Aachaar sanhitaa 36 --------


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  





-------આચાર  સંહીતા  -----    36  -------



      અન્નનો  માર્યો નીચુ   જુવે   અને  ડૉંગનો માર્યો  સામુ   જુવે   ---

  આ   એક પૌરાણિક   શાસ્ત્રોક્ત   ઉક્તિ   છે  અને  આજના   સુધરેલા  સંસ્કારી   અને   રાજનિતિજ્ઞ  પરીભાષાનો   શબ્દ  પ્રયોગ   છે      ડીનર  ડિપ્લોમસી    પહેલાના  ભોજન સમારંભોમા   પંગતો  પડતી   હતી   અને  પિરસણીયા   વહેચણી  કરે  ,  ફરે  ,  આગ્રહ   કરે   અને  રસભેર   જમન   લેવાય -  આજના    ડીનર ડીપ્લોમસી    મા   ભ્જનની   તો   વ્યવસ્થા  હોય  છે  જ  -  પણ   સૌ  સાથે   એક   મોટા   ટેબલની  આજુબાજુ   ગોઠવાય   છે   અને   ભોજનના  રસથાળને  બદલે   સૌને  આજે   નવુ  શુ   જાનવાનુ મલશે  અથવા   નવી  કયી    વ્યુહ  રચના  છે  તેની  માહિતી  મળે  છે   આ  ડીપ્લોમસીનો  ઉપયોગ  તો ઘણા   સમયથી   થાય   છે -  કટોકટીના   સમયે   પક્ષના   નેતા   કે  ગૃહના  નેતા   જ્યારે  મુસ્કેલીમા   મુકાઇ  ગયા  હોય  ત્યારે  વિરોધી પરીબલો અને  વિરોધ  પક્ષના  સભ્યોને   પણ   આમંત્રણ  અપાય છે  અને   વ્યુહા  રચના  ના  એક  ભાગ   રુપે  એક   બાજુ   ભોજન  નો  થાળ   હોય   છે   અને બીજી  બાજુ  ગોળમેજી પરીષદમા   વ્યુહરરચના     ઘદાય છે   અને   બગડેલી  બાજી  સુધારી  લેવાય  છે -  જરુરી તડજોડ   થાય  -  સોદાબાજી થાય  -  સમાયોજનો રચાય  અને  ઘીના   ઠામમા    ઘી   સમાય  - આ પણ    અન્નનો      ભોજનનો   પ્રભાવ  છે  - નમકહલાલી  -   કહો તો  નમકહલાલી અને   સોદાબાજી કહો  તો   સોદાબાજી  જો  કે  અહી   પણ  કપટબાજી  થતી  હોય  છે  -  રાજકીય પક્ષો  આ  ચાલ બાજી   સારીરીતે  સમજી   ગયા   છે  એટલે  શક્ય  તેટલો લાભ   તે  તેમાથી લયી  લેતા હોય   છે  -  અને   તેનાથી  પણ  વધારે  ચાલાક    રાજનિતિજ્ઞો   તો  આગળ  વધીને    જાહેરમા  એવો  પ્રચાર  કરે  છે   કે   બીજા પક્ષો  આપે  તે  હશી  ખુશી      લયી   લેવાનુ અને   મતદાન  તો  ખાનગી  છે  -  તમે  જે  પક્ષો  જે  આપે   તે  લયી   લેજો  અને   મત  અમોને આપજો  અમે   જ તમારા   સાચા  ઉમેદવાર  છિયે -  આ પણ   એક    ડિપ્લોમસી    છે.

     ટુકમા અન્નનો  -ભોજનનૂ  એક  આગવો પ્રભાવ છે   તેની   તો    કોઇ   ના  કહી  શકે  તેમ   નથી  જ  - લગ્નનૂ   ભોજનસમારંભ   હોય  , કોઇ  મહેમાન  આવે  ત્યારે    થતો   ભોજન  સમારંભ   હોય   જે  ઘરગથ્થુ     હોય   કે   અન્ય  કોઇ   ભોજન  સમારંભ   હોય  - આ  દરેક  સમારંભો   માટે અલગ  અલગ   આલોચનાઓથાય   અને  થયી  પણ  શકે  - વ્ય્વહાર ની  માગણી  -  વૈભવનુ  પ્રદર્શન ,રિવાજોના   બંધન  - રિવાજોની  ફરજ  -માથે પડેલા  મહેમાનો  -અલગ  અલગ   કિસ્સાઓમા અલગ  અલગ   તારણ  મળે  -પણ  કેંદ્રસ્થાને  તો  ભોજન  સમારંભ  અને    સમારંભની જાહોજ્લાલી  જ  નજરમા લેવાય  છે  મહેમાને કેટલુ ખાધુ  , શુ  ખાધુ,  શુ  વખાણ્યુ ,  તે   બહુ   નજરમા નથી  આવતુ  પન  યજમાનની વાહ વાહ   તો  થવી જ  જોઇયે- પછી   ભલે  ને   યજમાનની  પાચલથી ઠેકડી પણ  ઉડતી હોય  -  ચીનના    રાષ્ટ્રપ્રમુખની  અમદાવાદની   મુલાકાત  અને  તેમના  માટેનો  ભોજન  સમારંભ એક  યાદગાર     સમારંભ  હતો  - અમદાવાદ માટે , અમદાવાદીઓ  માટે  ,  દેશવાસીઓ   માટે  પણ  અને    ગણત્રીબાજ   ગુજરાતીઓ  માટે  પણ  -તે  યાદગાર    પ્રસંગહતો -  એક   બાજુ   જ્યારે   આ  જ  અમદાવાદ  ના   અનેક ફુટપાથવાસીઓને    એક  ટંકનો   પણ   રોટલો   મળવો   દુર્લભ  છે      ત્યા   બીજીબાજુ        ડીનરડીપ્લોમસીના   નામે   કેટલો  મોટો વેપલો મંડાયો હતો ‌ - રીવર  ફ્રંટ ની   આજુ  બાજુ  મોટી ઝુપડપટ્ટી    છે      આ ભોજન  સમરંભના    ભોજનની   વાનીઓની   મીઠી   સુગંધ    આ    ઝુપડપટ્ટી   વાલાઓને   તો   મળી  જ  હશે  - એક   ચલચીત્રમા  ફૂટપાથ  પર  જગા   લેવાનો  ભાવ   નક્કી  કરવામા   એક  મુદ્દો   એ પણ  હતો   કે   બાજુમા   એક   શેઠનો  બંગલો  છે   અને  તેના ઘેર     રોજે રોજ   બનતી  ભોજનની   વનગીઓની   સુગંધ    આ  ફુટપાથ સુધી  આવે   છે    એ  સુગંધનો   ભાવ   પણ      ફુટપાથ  ભાડે  લેનારે  ચુકવવો પડશે  શેઠ   સોનાચંદના    ઘેર  જે  વાનીઓ  બને    તે   વાનીની   સુગંધનો  પણ  એક   ભાવ    છે  - રીવર ફ્રંટ  વાળા   ઝુપડપટ્ટીવાલા   તે   દિવસે ધન્ય   બની ગયા  હશે  - મેનુ ની  150   થી પણ  વધારે  ચીજોના   નામ  અને   સુગંધ  આ- હા= હા   -  શુ   સુગધ છે  -ધન્ય  થયી   ગયા   આજે  તો  -રોજ  આવો   મારા  ચીની  પ્રમુખ  - અને  રોજ  મળે   આવી મધુર  સુવાસ  જેનાથી   ભલે પેટ   ના  ભરાય  - મન   તો  તરબોળ  થશે  - 

          વાત   ક્યાથી  ક્યા   આવી  ગયી  ?   અન્નનો  પ્રભાવ  , ભોજનનો પ્રભાવ  , ડીનર  ડીપ્લોમસી,  મહેમાન ગતિ   ,  પેટની   ભુખ  ,   ઝુપડપટ્ટી ,  રોમન   શહેનશાહ  ને  કોણ  કહેવા  જાય   કે  પ્રજાને  એક   લુખી સુખી  બ્રેડ  પણ   નથી  મળતી  -  અને  જે  કહેવા   ગયો  તેને જવાબ   મળે   છે  કે  તેમા શૂ  થયી  ગયુ   ? જો   બ્રેડ  ના  મળે   તો   પ્રજાજનોને કહો  કે કેક    ખાય   - બિચારો  કહેવા જનારો  પ્રજાજન  -  હેબતાઇ  ના   જાય   તો    શુ   થાય  ?   આ  પણ   લોકશાહી ની  લાચારી  છે -   અમદાવાદ ની   શોભા  વધારનારી    સેવા  બી.આર.ટી.એસ.    -   કેક  ની  ડીશ  - અને  અમદાવાદની   જીવનજરુરીયતની   સેવા  એ.એમ.ટીએસ.  -  રોજીદી   બ્રેડ  -  પણ   શોભામા  રાચનારા    વહીવટકર્તાઓ  -કેકની ચિતા  કરે  છે  -  બ્રેડની   નહીં  -   તેમને  કોઇ   સુચન   સ્વિકાર્ય  નથી  -  બસ   -  શહેરીજનો- નગરજનોને   સગવડ    આપો  -  બાદશાહી  સગવડ આપો  -  એ.એમ.ટી.એસ.  ના   પેટ   ઉપરથી  પસાર  કરીને   પણ   બી.આર.ટીએસ.   ને    મહાન   બનાવો  -  આશ્ચર્ય  થાય  છે  ને   ?  અન્નનો   પ્રભાવ  ક્યા   અને   આ   બે   બસ   સેવાઓ  ક્યાથી આવી  ?  પણ   જેમના  મા   સમ,અજ  છે તે  સારી  રીતેસમજી   શકશે  કે   ક્યા પ્રભાવે  આ   સેવાઓ  પાછળ  આટલો    પ્રેમ   છે  ?  સહેજ   કાળજી  પુર્વક    ચકાસણી   કરજો  નિચેના   વાક્ય પ્રયોગનો :    એક   સેવાના   નાના  સરખા   આશ્રય સ્થાનો  તુટેલા  સ્ટેંડ  ,  દૂર   કરીને    બીજી  સેવાને  આલિશાન  સ્ટેન્ડ   બનાવી  આપવામા   આવે  છે   :  આલિશાન    સ્ટેંડ   - બી.આર. ટી.એસ.  ના   એક  સ્ટેંડ્ની   કિમત મા    એ.એમ.ટી.એસ,.  ના   200   સ્ટેન્ડ    બની  શકે  કેવી વૈભવી   બાબત  છે  ?   પેલા   વૈભવી   સ્ટેંડ મા   માડ   5-10   મુસાફરો  હોય   છે  જ્યારે   પેલા  તોડી  પડાયેલ  સ્ટેન્ડ   પર  5 -50   મુસાફરો   આજુબાજુ    આશરો  શોધતા  હોય છે  -  આની   પાછળનુ કારણ શબ્દોમા ચિતરીને   હુ   કોઇને ક્ષોભજનક  પરિસ્થિતિમા મુકવા નથી  માગતો  .
    જો કે  વાતે જુદો  વળાક    લિધો મુળ વાત   છે  - વ્યવહારની  અન્નના વ્ય્વહારની- મહેમાનગીરી  કરવી  આગતા  સ્વાગતા   કરવીતે સામાન્ય અને    સાદો  શિષ્ટાચાર   છે  અને  તેમા કૈ   ખોટુ નથી   પણ  ક્યારે  આ   સામાન્ય   શિષ્ટાચાર   એક  હક્ક બની ગયો એક અધીકાર  બની  ગયો   - ડીનર ડીપ્લોમસીમા  પલટાઇ  ગયો    તેની  ખબર   જ   ના  પડી   અને  આજે  તો  તે  વાયરસની  જેમ   છુપી  રીતે એવો   ફેલાઇ ગયો  છ્હેક્વ તેને  શોધવો  મુસ્કેલ   પડે .   કહેવાય છે   કે    સરકારમા  આવી    ડીનરડીપ્લોમસી   નુ  વ્યવહારિક  અમલીકરણ   સરકારનુ એક  જાણીતુ અંગ  કરે  છે -  તેના અધીકારીઓ   તે  માટે અત્યત  કુશળ હોય   છે  તેમના  કર્મચારીઓ  પણ  કુશળ હોય  છે  અને   વિણેલા   ચુનંદા  સેવકો હોય  છે  - 1960  આસપાસ  ના   સમય ની   વાત  છે -  એક  રાજવીના  પુત્રનુલગ્ન   હતુ   અને  જાન   માટે  રેલ્વેના   સલુનની   જરુર હતી  આ   કામ   થતુ  નહોતુ    આથી   રાજવીને કોઇએ   કહ્યુ  કે    આપણી  સરકારમા  એક અધીકારી  એવા   છે  કે જે   આ  કામ   કરી  શકશે  -  રાજવીએ  તે અધીકારીને  ફોન  કર્યો  અને   આટલીમદદ   કરવા   વિનતિ  કરી  - અધીકારીએ  કહ્યુ  કે   તેમના એક  કર્મચારી  આ  કામ   પાર  પાડશે -  ચિતા   કરશો  નહીં  તેમણે  તેમના   આ કર્મચારીને    બોલાવીને    કહ્યુ  કે  રાજવીને  સલુન     જોઇયે   છે   તાત્કાલીક   વ્યવસ્થા  કરી  આપો  --કર્મચારીનુ  પદનુ કદ  તો  ઘણુ  નાનુ  હતુ  પણ  અધીકારીને વિશ્વાસ  હતો  કે   દવે  આ   કામ  કરી શકશે   અને   સૌના   આશ્ચર્ય   વચ્ચે   એક  જ દિવસમા   તે સલુન    સાથે   આવી   ગયા અધીકારી   તો   આ કર્મચારી ઉપર  ખુસ  હતા  જ -  રાજવી પણ  અધીકારી અને  કર્મચારી  ઉપર    ફીદા  થયી   ગયા-  જે   કામ     ભલભલા  નહોતા  કરી  શક્યા  તે  કામ  એક   નાનો કર્મચારી  કરી  શકે  છે   -  પરતુ   અહી  માત્ર   વ્યવહાર  અને  શિષ્ટાચાર   જ  હતો  -   અને   આ શિષ્ટાચારનો   જે ઉપયોગ   થયો  તે અકલ્પનીય  હતો  -  સરકારમા  તો  મહેમાન  આગતાસ્વાગતાને   પોતાનો અધીકાર   સમજે   છે  -અને  તેમનો આ અધીકાર   કુશળ   અધીકારીઓ   પુરો પણ   કરે   છે  તે માત્ર   શિષ્ટાચાર ને   નામે  પણ  અમલીકરણ  અલગ   હોય છે  -  ખાસ.  કરીને હિસાબી શાખાના  ઑડીટ  અને   અન્ય    ચકાસણી  માટે જતા   અધીકારિઓ  આનો  વિશેષ   દરજ્જો ભોગવે  છે  અને  ભરપુર  લાભ   લે  છે -  બાદશાહી ઠાઠ  ભોગવે  છે   -  તે   જાણે   જ  છે  કે  આ જે  ખર્ચ  થાય   છે તે  કોની તિજોરીમાથી થાય  છે -આટલુ   પુરતુ  નથી  - લેવાય   તેટલા  લાભ  લયીને  તે  પછી  તેના પ્રસાદ   સ્વરુપે  તે સારો  અભિપ્રાય  આપતા નથી  -અને   તેને  માટે  ઉચી  કિમત  માગે  છે  તે  જાણે   છે કે  આ   મારી કે અમારી આગતા સ્વાગતા   મફતમા  નથી  કરાઇ  - તેની  પાછળ  યજમાનની  સ્વાર્થ  વ્રુત્તિ  છે   અને   તે વ્રુત્તિનો લેવાય   તેટલો   લાભ  તે   આવા પ્રસગે   લે  છે  અને  તે  જ  છે  આ  વ્રુત્તિઅને   પ્રવ્રુત્તિનો   અંજામ  -યજમાન   એમ   સમજે    છે  કે  અમે   બહુ   સારી  આગતા  સ્વાગતા   કરી  છે પણ   એવુ     પણ  બને  છે કે   સ્વાગતના   નામે    મળેલુ  ભડોળ   ક્યાક  ચાઉ   બની   જાય   છે  અને  યજમાન     અધારામા   રહે  છે   અને   તેમને તો  જ્યારે   પરીણામ  આવે   ત્યારે  જ  ખબર  પડે છે   કે -  કોથળામાથી  બીલાડુ  નિકળ્યુ  - -  કે કર્યુ  કારવ્યુ   ધુળમા  ગયુ -   ખરેખર  તો તે  ધુળમા  નહીં  ક્યાક   પગ  કરી  ગયુ  -  પણ  કોણ  કોને  કહે ?  -યજમાન   અધીકારીની  પીઠમા  ખંજર   ભોકનાર  તો   તેમના   જ  માણસો  છે 

ભવસાગરમા   તરતી  નૈયા  વિશ્વાસે   જ્યા   ડુબે ,
કોણ   પારકુ ,  કોણ  પોતીકુ  - કોણ  પરાયુ  -
માનવ   ના  પરખાયા   રે  -----

    કરવા    ગયા   , કંસાર   અને   થયી  ગયી  થૂલી  ..........


ગુણવંત પરીખ 
9-5-15         (   આચાર   સહીતા    -    36   )




From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
Geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment