From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા .... 30
દુઃખ અને દર્દનો ઇલાજ પણ હોય જ . દિલાસો દુઃખમા રાહત આપે છે અને દવા દર્દમા રાહત આપે છે - કોઇ દુખ કે દર્દ એવા નથી કે જેનો ઇલાજ ના હોય – નિરાસા એ ઇલાજ નથી – યોગ્ય પ્રયત્ન કરવાથી ઇલાજ મળી જ રહે .
નિરાશ માતા એમ કહી શકે કે હુ તો આ બચુડાના તોફાનથી હવે ત્રાસી ગયી છુ , કદાચ માનુ આ વિધાન ચલાવિ શકાય કારન તેની પાસે યોગ્ય દંડાત્મક સતા ઓછી છે અને છે તે અસરકારક નથી પણ શિક્ષક એમ ના કહી શકે કે હુ તો આ વિદ્યાર્થિઓના તોફાનોથી વાજ આવી ગયો છુ. તેની પાસે તો સતા હોવી જ જોઇયે અને તે જરુરી પણ છે કે શિક્ષક પાસે દંડાત્મક સતા હોય - અને શિક્ષકે તે ઉપયોગમાલેવી પન જોઇયે જો તેની દંડાત્મક સત્તા અસરકારક ના રહે તો શાળાની શિસ્ત ખોરવાઇ જાય અને કમનસીબે આજે શિક્ષકની દંડાત્મક સત્તા અસરકારક રહી નથી અને તેનુ પરીણામ આપણી આખો સામે છે . વિદ્યાર્થીઓમા ગેરશિસ્ત્નુ પ્રમાણ એટલુ ઉચુ છે કે તેની કલ્પના પણ કરી શકાય નહીં- ઉધ્ધત અને તોફાની તેમજ અવિવેકી અને ઉદ્દંડ વિદ્યાર્થીઓના સહારે તેમના માબાપ તો આવી જ જાય છે પણ હવે તો સરકાર અને સામાજિક સંસથાઓ અને મિડિયા પણ આ તમાસામા જોડાય છે અને કાગનો વાઘ બનાવીને વરવી રજુઆત કરે છે અને તેના પરીણામે શિક્ષકો શિક્ષાત્મક કાર્યવાહીથી દૂર રહેવાનુ પસંદ કરે છે અને પરીણામ આપણી નજર સામે છે......
આજે તો એમ કહેવાનુ મન થાય છે કે શૈક્ષણીક ક્ષેત્ર એ બોડી બામણીનુ ખેતર છે જેને જેમ મન ફાવે તેમ લુટો - સંચાલકો મન ફાવે તેમ ફી વધારે છે અને તિજોરી ભરે છે તો વાલીઓ પણ મેદાનમા આવી જાય છે અને બંધ અને ઘરણા કરે છે , દેખાવો યોજે છે : જાણે કે આ ક્ષેત્ર એક સ્વાયત્ત સરકાર જેટલુ મહત્વ ધરાવતી ના હોય - સરકાર, સંચાલકો અને વાલીઓ - આમો મરો કોનો ? વિદ્યાર્થીઓનો કે બીજાનો ? આ એવા વર્ગની શાળાઓ , છે જ્યા ઉપલા મધ્યમ વર્ગના બાલકો આવે છે -દેખાદેખીમા વાલીઓને ફરજ પડે છે કે તેમનુ સંતાન “ મોટી “ શાળામા ભણે અને વિવેકહીન બને – સંસ્કારહીન બને - અરે ગુજરાતની વડી અદાલતે સુચના આપી છે કે આવી શાલાઓએ અમુક સીટો નિચલા વર્ગ માટે અનામત રાખવી – પણ તેનો અમલ થતો જ નથી અને કોઇ અમલ કરાવતુ પણ નથી - એનો અર્થ એમ થયો કે જે પૈસે ટકે સધ્ધાર હોય તે જ આવી શાળાઓમો પ્રવેશ મેળવી શકે ,અને પ્રવેશ મેળવ્યા પછી મનફાવે તેમ વર્તી શકે - શિસ્ત અને સંસ્કાર તો બજુએ રહ્યા –અસામાજિક કક્ષાના તોફાની બારકસો બની જાય છે -બાલકો જાણે છે કે તેમના બાપા સધ્ધર છે અને પોતે ગમે તે કરશે તો પણ બાપા છે જ ને તેમની પડખે ? અને આ રીતે ઘડાયેલ આ બારકસો મોટા થયીને જ્યારે માધ્યમીક કક્ષાએ આવે છે ત્યારે તો તેમને મોટુ મેદાન મળી જાય છે તે શિક્ષકથી નથી ડરતા પણ શિક્ષક તેમનાથી ડરે છે. –કેટલા વટથી પેપરો ફુટી જાય છે અને શિક્ષકો સંચાલકો અને સરકાર દેખતીરહી જાય છે - છે કોઇ પુછંનાર ગાછનાર ? ચાલો હજુ તેનાથી આગળ વધીયે- ઉચ્ચતર માધ્યમીક અને યુનીવરસીટી કક્ષાએ આવીયે –શાળાના આચાર્ય , કોલેજના આચાર્ય કે યુનીવર્સીટીના કુલપતિ - જે આ ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિઓ ગણી શકાય -તેમનો પ્રભાવ જ એવો હોવો જોઇયે કે વિદ્યાર્થીતો શુ સરકાર પણ તેમનાથી અંજાઇ જવી જોઇયે- ભારતિય ગુરુકુળની એ પરંપરા હતી કે ગુરુકુળના આચાર્યની પરવાનગી વગર તેમના પરીસરમા રાજા કે રાજવીકુટુબનો કોઇ સભ્ય પણ તે પરીસરમા પ્રવેશી શકે નહીં - આચાર્યનો શબ્દ ઉથાપી શકે નહીં તે જ ભારતિય શૈક્ષણીક પ્રથામા આજે એક નહીં અનેક “ રાજા “મહારાજાઓ “ પોતાનુ આગવુ સ્થાન જમાવીને બેસી ગયા છે કે જ્યા “આચાર્ય “ માત્ર જાણે કે ચાવી આપેલ કઠપુતલી ના હોય ? આ બધા “ રાજા “ “ મહારાજાઓ” આવ્યા ક્યાથી ? રાજાનુ સ્થાન સંભાળનાર “સરકાર “ પાસે કોઇ સતા છે કે નહીં ?અને જો છે તો તેનો ઉપયોગ કેમ નથી થતો ? લોકશાહીનિ કેવી લાચારી છે ? સતાની ખુરસી પર બેઠેલ વ્યક્તિ પાસે સત્વ કે સ્વત્વ પણ નથી છે તો માત્ર પોતાની ખુરસી બચે તે માટેના પરિબળો ઉભા કરવા અને જાળવવા – ખુરસી બચાવવાની લાય અન લાયમા અને તેના જ હાય વલોડામા આ રાજા મહારાજાઓ અગત્યની કામગીરી કરતા નથી અથવા કરી શકતા નથી અને પરીણામે છેક નીચેની કક્ષાએથી જ ગેરશિસ્તનુ જોર વધી જાય છે અને “બાળક “ જ્યારે બાળક મટી અને કિશોર બને ,શાળા માઅ જાય , કોલેજમા જાય ત્યારેતો તેની ગેરશિસ્ત વકરી ચુકી હોય છે અને યુવાનીમા તો તે માજા મુકી દે છે . અને યુવાનીમા પગરણ માડતો આ વર્ગ જ્યારે રાજા મહારાજાની ખુરસીની ઉમેદવારી માટેસક્ષમ બને છે ત્યારે તો આ ગેરશિસ્ત ખાસી ફુલી ફાલી હોય છે અને તે પણ એવા જ અભીમાન સાથે કે હવે અમોને કોણ રોકનાર ટોકનાર છે ? ષુ સાચેસાચ તેમને કોઇ રોકનાર કે ટોકનાર નથી ? શાળામા શિક્ષક , કોલેજોમા આચાર્યઅને યુનીવર્સીટીઓમા કુલપતિ પાસે આ સત્તા છે જ પણ સત્તાના ભોગવટા સામે મોટો પ્રશ્નાર્થ છે - તેમની લાચારી છે કે તેઓ આ વર્ગ સામે પગલા નથી લયી શકતા. અને આ જ હાલત રાજા મહારાજાઓના ઉમેદવારોના “ શિક્ષક“પણ ભોગવે છે - કેમ ? તેમની પાસે સત્તા નથી ? સત્તા છે જ- તો ભોગવતા કેમ નથી? બંધારણે નક્કી કરેલી ત્રણ મહાસતાઓ - વૈધાનીક ,કારોબારી અને ન્યાયતંત્ર - આ ત્રણા પૈકી બે મહાસત્તાઓ ગૃહમા હાજર હોય છે - સરકારના વડા - કારોબારીના વડા અને ગૃહના નેતા તે અધ્યક્ષ -આ બે ભેગા મળીને જો શિસ્ત જાળવવા પ્રયત્ન કરે તો તો કોની તાકાત છે કે ગૃહમા આવી અરાજકતા ફેલાવી શકે ? છતાય અરાજકતા થાય છે તે તો હવે દુનીયા જાણે છે અને આજના જમાનામા તો દુનિયા આ અરાજકતાના વરવા પ્રદર્શનો તમાસા સ્વરુપે નરી આખે દેખે છે અને લોકશાહીનુ માથુ શરમથી જુકી જાયા છે
પળભર માટે માની લો -ગૃહના નેતા અને સરકારના નેતા માટે કોઇ ધર્મસ&કટ છે તો તે બંન્ને ભેગા મળીને વિરોધપક્ષના નેતાને સાથે રાખીને પણ જાહેરમા થતી આ બેઆબરુજેવી પરીસ્થિતિ માટે ઉપાય શોધી શકે છે - જો અધ્યક્ષ અને સરકાર ગૃહમા થતી તોડ્ફોડ માટે જવાબદારીલનક્કી કરીને તે વસુલ કરવાની કામગીરી અને તેની સત્તા ભોગવે છે અને તેમ કરે પણ છે જ તો આપ્રકારની તોડ્ફોડ થતી રોકવા માટે કેમ કાર્યવાહી નથી કરતા? એવા પણ બનાવો ભુતકાળમા બનેલા છે કે જ્યારે ગૃહના માર્શલોએ કોઇ સભ્યને ટિંગાટોળી કરીને બહાર કાઢ્યા હોય - તો આવા બેજવાબદાર તોફાનો વખતે કેમ ગૃહના નેતા ચુપ રહ્યા હશે અને આ સતા પ્રયોગ કેમ નથી થયો ? અને આ જ સત્તા યુનીવર્સીટીની સેનેટ કે સિંડીકેટ્ની મીટીગમા કે શાળાઓ મા પણ અમલીબની શકે છે - ત્રીજુ બાળક -ન્યાયતંત્ર - તે પણ બંધારણનુ જ સર્જન છે અને તેને મળેલી સતાઓ તે તેના સહોદરો માટે વાપરે જ - શા માટે તેનો હાઉ રાખવાનો હોય ?
પણ પાયામા ક્યાક એવી ગરબડ દેખાય છે કે સૌ ચુપ રહેવાનુ પસંદ કરે છે – કેમ ?તેરી બી ચુપ ઔર મેરી બી ચુપ --
આચાર સંહીતાનુ અમલીકરણ યોગ્ય રીતે થાય જ નહીં તેમ કદાચ સૌ ઇચ્છે છે --
--અને જો હુ , બાવો , અને મંગળદાસ , સૌ એકના એક જ હોઇયે તો ભક્તો શુ કરે ?
દેખતી રહ ગયી યે જમી ,
ચુપ રહા બેરહમ આસમા --------
બસ અબ તો -----
એ મેરે દિલ કહી ઔર ચલ -----
ગુણવંત પરીખ
11-4-15 ( આચાર સંહીતા -----30 --- )
From:- 14-4-15
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : હડતાલ – બંધ :- આચાર સંહીતા - 32 ---------
આપણી લોક્શાહીમા બંધારણે નાગરીકોને વિશાળ પ્રમાણમા મુળભુત અધીકારોના સ્વરુપે ખોબલે પ્રદાન કરેલ છે . તેમા ય તેના અમલીકરણ માટે પણ સગવડો આપેલી છે પણ મને આજે 65 વર્ષ પ્રજાસત્તાકને વિત્યા બાદ એમ લાગે છે કે આ અધીકારોનો ઉપયોગ જે રીતે થાય છે તે કદાચ યથા યોગ્ય નથી .
આ અધીકારો પૂર્ણ સ્વરુપે આપણી પાસે નહોતા ત્યારે આઝાદી પહેલા આપણે હડતાલો , બંધ ,પિકેટીગ વિ.વિ. જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા પણ તે વિદેશી સરકારને હંફાવવા માટે :ડરાવવા માટે , અરે માનો ને પજવવા માટે - પણ આજે શુ છે ? આજે કોની સમે આ હથીયાર ઉગામવામા આવે છે ? વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો અધીકાર એ અવશ્ય મુળભુત અધીકાર છે અને અદાલત તેને રક્ષણ પણ અવશ્ય આપે છે પણ જે રીતે તે અધીકાર ભોગવવામા આવે છે તે યોગ્ય છે ? એવી તે કયી નબળી કડી છે કે અદાલત અને બધના એલાનને જ ગેરકાયદેસર ઠરાવી શક્તિ નથી ? આઝાદી પહેલા વિદેશી ચીજવસ્તુઓ સામે પિકેટીગ થતુ હતુ , દારુના પિઠા સામે પણ પિકેટીગ થતુ હતુ આજે એ પિકેટીગ તો ભુલાઇ ગયુ છે – બહુ જ ઓછા કિસ્સાઓમા આવો પિકેટીગ જેવો જુવાલ જોવા મળે છે - દારુના અડ્ડા , લાગવગશાહી, ભ્રષ્ટાચાર , વિ.વિ. જેવા અનિષ્ઠો સામે આ આસાન માર્ગ નથી અપનાવાતો , પણ તેને બદલે પોતાના અધીકારો માટે આજ કાલ હડતાલ અને બંધ એ શ્રિષ્ઠ હથીયાર બની ગયેલછે.
માની લો કે યુનીયનો રચવા તે ગુનો નથી - જરુરી છે તે પણ સ્વિકારી શકાય - પણ આ યુનીયન શુ કરે છે તે ચકાસવાની કોઇની સત્તા નથી ? છાસ વારે કર્મચારીના યુનીયનો પોતપોતાની માગણીઓ સ્વિકારાવવા માટે હડતાલનુ એલાન આપી દે - સરકાર દેખતી રહી જાય અને વિરોધ પક્ષ માટે એક મેદાન માટેનો માર્ગ મોકળો બને - વિરોધ પક્ષ એ નથી જોતોકે માગણી કરનાર ની માગણી વાજબી છે કે નહીં - પણ આ હડતાલ થી સરકાર કેવી સકંજામા આવે છે તેના ઉપર તેની નજર હોય છે - અને કમનસીબે સરકાર પણ પોતે સકંજામા આવી ના જાય તે બાબત જ નજરમા રાખીને હડતાલનોસામનો કરે છે ..કર્મચારીઓની હડતાલાથી પ્રજાને કેવી અને કેટલી આફતોનો સામનો કરવો પડે છે તે કોઇની નજરમા નથી આવતુ - હડતાલમા જોડાનાર કર્મચારીઓ પણ પોતાની મરજીથી નથી જોડાતા, : એકલા ના પડી જવાય માટે યુનીયન કહે તેમ કરવુ - યુનીયન શુ કહે છે તે અગત્યનુ નથી -પણ યુનીયનના જોરે કામ કઢાવી લેવુ તે અગત્યનુ છે સાદા સીધા કર્મચારીઓ તો તે માને પણ છે અને સમજે પણ છે કે આ હડતાલથી એમને તો જે લાભ મળવાનો હશે તે મળશે કે નહીં તેની તેમને ખબર નથી - જે સૌનુ થશે તે આપણુ થશે – પણ દરેક કર્મચારિ તેટલુ તો ચોક્કસ પણે માને છે કે હડતાલથી યુનીયનના અમુક વગ ધરાવનાર હોદ્દેદારોને તો લાભ થવાનો જ છે - ખાનગી લાભ બાજુ પર રાખિયે - પણ જાહેરમા ઉપલા વર્ગ સાથે – અધીકારીઓ સાથે , મંત્રીઓસાથે - પ્રધાનો સાથે - તેમની બેઠક ઉઠક વધે છે અને તેનુ વજન પણ પડે છે અને તેનો ઉપયોગ પણ તે કરી શકે છે -સાદી સીધી સમજવા જેવી વાત છે - હોદ્દેદારોની ચુંટણીમા કેમ આટલો બધો રસ અમુક વર્ગને હોય છે ? આ ચૂંટણી લડવા અને જીતવા તેઓ કેમ પાણીનીજેમ પૈસા ખર્ચે છે ? કેમ જિતવા માટે આકાશ પાતાળ એક કરે છે ?દરેક વૈધ અને અવૈધ તરકીબો અજમાવે છે ? કદાચ લોકશાહીનિ આ એક નબળી કડી છે - ચુટણી –અને ચુટણી -પછિ તે ગમે તે કક્ષાની હોય – લોકસભા,,રાજ્યસભા,ધારાસભા ,નગરપંચાયત , કોર્પોરેટર , ગ્રામ પંચાયત, વિવિધ મંડળીઓ , યુનીયનો , અરે શાળા કોલેજોના યુનીયનો પણ તેમાથી બાકત નથી - આ બધા ઉમેદવારોને તેમના મતદારોનુ કામ કરવામા રસ છે ? શુ કામ કરે છે તે સૌ હોદ્દેદારો ? અરે સ્વચ્છતા અભીયાન કે પાણીની જરૂરિયાત માટે પણ કોઇને પડી નથી – આ ચુટાયેલ સભ્યો જે નથી કરી શકતા તે કામ એક નાનોકર્મચારી કરી શકે છે –અને ખરેખર તો આ ચુટાયેલ સભ્યોને તેમનુ કામ આ અધીકારિ કે તેમના કર્મચારીની મારફતે જ કરાવવુપડે છે તો શા માટે તે કર્મચારીનીસમદદ ના લેવી? પણ બિચારો કર્મચારી - યુનીયનથી બંધાયેલ છે - યુનીયનવાળાતેનો વિરોધ કરે તો ? જોયુ ને કેવુ નેટવર્ક છે ? બેંકોના કર્મચારીઓની હડતાલ હોય કે રીક્ષાવાળાની હોય કે પછી બસ કંડક્ટરો કે ડ્રાઇવરોની હડતાલ હોય ,- નુકશાન કોને છે ? ચેકો સલવાઇ જાય તો કોના? ચુકવણા વગર રહે તો કોણ રહે ? જરુર વખતે પૈસા ના મળે તો કોણ સલવાય? અધીકારિઓ તેમની ખુરસીમા સલામત- રાજ્યના અધીકારીઓ અને પદાધીકારીઓ તેમની રીતે વાટાઘાટો કરે -યુનીયનોના પ્રતિનિધીઓ તેમની રીતે વાટાઘાટો કરે -પણ સરવાળે શુ ? દળી દળીને કુલડીમા ? નુકશાન અને હાડમારી તો પ્રજા જ ભોગવે?
આ તો થયી એક નાની સરખી હડતાલની વાત - જોયુ કે મરો કોનો થાય છે –કોના તરભાણા ભરાય છે - કેવી રીતે ભરાય છે - ઉપરવાલા જાનકર અનજાન હૈ -------પણ ખરી કમનસીબી તો પોતાનુ હીત સજાવવા અને વિરોધ કરવા કે વગ પ્રાપ્ત કરવા જ્યારે કોઇ રાજકીય પક્ષ બંધનુ એલાન આપે છે ત્યારે તે બંધના એલાનથી કોને કેટલો લાભ થાય છે ? પ્રજા પણ જાણે છે અને રાજકીય પક્ષો પણ જાણે છે કે તેમને કેવોઅને કેટલો લાભ થાય છે - પ્રજા હાડમારીઓ સહન કરે છે – પક્ષો ખીચડી પકાવે છે - જો પાકે તો - નહીતર છેવટે ગાજરની પીપુડી - વાગી ત્યાસુધી વગાડી અને નહીતર ચાવી ખાવાનુ એ ગાજર- પણ આ બંધના એલાનનો સૌથી મોટો લાભ કોને મળે છે ? સૌથી મોટોલાભમળે છે માત્ર અને માત્ર અસામાજિક તત્વોને- લુટ્ફાટ કરનાર વર્ગ ને - તોડ્ફોડ કરનાર વર્ગ ને –ઓફીસોના ફરનિચરો સળગાવી દેવા, રસ્તાઓ બંધ કરી દેવા ,સરકારી અને જાહેર વાહનોની તોડ્ફોડ કરવી , બસોના કાચ તોડી નાખવા , ટાયરોની હવા કાઢી નાખવી , રસ્તા ચક્કા જામ કરવા ,વાહનનવ્ય્વહારો સ્થગીત કરી દેવા , : તમારી માગણીઓ ને આની સાથેશો સંબંધ ? તમારોવિરોધ કોની સામે છે અને તમે કોને હેરાન કરો છો ? અને તમારા આ પગલાનો લાભ કોણ લે છે ? રાજકીય બંધ અને હડતાલો હોય કે પછી શાળા કોલેજો ની – સરવાળે તો નુકશાન પ્રજાને જ થાય છે તે વાત શુ આ રાજકીય નેતાઓ , આગેવાનો વિ.વિ. નથી સમજતા >? બધા જ આ વાત સારીરીતે - ઘણીસારીરીતે સમજે છે – તો પછિ ઉપાય કેમ નથી કરતા ? ક્યા કોનુ એવુ મોટુ હિત સમાયેલુ છે કે કોઇ બોલી શકતુ નથી ? અણ્ણાજી હોય કે કેજરીવાલ હોય , કોંગ્રેસ હોય કે બીજેપી , મુલાયમજી હોય કે લાલુજી ,નિતિશજી હોય કે શરદ્જી, માયાબેન હોય કે મમતાબેન હોય , લલીતાબેન હોય કે જયલલીતાબેન હોય - સૌ એકમતે અંદરખાને સમજે છે કે તેમનુ અસ્તિત્વ આપ્રજા ઉપર છે અને તે કાયમ રાખવા માટે સૌ મરણીયા પ્રયાસો કરે છે –અને તે માટે સૌ કમનસીબે અસામાજીક તત્વોનો સહારો લેતા પણ હોય છે - દરેક પોતપોતાની ક્ષમતા મુજબ તેમનો સહારો લે છે જ - મની અને મસલ પાવર –આ બે આવશ્યક અંગોોઅને પરીબળો છે અને તેટલા માટે જ આ સ્ત્રોત્રોને સૌ રાજકીય પક્ષો છાવરે છે - ફરજીયાત છવરવા પડે છે - કારણ તેમનુ અસ્તિત્વ તેમનીશક્તિ અને ક્ષમતાની સાથે આ બે “ એમ “ પાવરની પણ તેમને જરુર છે અને તેમને પાળે છે , પોષે છે અને છાવરે પણ છે .
આચાર સંહીતાના સુત્રો તો શ્રેષ્ઠ છે પણ તેનુોઅમલીકરણ કેવીરીતે કરવુ ? મારા એક મિત્ર છે - સહાધ્યાયી મિત્ર - તે લાબો સમય અમેરીકામા રહ્યા છે – ત્યાના વહીવટ અને રીત રસમ થી જાણકાર પણ છે , અંજાયેલ પણ ખરા , અને અહીના વહીવટ અને રીત રસમોથી વધુ પડતા વ્યથીત પણ છે , સુધારા અને તેના અમલીકરણ માટે સત્તા જ જરુરી છે - સતા માટે શુ જરુરી છે ? આખરે ક્યા આવીને ઉભા રહ્યા ?
સત્તા સિવાય આચાર સંહીતા શક્ય નથી અને આચાર સંહીતા ના ભોગ વગર સત્તા શક્ય નથી - બોલો જીતુભાઇ શુ કરીશુ ? પાણીમા રહેવુ અને મગરથી ડરવુ ? અરે અહીનુ પાણી તો એવુ છે કે મગરા તો ઠીક માછલીઓ પણ ડરાવી જાય છે --
Gunvant Parikh
14-4-15 ( aachaar sanhitaa ... 32 - )
From:- 14-4-15
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment