ- પણ  પ્રવેશની જવાબદારી  એંજીનિયર   સભ્ય એ લિધી અને પ્રવેશ માન્ય રાખ્યો..

     આ  જ  સંસ્થાના  મકાનના  કબજા  માટે  વર્ષથી  મકાન  તૈયાર  હોવા  છતા  કબજો   સોપાતો  નહોતો  ,  કબજો  લેવાતો  નહોતો  ,શિક્ષણ  વિભાગ  અને  બાધકામ  વિભાગ  સામસામે  હતા  મકાનનુ   કામ  સારુ  નહોતુ  તેથી  શિક્ષણ  વિભાગ  કબજો  લેતુ નહોતુ અને તેનાથીસૌથી વધુ  નુકશાન   આ  વિસ્તારના  છોકરાઓને  થતુ  હતુ આ  સંસ્થા કાર્યરત   બની  શક્તિ નહોતી  . ફરીયાદને   આધારે    રાજ્યના   તકેદારી  અને  ગુણવત્તા  વિભાગના   વડા   ઇજનેર  ને  તપાસ  સોપાઇ  - ખારોડ  ના   નામા  માત્રથી   ઇજનેરો કંપી    જતા  હતા  ખારોડ  સાહેબ  એક  અતિ  મુલ્યનિષ્ઠ ,પ્રમાણિક અને  પ્રતિબધ્ધ  અધીકારિ  હતા  -મકાનનુ  કામ   સારુ  નહોતુ  -મંજુર  થાય તેમ  જ  નહોતુ   અને  તેમા   ખારોડ  સાહેબની  તપાસ  -એક  નખશિખ  પવિત્ર અને  પ્રમાણિક  અધિકારી -  તેમની  સામેઉભા કેવી  રીતે  રહેવુ? ઉપરી અધિકારિઓ  કોઇ  હાજર   રહ્યા  નહીં  અને સ્થાનિક  અધિકારીને  પ્રશ્ન સંભાળી  લેવા  સુચના  અપાઇ  -સિવિલના   પ્રમાણપત્ર  વગર  પ્રવેશની   જવાબદારી   સ્વિકારનાર  આ  એ  જ અધિકારીને   ખારોડ   સાહેબનો  સામનો  કરવાનો  આવ્યો  હતો .- તેમણે  બધી  ભુલોસ્વિકારી  લિધી તમામ જવાબદારી  પણ  સ્વિકારી  અને  નમ્ર  પણે  રજુઆત કરી  કે જો  સાહેબ  રજા  આપે તો   આ  સમારકામની  જવાબદારીહુ  સ્વિકારુ  છુ હુ  આ  તમામ સમારકામ  ચાલુ  ખાતાકિય સમાઅરકામની  જોગવાઇમાથી કરાવિશ   -  પણ   શિક્ષણ  વિભાગે  કબજો લેવો પડે  - જો  શિક્ષણ  વિભાગ કબજો ના  લે  તો  સ્થાનિક  છોકરાઓનુ  બિજુ એક  વર્ષ   બરબાદ થાય  તેમ  હતુ .  તેવી  આ સ્થાનિક  ઇજનેરની   રજુઆત અને તેમની  જવાબદારી  સ્વિકારવાનીતૈયારી    જોઇને  ખારોડ સાહેબે  બિજી  કોઇ  ટિપ્પણી  કરી  નહીં  અને કબજો   સોપાઇ  ગયો  -સંસ્થા ચાલુ  થયી  ગયી .-જો   કે ખાતાકિય  સમારકામઅને  મરામત  ની  રકમ   આ સંસ્થામા  વાપરવા  બદલ  સ્થાનિક   ઇજનેરને અનેક ખુલાસા  આપવા  પડેલા    પણ  સંસ્થા  ચાલુ થવાથી  એક   મોટો  લાભ   આ  વિસ્તારને  મલ્યો.. સ્થાનિક  ઇજનેર અને  વડા  ઇજનેર  સાહેબે  પોતાના  સ્વવિવેક   યોગ્ય જગાએ  યોગ્યરીતે  વાપર્યા  તેનુ આ પરિણામ છે. 

        સ્વવિવેક  નો હિમ્મતપુર્વક  ઉપભોગ  કરવો  અને ઉપયોગ  કરવો  તે  માટે  પણ  નિષ્ઠા  જરુરી છે  .તેનાજેવો  બીજો એક કિસ્સો  પણ  ધ્યાન ખેચતોછે. એક  જિલ્લા  પંચાયત ના   કેટલાક     વર્કચાર્જ  કર્મચારીઓના  કેટલાક  પ્રાણપ્રશ્નો  છેલ્લ 15   વર્ષથી   નિવેડા વગર  પડી  રહેલા .  તે  ગાળામા  5-7   ઇજનેરો  બદલાઇ  ગયા ,  5-7  ડિડિઓ  બદલાઇ  ગયા  પણ  કોઇ  આપ્રશ્ન  ઉકેલતુ  નહોતુ.  તે  સંજોગોમા  નિવ્રુત્તિને આરે  ઉભેલા એક  કાર્યપાલક   સમક્સ  આ રજુઆત કરવામો આવી  : અમે  દરેક  સાહેબ  પાસે   આ  રજુઆત કરીએ   છિયે  પણ કોઇ   અમારી  વાત  ગણકારતુ  નથી તેમનીવાત  ધ્યાને   લયીને  આ  ઇજનેરે એક નોધ  તૈયાર કરી અને નિયમનુસાર   તે નોધ  તેમણેૂતેમના  વહિવટી  અધિકારી ડીડીઑ    પાસે  મુકી.પણ  જિલ્લાના  વહિવટી  અધિકારી   તરીકે  ડીડીઓ  એ  તે   નોધ સ્વિકારવાને  બદલે  કાર્યપાલક  ઇજનેરને રૂબરૂ  બોલાવ્યા  અને  જણાવ્યુ  કે  જે  કામ  145-15   વર્ષથી  કોઇ  ઉકેલતુ  નથી તે  માટે  તમે કેમ    રસ  લો છો ?  આ  નોધ હુ  સ્વિકારતો  નથી  પાછિ  લેતા  જાવ  -તેથી  આ  ઇજનેરે  હિમ્મતભેર  કહી  દિધુ  કે  તમે  ના સ્વિકારતા   હો  તો તે  મુજબ  લખીને  મને  પાછી  મોકલી  આપો  હુ  નિર્ણય  લેવા  સક્ષમ  છુ  હુ  નિર્ણય  લયિશ આથી  ડીડીઓ  ચિડાયા  - મારી  પાસે  લેખિતમાગો  છો  ?વિવેકથી પણ  સંપુર્ણ   સ્વસ્થતાથી  કહ્યુ કે  હુ  મારી  ફાઇલ પરત માગુ  છુ - -જે  આદેશ  આપવો હોય   તે  આપો  - અને  એક  નવા  મહાભારતનુ   મંડાણ ચાલુ  થયુ   ડીડીઓ એ  શક્ય  તે  તમામ  રીતે  આ તેમના  તાબાનાોઅધિકારીનેપહેઆન  કરવાનુશરુ  કરી  દિધુ  પણ  સહેજ  પણ  ગભરાયા સિવાય   અને  કાયદા અને નિયમોની  મર્યાદામા રહીને  તેમણે  વર્ક ચાર્જ  કર્મચારીઓના હિતમા   હુકમ  પોતાની રીતે પોતાની સહી  થી   કરીને  મોકલી આપ્યો.  ડીડીઓ  કાળ  ઝાળ   ગુસ્સે  થયા  -તેમના પી  એ   એ પણ  કાર્યપાલક  ઇજનેરને બોલાવીને કહ્યુ  કે  સાહેબ  નિવ્રુત્તિના  આરે ઉભા  છો  -બે  ત્રણ માસ  કાઢી નખો  - શા  માટે   અધિકારીની સામે  થાવ  છો  -  તમારા નિવ્રુત્તિના લાભો રોકશે તો  આ વર્ક  ચાર્જ કર્મચારિઓ તમને બચાવવા  નહીં  આવે  -  ડીડીઓ  ખુલાસા ઉપર ખુલાસા  માગેજતા હતા પણ હુકમતો નિકળી  ગયો  હતો  - કાર્યપાલક ઇજનેરે સ્પષ્ટ પણે   જણાવીદિધુ કે  આપ  મારા વહિવટી  વડા  છો  - મે  આપંનીઆમન્યા રાખી   છે  -  મારા   દરેક  કામોમા અને   દરેક  હિલચાલઉપર  આપ નજર  રાખવા પણ  હક્ક્દાર  છો  પણ  મારે નાછૂટકે  કહેવુ પડે  છે  કે   એક  પિતા તેના  પુત્રના  શયન  ગ્રૂહમા   ડોકિયા  કરે તે  તેમને  શોભે નહીં.  આપે  આપની  મર્યાદા ના  ઓળંગવી  જોઇયે  - આઅધિકારી ના  પ્રતાપે  આ   કાર્યપાલક  ઇજનેરને  તેમના નિવ્રુત્તિના લાભો  માટે લાબો સંઘર્ષ  આપવો પડેલો   પણ  તેના  માટે  તેમનેઆજે પણ  દુઃખ નથી .તેમના નાના  વર્કચાર્જ  કર્મચારિઓને તો   લાભ  મળી  જ    ગયા..સ્વવિવેકની સતા  ભોગવવામા  ક્દાચ   આવુ  પણ  બને  -પન  તે  કોઇ કમનસીબ  પળે  જ  બને-  તેનાથી ગભરાઇને  સ્વવિવેક નો અધિકાર  જતો કરવો  જરુરી  નથી  જો  શુભ નિષ્ઠા હશે  તો  આ અધિકાર પડકારી  શકાય  તેવો  નહીં  રહે ..

     સામાન્યરીતે   એવુ  માનવામા   આવતુ  હતુ   અને  આવે પણ  છે  કે  શિક્ષકો  એટલે  નિતિનિયમોના  પાલનના  ચુસ્ત   આગ્રહી  હોય છે   એક  જમાનો  હતો  કે  ભલે  તે  જમાનામા  શિક્ષક  અકિંચન    હતો પણ  પ્રતિભાશાળી  હતો  ,પ્રમાણિક હતો  , તેનો પ્રભાવ  આજી  નાખે  તેવો  હતો  -વિદ્યાર્થિઓ  કે   વાલીઓ  કોઇ  તેમની  આમન્યા તોડવાનુ  સુધ્ધા  વિચારી  શકે  નહીં   તેટલુ  શિક્ષકનુ  સ્તર  ઉચુ  હતુ  -.  જો  કે  આજે તે  ધોરણ  નથી  રહ્યુ  -  આજ્નો  શિક્ષક  સ્માર્ટ-  અતિ  ચાલાક  -  ધનાઢ્ય-  ગાડીઓમા  ફરતો   ઉચા  ધોરણમાઅ  જિવતો  માનવીમછે  -  તેના  માટે  કોઇ ટીકા  ના  કરી  શકાય  -આચારસંહિતા  તો તેના  માટે  એક શબ્દકોષ   જેવી  પુસ્તિકા  છે. તેનુ  વજન  કેટલુ  ?  તે તો  તેના  ખિસ્સમા  રહિ  શકે  ?  તે  તો  કદાચએવુ  માનેમછે  કે આચાર  સંહિતા  તો  થીક  ,  પોલિસ  કે પ્રધાન  પણ  કેમ નથી હોતા ?  મારુ  ખિસ્સુ  મોટુ  છે તેમા  બધુ  સમાઇ  જાય  -

હમ  કિસિસે   કમ નહિ  ........

     ગુજરાતની  સૌથી  મોટી  ગણાતી  યુનિવર્સિટીના  વડા  આજે  એક  એંજીનીયર   છે એક  અત્યંત  કાબેલ , નખશિખ  પવિત્ર ,  સદાચારી, પ્રમાણિક  નિષ્ટાવાન , કુશળ , સક્ષમ   વહિવટકર્તા, અડગ  અને  નિર્ભય  કેળવણીકાર   છે   જેમની  પાસે   શૈક્ષણિક અને  વહિવટી  અનુભવોનુ  મોટુ   ભાથુ છે  -  યુનિવર્સિટીના  વડા  તરીકે મળતા  વિષેશાધિકારો  છે : જો  તેમના   ઉપર  બિનજરુરી  દબાણો કે પ્રભાવ પાડવાના  પ્રયાસો  નાથાય  તો  તે આચાર્ય  ચાણક્યની  સમકક્ષ  એક   કુશલ   કેળવણીકાર  તરીકે  દીપી ઉઠે   તેમ છે  - ,  વહિવટ  ,  વ્યવહાર  અને  વિવેક નો   અનોખો ત્રિવેણી  સંગમ  એક  જગાએ મળે છે-  જો  તેમને કોઇ  અયોગ્ય  દખલ  વગર  તેમની  રીતે કામ  કરવા  દેવામા આવે  તો  આપના  ગુજરાતની આ  સૌથી મોટીગણાતી   યુનિવર્સિટી  ખરેખર  સૌથી શ્રેષ્ટઃ   યુનિવર્સિટી  બની  શકે  છે   પી.સી.  વૈદ્ય  જેવા  મહાનુભાવને રોલ  મોડેલ તરીકે  નજરમા  રાખીને  તેમની  પાસેથી  કામ  લેવામા  આવે  તો  તે  શ્રેષ્ઠ પરીઁણામ  આપી  શકે   :  તેમના  પુરોગામી  જેવા  અનેક નિષ્ઠા વાન   વ્યક્તિઓનો  તેમને સહકાર  પણ મળી  શકે  છે  -  સરકાર  પણ  તેમના  કામથી પ્રભાવિત છે મેટલ  ,રબલ ,  સ્ટીલ અને સીમેંટ  વચ્ચે  રહેલ  એક  એંજીનિયર  ખડતલ તો  હોય  જ  -તે  ડગે  નહીં  -તેનેઝુકાવવાનો  પ્રયત્ન  ના  કરવો જોઇયે  તે  જ શિક્ષણના   હિતની વાત   છે આચાર  સંહિતા માટે અગત્યનો પર્યાય  તે સ્વવિવેક છે  જે નો   સદુપયોગ તે  કદાચ સૌથી સારી  રીતે   કરી  શકે તેમ  છે-

     મને  લાગે  છે  કે   આચાર  સંહિતા  માટે  જો  પુરાણ  લખાય  તો   કદાચ  ગણેશજીની  કલમ  પણ  કહે  કે  થોડોક  થાક ખાઇ  લયીયે-----



ગુણવંત  પરીખ
8-2-15

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


No comments:

Post a Comment