AAchaar sanhitaa - 13 & 14

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



    - :  આચાર -  સંહીતા  :-   ...  14   ------

       વહીવટ  ચલાવવા  માટે  કુશાગ્ર  બુધ્ધી  તો  જરુરી  છે  જ  પણ   કેટલીક   વ્યવહારીક    આવડતો  પણ  જરુરિ  છે  અને સતા   પામવા  અને  સતા  ટકાવી રાખવા  માટે  તેનાથી  પણ  બે  ડગલા   આગળ  વધવુ  પડે  છે  -  તે  માટે   માત્ર  કુશાગ્ર   બુધ્ધી  જ  નહીં :  તે  પુરતી  નથી :  જરુર  પડે  જરુરી કાવાદાવા   , કાવત્રા ,   દાવપેચ   , વિચક્ષણતા , કુટીલતા ,  મુત્સદ્દીગીરી ,   વિ. વિ   પણ  જરુરી  છે. અંગ્રેજોના  વખતથી    ભાગલા  પાડો   અને   રાજ્ય  કરો ની   નીતિ   વધારે   જોરમા  આવી  -જો  કે  આ  નીતિ    આદિકાળથી ચાલી  આવે  છે  . આપણને  શુ  મળે  છે  તેના  કરતા  પણ  આપણા  વિરોધીને  શુ  નથી   મળતુ   તે  જોવાની  અને  જાણવાની  મહેચ્છા   વધુ રહે છે.

      ખેડા   જિલ્લાના રજકારણની  વાત  છે  : સમગ્ર જિલ્લામા કોંગ્રેસનુ  વર્ચસ્વ  જોરદાર  હતુ . તેના  આગેવાનો   પ્રભાવશાળી  હતા. માત્ર  જિલ્લામા જ  નહીં  રાજ્યસ્તરે  પણ   તેમનુવજન હતુ  અને તેમની પ્રતિભા  પણ  વખાણવા   લાયક હતી. ચૂંટણી વખતે કોને ટિકિટ  મળે  છે  અને  કોને નથી  મળતી   તે ઉપર  દરેકની નજર    રહેતી હતી  -કારણ  જે પણ  જીતશેતે  અચુક પણે   મંત્રી બનવાના જ છે  .તેની  સૌને  ખાતરી હતી  - ખેડાજીલ્લાના  આ  મહાનુભાવોમા   બાબુભાઇ    જશભાઇ ,ઉત્સવભાઇ  પરીખ , ગોરધનભાઇ  શંભુભાઇપટેલ ,  માધવલાલ શાહ   ,માધવસિહ   સોલંકી  :   જિલ્લાની 10   બેઠકો  તેમા  આ  5 તો  ધરખમ ઉમેદવારો -  :  જે જિતે તેને મંત્રીપદ   આપવુ જ  પડે :  એક  જ  જિલ્લાના 5-  5-  મંત્રી  પણ  કેવી  રીતે રાખીશકાય તે  પણ  એક  ચિંતાનો વિષય   હાઇકમાંડ માટે    પણ  રહે  જ  :   પ્રજા  માટે તો   આ  એક   વિચક્ષણ પળ  હતી  -  જો  કે   હાઇ કમાંડ  પાસે તો  વૈકલ્પીક  વ્યવસ્થા હોય   જ  અને હતી પણ  ખરી  - ટિકિટ  ફાળવણી  પણ  મુશ્કેલ  હતી  -   માતર   માટે  માધવલાલ શાહ ને  અવગણી  શકાય  નહીં  - વરિષ્ઠ  કાર્યકર્તા  હતા ગુરુજી   તરીકે  જાણીતા હ્તા  - તો તે  જ કાર્યક્ષેત્રમા  ગોરધનભાઇ  ને પણ  અવગણી શકાય નહીં  -   ઉત્સવભાઇ  અને  ગોરધનભાઇ એ   જીલ્લા લોકલ બોર્ડનો  વહીવટ  અત્યંત  સારી રીતે સંભાળેલો   અને  તેમની કામગીરીની   નોધ  દરેક ક્ષેત્રે લેવાયેલી   -બાબુભાઇ   તો    બોમ્બે  ગવર્નમેંન્ટ્મા  મંત્રી  રહી  ચુકેલા -  તો  માધવસિહ  ધરખમ   ક્ષત્રિય   નેતા,  જો  કે  તે  સમયેખામ   થિયરી  નહોતી પણ  ઇશ્વરભાઇના   જમાઇ  તરીકે તેમનુ નામ   અને તેમની બુધ્ધીપ્રતિભા અભ્યાસૂ   જીવ , વાક ચાતુર્ય  વિ. થી  પક્ષ પ્રભાવિત હતો    -  આટલા બધા  પ્રતિભાશાળી ઉમેદવારો  હોય    ત્યા   કેવી  વ્યવહારીક  મુસીબત  હોય  તે  તો   કોઇ  બોલી શકે  જનહી  -  પણ  આજે   સૌને   જાણીને   આશ્ચર્ય  થશે  કે  તે વખતે    ચુંટણીની  મતગણતરી  વખતે   સૌની   નજર   પોતાનીસીટ   કરતા     બીજી  બેઠકોનુ શુ  થયુ   તે પર રહેતી હતી..જો  કે પક્ષની  જાહોજલાલી હતી  -  હારનાર ને  ખાસ ગુમાવવાનુરહેતુ  નહોતુ -    બાબુભાઇને    અને  ઉત્સવભાઇ    જેવા   ધરખમ  ઉમેદવારને   તે  હારી  જતા  તેમને  બોર્ડના   ચેરમેન  બનાવી  દેવામા  આવ્યા  હતા   હાર   કઠતી   નહોતી  -  કોઇ   લાબી  ચોડી     ટીકાઓ   નહોતી થયી  -  બાબુભાઇલને    વિદ્યાનગર   સરદાર  પટેલ   વિદ્યાપીઠ્ના   ઉપકુલપતિ   -  તે  સમયે    વાઇસ  ચાંસેલર    માટે  કુલપતિ   શબ્દ  પ્રયોગ  નહોતો -  કુલપતિ   માત્ર  રાજ્યપાલ   જ  કહેવાતા  -  જે   આજે  કુલાધિપતિ    કહેવાયછે  -    અને  દરેક   વાઇસ  ચાંસેલર  ને   કુલપતિનુ   નામાભિધાન  અપાયેલ  છે  -  માધવલાલ  શાહ   જિલ્લા  પંચાયતના  પ્રમુખ  -ગોરધનભાઇ પણ  જિલ્લા  પંચાયતના  પ્રમુખ  બન્યા  હતા  -  આ દરેક  હોદ્દા  -  હોદ્દાની  રૂએ  અને  પ્રોટોકોલની  દ્રષ્ટ્રીએ   રાજ્ય  મંત્રીમંડલના   સભ્ય  સમકક્ષ  ગણાતા  હતા -    અત્રે  એક  જ  વાક્ય    પુરતુ   છે  કે 
એવુ  નથી  કે   રાજ્યમા  તેમના  કરતા  વધુ   કુશળ  કોઇ  હતુ નહીં  -  કે મળતા  નહોતા       બાબુભાઇની  પસંદગીથી  તો  જોરદાર  વિરોધ  થયેલો    વિદ્યાનગરમા  તોફાની  આંદોલનો   થયેલા-  ભાઇકાકાને    ઉપકુલપતિ   બનાવવા  માટે   ભરપુરપ્રયાસો  થયા  -     પ્રી.જુન્નારકર્ને પણ  એક  અભિલાષા    હતી  -  એક   એંજીનીયર   ઉપકુલપતિ   બને  -જો   કે તે   સમયેતેમનીતે  આશા  તો  પુરી  નાથયી   શકી    પણ  ગુજરાત  ને  એક  મોટો  શિક્ષણવિદ  રાજકિય   નેતા  મળ્યો  -રાજ્યમા  સ્વતંત્રપક્ષે    કાઠુ  પણ  કાઢ્યુ  -  બહુ  લાબા  સમય પછી  પણ  એક એંજીનીયરની   વરણી  ત્યારના  ઉપકુલપતિપદ  અને  હાલના  નવા   નામાભિધન  વાળા  કુલપતિ   પદ  ઉપર   થયી  - હાલના  ગુજરાત   યુનીવર્સીટીના    કુલપતિ   મંગુભાઇ  પટેલ  એ  જવિદ્યાનગરની  એ  જ  બી.વી.એમ ના  એંજીનીયર    છે    જેના   આચાર્ય  એક સમયે  પ્રિ.  જુન્નારકરહતા  અને  જે સંસ્થા   એક  વખત   તે  જ    ભાઇકાકા   હસ્તક  હતી  જેમનુસ્વપ્ન    મંગુભાઇએ   પૂર્ણ  કર્યુ  .-બન્નેમા    સામ્ય  એક  જ  બાબત  નુ છે તે  સમયે   પડ  પ્રાપ્તિ  માટે  મોટુ  રાજ  કારણ  ખેલાતુ  હતુ  અને ખેલાયુ   પણ  હતુ  અને  આજે   તે  ખુરસીના    વહિવટમા   એવુ  જ  રાજકારણ  ખેલાયછે જે   વહિવટને   ધબ્બો  પહોચાડે  છે .પ્રતિભા  ઓળખવામા  જવાહરલાલ  નહેરુ   કાચા  નહોતા   તેમણે  તેમના  પ્રધાન મંડળમા   દક્ષિણના  તે  મહાનુભાવી ઇજનેરનો    સમાવેશ કરેલો ,  સરદાર   વલ્લભભાઇ પટેલે  ભાઇકાકા ને   પ્રોજેક્ટ     કર્યા  તે  પણ  એંજીનીયર , ભાઇકાકાની  પસંદગીના જુન્નારકર  પણ શ્રેષ્ઠ કાબેલ એંજીનીયર હતા ,  ગુજરાત યુનીવર્સીટીના  કુલપતિ પણ   એંજીનીયર  છે  અને  નવા  વરાયેલ  ગુજરાત  પ્રદેશ  કોંગ્રેસ્ ના   પ્રમુખ   ભરતભાઇ   સોલંકી  પણ    એંજીનીયર છે  - એંજીનીયરો   જો  તેમને યોગ્ય તક  મળે  તો  ઘડવૈયાઓ છે   અને   તેમની   ક્સમતાનઓ ઉપયોગ કરતા  આવડવુ જોઇયે.-  અનર્થકારી  રાજ કારણમા તેમની  શક્તિ   વેડફાઇ   જાય  તે યોગ્ય નથી 

આચારસંહિતા  એમ  સ્પસ્ટ  કહે  છે કે  યોગ્ય વ્યક્તિ  ને યોગ્ય  સ્થાનેમુકીને  તેમની  શક્તિનો   યોગ્ય  ઉપયોગ કરવો  તેનુ  નામ વહીવટ  કહેવાય   મુખ્યમત્રી તરીકે   બાબુભાઇ  પટેલે  મોહનભાઇ પટેલ ને  , અને   સી.સી.  પટેલને  ,તો  માધવસિહ  સોલંકી એ  પણ  પી.એલ.  રાજ  જેવી  પ્રતિભાઓને  સાચવી હતી  અને લાબા સમય સુધી  તેમની  સેવાનો  લાભ   લીધેલો .તે પણ  જરુરી  નથી  કે  માત્ર  અને  માત્ર એંજીનીયરો  જ પ્રતિભા  ધરાવે  છે    નરેંદ્રભાઇ  મોદીએ પણ    જગદીશભાઇ   ઠક્કર જેવાની   ક્ષમતા  પારખીને   તેમને    માત્ર  રાજ્ય  પુરતા  જ નથી  સાચવ્યા તેમની  પ્રતિભાની    કદર   કરીને  તેમને કેંદ્રમા  પણ   સાથે લયી ગયા  છે .તે  વિચારવુ  જરુરી  નથી  કે ચાણક્યથી  ચંદ્રગુપ્ત  ચમક્યો  કે   ચંદ્રગુપ્તથી   ચાણક્ય   -બન્ને  એકબીજાના  પુરક  છે  -  પ્રતિભા  ની  સાથેસાથેતેની  નિષ્ઠા   પણ  અગત્યની   છે  -તે  માત્ર   કાબેલછે  તે  જપુરતુ  નથી  - તેની  નિષ્ઠા  પ્રત્યે    આખ   આડા  કાન  કરી  શકાય  નહીં  -  માટે  જ   કોઇ  પણ  કાબેલ   અધીકારી  પોતાના  કરતા  વધારેકાબેલ    કર્મચારીને  પોતાની  પાસે  રાખવા   રાજીરહેતા  નથી  -તે   માત્ર  હુકમનુ જ પાલન  કરનાર  આજ્ઞાકિત કર્મચારીને  પસંદ  કરે છે   જે  વિરોધ  ના  કરે   -  હા  મા  હા  મિલાવે  /   /હા  -  આ  રાજ  નીતિ   છે  જે  આચાર    સંહીતાને  ગણકારતી   નથી .

બિહારનુ રાજકારણ   તેનુ એક  ઉદાહરણ  છે 


ગુણવંત  પરીખ 
3-3-15          (  આચાર  સંહિતા    14  )






From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  




   આચર  -  સંહિતા : -    13  -- 

        કાવાદાવા  ,  કાવત્રા , દગા  , લોભ   ,  લાલચ ,  અદેખાઇ , ઇર્ષા , મહત્વાકાક્ષા  , વિ.વિ. જેવા  અનેક  રીપુઓ   આચાર  સંહિતાની   આજુબાજુ  નજર  માડીને   ફરતા  હોય  છે  જ્યા  સત્તા   અને  સંપત્તિ   નિશાન  પર  છે  ત્યા   કાવા  દાવા  ,  કાવત્ર  ,  ખુનામરકી  ,આક્ષેપો  પ્રતિઆક્ષેપો   વિ.વિ . નો  મારો  હોય જ  અને  તેની  સામે આચાર  સંતાએ   ટક્કર  લેવાની છે  .

     .હમલોગે  તેના  પૂર્વ  પ્રકાશનમા  જણાવેલ   હતુ  જ  :   જ્યારે  નરેંદ્ર ભાઇ   મોદી  વડાપ્રધાન  બન્યા   ત્યારે   હમલોગે  તેના  પ્રકાશનમા   સુચન  કરેલુ  જ કે  પદારોહણના   બિજા જ  દિવસે  દુધનો  ભાવા  વધારો   ઝિકાયો  હતો  :  અમારુ  સુચન  હતુ કે  આ  ભાવ  વધારો  જો  પાછો  ખેચી લેવામા  આવે  તો કોઇને કોઇ  નુકશાન જવાનુ નથી  - ગણ્યા  ગાઠ્યા   સંચાલકોના   નફામા  થોડીક  ઓટ    આવશે -  નુકશાન  તો  નહોતુ જ -  અને  તેના બદલામા   મા.   વડાપ્રધાનશ્રીને   ઢગલો   આશીર્વાદ   મળવાના  હતા તેમની છાપ     અને છબી   સુધરવાના    હતા  -  પરંતુ  અતિ ઉત્સાહના  મોજામા અમારી વાત કોઇએ કાને  ધરી નહોતી -   દૂધ  જેવી  જીવન જરુરીયાતની  ચીજનો  પણ  ભાવ   વધારો   પાછો  ખેચાયો  નહોતો  - અમે  ભાવ  ઘટાડવાનુ તો  નહોતુ કહ્યુ   - ભાવ  ઘટાડ્યો   હોત   તો પણ  કોઇ  નુકશાન  નહોતુ  પણ  અમારી વાત  કોઇએ  કાને ધરી  નહોતી.  અને  ગુજરાતની   લાચાર પ્રજાએ   તે  ભાવવધારો  માથે  સહી  લોધો  હતો  .    આજે    8-10  માસ  પછી  આવો જ એક  બનાવ નોધવા જેવો છે -   દિલ્હીની  ચુનાવ પ્રક્રિયા  દરમીયાન  કેજરિવાલે    ત્યાની  પ્રજા માટે  પાણી  અને  વિજળીના   દર  ઘટાડવાનુ   વચન  આપેલુ- નસીબજોગે   કેજરીવાલ  ધરખમ બહુમતીથી  જીતી ગયા  -   આપેલુ  વચન  પૂર્ણ  કરવુ તે  સહેલુ કામ  નહોતુ  અને નથી  -  પણ    આ આમ  આદમીએ    સતા  ધારણ કરતાની સાથે  જ    આ  કામ  કર્યુ  -  વીજળી અને પાણીના  દર ઘટાડવાથી  કોને  નુકશાન થશે  તે   વાત   બાજુ પર રાખો  -    સરકારની  તિજોરી ઉપર  ભાર  વધશે તે પણ  શક્ય  છે  પણ   કેટલા  મોટા વર્ગને રાહત  મળી  તે   અગત્યનુ  છે  . દિલ્હી   વિધાનસભાનુ  પરીણામ   96 %  વિ   4 %   જેટલા   પ્રમાણમા   આવ્યુછે    માની લો  કે  આ પ્રમાણ  તેનીવસ્તીના  પ્રમાણમા  જોઇએ  તો     દિલ્હીમા   માત્ર   4 જ ટકા   એવા  છે કે  જેને ભાવવધારાની  કોઇ અસર નહોતી  બાકી 96   ટકા  વસ્તી   ભાવવધારાથી  ત્રાસી ગયી   હતી   અને એ 96    ટકા  કેજરીવાલની તરફેણમા આવી  ગયા  તેનીજાણ  કેજરીવાલને પણ  નહોતી બીજી  અગત્યની  વાત : પાણીઅને વિજળીના દર  ઘટાદવાથી   કેજરીવાલને કોઇ  નુકશાન  નથી  ગયુ તેમની  આવક  ઘટી  નથી કે   ઘટવાનીપણ  નથી -  સરકારની તિજોરી  ઉપર ભાર પડી  શકે છે   -કેજરીવાલની  કેડ  પર  તે  ભાર નથી  આવવાનો -   શામાટે  પ્રજામા વહાલા  ના  થવુ  ?  માનો કે  કેજરીવાલ  તો   એક  સક્ષમ  અભ્યાસુ અને  વહિવટનો  જ્ઞાતા   માણસ છે  -  પણ  લાલુ યાદવ   જેવો ખુરાટ    ધુરંધરમાણસ   - ઘાસ ચારાનો   કથીત  આરોપી -  પણ જ્યારે રેલવે  પ્રધાન  હતા  ત્યારે   જે  કામ આટલા  વર્ષોમાકોઇએ   નહોતુ કર્યુ તે  કામ  તેમણે  રેલ્વેના  ભાડા ઘટાડીને   કરેલુ -   રેલ્વેના ભાડા ઘટાડવાથી   કોને  નુકશાન ગયુ  ?   માનોકેસરકારની  તિજોરીનેનુકશાન  ગયુ  - તો  પછી  તે  સમયેકેમ  કોઇ     બોલ્યુ  નહીં ?  તે  સમયેદેશના  નાણા પ્રધાન ,   વડપ્રધાન  ,લોકસભા . રાજ્યસભા  બધા  કેમ  ચુપ રહ્યા   ?  કેમ  કોઇએ  વિરોધના મ્કર્યો  કે   સરકારી ખર્ચ  અને  જોખમે  લાલુએ  આપ્રસિધ્ધિ   મેળઅવી  છે  ?  એ તદ્દન   સાચુ  છે  કે   લાલુ  માટેતો તે વાત  મુસાભાઇના   વા  અને  પાણી જેવી જ  હતી  - ભાવ   ઘટાડવાથી  થનાર   નુકશાન ની   અસર    લાલુને  તો  નથી  જ  થવાની  જ્યારે    સામા પલ્લે   લાભ    એકલા   લાલુ  ને    મળ્યો  અને  તેમને   જે  આશીર્વાદ   મળ્યા  તે  તો   ઢગલાબંધી    ટોપલા  ના  ટોપલા અને  કોથળાના  કોથળા   ભરાય   તોય  ખુટે  નહીં   તેટલા   આમ   જનતા પાસેથી  મળ્યા   -  કોણ   ના  કહી  શકે   કે  નકારી  શકે  આ  વાતને  ?   લાલુ  પ્રસાદ   યાદવ   કે  કેજરીવાલ  બન્નેની  સરખામણીમા   નરેંદ્રભાઇ  મોદી   દરેકબાબતે   ચઢીયાતા   છે  તેમા  બેમત  નથી  -  તેમની    ક્ષમતા,,  વિવેકબુધ્ધી  ,  વહિવટી   સૂઝ  ,  પક્ષ  ઉપરની  પકડ  , ભલભલાને  કાબુમા  રાખવાની   ક્ષમતા,,  વહિવટી  તંત્ર  ઉપરની પકડ  , પ્રમાણિકતા ,નિષ્ઠા ,પ્રભાવશાળી  વ્યક્તિત્વ  ,  મક્કમ   મનોબળ  ,શુ  નથી  તેમની  પાસે?    છતા    દુધનો  ભાવ  વધારો  પણ  તે  પાછો  નહોતો  ખેચાવી   શક્યા  -  કેમ  ?  ખરી  વાત તો એવી  લાગે  છે કે તેમની  પાસે  આ  રજુઆત  પહોચાડવામા  જ આવી  નહીં  હોય  -   ચાલો   .  માની  લો  -  રાત ગયી  -  વાત  ગયી  -ઢોળાયેલ  દૂધ  તો  પાછુ  આવવાનુ  જ  નથી  -  પણ  હજુ   સમય  વહી  નથી  ગયો  -  મોરારજીભાઇની  સમોવડીયા   તેમને  આપણે  માન્યા  છે   - છ્ટે  સરદારનુ  બિરુદ   તેમને  ગુજરાતે  આપ્યુ  છે  -  સરદારની  મક્કમતા   તેમની  પાસે  છે  જ  -    સરદારની  સાદગી  કે  મોરારજીભાઇની  સિધ્ધાતનિષ્ઠા   બાજુ  પર  રાખો   પણ  તેમના   પગલે  ચાલવાની   તો  ક્ષમતા  નરેંદ્રભાઇની  છે  જ  -  જો  મોરારજી  ભાઇ    મોઘવારીને  કાબુમા  રાખી  શક્યા  હતા   તો   નફ્રેંદ્રભાઇ  કેમ ના  કરી  શકે  ?    શાક  ભાજી  જેવી  ચીજોના  ભાવ  જે  રીતે   વધી  રહ્યા  છે  તે   તો  કમસે  કમ કાબુમા  લાવી  શકાય  ને ?   દૂધ   અને  શાકભાજી  તો  પ્રાદેશીક    વગ  અને ચલણ  છે

    વચનેષુ  કિમ   દરિદ્રતા   ? 

વચનો તો તે  આપી જ  ચુક્યા  છે  .  હવે  રાહ  જોવાની  છે  તો  તે માત્ર  વચન  પુર્તતાની  --જો  કેજરીવાલ  કે  લાલુ    મજબુત  કહી  શકાય  તેવુ  ડ્રેષ્ટિક   પગલુ  લયી   શક્યા  તો  નરેંદ્રભાઇ કેમ  નહિ  ?  રેલ્વેનુ   બજેટ   આકર્ષક   ના  રહ્યુ  -   અરુણભાઇનુ  બજેટ   પણ  આકર્ષક  ના  રહ્યુ  -    જે  વર્ગ    કર  ભરે  જ  છે  - જેને કર  છુપાવવાની  કોઇ  જગા  જ  નથી  તેવા મોટા    પગારદાર વર્ગને  કોઇ  રાહત નહીં  અને     પાવડે ઉલેચનાર   ધનના  કોથળાભરનાર  ને   રાહત   ?  આ  એક  અસમાનતા  તો દરેકની  નજરમા  આવી  જ  ગયી  છે -   મા.  વડાપ્રધાનશ્રી  ને    આ  બાબતનુ   ધ્યાન  દોરનાર  કોઇ  નથી  - પ્રજા  તો શુ  બોલે  ? તેણે  તો   ઢગલો  કોથળાભરી  ને  મત  આપ્યા  -  નરેંદ્રભાઇના  વચનોથી પ્રભાવિત   બનીને  -    તેમની   ક્ષમતા  ઉપર  ભરોસો  રાખીને  -  હજુ   મોડુ  નથી  થયી  ગયુ  - આજે  તો  હજુ  પણ  બહુમતી    તેમની  પાસે છે  જ  - મકમ  મનોબળ છે  - કોઇથી   ગભરાવાની જરુરનથી  -  વિરોધપક્ષ  પાસે સતા  નથી  - ક્ષમતા    ઢીલી   પડી  ગયી   છે વિરોધીઓમા  એકતા  પણ  નથી -  દરેકની   દાનત તો માત્ર   સતા  કબજે  કરવાની જ છે -  જે  કક્ષાએ    મોરારજી  ભાઇ    બે વર્ષ  પછી  આવ્યા  હતા  તે  કક્ષા ના  જેવુ  પુનરાવર્તન   થાય  નહીં  તેટલી  કાળજી તો  નરેંદ્રભાઇ જરુરલેશે   કારણ   ઇતિહાસ  તે જાણે  છે  -  મોરારજીવબહાઇ પછિનો સમય ગાળો   કેવો ગયો તે  સૌ  જાણે છે -   તેની સરખામણીમા    આજે  તેમની પાસે  સ્થિર   સરકાર  માટેજરુરી  બહુમતી તો  છે  જ  -  સાથી પક્ષોની    રડારોડ    કાબુમા  રાખવાનુ   મુશ્કેલ  હશે  પણ  અસંભવિત  નથી  .  એક  વખત  હિમ્મત   રાખીને   દૂધ   અને  શાક ભાજીના  ભાવ  તોડી   નાખો  -   જરુર પડે તો    ક્ષમતા  ધરાવતા  વર્ગની   મદદ  લો-  શામ  દામ    દંડ   ભેદ   તમામ નિતિ   અખત્યાર કરીનેપણ   આ  બે નાની   ચિજો થી    શરુઆત   થાય   તો    પરીણામ   સારુ  જ આવશે-

   આ સિધ્ધી  પ્રાપ્ત કરવામા  વિદુર  નીતિ   નહીં   પણ  ચાણક્ય  નીતિ  અને  યોગેશ્વર  ક્રૂષ્ણની  નીતિ   જરુરી   રહેશે -   પરીણામને  નજરમા  રાખીને  ઘડવાની નીતિ   જરુરી  છે  અને  તે    માટે જરુરી  તમામ  પગલા  લેવા જ પડે  .સ્થિર  સરકાર  માટે  તે જરુરી   છે કે તે સૌ  પ્રથમ  પ્રજાનો  વિશ્વાસ  જીતે  .ચાણક્ય     માટે  એવુ  કહેવાયછે  કે  તે   વ્યક્તિ  તરીકે  પોતાના   અંગત   કામ  માટે  પોતાનુ  કોડિયુ  વાપરતા  હતા  અને  મહામંત્રી  તરીકે  કામ  કરતી વખતે  જ  રાજ્યનુ  કોડીયુ  વાપરતા હતા પણ   વહીવટ  માટે  તે   જડ  નહોતા  -  ત્યા  તે  શઠં   પ્રતિ  શાઠ્યમ  ની નીતિ વાપરતા જ હતા.  પણ  તેમની  નિષ્ઠા  તો  સૌ  પ્રથમ  મગધ   પ્રત્યેજ  હતી  - મગધની સલામતી અને   માગધી  પ્રજાનુસુખ  સલામતી અને શાતિ તે જ તેમના  ધ્યેય હતા    પિતામહ  ભિષ્મ  , વિદુરજી , યોગેશ્વર  ક્રુષ્ણ ,  ચાણક્ય    સૌ  પોતાના  દેશ  અને પ્રજાને  જવફાદાર  હતા   અને તેમ્ના  સુખ  શાતિ તે જ તેમના જીવનનુ  ધ્યેય  હતુ  .

આચાર સંહિતા  જડ  નથી  - સ્વવિવેકથી  તે  દિપી  ઉઠશે  .
કાયદો  શુ  કહે  છે  ,  કાયદામા  શુ   જોગવાઇ  છે  , તેના  આનુશંગીક  નિયમો  શુ  છે   વિ. વિ. બાબત  ઉપર  વધારે ધાન આપવા  કરતા  તેના  અમલીકરણ  ઉપર  વિશેષ  ધ્યાન  આપ્વુ  જરુરી  છે   અને  અમલીકરણ  માટે   જડતા  નહીં પણ   વ્યવહારિકતા  અને  સ્વવિવેક વધારે  જરુરી  છે.


ગુણવંત  પરીખ
3-3-15           (    આચાર   સંહીતા   - 13 )



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



No comments:

Post a Comment