Aachar sahitaa 5 ------


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



             - : આચાર  -  સંહિતા :-     --- 5

        સ્વ-નિર્ભર સેલ્ફ  ફાયનંસ સંસ્થાઓ કોલેજો  માટેની  આલોચના કદાચ  કોઇ સૌજન્યતાભંગ  ના  કરી બેસાય  તેની  કાળજી રાખીને  કરવી  પડે  - આ  સંસ્થા     છે  - શૈક્ષણિક  સંસ્થા બજાર   નથી  - અહીયા  વેપાર નથી  કરવાનો વાયદા  બજાર   નથી સટ્ટો  નથી રમવાનો -   આ  તો  એક  પવિત્ર   મંદીરને    કાર્યરત  રાખવા  માટે  અપાયેલ એક પરવાનો  છે  - ભક્તો  ભગવાનની  સેવા  પુજા  કરવા  માટે  આવે  - પુજા  કરે   ધાન  કરે  -  દાન  દક્ષિણા પણ  મુકે  -  પ્રસાદ  પણ  લે  - પણ  સાચા  ભગવાનના  સાચા  મંદિરો પણ  જો  વ્યવસાઇ  અને  વેપારી વ્રુત્તિવાળા  હોય  તો  પછી  આ  મંદીરો  - દેવી સરસ્વતીના નામે ઉભા  થયેલ મંદીરો  મન  મુકીને  વેપાર  કેમ  ના  કરે ? આશ્ચર્ય  તો  એ વાતનુ  છે  કે સરકારે  તેમના  વેપારને  અધિક્રુતતા  આપી દિધી   છે આ  એક  એવો પરવાનો આપેલો છે કે  જે કામ સરકારે કરવાનુ છે  તે કામ  અન્યની  મારફતે  સરકાર  કરાવે છે સરકારની નિષ્ઠા  પર  સવાલ  ઉઠાવી શકાય  કે  કેમ તે પણ  વિચારવાનો  પ્રશ્ન છે- શાસક પક્ષનો નિતિ-વિષયક  ઢંઢેરો  તો  એમ  કહે  જ છે  કે  શિક્ષણ  ફ્રી હોવુજોઇયે સદાચાર યુક્ત હોવુ જોઇયે  તે  નૈતિક બાબત છે  - શિક્ષણ  મેળવવાનો  એ  કાનુની  રીતે  પણ  બંધારણિય  મુળભુત અધિકાર  છે  -અને  તેમા  આવતા  અવરોધો  , અનિષ્ટો ,અને  અડચણો માટે   અદાલતના   દ્વારપણ ખટખટાવી  શકાય  છે  -અને   તે  સરકાર   પણ  જાણે  છે   અને એટલા  માટે જ   સરકારે   આ વેપારને  કાનુની માન્યતા મળી   રહે તે    માટે    ધારાકિય જોગવાઇઓ પણ  કરી  આપી  છે  -આવી  સંસ્થાઓ  ઉપર   સરકારનો અંકુશ   છે  જ -  કોણ  કેવો,  કેટલો  અને  કેવીરીતે  આ અંકુશ  રાખે  છે તે  બાબત  પણ  વિચારવાનિ છે -  સંસ્થાકિય  શસક  પક્ષે  જે  નિતિવિષયક   કાયદા અને નિયમો ઘડ્યા  છે   તેનુ પાલન  અને  અમલવારી  તો  કારોબારી   સસ્થા  - જે  સરકારનો જ  એક ભાગ  છે   તેનીપાસે છે  -અમલવારી  અમલદારશાહી  પાસે  છે  -  જે  કામ  સયાજીરાવ   ગાયકવાડ  એકલા   એક  વ્યક્તિના  નિર્ણય  અને  તેમના  કર્મચારીઓ  જે તેમને વફાદાર જ  હતા  -તેમની મારફ્તે ચાલતુ હતુ કર્મચારીઓને   રાજા  -  મહારાજા -  સયાજીરાવ  જેવા રાજવીઓ ઉપર  ભરોસો હતો  અને  રાજવીઓને કર્મચારીઓ ઉપર ભરોસો  હતો  -  અને  તેનાથી આ  કામ  સહેલાઇથી  અને  સરળતાથી ચાલતુ હતુ  -આજે  આ લોકશાહીના તંત્રમા   એ  જ કામ  એટલુ  સરળ  અને  સહેલુ  નથી  - નિયમ  ઘડનાર,નિયમનુ રક્ષણ  કરનાર  , નિયમની અમલવારી  કરનાર  વિ.વિ.  અલગ  અલગ   તંત્રો  છે  - કોઇને કોઇના ઉપર   ભરોસો  નથી  -દરેક તંત્ર   બીજા   તંત્ર  ઉપર દોષનો  ટોપલો  નાખી દેવામા  પોતાની કુનેહ  સમજે  છે  જો  લાભ મળે  તો   વહેચી  ખાનારાઓની  સંખ્યા  મોટી છે   - જેને  લાભ  આપવાનો  છે   તેને લાભ   મળતો નથી  - લાભ  વચ્ચે જ  વહેચાઇ  જાય  છે જુના  જમાનાની  ચિભડાવાલી  બેનના 13  ચિભડામાથી  એક જ  ચિભડુ  બજારમા પહોચ્યુ હતુ   તેના  જેવી  આ વાત  છે  -ચિભડુખરિદનાર  અને  ખરીદીને ખાનારની   જહાલત  બદતર વચ્ચે  વાળા  જલસા કરે  -  વેપારમા   દલાલને  માલ  ખરીદવાનો નથી ,માલ  વેચવાનો  નથી , વખારમા  ભરી  રાખવાનો  નથી  ,  છતા  પણ  તેનેફાળેજ મોટો નફો આવે  છે શાકભાજી  જેવી ચીજ  -  જે રોજ  બરોજની ચિજ  છે ઢગલાબંધી  -ગાડા  ભરી ભરી  ને  -ટ્રકો  ભરી  ભરીને  ખેડુતો  બજારમા મુકી  જાયા છે  તે  દલાલો વચ્ચેથી જ  ઉપાડી  લે  છે   અને  પ્રજા સુધી પહોચતા પહોચતામા તો  તેનુમુલ્ય અનેકગણુ  વધી જાય  છે પકવનાર  ખેડુતને નથી  મળતુ  ,ખનાર  પ્રજાને તેનો  લાભ  નથી મળતો વચગાળાને   મફતમા   ઘી  કેળા  મળે છે  .સરકારે   નિતિ તો  માનો  કે   સારી  ઘડી  -  વધારે  સંખ્યામા  વિદ્યર્થિઓને અનેક  વિદ્યાશાખાનો લાભ  મળે  -પણ  લાભ  કોને  મળ્યો  ?    શિક્ષણનુ   સ્તર  કથળી ગયુ  -વેપારનુ  બજાર  વધી  ગયુ  - શાખા  પ્રવેશ   એ  કપરી  પરીક્ષા  બની  ગયી -  પ્રવેશ    માટે  પણ  ચક્રવ્યુહ- કોલેજ  માટે  યોગ્ય  સગવડવાળુ   મકાન  પણ  ના  હોય  -શિક્ષણના  ધોરણૂ માટે  માન્ય  સગવડો  પણ  ના  હોય  તેવા   મકાન ઇંફ્રાસ્ટ્રક્ચરના  નામે  મોટુ મીડુ  -  છુટીજગા   નહીં  -  મેદાન  નહીં  -અરે  પુરતી  ટોયલેટની  પણ  વ્યવસ્થા  ના  હોય   તેવા  મકાનો   જેમા   અનેક  વિદ્યાર્થિઓ   અભ્યાસ  માટે  આવવાના  છે  - સરકારે  તેમને  મફતના  ભાવે  જમીનો  આપી  -  વિશાળ  સંકુલ  બને  -  પ્રજાને  લાભ મળે  -વિદ્યાર્થિઓની સગવડ  સચવાય  -વિદ્યાર્થિઓને   લાભ  મળે  સાચા  અર્થમા   વિકાસ  થાય  અને  દેખાય  -વિકાસ  થયો  ,વિકાસ  દેખાય  પણ  છે  ,બહુ  બધી  કોલેજો  થયી  ગયી  ,બહુ  બધા  વિદ્યર્થિઓને  પ્રવેશ  પણ  મળી ગયા  , પણ  શિક્ષણનુસ્તર   કેવુ  રહ્યુ  ?આ  વિકાસ   ખરેખરો  વિકાસ  છે કે મ્રુગજળ સમાન  વિકાસ  ? 


     1950-  60  ના  દશકાની  વાત  - એંજીનીયરિગ  શાખામા જવા  માટે  ઇંટર  સાયંસ પાસ  થયા  પછી  -અમદાવાદ એલ.ડી ,  વિદ્યાનગરની  બી.વી.એમ , વડોદરા એમ.એસ.  જેની  પોતાની  આગવી   યુનીવર્સિટી  હતી  ,    જેવી   ગણી  ગાઠી   કોલેજો  હતી   આ   દરેક  કોલેજના   ધોરણો  ઉચા   હતા  -  સ્તર  પણ ઉચા  હતા  -  પ્રવેશ  માટે  કોઇ  અનિયમિતતા  નહોતી  કે  ગોલમાલ  નહોતી  સરળ પ્રક્રિયાઓ  હતી  ફીનાધોરણો  પણ  એટલા  ભારે  નહોતા  - માનો  કે રુપિયો  અવમુલ્યિત  નહોતો  -પણ  દરેક  કુટુબ  તે જરુરિયાતને  પહોચિ  શકે  તેમ હતા કરાચી,  બોમ્બે,  પુના  ને  ટક્કર   મારે  તેવા  ધોરણો  વાળી   ગુજરાતની  આ  કોલેજો  હતી  .આજે  ઠેર  ઠેર  ઢગલાબંધી  કોલેજો  તો  થયી  ગયી  પણ  તેનુ  ધોરણ  કેવુ  છે  ? વિકાસને   બિરદાવવો જજોઇયે-વિકસતા  યુગ  ને  અનુરુપ  શાખાઓ  પણ  વધી  -  વિકસી  -તે  જમાનાની  ત્રણ   મુખ્ય  શાખાઓ  -  સિવિલ ,  મિકેનીકલ  અને  ઇલેક્ટ્રીકલ   -  તેનીસરખામણીમા  આજે  તેર  શાખાઓ  બની  -  તેને અનુરુપ અભ્યાસક્રમો   પણ  બનાવાયા  -બહુ  જ  આવકારદાયક   પગલુ  ગણી  શકાય  -સરકારની  સરાહના    કરવી  પડે  -ખેતરમા  પાક   સારો  પાક્યો ,ફસલ  સારી  રહી  -  બજારમા  પહોચ્યો  -અને  ત્યા  તેની  હાલત  બની  13  ચિભડાવાળી  -આ  ખેતરો  વેચાઇ  ગયા  થર્ડ  પાર્ટીને  - પાકનો  પરવાનો  કોઇ  બીજાને વેપાર કોઇ  ત્રિજો  કરે  - રળી  ખાય  કોઇ ચોથુ -  1950 60  ના  અરસામા   જે   વિદ્યાશાખાની    ફી  200-300  રુપિયા હતી  તેની  ફી  આજે  સરકારી  કોલેજમા   1000-2000 જેટલી છે   પણ  આ  સ્વનિર્ભર  -સેલ્ફ ફાઇનંસ માટે  ની  ફી  તો  છે  લાખ  -દોઢ  લાખ જેટલી  -  અને   તે પણ  અધિક્રુત  ફી  લાખ  -દોઢ  લાખ    તેમા  ડોનેશનનો સમાવેશ  થતો  નથી ડોનેશન તો  અલગ  બિનહિસાબી  - જેવી શાખા  જેવો  વિદ્યાર્થિ  - એન .આર. આઇ  ની  એક   કેટેગરી  નવી  બની  જેની સિટો પણ  અલગ  અને તે પણ  તેમના માટે અનામત   અને  તેની  ફી  પન અલગ  , સ્થાપકોની  બેઠકો  પણ  અનામત  અને તેની ફી  પણ   અલગ  -તે  ધોરણ   સંસ્થાના  સંચાલકો નક્કી   કરે  - આ  બધી  વિષેશાધિકાર  ધરાવતી  અનામત બેઠકો  -જે  ખાલી રહે  તો  સંચાલકો   તે  પોતાની રીતે ભરી  પણ  શકે  -કેટલાક  પ્રાપ્ય   આકડા મુજબ    ઇજનેરી  વિદ્યાશાખાની   બેઠકો   આશરે  62000  છે  જે  પૈકી  સરકારી  કોલેજો માટે માત્ર  આશરે  9000  જ બેઠકો  છે   અને  ખાનગી કોલેજો   માટે  આશરે  52000  થી   53000 બેઠકો રહી  -સરકારી કોલેજોની    ફીનુ ધોરણ  આશરે 1500  ની  આસપાસ  છે  જ્યારે  ખાનગી  કોલેજોનો   આકડો  લાખ   દોઢ  લાખ  જેટલો  અને  ડોનેશન  હોય  તો અલગ  તેની ગણતરી  અધિક્રુત નથી  -   આ  પરિસ્થિતિનો લેવાય  તેટલો  લાભ  લેવાપાત્ર  વ્યક્તિઓને   મળી  ગયો  . લાયક હોય  કે ના  હોય  -વિદ્યાર્થીઓને પણ   પ્રવેશ   મળી  ગયા  -અને  એક વાર  પ્રવેશ  મળી ગયા  પછી  ડિગ્રી તો  મળવાની  જછે  -અરે તેના  માટે  પણ  જોગવાઇ  કરાયેલી  છે -  કેટલીક  વિદ્યાશાખાઓને  તો પોતાની  જ આગવી   યુનીવરસિટી  છે  -  મોસાળમા  જમણ  અને  મા  પિરસનાર  - આપણા  વિદ્યાર્થિઓનુ સ્તર  અને  ધોરણ  પણ  કેટલા બધા  ઉચકાઇ ગયા  ?  70 -80  ટકાથી  ઓછુ પરીણામ  જ ના  મળે ?  શુ   સાચેસાચ   આ વિદ્યાર્થિઓ  એટલી  ક્ષમતા  ધરાવે છે  કે  પછી  તેમને  ધક્કો  મારીને  ઉપરના   સેમિસ્ટારમા   મોકલી  દેવામા  આવે  છે  ?

   અન્ય  વિદ્યાશાખાઓ  તો  હજુ બાકી  છે  -


  વર  મરો કે કન્યા  મરો  -  ગોરનુ  તરભાણુ  ભરો   -------


ક્રમશઃ

ગુણવંત  પરીખ 
7-2-15
 



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



No comments:

Post a Comment