AACHAAR SANHITAA 33 ----


From:-                               24-4-15
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609



   - :  આચર   સંહીતા  :-        ---  33  ----

       દર્દની   સાથે   દવાનુ   પણ  નિર્માણ   થાય   જ   છે  - નિયમો   ઘડાય   છે  તેની   સાથે  અમલવારીના   સુત્રો  પણ  ઘડાય  છે  -  સાથે  સાથે   છટકબારીઓ  પણ   શોધાય  છે  ,-કોઇ   કાયદો   એવો  નથી  કે   જેમા  અપવાદ  ના  હોય  -  અપવાદ   એ  છટકબારીનુ   જન્મસ્થાન  છે કાયદા   અને  નિયમો  જે  બંધારણે   આપેલી  દેન  છે     તે  નિશંક   ઉચ્ચ   ધોરણો   દર્શાવે   છે  -  પણ    તેની  અમલવારી જ ગરબડ    ઉભી  કરે  છે .  બંધારણે   કાયદા  ઘડવાની  સત્તા  જેમ   વિધાન મંડળને    આપેલી  છે   તેવી જ  રીતે   અમલવારીની  સત્તા    કારોબારી  પાસે   અબાધિત   છે   અને   તે   તેની સત્તા    યોગ્યરીતે     વાપરે છે  કે  નહીં  તે   ચકાસવાની   કામગીરી  ન્યાયતંત્ર   કરી   શકે  છે  .  પરંતુ   સૌથી અગત્યની   કામગીરી   કારોબારીની  છે   જેની   પાસે અમલીકરણની  સત્તા  છે  અને  આ  સત્તા  અમલીકરણ અધીકારી યોગ્યરીતે   વાપરે  છે કે  કેમ  તે   સૌથી  અગત્યની  બાબત છે.

    તાજેતરમાજ  મુખ્યમંત્રીશ્રીએ   રાજ્યના  કુલપતિશ્રીઓની  એક   બેઠક  બોલાવેલી  અને   તેમા  તેઓશ્રીએ   કુલપતિશ્રીઓને  સુચના  આપેલી કે  તમે   તમારા અધીકારો  હિમ્મતભેર    ભોગવો  અને વાપરો  -  આ   સુચન  માત્ર અને  માત્ર   કુલપ્તિશ્રીઓને  જ   લાગુ પડે   છ્હે  તેવુ નથી  -  - દરેક વહીવટી અધીકારીને  લાગુ પડે છે   કે   દરેક અધીકારીએ પોતાની સત્તા   યોગ્યરીતે  -  જરુર પડે  પોતાના  સ્વવિવેક્નો   યોગ્ય ઉપયોગ  અને  ઉપભોગ કરીને  પણ  વાપરવી જોઇયે  -પછિ   ભલે   તે  કુલપતિ  હોય  ,  કોલેજના આછર્ય  હોય , શાળાના   મુખ્ય શિક્ષક હોય    કે  પછી  વહીવટી વડા   તરીકે  સનદી  અધીકારીહોય કે  જે   તે  ખાતાના વડા  હોય  -   જેના કાર્યક્ષેત્રમા  જે  જે    કામગીરી  આવે   તે   તે   કામગીરી    તે  નિષ્ઠાપુર્વક અને  પોતાના  સ્વવિવેક મુજબ  નિર્ણય   લયીને  બજાવે..કેટલાક  બેજવાબદાર   અધીકારીઓ   એમ    વિચારે  છે  કે  આગલા  અધીકારીએ  જે નથી કર્યુ   તે  માટે મારે  શા માટે  માથુ  મારવુ ?  મારે  શામાટે જવાબદારી લેવી ?  આવી    ભાગેડુ  વ્રુત્તિવાળા અધીકારી   માટે જ  કહેવત   બની  છે  કે   મહેતા  મારે પણ  નહીં  અને   ભણાવે પણ  નહીં. .પણ  કેટલાક   અધીકારીઓ  પાસે   આ  ક્ષમતા  છે  અને  તે  ભોગવવાનોપણ તે પ્રયત્ન  જરુર કરે  છે  . મુખ્યમંત્રીશ્રીના   સુચનની  ખરી  કસોટી અહીયા છે  . તેઓશ્રીએ  આ સુચન   ખાસ  કરીને  કુલપતિશ્રીઓને  કરેલુ છે  - કુલપર્તિશ્રીનુ   કાર્યક્ષેત્ર  એક  બંધારણીય   સ્વાયત્ત   સતા  મંડળ   છે  અને  તેના  માળખામા   લોકશાહી ઢબે    નિમાયેલ  માનનીય  સભ્યશ્રીઓ   પણ   હોય  છે  - સેનેટ  અને   સિંડિકેટના   સભ્યો  પણ   તેઓ  માત્ર યોગ્ય   સુચન  જકરી શકે  -  વહીવટમા   કોઇ   ગેરરીતી હોય   તો  તે અવશ્ય     દર્શાવી  શકે છે  - પણ   નિર્ણાયક   અભિગમની સત્તા તો  કુલપ્તિ  પાસે જછે  અને  કુલપતિ  તે સતા   વિના રોકટોક    ભોગવી  શકે  છે  - પણ  વ્યવહારમા  કુલપતિ  આ સત્તા વિના રોકટોક ભોગવી શકે છે  ખરા  ?  જો   કુલપતિ   કોઇ  જલદ   નિર્ણય લે  છે તો  તેમના ઉપર    તેમનુજ  ચુટાયેલ  તંત્ર    માછલા  ધોવા  માડે   તો   કુલપતિ   કેવી રીતે  નિર્ણય લે  ?  અને  માનો કે   કુલપતિ મજબુત  મનોબળ રાખીને  નિર્ણય  લે  છે  તો  તેમના આ  નિર્ણય  ઉપર   જ્યારે   પસ્તાળ પડે  છે  ત્યારે   સરકારની ફરજ  બની રહે  છે કે   તે   કુલપતિની   પડખે  રહે  - પણ   મને   લાગે છે  કે   સરકારનેએમઅવશ્ય   લાગે છે કે  કુલપતિનોનિર્ણય   યોગ્ય  જછે    પણ  ચુટાયેલપાખના  કોઇ સભ્યનો  વિરોધ  આવે   અને   તે  સભ્ય  જો   વગદાર  કે  વજન ધરાવતા  સભ્ય  હોય   તો  તેવા  સમયે   સરકારે  કુલપતિની  ઢાલ   બનવુ  જોઇયે અને નહીં કે  માત્ર   પેલા  ચુટાયેલ  સભ્યની   તરફદારી  કરવી.   કુલપતિશ્રીએ  જો  પોતાનો નિર્ણય  આવા   જદબાણ  નીચે    બદલવો  પડતો   હોય  અથવા જો  કુલપ્તિને   નિર્ણય  લેવામા    આવા  દબાણોનો  સામનો    કરવાનો  સમય  આવે  ત્યારે   સરકારે  કુલપ્તિની  સાથે  રહેવાની ફરજ રહે  છે  . 

          આ  જ  બાબત  માત્ર  કુલપતિ શ્રીઓને જ નથી  લાગુ  પડતી -  તમામ  વહીવટી  અધીકારીઓને   લાગુ  પડે  છે મા. વડાપ્રધાનશ્રીએ પણ   સનદી  અધીકારીશ્રીઓને  પોતાના  નિર્ણય  હિમ્મતથી  લેવા અને  કોઇનો  પણ  ડર   નહીં   રાખવા    શિખામણ  આપેલીજ  છે   પણ  તેમને કેટલો  સથવારો  મળશે  તે   કોઇ  કહી  શકે  નહીં  -  સમાચાર  માધ્યમોની  માહિતી   મુજબ  એક   સનદી  અધીકારીની  ટુકા    ગાળામા 46  બદલીઓ  કરવામા  આવી   હતી.  .બદલી   કરવીતે   સરકારનો કારોબારીતંત્રનો  અબાધિત    કક્ષાનોઅધીકાર  છે  -ના  નહીં -  કારણ  કે સામાન્ય  રીતે ન્યાયતંત્ર  પણ   બદલીના   કિસ્સાઓમા  વચ્ચે  પડવાનુ ટાળે  છે.- બદલી   માટે  વહીવટીઅનુકુળતા  અને  વઃઈવટી  અનુકુળતા  માટે   જાહેર   હિતનુ  કારણ    આપી  દેવામા  આવે છે  -  શુ   જાહેર   હિત  છે  તે    જાહેર કરવાનુ  નથી- હુકમ   રાજ્યપાલના   નામે  થાય  -રાજ્યપાલને   ખબર  પણ  ના  હોય -  -હુકમ  કરાવનાર   પદાધીકારી  મંત્રી હોય  - જે   સામાન્યરીતે  નોધ   ઉપર  ક્યાય ચિત્રમા   આવે   નહીં  -અને   હુકમ  પર   સહી કરનાર  અધીકારી     આદેશાનુસાર    કે   આજ્ઞાનુસાર      જણાવીને   હાથ  ઉચા   કરી  દે  -  જો  કે  આવુ   અનેકાનેક  વખત  બનતુ  હોવાથી   કોઇક  વાર  ન્યાયતંત્ર   વચ્ચે  પડે  છે   અને   ક્યાક   ક્યાક  મનાઇ હુકમ  પણ   આપે   છે  , કદચ  કોઇક  વાર  બદલી  રદ   પણ  કરે છે  પણ   તે  પછીના   જે  પરીણામોઆવે ચે તે   બદલીનો ભોગ   બનનાર  અધીકારી તે   પછી   માત્ર   બદલી  જ નહીં   -  કિન્નાખોરીનો   પણ  ભોગ  બને  છે  -તેની  બદલીનુ   સાચુ કારણ તો  તે  જે  સ્થાનિક  સ્તરે   સેવા   આપે  છે  તે   સ્થળના     કોઇક સ્થાનિક  નેતા   જેવા  કે   નેતા , કે  પછિ  કોઇ   કાર્યકર્તા  પણ  હોઇ  શકે  - જેમની સુચના  નુજબ તે  અધિકારી   વર્ત્યા  ના  હોય  - અને   પછી  ના   પરીણામે તે અધીકારી  માટે રજુઆતો થાય   કે  અમારે આ અધીકારી અહિયા    નહીં  જોઇયે  અને     સહેબ ની   બદલી  -   તબાદલો   થાય -  સાહેબ  એકલા હોય  તો  ઠીક  છે  - પણ  કુટુબ સાથે  રહેતા   હોય  , પત્ની  હોય ,બાળકોહોય, અભ્યાસ  કરતા હોય  ,  વ્રુધ્ધ  માબાપહોય ,તેમની  સેવા ચાકરીની   જવાબદારિ  હોય   અને બદલી થાય  -  અધવચ્ચે-  ગમે ત્યારે -   કોને  નુકશાન ?  સામાન્ય  નિયમ  તો  છે  કે   બદલી   શાળાકિય  વર્ષના  અંતે    થાય અધીકારીએ એક  જ સ્થળે  3 થી   વધારે વર્ષ   પુરા કર્યા હોય   ત્યારે   થાય  ,   પણ  આ    સામાન્ય  રીત    અસામાન્યક્યારે બની  જાયા છે  તેની ખબર  માત્ર  પેલા   કાર્ય્કર્તા, નેતા,પદાધીકારિ ,અને  અસરકર્તા    અધીકારીજ જાણે  છે .કે   આ બદલી  માટે  સાચુ   કારણ  શુ  છે-   આવા   સંજોગોમા   અધીકારી  કેવી  રીતે હિમ્મતથી   નિર્ણય લયી   શકે  ?  અને એક  બ્વખત   પગ   લપસ્યો   એટલે  તે  સદાનો ગુલામ  સમજો  -  તેનુ  બ્લેક મેલીગ   પણ   થાય   અને  હવે   તો   સ્ટિંગ  ઓપરેશન પણ   શક્ય   છે -  આવા  પરીણામો ને  નજરમા  રાખીને   સાદોસીધો  અધીકારિ     હિમ્મત વાળો   બનવાને  બદલે વ્યવહારુ બનવાનુ  વધારે પસંદ   કરે   છે -   સબકી  ચુપ  -ોઅપની  ભી   ચુપ  - ન્યાય તંત્ર  પણ  આ  જાણે  છે  - અને સમજેછે  પણ  ખરુ પણ  તે  કેટકેટલુ  રક્ષણ   આપી  શકે  ?  કદાચ   બદળી  રોકી  શકે  પણ  કિન્નાખોરીથી  કેવુ પરીણામ   આવશે  તેની  ન્યાયતંત્રને   ક્યા  ખબર  છે ?     વહીવટી  અનુકુળતા અને   જાહેર  હિત    ના નામે થતા   બદલીના હુકમનેજપડકારી  શકાતા  નથી  -

       એક   બાજુ   અધીકારિઓને   સુચના  આપવામા આવે  છે કે  હિમ્મતભેર  પગલા   લો અને   હિમ્મતભેર  પગલા  લેનાર    અધીકારીહોય  કે   કુલપતિ  -  કે  કોઇ પણ  શાખાધ્યક્ષ   હોય  આચાર્ય  હોય  કે  પોલિસ  અધીકારી શાસનાધીકારી   હોય   કે  નોધ   તૈયાર   કરનાર  સેક્શન   અધીકારી  હોય  -   વહીવટી  તંત્ર   એટલુ   મોટુ  લાબુચોડુ  છે   કે   આ  બધા  અસરગ્રસ્તોના   નામો  લખવામા  તો   આખુ    પાનુભરાઇ  જાય  -  પણ  ગમે તે   હોય  - માથા  ઉપર   બદલી   જેવા    અબાધિત   અધિકારોની  તલવાર  લટકતી   હોય ત્યા  તે  કેવો નિર્ણય  લેશે  ?  કમનસીબી   તો  ત્યારે   આવે  છે  કે   જ્યારે  તેમણેલિધેલા   સાચા  અને  યોગ્ય  નિર્ણયો તેમને  ફેરવવા  પડે  છે  -તે   જાણે  ચે  કે  આ  નિર્ણય    કેમ   ફેરવવો  પડ્યો  -  છતા   તે  નથી  કહી શકતા નથી  સહી  શકતા  -અને  ઉપરીવર્ગ   આ  બધુ  જાણે  છે   છતા  તેમનેરક્ષ્ન   મળતુ  નથી  અને  એક વાર    સાચો  નિર્ણય બદલાઇ   જાય  પછિ   નિર્ણય ફેર્વવાવનારો   વર્ગ   માથા  ઉપર   ચઢી   વાગે  છે .  મને   ખ્યાલ   છે  :  મારા એક  લોકપ્રિય   એવા   પ્રાધ્યાપક  :  સિધ્ધાંતનિષ્ઠ વ્યવહારુ-કાબેલ-  વહીવટી  ક્ષમતા  ધરાવનાર  -નવર્ગમા  તોફાનો  કરીને  બુમ બરાડા  પાડીને   નવા  સવા   આવેલા  અધ્યાપિકા બેનને   જ્યારે   પજવતા  હતા   ત્યારે   વર્ગમા આવીને  શાખાના  વડા  તરિકે    તોફાની  વિદ્યાર્થીઓને   ચુપ  કરી  દેનાર  -  આ  પ્રાધ્યાપક  શ્રી-   સમય   જતા    તેમની  નિષ્ઠા  આવડત , પ્રમાણિકતા,  જેવા  અનેક  સદગુણો  ધરાવનાર  -  અને   તેની કદર રુપે   ઉપકુલપતિ    નિમાયા તે  સમયે   વાઇસ  ચાંસેલરનો   ગુજરાતી   પર્યાય    કુલપતિ   નહોતો -  યુનીવર્સિટીને    એક  શ્રેષ્ઠ   કક્ષાના  ઉપકુલપતિ   મળ્યા-
પણ   અધ્યાપક- શ્રેષ્ઠ   અધ્યપક  - વહીવટના  દળદરમા   ફાવી  શક્યા  નહીં  -  કારણ   અહિ  માત્ર   વિદ્યાર્થીઓ જ ભણાવવાના   નહોતા પણ  અનેકવિધ   વ્યવહરુ  અવ્યવહારુ-   વહીવટી  નિર્ણયો  લેવાના  હતા-   લોકશાહી  ઢબે સ્વાયત્તરાનુ  સંચાલન કરવાનુ હતુ  -    વ્યવહારુ બનવુ  તેમને ગમ્યુ નહીં  - ફાવ્યુનહી  વિદ્યાર્થીઓને  મુઠીમા રાખનાર  આ    શિક્ષક    રાજકારણીઓને  માથા ઉપર   રાખી શક્યા નહીં  અને  ગુજરાત  યુનીવર્સીટીએ  એક  શ્રેષ્ઠ   ઉપકુલપતિ    ખોયા .વહીવટી   ક્ષેત્રે  આવા  કેટલાય  શ્રેષ્ઠ    અધીકારીઓપણ  ખોયા હશે  -  પણ  આ  બધા  આગળીના   વેઢે   ગણાય  તેટલા જ મળે 

       આ પરિસ્થીતીનો   ઉપાય શો  ?કોણ  સુચવશે    ઉપાય? તેમણે  સુચવેલ  ઉપાય માનશે    કોણ ?  આ  કક્ષાના  વર્ગના  હોદ્દેદારો , ભેગા  થાય  ,  સાથે  મળે  , વિચાર વિમર્ષ  કરે  , અને  સ્વવિવેકના  ઉપભોગને   સમજે સમજાવે  - અમલમા મુકે  -વહીવટ્ના  ખોટા  બંધનો  ને   ફગાવી    દેવાની હિમ્મત રાખે -  તો  - તેઓ  પણ   - અગાઉ  જેમ  જણાવેલ  - ધીરુભાઇ   દેસાઇ   વડી  અદાલતના   એક  ન્યાયમુર્તીએ   જે   હિમ્મતથી   ચુકાદો આપેલો   - તે   હિમ્મતના પરીણામેતેઓશ્રીને   જે   માન સન્માન મળ્યા  તે    આવા    હિમ્મતવાલા   નિર્ણયો  લેનાર અધીકારીઓને પણ  મળી રહે 

હિમ્મત ,ક્ષમતા   અને શુભનિષ્ઠા   - આ  ત્રણનો   ત્રિવેણી  સંગમ  - સારુ પરીણામ આપશે

સ્વવિવેક   આચાર  સંહીતાનો   શિરમોર   મુગુટ  છે

ગુણવંત પરીખ
24-4-15








From:-                               24-4-15
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609

No comments:

Post a Comment