From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા :- 7 --
આચાર – સંહીતાના અમલ અને પાલન માટે જો કોઇ સારી અને અસરકારક મદદ કરી શકે તેમ હોય તો તે છે ન્યાયતંત્ર - નિષ્ઠા અને પ્રમાણિકતા ધરાવતી વ્યક્તિઓ પણ વહિવતમા નથી એવુ તો નથી જ - ભલે ઓછા પ્રમાણમા પણ આવી વ્યક્તિઓ છે પણ તેમને પુરતુ વજન નથી મળતુ -કદાચ બહુમતી સામે તેમનુ જૂથ નાનુ પડે છે અને કેટલિક વાર તો તેઓ એકલા પડી જતા હોય છે અને એકલતાનઈ નિરાસા તેમને હતાશાની ગર્તામા ધકેલી દે છે અને તેમની આવી હાલત જોઇને અન્ય વર્ગ પઞ છેવટે એમ વિચારવા લાગે છે કે જવા દો - જેમ ચલે છે તેમ ચાલવા દો -આપણા કેટલા ટકા ? શા માટે આપણે અળખા થવુ ? અને જ્યારે આવી વિચારસરણી અમલમા આવે છે ત્યારે સત્ય અને ન્યાય બિચારા બાપડા બની જાય છે. છે.-કોઇને જવાબદારી લેવી નથી -જોખમ લેવા પણ કોઇ તૈયાર નથી - અને તે સંજોગોમા સ્વવિવેક ની સત્તા અગત્યની પુરવાર થાય છે . જ્યારે કોઇ પણ નિતિ ,નિયમ , કાનુન, કાયદો કે વહિવતના કોઇ પૂર્વ ઇતિહાસનો ટેકો ના હોય અને તેવા સંજોગોમા જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે જ સ્વવિવેકની સાચીકસોટી થાય છે .- એક માત્ર ન્યાય તંત્ર જ આ માટે પહેલકરી શકે છે
પરસ્પર વિરોધી લાગે તેવા પણ સચોટ અસરકારક બે બનાવો એક નિષ્ઠાવાન અને અત્યંત તેજ અને ઉગ્ર પ્રતિભા ધરાવનાર ,સર્વોચ્ચ અદાલત સુધી પહોચેલા અને ,પગાર પંચ અને લૉ કમીશનના પણ અધ્યક્ષ રહી ચુકેલા એવા આપણા ગુજરાતના જ પ્રખર પ્રતિભાશાળી ન્યાયમુર્તી ધિરુભાઇ દેસાઇ જ્યારે નડિયાદના સેશન્શ જજ હતા ત્યારે તેમની સમક્ષ આવેલા એક કેસમા એક સાક્ષીએ એક આરોપી માટે નિચલી અદાલત અને ઉપલી અદાલતમા જુદી જુદી અને વિરોધાભાસી જુબાની આપી કે જેનાથી સમગ્ર કેસની દીશા બદલાઇ જાય - ધિરુભાઇને પ્રથમનજરે જ ખ્યાલ આવી ગયો કે આ સાક્ષીફરી ગયો છે – પ્રોસીક્યુશને તો તેને હોસ્ટાઇલ જાહેર કરી દિધો પણ જજ સાહેબે તેને છોડ્યો નહીં સાક્ષીએ જે આરોપીને બચાવવા માટે તેની કેફિયત બદલી હતી તે આરોપી સામે એક પણ પુરાવો નહીં પદવા છતા આ હિમ્મત્વાળા જજે તે આરોપીને સજા ફટકારેલી અને તે પણ 5 વર્ષની સખત કેદ - જ્યારે તે જ કેસના બીજા એક આરોપી સામે તેન . ઈ વિરુધ્ધમા પુરાવા હોવા છતા પણ તેને વટભેર નિર્દોષ છોડીમુક્યો હતો અને આટલુ ઓછુ હોય તેમ આ સાક્ષી ઉપર અદાલતમા સોગંદ ઉપર ખોટી જુબાની આપવા માટે કેસ દાખલ કરાવી દિધો તે નફામા - આનુ નામ સ્વવિવેક .
તેઓ જ્યારે ગુજરાતની વડી અદાલતમા ન્યાયમુર્તી હતા ત્યારે પણ એક કેસ એવો આવેલો --- એક પટાવાળાની કક્ષાનો સરકારી નોકર -4 થા વર્ગનો કર્મચારી - જુગારના કેસમા પકડાયેલ - નિચલી અદાલતે સજા કરેલી – સજાનોઅમલ થાય તો આ કર્મચારીની પાછલી જીદગી ધુળધાણી થયી જાય - નિવ્રુત્તિના આરે ઉભેલો આ કર્મચારી –નોકરી તો ગયેલી જ હતી - સજા થયી એટલે નોકરી તો નહોતી - પણ નિવ્રુત્તિના લાભ પણ ગયા અને વધારામા જેલમા રહેવાનુ - ભગવાન ભરોસે તેણે અપીલ કરી અને તેના સારા નસીબે આ કેસ આવ્યો દેસાઇ સહેબ પાસે જ - સરકારીવકીલને માટે તો ખાસ કહેવાનુ હતુ જ નહીં - કેસ સ્પસ્ટ હતો -ગુનેગારને સજા થયેલી છે -- નિચલી અદાલતનો રેકર્ડ પણ તેની વિરુધ્ધ છે - રગે હાથ પકડાયેલ આરોપી છે -પુરાવાઓ તેની વિરુધ્ધ છે બચાવને માટે કોઇ અવકાસ નથી -કોઇ સાબીતી નથી કે જે આ અરજદારનએ બચાવીશકે તેની હાર નિશ્ચિત હતી - પણ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે ?અત્યંત ઠડકથી સાહેબે સરકારી વકીલને પુછ્યુ - તમને બિજુ કોઇ ના મળ્યુ ? આ એક 10 પૈસે પોઇંટ રમનારો તમારા હાથે ઝડપાઇ ગયો અને તમારી ક્લબોમા 10 રુપિયા જ નહીં 100 રુપિયે પોઇંટ રમનારા તમારી નજરમા નથી આવતા ? અને આ બિચારા ગરિબ માનસને તમે બલીનો બકરો બનાવી દિધો? બધા પુરાવા તેની વિરુધ્ધ મા છે - તેને સજા થયેલિ જ
છે અને તે સજા રદ થાય તેવી પણ નથી તે પણ હુ સમજુછુ અને જાણુ છુ અને છતા અરજદારની અપીલ ગ્રાહ્ય રાખુ છુ -આ 4 થા વર્ગના કર્મચારીને તેની નોકરીના તમામ મળવાપાત્ર લાભો સાથે નોકરીમા પરત લેવાનો હુકમ એ કાયદાની કોઇ કલમ ને આધારે નહીં પણ ન્યાયમુર્તીના સ્વવિવેકના આધારે લેવાયો હતો અને કાયદાની નજરેખોટો મનાતો આ ચુકાદો અપીલમા પડકારી પણ નહોતો શકાયો – કદાચ આ કિસ્સામા અપીલની છુટ જ નહોતી આપવામા આવી.. કાયદાની દ્રષ્ટીએ એ ચોખ્ખો ગુનેગાર છે તેને ક્લિન ચીટ આપવી અને કાયદાની દ્રષ્ટ્રિએ જે ની સામે કોઇ સાબીતી નથી તેવા પણ સાચા ગુનેગારને સજા કરવી - કાયદાના બંધનને અમાન્ય રાખીને - આ નિર્ણય તે સ્વવિવેકનુ ઉમદા ઉદાહરણ છે .
આચાર સંહિતાના પાલનમા કારોબારી તંત્રના અધિકારીઓ ગભરાયછે . અને નરો વા કુજરો વા ની નિતી અખત્યાર કરે છે - અમારે શામાટે જવાબદારી લેવી ? બિજી બાજુ પ્રજા પણ એટલી જ ચાલાક - સ્માર્ટ - બની ગયેલી છે - તેને ખબર છે જ – એક વાર અદાલતમા ગયા પછિ તેનો નિર્ણય જલદી આવવાનો નથી -નિર્ણય આવશે ત્યારે પરિસ્થિતિ કેવી હશે તે રામ જાણે .
ખાસ કરીને મનાઇ હુકમ ની બાબતમા તો અદાલતો નુ જે વલણ છે તેનો ભરપેટ દુરુપયોગ જ થાય છે - એક વખત મનાઇ હુકમ આવે પછી બધુ ઠપ થયી જાય -ોઅને તે પછિ - તારીખ અને મુદત અને તારીખ ઉપર તારીખ અને બસ ચાલતી જ રહે આ ગાડી - જે તંત્ર ઉપર પ્રજાને ખુબ ભરોસો હતો તે તંત્ર પાસે જવામા આજે પ્રજા ગભરાય છે. આજે પણ ભલે પ્રજા ગભરાય - પણ તેની પાસે બીજો વિકલ્પ પણ નથી
ઇંન્સાફકા મંદીર હૈ યે , ભગવાનકા ઘર હૈ ...
ભગવાનકે ઘર દેર હૈ અંધેર નહીં હૈ -------
એટલુ તો ચોક્કસ છે કે આ તંત્રમા “ દેર “ ભલે છે - સાવ અંધેર તો નથી જ -મોડે મોડે પણ ન્યાય તો કદાચ મલે જ છે અને વિલંબ એ તો હવે સર્વ સામાન્ય બાબત બની ગયી છે મને કે કમને તેને માન્ય રાખવો જ પડે આખરેતો રજ્યનોતલાબો ચોડો વહિવટ છ્ર ને - જુના રાજવીઓના જમાનામા પણ આવો વિલંબ મજાક સ્વરુપ બની ગયો હતો . રાજ્યના નગરશેઠને ત્યા તેમના દિકરાનુ લગ્ન હતુ અને વટ પાડવા માટે નગરશેઠે રાજવીને વિનંતિ કરી કે રજ્યનુ બેંન્ડ વરગહોડા માટે મોકલી આપજો - રાજાજી એ હા તો પાડી - દિવાનજીને સુચના પણ આપી - અને તે પણ નગરશેઠના દેખતા જ સુચના આપી - અથી નગર શેઠને લાગ્યુ કે આપણો વટ પડી જશે વરઘોદાનુ મહુરત આવ્યુ અને વિતવા આવ્યુ ત્યા સુધી બેંન્ડ ના આવ્યુ -વાત વિસરાઇ ગયી - અને નગરશેઠને ઘેર બિજો પ્રસંગ આવ્યો- પુત્રવધુના શ્રીમંતનો - ઉજવણી ચાલતી હતી અને તે સમયે રાજ્યના બેન્ડ્ના સુર ગાજી ઉઠ્યા - નગરશેઠ્ને અનહદ આશ્ચર્ય થયુ કે મે તો આ વખતે કોઇ માગણી કરી નથી તો આ સોગાત કેવી રીતે આવી ? વાજાવાળાઓને બોલાવ્યા કે કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા ? વાજાવાળા કહે દિવાનજીનો હુકમ હતો કે નગરશેઠના પુત્રનુ લગ્ન છે અને ત્યા આપણે જવાનુ છે --આને શુ કહેવાય ? વિલંબનિતી કે બિજુ કોઇ નામ છે ? વિપરીત ઉદાહરણ પણ જાણવા જેવુ છે - ઇંદીરાજીના અવસાનથી ખાલી પડેલી વડાપ્રધનની ખુરસી માટેનો નિર્ણય માત્ર ચાર કલાકમા જ લેવાઇ ગયેલો- કામચલાઉ ધોરણે નિયમાનુસાર પ્રણવ મુખરજીએ હવાલો લેવાનો હતો અને સીનીયોરીટી મુજબ પણ તે જ ખુરસી મેળવવા માટે હક્ક્દાર હતા જે તે સમયે બહાર હતા- પણ તે પાછા ફરે તે પહેલા જ નિર્ણય લેવાઇ પણ ગયો અને તેનો અમલ પણ થયી ગયો – આટલા મોટા ઇસ્યુનો નિર્ણય ઘડીના છઠ્ઠા ભાગમા લેવાઇ ગયો અને લોકોએ “વાહ વાહ “પોકારી - આપણી સરકાર કેવા ઝડપી નિર્ણયો લે છે . – એ જસરકારમા એવા પણ પ્રસંગો અને બનાવો છે કે એ જ સરકારના કોઇ નિવ્રુત્ત કર્મચારીને તે મ્રુત્યુ પામે ત્યા સુધી તેને નિવ્રુત્તિના લાભ ના મળ્યા હોય . જો સ્વવિવેકની સત્તા વાપરીને જે ઝડપથી દેશના વડાપ્રધાનની ખુરશીના ઉમેદવારને પસંદ કરી શકાય છે તો અન્ય એવી જરુરી જગાઓ ભરવા માટે શા માટે વિલંબનિતી અખત્યાર કરાય છે ? આવા કિસ્સાઓમા પણ જે તે અધિકારી સ્વવિવેકના અધિકારો અવશ્ય ભોગવી શકે છે જરુરછે માત્ર પહેલવ્રુત્તિ દર્શાવવાની - નિતિ-નિયમ , કે કાયદાની આમન્યા તોડ્યા વગર પણ જો પહેલવ્રુત્તિ હોય તો પણ નિર્ણય કરી શકાય છે
આવા સંજોગોમા આચાર સંહિતા કે નિતિનિયમોનુ કારણ ધરવુ જરુરી નથી
પણ કોઇ હિમ્મત નથી દાખવતા તેનુ કારણ શુ ?
જાણવુ છે ? લોકો પોલિસ પાસે કે કોઇ પણ તંત્ર પાસે ફરિયાદ કરવા જતા કે તેમને માહિતી આપતા કેમ ડરે છે ?
ક્રમશઃ
ગુણવંત પરિખ
12-2-15
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment