From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : માતૃ -વંદના : -
( મધર્સ ડે માટે વિશેષ પ્રસારણ માટે ) ગુણવંત પરીખ - 10-5-15
“ મા છે ? તો ભગવાનની જરુર નથી “
શાસ્ત્રોએ પણ “ માતૃ –દે વો ભવ “ કહીને માતાને સૌ પ્રથમ સ્થાને વંદના અર્પે લ છે ગુજરાતના ખ્યાતનામ કવિ બોટાદકરે પણ પોતાની કવ િતામા માતાને અનેરુ સ્થાન આપેલ છે “ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ...... “ માનવ સમજે તો માતા એ જ સૌ પ્રથમ આશ્રય દાતા , ગ ુરુ , અને પરમેશ્વર છે - તેના જન્મથી તેના પડખામા તેની માતા રહેલી છે - તેના તમામ સંકટો તેની મા તાએ જ પોતાના શિરે લિધા છે બાળકની અણસમજથી માડીને તેની સમજ અને પરીપકવતા સુધીના તમામ પ્ રસંગે તેની માતાનો જ સહારો તેની સાથે સૌ પહેલો રહેલો છે - પણ જો તે સમજે તો – મા છે - તો ભગવાનની જરુર નથી.નથી.- હે મા , તેરી સુરતસે ભગવાનકી સુરત ભી ક્યા હોગી ?
દુર્યોધનના કાવાદાવા અ ને તમામ કપટોથી માહિતગાર હોવા છતા પણ માતા ગાંધારીએ તેને અમરત્વ મળે તે પ્રયાસ કરેલો – અને દુર્યો ધન આજ્ઞાપાલન ચુક્યો ના હોત તો કદાચ વિધિનુ નિર્માણ બદલાઇ ગયુ હોત - તેવી અને તેટલી શક્તિ માતાની હતી - માતાના આશિર્વાદમા કેટલી ક્ષમતા છે તેનુ ભાન દુ ર્યોધનને નહોતુ – જ્યારે કુંતાજીના પુ ત્રોએ ચુસ્ત આજ્ઞાપાલક હતા અને માતાનો અવ્યવહારુ આદેશ પણ માથે ચડાવ્યો હતો અને પરીણામ સર્વ વિદિત છે. .મહાભારતની કથા તો બહુ દુરની કથા છે પણ જગતગુરુ શં કરાચાર્યની માતા - માતા હીરામણી દેવી - પુત્ર શંકર પ્રત્યે તે ને અપાર મમતા હતી અને કોઇ પણ સંજો ગોમા તે શંકરથી અલગ થવા માગતી નહોતી - પણ વિધિને તે વિધાન મં જુર નહોતુ - શંકરની જરુર વિશ્વને હતી અને વિશ્વવિધાતાએ તેને માટે અલગ ગોઠવણ કરવી પડી અને માતાએ જો કે વિવશ બનીને શંકરને સન્યાસ લેવાની છુટ આપવી પડેલી – પણ વાત છે માતાપ્રત્યેના આદરની - - શંકરે માતાને વચન આપેલુ કે હુ જ્યા પણ હોઇશ – પણ આપ મને જ્યારે યાદ કરશો કે તરતજ હુ આપની પાસે હાજર થયી જયીશ - =તે મોબાઇલ કલ્ચરનો જમાનો નહોતો – વિમાન સેવાઓ પણ ઉપલબ્ધ નહોતી - પણ ઇતિહાસ કહે છે કે જ્ યારે શંકરની માતાના આખરી દિવસો હતા અને માતા હીરામણીદેવીએ પુત્રને યાદ કર્યો કે તરતજ શંકર આવી ગયો હ તો - અને માતૃઋણ અદા કરેલુ -
રહે ના મેરે સંગ મા હરદમ
ઐસા ના હો કી બીછડ જાયે હમ
ચલ ચલ મા ,.... જો મા , હુ આવી ગયો છુ -અને માતાએ અંતિમ શ્વાસ લીધા
સમયના વહેણ ભલે બદલાતા ગ યા - પણ માતા એ તો માતા જ છે - તેની લાગણી તેના સંતાન પ્રત્યે સદા સર્વદા જાગ્રુત જ રહે છે – હોઇ શકે એકતરફી લાગણી હોય - પુત્રો કૌરવો જેવા હોય , પાડવો જે વા હોય કે પછી શંકર જેવા હોય - માતા એ નથી જોતી કે મારોપુત્ર કેવો છે - તેનુ વાત્સલ્યનુ અમી ઝરણુ સદા વહેતુ જ રહે છે – પોતાના પુત્ર માટે તે જીવ આપવા મ ાટે પણ સદા તત્પર હોય છે - બાબર અને હુમાયુ ની વાર્તા કે વાસ્તવિકતા - ભલે ઇતિહાસનુ પાનુ હોય - સાબીતી ના હોય -પણ નિરાધાર સત્ય નથી - પણ આધુનિક કળીયુગની એક હીરાબાએ તેના પુત્ર માટે પોતાના જીવને સામા પલ્લામા મુકીને યમરા જના દુતોને - સુર્યપુત્રી -યમરાજની બહેન- મહારાણી યમુનાજી એ - છેલ્લી ક્ષણે યમરાજ ઉપર દબાણ લાવીને – યમદુતોને વિવશ કરી દીધેલા અને યમદુતોએ પુ ત્રના જીવને બદલે માતાનો જીવ લિધો હતો – – પુત્ર આ આભ ારની લાગણિને કેવી રીતે બિરદાવે છે તે અલગ વસ્તુ છે - માતાએ માતૃત્વ ઉજાળી જા ણ્યુ - પુત્ર શુ કરે છે તે જોવા તે હયાત નથી - અરે આ તો વાત થયી માતાના બલીદાનની - પણ માતાના આશિર્વાદમા પણ કોટી કોટી ક્ષમતા છે – ત્રીજી પણ એક હીરાબા છે કે જેના મુક આશિર્વાદની દેન થી તેમનો પુત્ર દેશનો સ્રવોચ્ચ વડો બને છે - શંકરની જેમ આ પુત્ર પણ માતાની સાથે નથી - પુત્રની સાથે પણ માતા સ દૈવ હાજર નથી -પણ અમી ઝરણૂ તો તે જર ીતે રહે છે - કળીયુગ છે -દરેક યુગની એક એક મર્યાદા હોય છે - જો શંકરની જરુર સમગ્ર ભારતવર્ ષને હતી અને તે પરીપુર્ણ કરવા માટે શંકરે માતાનો ત્યાગ કરેલો - સર્વ જન હિતાય --- શક્ય છે કે તે જ સર ્વ જન હિતાય નુ સુત્ ર ત્રિજા હીરાબા પણ પા ળતા હોય - તેમને આશા છે એટલુ જ નહીં વિશ્વાસ છે કે મારો નરેંદ્ર જરુર પડે જ્યા હશે ત્યાથી આવીને ઉભો રહેશે જ- અને આજે તો મોબાઇલ કલ્ચરનો જમાનો છે - પળમા ઉડીને યોજનો દૂર પહોચી શકાય તેવી ટેકનોલોજી છે -પછી હીરાબા એ શામાટે ચિંતા કરવી પડે? વાત્રકના કિનારે આવેલ ડાભાના ડહીબાનો નરેંદ્ર પણ આજે પોતાની માતાની યાદમા એ જ વાત્રક નદીના કિનારે ભવ્યાતિભવ્ય એવુ સિધ્ધી વિ નાયકનુ મંદીર પરીસર ઉભુ કરીને ડહીબાની મુર્તિ સ્થા પિત કરીને માતૃવંદના અર્પેલ છે. – માતાની યાદમા તેમણે પણ એક આકડાના છોડને “અમર માતા “ના સ્થાને સ્થાપિત કરેલ છે . જગતગુરુ શંકરાચાર્ય ના માતાજી હીરામણી્દેવી હો ય કે , હીરાબાનો ગુણવંત , હીરાબાનો નરેંદ્ર હોય કે નરેંદ્રની માતા ડહીબા :આ સૌ માતા અને પુત્રના પ્રેમ પ્રતિકો છ્ર
કોઇ પણ યુગ ભલે ન ે હોય - માતા અને પુત્ર - આ જોડી અલગ વ્યક્તિત્વ ધરાવે છે –પરશુરામ એક એવો પુત્ર હતો કે જેમણે પો તાની માતાની હત્યા કરેલી - પિતા જમદગ્ની એક મહાન ઋષી હતા અનેરુ તપોબળ ધરા વતા હતા - પરશુરામનુ પણ વ્યક્તિત્વ પ્રભાવશાળી હતુ - તે પણ પુરેપુરા માતૃભક્ત અને પિતૃભક્ત હતા- માતા પિતાની આજ્ઞા તેમને માટે સદા પાલન યોગ્ય જ રહેતી - એક કમનસીબ પળે માતા રેણુકા પ્રત્યે સંદેહયુક્ત વ ર્તન માટે તેમના પિતા જમદગ ્નીજી અત્યત ગુસ્સે થયા અને તેમણે તેમના સૌથી મોટા પુત્રને આદેશ આપ્યો કે તારી માતાની હત્યા કર -પુત્ર આ આદેશથી ગભરાઇ ગયો અને આદેશનુ પાલન કર્યા વગર છટકી ગયો - ઋષીરાજ જમદગ્નીજી ગુસ્સે તો થયા પણ પછી તેમણે તેમના બીજા પુત્રને આ જ આદેશ આપ્યો -બીજા પુત્રએ તો જોરદાર વિરોધ કર્યો - માતાની હત્યા કરીને હુ મ ાતૃહત્યાનુ પાપ લેવા નથી માગતો - હવે ઋષીવર ગુસાથી લાલચો ળ થયી ગયા - એટલામા સૌથી નાનો પરશુ આવ્યો અને ઋષીએ તેને પણ તે જ આદેશ આપ્યો- પણ પરશુ ચાલક અને સમજદાર હતો - તે જાણતો હતો કે પિતા જી ગુસ્સામા છે - તે પિતાની શક્તિ અને ક્ષમતાથી પરિચીત હતો - તેણે પળભર વિચાર કરી લિધો અને બીજી જ પળે તેણે પરશુથી પોતાની માતા રેણુકાજીનુ માથુ વાઢી નાખ્યુ - ઋષીરાજ જમદગ્નીજી ખુશ થયા અને પરસુરામને વરદાન માગવા કહ્યુ - પરસુરામજીએ કહ્યુ : મારી માતાંને જીવીત કરો - તેનો અપરાધ ગણો તો અપર ાધ અને પાપ ગણો તો પાપ – જુ ના દેહ સાથે સમાપ્ત થાય છે - માટે હવે તે નવજીવન તેમનુ પવિત્ર જી વન હશે - આમ પુત્રએ અમર માતૃવદના આપી .
.જો કે કળીયુગના પુત્ર પાસે આટલી બધી આ શા રાખવી તો વ્યર્થ છે - છતા આજે પણ અસત્ય શિ રોમણી જેવો મારો એક મિત્ર -જેનુ જોઇને મારો નાનો ભાઇ અને નાનો પુત્ર પણ કુશળતાપુર્વક અસત્ય ઉચ્ ચારણો કરવામા પાવરધા બની ગયેલ - તે મિત્ર –પણ જો તેને ત ેની માતાના સોગંદ આપવામા આવે તો તે કદી ખોટુ ના જ બો લે – જો કે તેમના અનુયા ઇઓ તો દ્વારકાધીશજીની હાજરી મા સોગંદ લિધા હોય તો પણ તે સોગદ ભુલી જતા હોય છે - પ્રિયજનના સોગદ કરતા તે મને એમનો સ્વાર્થ વહાલો લાગે છે - એક એવા પણ બહેનજી પણ મારી નજરમા છે - જેમને એક બાબત ગુપ્ત રાખવા માટે તેમણે પોતાના પુત્રના સોગંદ આપેલા - જે લિધા પણ ખરા – પણ બહે નજીના મનમા તેમનો કોઇ સ્વાર્થ નજરમા આવ્યો અ ને તે સ્વાર્થની પુર્તતા માટે તે બહેનજી તેમના પુત્રના સોગંદની બ ાજુ પર રાખીને ગુપ્ત બાબત અયોગ્ય જગાએ જાહેર કરી દિ ધી અને એક માતા અને પુત્ર અને પિતા અને પુત્ર વચ્ચે તિરાડ પહોળી કરાવી દિધી હતી -21 મી સદીમા આવા સોગંદના વેવલાવેડા ના ચાલે - શ્રધ્ધા શ્રધ્ધાને ઠેકા ણે યોગ્ય છે - આસ્થા અને શ્રધ્ધાને સાબીતીઓની જરુ ર નથી પડતી - માતા તે માતા જ છે - તે કેવી છે તે ગૌણ બાબત છે , તે અપરાધી છે ,પાપી છે , સ્વાર્થી છે , કુરુપ છે , દુષ્ટ છે , : માત્ર 21 મી સદી જ આટલા બધા અન ે કદાચ આથી પણ વિશેષ વિશેષણો આપી શકે માતાને -પણ તે નગણ્ય છે - માતા કોઇ પણ સ્વરુપે - માતાના મોભામા હોય ત્ યા સુધી તે માતા જ છે અ ને સદા પુજનીય છે અને ર હેશે .
માતૃ વંદના તો જોઇ - માતૃ વેદના નહીં જુવો ? વેદના તો ચારે બાજુ ફેલાયે લી છે .ગુજરાતમા જ્યારે સહકારી બે ંકો ગબડી પડી હતી ત્યારે જે વરવા દ્રષ્યો અને પ્રસગો જોયા તે હ્રદયદ્રાવક છે – મા અને બાપને વહેચાતા જોયા છે - વહેરાતા પણ જોયા છે –મા-બાપ ને રાખવાના વારા કરવામા પણ આવ્યા હોય - ઘર પડાવી લેવાના ત્રાગા પણ જોયા છે – પત્નીપ્રેમમા પરવશ પુત્ર – ખાધે પીધે સુખી- મહીને દોઢ બે લાખ કમાતો–મ ોભો ધરવતો –પુત્ર – તેની માનુ ઘર પડાવી લેવા મા અને બાપને પણ મારીનાખવા ની ધમકીઓ આપતો હોય - તેમને એક યા બીજા બહાને બ્લેકમેલ કરતો હોય -તેમના ઉપર ગલિચ આક્ષેપો કરતો હોય -ખંડણી માગતો હોય -અને છતા ય મા બાપ એમ આશા રાખે કે અમરો દીકરો વહુ અને પોતરા અમારી સાથે રહે - અને દીકરો કહે મારે કોઇ મા નથી -બાપ નથી -અને પોતરા વ્રુધ્ધોની મજાક ઉડાવે - મા બિચારી શુ બોલે ?
પુત્ર છતા ય પુત્ર વિહોણી
માનુ મન મુરઝાય ,
હૈયે વેદના હોઠ સીવેલા,
આસુડા છલકાય
આ પણ વાસ્તવિકતા છે -
ઐસા ભી હોતા હૈ કભી કભી ----
ગુણવંત પરીખ
4-5-15 ( માતૃ વંદના -- મધર્સ ડે - નિમિત્તે વિશેષ પ્રસારણ માટે )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment