Aachaar sanhitaa 11 & 12


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  




-          :આચાર -  સંહિતા : - --  11  ------


     10  મા  લેખની  એક  ક્ષતિ  પુર્તતા  આવશ્યક છે  :   યજુર્વેદના  એક  શ્લોકના   અવતરણમા  એક  શબ્દ  જ રહી  ગયો   છે  :      અપાવ્રુણુ       - શ્લોકના  ત્રિજા  ચરણમા   છેલ્લે    અપાવ્રુણુ     શબ્દ  હુ  ઉમેરુ   તે  પહેલા  ભુલથી   મોકલવાની  ક્લિક   દબાઇ  ગયી  -  જો  કે   આજના  સમયંને  અનુલક્ષીને એક   હજુ પણ વધારાનો  શબ્દ  જરુરી  છે  -  અસલ  શ્લોકના   શબ્દોમા  માત્ર   સંપત્તિ નો  જ ઉલ્લેખ છે   -      સત્યનુ  મુખ   સુવર્ણના   પાત્રથી  ઢંકાયેલુ  છે   ---        એમ  દર્શાવેલ છે    જે  ખોટુ  તો  નથી  જ   પણ  આજના   જમાના  પ્રમાણે    આ  પાત્ર   માત્ર સુવર્ણથી  જ  ઢંકાયેલ છે    એટલુ  જ   નહીં  પણ સતાના  દબાવથી  પણ  ઢંકાયેલ છે  - -મોટે  ભગે  દરેક   અદાલતમા   દરેક  જજની  ખુરસી  પાછળ   એક  સુત્ર  હોય  જ  છે       સત્યમેવ   જયતે      અને   યજુર્વેદનુ   આ  સુત્ર   
   હિરણ્યમયેન   પાત્રેણ ,  સત્યસ્યઅપિહિતમ  મુખમ   -----    હુ  જો ભુલતો  ના   હોઉ   તો   આશરે  1974-75  ના  ગાળામા મે  પાલનપુર ની    ડીસ્ટ્રિક્ટ  અને સેશન  કોર્ટમા    જજની ખુરસી  પાછળ   જોયેલુ     અને  યાદ  એટલા માટે  રહી  ગયેલુ  કે   જ્યા  સત્યની પુજા અને  આલોચના  પવિત્રતાના નામેથાય  છે  તે  જજગાએ   અસત્ય જુબાનીઓ  અપાય   છે  ,    ઘણા   તે જાણે  છે  , કદાચ સૌ  તે   જાણે છે તેમ  કહિયે  તો  પણ ખોટુ  નથી જ  પણ    ન્યાયતંત્ર   સાબીતીઓ  અને  સાક્ષીઓ   ઉપર  આધારિતમછે    માટે આધાર પુરાવા વગર    બોલાય  નહીં   -  પણ  મજબુત મનોબળ ધરાવતા   ધિરુભાઇ  દેસાઇ  જેવા   ન્યાયમુર્તી  માત્ર  પુરાવા કે સાબીતીઓ  ઉપર  જ આધાર   રાખતા નહોતા ન્યાયની  દેવીની  આખે  પટ્ટી  છે  -  ન્યાય તોલનારની   આખે તો પટ્ટી નથી  ને  - પણ   આ સ્વવિવેકનો પ્રશ્ન  છે  -તે  ક્યારે ,કોણે ,ક્યા, કેવીરીતે વાપરવો  તેના માટે  કોઇ  નિયમ  નથી .ટુકમા   સતા  અને  સંપત્તિના    દબાણમા  સત્ય  ઢંકાઇ   જાય  છે  .

           ઇતિહાસ   અને  પુરાણોમા પણ  આચાર  સંહિતાના  ઘડવૈયાઓનો ઉલ્લેખ  છે  જ  .  તેમા  સૌ પ્રથમ  સ્થાને   સર્વશ્રેષ્ઠ     વ્યવહાર કુશળ  ,  ધર્મજ્ઞ  અને  આદર્શ વ્યક્તિતરિકે   યોગેશ્વર  ભગવાન ક્રૂષ્ણ  આવે -  તેમના જ જમાનાના   વિદુરજી  તેમની શ્રેષ્ઠ    રાજનીતી માટે    જાણીતા હતા અને તેમની વિદુર  નીતિ   આજે પણ  ખ્યાતિ ધરાવેછે સત્યવાદીનુ બિરુદ  તેમને  નથી  મળ્યુપણ    તે કદી  સત્ય  ચુક્યા નથી , વ્યવહાર  ચુક્યા  નથી   કે   સત્યના  ઉચ્ચારણો  માટે  કદી  સતાથી   ડર્યા  નથી-  સિહાસનના અધિપતિ  - રાજાને પણ  તેઓ  સ્પષ્ટશબ્દોમા    સત્ય જણાવીદેતા હતા સાચા   અર્થમા તે    સલાહકાર હતા .-તેમની  સલાહ નહીં  માનવાનુ  હસ્તિનાપુર નરેશ ને  કેવુ ભારેપડ્યુ તે  આપણે  સૌ  જાણિયે છિયે- રાજ્ય  ખોયુ  અને પુત્રો પણ  ખોયા -   પિતામહ  ભિષ્મની  વાત  પણ   ભુલાય નહીં  - તેમની   વફાદારી  રાજ્ય  પ્રત્યે   હતી  - તે  હસ્તિનાપુરને   વફાદાર હતા  -  હસ્તિનાપુરની  સમ્રુધ્ધિ અને સુખ  અને  તેની પ્રજાનુસુખ  તે જ તેઅનુ સુખ  હતુ  અને   છતા  રાજસભામા  તેમનુ  મૌન અને  લાચારી  ટિકાપાત્ર  બની   ગયા -  નાછૂટકે પણ  આપણે  પણ  માની લેવુ  પડ્યુ  :વિધિના  લેખ  મોથ્યા  થાય  જ નહીં- અથવા  તો   વિનાશકાળે  વિપરીત  બુધ્ધી  -આટલા  બધા  પાછળ જવાનીપણ  જરુર   નથી  -  મૌર્ય  વંશ્ની વાત  બહુ   જુનીલનથી  -  ચાણક્ય એક  આચાર્ય   હતા શિક્ષણ અને  શિક્ષા એતેમનો  ધર્મ હતો રાજકારણ તેમનો મુળ વિષય  નહોતો    છતા  પણ  નંદ  વંશના નાશ   માટેતે જ નિમિત્ત  બન્યા હતા  - એક   શિક્ષક  -આચાર્ય  -જેણે તખ્તો  પલ્ટી  નાખ્યો   હતો  તે  આચાર્ય  ચાણક્ય એક  કુશળ શિક્ષક    સાથે  સાથે આચાર્ય-  અને શ્રેષ્ટ  અને  નમુનેદાર  વહિવટી  ક્ષમતા ધરાવનાર   કુશગ્ર  મુત્સદ્દીભલભલા  રાજપુરુષોનેપણ  પાછા  પાડી   દે    તેવો  કુશળ  રાજપુરુષ  - વિદ્વાન  - ચુસ્ત    નિતી આચાર  અને   ધર્મનો પાલક હતો   -  આજે  પણ  તેની રાજનીતી ચાણક્યનિતિ  તરીકેજાણીતી   છે  ચાણક્યની  રાજનિતીમા   પારદર્શિતા  હતી  -વ્યવહારકુશળતા હતી આર્થિકવ્યવસ્થાના   સિધ્ધાંતો  હતા   રાષ્ટ્રિય   સુરક્ષાના     જડબેસલાક   પ્રબંધો   હતા  -તો  તેટલાજ  પ્રમાણમા  આતરિક  સુલેહ  શાતિ  માટે  પણ  તે  જાગ્રુત  હતો  -  પિતામહ  ભીષ્મની  વફાદારી જેમ   હસ્તિનાપુર  માટેહતી અને  તેની પ્રજા  તે  તેમનુ  સર્વસ્વ  હતુ   તે  જ  રીતે   ચાણક્ય  માટે  મગધ   અને  તેની  પ્રજા   સર્વોપરી હતા .-  શાસક  અને   શાસન જ્યારે  પ્રજા વિમુખ બની  ગયુ ત્યારે  એક  શિક્ષકે  - ચાણક્યએ  પોતાની    ટીમ  તૈયાર કરી  અને   નંદવંશનો  નાશ    કરીને   ચંદ્રગુપ્ત ની   ધુરા  સોપી   હતી  અને   મહા  અમાત્ય તરીકે   સમગ્ર  વહિવટનુ  સંચાલન  કરેલુ અને  આજે પણ   ચાણક્યનિતિ   જાણીતી  છે.  વિદુરનિતિમા  કુટનીતી  નહોતી  પણ ચાણક્ય  પાસે  કુટનીતી  હતી  - તે     વહિવટમા  તમામ   પદ્ધતિ અખત્યાર  કરવાના  મતના  હતા  -શામ -  દામ -  ભેદ  અને દંડ     તે  ચારે  ય   હથિયાર તે વાપરી જાણતા  હતા  -વિદુર  માત્ર  ધર્મ આધારિત  જ પધ્ધતિ   અપનાવતા  હતા  -પણ  તેમના  જ  જમાનામા  યોગેશ્વરે    સત્ય  નએ  ધર્મને   જાળવવા   માટે  તમામ  નિતિ  અખત્યાર  કરી  જ  હતી  -તે  રજવીઓનો  યુગ   હતો  -ચાણક્યનોયુગ  પણ  રાજવીઓનો   યુગ   હતો  -  કેંદ્રિય  સતા    એક  માત્ર   રાજા  પાસે  જ  રહેતીહતી    અને    વહિવટ   અમાત્ય  મંડળ  -  પ્રધાન  મંડ્ળ   સંભાળે  - તેમનુ  કર્મચારી  મંડળ   કામ  કરે  -  પણ  આખરી  નિર્ણય    રાજા  પાસે  રહેતો  -ધણીનો   કોઇ  ધણી   નહીં  - અંગ્રેજો  અહિયા  રાજ્ય  કરી  ગયા  ત્યા   સુધી  રાજાશાહી  હતી  -અંગ્રેજરાજા   છેલ્લી  સતા   ગણાય  -ૂતે  જે  કરે તે  જસાચુ  -   ધણીનો  કોઇ    ધણી   નહીં તેમ  આ  જમાનામા  પણ  એવી  માન્યતા  હતી  કે    

“  KING  CAN  DO  NO WRONG   “    એતલુ  જ  નહીં  પણ    રાજા  પાસે  સરોપરીસતા  હતી  તે ધારે  તે  અને ઇચ્છે    તે કરી શકે  -  લોકશહીમા  પદ્ધતિ  બદલાઇ  ગયી  - રાજા  ગયા   વહિવટપ્રજાના  ચુટાયેલ  પ્રતિનિધીઓ  પાસેઆવ્યો  અને  એક  હથ્થુ  સતા   મંડળ  પાસે  આવી  -  સિધ્ધાત  તો  સારો   હતો    પણ  અમલવારી   સારીઅને સાછી   દિશામા   ના  થયી શકી  - માળખુ  પણ  સારુ ગોઠવાયુ  હતુ  પણ  છિદ્રો  અનેક   દેખાયાં..

        લોકશાહી  તે  પ્રજાપ્રજાભિમુખ    તંત્ર  છે  -  પ્રજા  વિમુખ  નહીં -  પણ  જ્યારે  સતા  પ્રાપ્ત  કરવાનો સમ,અય  આવે છે  ત્યારે   સૌ  પ્રજાભિમુખ બહી જાય  છે  અને  સતા  પ્રાપ્તીબાદ   શાસક  સૌ  પ્રજાવિમુખ  બની જાય   છે  સક્તા અને  તેનાથી  પ્રાપ્ત   થતા  લાભો  સર્વ્તોમુખ    બની  જાયા  છે   લાચાર  પ્રજા   તમાસો  દેખતી રહે છે  .સત્તા પ્રપ્ત થયા  પછિના  શાસક   પક્ષના   પરાક્રમો    ધીમે  ધીમે પ્રકાશમા  આવતા   જાય    છે તેમ  તેમ  પ્રજાનો  વિશ્વાસ તુટતો જાય છે  પણ  વૈકલ્પિક   વ્યવસ્થા  તેનીપાસે  રહેતી નથી   કારણ  તેણે  જ શાસક પક્ષ  ને   શાસન  કરવાનો પરવાનો  આપ્યો   છે   પણ કહેવાય  છે  ને  કે   કુદરતની લાઠી  વિઝાય   છે ત્યારે દેખાતી   નથી -  પરીણામ   જ  દેખાય છે.   સત્તા  અને  સંપત્તિના  અભીમનમા ચકચૂર   બની ગયેલા  મહાનુભાવોને કેવો પરચો મલે   છે  તે જોવા ,જાણવા અને સમજવા  જેવી વાત છે  .. કહેવાય  છે    કે  ઇંદ્ર કદી  ખરાબ   નહોતો  પણ  ઇંદ્રાસન  ખરાબ હતુ  -એ  એક એવુ  સિંહાસન  છે  કે  તેમા વહેતો  ભયાનક   વીજ  પ્રવાહ  ભલભલાને   ભયાનક આચકા આપી જાય છે અને તેને ખબર પણ    નથી  પડતી કે  આ  શુ થયી  ગયુ ?

દિવા  નીચે  જ અંધારુ   અને  દિવો  જગ   ઉજીયારાની  વાતો કરે   -------

-------ગુણવંત પરીખ
       25-2-15     (    11    )


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


   - :  આચાર  સંહીતા  : ‌  -----   12  -------

       દિવો   કહે  હુ  આખા  જગને ઉજાસ   આપુ  છુ  પણ  કોડિયાએ  તેને   કહ્યુ  કે  જરા  તારી  નીચે તો  જો   - તુ  કેવો  ઉજાસ  ફેલાવે છે  ?  તારી  જ્યોતની  નીચે  જ  અંધકાર છે જરા  તેને તો  દૂર કર  - જગતની  પટલાઇ  કરવા  નિકળ્યો  છે  તો  જરા  તારી  જાતને  તો  ઓળખ ?  બહુ  અભીમાન  સારુ   નહીં . અભીમાન તો રાજા  રાવણનુ  પણ  ટક્યુ   નહોતુ  તો   તુ શી વિસાતમા  ?

    ભારતિય  શાસ્ત્રો  અને પુરાણો  ભારતીય   સંસ્ક્રુતીના   ઉમદા  ઉદાહરણો પુરા  પાડે છે  .

      એક  જમાનામા   પ્રુથ્વી   ઉપર  નહુષ  નામે  રાજા    રાજ્ય  કરતો  હતો.  તેની  સતા  સર્વોપરી હતી  અને ત્રણેય લોક  તેની  શક્તિથી કાપતા  હતા. .સ્વર્ગના  રાજા  ઇંદ્રને  દાનવો  બહુ પરેશાન   કરતા  હતા અને  દેવરાજ ઇંદ્ર   તેમનાથી  ત્રાસી  ગયો    હતો  પણ  લાચાર  હતો -  દાનવો  વધારે શક્તિશાળી હતા  અને   આતક ફેલાવતા  હતા  - રાક્ષસોની   પ્રક્રુતિ  જ   રાક્ષસી   હતી  અને  તેની સામે દેવો વામણા    પુરવારથતા  હતા .    આથી   દેવરાજ ઇંદ્ર એ   ગુરુ દેવ બ્રુહસ્પતિજીની   સલાહ  માગી  -ગુરુનીસલાહ  પ્રમાણે   દેવરાજે  મદદ  માટે    પ્રુથ્વીપતિ  નહુષની   મદદ   માગી.  નહુષ   તે  માટે તૈયાર  પણ  થયો  અને તેના  લાવ  લશ્કર   સાથે તેણે  દેવોને મદદ કરવાનુ વચન    આપ્યુ અને    તે  સ્વર્ગ  લોકમા  દેવોની મદદ માટે પહોચી  ગયો.  દાનવો    નહુષના  કેળવાયેલા    લશ્કર  સામે   ટક્કર ઝીલી  શક્યા  નહીં   અને  ભાગી  ગયા. આમ  દેવરાજ ઇંદ્રને    દાનવોના ત્રાસમાથી   તો છ્ટકારો  મળી  ગયો  .. આભારવશ   દેવોએ  નહુષને    સ્વર્ગની   મહેમાનગતી   માણવા   રોકી  રખ્યા. મહારાજા  નહુષ  સ્વર્ગ નુ   સૌંદર્ય અને  ઐશ્વર્ય  જોઇને  ખુબ જઅંજાઇ ગયા. સ્વર્ગની  જાહોજલાલી  જોઇને  તેમને એક લાલસા   જાગી .અને   મોહવશ તેમણે ઇંદ્રને પ્રશ્ન  કર્યો કે  દાનવોના  હુમલાથી  સ્વર્ગને મે    બચાવ્યુ છે  આથી સ્વર્ગ ઉપર  મારો પણ  અધીકાર ખરો કે  નહીં  ?    આભારવશ દેવરાજ  ઇંદ્રએ  હકારાત્મક  પ્રતિભાવ  આપતા  નહુષે  જાતે  સ્વર્ગમા રહેવાની ઇચ્છા પ્રદર્શિત  કરી  જે    ઇંદ્રએ માન્ય   રાખી..હવે   નહુષને  સ્વર્ગનુ  સુખ  , ઐશ્વર્ય ,જાહોજલાજી , અપ્સરાઓ, બગિચાઓ, સ્વર્ગસભા  અને  ઇંદ્રાસન જોઇને   એક  અસુયા  આવી  ગયી   કે   જો   મારા લિધે જ  સ્વર્ગ  હારતુ  બચી ગયુ હોય  તો   આ   બધાનો માલીક  હુ   પણ  ખરો  કે  નહીં  ?  આભારવશ ઇંદ્રએ સૌજન્યતા   જાળવતા  તેનો  પ્રતિભાવપણ  હકારત્મક આપ્યો  અને  નહુષ હવે   પ્રુથ્વી ઉપર  પરત  ફરવાનુ  નામ જ  નહોતો  લેતો...  મોહ  માયા અને  લાલચવશ  નહુષે  ધીમે  ધીમે તેનુ   પોત   પ્રકાશવા  માડ્યુ -  આ  ઇંદ્રાસન પણ   મારુ  - તેના  ઉપર  પણ મારો  અધીકાર હુ  જ હવે ઇંદ્રાસન  પર  બેસિશ અને   એક  વાર ઇંદ્રાસન   પર બઠા   પછી    ઇંદ્રાસનનો  જે  વીજ  પ્રવાહ  તેને  લાગ્યો  તેની અસર    પણ ધીમેધીમે  તેનેવર્તાવા લાગી તે  અપ્સરાઓ  સાથે  પણ  મનભાવન વ્યવહારો  કરવા  લાગ્યો  - તેથી પણ  આગળ    વધીને  હવે તેણે  એમ  જણાવ્યુકે  મારે શામાટે  મહેમાન  ઘરમા  રહેવાનુ? હુ   હવે  ઇંદ્રના   મહેલ  મા   જરહીશ. મહેમાન  મહેમાન  ઘરમાઅ  રહે  કે  ઘરમા  રહે  શો  ફેર ?   આભારવશ   ઇંદ્રને  હવે  લાચારી  વર્તાવા લાગી  -અને  નહુષ  ઇંદ્રના મહેલના   એક  ભાગનો ધણી  બની ગયો  .  સ્વર્ગની રાજસભામા તેણે   એકવાર  પ્રશ્ન  કર્યો  કે   જો   સ્વર્ગ  મારુ  ,હોય  ,સ્વર્ગનુ   રાજ્ય  મારુ  હોય  ,ઇંદ્રાસન   મારુ  હોય  ,  ઇંદ્રનો  મહેલ  મારો  હોય  તો  ઇંદ્રાણી પણ  મારી  ખરી  કે  નહીં  ? 
વિનાશ  કાળે વિપરીત   બુધ્ધી    -----

દેવરાજ ઇંદ્ર એ  દેવગુરુ  મહારાજ  બ્રુહસ્પતિજીની   સલાહ  માગી   અને   ગુરુજી  એ  જણાવ્યુ  કે  હવે   મહારાજ  નહુષનો    અંત   નજીક  છે  ; ઇંદ્રાણી   ઉપર  હક્ક્ક  જમાવવા  જતા  મહારાજા   નહુષ  માટે   સ્વર્ગ તો   ખોવાનો  વારો  આવ્યો  જ  - પ્રુથ્વીનુ  રાજ્ય  પણ ગયુ  અને   ઋષીઓના   શાપ  અનુસાર   કર્કોટક   નાગ  બનીને  પ્રુથ્વી  ઉપર  પછડાવુ  પડ્યુ  .  રાવણે    સિતા  ઉપર   કુદ્રષ્ટી  કરી  અભિમાનમા તેણે લંકાનો  તો  દાહ  જોયો    જ ,   પુત્રો  અને પરીવાર  ખોયા , આધારસમા   ભાઇઓ ખોયા  , લંકાનુ  રાજ્ય ખોયુ   અને   છેવટે  મહાશક્તિશાળી  , પ્રખર  વિદ્વાન  ,  પંડિત  , અતુલ  બળ   ધરાવનાર  દશાનન  , રાવણ  રણમા  રોળાયો  ,  નહુષ  નાગ  બનીને   ભટકતો  થયો    મોહ  માયા  , લાલચ  , ઐશ્વર્યની  લાલસા ,અને  વિસ્તારવાદની   ધુન   ક્યા  લયી  જાય છે ?

       આટલા  બધા  પાછળ  જવાની   જરુર નથી 

એક છેલ્લો બનાવ  -   દિવા  નીચે  અંધારુ  ------
     ભારતના  ભાગ્ય વિધાતાઓ   બધા  દિલ્હીમા  રહે છે  .   ભારતનુ  પાટનગર  - દિલ્હી  -  કેંદ્ર   સરકારનુ  મુખ્ય મથક દિલ્હી એક આખુ નગર    સમાય  તેટલા  મોટા  પરીસરમા  રહેતા  રાષ્ટ્રપતિ  દિલ્હીમા-વડાપ્રધાન  દિલ્હીમા-તેમના  ધુરંધર  પ્રધાનોદિલ્હીમા વિરોધ પક્ષના  આંતર્રાષ્ટ્રિય  ખ્યાતી   ધરાવનાર નેતા દિલ્હીમા  - પૂર્વ  વડાપ્રધાન  અને તેમના   પૂર્વ મંત્રીઓ દિલ્હીમા  -સમગ્ર  દેશનો  વહિવટ   કરનારા સનદી અધીકારીઓ  દિલ્હીમા અને    આ   સિવાય અનેક  નાના   મોટા  ઉદ્યોગપતિઓ અલનએતેમનો  રસાલો  તેમની  સેના સાથે દિલ્હીમા  - દિલ્હીની ગાદી  સર કરવા  માટે  આ  મહાનુભાવોનુ  વજન  ઓછુ  ના  પડે અને  આ વજનદાર  -  ધનવાનો- કુશાગ્રો  -મુત્સદ્દિઓ રાજનીતીજ્ઞો- અને  તેમની  ફોજનીસામે   દિલ્હીની ગાદી  સર  કરવા  એક  નવો નિશાળીઓ   આવ્યો-  હજુ  એક  વર્ષ   પહેલા  જ  આ નવા  નિશાળિઆએ  આ  બધા  મહારથીઓની  સામે  બાખડીભીડી  હતી  અને  તેનુ પાણી  તો  બતાવી દિધુ હતુ  જ -  પણ  તે સમયે  તેનો  પનો ટુકો પડેલો  અને  થોડા  માટે  તે  બહુમતી મેળવવામા   સફળ  રહ્યો  નહોતો  -પણ   તેણે   ચાલુ  સરકારના  મુખ્યમંત્રીને  હરાવેલા તે  તો તેમની સીધ્ધી  હતી જ  પણ  ચાલુ  સરકારને   નાલેશીભરી   હાર આપેલી  -ચાલુ શાસકપક્ષને   માત્ર  આઠ   જ બેઠકો  મળેલી  -કાવાદાવાના  પુરા  માહેર નહીં  તેવા  કેજરીવાલ  તે સમયે  બહુમતી  નહીં  હોવાથી  સરકાર  બનવી શકે તેમ  તો  નહોતા પણ   આ હારી ગયેલ   જુનીસરકારના  પક્ષે   તેમને ટેકો   આપવની  જાહેરાતકરી  અને    એકબીજા ઉપર  આરોપો કરનારાઓ   એ  ભેગા મળીને  સરકાર બનાવી પણ  ખરી  --પરંતુ   જેમ    યુપીએ   સરકારમા  ટેકો  આપનારા પક્ષો  કોંગ્રેસને  બ્લેકમેલ  કરતા  હતા  તેમ  અહી  તેકો  આપનારકોંગ્રેસે    કેજરીવાલને ભીડાવવા પ્રયાસ  તો કર્યા   જ અને     કાવાદાવા  અને  કારસાઓથી અપરિચિત    એવા  કેજરીવાલ  ખોટી રીતે ભીડાઇ ગયા  અને  માત્ર 49  દિવસની  જ કામગીરી  પછી    રાજીનામુ  આપી  દિધુ એક   મોરારજીભાઇએ  ભિડાઇ જયીને  ગુગળામણ  અનુભવીને  આતરિક  ત્રાસથી  રાજીનામુ  આપેલુ   તે  દિવસ યાદ કરો  -સિધ્ધાત અને નિતિ આચાર અને  વિચાર અને વાણી અને વ્યવહાર યોગ્ય સમન્વય નહોતો જળવાયો અને  મોરારજીભાઇ  હાસિયામા ધકેલાઇ ગયા પણ  કેજરીવાલ  ડર્યા  વગર   હિમ્મતથી  દિલ્હી ની  સફળતાથી પોરસાઇને  દિલ્હીનુ સરોવર   દેશના  દરિયામા  કુદી  પડ્યા  -તેમની  આ હિમ્મતની આલોચના કરવી  જરુરી નથી  - ભલે   આ ભૂલ હતી -  કદાચ  એક ઉચી  ઉડાનનો   પ્રયાસહતો  -  એક લોભામણી  મહત્વાકાક્ષા  હતી  -  પણ  કાબીલે  દાદ   પ્રયાસ  હતો .  સામેપક્ષે    રાષ્ટ્રવ્યાપી  પરિબળો  ધરાવનાર  પક્ષો  હતા નરેંદ્ર મોદી  જેવા  ઝંઝાવાતી  પ્રચારક હતા એક  બાજુ   મોદી  લહેર   હતી ,  એક  બાજુ  ખડ્ડુસ  કહી શકાયતેવી  કોંગ્રેસ   હતી  - બન્નેની  પાસે મજબુત  નાણા  ભંડોળ  હતુ  -  આપ  ને   ઉધામાથે   પછડાવાનો  વારો આવ્યો  -   અને  એજ  આપે  ફરી   ગુમાવેલુ  દિલ્હી  કબજે  કરવા   બાખડી  ભીડી-  સસલાની  સામે  એક  નાના કાચબાએ  રેસ  મા    ભાગ  લિધો  - સામે  છેડે   મજબુત  કેંદ્ર  સરકારનુ  આખુ  તંત્ર  હતુ  સમગ્ર  દેશમા  જેના વ્ય્વસ્થાપન  અને  શિસ્તને  માટે  કોઇ જોટોનથી  તેવુ  આર.એસ.એસ.નુ  તંત્ર   તેની  પુરી  ફોજ  સાથે  ભાજપ માટે  હતુ  ,તો    કોંગ્રેસ્ની  ફોફ  પણ  નાની  નહોતી  - મજબુત  દોડના  માહેર  તેવા   શિયાળ  અને  સસલાની  વચ્ચે   એક   નાનો  કાચબો   હરિફાઇમા  હતો   અને  અહો   આશ્ચર્યમ   -  માત્ર  દિલ્હી   જ નહી  -- સમગ્ર   દેશ  પણ  નહીં  -   સમગ્ર   વિશ્વ- આખી  દુનિયા  છક   થયી  ગયી  આ  રેસ   જોઇને  -   જ્યારે    એક  કાચબાએ   શિયાળ   અને   સસલાને   ફંગોળી  દીધા  -  લોકશાહી  ના  ઇતિહાસમા  અજોડ  એવુ  આ  પરીણામ   હતુ  -      આપણી  -  ભારતની   લોકશાહીના   ઇતિહાસમા   એકમાત્ર   સિક્કિમ   જએક્વાર   તમામ  બેઠકો  પર   એક જ  પક્ષને   જિતાડવાનો   વિક્રમ  ધરાવે  છે -    પણ  અહિયા  તો  આપે    ધરખમ   ખેલાડીઊને  મહાતકરીને     95   ટકા   જેટલી  બેઠકો  જીતીલીધી    હતી  -જેનિ   અન્ય  કોઇ તો   ઠીક   પણ   કેજરીવાલકકે  તેમના  કોઇ   ઉમેદવારને  પણ  કલ્પના  નહોતી.

   આ  કોની   જીત  હતી  ?  નીતીની  ?  આચાર  સંહિતાની  ?  કાવાદાવા  ની  ? કાવત્રાની  ?  કેજરીવાલની  ?  આપની   ?  કોઇની   સચ્ચાઇની  ?  કોઇની   ખાનદાનીની  ?  કોઇની   વફાદારીની  ?  નાણાની  ?   લાલચની? 

ના  -  ના --  ના -- 

આ  જીત  હતી  હારેલી  -થાકેલી  - મોઘવારીથી    ત્રસ્ત   પ્રજાના  પોકારની 
આ   હાર હતી  ઘમંડી  લાલચુ   સતાભુખ્યા   નેતાઓની  -ખોટા  વચનોની  લહાણીઓ  કરનાર  ની 
હારનાર   કે જીતનાર  : બેમાથી કોઇને  પણ  હજુ અણસાર સુધ્ધા  નથી  આવ્યો કે   હાર  કે   જીત   તો  તેમના  નામે  બોલે છે  પણ    સાચો વહિવટ ,વ્યવસ્થાપન , અને  વ્યવહાર તો હજુ  તે જ જગાએ  રહ્યો  છે  -અમલદારશાહી   તો  અકબંધ જ છે   -

મોઘવારી  ,ભ્રષ્ટાચાર  , સંપત્તિ  એકત્રિકરણ , રાજનિતિજ્ઞ   કુટીલતા  ,  કાવાદાવા  ,   સતા  લાલસા   વિ.વિ. જેવા   પરીબળો   સામે  કેવી  વ્યુહરચના  સાથે  કેવી   આચાર  સંહિતા ની  ગીતા  જરુરી  છે  તે  નક્કી  કરવાનો સમય  આવી ગયો  છે


ગુણવંત પરીખ 
28-2-15       (  આચર  સહિતા   --  12   )


No comments:

Post a Comment