AAchaar sanhitaa ---- 34 ------


From:-                               28-4-15
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609



   - :  આચર   સંહીતા  :-        ---  34  ----



    રિધ્ધીયુક્તા  હી  પુરુષા  , ન   સહંન્તે પરસ્તવમ   ‘’’’’’’

આમ    તો  આ   રામાયણનુ  એક  અવતરણ   છે પણ   તે  ગજબની  માનસીકતા   દર્શાવે  છે  અને  નાના   મોટા   દરેક  વર્ગને   લાગુ પડે  છે .  રામાયણનો આ  પ્રસગ  બહુ   જાણીતો પ્રસંગ  છે  :
 રઘુકુળ   રીતી   સદા   ચલી  આયી  ,  પ્રાણ  જાયે   બરુ  વચન  ના  જાયી        આ   ચોપાઇને    સાર્થક કરતો  આ  પ્રસંગ   છે :    પિતાના   વચનની  પરીપુર્ણતા   માટે   રામ   વનવાશ   જવા  માટે  તૈયાર   થયી   ગયાછે   અને   સૌની  યથોચિત   વિદાય  ,આજ્ઞા  અને  આશીર્વાદ   લેવા  માટે    સૌને   મળવા  જાય  છે   માતાઓ   અને   ગુરુજનોને   મળ્યા  બાદ   તે   જાનકી ને   મલવા  માટે  જાય છે  ત્યારે  જાનકિ  -     સીતા   હતપ્રભ   બની   જાય   છે .  રામ   સિતાજીને   ભરપુર   આશ્વાસન  આપે  છે   અને   કહે  છે   કે  દેવી   ,  મારી  એક   શિખામણ    માનશો  ?  સિતા  કહે  છે કે  આપનો  એક   શબ્દ  તે   પણ  મારા માટે  આદેશ  હશે  -અને  આપના  દરેક   આદેશનુ   પાલન  કરવા  હુ   પ્રતિબધ્ધ  છુ .   આપ   આદેશ  કરો  .  ત્યારે  રામ   કહે  છે    : ના   દેવી  આ   આદેશ  નથી   પણ   એક સુચન   માત્ર  છે  : સાભળો :  મારા   ગયા  પછી   ભરત   રાજા  બનશે:    આપ તે  સમયે    માત્ર   ભરતના   ભાભી  હશો  -  તેથી  વિશેષ   નહીં  -  રાજા  હોવાને   કારણે ભરત   સર્વ  સત્તાધીશ     હશે  -  અને   સર્વસત્તાધીશ  વ્યક્તિઓ   કદી  પોતાની  સમક્ષ   પારકાના   વખાણ   કે  સ્તુતિ    સાભળી શકતા  નથી   કે   સહન  પણ   કરી શકતા  નથી  -   જો કે  ભરત  એવો  નથી   પણ   કહેવાય  છે  કે   વ્યક્તિ  ખરાબ  રાબ્નથી  હોતિ  -  સત્તા   ખરબ   ચીજ છે ઇંદ્ર  ખરબ  નહોતો ઇંદ્રાસન   ખરાબ  હતુ  -ઇંદ્રાસનનો  વિજ   પ્રવાહ  ખરાબ હતો   જેમા   ભલભલો  માણસ    ભાન   ગુમાવી બેસે  છે   -  નહુષ   જેવો   મહાપરાક્રમી  સમર્થ  અને  ધર્મપરાયણ   રાજવી   પણ   ઇંદ્રાસનના  પ્રભાવમા   આવી જયીને  સુધ  બુધ   એટલી  હદે  ગુમાવી  બેઠેલો  કે  એક તબક્કે  તેણે કહુય   જો   હુ    સ્વર્ગનો  અધિપતિ  છુ  , સ્વર્ગ   મારુ  છે  ,ઇંદ્રાસન  મારુ  છે , સ્વર્ગની અપ્સરાઓ  મારી  છે    તો પછી   ઇંદ્રાણી  પણ   કેમ  મારી  નહીં   ?  અને   પડતીનો  પાયો રચાઇ ગયો  મને   ભરત  માટે ખુબ  પ્રેમ  છે  ,આદર  પણ  છે અને વિશ્વાસ  પન  છે   તેમ   છતા   પણ  હુ   આપને એક  શિખામન  આપવાનુ ટાળી  શકતો નથી  - આપ   ભોગે  જોગે  પણ   ભરતની  હાજરીમા  અથવા  ભરતની  સામે  કદી   મારી પ્રસંશા   કરશો નહીં   કે   મારા   ગુણ  ગાન   ગાશો નહીં .  આ એક  મનવ  સહજ   સ્વભાવ છે    કે  તે  કદી  પોતાની સમક્ષ  પારકાના   વખાણ    કે   સ્તુતિ  સહન   કરી શકતા નથી  -  અને   તેમાય  જ્યારે  તે  વ્યક્તિ સતાધીશ  હોય    ,  સર્વસતાધીશ   હોય    ત્યારે  તો  કદી   નહીં ,  સિતાજીનો પ્રત્યુત્તર  બહુ ટુકો હતો :   હુ   જો  અહિયા    રહુ   તો   આ  પ્રશ્ન  ઉભો   થાત  -તે  દિવસ  ન્થી આવવાનો  હુ  તો  આપનો  પડછયો  છુ   અને  આપની   સાથે  જ રહેવાની  છુ   

       આ ઉક્તિ  દરેક   શાસકને   લાગુ  પડે  છે  - પછિ   ભલે  તે  રાજા,  હોય  , રાજવી  હોય  ,  ઉચ્ચ  હોદ્દેદાર    હોય  ,પ્રધાન   હોય , દિવાંજિ  હોય  ,સેનાપતિ   કે  સરસેનાપતિ   હોય  , ગુરુ   હોય  કે  આચાર્ય   હોય  - દરેકને આ લાગુ  પડે  છે  :માનવ  સહજ   સ્વભાવનુ આ નિરુપણ   છે    હીટલર  , મુસોલીની, ,ટીટો,, સ્ટેલીન   જેવા   સરમુખત્યારો  તો  આવા  હોય   તે   સમજી  અને માની  શકાય   પણ   લોકશાહીના    નેતાઓ  પણ    ઉતરતા    નહોતા -  લોકશાહીનો  ઇતિહાસ   કહે છે  કે  લોકશાહીના   નેતા  પણ   પોતાના  કરતા  વધારે   પ્રભાવશાળી   નેતાનો     ખત્મોબોલાવી   દેવા   ગમે  તે   હદે  જતા   હતા   અને  ગયા  છે  - લોકશાહીમા  વિરોધ   પક્ષ  મજબુત   હોવો  જોઇયે  તેવી  પ્રબળ   માન્યતા   ધરાવનાર  શાસક પક્ષના   નેતા  પણ   પ્રભાવી   વિરોધ  પક્ષની  પાખ    કાપવાની  પ્રવ્રુત્તિ   કરી  લેતા   હોય   છે  .ખ્યાતનામ   લોકશાહીની  વાત  બાજુ  પર   રાખીયે  -  આપણી   લોકશાહીમા  પણ   આવુ  બનેલ   છે  - અને  બનતુ   આવે  છે  અને બનતુ  રહેશે   કારણકે   આ   તો   માનવ  સ્વભાવ  છે .અરે    મ્રુત્યુ  પછિ  પણ  પ્રભાવશાળી  નેતાની  આમન્યા   જળવાતી  નથી  -   ભારત્ના   બે   ધરખમ  નેતાઓ  બાબત  આ    વિધાન  પાયારુપ   બની  ગયુ  છે   તેમ   સમચાર  માધ્યમો   કહે  છે  અને   કહેતા  પણ   હતા..  એક સાથે  રહીને  , સાથે  બેસીને , સાથે   હળીમળીને  નિર્ણયો   લયીને    જેમણે    આઝાદી   મેળવી  હતી   તેવા   નેતાઓમા  પણ   આ  માનસીકતા  તો  વર્તાઇ  જ છે  -આ એક  કમનસીબ   વિશ્લેષણ  છે  -અરે   મ્રુત્યુનો   મલાજો પણ  કોઇ   વાર   તો  નથી  જલવાતો  આપણી   લોકશાહીમા   પણ:    શરુઆતમા   ત્રણ  સર્વોચ્ચ  સ્થાનો  -ઉપર  ત્રણ   સાથીદારો    હતા  - જેઓ    એક  સમયે  -સાથે   બેસતા-  સાથે  નિર્ણયો લેતા-  ત્રણેય  અંતરંગ   મિત્રો જ હતા  -રાષ્ટ્રપિતાની   આજુબાજુ   જેમનુ  સ્થાન   ડાબા જમણી   જેવુ  હતુ  -  પણ    પ્રજામા   એક  લોકલાડીલો  કુવર  હતો   અને   બિજો   લોકલાડીલો  નેતા  વહીવટકર્તા    હતો  - એક   રુડો   રુપાળો  આકર્ષક  અને   પ્રભાવી નેતા  હતો   તો   બીજો   કરડા   ચહેરા વાળો  પણ  મક્કમ  મનોબળધરાવનાર  લોખંડી  નેતા  હતો   પ્રજા  બન્ને  નેતાને   સરખો   આદર   આપતીહતી   પણ    ખુરસી   તો  એક   જ  હતી   અને  ગમે   તે    એક   જ  વ્યક્તિને  મુખ્ય  ખુરસી  તો  મળે   -  બન્ને પ્રત્યે  રષ્ટ્રપિતાને   સરખુમાન   હતુ  -  તે  બન્ને તેમના   ડાબા   જમના  હાથ   સમાન   હતા -  બન્ને  પર તેમને   પુરો ભરોસો  હતો -  ગમે  તે  બન્યુ-પણ  લોખંડી  મનોબળ  થોડુક  પાછુ  પડ્યુઅને  પછિ  જે  થયુ   તે સૌ જાણે  છે  તેજોદ્વેષીતા   એવી   બુરી   ચીજ   છે   કે  પરસ્પર અહમ  નો  ટકરાવ થતો   હતો  -સૌની  નજરમા  આ  બાબત આવી   ગયી  હતી  અને  રાષ્ટ્રપિતા પોતે  પણ   વ્યથિત  હતા  - પણ   કુદરતને  શુ   માન્ય છે   તે  કોણ  જાણી શકે?  બન્ને   વચ્ચે  સમાધાન   થાય  તે   પહેલા જ   રાષ્ટ્રપિતાની  હત્યા  થયી  ગયી   અને  તે   હત્યા પાછળ  ડાબા   હાથે   જમણા  હાથની   બેદરકારી   જણાવીને  દોષનો ટોપલો   જમણા   હાથ   ઉપર  નાખી  દીધો  -જમણા  હાથ   માટે  આ  આઘાત  જિરવવો  મુશ્કેલ   હતો  -કેટલાક  આઘાતો એવા   હોય  છે  કે  જે   નથી   જિરવી   શકાતા -  નથી   કહી  શકાતા-  નથી   સહી  શકાતા -  લોખંડી    મનોબળ   ધરાવનાર   જમણો   હાથ    પણ    આ  આઘાત   સહન  ના  કરી  શક્યો-    જવાહરલાલ નહેરુ   પણ  1964   મા    ચીન   સાથેના  વ્ય્વહારનો આઘાત   સહન   કરી  શક્યા  નહોતા  અને  ભારતે નાજુક અને   કોમળ  હ્રદય  ધરાવનાર   મહાન   નેતા  ચાચાજીને    ગુમાવ્યા હતા -  અને  1950  મા   જમણો  હાથ   ગયો    ત્યારે  તેજોદ્વેષીતાએ   માથુ  ઉચકેલુ  -   વહીવટી  પ્રોટોકોલ  મુજબ   સર્વોચ્ચ  પદ   ધરાવનાર   દેશના  પ્રથમનાગરિકને   તેમના  કરતા   નિચા  પદ  વાળી  વ્યક્તિના  અંતિમ  સંસ્કારમા જવાનુ   હોય  નહીં   અને   દેશના   વહીવટી  વડા  તરીકે   સલાહ  પણ    તે  જ  રીતે   આપવામા   આવી  કે   આપણે   અંતિમ   વિધિમા  જવાનુ   હોય  નહીં  -  પણ   સર્વોચ્ચ   વડાએ  તે   સલાહ   માન્ય   રાખી  નહીં   અને   છેવટે   લોકલાજે  પણ   પણ   સૌએ   મોતનો  મલાજો    જાળવેલો  .  તેજોદ્વેષીતામા  રાજદ્વારી  નેતાઓ    તેમના  હરિફ કે   વિરોધ  પક્ષના  નેતાને    સમય   મળતા   અનેકવિધ  હેરાનગતિમા   મુકી  શકે છે   કટોકટીના   નામે  જેલો   ભરાઇ   ગયી   હતી  -તે   ગુણવત્તાના  જોરે   કે   ગુનાહિત   કર્યો   માટે   નહીં   પણ   માત્ર   તે   વિરોધી   પરીબળ  છે   માટે  તેમને   તે  સજા   મલી  હતી  -અને   જેમને   તક  મળી  તેમણે તે  તક  તેવી  રીતે   ભોગવી  જાણી  પણ   છે   જે   સિલસિલો  આજસુધી   ચાલુ  છે 

       આ  પરિસ્થિતિ  માત્ર    રાજદ્વારી    કક્ષાએ   જ થાય  છે  તેવુ  પણ  નથી  -અધીકારી  કક્ષાએ પણ   આ  જ   સિલસિલો   ચાલે   છે  . .  બહુરત્ના   વસુંધરા        પૃથ્વી    ઉપર   અનેક   કાબેલ   રત્નો  છે   પણ  દરેકને   તક નથી  મળતી   તો  કેટલાક   આવી  તેજોદ્વેષીતાના    પણ    શિકાર  બને  છે  કોઇ   પણ   અધીકારી   પોતાના  કરતા  તેમનો  સમકક્ષ    અધીકારી   વધારે  કાબેલ  છે   તેવુ   માનવા   કે  સ્વિકારવા   રાજી   નથી હોતા-  સ્વિકારી  શકતા  જનથી- આ   તેમની   એક  મનોવ્યથા   છે  કે  માનસીકતા-  પણ  જો  ભોગેજોગે   પણ   કોઇ   તેમની  આગળ   તેમના  કાબેલ સમકક્ષ    અધીકારી  કે  પુરોગામીના   વખાણ   કરે   તો  તે  સહન  નથી   કરી શકતા    અને  તેનો   ભોગ  આવા  ગુણગાન   ગાનારને પણ  બનવુપડે  છે- તે   બિચારાએ   તો   સમીક્ષા   જ  કરી  હશે   પણ  પરીણામે  તેનો   ભોગ   તો તેણે   આપવો  જ પડે   છે.  સમક્ક્ષ  અધીકારીઓ   માટેજ   આવુ   બને  છે તેવુ  પણ  નથી  - ભોગે   જોગે  જો  તાબાનો   અધીકારી  કે  કર્મચારી   ઉપરીકકરતા    વધારે  કાબેલ   હોય  ,  કાર્યદક્ષ   હોય  તો  પણ   આ  જ  તકલીફ    રહે  છે અને તેનો  ભોગ   જો  વ્ય્વસ્થિત    ઉકેલ   ના  મળે  તો  તાબાના    અધીકારી  કે  કર્મચારીને   બનવુ  પડે   છે   આવા    બનાવો   તો  અનેક   હોય  છે  પણ   જાહેર   થતા  નથી  - કારણકે   વહીવટી તંત્રમા   કારોબારી પાસે    વહીવટના   નામે અનેક સતાઓ  છે   - જેમા  બદલી    કરવાની  સતા   અને    ખાનગી  અહેવાલ લખવાની સતા   -  એવી   સતા   છે કે જે  પડકારી  શકાતી  નથી  અને   મને   કમને  પણ   આવા   કાબેલઅધીકારી  પોતાની  કાબેલીયતના  પ્રતાપે જ  માર   ખાય  છે   અને  વગોવાય  ચે  તે   નફામા  લોકો શિખામન  આપે  તે   પણ   છોગામા  કે  ભાઇ  જરા   વ્યવહારુ  બનો  ને  - બાખડી  બાધવાની  શુ  જરુર  છે  ? વહીવટનુ  આ પાસુ દરેક  જાણે  છે  પણ   તેનો   ઇલાજ   કોઇની  પાસે  છે  ખરો  ?

       સતા   પાસે   શાણપણ   નકામુ   --  કાણાને  કાણો  ના  કહેવાય   - પણ   સાચે  જ શાણા  હો   તો   ધીમે રહીને  કાણાને   પુછિ લેજોકે  ભાઇ    આ   નેણ    શિદને   ગુમાવ્યા  છે ?    શુ  થયુ  હતુ  સાહેબ ?દુખતી  રગ  પકડતા   પણ આવડવી  જોઇયે  અને દબાવતા પણ  આવડવી  જોઇયે  - તે  શાણપણ  સારી ભાષામા  મુત્સદ્દીગીરી  કપટ  ,  કુટીલતા ,  કાર્યદક્ષતા ,  વિવેક  , આજ્ઞાપાલન, શાણપણ  , મુત્સદ્દીગીરી ,   આ બધા   વહીવટી માતાના  સંતાનો છે    


ગુણવંત  પરીખ 
28-4-15         (    આચાર   સંહીતા    ----   34   ...   )







From:-                               28-4-15
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609

No comments:

Post a Comment