From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા :- 24 ------
પોથીના રીગણા પોથીમા તો સારા જ લાગે , વાડીમા પણ તેનો દેખાવ આકર્ષક હોય છે પણ ઘેર લાવીને તેનુ શાક બનાવિયે ત્યારે ખબર પડે છે કે રીગણ કેવુ નિકળ્યુ – સારુ શાક બનાવવા માટે માત્ર સરુ રિગણ જ નહીં - સાથે સાથે તેનો યોગ્ય ઉપયોગ કરવાનિ કળા પણ જાણવી જરુરી છે - રાધણ કળા જો સારી હોય તો કદાચ ખરાબ રીગણ પણ ઢંકાઇ જાય અને જો બનાવટમા ખામી હોય - રાધણકળામા કોઇ ખામી હોય - તો સારામા સારા રીગણ પણ વેડફાઇ જાય – કોઇ પણ જોગવાઇ અને કાયદા કાનુન માટે તેનુ યોગ્ય અમલીકરણ અને યોગ્ય અર્થઘટન જ અગત્યનો ભાગ ભજવે છે .
આચાર સંહીતાના પાયામા છે - વિચાર : તેમાથી ઉભા થતા વાદ : સંવાદ ;: વિવાદ વિરોધ ;પ્રતિરોધ : પ્રતિશોધ ; સંઘર્ષ –મહત્વાકાક્ષા : આ બધા વાદ સંવાદો આચાર સંહીતાના ઘાતક પરિબળો છે જે આચાર સઈહીતાને સફળ બનવા દેતા નથી.
એક સાદુ ઉદાહરણ : મહેમાનની આગતા –સ્વાગતા ,આદર સન્માન ,,મહેમાનગતી - એ સાદો શિષ્ટાચાર છે – તેમા કોઇ વ્યય નથી કે તે વ્યર્થ પણ નથી - પણ શિષ્ટાચાર પામવાની અપેક્ષા ના સંતોષાય અથવા કોઇ ઉણપ રહી જાય તો તેમાથી ઉભરાતી વરાળ અપેક્ષા પૂર્ણ કરવા માટે એક અધીકાર બનીને ઉભરે છે અને એક નાના સરખા સ્વાગત ની કમી અને અપેક્ષાનો અતિરેક જે અધીકારની લાગણીને જન્મ આપે છે ત્યારે આ સાદો શિષ્ટાચાર અને તેનીઅપેક્ષા ક્યારે અને કેવીરીતે ભ્રષ્ટાચારમા પરીવર્તીત થયી જાય છે તેની ખબર જ પડતી નથી - શિષ્ટાચાર અને ભ્રષ્ટાચાર વચ્ચેની ભેદરેખા અતિ સૂક્ષ્મ છે :
એક નવો નવો કર્મચારી :::: તેની નોકરીનો પહેલો દિવસ : સવારે વહેલો ઘેરથી નિકળીને બસમા બેસીને નોકરીના સ્થળે જાય છે - બાર સાડાબારના અરસામા તે કચેરીમા પહોચે છે -એક રીઢો કર્મચારી તેનુ સ્વાગત કરે છે – ઓળખાણની આપ - લે થાય છે - નવૂ કર્મચારી કચેરીના કોઇ નિયમ કાયદા કાનુન કે શિષ્ટાચારથી વાકેફ નથી - પણ પેલા રીઢા કર્મચારીએ તેને જણાવ્યુ તમે બાર વાગ્યા પછી આવ્યા છો - સાચી વાત હતી - કચેરીમા બીજુ કોઇ નહોતુ – મોટા સહેબ આવ્યા નહોતા - પેલા રીઢા કર્મચારીએ ધીમે રહીને પુછ્યુ કે તમારે આજનો પગાર પણ લેવો છે ? આમ તો તમે બાર વાગ્યા પછી આવ્યા છો એટલે આજનો પગાર ના મળે પણ જો હુ કહુ તેમ કરો તો આજનો પગાર પણ તમને મળશે – નવો કર્મચારી કશુ સમજી શકતો નથી - કહે તમે જેમ કહેશો તે મને માન્ય છે - રિઢો કર્માચારી કહે કે તમારા હાજર રીપોર્ટમા “ બી.એન. ‘ એટલે બીફોર નુન એમ લખવાનુ - પણ તે માટે તમારે આજના દિવસના પગારના અડધા પૈસા મને આપવા પડશે – તેમાથી આપણે આજે બપોરની ચા પીશુ - બોલો મંજુર? પેલો નવો નિશાળીયો કહે મંજુર - ચા પીવી કે પીવડાવવી તે તો માત્ર એક શિષ્ટાચાર જ કહેવાય -એમા શુ ખોટુ છે ? તેને ખબર નથી કે શિષ્ટાચાર ને નામે આ તેનુ પહેલુ પગલુ ભ્રષ્ટાચારની દિશાનુ પગલુ હતુ .સાવ નાની વાત છે - આગળ જતા આ “ બી.એન “ અને “ “ એ.એન “ - “ બીફોર નુન “ અને “આફ્ટર નુન “ – કચેર્રીના સમય પહેલા અને કચેરીના સમય પછી - આ બે શબ્દો વચ્ચેનો તફાવત એક દિવસનો પગાર અને ભથ્થુ થાય છે તેની સમજ નવા નિશાળીયાને મોડી પડી -બહુ નાની બાબત છે –ગંભીર બાબતપણ નથી - પણ પાતળી ભેદ રેખા ક્યા અને ક્યારે ઓળગાઇ ગયી તેનુભાન તેને ના રહ્યુ-
અડધા દિવસના પગારમાથી આગળ વધીને આ નાની બાબત ભાડાભથ્થા ઉપર ગયી .સરકારના નિયમોમુજબ સરકારી નોકર પ્રવાસે જાય ત્યારે તેને ભાડુ ભથ્થુ મળે છે – કર્મચારીની કક્ષામુજબ તેને પ્રવાસનુ ભાડુમળે છે –કક્ષા ઉચી હોય તો તે રેલ્વેમા પ્રથમ વર્ગની ટિકિટ મેળવી શકે છે –અને રોકાણ ઉપર રાત્રીભથ્થુ અને દિવસના રોકાણ ઉપર દિવસનુ ભથ્થુ પણ મળે છે અને તેમા પણ પ્રવાસ માટે બહાર નિકળ્યાનો સ,મય નોધવામા આવે છે – તે સમય પણ સામાન્ય રીતે કોઇ પડકારતુ નથી -અને બપોર પછી અને બપોર પહેલા બી.એન. અને એ.એન વાળી થિયરી અહી પણ લાગુપડે છે . પ્રવાસ કરેલ હોય તેના કરતા જુદા વર્ગની ટિકિટ્નો પ્રશ્ન તો કિરણ બેદીને પણ નડ્યો હતો –જો કે તે સમયે તે સરકારી અધીકારી નહોતા પણ એક આચાર સંહીતાના નામે તેમના માથે પણ માછલા ધોવાયા હતા .મને યાદ છે ત્યા સુધી કિરણબ્ર્ને તફાવતના નાણા પરત કરી દિધેલા- પણ એક ધ્યાનાકર્ષક બાબત જાણવા જેવી છે –સામાન્ય રીતે કોઇ સરકારી અધીકારી જ્યારે પ્રવાસે જાયછે ત્યારે જે સ્થળની મુલાકાત લેતા હોય છે તે સ્થળના સ્થાનીક કર્મચારીઓ અને અધીકારીઓ ખડે પગે તેમની તહેનાતમા રહેતા હોય છે –તેમના ઉતારા ઉપર તેમની તમામ જરુરીયાતો સ્થાનિક અધીકારીઓ પુરી કરતા હોય છે -તેમને માટે ભોજનની પણ વ્યવસ્થા આ સ્થાનીક અધીકારીઓ કરતા હોય છે -મહેમાન છે અને મહેમાનની મહેમાનગીતી કરવી તે એક સાદો સિધો શિષ્ટાચાર છે તેમા કશુ ખોટુ નથી - માત્ર મોટા સાહેબ જ નહીં - તેમની સાથે તેમના પત્ની – બહેનજી – મેડમ -કે બાળકો હોય તો તે,મની પણ સરભરા કાળજી પુર્વક કરવામા આવે છે - વ્યવહારિક બાબત ગણાય – પણ આ પ્રકારે વિશેષ અતિથીના દરજ્જામા આદર સત્કાર પામનાર તે મહેમાન – વિશેષ મહાનુભાવી સરકારીઅધીકારી - કિરણબેન હોય - એક ઉચ્ચ પોલિસ અધીકારી તરીકે હોય - અથવા કોઇ પણ જિલ્લાના પોલિસ વડા હોય - રાજ્યના પોલિસ વડા હોય – રાજ્યના અન્ય વિભાગના વડા હોય – ઓડિટ માટે આવેલા અધીકારીઓ હોય – અન્ય ચકાસણી માટે આવેલા અધીકારીઓ હોય --પ્રવાસના સ્થળના સ્થાનીક અધીકારીઓ જ દરેક પ્રકારનો પ્રબંધ કરે છે - રહેવાનો જમવાનો અને તમામ આનુશંગીક ખર્ચ પણ તે ઉઠાવે છે - મહેમાન છે – પણ મુલાકાતે આવતા અધીકારી સરકારી નોકરની કક્ષામા આવતા હોય તો તે તેમની કક્ષા મુજબ ભાડા ભથ્થા પણ મેળવતા જ હોય છે – કેટલા અધીકારીઓએ તેમના સ્થાનિક અધીકારીને તેમની પાછળ કરાયેલ ખર્ચ આપ્યો હશે ? સામાન્ય રીતે તો કોઇ આવો ખર્ચ આપતુ નથી અને કોઇ ખર્ચ માગતુ પણ નથી - તે સાદો શિષ્ટાચાર છે – તેને ભ્રષ્ટાચાર કહેવો કે નહીં તે બાબત વાચક પોતે નક્કીકરે- -ભેદ રેખા આપી છે - તેને લક્ષ્મણ રેખા ગણવી કે માત્ર ભેદ રેખા ગણવી તે પણ વાચક જ નક્કિ કરે –
એક એવા પણ અધીકારી છે - આજે પણ તે હયાત છે – તેમની એક મુલાકાત પ્રસંગે તેઓ સ્થાનીક તાલુકા કક્ષાએ તપાસણી માટે ગયેલા –તેમની નિષ્ઠા પ્રમાણીકતા અને કડક સ્વભાવથી વાકેફ એવા જીલ્લા અધીકારીએ તો હાજર રહેવાનુ જ ટાળ્યુ અને સ્થાનિક અધીકારીને સંભાળી લેવાનો આદેશ આપ્યો - સમગ્ર પ્રશ્નની ચર્ચા નથી કરતા – માત્ર ભોજન વ્ય્વસ્થાનો જ ઉલ્લેખ કરીશુ - સરકીટ હાઉસમા તેમના અને તેમના ડ્રાઇવર માટે જમવાની વ્યવસ્થા કરવામા આવેલી - પણ જમવાના સમયે જ સાહેબે કહ્યુ કે તેમને તો આજે એકાદશીનો ઉપવાશ છે છેલ્લિ ક્ષણે સૌ મુઝાઇ ગયા - પણ અધીકારીશ્રી સૌજન્યશીલહતા -બીજી બાજુ સ્થાનીક અધીકારી પણ એટલાજ સૌજન્યશીલ હતા - તેમના પત્ની એકાદશીનો ઉપવાસ કરતા હતા અને તેમના ઘેર તે દિવસે ફરાળ બનાવેલુ - તેમણે તાબડતોડ પોતાના ઘેર જયીને જે ફરાળ બનાવેલ તેમા થોડાક સુધારા વધારા સાથે ડિશ તૈયાર કરાવી દિધી અને સરકીટહાઉસમા મંગાવી લિધી - થોડીક રકઝક બાબત સાહેબ ફરાળ લેવા રાજી થયા -
સૌને થોડી રાહત થયી . સાહેબે ફરાળ લીધા પછી પોતાની ફરાળની ડીશ પેટે 50 રુપિયા અને પોતાના વાહન ચાલક માટેની વ્ય્વસ્થા માટે બીજા 10 રુપીય આપ્યા-તે સમયે ભોજનની એક ડિશનો ભાવ માત્ર 4 રુપીયા હતો - બે ડિશના 8 રુપીયાની સામે તેમણે 60 રુપીયા આપ્યા અને ફરાળી ડીશ લાવનાર સ્થાનીક અધીકારીની પુત્રીને પણ 11 રુપીયા આપ્યા - અને બિલ પેટે બિલ લિધુ માત્ર 8 રુપિયાનુ - ગુજરાત મા પણ આવા ચાણક્ય ચાણક્ય જેવા નિષ્ઠાવાન અધીકારી હતા- જે આજે પણ હયાત છે અને નિવ્રુત્તિ ભોગવે છે -ખારોડસાહેબ પ્રમાણીક હતા અને નિષ્ઠાવાન હતા તેનો અર્થ તે પણ નથી કે તે ચુસ્ત રીતે કડક જ મિજાજ ધરાવતા હતા – એટલાજ પ્રમાણમા તે એવા વ્યવહારિક પણ હતા કે તે જ મુલાકત સમયે તેમણે જે નિર્ણય આપેલો તે તેમના સ્વવિવેકનોશ્રેષ્ઠ નિર્ણય હતો જે સ્થાનિક વિદ્યાર્થીઓના હિતમા લેવાયેલ નિર્ણય હતો જે અનપેક્ષીત નિર્ણય હતો - વંદના અને વેદના જેવા પ્રસંગો પણ છે -વંદના જોઇ - વેદના જોઇયે –
-ગુણવંત પરીખ
22-3-15 ( આચર સંહીતા ----24 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
: આચાર - સંહીતા : - 25 ----
ચીની પ્રતીનીધી ચાણક્યને મળવા ગયો ત્યારે ચાણક્ય સરકારી કામમા વ્યસ્ત હતા – દિવાના અજવાળે તે કામ કરતા હતા - કામ પૂર્ણ થયા પછી ચાણક્યએ દિવો ઓલવી નાખ્યો અને બીજો દિવો પ્રગટાવ્યો –ચીની પ્રતીનીધી આ ફેરફાર ના સમજી શક્યો અને તેણે આચર્યને પ્રશ્ન પુછ્યો - દીવો કેમ બદલ્યો ? ચાણક્યએ જવાબ આપ્યોકે આપ આવ્યા ત્યારે હુ રાજ્યનુ કામકાજ કરતો હતો અને તે દિવો રાજ્યનો હતો - હવે આપ મારા અંગત મહેમાન છો - આ મારુ નિવાસસ્થાનછે આ દિવો તે મારો અંગત દિવો છે - હુ રાજ્યના દિવાનુ બળતણ મારા અંગત કામ માટેના વાપરી શકુ - ચીની પ્રતીનીધી દંગ રહી ગયો – આટલી નાની બાબત્મા પણ આચાર્ય આટલા બધા કાળજીવાળા છે ? દિવાનુ બળતણ તો રાજ્યની તિજોરીના વપરાશનુ એક માત્ર બુદ છે - ચીની પ્રતિનિધીએ મનોમન ચાણક્યને પ્રણામ કર્યા અને અનેપોતાની રોજનીશીમા નોધ લખી કે શામાટે ભારત મહાન છે તે મને સમજાઇ ગયુ . વંદન કરવાનુ મન થાય તેવોપ્રસગ હતો - આજે પણ તેવો પ્રસંગ જોવા કે જાણવા મળે તો તે વંદનાને પાત્ર છે જ પણ વંદન કરવાઅ યોગ્ય પ્રસંગની સામે વેદના કરાવે તેવા પ્રસંગો ઓછા નહીં હોય -
રાજ્ય ઉપર દુકાળનો ડોળો હતો -તેનો સામનો કેવીરીતે કરીશુ તેની ચર્ચા અને વિચારણા માટે અને આગોતરી વ્યવસ્થા કરવા માટે રાજ્યના બે ઉચ્ચ અધીકારિઓ અને તેમનુ પપ્રતિનિધી મંડળ સ્થાનિક કક્ષાએ આવવાના હતા અને દુકળગ્રસ્ત એવા એક છેવાડાના સ્થળે મીટીગનૂ આયોજન કરવામા આવેલુ. .મીટીગ પત્યા બાદ સૌનીરજમવાની વ્યવસ્થા પણ તે અંતરીયાલ સ્થળે જ કરવાની હતી અને સ્થાનિક અધીકારીને તે મુજબ સુચના પણ પહોચાડી દેવામા આવી હતી -રાજ્યના ઉચ્ચ અધીકારિઓની મીટીગ હતી અને તેમા જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ અને તેમનો કાફલો પણ સામેલ હોય જ - તે દરેક માટે જમવાની વ્યવસ્થા આ અંતરિયાળ સ્થળે કરવાની હતી અને એક વર્ગ તે વ્યવસ્થાપન માટે તહેનાત પણ હતો - તડામાર તૈયારીઓ ચાલતી હતી - જમવા માટે આશરે 30-40 વ્યક્તિઓની રસોઇની વ્યવસ્થા કરવાની હશે -અને તે મુજબ ધમધોકાર કામગીરી ચાલતી હતી - તે સમયેઆશરે 10—11 વાગે સમાચાર આવ્યા કે સાહેબને તો એકાદશીનો ઉપવાશ છે અને તેમને માટે એકાદશીના ફરાળનુ એક લાબુ લચ મેનુ આવ્યુ -જે જોઇને સ્થાનીકઅધીકારી થોડાક ગભરાઇગયા- પણ એમનો વિભાગ જએવો હતો કે આવી કઠીનાઇઓ તો આવે - અને દોડાદોડ કરીને પણ નવા મેનુ મુજબની રસોઇ પણ તૈયાર કરાવી લેવામા આવી- એકાદશીનુ બાદશાહી મેનુ તો જે એકાદશીનુ વ્રત કરતા હોય તે જ સમજે- આ વ્રત નહોતુ - એકાદશીનુ જમણ હતુ - ભવ્ય જમણ - અને તે રીતેવ્યવસ્થા પણ થયી ગયી - પણ આસરે 12 વાગે બીજૂ મેસેજ આવ્યો - બરફના પાણીની વ્યવસ્થા કરવાની - અંતરિયાળ પ્રદેશમા ફ્રીઝ નુ પાણી કે બરફ લાવવાનુકામ સહેલુ નહોતુ - પણ વ્યવસ્થાપન માટે માહેર વિભાગના અધીકારીઓ અને કર્મચારીઓએ તે પડકાર પણ ઉપાડી લીધો અને ભવ્ય પ્રસગ ભવ્ય રીતે ઉજવાયો પણ ખરો અને સૌ સારીરીતે સંતુષ્ઠ પણ થયા – સ્થાનીક અધીકારીઓને પણ થોડીક હાશ થયી - 40-50 માણસો જમ્યા - કોઇની કોઇ બુમ કે અસંતોષ નજરે ના પડ્યો – સાહેબો પણ ખુશ લાગ્યા - કોઇ ફરીયાદ આવી નહીં – અને વિદાય વેળા આવી -સાહેબે રેસ્ટ હાઉસના દરવાજે ગાડીઓ મંગાવી – ગાડીઓ આવી ગયી - પછી સાહેબે બીલ માગ્યુ - રેસ્ટ હાઉસના કારકુને ચોપડો આપ્યો - સ્થાનિક અધીકારીએ ચોપડામા એંટ્રી કરી - બે વ્યક્તિ – બે ડીશ - તે સમયે તો જમવાનો ચાર્જ એક ડિશના માત્ર 2 રુપિયા જ હતો કદાચ - બે વ્યક્તિના જમવાના ચાર્જ તરીકેનુ બિલ 4રુપીયા - બીલ તૈયાર થયુ - સાહેબને બિલ અપાઇગયુ - સહેબો રવાના થયા સૌએ હાશકારો લીધો – જમણવારના ખર્ચ પેટે 400—500 ખર્ચનાર સ્થાનિક અધીકારી એ 4 રુપીયા પણ સરકારી તિજોરીમા જમા કરાવ્યા – પેલા 400-500 તો બિનહિસાબી - પણ જ્યારે આજે કરોડોના બિનહિસાબી નાણા અને અનેક ગણા નાણા જેનો હિસાબ નથી મળતો તેવા સ્વીસ બેંક્ના નાણા ની સરખામણીમા આ રકમ બુદ જ ગણાય તેનીોઆલોચના કરાય ખરી ?આજે ક્યા છે કોઇ ચાણક્ય જે દિવાના બળતણનો પણ હિસાબગણે ? હીરાબા વારંવાર એક કહેવત કહે
વા એ ઉડ્યા હાથી ગયા ત્યારે ડોશી રડે મારી પુણીઓ ઉડી ગયી ---
આ પણ વ્યવહાર છે - આચાર છે – શિષ્ટાચાર છે - એક સાચા બોલા શાતીલાલ હતા - તેમંને આવો સાદો વ્ય્વહાર અને શિષ્ટાચાર આવડ્યો નહીં - આગળે દિવસે તેમના ઉપર મેસેજ આવ્યો કે સાહેબ આવતીકાલે આવશે - સરકીટ હાઉસમા મળો - અને સાહેબ લંચ સરકીટ હાઉસમા લેશે – લંચ નુ મેનુ પણ આપેલુ - જેમા મુખ્ય બિનશાકાહારી વાનગીઓ નૂ સમાવેશ થતો હતો અને શાતીલાલ ચુસ્ત જૈન ધર્મના પાલક - તે બિનશાકાહારી ડિશ માટે રાજી ના થયા અને મેનુની બીનશાકાહારી વાનગીઓ નિકળી ગયી - પરીણામ એ આવ્યુ કે શાતીલાલ ને પણ એક જ અઠવાડીયમા જગા ખાલી કરી દેવી પડેલી અને એવી જગાએ મુકવામા આવ્યા કે જ્યા કોઇની અવર જવર જવલ્લે જ હોય - કોઇક ખુણો આપવામા આવ્યો - સરકારનો નિયમ છે કે બદલી કરવી - સરકારી હિત્મા બદલી કરવી તે સજા નથી - પણ સરકારી હિત ના નામે આવી કેટકેટલી બદલીઓ થતી હશે તે બદલી પામનાર જ વધારે જાણે - બીજા કોઇ તો બોલે જ નહીં અને જો બોલવા જાય તો તે પણ ફેકાઇ જાય - બિલાડીના ગળે કોણ ઘંટ બાધે ? જે કરે તે ભોગવે –બીજો શા માટે અળખો થાય ? છાને ખુણે આલોચના કરે પણ જાહેરમા કોઇ વિરોધ કરવાની હિમ્મત ના કરે નહીતર સાચાબોલા શાતીલાલ જેવી હાલત થાય જો કે ખારોડ સાહેબ શાતીલાલ ને સમજતા હતા અને તેમણે શાતીલાલને યોગ્ય ન્યાય આપેલો અને બિરદાવેલા જે સેવાના અંતિમ તબક્કે શાતીલાલને પુરસ્કાર સમાન હતો .
વ્યવહાર ને શિષ્ટાચાર સાથે ભેળવીને તેની માવજત કરો – ભ્રષ્ટાચાર થોડોક ગમ ખાઇ જશે - પણ આજકાલ તો વ્યવહાર અને શિષ્ટાચાર તો માત્ર ઢાલ બની રહ્યા છે તેના ઓથા નિચે જ તમોને ગમે તે આચરણ કરો - જો “ આવડત “ હશે તો સુખી થશો –પણ જાગતા રહેજો –આજે જમાનોપણ આગળ નિકળી ગયો છે - સ્ટિંગ ઓપરેશનનો જમાનો છે -પ્રિંટ મીડીયા પણ જોરમા છે - ઇલેક્ટ્રોનિક મીડીયા પણ જોરમા છે - સૌ છિડા શોધે છે – અને તે છિડા તરીકે નહીં - તેની જાણ પ્રજાને કરવા માટે નહીં પણ તેમાથી કેટલો લાભ તેમને મળે છે તેનોવિચાર પહેલો કરે છે - ઇલોક્ટ્રોનિક મીડીયા હશે તો એકના એક રશીસ વારંવાર બતાવીને એવી રીતે તમારુ બ્રેન વાશ કરશે કે તમોને બીજુ દેખાશે જ નહીં - તાજેતરમા સ્વાઇન ફ્લુ નો કહેર એવી રીતેચગાવાયો છે કે એકબાજુ તેનો ડર પ્રજામા પેસી ગયો છે તો બીજી બાજુ રાજકીય રોટલો પણ તેના નામે શેકાય છે .-ક્યાક ફીટ ના થયી જાવ - -મીડીયા વાળા આવી તકો શોધતા જ ફરતા હોય છે – જો તેમની નજરે આવી ગયા તો પણ ગયા જ સમજો – ભ્રષ્ટાચારના ભોરીગના શ્વાસ અને ઉછ્વાસમાથી નીકળતો લાડવો - મીઠૂ તો લાગે- જેને તે નથી મળ્યોતે તેના વિરુધ્ધ ઝેર આકે અને જે પામે તેને માટે તે મિષ્ટાન છે - પણ ઝેર કહેનાર ને જો આ લાડવો મળી જાય તો તે તેને ઝેર નહીં કહે - તે તેને શિષ્ટાચાર જ કહેશે - આ તો વ્યવહાર છે – આને ભ્રષ્ટાચાર ના કહેવાય- આ છે આચાર સંહીતાનુ વરવુ સ્વરુપ પ્રચાર અને પ્રસારણનુ સ્વરુપ -
ગુણવંત પરીખ
24-3-15 ( આચાર સંહીતા --- 25 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment