From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
આચાર - સંહિતા : - 22 ----
બંધારણે અનેકવિધ અધીકારો પ્રદાન કરેલા છે . અને તે દરેકનો સર્વગ્રાહી અભ્યાસ કરતા જણાશે કે સર્વોપરી તો બંધારણ જ છે . –નીતિ પણ તેણે ઘડી છે અને નિયમો પણ ત્તેણે જ ઘડેલા છે સમગ્ર વહીવટમા ચારે બાજુ બંધારણનુ જ વર્ચસ્વ છે પણ તેનુ અર્થ્ઘટન કરવુ અને અમલ્વારી કરવી તે બાબત તો બંધારણની ત્રણેય પાખ - વિધાન મંડળ , કારોબારી અને ન્યાયતંત્ર : : યોગ્ય સમન્વય સાધે તો જ સારુ અને સાચુ પરીણામ આવે . સામાન્ય નિયમ એવો છે કે વિધાન મંડળ કાયદા ઘડે , કારોબારી તેનો અમલ કરે અને ન્યાયતંત્ર આ કાયદાનો અમલ યોગ્યરીતે થાયા છે કે નહીં તેની સમીક્ષા કરે પરતુ સમયાતરે એમ લાગવા માડ્યુ કે દરેક પાખ એમ જ વ9ચાર કરે છે કે પોતે જે કરે તે અટિમ છે અને તેના ઉપર કોઇનો કાબુ ના હોવો જોઇયે . .વિધાન ગૃહ એમ વિચારે છે કે વિધાનગૃહમા પસાર થયેલ કાયદો સમીક્ષાથી પર છે - પણ બંધારણે ન્યાય તંત્રને સત્તા આપી છે કે વિધાનગૃહે ઘડેલો કાયદો યોગ્ય છે કે નહીં તેની સમીક્ષા તે કરી શકે છે . –આ ત્રણેય તંત્રો આમ તો એકબીજાથી અલગ અને સ્વતંત્ર સ્વાયત્તતા ધરાવે છે પણ તેનો અર્થ એવો નથી કે તે દરેક સર્વોચ્ચ છે - દરેક પોતપોતાના ક્ષેત્રમા સર્વોપરીતા ધરાવી શકે છે પણ તે સમીક્ષાથી પર તો નથી જ : કોઇ પણ એક તંત્ર સર્વોપરી ના બની જાય તે માટે બંધારણે તો કાળજી રાખી જછે .દરેક તંત્ર ઉપર નજર રાખવા માટે ન્યાયતંત્ર સક્ષમ છે અને અધિક્રુત પણ છે પણ છેવટે તો ન્યાયતંત્રમા બેસેલ એક માનવી જછ્રે જે માનવ સ્વભાવથી પર નથી અને તે એકહથ્થુ ના બની જાય તે માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તીને દૂર કરવાની સતા વિધાના મંડળને જ આપેલી છે :જે વિધાનમ%ડળના ઘડેલા કાયદાની સમીક્ષા ન્યાયતંત્ર કરી શકે છે તે ન્યાયમુર્તિને દૂર કરવાની સતા તે જ વિધાનમાંડળ પાસે છે. બંધારણ તેની જગાએ યોગ્ય છે – તેનીજોગવાઇઓ દરેક કક્ષાએ યોગ્ય છે =- જે પણ પ્રશ્ન છે તે જોગવાઇઓ ના અમલીકરણ અને તેના અર્થઘટન્નો છે– તેના વિશાળ વાદ વિવાદો અને પ્રુથક્કરણૉ અનેક મુશ્કેલીઓ સર્જે છે તે મુશ્કેલીઓ સર્જનાર ને તો ખબર હોય છે જ પણ જેને સહન કરવુ પડે છે તે પણ જાણવા છતા કશુ જ કરી શકતા નથી.
એક પળ માટે માની લો કે બાળકો ઉપર હાથ નહીં ઉપાડવાની જોગવાઇ બાળકોના હીતમા છે - અવશ્ય - ના કહેવાય નહીં -પણ જો તેના અમલીકરણથી બાળક ઉધ્ધત અને અસંસ્કારી બની જાય - બની જતો હોય – ખોટા રવાડે ચઢી જતો હોય તો બહેતર છે કે આ રક્ષણના પહેલા જ ચરણમા તેને રોકી લેવો જોઇયે- એક તોફાની વિદ્યાર્થી તેના તોફાનથી સમગ્ર વર્ગનુ ભણતર બગાદતો હોય તો બંધારણે અને કાયદાએ તેને આપેલા આરક્ષણ ને અવગણીને પણ તેને સિધો કરવો જ જોઇયે જેનથી બિજો વિદ્યાર્થી તે મર્ગે આગળ વધે નહીં .- પણ હવે એવુ લાગે છે કે એ બાબત મા મોડુ થયી ગયુ છે –બાળકો ,વિદ્યાર્થીઓ .અને કોલેજીયનો , સૌ ખુબ આગળ નીકળી ગયા છે તેમને રોકવા ખુબ મુસ્કેલ કામ છે અને કમનસીબે રાજકારણ તેમને મદદ કરે છે અને આ યુવા ધન રાજકારણીઓના હાથા બની જાય છે અને પોતાનેઅને સમ્ગ્ર દેશને નુકશાન પહોચાડે છે . કાયદામા થર્ડ ડીગ્રી ટ્રીટમેંટની જોગવાઇ નથી - ગુનેગારને પોપલાવીને તેની સાથે વર્યન કરાય નહીં - રીઢા ગુનેગાર સાથે તો શઠં પ્રતિ શાઠ્યમ જ શોભે - આતંક્વાદી પકડાયઅને તેની સાથે નિયમ મુજબ જો માનવિય વર્તન રાખવામા આવે તો તેને કદી ભય રહેશે જ નહીં - ભાગી જતા આવા ખુખાર આતંકવાદી ઉપર તેને ભાગતો અટકાવવામા કે રોકવા માટે જો
ઓ ગોળી ચલાવવી પડે તો તે માનવ હત્યાનો ગુનો બનતો નથી - પણ કમનસીબે કાયદાની જોગવાઇઓ એવી છે કે આપ્રકારે આડેધડ હાથાપાઇમા જો ગુનેગાર મૃત્યુ પામે તો પોલિસ પર માછલા ધોવાય - આતંકવાદીઓ એ ગુનેગારોની એવી કક્ષામા આવે છે કે જે સામાન્ય ગુનેગારની સરખામણીમા અલગ ધોરણે મુલવાય છે - તેમનો ઇરાદો એકાદ ચોરી કે ભુખ સતોષવા જેટલો નાનો નઅથી પણ તે સમગ્ર પ્રજામા દહેશત ફેલાવીને સમગ્ર દેશને પણ નુકશાન પહોચાડેછે તેમની સામે માનવીય અભીગમ લાવી શાય નહીં -લાદી શકાય નહીં –તે અપેક્ષીત પણ નથી - પણ કમંસીબે તેમની તરફેણમા કેટલીક માનવીય અભિગમ દર્શાવતી હોય તેવુ દર્શન કરાવતી સસ્થાઓ કુદી પડે છે - આ સસ્થાઓને રાજકીય પીઠબળ હોય છે અને તેમાથી જે ઝંઝાવાતો સર્જાય છે તે ગુજરાતે બહુ સારીરીતે જોયા છે કેટલાક આકડાઓ તો એવા રસપ્રદ લાગે કે છક્કડ ખાઇ જવાય - આવા ગુનેગારોને જેલમા રાખવાનો જે ખર્ચ થાય છે તે ખર્ચ તેમણે કરેલા નુકશાન કરતા ય અધિક હોય છે -તેમને છોડાવવા માટે પણ એક લોબી સક્રિય હોય છે -બંધારણના ઘડવૈયાઓને જો આવી ખબર હોત તો તેઓએ જરુર દેશદ્રોહીઓ , આતનવાદીઓ અને તેમના જેવા રાષ્ટ્રવિરોધી તત્વો માટે એક પ્રકરણ રાખુ હોત - ભાગેડુ ગુનેગારોને ઠાર કરવાનો પ્રસગ આવે તો શુ કરવુ તેની પણ જોગવાઇ રાખી હોત – અને જો આવુ બન્યુ હોત તો તેમણે પણ માનવીય અભીગમ તો ભલે રખ્યો હોત પણ પ્રજાનુ હિત કરનાર કે ઇચ્છનારને મુશ્કેલીમાથી બચાવવાનો પણ રસ્તો રાખ્યો હોત -એનકાઉંટર –જેવો પ્રયોગ કેટલા પ્રમાણમા વાજબી છે તે માત્ર માનવીય અભીગમથી જ નક્કી ના થયી શકે - કે તે પ્રયોગની તુલના માત્ર માનવ અધીકાર પંચ જેવા તંત્રો જ કરી શકે નહીં પણ તેના માટે વિશેષ કોઇ જોગવાઇ રાખવામા આવી હોત - પરતુ 1947 સુધી – બંધારણ સભા રચાઇ ત્યા સુધી જેલમા જનાર વીઆઇપી વર્ગ તે માત્ર રાજદ્વારી કેદીઓ હતા જ્યારે આજે વિ આઇ પી કેદીઓ તરીકે રિઢા ગુનેગારો અને આતંકવાદીઓ છે જે માત્ર વી આઇ પી જ વી. વી. વી. આઇ પી કક્ષાના સ્થાને જેલમા મહેલ કરતા પણ વધારે સગવડો અને તે પણ સરકારી ખર્ચે અને જોખમે ભોગવેછે ..એનકાઉંટર પ્રકરણે ગુજરતમા તો એક મોટો ઇતિહાસ રચી દિધો છે - તેની પાછળ શુ શૂ બની ગયુ , તે શાની પાછળ આ અને આવુ બધુ બની ગયુ - ધરપકડો અને પોલીસ કેસોની જે હારમાળાઅઓ સર્જાઇ – પોલીસ અફસરૂની ધરપકડોની પણ જે હારમાળાઓ સર્જાઇ - તેમાથી જે સર્જન થયુ તે એક નવો ઇતિહાસ રચી દેશે- પોલીસેતેનુ મોરલ ગુમાવીદિધુ - નૈતિકતાની ધજા ઉડી ગયી - રેપ કેસની બાબતમા પણ આવુ જ થાય છે - અદાલતમા તો જાણે વકીલો તેના રેપના આરોપી ને છોડાવવા માટે ગમેતેવા મનઘડત પ્રશ્નો પુછે જછે અને મને કમને ચલાવી લેવુપડે છે પણ રેપની તપાસ કરનાર અધિકારીઓ પણ તેનુ જોઇને આવો જ અભિગમ અપનાવે તો રેપની કોઇ ફરીયાદ કરવાની હિમ્મત દાખવેનહી - અને રેપના ગુનેગારો જેમને સજા થાય છે તેમના ઇનટર્વ્યુ લેવાય અને આખી ડોક્યુમેંટરી ઉતરે અને સરકાર લાચારબનીની જોઇ રહે -તેનુ પ્રસારણ પણ વિદેશમા થાય અને તે પણ પાછુ “ ડૉટર ઓફ ઇંડીઆ “ ના નામે - વિદેશમા તેના શો થાય જાણે કે નિર્ભયા માત્ર એક ભારતીય સ્ત્રી છે ? વિદેશની સ્ત્રીઓ માટે કોઇ જુદો માપદડ છે ?
આચાર સૈહિતા ના નામની ધજ્જિઓ ઉડે છે અને આપણે દેખતા રહીયે છિયે
ગુણવંત પરીખ
14-3-15 ( આચાર સંહિતા - 22 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા : 23 ---- -
બંધારણે જે જોગવાઇઓ કરી છે તે સર્વાગ સુંદર જોગવાઇઓ છે તેમા બે મત નથી – અનેક ધારાઓ ઘડાયા - ઘડાતા પણ જાય છે - વહીવટી પ્રક્રિયા માટે જરુરી જોગવાઇઓ પણ બનતી જાય છે –આજસુધી જરુર જણાઇ તે મુજબ બ&ધારણમા સુધારા વધારા પણ થયેલ છે - સામાજિક જનજીવન માટે જરુરી જણાય તેવા સુધારા પણ થયા છે – જેમા કે બેંકોના રાષ્ટ્રિય કરણ , સાલિયાણા નાબૂદી , વિ.વિ. સુધારા ઉડીને આખે વળગે તેવા છે . પણ તેનાથી ઇચ્છિત ફળ મળવુ જોઇયે તે મળ્યુ છ્હે કે કેમ તે આજે પણ એક સંશોધનનો વિષય છે વહીવટી પ્રક્રિયામા જે પાયાની જરુરિઆત છે તે કદાચ આજે પણ નથી સંતોષાઇ - પ્રજા પારદર્શક વહીવટ માગે છે - શુધ્ધ - અણીશુધ્ધ વહીવટ - માગે છે - નીતિ નિયમ અને જોગવાઇઓ મુજબ વ્યવસ્થિત કામ થાય તે જ માત્ર પ્રજાની અપેક્ષા છે અને હતી પણ તે અપેક્ષા આજે પણ પરીપુર્ણ નથી થયી શકી. – કોઇ પણ કામ હોય - વ્યવહાર અને વહીવટમા તેના નિર્ધારીત “ વ્યવહાર “ થયા વગર થતુ જ નથી - તે સૌ જાણે છે છતા કોઇ કશુ કરી શકતુ નથી - આચાર , વિચાર , વ્યવહાર - ક્યોય કોઇ મર્યાદા કે બંધનકર્તા સઈહીતા જેવુ નથી - “ જે લખાણુ તે વંચાણુ “ તદનુસાર એક સાદુ ઉદાહરણ ; આજનો ફોજદારી ધારો : લોર્ડ મેકોલે એ જ્યારે આધારાની રચના કરી ત્યારે તેના મનમા પણ ઉત્કૃષ્ટ વિચાર ધારા હતી - પ્રજાને ચોર અને ચોરીના બનાવો થેઐ રક્ષણ આપવાની તેની મહેચ્છા હતી – ચોરને સજા થાય તે જોવાની તેની નેમ હતી - અને તે બધુ નજરમા રાખીને તેણે “ ચોરી “ની વ્યાખ્યા ઘડી હતી -- આઇ.પી.સી. ની કલમ 379 -380 ચોરી ઉપર જે નિર્દેશ આપે છે અને તેના જે આવશ્યક અંગો જણાવ્યા છે તે મુદ્દાસર જ છે : કોઇ એક ચીજ કે વસ્તુ : એક વ્યક્તિની માલીકીની હોય ‘: તેના કબજામા હોય : તેની જાણ વગર : તેની સુચના વગર :બીજી કોઇ વ્યક્તિ :તે વસ્તુ કે ચીજ : માલિકી ધરાવનાર વ્યક્તિના કબજામાથી ઉઠાવી લે : : અને તે તેના કબજામા આવી જાય : બસ આટલુ પુરતુ છે : તે ચોરીની વ્યાખ્યાની પરિપુર્ણતા કરે છે -અને જો આટલુ થાય તો તે ચોર છે તેમ સાબીત થયી શકે છે . ચોરીની વ્યાખ્યામા કોઇ કસર ખાસ જણાતી નથી -પણ તેના વિવેચન અને આલોચનામા જણાવાયુ છે કે એક ગરીબ માણસ: બે પાચ દિવસથી ભુખ્યો છે - અનાજની દુકાને જયી ચઢે છે - અને દુકાનદારની કબજાની ચોખાની ગુણમાથી માત્ર એક મુઠ્ઠી ચોખા દુકાનદારની જાણ બહાર ઉપાડી લે છે - -ચોરીની વ્યાખ્યા મુજબ તેના તમામ આવશ્યક અંગો પરીપુર્ણ થયા છે અને તે ગરીબ માણસ ચોર સાબીત થાય છે જ –કોઇ શંકા નથી - અને તે મુજબ તેને ચોરીની અને તે ગુનાની જે સજા નક્કી કરવામા આવેલ છે તે સજા પણ થાય જ - બિન વિવાદાસ્પદ બાબત છે – ભલે એક મુઠ્ઠી ચોખા છે - દુકાનદાર ની માલીકીના છે અને ગરીબા માણસે તે પોતાના કબજામા લિધા અને પકડાઇ ગયો - આ બનાવ ની સામે - એક બીજો બનાવ ધ્યાનથી તપાસો -- એ જ દુકાનદાર- તેની પાસેની 100 બોરી ચોખાની -છાણે ખુણે સંતાડી દે છે - અને તે સો બોરી તે છાણે ખુણે કાલાબજારમા ફટકારી મારે છે - આ વ્યવહારની કોઇને ખબર જલદી પડતી નથી અને પડે છે તો તેની સાબીતી નથી હોતી - આ સંજઓગોમા આ વેપારી ને માટે ચોરીની વ્યખ્યામા આવે તેવા આવશ્યકોઅંગો છે ખરા પણ નથી કારણા કે તે સાબીત થતા નથી અને તે જોતા લાખ્ખો અને કરોડોનો મુનાફો મેળવી લેનઆર તે દુકાનદાર વેપારી વટથી ઉચ્ચા મો એ ફરે છે –ઇમાનદારી અને સદગૃહસ્થ –મોટા વેપારી તરીકે જીવે છે સજા તો બાજુ પર રહી ઇમાનદારી અને મોભોસમેળવે છે અને પેલોબિચારો ગરિબ જે પેટની ભુખ માટે એક મુઠ્ઠી ચોખા ઉપાડનાર ચોર સાબિત થાય અને સજા પણ ભોગવે - આ વિસંગતતા કેવી રીતે દૂર કરવી ? આવા બનાવની કલ્પના અને હયાતીને નજરમા રાખી ને કાળાબજાર અને સંગ્રહાખોરી- હોર્ડરિગ ના કાયદા પણ થયા - તેમાથી છટકવા માટે વાયદા બજાર આવ્યુ કે જેમા વસ્તુ હોય જ નહીં - માત્ર વહેવાર જ હોય - લિધા દિધા ની વાતો અને વ્યવહારો હોય અને ઉપલક નફો ખિસ્સામા - ઉટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાઠા ----- કાયદા બનતા જાય અને તેમા છટકબારીઓ શોધાતી જ જાય -
સૌથી મોટી કમનસીબી તો એ છે કે સામાન્ય રીતે ન્યાયતંત્ર મોટેભાગે તો પુરાવા ઉપર જ આધાર રાખે છે - સાક્ષી,પુરાવા અને સાબીતીઓ - તે આધાર સ્તમ્ભો છે - આ ખ્ટુ છે તેમ માનવાની જરુર નથી - તે જરુરી છે જ- પણ દરેક કિસ્સાઓ મા તે શક્ય નથી અને આવા અસાધારણ કિસ્સાઓમા જ ન્યાયતંત્રની કસોટી છે .પુરતા પુરવા વગર કેસ હારીજવાના ઘણા બનાવો બને છે અને માત્ર પુરાવાઓ ઉભા કરીને કેસ જીતી જવાના પણ બનાવો બને છે – ન્યાય આપનાર તંત્ર પણ લાચાર છે - નિર્ધારીત સિમાઓનુ તે ઉલ્લઘન કરી શકે નહીં - તે જાણેજ છે કે કઠેડામા ઉભો રહેલો સાક્ષી ઇશ્વરના નામે જે સોગદ સાથે બોલે છે તે સાચુ નથી છતા સાચુ માનવુજપડેછે -લેવડ દેવડ ના કેટલાક કિસ્સાઓમા તો આપ્યા લિધાના સાક્ષીઓ ઉભા કરી દેવામા આવે છે અને અદાલતે તેમને માન્ય રખવા જ પડે છે -ફિલ્મિ ડાયલોગો ની માફક જ કદાચ વાસ્તવિકતામા પણ એવુ જ બને છે કે અદાલતના પરીસરમા જ આવા ભાડાના ભાડુતી સાક્ષીઓ અને વકીલો મળી રહે છે જે જરુર પડે જરુર મુજબ સાક્ષી પુરાવા અને જુબાની આપે છે અને ન્યાયતંત્ર્ની એક વિધિ પરિપુર્ણ થાય છે .- આ “ વ્યવહારીકતા “ નો કોઇ ઉપાય જ નથી - આચાર - વિચાર અને નીતિ મતાનુ ધોરણ જ્યા સુધી નાગરિક પોતે ના સમજે અને જ્યા સુધી ન્યાયધીશ પોતે પોતાના અધિકારો અને સ્વવિવેકના અધીકારો ના ઓળખે અને તેનો યોગ્ય ઉપયોગ ના કરે ત્યા સુધી ઇચ્છિત પરીણમની આશા રાખવી વ્યર્થ છે .
લોકશાહી વિચારસરણી , તેનુ વહીવટીતંત્ર , તેનીમર્યાદાઓ , અને અધીકારો ભોગવનારની સ્વવિવેકની સત્તાઓ : આ દરેક બાબતનો સુભગ સહયોગ થાય તે જરુરી છે :લોકશાહી લેખીત બંધારણને વફાદાર છે , બંધારણની જોગવાઇઓની ઉપરવટ તે જાય નહીં - પણ દરેક તબક્કે તે શક્ય ના હોય તેવા સમય અને સંજોગોમા શુ કરવુ તેનિ સ્પસ્ટ જ્પ્ગવાઇ ના જ હોય - તેવા સમય અને સંજોગ માટે જસ્વવિવેક ઉપયોગી છે – અને ભુતપુર્વ રાજાશાહીમા તે સતા રાજા પાસે હતી અને રાજાને કોઇ મોટેભાગે પુછનાર નહોતુ- ધણીનો કોઇ ધણી નહીં - અને આને જ અનુરુપ બ્રિટિશ સત્તા માટે પણ કહેવાતુ હતુ કે
King can do no wrong
રાજા પોતે પોતાને મનફાવે તેરીતે તેની સતા ભોગવી શકતો હતો અને અધિકારના વધુ પડતા બેફામ ઉપયોગોથી જ રાજા વગોવાતો ગયો અને ધીમે ધીમે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થયી અને આવી લોકશાહી - જે નિર્ધારિત આચાર સંહીતાથી બંધાયેલ છે - અને મોટે ભાગે તો સ્પષ્ટ લેખિત જોગવાઇઓનો જ અમલ કરવાનો રહે છે .
.મુળભુત પ્રશ્ન આચાર – સંહીતાના અમલીકરણ અને તેના પાલનનો છે
ગુણવંત પરીખ
19-3-15 ( આચાર સંહીતા - 23 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment