Aachaar sahitaa ---9


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



   -: આચાર  - સંહીતા  : -  9

         સત્તા  અને સંપત્તી   બન્ને  સહિયરો    છે એકદમ  નજદીકી  સહિયરો- બન્નેને એકબીજા  વગર  ચાલતુ  નથી  -  છતા  છને ખુણે  તો  બન્નેને એકબીજા  સાથે   ફાવતુ પણ  નથી  - જે સાંઠ ગાંથ છે  તે  માત્ર   સ્વાર્થ  સિધ્ધ  કરવા  માટેની  એક   સમાયોજિત  ચાલ  છે.  સતા  એમ સમજે છે કે  કે  સંપત્તિનુ અસ્તિત્વ મારા  લિધે  છે  અને  સંપત્તિ  એમ  માને છે  કે   આ  સત્તા  એ  મારી દેન  છે   જો હુ ના  મદદ   કરત તો  સત્તાનુ સિંહાસન   જોજનો દૂર  હોત  .  બન્ને  એકબીજાના  પુરક  છે કે કટ્ટર હરિફ   તે   નક્કી કરવુ  આસાન નથી -  પણ  એટલુ  તો ચોક્કસ  છે  કે   તે  બન્નેની સાંઠ  ગાંઠ  એકદમ મજબુત  છે    બન્ને  એમ  સમજે   છે કે  જેના   પલ્લમા  લાડુ  તેના  પલ્લામા અમે -  આચાર સંહિતાની ઉચી  ઉચી વાતો કરનાર-   આપ ની   જિત  પાછળ  પણ  સંપત્તિનુ   યોગદાન   તો  છે  જ અને   સંપત્તિના  પ્રપ્તિ સ્થાન  માટેનો   પ્રશ્નજ્યારે ચગડોળે  ચઢ્યો   ત્યારે  સર્વોચ્ચ   સ્થાનેથી પણ  તેને  ક્લીન ચીટ  મળી   ગયી -   ઢોલ   વગાડીને  ગાનારા  પણ  ચુપ  થયી  ગયા  ? કેમ  ? તેરી બી  ચુપ  ઔર  મેરી  બી ચુપ  -   આપના  બન્નેમજબુત હરીફો   કેવા દુધે ધોયેલા  છે તે બીજા કોઇ  તો  જાણે કે  ના   જાણે  તે  પોતે  તો  જાણે   જ  છે  કે   આપણે તો  તેમના  કરતા અનેક ગણી   સંપત્તિ ભેગી  કરી લીધી છે  અને    હવે  બહુ બોલવામા  કે  બહુ   ચહેરવામા સાર  નથી .-  સર્વોચ્ચ સ્થાનનુ સન્માનકરવુ તેમા જ આપણા  સૌની ભલાઇ  છે. બધા    જાણે  છે  કે આ બે  સહિયરૂનુ જોર કેટલુ છે  -બન્ને એકબીજાને ખરીદી શકે  છે  - પોતાના  જોરે  બન્ની એકબીજાનેમારીપણ  શકે  છે  -  સમય  વર્તીને  બન્ને એકબીજાના હાથમા હાથ  મિલાવીને  જરુર  હોય  ત્યા સુધી ચાલે  છે  અને  જ્યારે  વાકુ પડે   ત્યારે   તલવારપણ  ઉગામે છે   અને  તેવા  સમયે  પણ  મજબુત સોદાબાજી થી  હારની બાજી  જીતમા પણ  પલટીશકે છે   - આ છે  સતા  અને  સંપત્તિના  સહિયારા  પ્રયાસનુ ફળ  -લાચાર છે તો  બિચારીપ્રજા-  લાચાર છે તો તે  માત્ર   સત્ય અને ધર્મ  -ચારેદિશામા  સત્ય અને  ધર્મના  નામની  વાહ  વાહ  તો   જરુર  થાય   છે -  પણ  જીત  કોની      થાય   છે  ?  -  માત્ર  સોદા બાજીની

     રાજકારણમા   સિધ્ધાંતવાદી  ગણાતા  ગુજરાતના   એક  નેતાનુ  નામ  ખુબ  આદરથી  લેવાય  છે  - સત્ય  અને  ધર્મ  તે તેમના   પ્રથમ  હરોળના   સિધ્ધાંત હતા -  મહાત્મા  ગાંધીજીના   ચુસ્ત  અનુયાઇ  પણ  હતા -  સત્તા  માટે   કોઇ   રાજકારણ   રમવાનુ તેમને  પસંદ   નહોતુ  -  તેમને  ખાતરી  હતી  કે સત્ય-  ધર્મ-  ક્ષમતા- જ્યેષ્ઠતા  ક્રમ  -વહીવટી  અનુભવ  -બધુ  જ તેમની  તરફેણમાં   હતુ  - આ  તે  મહકનુભાવ  છે -  મોરારજી  દેસાઇ -    લાલ બહાદુર  શાસ્ત્રીજીના   અવસાન    પછી  ખાલી  પડેલા  વડાપ્રધનના   પડ  માટેના   તે એક  જ    લાયક  ઉમેદવાર    તે  સમયેહતા  જે  બક્ધ્હી  જરુરીયાતો    તે પુરીકરી   શકતા  હતા સૌ જાણતા  હતા  કે મોરારજીભાઇ  કદી  કોઇ સોદાબાજી  નહીં  કરે કોકડુ  ગુચવાયુ   હતુ  -પક્ષમા   બે  ભાગ પડી  ગયા  હતા -  એક  પક્ષ    મોરારજીભાઇની  સિધ્ધાંત  નિષ્ઠાથી  ડરતો  હતો  --તેમાને  ડર  હતો  કે  જો  મોરારજીભાઇ  વડાપ્રધાન  બની  જશે તો  તે  એક હથ્થુ  સતા  ભોગવશે   -  આથી  બીજા  પક્ષે   મોરારજીભાઇના  હરિફ  ઉમેદવાર  તરીકે   ઇંદીરાબેન નુ  નામ  આગળ  કર્યુ  -   તે    સમયે  બહેન   પાસે વહીવટી   અનુભવા તો   પુરતો   નહોતો  જ  -  તેમની  ક્ષમતા  માટેપણ  એવો  કોઇ   ઉચો   અભિપ્રય  પણ  નહોતો પણ તે   ભુતપુર્વ  વડાપ્રધાન   જવાહરલાલ  નહેરુની  પુત્રી  હતા  તે  મજબુત  પાસુ તેમની પાસે  હતુ  -ઉદ્યોગપતિઓનુ   એક  જૂથ  -મોરારજીભાઇ ના   જક્કી   સ્વભાવથી  ડરતુ હતુ  --  નાણાપ્રધાન  તરીકે  મોરારજીભાઇ  કેટલા  મજબુત હતા  તે  સૌ   જાણતા  હતા  -તેમની મક્કમતાનો સૌને   ડર  પણ  હતો  -   સત્ય  અને  સિધ્ધાંતના  નામે   તે  કદી  નમતુ  જોખે  નહીં  કે  સોદાબાજી કરે નહીં પક્ષ  પણ  તે સારીરીતે  જાણતો  હતો  પણ  મોરારજીભાઇને   દૂર  કેવીરીતે   કરવા ?

       સોદાબાજી અને સિધ્ધાંત-એક  અનેરુ ઘર્ષણ     સામે આવ્યુ-  રાષ્ટ્રિય કક્ષાની   સર્વોચ્ચજગા માટેની આ  લડાઇ  હતી  -  દરેકને   કોઇને કોઇ   સ્વાર્થ  હતો  -ઇંદીરાજી  અને  મોરારજીભાઇ વચ્ચે  ચુટણી  અનિવાર્ય   બની  ગયી- પણ  ચુંટણીમા થાય  છે તેમ આ  ચુંટણીમા પણ  એક  સોદાબાજીએ   જન્મ  લિધો
લોકસભામા  એક  મજબુત સભ્ય  પાસે આશરે  100  જેટલા  વોટ  હતા  - તે જેની  પલ્લે  જાય  તેની  જીત  નક્કી  હતી  -  તે  પલનો લાભ  લેવા  માટે  તેમણે  મોરારજીભાઇની  પાસે પ્રસ્તાવ  મુક્યો  કે  જો  મોરારજીભાઇ વડાપ્રધાન  બને  તો  તેમને   નાયબ  વડા પ્રધનનુ પદ  આપવુ  - પ્રખર  સિધ્ધાતવાદી   મોરારજીભાઇ  આ  પ્રકારે  સોદાબાજી  કરવા તૈયાર  નહોતા છેવટ સુધી તૈયાર  ના  થયા અને  છેવટે  તે 100  વોટ  સામે પલ,લે  ગયા  અને  મોરારજી  ભાઇ હારી   ગયા. સત્ય  અને ધર્મ  વિષે  તો  આલોચના નથી  કરી  શકાતી પણ   સિધ્ધાંતના  નામેતો  જરુર કહી  શકાય   કે  માત્ર સિધ્ધાતને   કારણે  જ  મોરારજી  ભાઇ હાતી  ગયા રાજકારનમા  આ એક  મોટી  લપડાક હતી  -  મહાગુજરાતની  ચળવળ   વખતે પણ  આવુ  જ બનેલુ જાહેર  સભામા  તેમણે  તેમના  સૈધ્ધાંતિક  અવાજમા   કહેલુ કે  મહાગુજરાત  તો  નહીં  જ મળે -  ભાગલાવાદ તેમને  પસંદ  નહોતો તે  સાચા  હતા  -  પણ  એક  જ અઠવાડીયા પછી   તત્કાલીન  વડાપ્રધાન  શ્રી  એ  જણાવ્યુ  કે   લોકશાહીમા કોઇ નિર્ણય   આખરી   હોતો નથી   અને  મોરારજીભાઇના   સત્ય  - નિષ્ઠા  અને  સિધ્ધાતો  બાજુ પર  રહી   ગયા સત્ય અને  સિધ્ધાતની આ જોરદાર હાર  હતી-  આ હારથી   સમજીને પન  જો  મોરારજીભાઇ  વડાપ્રધાન પદની  ચુટણી   લડ્યા હોત તો  જીત તેમની જ હતી  -


 પણ  ના  જાણ્યુ જાનકીનાથે  સવારે શુ  થવાનુ  છે  -

1977  મા   ફરીથી   આ જ  પ્રશ્ન  આવ્યો  -

       આજ  મોરારજીભાઇ  -  એ  જ સિધ્ધાત  -  એ  જ  નિષ્ઠા  - પન  આ  વખતે તેઓ  થોડાક    પકટ  લાગ્યા -  કદાચ  બનવુ  પડ્યુ  હશે  -  જે  સોદાબાજી   તેમણે ગત  ચુટણીમા   નહોતી   કરી  તે  આ  વખતે    કરી   લીધી  અને અનેક  જોડાણો   કર્યા પદ   વહેચ્યા  પણ ખરા ખુરસીઓ   આપી  પણ  ખરી  અને  પરીણામે જંગ    જીતી  ગયા -  મોરારજીભાઇ   વડાપ્રધાન બની  ગયા સિધ્ધાત  પાછળ રહી ગયો જે  નાયબ  વડાપ્રધાન  પદ   આજે  જેમને  આપવુ  પડ્યુ તે જ  પદ  તે દિવસે તે  જ  વ્યક્તિને   જો  આપ્યુ  હોત તો   દેશની તાસિર કદાચ  જુદી  હોત  -પણ  સત્ય-  ધર્મ અને સિધ્ધાતનો  આગ્રહી  આ  જીવ  લાબો સમય  તેનાથી  દૂર  ના  રહી  શક્યા-  આખરે   સત્ય ધર્મ અને સોદાબાજીઓના  સગ્રામે  આ સત્યનિષ્ઠ   સિધ્ધાતવાદી  મહાનુભાવની  વિકેટ  ખેરવી  નાખી  અને  આપણને  આચાર  સંહિતાના ખોખલા  મોડેલો  જ   મળ્યા.

     રાજકારણ  અને  વહીવટમા  આચાર સંહીતાનુ   પાલન  એટલુ   સહેલુ   નથી  - શક્ય નથી  તે  કહેવુ  તો  અઘરુ  છે  પણ  -અસા6ભવિત તો  નહીં  પણ  ખુબ  મુશ્કેલ  કાર્ય છે . વ્યવહારિકતા   એમ  કહે  છે કે જે  નરી  આખે દેખાય  છે તે  સત્ય નથી  હોતુ જે  સત્ય  છે  તે  નરી  આખે  દેખાતુ નથી  - સાક્ષી પુરાવા અને સાબીતીઓ   સહીત  રજુ  થયેલ    હકિકતપણ  સાચી  નથી  હોતી  - અને  સાચી  હકિકતને    સાક્ષી પુરાવા  કે  સાબીતીઓ  પણ  નથી  મળતી- -આનાથી  વધારે  લાચારી   બીજી  શુ  હોઇ  શકે  ?  રાજકારણ  અને  વહીવટ   તો  થીક પણ   આપણી  શિક્ષણ  પ્રથા  જ  આવા  રાજકારનમા જો  સપડાઇ  ગયી  હોય  તો  કોન  ઉગારે આ  શિક્ષણને  -   ભુતકાળના  આચાર્યો  રહ્યા   નથી -   જે  કોઇ પ્રયત્ન   કરવા  જાય  છે તેમને   પ્રયત્ન  કરવા દેવામા આવતા નથી  -એટલુ  ઓછુ  હોય  તેમ  તેમના રસ્તામા રોડા  નાખવામા  આવે  છે અને તે તેમના જ માણસો  રોડા  નાખે તો  વહીવટ   કેમ  ચાલે અને  શિક્ષણનુ  સ્તર  કેવીરીતે  સુધરે  ?   ગુજરાતની  સૌથી મોટી  ગણાતી  યુનિવર્સીટીના ફાળે   લાબા સમયે  એક  કર્તવ્યનિષ્ઠ , સિધ્ધાતવાદી,  અને  વહિવટી ક્ષમતા ધરાવનાર   યોગ્ય  વ્યક્તિ  મળેલ છે  પણ  એવુ  લાગે છે કે તેમના પગ  મુક્ત નથી  -સ્વવિવેકથી   નિર્ણય  લેવાતા નથી  અને  લેવાય છે તો  અકારણ  ઉહાપોહ  કરવામા  આવે  છે  અને  તેની પાછળ  અન્ય કોઇ  નહીં  પણ  આતરીક પરીબલ  જ કામ કરે  છે .

બિચારી આચાર  સંહિતા  -  એક  પોથીમાનુ રીંગણૂ  બની  ગયી  છે 

Let  us hope  for  better  -------

20-2-15

ગુણવંત પરીખ
20-2-15


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


No comments:

Post a Comment