aachaar sanhitaa 26-- 27


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  

     - :  આચાર  -  સંહીતા :-      27  .......

            આચાર  , વિચાર  અને વ્યવહારનુ  પહેલુ   ચરણ તો  બાળપણથી  શરુ  થાય  છે  . સૌથી   પહેલા    સંસ્કારપ્રદાનનુ   કામ   માતા    કરે  છે  -  બાળપણમાઅ માતાએ   આપેલા  સંસ્કાર  તે   વ્યક્તિની જીવનભરની  મુડી   છે . 21  મી  સદીની  માતાઓ  - આજકાલની   માતાઓ  - મોટેભાગે   તો   વ્યવસાયી   મહીલાઓ  બની   ગયેલી   છે તેમનો  સમય   મોટે ભાગે  વ્યવસાયના  સ્થળે  જતો  હોય  છે ,   પછી   બાકી   રહેલા    સમય્માથી     થાક  ઉતારવા સમય   ફાળવવો  પડે  છે  ,  બાકી   બચેલા  સમયનો    કેટલોક   ભાગ   કાયા   જાળવણી   માટે  જાય , મધ્યમવર્ગની   મહીલાઓ    માટે  કેટલોક  સમય  તો  ઘરની  ચીલાચાલુ   કાર્યવાહી   પુરી  કરવામા   જાય ,   રસોઇ , ઘરકામ  , કચરા ,અને પોતા,   સાફસુફી ,  જિવનજરુરી   ખરીદી  - આધુનિક   શોપીંગ  -  કાયા  ,  માયા  અને   ફિગરના  ધોરણ   તેમના  માટે  બદલાઇ   જાય  છે   અને   આટલા  બધા  વ્યસ્ત   સમય પત્રક્મા   તે  બિચારી  મહીલા- માતા -  સંતાન  માટે  કેટલો  સમય   આપે -  કેવીરીતે  આપે ક્યાથી  આપે ?  સંસ્કાર સિચન  એ  નાના   બાળકના  ખેલ  નથી કુવામા   હોય   તો  હવાડામા   આવે  ને ?   માતાનુ   જીવન  જ જ્યા  ચક્કી  જેવુ  બની  ગયુ   હોય  ત્યા  તે પોતાના  સંતાનને   શુ   સંસ્કાર  આપે  ?તે  એક  ગૌરવ  અવશ્ય     લે છે કે   તે  તેના  સંતાનને   મોટી  , આધુનીક- સાધનસંપન્ન-  શાળામા   દાખલ  કરાવી દે  છે -  અરે    શાળાના  બાળકોની   ક્યા  વાત  કરવી  - બે  ત્રણ  વર્ષના   બાળકના   ભાગે પણ   પ્લે  ગ્રુપ   અને   મોઘા   ભાવની  બાળ  સંરક્ષક    સંસ્થાઓમા   મુકી દેવા  પડે છે  -    ઘેર   બાળકોની  કાળજી  કોણ  લે ?    વ્રુધ્ધ   દાદા- દાદીઓને  તો   આ  અર્વાચીન    કુટુબોએ  તેમના   દેશ  મા   મોકલી   દિધા  હોય અથવા તો   વ્રુધ્ધાશ્રમમઅ  ધકેલી દિધા હોય  , - કારણ  તે    બુઢ્ઢી  બલાઓ   કચ  કચ બહુ   કરતી હોય   છે  તેને   બદલે  બાળક્ને    થોડો વધારે ખર્ચ   કરીને  કોઇ   સારા બાળ   સંરક્ષક   ગૃહમા   મોકલીદેવાનુપનોકરીએ    જતા  મુકી  દેવાનુ અને  પાછા ફરતા     પાછુ લાવી દેવાનુ -  તે  બાળક  ત્યા જે  શિખે તે  સાચુ હા વધારે ખરચ  વેઠી શકનાર    માબાપો    વધારાના  ટ્યુશન   રાખીને  બાળકને  વધારે   સમય   ભણતરના ભાર નીચે  રાખે   છે  અને  એમ   કહે  છે કે  અમારો બાબો  ટ્યુશનમા જાય  છે કદાચ  એવુ  પણ  બને   કે  ટ્યુશના  આપવા      સર    ઘેર   પણ  આવે  -  પણ   તે  શુ ટ્યુષન   આપે  ?  ચા  પાણી  નાસ્તો  કરે નવા  પબ્લીકેશનની   કોઇ  પુસ્તીકા   મંગાવે વાચે સમય  પુરો  -  બાળક્ની અનુકુળતા મુજબ ઘેર   તેના દાદા  દાદી , નાના   નાની      જેવા   ડોસા ડગરા   જે   કાલી    ભાષામા  વાત કરે કે  વાર્તાઓ કહે    તે  કોણ  કહે  ? શકરીનુ  લગન   હોય   કે  શિવજીનુ  લગન   હોય  ,સમડીનો લાડવો  હોય  કે  સમડીવાળી ગોળીઓ હોય  -  આવી  કલ્પનાપ્રચુર વાતો   બાળકને    કોણ  કહે ? માતા પીતાની  ગેર  હાજરીમા મોટે ભાગે તો  તેમના  સંતાનો ટીવી પર  કાર્ટુન નેટવર્ક ,    પોગો  વિ.વિ. જેવી સીરિયલો  પર બેસી જાય છે   અને સમય જતા  તે   કારટુનના   બંધાણી  બની  જતા  હોય  છે  અને  તેને  છોડાવતા  નાકે  દમ  આવી  જાય છે  .વધારે  ધનીકના સંતાનો  કોમ્પ્યુટર   પર   જામી  જાય છે  , ગેમ્સ  રમે અને  તેનાથીપણ  વધારે ધનિક   વર્ગના   સંતાનોક્યારે  ડ્રગના    રવાડે  ચઢી  જાય છે ખબર  જ પડતી  નથી  -  માબાપ  તેમના વ્યવસાયમા  વ્યસ્ત બાળકો  તેમના    વ્ય્વસાય મા મસ્ત કોઇ કોઇને પુછનાર  જ નહીં   - હાય  , હલો  , બાય  , ટાટા ,ની   ઓળખ   સામે  નમસ્તે  એક   કલ્પના બની   જાય છે અને  શુભાષીત  તો  કલ્પનામા   પણ  ક્યાથી   આવે  ? અભીવાદન     શિલસ્ય,,,       નિત્ય વ્રુધ્ધોપિસેવીતા,
સત્વારી   તસ્ય  વર્ધ્યંતે ,,  આયુ  ,  વિદ્યા  યશ ,  બલમ

અરે  જે   તેમના   માબાપ  , ગુરુ   કે  શિક્ષકને   માન  આપતા  ના  હોય  તે  કોઇ વ્રુધ્ધને તો  શુ   માન  આપવાના હતા  ?  જેમનુ  બાળપણ   જ  ઉધ્ધતાઇમા   ગયુ   હોય  તેમની   યુવાની   કેવી  જાય ?  સ્વાર્થી  અને  સ્વચ્છંદી  , એકલપેટી  શૈલી  ,  .....
      એક   વયો વ્રુધ્ધ   નિવ્રુત્ત  કર્મચારી  - એક    જમાનાનો  અધીકારી-   પણ  ઉતર્યા  અમલ  કોડીના  -  પેંશન  કચેરીએ   ધક્કા   ખાવા  પડે  -  કોઇ   ભાવ  તો  ના  પુછે -    દરેકને  પોતાનુકામ હોય જ  - ત્યા આ  વ્રુધ્ધની   જાણ   કોણ  લે તેમના   પ્રત્યે  કોણ  ધ્યાન  આપે ? તેમના  કમનસીબે  તેમનુ    ટેબલ   સંભાલનાર યુવાન કર્મચારી   થોડોક વધારે   ઉધ્ધાત અને    વધારે પદતુ   બડ બડ  કરનારો   આખાબોલો  હતો  -   આ  વ્રુધ્ધ  નિવ્રુત્ત   કર્મચારી  તેની  પાસે  આવે એટલે પેલો    યુવાન  વિણી  વીણીને   તેના   કાગળોમાથી    ભુલો   કાઢી કાઢી  ને  આપે બિચારો   વ્રુઢ્ઢ   સુધારા  કરે  જ  જાય -  અને  દરેક વખતે  પેલો  નવી  નવી ભુલો    બતાવે  .અને  પગારનો  ચેક   આપે નહીં અને ધક્કા  ખવડાવે  - યુવાન કર્મચારીના   સાથી   કર્મચારી  તેને  સમજાવે  -બહુ  પજવવુસારુ નહીં  - પણ  પેલો ઉધ્ધત  એટલોકે કહે હવે એ ડોસો   અને   શુ  કરી  લેવાનો છે ? એના  હાથમા શુ  સત્તા  છે ?  વાત  તો   સાઅચીહતી-તે  ડોસો   શુ  બગાડી શકે  આ  યુવાન કર્મચારી નુ  ? આખરે  મોડે  મોડે પણ   યુવાને  વ્રુધ્ધને   તેને  પેંશનનો  ચેક   આપ્યો  -ચેક   હાથમા  આવતા  જ વ્રુધ્ધે  તે યુવાનને આશીર્વાદ    આપ્યા દીકરા   સો  વરસનો   થજે -  આજુ  બાજુ  વાળા બધા   દંગ  રહી ગયા  -એક   સાથી કર્મચારીએ તો  પુછ્યુ  પણ  ખરુ   કે  દાદા, આ માણસ   આટલુ  બધુ તમને પજવતો  હતો  છતા    તમે તેને  આવો સસદ્સ  આશીર્વાદ  કએમ  આપ્યો?   દાદાએ જવાબ  આપ્યો-   જો   દિકરા  આજે  મને તો  હજુ  80  જ થયા  છે  અને  હુ   આતલો ત્રાસી ગયો  છુ તો  તેની હાલત    100   પર પહોચતા     કેવી થશે ?

મુજ   વીતી  તુજ  વીતશે 
ધીરી  બાપલીયા  .........

   વ્રુધ્ધના  આશોર્વાદમા   પણ  કેટલી  વેદના  છે ?  રેડીયો  પર  આ  કથાનક   સાભળ્યા  પછી  એક   પેંશન   અધીકારી  એ    તેમના   કર્મચારિઓની   મીટીગ   બોલાવીને  ખાસ  સુચના   આપેલી  કે   આ  કચેરીમા  મોટે  ભાગે   વ્રુધ્ધો જ   આવતા  હોય છે -  વરીષ્ઠ    નાગરીકો  -   60 -  70  ઉપરના  વડીલો   જ  આવે જે   કોઇને   કોઇ  શારિરીક  અગવડ   ભોગવતા  હોય  ,   આખે  દેખાય નહીં  ,  કાને  સંભળાય નહીં  , પગે   ચાલી   શકે  નહીં  ,    હાથ  પગ  ધ્રુજે ,  સહીઓ  મળે -  ના  મળે તેમની    શારીરીક  અગવડો પ્રત્યે    કુણુ  વલણ   દાખવજો    નિયમોની   આડમા  તેમને  હેરાન પરેશાન  કરશો  નહીં ધક્કા  ખવડાવશો  નહીં  - તેમને  માન   ના  આપી   શકો  તો  કદાચ  વાધો  નથી  પણ  તેમને અપમાનીત કરશો નહીં  -  આ કાયદા  કાનુનની   વાત  નથી  પણ  એક  માનવીય    અભીગમ  છે અને  તેનુ પાલન કરજો આપણે પણ   એક દિવસ  નિવ્રુત્ત  થવાનુ જ  ચે  અને  આપણે પણ   તે વખતે  તેમની જગાએ જ ઉભા  રહેવાનુ  છે   યુવાનીના  જોશમા   હોશ   ખોઇને    વડીલનુ  અપમાન  કરશો નહીં.  .આ  સંસ્કાર  બજારમા મળતા  મળતાનથી- વેચાતા નથી  - ક્યાયથી  ખરીદી  શકાતાનથી  -  કોઇ   શાળા,,  મહાશાળા, યિદ્યાપીઠ,  મહાવિદ્યાલય , અરે   આજના કોઇ  ગુરુકુળ  પણ   બાળકોને  શિસ્ત  ,  સંયમ  અને   સૌજન્યતાના  સંસ્કાર  આપતી  નથી  - કોઇ પણ  શૈક્ષણીક સસ્થા  પાસે   સંસ્કાર  પ્રદાનનો  કોઇ અભ્યાસક્રમ  નથી કે જે  સાચા   અને  જરુરી  સંસ્કાર પ્રદાન કરે સમગ્ર  સંસ્કૃતિનુ   જ  જ્યા અધઃપતન   બોલાઇ  ગયુ છે   -પેટ   પાકે  પાટા ક્યા બાધવા ?   પશ્ચિમના  આધળા અનુકરણને   લયીને  આપણે  આપણી  મુળભુત  સંસ્કૃતી   ખોઇ   બેઠા છિયે  -  આજે  નથી રહ્યા  બાલ મંદીરો -   નથી  રહી   તેડાહ્ગર  બહેનો-   તેને  બદલે  ભાડુતી રિક્ષાઓમા બાલકો  જાય  અથવા તેમના મા  અથવાબાપ  અથવા  ડ્રાઇવર   તેમને પ્લે ગ્રુપ  કે    સ્કુલમા   મુકી આવે    અને  લયી  આવે  -બાળકે  શુ  ખાધુ , શુ  પિધુ  તેની  માહિતી   મા  પાસે ના  હોય  -  પણ   ડ્રેસ-કોડ ની  કાલજી  રાખવામા  આવે  છે  - બાળક  શુ  શીખે   છી    તેની ખબર  નથી  હોતિ   પણ    કયા    કયા   પુસ્તકો   અને   નોટો    લાવવાની   છે   તેની    કાળજી  લેવાય  છે  -  બાળકની  સ્કુલબેગમા  શુ  શુ   ભરવાનુ  છે  અને  શુ  ભરેલુ  છે  તેની કાળજી   મા   - મમ્મી   અવશ્ય  લેશે  પણ   તેના  બાળકના   ભેજામા  શુ ભરેલુ  છે અને   શુ   ભરવામા આવે   છે  તેની   તેને  ખબર નથી  હોતી. -  જો  પાયો જ આવો   કાચો હોય  તો  ઉપરનુ  ચણતર  કેવુ થશે  ? 

    માત્ર  કેટલાક  પ્રેરક  પ્રસંગ  જ   ઘડતર મા   મદદ કરી  શકે   છે.

ગુણવંત  પરીખ
26-3-15       (   આચાર  સંહિતા ....27  ) 


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  












From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



       -  :   આચાર  -  સંહીતા  :-    26...........

  શિસ્ત  , અનુશાસન   અને  શિષ્ટાચાર  એ   આચાર સંહીતાના   આવશ્યક   પરીબળો   છે  . કોઇ   વાર  તે  ધર્મસંકટ   પણ   ઉભા  કરી  દે  છે . કોઇના  મહેમાન   બન્યા  હો   ત્યારે   યજમાન  સામાન્ય  રીતે  ચા પાણીની  ઓફર   કરે  છે  - યજમાન  નૂ  પ્રેમ  છે  અને તેને  અનુલક્ષીને   પણ   મહેમાન   ચા  લેશે  જ પણ  કોઇ  વાર   એવુ  બને  કે  મહેમાન કહે  હુ ચા   નથી  પીતો તો   યજમાન   ઓફર  કરે  છે   કે   તો પછી   કોફી  લો ,  કોફી   પણ   નહીં   તો   ઉકાળો  લો   ( જો  કે આજકાલ   ઉકાળાનો  રીવાજ ઓછો  થયી ગયો  છે  )  -  ના  =  તો  પછિ   સરબત    લો  - લીબુ   પાણી લો  -  ફવે  અતિ  આગ્રહને   વશ   મહેમાન   લીબુ   પાણી  માટે  હા  કહી દે  છે  અને  મુશ્કેલી  ઉભી  થાય  છે કે ઘરમા  લીબુ   જ  નથી  -બજારમા  લેવા  જાય  તેવુ કોઇ   નથી  -  શુ  કરવુ  ? ધર્મસંકટ  આવી  ગયુ  -  પણ  મહેમાન   અત્યત   સમજુ  છે -   તે  કહે  છે   ચા  ચાલશે -  હુ  ચા  પી  લયીશ  -  પણ  મહેમાનની  આ સમજદારીને    વક્ર નજરે  જોનારા   પણ   હોય  છે  -   જો  ચા   પિવો   જ  છો   તો  પછી  આટૃલા   નખરા   શામાટે  કર્યા  ? પહેલેથી    જ  કહી   દિધુ   હોત  તો   આવુ થાત  ? માણસના  મનનો-   તાગ   પામવો  કઠીન  છે . મહેમાન   ચા  પિતા જ નથી  અને  તેવા  સંજોગોમા  જો  યજમાન   મહેમાન માટે જો કદાચ  ચા  નામુકે અથવા ચાનો ભાવ પણ  ના  પુછે તો   મહેમાન કહેશે  જોયુ ?અમારો ચાનોભાવ પણ  ના  પુછ્યો  -તમે   જો ચા  પીતા  જ નથી  તો  આવી અપેક્ષા શીદને  ?

   વૈષ્ણવ  સંપ્રદાયના આચાર્ય  મહાપ્રભુજી  વલ્લભાચાર્યજી  એક  વાર   જગન્નાથજીના મંદીરે   દર્શનાર્થે   ગયા  હતા. તે  દિવસ  એકાદશીનો  હતો  અને    આચાર્યશ્રીને  એકાદશીનો ઉપવાસ   હતો .આચાર્યશ્રી પધાર્યા  છે   તે   જાણીને  મંદીરના  પુજારીજી  તેમના  માટે  પ્રસાદનો  પડિયો  લાવ્યા  અને   આચાર્યશ્રીને   આપ્યો -  હવે  આચાર્યશ્રી     માટે એક  મોટુ  ધર્મસંકટ  આવ્યુ  -  પ્રસાદનો  અનાદર  થાય  નહીં  - માત્ર  વૈષ્ણવ સંપ્રદાય માટે  જ નહીં  - તમામ  ભાવિક  ભક્ત જનો   પણ   કદી  પ્રસાદનો અનાદર   કરે  નહીં  - પ્રસાદની આલોચના પણ  ના કરે  -પ્રસાદ પવિત્ર  છે  અને એક  શુભાશીષ     છે  - આચાર્યશ્રી  માટે   મુખવણભરી  પરિસ્થિતી  પેદા થયી  ગયી એક   બાજુ   એકાદશીનુ  વ્રત છે  - ઉપવાશ   છે અને બીજીબાજુ  હાથમા પ્રસાદનો પડિયો  છે  - પ્રસાદ   આરોગવો  જ  પડે  તે   સર્વમાન્ય   સિધ્ધાત  પણ  ત્યજી   શકાય  નહીં  - આચાર્યશ્રી  એ  પલમા  નિર્ણય લિધો- તેઓ    ધ્યાનમગ્ન   બનીને  ભગવાન    જગન્નાથજ્જીના   સાનીધ્યમા   ઉભા  રહી ગયા  અને    ઉભા  જ   રહ્યા-  ઉભા  જ રહ્યા-  મધ્ય રાત્રીના   બાર   વાગ્યા સુધી  તે અખડ  ઉભા   રહ્યા- રાત્રે  બાર  વાગે તિથિ  બદલાય -   બાર  વગ્યા  પછી   બારસ   આવે   અને  તે  સમયે પારણા  કરી   શકાય આચાર્યશ્રીએ  બાર  વગ્યા પછિ  આખ  ખોલી  અને   પ્રસાદ  આરોગ્યો અને  પારના પણ   કર્યા  સ્વવિવેક  વાપરીને   અને એકાદશીનુ વ્રત પણ   પાળ્યુ આવા  પ્રસંગો   બનતા  હોય   ત્યારે  સમજદારિથી  સમજપુર્વક   યોગ્ય  નિર્ણય   લેવો જોઇયે.  વ્યવહારુ નિર્ણય    સદા  ગ્રાહ્ય  જ  રહેશે .

   તાજેતરનીજ એક ઘટના  છે  - એક   અતિ  સુપ્રસીધ્ધ   મંદીરમા     દર્શનાર્થે   જવાનુ  હતુ  -  સાથે  કેટલાક   મોઘેરા   મહેમાન  પણ  હતા મહેમાન   માત્ર  સન્માનનીય  જ  નહીં પણ   મોભો  ધરાવતા  મહાનુભાવોની  કક્ષામા  હતા તેમનુ   માન સન્માન  જળવાયતે જોવાનીપણ એક   ફરજ  હતી અને તે માટે  અગાઉથી  જ  મંદીરના અધીષ્ઠાતાનો   સમ્પર્ક   સાધીને  યોગ્ય   ગોઠવણપણ  કરી  હતી મંદીરના અધીષ્ટાતાશ્રીએ  ખાસ  ઇજન   આપીને આગ્રહ   રાખેલો કે   આરતી બાદ  આપ સૌ મહેમાનો પ્રસાદ લયીને   જ  વિદાય  લેશો  - બીજી બાજુ  મહેમાનોનો  મોભોજોતા તેમના માટે   રાત્રિ ભોજનની  અલગ  અને અન્ય   વૈકલ્પિક  વ્યવસ્થાનો  પણ  અનુરોધ   કરવામા આવેલો  - નગરમા  રહેતી  પુત્રીએ  પોતાના  ઘેર   રાત્રી  ભોજનની    વ્યવસ્થાનુ  ઇજન  પણ  આપેલુ  -  અને ત્રીજોવિકલ્પ  કોઇ   સારિ  હોટેલમા   પાછા  ફરતા    રાત્રીભોજન  લેવુ   તે  હતો  -  ત્રણેય  વ્યવસ્થાઓ  ગોઠવી રાખી   હતી  -  પણ  સામાન્યરીતે   એક  લાગણી  છે કે પ્રસાદનો  અનાદર  થાય નહીં -  પ્રસદનુ  મેનુ    જોવાય  નહીં પ્રસાદની  ભાવના  જોવાની  હોય  -  અને  જ્યારે પ્રસાદનો  આગ્રહ  જ  ગ્રાહ્ય   રહ્યો   ત્યારે  અમોને  શાતી   મળી સૌએ   પ્રસાદ   જ   લીધો  -  કોઇના પણ  મનમા  કોઇ  ઉચાટ   રહ્યોનહી  અને  એક   યાદગાર  મંદીરના   દર્શનની  મહેચ્છા   પરીપુર્ણ બની  -  આ એક  એવુ  ધર્મસંકટ   ટળી   ગયુ  - એક બાજુ  મંદીરના  પ્રસાદનુ   આમંત્રણ  હતુ -  જે  ટાળવુ  તે  અવિવેક   હતો  -બીજી બાજુ  મોભાદાર મહેમાનો    માટે  તેમને  અનુરુપ અને  મોભાને યોગ્ય લાગે  તેરીતે   તેમના રાત્રિભોજનની   વ્યવસ્થા કરવી  -મતમતાતર    તો થયા  - પણ  છેવટે  મારે મનોમન  એવો  નિર્ણય  લેવો પડ્યો  કે  મંદીરનો પ્રસાદ   તો લેવો  જ અને  ત્યારા  બાદ   પાછા ફરતા વળતી મુસાફરીમા શહેરમા  પ્રવેશીને  કોઇ   સારી   હોટેલમા   રાત્રીભોજન  લેવુમારા    રેસ્ટ હાઉસમા  કોઇ  આવા  મોઘેરા   મહેમાન  આવવાના  હોય  અને  તેમની સાથે  જ જમવા બેસવુ પડે  તેમ  હોય ત્યારે  મારે બે  ચહેરા કરવા  પડતા હતા-  હુ   મારી આદત મુજબ  11   વાગે જમી  લેતો  અને  પછી   મહેમાનની  સાથેપણ  1-  2   વાગે  જ્યારે  તે પધારે ત્યારે   તેમની  સાથે ડીશ   મુકાવતો અને તેમની  સાથે ભોજન લેતો  હતો..

      મહેમાનનવાજીનો  એક  આવો  જ પ્રસંગ  પણ  માણવા  જેવો  છે.

         સરકારી  રેસ્ટ  હાઉસમા  સરકારી  અધીકારીઓ   આવે  -    જાય તેમના  વિભાગના  સ્થાનિક અધીકારીઓ   અને કર્મચારીઓ   તેમની  સરભરા  કરે -  તે  સામાન્ય   બાબત છે અને   જીલ્લા   કક્ષાનાઅ  કે  રાજ્યકક્ષાના   અધીકારીઓ    આવે ત્યારે  અમારે    સરભરા  કરવી  પડે  અને અમે   અમારા  કર્મચારીઓને   સુચના  આપેલી જ   કે   દરેકને   ઘરના  મહેમાન ની   જેમ   યોગ્ય  સ્તરે   ચા, પાણી,  નાસ્તો  અને  જરુર જણાય  ત્યા  ભોજનની  ઓફર   કરવી  -  અને   તે એટલી  હદે અમારુ  રેસ્ટ હાઉસ    આગતા  સ્વાગતામા  મોખરે  હતુ  કે  કોઇ  પણ  વી.આઇ.પી   મહેમાન  માટે  અમોને  જ  કલેક્ટર   ખાસ   સુચના  આપે  -    કોઇ   વિશેષ   ટીમ   હોય   ,  વિશેષ  મહેમાન  હોય  ,કે  તેવા  વિશેષ  પ્રસ્ગે તે  અમારા  જ  રેસ્ટ   હાઉસ પર   સમાચાર  મોકલે  . અમારા  રેસ્ટ  હાઉસનો  સ્થાનીક   કારકુન  પણ   ખુબ   વિવેકી  હતો  -  પણ  સ્થાનિક  તલાટી  ખુબ    સ્માર્ટ  - અતિ ચાલાક  - હતો જ્યારે   મહેસૂલ   વિભાગના   કોઇ અધીકારી આવે  ત્યારે   તે અચુક   રેસ્ટ  હાઉસ પર   આવી જાય  -  ચા,  પાણી  ,નાસ્તા   કે   ભોજનની  ડિશ  તૈયાર  થ્યી  જાય    ત્યારે તે ભાઇ  સિધા  અમારા રસોડામા  ઘુસી  જાય   અને પોતે    ડિશો    સર્વ   કરવા  મંડી પડે  - અમારો  કારકુન   બિચારો બોલી  શકે  નહીં  -પન એક વાર તેણે મને કહી  દિધુ  - તલાટીના કમનસીબે   નવા   જીલાવિકાસ અધીકારીશ્રી  પ્રવાસે  આવે ત્યારે  તે  પોતાનુટિફિન  સાથે જ લાવે પહેલી મુલાકાત વખતેજ  આ તલાટી  આવી ગયા  અને   ડિશ   લયીને  સાહેબ  પાસે  પહોચી ગયા  - પણ   સાહેબે એને  એટલી હદે  ઝાટકી  નાખ્યો  કે  એનો   અમોને  પણ  કોઇ   અદાજ  નહીં    નસીબજોગે  -હુ પણ ત્યા જ  હતો અને મને ખબર  પડી  -આમ   તો   જીલ્લા  વિકાસ   અધીકારી    અમારા   ઉપરી  અધીકારી નહોતા  પણ   ન્જીલ્લાના વડા    હોવાના નાતે હુ   ઔપચારીક   મુલાકાતેગયોઅને    તેમને  મળ્યો તેમણે ફરીયાદ  કરી  કે  આવા  કેવા અવિવેકી   માણસો તમે  રેસ્ટ  હાઉસ  પર રાખ્યા છે  કે  જે વગર  પરવાનગીએ  મારા સુટ્મા  આવી  જાય  - ? મે  તેમને  ધીરજ  અને  શાતિથી  સાભળીને  આખી  પરિસ્થીતી  સમજાવી   એટલુ જનહી લંચ   લેવા પણ આગ્રહ કર્યોોઅનેૂતેમણે  તે  સ્વિકાર્યો  પણ  ખરો  -તે પછી  આ તલાટી   કદી  અમારા  રેસ્ટ  હાઉસ પર   વગર  બોલાવ્યે   આવ્યા  નથી   કે ઘુસણ ખોરી પણ  કરી   નથી  .- આ  પ્રસંગ  મહેમાનનવાજીનો નથી  - ખુશામતગીરી નો   છે  -  લોકભાષામા   ચમચાગીરી- કહેવાય

      આ અગાઉ  દર્શાવેલ  પ્રસગોમા મહેમાનોની  સેવા એ સરભરા  હતી  -તેની  પાછળ   ફરજ  હતી  - એક  ડર હતો  -જો   કોઇને   વાકુ  પડ્યુ તો  ખાનાખરાબી  સર્જાશે -  સાચાબોલા  શાતીલાલ
અની  માફક ફેકાઇ    જવાનો  વારોપણ  આવે -  પેલા   તલાટીની   જેમ  ચમચાગીરી  ના  પ્રસગ  પણ  હોય  -    જ્યારે આ  પ્રસગ  તે પ્રેમ  ,અને  સૌજન્યતાનો પ્રસગ  હતો  -  કોઇની  કોઇના  પ્રત્યે  આડીઅવ્ળી   અપેક્ષાઓ નહોતી  -એક   નિર્વ્યાજ   પ્રેમ  અને  આદર  હતો  -  એક   ભક્તિભાવ   હતો  -  જગન્નાથજીના  મંદીરનો  પ્રસંગ  હોય   કે   સિધ્ધી  વિનાયકમંદીરનો  પ્રસગ  હોય  -  બન્ને  પ્રસગો   નિર્વાજ   પ્રેમ  ,ભક્તિ અને શિષ્ટાચારના  પ્રસગો  છે કોઇ  આડંબર   નહીં-કોઇ  દંભ  નહીં  - એક  નિષ્ઠા  અને પ્રેમ  એ જ  માત્ર નિશાન  - 

     આ   છે   શિસ્ત ,  સંયમ , સૌજન્યતા ,અને  નિર્વ્યાજ   પ્રેમના  પ્રસંગો   જે આચાર સંહીતાની  કલગીમા  ચાર ચાદ    લગાવે છે 

ગુણવંત  પરીખ 
24-3-15         ( આચાર  સહિતા   --- 26  )



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 

T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment