Aachaar sanhita 17 -----18 ------

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


      -  :  આચાર  -  સંહીતા  : -      18  ----------


           રાજ્નીતીમા ગંદકી   છે  - કુટનીતીજ્ઞો  જ   રાજનીતીમા  સફળ  થાય  છે  તેવો એક લગભગ   સર્વ  સંમત  મત છે   અને  સાવ ખોટુ  પણ  નથી  - સિધો   સાદો  માનવી   રાજનીતીમા   ના  ચાલી શકે  પણ  એ  રાજનીતીનુ સચુ  સ્વરુપ નથી કુટનીતી  ઉપર  આધરીત   રાજનીતી  ખોટી જરુર  છે  પણ  રાજનીતી  આધારિત  કુટનીતી  તો અમુક સંજોગોમા  જરુરી    છે જ કુટનીતીનો  દુરુપયોગ   નથી કરવાનો પણ    વ્યવહારિક  શાસ્ત્ર   અવશ્ય  કહે છે    શઠમ  પ્રતિ   શાઠ્યમ  -----  અને  તે જરુરી છે જો  આ   નીતિ ના અજાઅવી  હોત  તો કૃષ્ણ   આટલુ  મોટુ   ધર્મ  યુદ્ધ  જીતી  શક્યા  ના  હોત  - યુધ્ધના  મેદાનમા  જેણે હથિયરને    હાથ  નથી અડાડવાનો    તેવો મહન  યોધ્ધો    વગર હથિયારે    માત્ર  અને   માત્ર  સત્ય   અને  ધર્મ   આધારિત   કૌશલ્ય  અને  કુટ   નીતીથી    વિજય   અપાવી  શકે   છે.  ભલે  અશ્વશ્ત્થામા   નહોતો  હણાયો  ,  મજબુત રીતે  એ  વાતાવરણ  ઉભુ  કરી  દિધુ   કે   જાણે   કે  સાચે  જ  અશ્વસ્થામા હણાયો  હોય  , ભયાનક  શોર  બકોર  પણ   ઉભો કરી દેવામા  આવ્યો   અને  તેમા  સત્યવાદી  સમ્રાટ  યુધીષ્ઠીર નુ    અર્ધ  સત્ય  પણ  ઢંકાઇ  ગયુ  -પરંતુ   ધર્મના રક્ષણ   માટે  તે જરુરી હતુ  -  આ એક  ભ્રમ   જ  ઉભો  કરવો  જરુરી  હતો  કે  જેથી    દ્રોણ હથિયાર  મુકી દે   અને  જેવા  દ્રોણે હથિયાર   ત્યજ્યા   કે તરતજ    રથપતિના  સારથીએ   રથપતિના   સાળાને સુચના   આપી   કે   તમારી  ઇચ્છા પૂર્ણ  કરો   અને   સાળાસાહેબે  પણ  પળનો પણ  વિલંબ કર્યા   સિવાય  દ્રોણનુ   માથુ  કાપી  નાખ્યુ-   અર્જુને  બુમાબુમ  કરી મુકી  -એક નિઃશસ્ત્ર    યોધ્ધા ઉપર  હથિયાર   ચલાવાય  નહીં તે  કાયરતા છે હુ  તને  નહીં  છોડુ  -  મારા ગુરુની  આવી  ક્રુર    હત્યા -  ?   પણ  ધ્રુષ્ટ્દ્યુમ્નના   પડખે કૃષ્ણ  હતા  -  તેમણે અર્જુનને  ચુપ  રહેવા  આદેશ  આપ્યો -  આ  ચોખ્ખી અનીતે હતી   -ચોખ્ખો   અન્યાય  હતો છતા   સર્વમાન્ય  રહ્યો  નીતીનુ  સત્ય  નીતીના પુસ્તક પુરતુ  મર્યાદિત   રાખવાનો   આદેશ  યોગેશ્વરનો  હતો .

            આપણી  આઝાદી   પહેલાની    રાજનીતીમા   ગાંધીજીનુ ચલણ   મજબુત  હતુ  -તે  અહિસાના  પ્રખર  પુજારી  હતા   અને  તેમના  યુધ્ધમા  માત્ર અને  માત્ર    સત્ય અને અહિસા  જ  હથિયાર હતા    આ  મજબુત  હથિયાર  હતુ તેની  ના  નહીં  -  તેના  જોરે  જ  તેમને  આટલુ માન  સન્માન   મળ્યા -  પણ  અહિયા  પણ   તે હથિયારની   ઉપયોગીતા  માટે અપવાદ   જરુરીહતો  જ-માત્ર જડ અર્થ ઘટન    ના  ચાલીશકે  - સત્યાગ્રહમા   કોઇ   એક   ગાલે  લાફોમારેતો   સામનો  કરવાનેબદલે બિજો  ગાલ ધરવો    તે અહિસાનો સિધ્ધાત હતો  પણ  વ્યવહાર નો  નહીં  -  અહિસા એ  મુળભુત રીતે   જૈન   અને  બૌધ્ધ  ધર્મના  પાયાના  સિધ્ધાત  છે  - તેમના  ધર્મશાસ્ત્રો   પણ   વ્યવહારીક  ઉપદેશ જ આપે  છે -   ચંડ કૌશીક  નાગ   ભયાનકવિષધર હતો  અને  તેના  ડરથી   તે  દિશામા   કોઇ  ફરકતુ  સુધ્ધા  નહીં  -તે  સમયે    મુનીરાજ   તે   માર્ગે   પ્રસ્થાન  કર્યુ    અને    ચંસ   કૌશિકને   અહિસક  બનવાની  સુચના   આપી  - તારે  કોઇને  દંશ    દેવોનહી  ,  કોઇને  કરડવુ   નહીં   -મુનીના  પ્રભાવ  નીચે  નાગરાજે   સુચન  માન્ય    રાખ્યુ -  અને તે દિશામા  જતા  આવતા   કોઇને   તે હેરાનકરતો  નહોતો  -  ધીમે ધીમે   વાત  પ્રસરી  ગયી  કે હવે  નાગ   કોઇને  ડંખતો  નથી  -  કરડતો  પણ  નથી -  આથી  લોકોની  હિમ્મતખુલવા  લાગી  અને  ધીમે ધીમે    અવર જવર    પણ વધી  -ધીમે  ધીમે  એવો પ્રચાર   શરુ  થયો  કે  નાગ  હવે ઘરડો   થયી  ગયો  છે એટલે તેનામા શક્તિ જ નથી    રહી  -તેથી  લોકો હવે    નાગને પજવવા  લાગ્યા  -ધીમેધીમે કાકરીચાળોશરુ થયો અને    જ્યારે   નાગે કોઇ    બચાવ  ના  કર્યો ત્યારે  લોકોને   ખાતરી  થયી  ગયી કે હવે   નાગ     શક્તિહીન  બની  ગયો  છે અને હવે  લોકોએ   તેન
આ  ઉપર પત્થરો   ફેકવા  માડ્યા- તેનાથી   નાગ  ઘાયલથયો લોહીલુહાણ  થયી  ગયો પણ   મુનીને  વચન   આપ્યુ  હોવાથી    તે  લોકોનો   સામનોકરતો  નહોતો  કે પ્રતિકાર પણ   નહોતો  કરતો સ્વરક્ષણ  માટે  પણ  નહીં  -  અને   દિવસ એવો  આવ્યો  કે  નાના  છોકરા પણ    તેને   હેરાન  કરવા  લાગ્યા  -થોડા   સમય  પછી   મુનીરાજ  તે  રસ્તે ફરી  નિકળ્યા ત્યારે  તેમણે  નાગરાજની  હાલત    જોયી -  મુનિ ખુબ  ખુશ  પણ  થયા  કે  મારી સુચના  નાગરાજેપાળી છે પણ   સાથે સાથે     નાગરાજની હાલત  જોઇને  તેમને  દુઃખપણથયુ- તેમણે    નાગરાજને   એક  વ્યવહારિક આદેશ આપ્યો -  મે તો  તને  ફક્ત   કરડવાનિ  અને  ડંશ દેવાની  ના  પાડી હતી  -  તુ  માત્ર  તેટલુ  જ પાલન કર  પણ  મે  તને  તારા જાતિસ્વભાવમુજબ   ફુફાડો   મારવાની  તો   ના  નથી પાડી  ને ? તુ  કરડીશ  નહીં પણ  ફુફાડો જરુર  મારજે   -  તારા રક્ષણ   માટે તે  જરુરી  છે  -  અને   આ  આદેશને  નજરમા રાખીને  બિજા જ  દિવસે   જ્યારે  એક   માણસ ત્યા આવ્યો  કે તરતજ   નાગે જોરદાર ફુત્કાર  કર્યો અને    જેવો  ફુત્કાર  કર્યો  કે પેલો  જાય  ભાગ્યો અને  લોકોમા    અફવા  ફેલાઇ  ગયી કે    નાગ  ફરી   જોરાવર બની  ગયો  છે   -અને  પરીણામે   લોકોના અટકચાળા તો    ઠીક   -પણ  અવર  જવર  પણ   ઘટી ગયી  અને નાગરાજની  હેરાનગતિ  પણ  બંધ  થયી  ગયી  -  અહિસાનો    સિધ્ધાત સારો છે  - સાચો  છે  - પણ તેની અમલવારી  કરવામા    સ્વવિવેકપણ  એટલો જ જરુરી છે .- માત્ર  જડ  બનીને તેની પુજા ના  થયી  શકે  - વ્યવહારીક  બનવુ    જ  પડે  .

      ગાધીજી   અહિસક  હતા ,   શસ્ત્રહીન  રહેતા,  સત્ય , ધર્મ  અને  અહિંસા તેમના    શસ્ત્રો હતા        અને  આ  જ  સ્વરાજ  પ્રાપ્તીનુ ધ્યેય   અનેક  લોકોનુ  હતુ પણ  દરેકની  રીત  રસમ જુદી  જુદી   હતી  -  દેશના નેતા  ગાધીજી હતા   પણ  તેમના  અનુયાઇઓ  અનેક હતા  અને તે દરેકમાત્ર    અહિસાને  જ માન્ય  રાખતા નહોતા સશત્ર  , શક્તિશાળી ,સત્તા ધારી   સરકાર   માત્ર   દમન  સહ્યેજવાથી   માનવાની  નથી  એવુ  માનનારો  પણ  એક  વર્ગ  હતો  અને  તે   જેવા સાથે  તેવા  થવામા  માનતો હતો   અને તેમનુ અંતિમ   ધ્યેય   પણ   સ્વરાજ પ્રાપ્તીનુ જ હતુ  ,  સુભાષચંદ્ર    બોઝ     લડાયક મિજાજ  ધરાવતા હતા  ,  ,તો  ત્રિજો  એક વર્ગ   બળવા ખોરીનોમિજાજ  ધરાવતો હતો  અને    તે રીતે સરકારને   હંફાવવા માટે   કટીબધ્ધ   હતો  -   ભગતસિહની ટોળકી   આ વર્ગ્મા  આવતી હતી   અને તેમનૂ  અંતિમ   ધ્યેય પણ  પુર્ણસ્વરાજ્નુ  જ  હતુ  -  ગાધીજી , સુભાષચંદ્ર અને  ભગતસિહ   વિ.વિ . આ દરેકના અંતિમ ધ્યેય  તો  એકસમાન  જ  હતા   પણ  વ્યવહારનીબાબતમા  તેઓ   સમાન  વિચારસરણી   ધરાવતા નહોતા-  પણ  દેશેતો દરેકને આવકાર્યા જે  પાણીથી  મગ  ચઢે  તે પાણી  પેય  જળ  કહેવાય   અને તેને સ્વિકારવુ    જ   જોઇયે   -  અને તે  જ  સાચી  વ્યવહારિકતા   કહેવાય  - કોઇ  પણ કાયદો  એવો  નથી  કે  જેને   અપવાદ   ના  હોય   અને  જો  કાયદામા  અપવાદ  હોય  તો   નિયમમા  પણ  અપવાદ હોય  જ ઇતિહાસ    સાક્ષી છે   - આજે પણ  આપણી પ્રજા સુભાષબાબુને નથી ભુલી , આજે  પણ   શહીદ   ભગતસિહ  અને  તેના સાથીદારો   પુજાય છે  ,અને આજે પણ મહાત્માનુ  બિરુદ   મેળવીને   ગાધીજી  વિશ્વભરમા    પ્રખાત  છે , તેમની વિચાર સરણી આજે  પણ   સર્વમાન્ય  છે  -  અબ્રાહમ  લીકન અને  નેલ્સન  મંડોળા  જેવા   પણ   ગાધીજીની  વિચારસરણીથી  પ્રભાવિત  હતા   અને તેમ  છતા  ય   આજે  મને કે  કમને પણ  તે  સ્વિકારવુપડે  કે જેમના પ્રતાપે આજે   સ્વરાજ મળ્યુ  - જેમના પ્રતાપે આજે રાજ  વહિવટ  મળ્યો    , તેમની જવિચારસરણીને બાજુ પર  મુકીને     વહીવટના  સુત્રો    ગતિમા રહે છે  -જેના  પુણ્ય  પ્રતાપે   આજે રાજ્ય મળ્યુ  છે  તે  વ્યક્તિ   હાથમા એક  લાકડી  અને   ખભે  એક   અંગરખુ    વિટીને     સમગ્ર  દેશમા    બિંધાસ્ત  ફરતો હતો    તેના જ  અનુયાઇઓ   એક  સ્થળેથી  બીજા સ્થળેજવા માટે    રક્ષકોનો  કાફલો  લયીને નિકળેછે ,ઘર  આગણે રક્ષકોનો મોટો મસ  કાફલો તો  અલગ  - તેમનીચારે  બાજુ  એ  રક્ષકો  જરક્ષકો તેમની  સાથેતો વાત  થાય જ  નહીં  - તેના કરતા તો રાજાઓ સારા  હતા  કે    સમયાતરે   મળી  તો  રહેતા હતા   - અરે કેટલાકરાજવીઓ તો પોતે  પ્રજાને મળવા માટે નિકળતા  હતા   જ્યારે    આજે ? જેના રક્ષણ  માટે  રક્ષકો  છે તે   નિરાધારછે  અને રક્ષકોનો   સૌથી  મોટો  કાફલોતો  આ  દેશના મહન  રક્ષકો  માટે  અનામત  રહે  છે .લોકશાહીમા   આવા  દેશના  મહાન  રક્ષકો  કેટલા  છે ?  ગામે  ગામ  ,તાલુકે   તાલુકે ,  જિલ્લે જિલ્લે   રાજ્યભરમા  ઢગલાબંધી    દેશના  રક્ષકો  છે   તેમની     તહેનાતમા  જ  પ્રજાના રક્ષકો     અટવાયેલા રહે  છે  - જો  ના  રહે તો તેમનુ રક્ષકપદ    ડામાડોળ   બની જાય ..  શુ  કરે  આ  રક્ષકો  ? કોની  સેવા  કરે ?જેણે  તેમને  સેવામા  રખ્યા છે   તેની   કે   જેની  સેવા  માટે રાખ્યા છે  તેની   ?  નગુણા કેવી રીતે  થવાય ?   જેનીસેવા  ને   માટે  રાખ્યા  છે  તેનીસેવા   કરવા  માટેતો  અનેક  રક્ષકો    છે  જ  તેવુ  તેમનુ  માનવુ  છે   - હા  છે જ  -પણ  તે દરેક  પણ  તેમના  જેવુ  જ  માને  છે કે  આપણેતો   આપણને  જેને  રાખ્યા  તેમનીસેવા  પહેલી  કરવાનીજેમનીસેવાના  નામે    રાખ્યા  છે  તેમની  સેવા  તો બીજા  કરશે  જ  ને  ?  અકબરબાદશાહના  દુધના  હોજ  જેવી  આ  વાત છે  -  દરેક કારભારિ  એમ જ  સમજતો  હતો  કે  હુ  એકલો    જો  દુધના  બદલે  પાણીનો   લોટો નાખીશ  તો   હોજમા   શુ  ફેર  પડી  જશે  ?  અને  દરેકની  વિચારસરણી  દાદ   દેવા  લાયક  હતી  -  હોજ   સવારે  દુધના  બદલે  પાણીથી  ભ્રાયેલ  હતો  -  કેટલી  મજબુત  એકતા  ? સેવાના  સુત્રોનો  સિધ્ધાત    છે  કે   એવી  વ્યક્તિની   સેવા  કરવી  જેણેઆપણને  સેવામા  રાખ્યા  હોય  અને જે   આપણીસેવાનિ  કદર    કરી  શકે  -    કદર  એ  જ   કરી શકે જેની   પાસે   સતા  છે  -પ્રજા  શુ  કરી  શકે ?

     અને  અહીથી   શરુ થાય  છે   પ્રજાના  શિષ્ટાચાર  ની   જો પ્રજા  એ  મદદ  જોઇતી    હોય તો   પ્રજાએ  પણ  પ્રસાદ  મેળવવા  માટે   શિષ્ટાચારપુરતી    ભેટ    મુકવી  જ  પડે   મફતમા  પ્રસાદ  ના  મળે   -  અરે  મફતમા   દર્શન    પણ  નથી  થતા  તો પછી  પ્રસાદની તો  વાત    જ  ક્યા  કરવી  ? 


ગુણવંત  પરીખ
8-3-15            (    આચાર  સંહીતા    ----18   )


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


      -  :  આચાર  -  સંહીતા  : -      17  ----------


     ચાણક્યની   ભેદ નીતિ -  કુટ નીતિ ફુટ નીતિ  - નો  સૌથી    વધારે ઉપયોગ  કોઇ શાસકે  કર્યો  હોય  તો  તે અંગ્રેજો   હતા  એમ  માનવામા  આવતુ   હતુ  -  તેમના  શાસકો  કાબેલ  કુટનિતિજ્ઞો    હતા  તેમા  બે  મત  નથી  -  તેમને જ્યારે એમ  લાગ્યુ   કે  હવે હિંદુસ્થાન  ઉપર   વધારે  વખત    રાજ્ય  કરવુ   શક્ય  નથી  અને  ધીમે  ધીમે    આપણુ જોર  નરમ    પડી રહ્યુ છે  -  માટે    છેવટે  આ  ગાજરની  પિપુડી   - હિંદ  સામ્રાજ્ય  - વાગે ત્યા   સુધી  વગાડી  ખાવ  અને પછી   છેલ્લે   ચાવી  ખાવ  -   તેમને  એટલો  તો  ખ્યાલ  આવી  જ  ગયો હતો કે    તેમને હંફાવનાર    કોંગ્રેસ  અને મુસ્લિમ  લીગ  તેમની  સામે હતા  પણ   બંન્નેને   પરસ્પર  તો   બનતુ નહોતુ   જ  -  અને આ   એક  નબળી  કડી   હાથ  ઉપર  રાખીને   તેમણે  તેમના   પાસા   ફેકવા  માડ્યા   અને છેલ્લો  પાસાનો   દાવ    તે   ભાગલાનો    દાવ  ખેલી લીધો સાદી  સીધી  વાત  હતી  કે   બન્ને    એકસાથે   હોય  અને  રાજ્ય ધુરા   સુપ્રત  કરવામા   આવે  તો   સર્વોચ્ચ   પદ  તો  કોંગ્રેસ ને  જ   મળે  તેમ  હતુ  -  સમગ્ર    દેશમા  તેના  મુળ   મજબુત  હતા  જ્યારે  મુસ્લિમ  લીગ   મહત્વાકાક્ષી    તો  હતી  જ  -તેના નેતા  ઝીણા  એક અત્યત   કાબેલ,  કુશાગ્ર બુધ્ધી  ધરાવતા, અત્યન્ત   મહત્વાકાક્ષી  નેતા  હતા  અને તેમના  જેવો   વિચક્ષણ  કુટ  નિતિજ્ઞ  તો  શોધો   જડે  નહીં  -હિંદુ   નેતાઓ  મહત્વાકાક્ષી  અચુક હતા  પણ   કુટ નિતીમા  ઝીણાની  તોલે  ઉભા  રહેવાની   ક્ષમતા  કોઇની નહોતી  - - એક  સરદાર  પાસે  તમામ   તાકાત હતી  પણ   તે  ગાંધીજીના    કહ્યાગરા    આદર્શ   અને   આજ્ઞાકિત  સેવક જેવા  હતા  -  ભલે  કોહાડીયા    ભાષા  પ્રયોગ  કરતા હશે  પણ    બાપુની ઇચ્છા વિરુધ્ધ   જવાની  તેમની  તૈયારી  નહોતી.   ગાધીજી   ભાગલાના  વિરોધી હતા  - બીજી બાજુ   ઝીણા   અલગ  રાજ્ય માટે   મક્કમ હતા   એક  અલગ રાજ્યના વડા  બનવાનીતેમની  તમન્ના  હતી  અને  તે જો  અખંડ  હિંદુસ્થાન  રહે  તો   તે તમન્ના પુરી કરવી   શક્ય  નહોતુ  -  સમગ્ર   દેશ  ઉપર  તેમનુ વર્ચસ્વ  નહોતુ અંગ્રેજૂની  ઇચ્છા પરીપુર્ણ  બની  -તેમણે  બે  ભાગમા    દેશને   વહેચી દિધો  અને  એક  ધિક્કાર અને  નફરતની   આધી   આવી  ગયી -   સતા  અને સંપત્તિની    લાલસા  શુ  શુ   નથી કરાવતી ?   મુળ   મુદ્દો તો  છે   ચાણક્યની  નીતીનો -  ભેદ  - ભાગલા  પાડો  અને રાજ   કરો -  અને  તેઓ  સફળ રહ્યા અંદરોદર  લડાવી મારવા ની   જે  નીતિ  હતી  તે  નીતિ   આજે  તો   લોકશાહીમા    નાનામા નાના  ગામડામા  પણ   ઘર  કરી   ગયી   છે -  ગામડે  ગામડે   પક્ષો પડી ગયાછે-   ગામડાની  ક્યા   વાત  કરવી દરેક   કુટુમ્બ  બાકાત નથી  - સંયુક્ત  કુટુબો    તુટી  ગયા  -  ગામડા  વહેચાઇગયા  લોકશાહી ના  નામેઅને ચુટણીઓએ    ગામેગામ  અને ઘરે ઘરમા    ભાગલા   પડાવી  દિધા -  સત્તા અને  સંપત્તિનુ ગાજર  -લોભ  અને લાલચનુ ગાજર -  દરેકની  નજર   એ  ગાજર  પર કેમ કરીને  કબજે કરવુ -   ભારતિય  સંસ્કૃતિનુ   સુત્ર 

United    we  stand     અંગ્રેજ  સુત્ર

Divide and  rule     સામે   હારી   ગયુ   કોઇ  સમજાવટ    કોઇ   ઉદાહરણ  કામ  ના  લાગ્યા  અને આજે પણ  નથી  લાગતા  -

        જગતનો   તાત  - એક ખેડુત  -  તેણે તેની  જમીનમા  શેરડીઉગાડેલી    અને મબલખ  પાક થયેલો .  ગામના   નવરા  ચાર   અલગ  અલગ     કોમના  મિત્રો   ગમે  તેમ  રખડી ખાતા   હતા  અને  ફરતા   ફરતા  એક  વાર  આ  ખેડુતના   ખેતર    પાસે  આવ્યા  અને જોયુ  કે  સરસ મજાની   શેરડી છે    ચાલો   મઝા    માણીયે  -  શેરડી  ખાઇયે  -  ઘુસી   ગયા   ખેતરમા  અને ધરાઇને   શેરડી   ખાધી  -   ખેડુત   દેખતો   રહ્યો  -  વિચાર્યુ   ભલે   ખાતા   -  આપણા  ગામના  જ છે  ને   - અને પ્રભુ  ક્રુપાથી  પાક  સારો છે -  શુ  લુટાઇ જવાનુ  છે   બે  ચાર   સાઠામા  -  પણ  સ્વાદ  ચાખી  ગયેલા   પેલા  નવરા   મિત્રો તો  બીજે  દિવસે પણ  આવ્યા  - અને એમ  કરતા  કરતા  એ તો  પેધા  પડી  ગયા  -  હવે ખેડુત   મુઝાયો  - પોતે  એકલો   અને સામે માથાફરેલ    ચાર  ચાર    લઠ્ઠા  - કેમ  પહોચી  શકાય  ?  તે કૈ  ચાણક્યનુ  અર્થશાસ્ત્ર  ભણ્યો   નહોતો પણ  ગણેલો ખરો -  રિઢો હતો  - ચાલાક  પણ  હતો  -ફરીના   દિવસેપેલા  ચાર  લુખ્ખાઓ  આવ્યા  ત્યારે   તેણે સામેથી   જ આવકાર  આપ્યો  અને    કહ્યુ    આવો   બેસો  - શેરડી  સારી છે હુ  જ કાપી  આપુ સાઠા  - લહેરથી   ખાવ   -તમે તો  સૌ  ગામના   સરતાજ જેવા  કહેવાઓ -  ભુદેવ  ગામને આશીર્વાદ    આપે  ,   થકોર બાપુ    ગામની  રક્ષા  કરે  , અને  બકાલ  શેઠ  તો ગામનુ  નાક   - પણ   આ   ચોથો   આપણી    વચ્ચે   ખોટો ઘુસી  ગયો  છે  - બપુ  તમે  તારે ત્રણેય  ખાવ  હુ  આ  ચોથાને તગેડી આવુ  -  પેલા ત્રણ   પોરસાઇ ગયા  -  ખુશામત થી   ખુશ  થયા  અને ચોથાને  બહાર કાઢ્યો  તો પણ  કશુ  બોલ્યા નહીં -  ખેડુતે  વિચાર્યુ   - ચાલો  એક  કાટો  ગયો   અને  પછિ  થોડાક સમય   પછી   તેણે   બકાલનુ  આવવાનુ બંધ  કરાવી દિધુ પણ  હજુ  પણ  બે   રહી  ગયા  હતા  અને એક  તો   જાડો પાડો   રાજપુત  અને   બીજો મફતમા મલીદા  ખાઇને  વકરેલો  ભુદેવ પણ  હિમ્મત  હાર્યા  વગર    ખેડુતે    સિફતથી  રાજપુતને  પણ  ઉડાડી  મુક્યો.  હવે રહ્યા એકલા  ભુદેવ  - તેમની  નજર  સામે જ આ ત્રણેય  મિત્રોને  ભુડે હાલ  ખેડુતે  બહાર તગેડી મુકેલા  એટલે   એક  પછિ  એક એમ  ત્રણેય પણ   ભુદેવ પર  ખારે બળવા લાગ્યા હતા  જ  અને   લાગ જોઇને  એક  દિવસ  ખેડુતે  ભુદેવને    કહ્યુ  -મહારાજ   બહુ  દિવસ મફતમા શેરડી ખાધી   - હવે  કાલે આવો  ત્યારે  આજસુધી ખાધેલી  શેરડીના   દામ  ચુકવી આપજો નહિતર  જોયા જેવી કરી  મુકીશ આ લાઠી  કોઇની સગી  નહીં  થાય  -હા  - અને   -  હા  -  ભુદેવ ગભરાઇ ગયા  - બીજા દિવસથી  ભુદેવપણ  બંધ  -  આમ  ખેડુતે  પણ  ભાગલા  પડાવીને  શેરડી બચાવી લીધી -  મફતિઆઓને  તગેડી મુક્યા અને  એક  ઉદાહરણ આપણા  માટે  મુક્યુ  તે નફામા.- એક  ખેડુતે ભેદ  અને  ભાગલાની  નીતિ    સફળ  રીતે અજમાવી અને  ભારતિય સંસ્કૃતિની  વિરુધ્ધ   ભાગલાવાદ ને   વિકસવ્યો અને  આજના  રાજકારણીઓ   અને  સતા  અને  સંપત્તી લાલચુઓએ      ભાગલાવાદનો   ભરપુર  લાભ  લેવા  માડ્યો..

    કહેવાય   છે  કે જો  સતા  કે સંપત્તિ   જો  પ્રાપ્ત  કરવી  હોય તો  તે  માત્ર   નિતી  મતા  , મર્યાદા   કે    આચર  સંહિતા  ના  પાલનથી    શક્ય   બનશેજ નહીં    આ  એક   સામાન્ય   માન્યતા  છે અને   આ  માન્યતાને  દૂર કરવી આજકાલ   મુશ્કેલ જ  નહીં  પણ  અશક્ય   બની  ગય્રેલ  લાગે    છે .  વ્યવહારના   નામે  શિષ્ટાચાર  વધી  ગયો  -   વ્યવહાર  રાખવો  અને  શિષ્ટાચાર  દાખવવો   તે  તો  ગુનો  નથી  -  પણ  વાટકી વ્યવહારની  પાછળ   જ લાડવા    વ્યવહાર  -લડકી  વ્યવહાર  અને  બિજા   કેટકેટલા  વ્યવહારો  વિકસતા  જાય  છે  તેનુભાન  વ્યવહાર  કરનારને  પણ નથી  પડતુ  .

       દેશની પ્રથમ  મહિલા પોલિસ  અધિકારી  -ઉચ્ચ   સ્થાન શોભાવનાર   કિરણ  બેદી  -  તેમની  નિષ્ઠા  માટે કોઇને  શક  નહોતોઅને આજે  પણ  કદાચ નથી  -  જે  રીતે આમ આદમીનીપાર્ટી  રચાઇ  અને   જે  રીતે  કિરણ બેદીએ  તેમનુ  યોગદાન  આપેલુ  તે અવિસ્મરણીય  છે  જ   અને   તે સમયે   એક   સમાચાર મુજબ  તેમની  પ્રમાણિકતા  ઉપર છાટા  ઉડે તેવો એક  પ્રસગ   બહાર આવેલો -   કોઇ  એક    મુસાફરી  માટે તેમના ઉપર  આક્ષેપ   થયેલો કે તેમણે હવાઇ  મુસાફરી   નિચલા વર્ગમા   કરેલી અને   વળતર  ઉપલા વર્ગની   ટિકિટનુ   લિધેલુ  -   આક્ષેપ તો  એકદમ સામાન્ય છે  -  તથ્યહીન   આક્ષેપ  છે  તેવુપણ   નથી  -માની  લો કે  સાચુ છે -   ખુદ  તેમણે  પણ  સ્વિકારી લિધુ    હતુ  કદાચ  -  અને  એમ  પણ   જાણવા મળેલુ કે  તેમને   તફાવતના નાણા પરત  પણ  આપી  દિધેલા  -  શુ  આલોચના   કરીશુ  ?  ભલે  તે   આક્ષેપ સાચો છે  પણ  ગણનાપાત્ર નથી   -  અરે   ગણનાપાત્ર    કહી  શકાય   તેવી એક  બાબત પણ  રજુ  કરુ  -  તે  ઉચ્ચ  પોલિસ અધિકારી  તરીકે   સેવા આપતા  હતા  -   સેવાના  ભગ  રુપે તેમણે  બહાર જવુ  પડે  - જ્યા  જાય  ત્યા તેમની રહેવા   જમવાની વ્યવસ્થા તો  કરવામા આવે જ -  અને  તે જે ખર્ચથાય  તે ખર્ચ  તેમની  પાસેથી કોઇ  માગેપણ  નહીં  અને તે   આપે  તો  કોઇ  લે પણ  નહીં  -  આ સાચાઅર્થમા   શિષ્ટાચાર   છે  - મહેમાનની મહેમાનગીર્રીનો  ખર્ચ  ત્રાજવે   ના  તોલાય  -  બીજી બાજુ    તે અધીકારીતરીકે   મુસાફરી કરે  છે  ત્યારે તેમને   મુસાફરી ભથ્થુ પણ  મળે  છે -  અને  તેમા રહેવા  જમવાનો  ખર્ચ પણ  મળે  છે  જ કિરણ બેદીને  ભુલી  જાવ  - તે અથવા તેમના   જેવા કોઇ  પણ  અધિકારી -  આ રીતે  મુસાફરીમા  ગયા  હોય  - મહેમાનગીર્રી માણી હોય  -  તો  શુ   તેમણે તે  ખર્ચ   ભથ્થાબિલમાથી  બાદ   આપો  હશે  ?  મોટે ભાગે એ શક્ય  નથી  -  અને  હુ  એમ   કહુ  કે  શક્ય નથી  તે કદાચ જરુરી અણ  નથી  -  વ્યવહારિક પણ  નથી  - એવી  ખોટી    વેવલાઇ   કરવી તે  પણ યોગ્ય  નથી  -   સ્વવિવેક  વેવલાઇથી ના  વાપરી  શકાય- તેના  માટે મર્દાનગી   જોઇયે હિમ્મત જોઇયે    અને  જરુરેઐનિષ્ઠા   જોઇયે પછી  તમારા નિર્ણયંને  કોઇ પડકારી  શકશે    નહીં .  ફક્ત   પોથીમાના  રિંગણ   જ  ગણવાની  જરુર  નથી  -પોથી  ગમે  તે કહે  -  જો  તમારુ   મન  સ્વચ્છ  હશે  અને  સ્વસ્થ  હશે  તો   તમારોજ  નિર્ણય  માન્ય ગણાશે  -  ધિરુભાઇ  દેસાઇનો  નીર્ણય   કોઇએ  પણ  પડકાર્યો  નહોતો-   તે  નિર્ણય   કાયદાનીમર્યાદાનીબહારનો હોવા  છતા   તે  સર્વ  સ્વિકૃત    રહ્યો હતો  .

   યાદ  કરો   એ લોર્ડ  મેકોલે  ને    જેણે    પિનલ  કોડ  લખ્યો

એક   મુઠ્ઠી    ચોખા    ચોરનારને   ચોરીની   વ્યાખ્યામા   તો ચોર કહેવાય  જ  -   પણ  કરોડોની    સંગ્રહાખોરી   કરીને  તેના  કાળાબજાર  કરીને  કરોડો  કમાનારને શુ કહેશો  ?    તે  તો  ચોરીની   વ્યાખ્યામા   આવતો જ  નથી પછી   તેનેકેવીરીતે    સજા  કરશો  ?  અહિયા   જરુર છે  ધિરુભાઇ  ની   --  કોઇ   જ   પુરાવો નહીં  હોવા  છતા  યેમણે    નડીયાદની    સેસન    કોર્ટ્મા    ભીમજીને   5 વર્ષની    સજા  ફટકારીજ  દિધી  હતી  અને  રમંણભાઇની   વિરુધ્ધ   પુરાવા હોવા  છતા  તેમણે  રમણભાઇને   વટભેર  નિર્દોષ  છોડી  મુક્યા  હતા   અને    જુગારના  ગુનેગાર    પટાવાળાને પણ   નિર્ડોષ તો  ઠરાવ્યો જ   પણ તેના  બધા  લાભ  પણ  તેને  અપાવ્યા  હતા

આચાર    સંહીતા  એ   જડ  કઠ   પુતલી   નથી   - જે  કોઇના દોરીસંચારથી નાચે


ગુણવંત  પરિખ 
7-3-15            (    આચાર સંહીતા     17  )



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


No comments:

Post a Comment