From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા :- 8 -
હા -કેટલિક વખત ચાલાક ફરિયાદીઓ પોતે જ આરોપી હોય છે અને પોતાના આરોપોનો આરોપોનો ઢાકપિછોડો કરવા માટે અને સિફતપુર્વક આરોપો અન્યના નામે ઓઢાડી દેવા માટે અંથવા તપાસ કરનાર તંત્રને ગેરમાર્ગે દોરવા માટે આરોપી પોતે જ ફરીયાદી બનીને ફરીયાદ કરવા જાય છે - આ પણ એક કારણ છે કે જેથી પોલિસ - તપસણી કરનાર તંત્ર - પોલિસ વિભાગ ફરીયાદ કરનારને જ શંકાની નજરે દેખે છે. - અને તેથી જ સામન્ય જનતા સામાન્ય્યરીતે પોલિસને ફરિયાદ કરતા અચકાય છે . ફરિયાદ તો ઠીક પણ પોલિસને કોઇ ગંભીર બનાવની જાણ કરતા પણ સામાન્ય વ્યક્તિ તો ડરે છે - કારણ સૌથી પહેલા તો પોલિસ માહિતી આપનાર ને જ શંકાની નજરે જોશે – આ કેમ અહિયા આવ્યો ? તેનો શુ ઇરાદો હશે ? હત્યા જેવા ગુના માટે કે કદાચ ચોરી જેવા ગુના માટે આવુ બને તો તે સંભવ છે કે વ્યક્તિનો ડર વ્યાજબી માની શકાય . પણ અકસ્માતના સમયે , રસ્તા વચ્ચે જ્યારે કોઇ ગંભીરરીતે ઘાયલ વ્યક્તિ પડી હોય તેવા સંજોગોમા અકસ્માતની જાણ કરવી તે નૈતિક ફરજ દરેક નાગરીકની બને છે છતા પણ સામાન્ય નાગરિક આવી જાણ કરવા માટે ઓછો રાજી હોય છે અથવા આખ આડા કાન કરીને પસાર થયી જાયા છે - જે માત્ર એક ડર થી જ કે હુ જાણ કરિશ તો મારે નાહક પોલિસ સ્ટેશનના ધક્કા થશે - અને તેનાથી પણ ગંભીરબાબત તો એવી હતી કે કોઇ ખાનગી દવાખાના વાળા ડો. અકસ્માતના કેસ હાથ ઉપર લેતા જ નથી -પહેલા પોલિસ ફરિયાદની વિગત આપો - પછિ જ અમે દર્દીને તપાસિશુ – કેટલીક વાર તો એવુ બને છે કે જ્યારે પોલિસસ્ટેશનના સ્ટેશનનાધિકારીને જાણ કરવામા આવે તો પણ તેમના આવવામા વિલંબ થાય અને ત્યા સુધીમા તો દર્દી પરલોકવાસી બની ગયો હોય .આવા જ એક કેસ ઉપર આધારીત અકસ્માતના કિસ્સાને નજરમા રાખીને અને તે અંગે થયેલીરજુઆતોને ધ્યાનેલયીને પોલિસ ની ડાયરી ના બની હોય છતા પણ ડૉક્ટરે સારવાર કરવાનિ છુટ આપવામા આવી હતી અને મનવતાના અભિગમને નજરમા રાખીને ડૉક્ટર સારવાર કરી શકે છે .
1923-83 ના અરસામા આવો જ એક ગંભીર અકસ્માતનો કેસ બાયડ -ધનસુરા રસ્તા વચ્ચે બનેલો- સમી સાજે આશરે 8- 8-30 ના અરસામા આરસ્તા ઉપર એક અકસ્માત થયેલો- સુરત -મોડાસા બસ એક ટ્રક સાથે અથડાયેલી અને બસનો જમણો ભાગ ચિરાયી ગયો હતો , ડ્રાઇવરનુ તો કદાચ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ - ત્રણ ચાર મૂતદેહો રસ્તા વચ્ચે રઝળતા હતા –કેટલાક ઘાયલ મુસાફરો રસ્તા વચ્ચે કણસતા હતા - કોઇ તેમનો અવાજ કે રુદન પણ સાભળતુ નહોતુ - તેમનુ રુદન અરણ્યરુદન સમાન હતુ - રસ્તાની બન્ને બાજુએ વાહનોની મોટી હારમાળા જામીગયેલી -કોઇ આગળ જવા તૈયાર નહીં- ઉડતા સમાચાર આવ્યા કે આગળ એક ગંભીર અકસ્માતથયો છે અને ચાર છ મુસાફરો મરણ પામ્યા છે અને રસ્તા વચ્ચે લાશો પડી છે –રસ્તોઆખો અવરોધાઇ ગયો છે - કેટલાક વાહનોએ રસ્તો બદલીને રસ્તો ફંટાવીને પાચા ફરી ગયા - આમ આગળ પાછળ બન્નેદિશામા 2-3 કિલોમીટર સુધી વાહનો ખડકાઇ ગયેલા - વાત્રક ના પુલ પાસે જ અમોને માહિતી મળી કે આગળ એક ગંભીર અકસ્માતથી આગળ રસ્તો બ્લોક છે - આગળ કે પાછળ જવાય તેમ નથી - પણ સારા નસીબે વાહનોની એક લેન ખુલ્લી હતી - મે તરત જ ડ્રાઇવરની સુચના આપી કે આપણે આપણી ગાડી આ બધાને ઓવરટેક કરીને આગળ ચાલો પણ અનુભવી અને પીઢ ડ્રાઇવર્ની હિમ્મત ચાલતી નહોતી – તેણે સુઝાવ આપ્યો કે હજુ પાછલી બાજુ ખુલ્લિ છે આપણે પાછા ફરીને બીજા રસ્તે નિકળી જયી શકીશુ – પણ મે ના પાડી – આપણે આ જ રસ્તા ઉપર ચાલો – આ રસ્તો આપણા જ ચાર્જમા છે - અકસ્માતના સ્થળે પહોચીને જે જોયુ તે દિલ હચમચાવી નાખે તેવુ દ્રષ્ય હતુ - ઘાયલ મુસાફરોનુ આક્રંદ જિરવાય તેમજ જોવાય તેવુ નહોતુ - બચી ગયેલા મુસાફરો જેનેજેસગવડ મળી તે મુજબ જતા રહેલા-કોઇના હોશ કોશ નહોતા રહ્યા - ઘાયલ મુસાફરોના સગા બુમોપાડતા હતા પણ કોઇ ઉભુ નહોતુ રહેતુ - બધા દિશા બદલીને રવાના થયી જતા હતા;- અમે બધા પણ હબક ખાઇ ગયા હતા - મારો ડ્રાઇવર તો હજુ પણ પાછા વળવાની જ વાત કરતોહતો પણ અમે હિમ્મત કરીને જે ઘાયલ મુસાફરો હતા તે પૈકી ત્રણ ચાર ઘાયલોને અમારી ગાડીમા બેસાડી દીધા- ડ્રાઇવર તો એટલો બધો ડરી ગયેલો કે ગાડી ચલાવવાના પણ તેના હોશ નહોતા રહ્યા - અને ઘાયલોને પોલિસની જાન વગર તો હાથ પણ ના અડકાડી શકાય તેવુકહીનેતે તે એકદમ નરવસ - રડમસ - બની ગયો પણ છેવટે મે કહ્યુ –તમે ગાડી ના ચલાવશો - પાછળ બેઠેલા બધાને આગળ બેસાડી -દિધા - પાછળ ઘાયલો ને બેસાડી દીધા અમે સૌ આગળ બેસીને ધનસુરા આવ્યા -
હવે અમારી પરીક્ષા ચાલુ થયી -
અમે ગાડી સૌ પ્રથમ એક ખાનગી હોસ્પિટલ પર લિધી - પણ ડૉક્ટરના કર્મચારીઓએ આ ઘાયલ મુસાફરોને લેવાની ના પાડી દિધી–પહેલા પોલિસ કેસ કરીને - પોલિસને જાન કરો - ગુનો નોધાય અને પોલિસ ઘાયલોને દાખલ કરાવે - આ વિધિમા તો ઘણો સમય વિતી જાય તેમ લાગ્યુ = મે ડૉક્ટરને રૂબરૂ મળીને આખી પરીસ્થીતી સમજાવી - પણ પોલિસ ના લફરાથી તે પણ ગભરાતા હતા - ઘાયલોને સારવાર આપવાની વાત તો બાજુ પર રહી - તે તેમને સ્વિકારવા જ તૈયાર નહોતા - આ તો સરકારી દવાખાને મોકલવાનો કેસ છે – અમારાથી ના લેવાય - મે જવાબદારી સ્વિકારવાનિ તૈયારી દર્શાવી - પણ તેમનો ડર ઓછો ના થયો - મારે ડોક્ટરને ખુબ વિવશ બનીને સમજાવવા પડ્યા- તે મને ઓળખતા તો હતા જ - મારી પુત્રીના કેટલાક કાર્યક્રમોને કારણે અમે પરીચીત તો હતા જ - પણ તેમના પિતાજી ડો. દેવકુલે સાહેબ મારા પ્રોફેસર અને મારી હોસ્ટેલના રેક્ટર પણ હતા અને આ બધી ઓળખાણોને તાજી કરીને મે એક્વાર ફરી વિનંતિ કરી - પોલિસ સ્ટેશને ફોન પણ તેમના જ રહેઠાણેથી કર્યો - તે સમયે મોબાઇલ ફોન નહોતા - પોલિસ તરત જઆવી તો ખરી પણ થોડીક ગુપસુપ ચર્ચાઓ કરીને તેમણે મને જણાવ્યુ કે આ હદ અમારીનથી.
હવે નવો પ્રશ્ન આવ્યો - હદ નો -ધંનસુરા કહે આ અમારી હદ નથી - આ તો બાયડની હદ્મા બનેલો બનાવ છે માટે અમે કશુ ના કરી શકિયે –એક બાજુ ઘાયલો તરફડતા હતા - રસ્તા વચ્ચે તો જે ઘાયલો હતા તે જુદા જ - અને ધિમે ધિમે વાત ફેલાતી ગયી - સુરત - મોડાસા બસને મોટો અકસ્માત થયો છે –અફવાઓ એ જોર પકડ્યુ –ઘણા માનસો ભેગા થયી ગયા –પોલિસ સ્ટેશન આ કેસ લેવાની ના પાડેછે- મારા ડ્રાઇવરે મને કહ્યુ -જુઓ સાહેબ - મે નહોતુ કિધુ ? આપણેફસાઇ જયીશુ- પણ હવે શુ થાય ? મે ડૉ. દેવકુલેને કહ્યુ કે તમે સારવાર શરુ કરો બધી જવાબદારી મારી -હુ લખાણ આપવા પણ તૈયાર છુ – અને તેમના રહેઠાણેથી જમે મે નાયબ લિલ્લા પોલિસ અધિકારીશ્રી ને તેમના રહેઠાણે ફોન કર્યો - આમા તો અમે પડોસી હતા -પરસ્પર સારીરીતે ઓળખતા પણ હતા - અને મે તેમને આ હદનો વિવાદ કહયો -ગ્તેમણે તરત જ બાયડઅનેધનસુરા બન્ને જગાએ પોલિસસ્ટેશને જાણ કરી -મોડાસા ડેપોમા પણ જાણ કરી - પોલિસ કાર્યવાહી પાછલથી થશે તેવી જાણ પણ તેમને દવાખાને કરી અને પોલિસ સ્ટેશને સખત શબ્દોમા જણાવી દિધુ કે અકસ્માતનો ગુનો નોધીને ફરીયાદી તરીકે જરુર પડે તો મારુ નામ લખીને પરીખ સાહેબને છુટા કરી દો અને દવાખાને પણ જાણ કરો , બિજા મુસાફરોને પણ લાવી દો , જરુર જનાય તો તેમને અમદાવાદ ની સીવીલ હોસ્પિટલમા મોકલવાની વ્યવસ્થા કરિ દો - આ તબક્કે રાત્રીના બાર એક વાગી ગયેલ - લોકો એકત્ર થયી ગયા હતા - સેવા ભાવી સંસ્થાઓ પણ આગળ આવી - મુસાફરોને લાવ્યા – દવાખાનામા દાખલ કરાવ્યા - સારવાર પણ છલુ કરાવી- ગંભિર ઘાયલોને મોટી હોસ્પિટલમા મોકલવાની વ્યવસ્થા પણ કરવામા આવી - એસ.ટી નો સ્ટાફ પણ આવી ગયો આશરે રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે અમે ઘેર પહોચ્યા,. બીજેદિવસે મોડાસામા હાહો મચી ગયી -પ્રેસ વાળાઓએ પણ સારી રજુઆતો કરી -હદનો પ્રશ્ન અમે ચગાવા દિધો નહીં - પણ સરકારમા એક સજ્જડ રજુઆત થયી કે અકસ્માતના કિસ્સાઓમા પોલિસકેસ ગમે ત્યારે થાય - ગુનો ગમે ત્યારે નોધાય - પણ જો ઘાયલ દરદી દવાખાને આવે તો કોણ તેને લાવ્યુ છે તે બાબત ગૌણ બનાવી ને પ્રાથમિકતા તો ઘયલની સારવાર ને જ આપવી.
કાયદો શુ કહે છે ? નિયમોની જોગવાઇ કેવી છે ?તે બધુ ગૌણ રાખીને માત્ર અને માત્ર સારવારનેજ પ્રાથમિકતા આપવાના સિધ્ધાંતની અસરકારકતા તે સમયથી ચાલુ થયી ..નિયમ,કાયદો અને વ્યવહારિક આચાર સંહિતાનો યોગ્ય સમન્વય થાય તે જ જરુરી છે અને તે માટે સક્ષમ અધિકારીનો સ્વવિવેક અગત્યનો બની રહે છે .- ભાગેડુ વ્રુત્તિ દાખવીને જવાબદારીથી છટકવાની વ્રુત્તિ ના ચાલે .
.આચાર સંહિતા પ્રજા માટે છે -જડતાની જરુર નથી - વ્યવહારુ બનવુ જરુરી છે
ગુણવંત પરીખ
14-2-15
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment