From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer VKK Consumer affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
- : આચાર -
સંહીતા : - 20 ----------
અથાગ પ્રયત્નો
અને અનેક બલિદાનો
પછી આપણને સ્વતંત્રતા
મળી છે -
સ્વાતંત્ર્ય પછી આપણે
લોકશાહીનુ માળખુ પણ
સ્વિકાર્યુ છે - લોકશાહી સમૃધ્ધ અને
સફળ બને તે
દીશામા આપણા સ્વતંત્ર
ભારત્ના ઘડવૈયાઓએ અથાગ
પ્રયત્નો પણ કરેલા
છે અને તેને
માટે બંધારણ સભાની
સ્થાપના પણ થયી
હતી - દેશના
ધુરણ્ધરો આ સભાના સભ્યો
હતા- અનેકવિધ વિદ્વાનો
હતા- દેશભક્તો આ
સભાના સભ્યો હતા અને
દરેકની તમન્ના હતી કે
આપણી લોકશાહી સર્વોચ્ચ
સફળતા પામે - અને
વિશ્વમા તેનુ નામ
ઉજાગર થાય - ઉચ્ચ
કક્ષાના પ્રયત્નો અતિ
આવકારદાયક હતા- જોગવાઇઓ પણ
સર્વોચ્ચ કક્ષાની હતી
- આપણુ લેખીત
બંધારણ અનેક જોગવાઇઓ
સાથેનો એક મહન દસ્તાવેજ
છે – પ્રજા – નાગરીકોના તમામ હિત અને
અધીકારોનુ રક્ષણ કરવામા
આવ્યુ છે . પરંતુ
જેમ જેમ સમય જતો ગયો
તેમ તેમ એમ
લાગવા માડ્યુ કે કદાચ આપણી
પ્રજા પાસે આ અધિકારો
ભોગવવા માટે અને જિરવવા માટેની
ક્ષમતા અને તદનુલક્ષી શિસ્ત
આપણી પ્રજા પાસે
કદાચ નથી -
કેટલીક અતિ ચાલાક
વ્યક્તિઓએ -અત્યંત સ્માર્ટ
- કહી શકાય તેવા એક વર્ગે જોગવાઇઓના
ઉપભોગ માટે તેનુ
મનઘડત અર્થઘટન કરવા માડ્યુ
અને તેનાથી અધીકારો
ભોગવટાને બદલે પડકારવાનો વિષય
બની ગયા – અદાલતો
પાસે અત્યારે ઢગલાબંધી કેસો
પડતર છે જેમા મુળભુત અધીકારોના
જ અર્થ્ઘટનનો પ્રશ્ન
હોય છે - બે
પક્ષ તો હોય જ- ગમે તે એક જ પક્ષ
જિતવાનો છે - બીજો હારવાનોછે- અને
જોગવાઇઓ એવી છે કે
હારેલો પક્ષ ઉપલી
અદાલતમા જાય - ફરિ
પાછુ એ જ ચક્કર
ચાલુ - મમત – મોહ
- અહમ - આ રોટલો
મારો - બીજી બીલાડી કહે ના આ
રોટલો મારો - બસ
રોટલાના ટુકડા માટે જંગ ચાલે
- અદાલતો – વકીલો –
કોર્ટના કેસો – કોર્ટના કર્મચારીઓ -ન્યાયાધીશો -
વચેટીઆઓ - એક
રોટલા માટેના જંગમા કેટ કેટલા
મહારથીઓ –
બંધારણના ઘડવૈયાઓને આવો
તો સ્વપ્ને પણ વિચાર
નહીં હોય કે અમે
જે આપવા માગિયે છિયે તે મેળવવા માટે આવા
જંગ ખેલાશે- બંધારણ તો
ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા કરી હતી
- એક સર્વશ્રેષ્ઠ
તંત્ર ઉભુ કરેલ પણ કમનસીબી
એવી છે કે એ જ
જોગવાઇઓને સહારે જંગ મંડાઇ
ગયાછે. –લોકશાહી તો છે
પણ શિસ્ત અને
સમજ વગરની લોકશાહી =
Democracy
without discipline ………
તાજેતરનુ
એક નાનુ ઉદાહરણ
જોવા જેવુ છે .
બંધારણે
અભિવ્યક્તિનો અધીકાર આપેલો
છે – તે
મુળભુત અધીકર છે - અને
તે રૂએ તેનુ
પાલન કોઇ પણ
વ્યક્તિ અદાલત મારફતે કરાવી
શકે છે . –આ અધીકારની આડમા
એક કેવો ખેલ ખેલાઇ ગયો -
માન મર્યાદા - સમજ
બધુ ભુલાઇ ગયુ
- માત્ર રહ્યા
બજારુ અભિગમ :
નિર્ભયા કાડ ના
ગુનેગારો જેલમા છે
.પ્રજાની લાગણીઓ સાથે
પ્રજાને હચમચાવી દે
તેવો આ કિસ્સો હતો
- આ સર્વ વિદીત
કિસ્સાની રુપરેખા આપવાની જરુર
નથી - આટલો
ભયાનક બેશરમ બનાવ -
તેના આરોપી જેલમા છે - સરકારી ખરચે
અને જોખમે રહે છે - લહેર કરે છે
એમ કહીયે તો પણ
ખોટુ નથી - પ્રસાર
થયેલી માહિતી તો
એમ કહે છે
કે આ આરોપીઓની નફટાઇ એટલી
હતી કે તેમને
આ બનાવનુ કોઇ
દુઃખ કે અફસોસ
સુધ્ધા નહોતો - જેલમા
જયીને કોઇ તેમના
ઇંન્ટરવ્યુ લે છે
- ડોક્યુમેન્ટરી ઉતારે છે
- આ બધી છુટ
કોણે આપી ? કેવી રીતે આવી છુટ
મળી ?
કેમ આવી છુટ
અપાઇ ?
લોભ લાલચ અને
પ્રસીધ્ધીના પ્રેમના કારણે
આવી છુટ અપાયેલ હોઇ
શકે - એક કદમ
ખોટુ ગયુ – પણ પછી
તેના પ્રસારણ નુ શુ ? જેલમા
રહીને આ પત્રકારે - એક
નહીં અનેક ના ઇંનટરવ્યુ
લીધા છે -
આ બધુ કચકડામા
કંડારાયેલુ છે - કોઇ
પુછનાર ગાછનાર જ
નહીં ?
દેશ અને સમગ્ર
રાષ્ટ્રની ગરીમાને અસર
કરતોબનાવ આવી રીતે ચગડોળે
ચઢે - અને વાજતે
ગાજતે સાજન માડવે આવે
ત્યારે અચાનક તંત્રની
આખ ખુલે - એક
બાજુ કેંદ્રના ગૃહાપ્રધાન
એમ કહે છે
કે તેનુ પ્રસારણ થવા
નહીં દેવાય અને થોડાક
સમય પછી જાહેર
થાય છે કે તે ડોક્યુમેંટરી
બી.બી.સી એ પ્રસારિત
પણ કરી અને એટલુ
જ નહીં તે ફિલ્મ
કેનેડા અને અમેરીકામા પણ
દર્શાવવામા આવશે -એક બાજુ કેંદ્રના
ગૃહપ્રધાન ખાતરી આપે છે
કે પ્રસારણ નહીં થાય અને છતા
પ્રસારણ તો થાય છે જ -
જાણે કે એનો કોઇ
છોછ કોઇને પણ નથી
એમ સમજીને એવા
નિવેદનો પણ આવે છે કે આ પ્રસારણમા કશુ ગેરકાનુની નથી -
અભિવ્યક્તિના અધીકારનો આ
ભોગવટો છે - -અને
પાછુ ફિલ્મને નામ પણ
આપણુ જ આપ્યુ છે -
ડૉટર ઓફ ઇંન્ડીયા
- કેમ એ પુત્રી માત્ર
ભારત ની જ પુત્રી છે
?
વિશ્વના એક માનવની તે પુત્રી છે
- એક માનવ પુત્રી સાથેનો આ વ્યવહાર
છે – અને
આ શરમજનક બનાવ માત્ર
ભારતની એક પુત્રી
સાથે બન્યો છે તેવી રજુઆત
કેમ થાય છે ? આ
શરમજનક બનાવ એ સમગ્ર
નારીજાતીનુ અપમાન છે - અને
તેના ગુનેગારો તે માત્ર ફોજદારી
ધારા અંતર્ગત જ
ગુનેગારો છે તેવુ નથી
-તે ગુનેગારો સનગ્ર માનવરજાતી માટેના
ગુનેગારો છે અને તે
રીતે તેનુ મુલ્યાકન
થવુ જરુરી છે . .
આ પ્રશ્ન માત્ર લોકશભાના દ્વારનો
પ્રશ્ન નથી - તેની
ચર્ચાઓ માત્ર લોકસભા
એક “ પેરસારણ
પાત્ર મુદ્દા “ તરિકે
કરે તે સમગ્ર
લોકશભા માટે પણ
કલંક સમાન છે
- અને તે
પણ જ્યારે લોકસભાના અધ્યક્ષ
મહોદયા એક મોભાદાર
મહીલા છે -
આ પ્રશ્ન અને બનાવ
તેમણે લોકસભાના દરેક
પક્ષને બોલાવીને ખાનગીમા તેમની
ચેમ્બરમા ગૃહપ્રધાન સાથે
અને જરુરજણાય તો
વડાપ્રધાનને પણ બોલાવીને
તેનુ નિરાકરણ લાવવુ જોઇયે- એક
વિદેશી પત્રકારને આના
પ્રસારણના હક્ક અપાયજ નહીં -
કોણે આવા હક્ક્
આપ્યા -કેવીરીતે આપ્યા –અને
સૌ દેખતા રહી ગયા
-તો પછી સરકારે
આપેલીખાત્રીનુ શુ ?
પ્રિંન્ટ મીડીયામા
“ પિળુ
પત્રકારત્વ “ યલો
જર્નાલિઝમ - શબ્દ પ્રચલીત
છે - ખુણેખચરેથી ખરી
ખોટી માહિતી એકઠી કરીને
પ્રસારીત કરવી અથવા
પ્રસારિત કરવાનીધમકી આપવી
તે પણ પત્રકારત્વનો
એક ભાગ છે -
પણ તેને ય
વેચીને ચણા મમરા
જ નહીં મેવા
મિઠાઇ ઉભી કરનાર
આ સ્ટિંગ ઓપરેશનો –ખરેખર દાદ દેવા
લાયક અનિષ્ઠ છે
આ જરુરી હોઇ
શકે છે પણ તે પ્રજાનાહિતમા હોય
ત્યા સુધીઠીક છે
- કોઇકની લીલાઓ
ખુલ્લી પાડવા જો
તે વપરાય તો તે કાબીલે
દાદ ઓપરેશન મનાશે
પણ આ રીતે
જો નિર્ભયા કાડ
માટે જે બની
ગયુ તે તો
શરમ જનક બાબત
જ છે અને અભિવ્યક્તિના મુળભુત
અધીકારના નેજા નીચે
આચરાયેલ એક વિનાશક
વેપારી પ્રયોગ છે
જેમાથી એક “સનસનીખેજ” ખબરના
નામે પ્રસારણ કરીને
મોટો ટી આર પી
મેળવી લેવાની એક લાલસા
પણ છે .પણ
આ “ સનસનીખેજ “ પ્રસારણ
કોનુ કેટલુ દિલ
દુભવે છે તેનો
તો વિચાર કરો ?
એક મ્રુતક મહિલા , તેનોપરીવાર , અને હવે તો સમગ્ર
દેશ જેનીપડખે છે તેવા
દેશવાસીઓની મનોવ્યથા -
આ બધુ બજારમા
મુકવાની બાબતો છે ?
ક્યા રહી
નીતિ ,મર્યાદા અને આચાર
સંહીતા ?
ગુણવંત પરીખ
14-3-15 ( આચાર
સંહિતા --20 -----)
From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer VKK Consumer affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer VKK Consumer affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
- :
આચાર - સંહીતા
: - 19 ----------
દરેક નાગરિક
સામાન્યરીતે તેના અધીકાર
માટે તો જાગ્રૂત
છે જ પણ
દરેક અધીકારની સાથે જ ફરજો પણ
જોડાયેલી છે તે પ્રત્યે તે ઉદાસીન
રહે છે . ભારતના બંધારણે
દરેક નાગરીકને કેટલાક
મુળભુત અધીકારો આપેલા છે
અને તેનુ રક્ષણ કરવાની
જોગવાઇ પણ કરેલી છે
જ . કોઇ પણ
મુળભુત અધીકારના ભંગ
બદલ તે અદલતના
દ્સ્વાર ખટખટાવી શકે છે પણ ઘણી વખત
એવુ બને છે કે તેનો
દુરુપયોગ પણ થાય
છે.
વાણી સ્વાતંત્ર્યનો
એક અધીકાર એવો છે કે જે
વ્યક્તિને પોતાના વિચારો
રજુ કરવા માટે મોકળુ મેદાન આપે છે. –સભાઓ ગજવતા નેતાઓ -ધર્મગુરુઓ – શિક્ષકો –
શિક્ષણવિદો – વિ.વિ.
યોગ્ય લાગે તે
રજુઆત પોતાના વક્તવ્ય મારફતે
આપી શકે છે . પણ આ વાણી
સ્સ્વાતંત્ર્ય કોઇ વાર
વાણીવિલાસ મા પરિવર્તીત થયી જાય
છે અને તેની
વક્તાને ખબર હોય
છે કે નહીં તે વાત બાજુ પર
રાખો તો પણ આવો
વાણી વિલાસ મજાક રુપ બની
જાય છે . ખાસ કરીને આવો વાણી વિલાસ
ચુટણી સભાઓ અને
કેટલીક વાર તો ધારાગૃહોમા પણ
જોવા મળે છે . ઉમેદવારો , સભ્યો અને નેતાઓ પણ
આડેધડ નિવેદનો આપતા
રહે છે અને તેમને ભાન પણ નથી હોતુ
કે તેઓ ક્યારે કેવો બફાટકરે છે . ગુજરાત
વિધાનસભાની ચુટણી વખતે
આવા વિલાસોઘણા જોવા
મળેલા : કોઇ પોતાને
ભિષ્મ ગણાવે છે
તો કોઇ પોતાની
જાતને અર્જુન ગણાવે
છે , કોઇ વળી પોતાને કૃષ્ણની જગાએ
મુકીને સરખામણી કરે છે તો કોઇ વળી
કોઇને દુર્યોધન અને શકુનિ બનાવીને ચિતરવા પ્રયાસ કરે છે -
પણ તે વિચારતા નથી કે તે
પોતે કેવા છે ?જિતવાની લાલચમા અને ખુરસીનો મોહ તેમની
પાસે શુ નથી
બોલાવતો ? માની
લો કે ગમે તેવી સરખામણીઓ તે
ભલે વિવાદાસ્પદ હોય
પણ પડકારયુક્ત નથી
માટે તેમંને કોઇ કશુ
કરી શકવાનુતો નથી
-પણ જે તેમના આવા
વિવાદાસ્પદ વક્તવ્યો સાભળે છે કે તેની અભિવ્યક્તિને વાચે છે
તેમના મન ઉપર કેવી છાપ પડે
છે ? આપણા નેતાઓ – વક્તાઓ આવા વામણા
છે ? અને આજકાલ
તો પ્રસાર માધ્યમો
એ પ્રચાર માધ્યમો બની ગયા છે
– તેમની પાસે તો એવી
મજબુત ટેકનોલોજી છે કે તે
આવા મહાનુભાવોને તેમના
અસલ સ્વરુપે પણ
રજુ કરી દે છે -
અને તેનાથી દેશ
પરદેશમા આવા નેતાઓ ,વક્તાઓના તો ઠીક ,
આપણા દેશની લોકશાહીના ધજાગરા
ઉડે છે તેનુ કેમ
કોઇને ભાન નથી
પડતુ ? ભુલી ના
શાય તેવો એ કમનસીબ
બનાવ છે કે
જ્યારે દેશ વિદેશના દર્શકોએ લોકસભામા
નોટો ઉછળતી જોઇ
--શિસ્તહીન , વિવેકહીન , બુમબરાડા એ
તો જાણે હવે સામાન્ય બાબત બની ગયી
છે - તેના કરતા તો શાળાના વર્ગ
માટે તેના વિદ્યાર્થી અને
શિક્ષકોની શિસ્ત હવે
સારી લાગે છે
- વિદ્યાર્થી તોફાન કરી
શકે છે , કરે પણ
છે , પણ તેના ઉપર શાળાના શિક્ષકનો અંકુશ છે
અને શિક્ષક તેને સજા
પણ કરી શકે
છે - અને તે રીતે
શાળામા શિસ્ત તો જળવાઇ રહે છે - ત્યારે સમગ્ર દેશના વહીવટનુ સંચાલન
કરતી સંસદ -
લોકશભા , રાજ્યસભા , વિધાનગૃહો વિ.વિ.
નુ સંચાલન કરતા તંત્ર
પાસે એટલી પણ સતા
નથી કે તે
તેમના ગૃહને કાબુમા રાખી શકે ? શાળામા તોફાન
કરતા કે શાળામા ગેરશિસ્તથી વર્તતા વીદ્યારથીને શિક્ષક
વર્ગની બહાર કાઢી શકે છે તો
ગૃહના અધ્યક્ષને તે સતા
નથી >?
તે સતા છે
જ - પણ તો
તેનઓ અમલ કેમ
નથી થતો ? તોફાનીતફ્વોને બહાર કાઢવાને બદલે સમગ્ર
ગૃહની જ કર્યવાહી અટકાવી દેવી તે કેવો
વહીવટ? સંસદના
એક દિવસના ખર્ચના
જે આકડા બહાર
પડે છે તે શુ દર્શાવે
છે ? હાજરી પુરાઇગયી
,
ભાડા ભથ્થા મળવા પાત્ર બની
ગયા પછી ગૃહ
ચાલે નાઅ ચાલે
- અમારેશુ લેવા દેવા
- આ નીતિ
ને કોણ પ્રોત્સાહિત
કરે છે ?
સંસદની કાર્યવાહી ખોરવી
દેવાનોોઆવો અધીકાર કોણે
કોને આપ્યો અને
તે માન્ય કેમ
રહે છે ?
સરકારના વડા કે
ગૃહના અધ્યક્ષ કેમ
લાચાર બની જાય
છે ? તેમની પાસે
શુ સતા નથી ? તેમનુ
જોઇને નિચલા ગૃહો
પણ તે જ રસ્તેચાલેછે
અને તેથી પણ આગળ
વધીને શાળા મહાશાળાઓના
વર્ગો ., વિધાર્થીઓ શિક્ષકો
અને તેમના તંત્રો પણ તે
જરીતે આગળ વધી રહ્યા
છે અને ભરપુર
ગેરશિસ્ત નો વિસ્તાર
થયી રહ્યો છે ..
યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ આગેવાન
અને નેતાનો અંચળો પહેરીને યુનીવરસીટીને બાનમા
લે ,તેના કુલપતિને બાનમાઅ
લે ,કુલપતિની ચેમ્બરમા ઘુસીને
તોડફોડ કરે અને
લાચાર કુલપતિ દેખતા
રહી જાય - કશુ
કરી નાશકે તે
કેવી વહીવટી સતા
અને ક્ષમતા ? એક
ખમતીધર વહિવટકર્તાની એવી
તે કેવી લાચારી
છે કે તે વિદ્યાર્થીઓના
ટોળાને અને તોફાનને
કાબુમા નારાખી શકે ? આને લોકશાહી
ની દેન કહ્ર્વી
છે ? ગુજરાતીમા એક
કહેવત છે કે
વાછડુ જો બહુ કુદાકુદકરેતો તે માત્ર ખીલાના
જોરે જ કુદે
- આમા કોને વાછડુ
બનાવો અને કોને
ખીલો બનાવવો તે તો
સામાન્ય જ્ઞાનની બાબતછે
- લખવાની કે
બોલવાનીરજરુર નથી -
સમજને વાલે સમજ ગયે
હૈ --- આવા
જ એક હાસ્યરસિક
બનાવની યાદ આવે
છે -કોલેજના ફિશપોંન્ડ્ના કાર્યક્રમ મા
મને અને મારા એક
મિત્રને બોલાવવામા આવ્યા –હુ તો ગયો
અને મને એમ કે
જિતુ આવશે પણ
તે ભાઇ તો
ના આવ્યા- સ્ટેજ ઉપર
હુ એકલો પડી
ગયો અને હુ
અને ઉદઘોષક - ફિશપોન્ડ
આવ્યુ - “ નાનાસાથે મોટો
જાય ,
મરે નહીં તો માદો થાય “
જિતુ જાડો પાડો
70 કિલો નો અને
હુ 45
કિલોનો હતા - શક્ય
છે કે આ
ફિશપોંડ આ મુદ્દા
પર હશે - સ્તેજ
ઉપર તો હુ એકલો
જ હાજરહતો -
જિતુ આવ્યો નહીં -
જવાબ તો
આપવોપડે- મે જવાબ
આપ્યો “
આમા કોણ નાનો
અને કોણ મોટો “ ?
સમજવા વાળા તો
સમજી જ ગયા
હતા કે જિતુ
ગુણવતને ઉચકીને ફરે
તેવો કદાવર છે
જ્યારે ગુણવત ફુક
મારે તો ઉડી
જાય તેવો છે
- બોલો -
કોણ નાનો કોણ
મોટો ?
વાણી સ્વાતંત્ર્યાના અધીકારે
અનેક વાણી વિલાસો
સર્જ્યા - આવા
વાણીવિલાસમાથી અનેક
નેતાઓ ઉભા
થયા અને ધિમે ધીમે લોકોની હિમ્મત
ખુલી ગયી - લોકો મનફાવે તેમ બોલતા
થયી ગયા - ના
કોઇ રોકનાર કે
ના કોઇ ટોકનાર
- તેમા પાછા
તેમને પ્રોત્સાહન આપનાર
મીડીયા વાળા મળ્યા- અને
તે પણ હવે
તો ઇલોક્ટોનિક મીડીયા – તમે બોલો તે
તો આવે જ તમે પણ
જિવતા જાગતા દેખાવ -
પ્રસાર માધ્યમ પ્રચાર
માધ્યમ તો બની
જ ગયુ છે
અને તે માધ્યમે
આ વિલાસી જીવૂની મહત્વાકાક્ષાઓ પુરી
કરવાની જાણેકે હોડ
બકી છે - પ્રિંટ મીડીયા તો
એકવાર લખી નાખે
પચી છુટા -
જ્યારે ટીવી વાળા
તો એકના એક
સીન બતાવતા જ રહે -
બતાવતા જ રહે - ઉશ્કેરાટ પણ
ફેલાવે અને આડી અવળી આલોચનાઓ કરે
તે નફામા -પણ લોકશાહીની
આપણી પ્રજા પણ આ વખતે તો કમ
સાબીત નથી થયી -
તે વાત છેલ્લા ચુટણી
પરીણામો એ જાહેર કરી
દિધુ - ભાજપને
છપરે બેસાડી અને પછી
જે ધોબી પછાડ
આપી તે તેઓ કદી
નહીં ભુલે - ભજપી
નેતાઓ એ બોલવામા પાછિપાની કરી
નથી અને માર
પણ ઉધે માથે
ખાધો છે અને તેનો પ્રચાર તેમના
જ રજ્યમા તેમના જપ્રસાર અને પ્રચારતંત્રે કર્યો
છે -તેમના નેતાઓ એ એવા
બફાટો કર્યા છે
કે વડાપ્રધાને તેમની નારજગી
વ્યક્ત કરવી પડી છે – આવા બફાટો અને
વાણી વિલાસોથી માત્ર
વડાપ્રધાન જ નહીં ,
પક્ષ અને દેશની
પણ છબી બગાડી
નાખી છે ..
વાણી સ્વતંત્ર્ય
, વ્યક્તિ
સ્વતંત્ર્ય ,
અભિવ્યક્તિનુ સ્વતંત્ર્ય , આ બધા
અધીકારો નાગરીકને મળેલા જ
છે પણ તેનો ઉપયોગ
યોગ્ય રીતેથતો નથી -
ઉપયોગ કરતા ઉપભોગ વધી
ગયો -તેનાથી વાદ
થયા - સંવાદોને
સ્થાન મળ્યુ - વિવાદો ઉભા થયા
આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની એક
નવી હારમાળાઉભીથયી - અધીકારો
સ્થાપિત કરવા માટે બંધારણે
ન્યાયતંત્રને સતા આપી છે તેનાથી પોરસાઇને નાગરીકો
ની નજર ન્યાય
તંત્ર ઉપર પડી
- ન્યાયતંત્રને પણ
એક મોકળુ મેદાન
મળી ગયુ - બે પક્ષ
તો હોય જ - વાદી -
પ્રતિવાદી - અરજદાર
અને સામાવાળા -
બન્નેના લડવૈયાઓ - વકીલૂની
ફોજ મેદાનમા આવી -
સ્વાભાવિક છે કે એક
પક્ષ તો ખોટો છે જ - અને
છતા બની પોતે
જ સાચા છે તેવોજપ્રયના
કરે - વાણી વિલાસ
અહિયા પણ કામ કરી જાય છે
- જીત સત્યની
નહીં - સફળ રજુઆતા કરનારની
જ થાય છે – હારી ગયા ?
તો ઉપલી અદાલત મા
જાવ - અને ત્યા પણ
એ જ સીલસીલો – વાણી વિલાસ
- જીત
કોની થાય છે તે
હવે ભુલી જાવ -
હવે પ્રશ્ન મમતનો આવી
જાય છે - એ શાનો જીતે ?અમે કૈ કમ છિયે ? મમતમા
અને મમતના ઘમંડમા ખુવાર થાય
છે છતા સમજતા
નથી -અધીકારોની ચર્ચા દરમિયાન
માધવસિહ સોલંકીએ તેમના
શિક્ષકા તરીકે ના વક્તવ્યમા
જણાવેલ કે ખેતરની
વાડના એક પ્રશ્નમા
બન્ને પક્ષકારો એટલી મમત ઉપર
આવી ગયેલા કે માત્ર
એક ઇટ મુકાય તેટલી જગા
માટે તે બન્ને પક્ષકારો પ્રિવી કાઉંન્શીલ સુધી લડેલા
અને એટલો ખર્ચ કરેલો કે
તેટલા ખર્ચ્મા તો એક સોનાની
ઇટ ખરીદીહોય તો તે પણ સસ્તિ પડે
-અધીકારો , અધીકારોની જાળવણી , તેના ઉપાયો અને તેનીમમત - ક્યા
પહોચાડે છે ?
કોણ કોને સંભાળે
?
ગુણવત પરીખ
13-3-15
( આચાર સંહીતા -
19 )
From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer VKK Consumer affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
No comments:
Post a Comment