From:- 2-5--15
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર સંહીતા :- --- 35 ----
જાહેર જીવનના દરેક માણસને માટે સમસ્યા વગરનુ જીવન શક્ય જ નથી – પણ જ્યા સમસ્યા છે ત્યા સમાધન પણ ઉપલબ્ધ છે - ઉકેલ પણ શક્ય છે – જે દુખ અને દર્દ આપે છે તે તેના ઉપચાર માટે દવા પણ આપે છે - જન્મ સાથે મ્રુત્યુ જોડાયેલ છે તે જેમ સનતન સત્ય છે તેટલુજ સનાતન સત્ય તે પણ છે કે દર્દની સાથે દવા અને સમસ્યાની સાથે સમાધાન જોડાયેલ છે . નાની મોટી સમસ્યાઓ - મુશ્કેલીઓ - કોયડા - દરેકના જીવનમા હોય જ છે – પણ અત્રે વ્યક્તિગત વાત નથી કરવી - આધિ , વ્યાધિ અને ઉપાધિ થિ ઘેરાયેલ વ્યક્તિ માટે તેનો ઇલાજ વ્યક્તિગત રીતે કરવાનો છે જ્યારે સમગ્ર સમાજ જીવન- જનજીવન ને અસરકર્તા સમસ્યાનો ઉકેલ - સમાધાન - શોધવુ તે સામુહિક પ્રશ્ન છે .
હડતાલ ,બંધ ,ઘેરાવો , વિ.વિ. જેવી સમગ્ર જનજીવનને અસરકર્તા સમસ્યાઓ છે અને તેનો ઉકેલ અને સમાધાન સમગ્ર જનજીવન માટે આવશ્યક છે .-શાસક માટે આ સૌથી મોટો કોયડો છે – એક બાજુ વહીવટ્નુ માળખુ છે તો બીજી બાજુ મુળભુત અધીકારોના ક્વચથી રક્ષાયેલ કર્મચારીઓ , વ્યક્તિઓના સામુહિક પ્રશ્નો છે -બંધારણે હડતાલને મુળભુત અધીકાર તરીકેનુ રક્ષણ નથી આપ્યુ -હડતાલની પાછળ કારણભુત સમસ્યા તે અગત્યની છે અને તેનો ઉકેલ લાવવોઅને તે માટે યોગ્ય સમાધાનની ભુમીકા ઉભી કરવી તે છે. . પરંતુ શાસક અને શોષિત વર્ગના સંગર્ષમા જો કોઇને વધારેમા વધારે નુકશાન જતુ હોય તો તે સામાન્ય પ્રજાને નુકશાન થાય છે -શાસક , શોષીત ,સરકાર અને અદાલતો પણ આ સનાતન સત્ય જાણે છે - હડતાલો પડે , બંધના એલાનો અપાય , બંધ પડાય , ફરજીયાત દુકાનો બંધ કરાવાય , શાળા કોલેજો બંધ કરાવાય,અરે વાહન વ્યવહારો બઢ કરાવાય , : ખાસ કરીને જાહેર સેવાના વાહનો - બસો - સીટી બસો -એસ.ટી. ની બસો બંધ કરાવાય , તેમા તોડફોડ થાય લાખૂનુ નુકશાન કરાય અને પછી સમસ્યાના ઉકેલમાટે સ,માધાનની દરખાસ્તો રજુ થાય -આ તે કેવી રમત ? એક બાજુ એક વર્ગ ઉશ્કેરણી કરે ,કોઇક તેમા પલીતો ચાપીને ધીમે રહીને આગ લગાવે , અસામાજિક તત્વો તેમા ધીમે રહીને પેટ્રોલ છાટે અને શાસક વર્ગ તે પછી પાણીની ટેંકારો લાવે -અને અદાલતો ? શુ કરે ? અમારી પાસે તો પ્રશ્ન હજુ આવ્યો જ નથી અમે શુ કરી શકીયે ? વાત તો સાચી-- અદાલત પાસે કારોબારીની વહીવટી સત્તા તો નથી પણ અદાલત પાસે એક વિશેષ સતા છે સુઓ મોટો પાવર - જો કે મને એમ પણ લાગે છે કે સુઓ મોટો નૌપયોગ ક્યા ક્યારેઅને કેવીરીતે કરવોતેમા સમસ્યા હોઇ શકે - પણ તેટલી હદે અંતિમ પગલે જવાને બદલે –જો સરકાર –શાસકવર્ગ – જરુરપડે વટહુકમ દ્વારા હડતાલ અને બંધને અમલમા મુકાય તે પહેલા જ રોકી લે -ગેરકાયદેસર ઠરાવે - અને તેથી પણ વધારે જરુર લાગે તો તે પોતે-સરકાર જ કેવીયેટ દાખલ કરીને શોષીતવર્ગને ચીમકી જ નહીં - અદાલતનો માર્ગ બતાવે - અને તે સંજોગોમા અદાલતને તેના અધીકારો અમલમા મુકવાની –તક આપોઆપ મળી જશે - હડતાલ કે બંધની જાહેરાત સાથે જ આ પગલુ ભરી દેવુ જોઇયે અને તે જ માત્ર એક જરુરી ઉપાય છે . –કોઇ પણ સંજોગોમા હડતાલ અને બંધ ના જોઇયે – તે અમલમા આવતા પહેલા જ રોકાઇજવા જોઇયે-અને અદાલત પાસેપ્રશ્ન આવે તે સાથે જ અદાલત તેના વિશેષાધીકારો મુજબ મનાઇહુકમ આપીને હડતાલ કે બંધને રોકીશકે છે અને જરુર પડે તો અદાલત બન્ની પક્ષને પોતાનીસમક્ષ હાજર થવાનુ કહીને સમસ્યનો ઉકેલ પણ લાવી શકે છે પણ હડતાલ કે બંધ તો હવે ના જ જોઇયે . કર્મચારી મંડળો ભલે મજબૂત હોય ,સંગઠનો ભલે વગદાર હોય , સરકાર ગમે તે પક્ષનીહોય પણ અદાલત તે બધાનાથી પર કછે ,ઉપર છે ,બન્ન્ને પક્ષ અદાલતના આદેશનુ પાલન કરવા બંધાયેલા છે - યા તો સરકાર નિર્ણય લે - અને તે પણ હડતાલ કે બંધ અમલમા આવે તે પહેલા નિર્ણય લે - અને જો તે શક્ય ના હોય તો અથવા -જો હડતાલીઓ વર્ગ ના માનતો હોય તો આ પ્રશ્ન તાબડતોડ અદાલતની સમક્ષ રજુ કરીને તત્કાલિનઅસરથી હડતાલ કે બંધ ઉપર મનાઇહુકમ મેળવે અને પ્રજાને બાનમાથી છોડાવે -
આ જ બાબત શાળા કોલેજની હડતાલોને પણ સમાન ધોરણે લાગુ પડે છે. કોઇ પણ વિદ્યાર્થી સંગઠન હોય ,વાલી મંડળો હોય કે અન્ય કોઇ પણ સેવા ભાવી કે કોઇ પણ સંસ્થા હોય - પણ હડતાલ કે બંધની છુટ તો તેમને મલવી જ જોઇયે નહીં આ તો બધા પોલુ ભાળી ગયા છે અને આ તંત્ર એ તો બોડી બામણીનુ ખેતર છે - જેને ફાવે તેમ લુટે - જેને ફાવે તેમ તુક્કાદોડાવે અને હડતાલની ધમકીઓ આપે - શાળાના સંચાલકો સરકારને દબડાવી જાય , વિદ્યાર્થી સંગઠનો શાળાઓના સંચાલકો ને દબડાવી જાય , યુનીવર્સીટીના કુલપતિનેપન દબડાવી જાય , તેમની ચેમ્બરમા ઘુસીજયીને તોડફોદ પણ કરે ,ઘેરાવો પણ કરે , આ બધા વાછરડા ક્યા ખીલાના જોરે કુદે છે ? સરકાર ,સંચાલકો , શાળાના આચાર્યો,, કુલપતિઓ , વિદ્યાર્થી નેતાઓ , શિક્ષણ વિભાગના અધીકારીઓ ,બધા બધુ જ જાણે છે –શાળા કે કોલેજમા ભણવા આવતા કોઇ પણ વિદ્ય્રથીને કે તેના વાલીને પણ તેના સંતાનો હડતાલમા જોદાય તે પસંદ નથી –તે તો તેમના સંતાનોને ભણવા માટે મોકલે છે -પહડતાલના નામે રખડી ખાવા નહીં - જો કે વિદ્યાર્થીઓ માટે મોટેભાગેહદતાલ એટલે મફતની રજા- રજાઓ જેમ વધારે મળે તેમ ભણવાનિ બબાલ ઓછી - -પણ પરીક્ષાઓ ઓછિ પાછી જાય કે રદ થાય ? પણ અહિયા તો પરીક્સા પણ રદ કરીને મફતમા પાસ કરી દેવાની પજ જોગવાઇ થયેલિ તેવો ભુતકાલ બોલે છે - નવ નિર્માનના આદોલન વખતે કદાચ એવુ બનેલુ કે જો પરિક્સા ના આપી દિધી હોય અથવા ના અપાઇ હોય તો “ માસ પ્રમોશન :” ના નામે જે તે વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમા જવાનુ મફતના ભાવે મળી ગયુ હતુ - બધા જ વિદ્યાર્થીઓ ઉપરના વર્ગમા પહોચી ગયેલા - વગર પરીક્ષા એ –સમાસ પ્રમોશનથી --આ હડતાલનુ અને બંધનુ પરીણામ હતુ - મહાગુજરાતના આદોલન વખતે પણ વિદ્યાર્થીઓને ભોળવીને ભેલવેલા અને વિદ્યાર્થીઓને આ રાજકારન સાથે ખાસ જ્ઞાન નહોતુ - ટોળાશાહીમા જોડાઇગયેલા -અભ્યાસક્રમ બગડેલો- પુરો થયો નહીં અને પરીક્ષા તો રુમ જુમ આવી ગયી -હવે શુ ? તે સમયે પરીક્ષા માટે એક નવી ઓપ્શન પ્રથા દાખલકરવામા આવી - જે મુજબ એક પેપરમા 10 પ્રશ્નો પુછાય તો તેમાથી માત્ર કોઇ પન 5 જપ્રશ્નોનાજવાઅબ આપવાના - બાકીના 5 પ્રશ્નો જે અભ્યાસક્રમ પુરોલના થયો હોય તેમાથી આવે તો પણ વિદ્યાર્થીને કોઇ નુકશાન ના થાય - સમાધાન સ્વરુપે સારી ચાલ હતી - કોઇ પણ 5 પ્રશ્નોતૈયાર કરો અને પુરો લાભ મળે -અડધા અભ્યાસક્રમના પ્રસ્નો ના આવડતા હોય તો પણ વાધો નહીં -મને યાદ છે -1957 ના વર્ષમા આવુ જ કૈ બન્યુ હતુ - મેથ્સના પેપરની વાત છે - પેપરમા બે વિભાગ - દરેક વિભાગના 7 -7 પ્રશ્નો - અને પરીક્ષાના ઓપ્શન ના નિયમ મુજબ કોઇ પણ 4 પ્રશ્નો લખવાના - જવાબ આપવાનાૃ= વાસ્તવિકતા એહતીકદાચ કે 7 પ્રશ્નો પૈકી છેલ્લા 3 પ્રશ્નો વાળોઅભ્યાસક્રમ સમયના અભાવે ચલાવી શકાયો નહોતો પણ તેમ છતા પન તે પ્રશ્નોના જવાબ ના આવડે તો વિદ્યાર્થીને નુકશાન જવાનો ડર નહોતો -હ્હે. આપેપરનિ જ વાત કરુ -આ પેપરમા 7 પ્રશ્નો પૈકી એક પ્રશ્ન લીમીટનો હતો , 3 પ્રશ્નો ડેરીવેશનના હતા અને 3 પ્રશ્નો ઇંટીગ્રેશનના હતા જે પૈકી ઇંન્ટીગ્રેશનનો અભ્યાસ ક્રમ ચાલી શક્યોનહોતો પણ તેનાથી ઝાઝુ નુકશાન થવાનો ડર વિદ્યાર્થીને નહોતો પહેલા 4પ્રશ્નોમા જપુરા માર્કમળી જવાના હતા. પણ ખરી કફોડી હાલત તે પછી થયી - ઉપલા વર્ગમા આ જ ઇંટીગ્રેશન ડગલે અને પગલે આવતુ ગયુ અને ઓપ્શન વાળા વિદ્યાર્થીઓને આ ભાગ આવડે જ નહીં -રજ્યા પણ ઇંટીગ્રેશન આવે ત્યા આ વિદ્યાર્થિ ચુપ - ભગવાનનો પાડ - પાસ તો થયી ગયા - પણ વગર આવડતે - ઇંટીગ્રેશન વગર -
પણ આના કરતા ય ગંભીરહ ઉદાહરણ આપુ -આ જ પધ્ધતિનુ પરીણામ જુવો - એક યુનીવર્સીટીનો પ્રથમ વર્ગનો પ્રથમ સ્થાને આવેલ અને ઇલેક્ટ્રિકલ એંન્જીનીયર - ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવાર એક પ્રતિષ્ઠીત કંપનીમા ઇંટરવ્યુ માટે ગયેલો- કંપનીએ તેના માર્ક અને ગોલ્ડ મેડલથી પ્રભાવિત થયીને તેને કેટલાક વ્યવહારુ અભ્યાસક્રમના પ્રસ્નો પુછ્યા- અને તેમના આશ્ચર્ય વચ્ચે ઉમેદવારે તેમને જવાબ આપ્યો કે સાહેબ અભ્યાસક્રમનો આ ભાગ મે ઓપ્શન મા કાઢી નાખેલો એટલે મને તે વિષે કોઇ માહિતી નથી - કંપનીએ યુનીવરસીટીની જાણ કરી કે આપ કેવા ઉમેદવર ને ગોલ્ડમેડલ આપો છો કે જે કહે છે કે અનુક અભ્યાસક્રમ તેણેઓપ્શનમા કાઢી નાખેલ છે ? શક્ય છે કે હડતાલ કે બંધના કોઇ એલાનોને
કારણે અભ્યાસક્રમ પુરો નાથયી શક્યો હોય અને તેને પરીણામે પરીક્ષામા વિદ્યાર્થિઓને કોઇ અજુગતુ નુકશાન નાથાય તે માટે તે માટે આવી ઓપ્શન પદ્ધતિ રાખેલી હશે .હડતાલનુ આ પન એક વરવૂ સ્વરુપ છે – જેનાથી યુવાન વર્ગે કેવુ નુકશાન સહન કર્યુ છે - કોના પાપે કોણ માર ખાય?
આ જોતા એમ અવશ્ય લાગે છે કે હડતાલ અને બંધના દુષણની દવા તો શરુઆતથી જ કરવી પડે - આ ચેપી રોગ છે - અને હાલ દરેક દિશામા - દરેક વિભાગમા - દરેક ક્ષેત્રમા ફેલાઇ ગયો છે – ઉચ્ચ સ્તરીય વહીવટીતંત્ર , રાજદ્વારી ક્ષેત્ર,અને ન્યાય તંત્ર -આ દરેકે જરુર પડે તો સાથે મળીને પણ – સાથે બેસીને – તેનો નિવેડો લાવવો જોઇયે – ગમે તે કરો પણ હડતાલ કે
બંધના એલાનને ગેરકાનુની ઠરાવો - ઉગતા જ ડામો – તે પ્રજાના હિતમા છે –સમાજના હિત મા છે વહીવટના હિતમા છે અને ન્યાયાપ્રનાલીના ગૌરવ માટેખાસ જરુરી છે.
.ગુણવંત પરીખ
2-5-15 ( આચાર સહિતા - 35 - )
From:- 2-5--15
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment