Aachaar sanhita 28

 From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


      -  :  આચાર -  સંહીતા ....     28   .....

      .....પાયાના    સંસ્કાર  તો   માત્ર   અને  માત્ર  માતા  જ   આપી શકે  -  ભાગ્યે  જ   કોઇ   પિતા   અથવા  ગુરુ   એવા  મલી  શકે જે  માતાની  ગરજ  સારે  -  એક  સ્ત્રી  જ  માતા  સ્વરુપે  જે   પ્રદાન  કરે  છે   તેવુ પ્રદાન દુનિયાની  કોઇ તાકાત  કરી શક્તિ નથી  પણ  જો  તે  સ્ત્રી   પાસે  નિષ્ઠા   હોય  - એક  જ   સ્ત્રીનો  અલગ  અલગ  સ્વરુપો    એક  જ  મોભામા  વર્ણવેલા  છે  :

કાર્યેષુ  મંત્રી   ,ચરણેષુ   દાસી  ,
ભોજ્યેષુ  માતા ,શયનેષુ   રંભા
મનોનુકુલેન   ક્ષમા ધરીત્રી ,
સદગુણયુક્તા , સા  ધર્મપત્ની 


અને   તેના  આ  બહુમુખી  દર્શન  અને  પ્રભાવ  આગળ   ઝુકીને   જ  આપણા  શાસ્ત્રોએ   પણ   જણાવેલ   છે  કે 
યત્ર   નાર્યસ્તુ પુજ્યંતે  , રમંન્તે  તત્ર  દેવતા  -----

    પરંતુ   આજના  વ્યવસાય  લક્ષી  સમાજની  ધરોહર  જુદી  છે  :  સ્ત્રી  સમાનતાના અધીકાર  ધરાવે છે  -  તે  પુરુષ   સમોવડી  બનવાના  સ્વપ્નો દેખે  છે -  તેની  મહત્વાકાક્ષા   પણ  આસમાન ને    આબે  તેવી   છે  -  શક્ય   છે  કે   તે લાયક પન  છે  - પણ  કુદરતે  જે  સર્જન   કર્યુ  છે  તેની ઉપરવત તો   કોણ  કેવુ પરીમાણ  પામી  શકે  ?  કેટલાક  વેવલા  પુરુષ   કે  પતિ  પણ   એમ  માને  છે  કે  જો  પત્ની  અમારુ  કામ  કરે   તો અમારે    તેના  વતી કામ  કરી  લેવુ જોઇયે  - કામની   વહેચણીના  મુદ્દની  એક કટાક્ષ  કથા    કહે  છે  કે  સરખા  ભાગ  પાડીને  કામા   કરવાની  પ્રબળ  ઇચ્છા  રાખનાર    એક  પતિની  વેવલાઇને  તેની પત્નીએ    કહ્યુ  - પહેલા  સંતાનનૂ  જન્મ મે   આપ્યો  હતો   હવે   બીજા  સંતાનનો જન્મ તમારે   આપવાનો 
ગૃહમંત્રીની સમગ્ર  વ્યાખ્યા જ બદલાઇ  ગયી   છે  -   ધર્મ પત્નીનુ  સ્થાન  ગૃહરાજ્ઞીએ  લીધુ છે  :
કળીયુગની  ધર્મપત્નીની  કટાક્ષ   કણીકાઓ   જુદી  છે  
કાર્યેષુ  વિઘ્નમ  ,ચરણેષુ  કંટક  ,
ભોજ્યેષુ અગ્નિ  , શયનેષુ  નાગીન
મનોવિપરીત  ,    ઇર્ષા ધરીત્રી
અસુયા સહિતેન   ,સા    ગૃહરાજ્ઞી   

     આ એક  નિર્વિવાદ   હકિકત   છે કે   બાળપણમા મળેલા  સંસ્કાર  મોટે ભાગે   જીવનભર  ટકી  રહે  છે  - જો  અમુક  અપરિપકવ ઉમ્મરે   જો  તેનામા   વિપરીત  વિષ  આરોપણ  કરવામા   ના  આવે   તો  આ સંસ્કારની અસર   સમગ્ર  જીવન પર્યંત   રહે  છે  અને  આ  પ્રકારના  વિપરિત  વિષ  આરોપણ  માત્ર   બે જ  જગાએથી   થયી  શકે  છે  : એક   તો   તેનાપોતાના  ઘેરથી   જ   -  તેના  માતા  પિતા   અને   કુટુમ્બ   તરફથી  -  અને  બીજી   જગા  છે-  સ્કુલ -     અને   સ્કુલના   તેના  મિત્રો  -  સહાધ્યાયીઓ- સાથીઓ   અને  કદાચ   શિક્ષક  બાળકની   પાસે   આ  બે  જ જગા  છે   બાળપન  વિતાવવાનિ -  અને સાધન  સંપન્ન  કુટુબો    માટે  એક   ત્રિજી   સંસ્કાર્પ્રદાન   કરતી   પેઢી   છે   :  અને  તે  છે  -   ટી વી  અને  કોમ્પ્યુટર  - સીરીયલો  અને  ગેમ્સ  - સંસ્કારના   અભાવ  માટે  ભલે   માતાની  જવબદારી   વધારે  છે  - પણ   તેની  સામે  માતાની   લાચારી  પણ   નજર અંદાજ   કરી  શકાય  નહીં  ..પેટનો ખાડો પુરવા  પણ  જે  માતાને  મજુરી કરવી  પડતી  હોય  , તેના  બાળકને  બે   બુંદ   દુધના  ટિપા માટે પણ જે  માતાને  તલાશ મા  રહેવુ   પડતુ હોય  તે  માતા   બાળકને   શુ   સંસ્કાર  આપી  શકે ?  આ બાબત  એક  ગરીબ લાચાર   ઓરતની  છે  -   બીજી   સ્ત્રી છે -  મધ્યમ વર્ગના પરીવારની - -આવક   જાવકના   છેડા મળતા  નથી  અને  લાચારીથી  નોકરીની તલાશમા   નિકળવુ પડે  છે  -નોકરીનો  શ્રમ  - થાક  - ઉપરી અને અધીકારીઓની ટક ટક  ,- ટીકા ટીપ્પણો- લોભામણી  નજરો -  દોડાદોડી  -ઘેર   આવે  ત્યારે  ઘરનુ  કામ  - પતિ  અને   ઘરનુ કામ  -  બાળક  માટે  તે  શુ   કરી   શકે  ? પ્રમાણમા    આ વર્ગ  મોટો છે  આજકાલ    મધ્યમવર્ગનીઅનેક મહીલાઓ  નોકરી કરે છે  - વ્ય્વસાય કરે  છે -  ધંધો   કરે  છે  - અને  ઘર  પણ  સંભાળે  છે પતિની પણ  સેવા કરે છે    અને  બાળકોની પણ   જવાબદારી  ઉપાડે  છે  - પણ   આટલી મોટીજવાબદારી સંભાળનાર  તે   સ્ત્રી બાળકને  યોગ્ય અને   પુરતા   સંસ્કાર  પ્રદાન  તો  નથી જ કરી શકતી- - મહીલાઓનો  ત્રીજો વર્ગ   છે   સુપરક્લાસ    મહીલાઓ  સુપર્ક્લાસ  મોમ  -અત્યંત  સુખી સાધન સંપન્ન  - કુટુબંનીમહીલાઓ  જેમને નોકરી કે  વ્યવસાયની ચિતા નથી  -આવકનીકકોઇ  ચિતા  નથી  પણ   સમય  પસાર કરવા માટે તે  મહીલાઓ   ફિગર  જાળવવા , ફોટો સેશનો  કરવામા  અને   કીટી  પાર્ટીઓમાથી જ  ઉચી   આવતી નથી  -  સોસાયટી અને   ફિગરનીલાયમા  ને   લાયમા  તે  ભુલી જાય  છે  કે  તેના ઘેર પણ  તેની    એક પુત્રી છે  - પુત્ર  છે  -  જે   તેની દરેક હીલચાલ  ઉપર  છુપી  નજર   રાખેછે- એ બાળકો-સંતાનોની  પણ  એક  લાચારી છે -  મર્યાદા  છે  -તે   મોમને   કશુ  કહી  તો  શકતા  નથી  -મને કમને  ચલાવી  લે  છે  -  માતા પાસેથી પોકેટ મની  -માગ્યા કરતા  પણ  વધારે મળે  છે  - પિતા ક્યા ફરે  છે  તેનુ પત્ની કે   પુત્ર અને પુત્રીને   ભાન  પણ  નથી હોતુ  પતિ  પત્ની  , માતા-પિતા , માતા-પુત્રી  ,પિતા પુત્ર,  દરેકની વચ્ચે  એક  લક્ષ્મણ રેખા  છે   જે  મોટે   ભાગે  કોઇ ઓળગતા નથી  - તેરી  બી  ચુપ  - મેરી  બી   ચુપ  સબકી  ચુપ  -
ઉપરવાલા   જાનકર   અનજાન    હૈ  ,
  એક  અપરિપકવ   કીશોર , બાપની  ગાડી  લયીને  ફરવા   નીકળ્યો  - અકસ્માત   કર્યો -  કોણ   જવાબદાર  ?   કિશોર   કે  તેનો  બાપ  ? પોલિસે શુ  કર્યુ  ?  કોઇક    નબીરાએ    બેફામ  ગાડી  ચલાવીને    કોઇના લાડકવાયાઓને  ખતમ  કરી   દીધા  -  નબીરાને  બચાવવા  માટે  કેટલો  ખર્ચ    થયો  હશે   અંદાજ   છે  ?  લગાવવા   જેવો  પણ  નથી  - નબીરાને   જેલમા  સગવડ   આપવામા  જેટલો ખર્ચ  કર્યો   તેટલા  ખર્ચમાતો   આખી  વસ્તીના  તમામ  બાળકોના  અભ્યાસનો  ખર્ચ  નીકળી  જાય -  વસ્તીનુ  કોઇ  બાળક ભુખ્યુ ના સુવે  પણ   તેવુ  કોઇ  કરતુ  નથી -   વસ્તીવાળાને  ભણવુ  હોય  તો ભણે   અને  ખાવૂ  હોય   તે  ખાય  -અમારા  કેટલા  ટકા  ?   મારા  દિકરાને  સગવડ  મલવી   જોઇયે -  એક   કથાનક   છે  -  એક  નબીરાએ   અકસ્માત  કર્યો  અને   એક    ગાય  મરી  ગયી -  તે દોડતો બાપ પાસે ગયો  -  બાપે તેને ઠપકો  આપવાને  બદલે   એમ  કહ્યુ  - એમા  રડે  છે  શુ  ?    જા  જયીને   જીવતા માણસને  મારી   આવ  -  તારો  બાપ બેઠો    છે  -  પળમા  તને  છોડાવી લાવશે ?  શો   સમજીશુ  આ  કથાનકમાથી ?   જે  બાપે જેને પોતાના  ખોળામા  બેસાડીને   ગાડી   ચલાવતા  શિખવી  હોય   તે  બાપ  તેના પુત્રને  તરફડતો   તો  જોઇ  શકે  જ  નહીં  - પણ  ઉચ્ચ  સંસ્કાર    ધરાવતો  ઉચ્ચ  શિક્ષણ  ધરાવતો  -ઉચ્ચ  લાયકાતો ધરાવતો- ધરખમ  આવક ધરાવતો   તે પુત્ર   તેના તે  જ  બાપને   તેની  લાચારી કે મજબુરી વખતે    પોતાની  ગાડીમાથી જ   ઉતારિ મુકે તો  ? આ  તો  અવિવેકની  અને  ઉદ્દંડ  અને  ઉધ્ધતાઇની  પણ   કથાનક  તો હજુ  પણ  કશુ   કહે છે  -  વ્યવસાઇ  માબાપ  - સ્વાભાવિક  છે કે  બાળકો માટે સમય ના ફાળવી શકે  - તેમના સારા  કે  પછી  ખરાબ નસીબે  તેમના  માબાપની  સાથે જ આ વ્યવસાઇ   દંપતી  રહેતુ હતુ  - અને  તેમના બાળકોની જવાબદારી  તેમના  દાદા-  દાદી   , નાના  નાની  ,  ઉઠાવતા  હતા-   સર્વશ્રેષ્ઠ  રીતે તે જવાબદારી  વરિષ્ઠોએ   ઉઠાવી  - એક  નાની બાલીકા  જે જન્મથી જ આ  વરિષ્ઠના  ખોળામા   ઉછરી  તેના   1000 મા  દિવસની   ઉજવણી  -પ્રસંગે  તે બાલીકાને  સંસ્કૃતના  સો - 100- અવતરણો  અને આશરે 50  - પચાસ  જેટલા   શ્ર્લોકો   અને  કેટલીક  યાદગાર  કવીતાઓ પણ  કંઠસ્થ   હતી  - તેના   વડીલ ભાડુઓનેપણ    નાની   ઉમરે- 5-7  વર્ષાની ઉમરે  - આ બધુ   આવડતુ તો હતુ  જ પણ  સ્ટેજ   પરફોર્મંન્સ   પણ   શીખવેલુ  -સમયના   વહેણ  વિતતા ગયા  અને  પ્રવાહ ક્યારે અને કેવા વળાકે ગયો -  માબાપે  તેના સંતાનોને  એવા  મર્ગે  વાળ્યા કે  તે સૌ  બાળકો તેમના આ  બાળપનના  શિક્ષકને  - તેમના  સગા  દાદા  દાદીને   હડધુત  કરવા લાગ્યા  અને તેમના માબાપ  તેમને   પ્રોત્સાહન  આપતા હતા  3  વર્ષની ઉમરે જે  જ્ઞાન  અને  જાનકારી હતી  તેમાથી આજે  કેટલી   છે  તે બાળીકા  પાસે?  જે   છે  તે   એક  તેમના  માબાપે  વિષ  આરોપણ  કરેલ  તિરસ્કાર અને અપમાન  અને અવહેલના  -

     નાના બાળકની   ગ્રહન  શક્તિ  બહુ  તેજ  હોય  છે  તે ઝડપથી   સમજી જાય   છે , શીખી જાય છે ,કોંવેંન્ટ્મા   જતુ   બાળક,  એક સાથે   ત્રણ  ભાષા   શીખી લે છે અંગ્રેજી  , માધમ છે  માટેઅંગ્રેજી , હિંદી  સૌ  બાલકો હિંદી બોલે છે  માટે  હિંદી  અને  ગુજરાતી , તેમની ઘરની  ભાષા   -માતૃભાષા,    પણ   ભાષાના  જ્ઞાનમા ગુજરાતીનુ  જ્ઞાન    ઢ  તેમના  માબાપને  તે  ખબર નથી  પડતી કે  તેમના  બાળકને   કમળનૂ  :”  ક     કે  અજગરનો      અ‍ૅ    નથી  આવડ્તો  ,  એકડ  એક  થી  દશ  સુધી  પણ લખતા વાચતા  નથી  આવડતુ- પણ  છતા  ય  ગૌરવ  લે   છે કે  મારુ  સતાન   કોનવેંન્ટ  મા  છે  -

 આ  છે  પાયાના  સંસ્કાર   --------

ગુણવંત  પરીખ 
25-3-15       (   આચાર સંહિતા  -   28   )



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


No comments:

Post a Comment