From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા ; - -------- 10 ----------
હિરણ્યમયેણ પાત્રેણ , સત્યસ્ય અપિહિતમ મુખમ
તત ત્વામ પુષનુ તૈવ ,સત્યમ ધર્માય દ્રષ્ટયે
સત્યનુ મુખ સુવર્ણ પાત્રથી ઢંકાયેલુ છે ..... ,
સત્તા અને સંપત્તિના રાજકરણમા સત્ય અને ધર્મ બન્ને હાશિયામા ધકેલાઇ ગયેલ છે. સત્ય બિચારુ બાપડુ બની ગયુ છે. પોતાનુ અસ્તિત્વ તકાવી રાખવા માટે તેને મજબુત પુરાવાની જરુર પડે છે અને તે પુરાવા સત્તા અને સા6પત્તિ બન્ને જરુર પડે તો ભેગા મળીને પણ ખરીદી લે છે અને સત્યનો ઘોર પરાજય થાય છે.
“ સત્યમેવ જયતે “
આ સોહામણુ સુત્ર સારુ લાગે છે માત્ર અને માત્ર અમુક માનીતી - પ્રતિષ્ઠીત જગાઓ ઉપર - કરંસી નોટ ઉપર - અદાલતના ન્યાયમુર્તિની ખુરસીની પાછળ મોટા અક્ષરે –સુવર્ણ મઢેલા અક્ષરે -કોતરાયેલ આ સુત્ર - ખુરસીની પાછળ બેસીને છાનામાના હસે છે - તેની નજર આગળ જ જુબાનીઓ લેવાય છે- તે પણ ધર્મના નામે - સત્યના નામે સોગંદ લેવાય છે - અને સૌ જાણે છે કે - સત્યના નામે અને ધર્મના નામે આપેલી આ જુબાનીમા કેટલુ સત્ય છે- તે સત્યના રક્ષકો પણ સારીરીતે જાણે છે અને છતા પણ કશુ કરી શકતા નથી – કેવી લાચારી ? .કર્મના સિધ્ધાંત્ની એક વ્યાખ્યાનમાળામા કદાચ હિરાભાઇ ઠક્કરે જ એક ઉદાહરણ - કે કદાચ સત્ય ઘટના જણાવેલી- એક ન્યાયમુર્તિની પાસે એક ખુનનો કેસ આવેલો - આરોપી ની સામે મજબુત પુરાવા હતા - આંખે દેખ્યા સાક્ષીઓ પણ હતા ,- ખુના કરવાનો હેતુ પણ સિધ્ધ થતો હતો - બચાવ પક્ષ પાસે કોઇ દલીલ નહોતી- એવો જડબેસલાક કેસ હતો કે આરોપીને જન્મ ટીપથી ઓછિ સજા થાય જ નહીં – ફરિયાદ પક્ષ જોરદાર મજબુત હતો - બચાવ પક્ષ લાચાર હતો –ખુદ જજસાહેબ પણ પુરાવાઓને આધારે લાચાર હતા - જજ સાહેબને તે ખબર હતી કે ખુન થયાનો જે સમય બતાવવામા આવ્યો છે તે સમયે તો આ આરોપી તેમના જ ઘેર હતો -પણ બીજી બાજુ બીજા બધા પુરાવા આરોપીની સામે હતા – લાચાર જજસાહેબે તેને જન્મટીપની સજા તો કરી પણ તેમનુમન ડંખતુ હતુ - આવુ કેવીરીતે બને ? બધા સાક્ષીઓ ખોટા તો હોઇ શકે જ નહીં -બધા પુરાવાઓ પણ ખોટા ? આ શક્ય નથી જણાતુ –તેઓ જાતે આરોપીને મળવા માટે જેલમા ગયા અને તેને પ્રેમાળ સ્વરે પૂછ્યુ કે સાચી હકીકત શુ છે ? ખુન થયુ તે સમયે તુ મારા ઘેર હતો તો આ ખુન કોણે કર્યુ ? કોઇ જુની વાત છે - જુની અદાવત છે ?જે હોય તે સાચુ કહી દે –આરોપીએ સાચેસાચુ કહી દીધુ – મે તો આ ખુન કર્યુ નથી - કોણ્ર કર્યુતે મને ખબર નથી -પણ આજથી દશ વર્ષ પહેલા મે એક બાળકની હત્યા કરેલી અને તેનોકોઇ પુરાવો તે સમયે પક્ણ નહોતો અને આજે પણ નથી - તે દિવસે હુ ગુનેગાર હતો છતા પણ મારો વાળ પણ વાકો થયો નહોતો –જ્યારે આજે હુ ગુનેગાર નથી - છતા સાક્ષી પુરાવા મારી વિરુધ્ધ છે અને હુ નિર્દોષ હોવા છતા પણ ગુનેગાર સાબિત થયો છુ -વ્યાખ્યાન કર્મના સિધ્ધાતનુ હતુ - કર્મનો સિધ્ધાત છે કે તમે કરેલા કર્મનુ ફળ અવશ્ય તમોને મળે છે –આજે અંહી તો કાલે – વર્ષે - બે પાચ વર્ષે – દશકા પછિ કે છેવટેવબીજા જન્મમા પણ તમારે તમે કરેલા કર્મનુ ફળ તો ભોગવવુજ પડે છે - કર્મનુ બંધન તો એવુ અતુટ છે કે તે બ્રહ્મના બાપને પણ છોડતુ નથી તો કાળા માથાનો માનવી શુ વિસાતમા ?આ ઉદાહરણ વખતે મને તે સમયે પણ મનમા એક પ્રશ્ન થયેલો - આજે પણ તે જ પ્રશ્ન છે - તે સમયે હુ બોલેલો નહીં - આજે કમસેકમ જનાવુ છુ -જો જજસાહેબને એમ હતુ જ કે આ માણસ ગુનેગાર નથી - ગુનાના સમયેતો તે મારા ઘેર હતો - તો પછિ તેમણે કેમ જુબાની ના આપી ? જજ જુબાની ના આપી શકે તેવુ તો કદાચ ક્યાય લખાયેલ નથી જ -બીજી બાજુ એક નિર્દોષ વ્યક્તિને સજામાથી બચાવવાનો હતો - કદાચ તેમની જુબાની થી તે આરોપી બછિ પણ શક્યો હોત - સજા ઓછિ પણ થાત - અરે શંકાનો લાભ પણ તેને આપી શકાયો હોત - -પણ જજ સાહેબ ચુપ કેમ રહ્યા? ભુલી જાવ કે આ એક માત્ર ઉદાહરણ છે કે પછી ભલે સાચી ઘટના છે - કોઇકે તો સત્યને છુપાવ્યુ જ છે - તે નિર્વિવાદ હકીકત છે – જજે સત્ય સામે ના આવવાદિધુ અથવા સાક્ષીઓ એ સત્ય છુપાવ્યુ - પણ છેવટે તો સત્ય બિચારુ બાપડુ જ બની રહ્યુ ને ? કોની પાસે આનો જવાબ છે ? ?જજ સાહેબને બાજુ પર રાખિયે - હુ કેમ તે સમયે ચુપ રહ્યો ? મે કેમ હિરાભાઇને આ પ્રશ્ન ના કર્યો? મારી પાસે પણ તેનો આજે પણ જવાબ નથી - મન મારીને એમ કહુ છુ કે આતો કર્મના સિધ્ધાતની વાત છે -આપણેતો કર્મનો સિધ્ધાત જ સાબિત અને સ્થાપિત કરવાનો હતો -પણ આજે સ્થાપિત કરવાની બાબત જુદી છે - આજે એમ સ્થાપિત થાય છે કે સત્ય બિચારુ લાચાર છે .
આ માત્ર આજના જમાનાનીરજ વાત નથી --પુરાણકાળ -ધર્મ –શાસ્ત્રો- તેના કથાનકો અને પાત્રો પણ આ જ વાત સ્થાપિત કરે છે અને છેવટે નિયતિ ઉપર નિર્ણય છોડી દેવાય છે .સમસ્ત જગતના તમામ કક્ષાના વ્યવહારોનુ જ્ઞાન આપતો ગ્રંથ - મહાભારત- સત્ય-- ધર્મ અને નીતિ ને કેવી દર્શાવી છે ? સત્યવાદી યુધીષ્ઠીરના અસત્યને સત્ય અને ધર્મના રક્ષક એવા યોગેશ્વરે જ સમર્થન આપ્યુ -નરો વા કુજરો વા - વખતે યોગેશ્વર કેમ કશુ બોલ્યા નહીં ?
બહુ જ પાયાનો પ્રશ્ન છે - ધર્મનુ રક્ષણ કરવા માટે આ અસત્ય જરુરી હતુ - નિયતિના ચક્રને નિર્માણાધિન કરવા માટે પણ તે જરુરી હતુ - સત્ય અને ધર્મનો એક સાથે સમન્વય થાય તેવા ધર્મ રાજા - યુધિષ્ઠીર - તેમની જ પાસે યોગેશ્વરે અસત્ય નો આશરો લેવડાવ્યો – નરો વા કુજરો વા જેવા દ્વિ-અર્થી ઉચ્ચારણ પ્રસંગે યોગેશ્વર ચુપ છે – કેમ ? સત્યનુ રક્ષણ નથી કરવાનુ ? ના - તે ખોટી વાત છે - સત્યની સાથેધર્મનુ પણ રક્ષણ કરવાનુ અરુરી હતુ અને ધર્મની રક્ષા માટે આ અસત્ય ઉચ્ચારણ જરુરી હતુ - નિયતિનુ તે જ નિર્માણ હતુ -પણ આજે કળીયુગમા તેનુ જ ઉદાહરણ આપીને તે જ યોગેશ્વરના જન્મદિવસે ધરખમ જુગાર રમાયછે - જમાનાથી ચાલે આવે છે -પણ યોગેશ્વરે કર્મના સિધ્ધાત્ ને યોગ્ય ન્યાય આપ્યો છે - જુગારના પરીણામને તેમણે પોતાના જ યાદવ કુળના નાશ સાથે જોતર્યુ છે અને તેનીસાથે જ પોતે પણ આ અસ્ત્યના સહારા માટે પોતેપોતાની જાતને દોષિત સ્વિકારીને ગાધારીનો શાપ પણ માથે ચઢાવ્યો છે અને અંતિમ સમયે યોગેશ્વરની પાસેકોઇ નહોતુ – તે છે કર્મનુ બંધન – બ્રહ્મના પિતા પાસે પણ અંતિમ સમયે -તેમને ચાર ચાર પુત્રો હોવા છતા પણ કોઇ પુત્ર હાજર નહોતો - એ પણ કર્મ નુ બંધન - અને આવા ઉદાહરણ જોઇને આજ્નો અસંતોષી કોઇ પુત્ર પણ તેના બાપને શાપ આપે છે કે તારા અંતિમ સમયે તુ પુત્ર માટે તરસતો હોઇશ પણ તારો પુત્ર જોતો હશે છતા તને દેખાશે નહીં -તુ તરસી તરસીને મરતો હોઇશ – આ છે કળીયુગના પુત્રનો શાપ - લાચારીઓથીભરેલી દુનિયામા બાપ બિચારો શુ કરે ? શાપ માથે ચઢાવવા સિવાય તેનીપાસે બચે પણ શુ ? જો પિતામહને શાપ લાગ્યો ,યોગેશ્વરને શાપ માથે ચઢાવવો પડ્યો , દશરથને શાપ માન્ય રાખવો પડ્યો તો આજના માનવીની વિસાત કેટલી ? આજના જમાનામા તો પુત્ર શાપ આપી શકે છે , પુત્રવધુ પિતામહનૂ ચારિત્ર્ય ખંડન કરી શકે છે - માત્ર સ્વાર્થ ,સંપત્તી અને સતા અને અહમ પોષવા તે શુ શુ નથી કરી શકતા? ઘરમા રહેવુ છે ?ખાવા જોઇયે ? તો હુ કહુ તેમ કરો -પહેલા રાજ પાટ અને સિંહાસન મને આપી દો -મને યુવરાજ સ્થાપિત કરો - ઘોષિતકરો અને પછી નજરકેદમા રહીને તાજ જોતા જોતા બાકીની જીદગી પુરી કરો - આમે ય તમે શુ સાથે લેતા જવાના છો ? મારી અને મારા સંતાનોની સેવા કરશો તો કમસેકમ મોત સુધરશે બાબુજી .......
યહા તો હર ચીજ બિકતી હૈ ,
બાબુજી તુમ ક્યા ક્યા ખરિદો ગે ?
આ છે સત્ય , ધર્મ , સત્તા , સંપત્તિ અને સિહાસનની આજની તવારીખ ... સત્ય અને ધર્મ આગલી હરોળમા છે , સિંહાસન છેવાડે છે પણ તેના ઉપર ચઢી બેસે છે વચેટિયા સતા અને સંપત્તિના માલીકો -----
તુમ દેખતે રહ જાઓગે ,
લે જાઉગા એક દિન -----
સિંહાસન તો મારુ જ છે અને મારી પાસે જ રહેશે -
સત્ય , ધર્મ, નીતિ , સત્તા, સંપત્તિ ,અચર સંહિતા , ....
સિંહાસન કોણ મેળવશે ?
ગુણવંત પરીખ
21-2-15
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment